દસમો અધ્યાય 1 શ્રીકૃષ્ણનું દ્ારકા-ચમન નક વાજ શૌનકજીએ પૂછ્યું - જેમની ભોગો પ્રત્યે બિલકુલ હત્વા સ્વરિક્થસ્પૃધ આતતાવિનો યુધિષ્ઠિરો ધર્મભૃતાં વરિષ્ઠઃ / પ્રત્યવરુદ્ધભોજનઃ કથં પ્રવૃત્તઃ કિમકારષીત્તતઃ | ૧॥ સૂત ઉવાચ વશ ડુરોર્વશદવાગ્નિનિર્હત* સંરોહથિત્વા ભવભાવનો હરિ: । નિવેશયિત્વા નિજરાજ્ય ઈશ્વરો યુધિષ્ઠિરં પ્રીતમના બભૂવ હ || ર) નિશમ્ય ભીષ્મોક્તમથાચ્યુતોક્ત પ્રવૃત્તવિશાનવિધૂતવિભ્રમઃ । ગામિન્દ્ર ઇવાજિતાશ્રઃ પરિધ્યુષાન્તામનુજાનુવર્તિતઃ સહાનુજૈઃ શશાસ 11૩૫ અનાસક્તિ છે તેવા ધાર્મિકોમાં શ્રેષ્ઠ મહારાજ યુષિષ્ઠેર પોતાની પૈતૃક સંપત્તિને હહપ કરી જવા ઇચ્છતા આતતાયીઓનો સંહાર કરીને પોતાના ભાઈઓ સાથે કઈ રીતે રાજ્ય શાસન કરવા પ્રવૃત્ત થયા અને તેમણે કયાં ક્યાં કામ કર્યાં? - (૧) સૂતજી કહે છે - સમસ્ત સૃષ્ટિતે ઉજ્જીવિત કરનારા ભગવાન શ્રીહરિ પરસ્પરના ક્લહ-અગ્નિથી દાઝેલા કુરૂવંશને પુનઃ અંકુરિત કરીને તથા યુધિષ્ઠિરને તેમના રાજ્યસિંહાસન પર બેસાડીને ઘણા જ પ્રસન્ન થયા. (ર) ભૌષ્મ પિતામહના અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશના શ્રવણથી તેમના અંતઃકરણમાં વિજ્ઞાનનો ઉદય થયો અને બ્રાન્તિ મટી ગઈ, ભગવાનના આશ્રયે રહીને તેઓ સમુદ્રપર્યન્ત સમસ્ત પૃથ્વીનું ઇન્દ્રની જેમ શાસન કરવા લાગ્યા. ભીમસેન વગેરે ભાઈઓ તેમની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરતા હતા. (૩) ૬ પ્રા. પા, - ત્યાનવ૦। ૨. પ. પા. - રાજન્! ૩. ત્રા. પ. - નિત! અ૦૧૦] પહેલો સ્કન્ધ 81 કામં વવર્ષ પર્જન્યઃ સર્વકામદુઘા મહી | સિષિચુઃસ્મ વ્રજાન્ ગાવઃ પયસોધસ્વતીર્મુદા ।। ૪।। નધઃ સમુદ્રા ગિરયઃ સવનસ્પતિવીરુધઃ | ફલન્ત્યોષધયઃ સર્વાઃ કામમન્વૃતુ તસ્ય વૈ 1 ૫॥ નાધયો વ્યાધયઃ ક્લેશા દૈવભૂતાત્મહેતવઃ૨ । અજાતશત્રાવભવન્ જત્તૂનાં રાજ્ઞિ કર્હિચિત્ ।। ૬।। ઉષિત્વા હાસ્તિનપુરે માસાન્ કતિપયાન્ હરિઃ । સુહૃદાં ચ વિશોકાય સ્વસુશ્ચ પ્રિયકામ્યયા | ૭।। આમત્ત્યચાભ્યનુશ્ઞાતઃપરિષ્વજ્યાભિવાધ તમ્” । આરરોહ રથ કૈશ્ચિત્પરિષ્વક્તોડભિવાદિતઃ || ૮॥। સુભદ્રા દ્રૌપદી કુન્તી વિરાટતનયા તથા | ગાન્ધારી ધૃતરાષ્ટ્રશ્ચ યુયુત્સુ્ગોતમો યમૌ ।। ૯।। વૃકોદરશ્ચ ધૌમ્યશ્ચ સ્ત્રિયો મત્સ્યસુતાદયઃ | ન સેહિરે વિમુહ્યન્તો વિરહં શાર્ડાધન્વનઃ ॥ ૧૦॥ ૪સત્સજ્નાન્મુક્તદુઃસજ્નો હાતું નોત્સહતે બુધઃ । કીર્ત્સમાનં યશો યસ્ય સકુદાકર્ણ્ય રોચનમ્ | ૧૧।। તસ્મિન્ન્યસ્તધિયઃ પાર્થાઃ સહેરન્ વિરહ કથમ્ | દર્શનસ્પર્શસંલાપશયનાસનભોજનેઃ” ॥૧૨॥ સર્વે તેડનિમિષૈરક્ષેસ્તમનુદ્ુતચેતસઃ | વીક્ષન્તઃ સ્નેહસમ્બદ્ધા વિચેલુસ્તત્ર તત્ર હ | ૧૩।। ન્યરૂ્ધન્રુદ્ગલદ્બાષ્પમૌત્કણ્ઠયાદેવકીસુતે |! નિર્યાત્યગારાન્નોડભદ્રમિતિર્ય સ્યાદ્બાન્ધવસ્ત્િયઃ? ॥ ૧૪।। મૃદડ્શદ્વભેર્યશ્વ વીણાપણવગોમુખાઃ | ધુત્ધુર્યાનકઘણ્ટાઘા નેદુર્દુન્દુભયસ્તથા ।। ૧૫।। યુધિષ્ઠિરના રાજ્યમાં આવશ્યક્તા અનુસાર યથેષ્ટ વરસાદ થતો હતો, પૃથ્વીમાં સઘળી અભીષ્ટ વસ્તુઓ પેદા થતી હતી, મોટા મોટા અડણવાળી હૃષ્ટપુષ્ટ ગાયો ખૂબ દ્ધ આપતી હતી. (૪) નદીઓ, સમુદ્ર, પર્વતો, વનસ્પતિઓ, વેલીઓ અને ઔષધિઓ - એ સૌ પ્રત્યેક ક&તુમાં યથેષ્ટપલ્ે પોતપોતાની વસ્તુઓ રાજાને આપતાં હતાં. (૫) અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરના રાજ્યમાં કોઈ પણ પ્રાણીને ક્યારેય પણ આધિ-વ્યાધિ થતાં ન હતાં કે દૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક ક્લેશો પણ થતા ન હતા. (૬) પોતાના બાંધવોનો શોક દૂર કરવા માટે અને પોતાની બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન શ્રીકૃષ્ણ કેટલાક, મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા. (૭) પછી જ્યારે તેમણે રાજા યુધિષ્ઠિર પાસેથી દ્વારકા જવાની અનુમતિ (રજા) માગી ત્યારે રાજાએ તેમને કદય-સરસા ચાંપીને સ્વીકૃતિ આપી. ભગવાન તેમને પ્રણામ કરીને રથ પર સવાર થયા. કેટલાક (સમવયસ્ક) લોકોએ તેમને આલિંગન કર્યું અને કેટલાક (લઘુવયસ્ક) લોકોએ પ્રણામ કર્યા. (૮) તે સમયે સુભદ્રા, દ્રૌપદી, કુન્તી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુળ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય, સત્યવતી વગેરે સૌ મૂર્ચ્છિત જેવાં બની ગયાં. તેઓ શાર્ઠપાણિ શ્રીકૃષ્ણનો વિરહ સહી શકયાં નહીં. (૯-૧૦) ભગવદ્-ભક્ત સત્પુરુષોના સંગથી જેનો દુ:સંગ છૂટી ગયો છે તે વિચારશીલ મનુપ્ય ભગવાનના મધુર-મનોહર સુ- થશને એક વાર પણ સાંભળી લે છે તો પછી તેને છોડવાની કલ્પના પણ તે નથી કરતો. એ જ ભગવાનના દર્શનથી અને સ્પર્શથી, તેમની સાથે વાર્તાલાપ કરવાથી તથા સાથે જ સુવા, ઊઠવા-બેસવા અને ભોજન કરવાથી જેમનું સંપૂર્ણ હૃદય તેમને સમર્પિત થઈ ચૂક્યું હતું તે પાંડવો ભલા, તેમનો વિરહ કેવી રીતે સહી શકે ? (૧૧-૧૨) તેમનું વિત્ત શ્રીકૃષ્ણમાં જ ચોટેલું હતું, તે બધાં અનિમેષ નેત્રે ભગવાનને જોતાં રહીને સ્નેહબંધનથી બંધાઈને જ્યાં ને ત્યાં દોડી રહ્યાં હતાં. (૧૩) ભગવાન શ્રીકૃષ્ણ જવા માટે ઘરમાંથી નીકળ્યા તે સમયે તેમના બાંધવોની પત્નીઓની આંખો ઉત્કંઠાવશ ઊભરાતાં આંસુઓથી ભરાઈ આવી; પણ એવા ભયથી કે ક્યાંક યાત્રાના સમયે અપશુકન ન થઈ જાય, તેમણે ઘણી મુશ્કેલીથી આંસુ રોકી લીધાં. (૧૪) ભગવાનના પ્રસ્્થાનના સમયે મૃદંગ, શંખ, ભેરી, વીણા, ઢોલ, રણશિંગા, ધુંધુરી, નગારાં, ઘંટ, દુદુભિઓ વગેરે ૧. પ્રા. પા. - કમતા મૃત્યુસ્ત્ર વૈ | ૨. પ્રા. પા. - ત્ભૂતા ઇડેતથઃ 1 ૩. પ્રા. પા. - તાન્! ૪ પ્રા. પા. - તત્સક્નાળા પ. પ્રા. પા. - બ્સ્પર્શનાલાપન | ૬. પ્રા. પ્રા. - ત્ત્યાગારતોવ ૭. પ્રા. પા. - બાન્ધવા: સ્તિયઃ । 82 શ્રીમદભાગવત [૦૧૦ પ્રાસાદશિખરારૂઢાઃ કુરુનાર્યો દિદક્ષયા | વવૃષુઃ5 કુસુમૈઃ કૃષ્ણં પ્રેમવ્રીડાસ્મિતેક્ષણાઃ ।। ૧ ૬ સિતાતપત્ર જગ્રાહ મુક્તાદામવિભૂષિતમ્ । રત્નદણડ ગુડાકેશઃ પ્રિયઃ પ્રિયતમસ્ય હ ॥૧૭॥ ઉદ્ધવઃ સાત્યકિશ્ેવ વ્યજને પરમાહ્ુતે વિકીર્યમાણઃ*૨ કુસુમ રેજે મધુપતિઃ પથિ ।। ૧૮।। અશ્રૂયન્તાશિષઃ સત્યાસ્તત્ર તત્ર દ્રિજિરિતાઃ ! નાનુરૂપાનુરૂખાશ્ચ નિર્ગુણસ્ય ગુણાત્મનઃ ॥ ૧૯ અન્યોત્યમાસીત્સગ્જલ્ય ઉત્તમશ્લોકચેતસામ્ | કૌરવેન્દ્રપુરસ્રીણાં સર્વશ્રુતિમનોહરઃ ॥ ર૦॥ સ વૈ કિલાય પુરુષઃ પુરાતતો ય એક આસીદવિશેષ આત્મનિ | અગ્રે ગુણેભ્યો જગદાત્મનીશ્વરે નિમીલિતાત્મન્નિશિ સુપ્તશક્તિષુ | ર૧॥ સ એવ ભૂયો નિજવીર્યચોદિતાં સ્વજીવમાયાં પ્રકર્તિ સિસૃક્ષતીમ્ અનામરૂપાત્મનિ રૂપનામની વિધિત્સમાનોડતુસસાર શાસ્કૃત્ | ર૨॥ સ વા અયં યત્પદમત્ર સૂરયો જિતેન્દ્રિયા નિર્જિતમાતરિશ્વનઃ । પર્યન્તિ ભક્ત્યુત્કલિતામલાત્મના નન્વેષ સત્ત્વૂં પરિશાર્ષ્ૂમર્હતિ ॥ ૨૩॥ વાઘો વાગવા લાગ્યાં. (૧૫) ભગવાનનાં દર્શતની લાલસાથી કુરુવંશની સ્રીઓ અટારીઓ પર ચઢી ગઈ અને. પ્રેમ, લજ્જા તેમ જ સ્મિતયુક્ત દષ્ટિથી ભગવાનને જોતી જોતી તેમના પર પુષ્યોની વર્ષા કરવા લાગી. (૧૬) તે સમયે ભગવાનના પ્રિય સખા, વાંકડેયા જાળવાળઃ અર્જુને પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણનું શ્રેત છત્ર પોતાના હાથમાં લઈ લીધું કે જે છત્રમાં મોતીઓની ઝાલર લટકતી હતી અને જેનો હાથો રત્નોનો બનેલો હતો. (૧૭) ઉદ્વવ અને સાત્યાકે ઘણાં વિચિત્ર ચામર ઢોળવા લાગ્યા. માર્ગમાં ભગવાન શ્રીકૃષ્ણ પર પુષ્યોની વર્ષા થઈ રહી હતી. અત્યંત મનોહર દશ્ય હતું. (૧૮) જ્યાં ને ત્યાં બ્રાહ્મોએ આપેલા સત્મ આશીર્વાદ સંભળાતા હતા, તે (આશીર્વાદ) સગુર ભગવાનને તો અનુરૂપ જ હતા, કારણ કે તેપનામાં બધું. જ છે; પરંતુ તે નિર્ગુ્નરે અનુરૂપ ન હતા, કારણ કે તેમનામાં કોઈ મ્રાકૃત ગુણ નથી. (૧૯) હસ્તિનાપુરનો કુલીન રમણીઓ — સૌઓ, કે જેમનું ચિત્ત ભગવાન શ્રીકૃષ્ણમાં રમમાણ હતું તેઓ માંહોમાંહે સૌના કાન અને મનને ખાકૃષ્ટ કરનારી વાતો કરી રહી હતી. (ર૦) તેઓ અંદરોઅંદર કહી રહી હતી - “સખીઓ! આ ખે જ સનાતન પરમ પુરુષ છે કે જેઓ પ્રલયના સમયે પણ પોતાના અહિતીય નિર્વિશેષ (નિર્ગુશ્) સ્વરૂપમાં સ્થિત રહે છે. તે સમે સૃષ્ટિના મૂળ એવા આ ગણે ગુણ પણ રહેતા નથી; જગદાત્મા ઈશ્વરમાં જીવો પણ લીન થઈ જાય છે અને મહત્તત્તત વગેરે સમસ્ત શક્તિઓ પોતાના કારજભૂત અવ્યક્તમાં સૂઈ જાય છે. (૨૧) તેમણે જ ફરીથી પોતાની કાલશક્તિને પ્રેરિત કરીતે પોતાના અંશભૂત જીવોને અને તેમને મોહિત કરનારી માયાને પ્રગટ કરો તથા સૂ’જેનું નિર્માળ કરનારી પ્રકૃતિનું અનુસરણ કર્યું, અને જેનું કોઈ નામ-રૂપ ન હતું તેને નામ-રૂપ આપવાની ઇચ્છાથી તથા જીવોને ભોગપદાર્થ ઉપલબ્ધ કરાવવાની ઇચ્છાથી તે જ અનેક રૂપોમાં થઈ ગયા અને ગ્યવહારને માટે તેમના કર્મોનું વિધાન કરનારા શાસ્ત્રોનું નિર્માણ કર્યું. (૨૨) (ઉપરના બે શ્લોકોમાં જેમનું વર્જન કર્યુ તે પરમાત્મ: શ્રીકૃષ્ણ જ છે.) આ જગતમાં જેમના સ્વરૂપનો સાક્ષાત્કાર, જિતેન્દ્રિય યોગીઓ પોતાના પ્રાણોને વશ કરીને ઉત્ટટ ભક્તિથી પ્રફુલ્લિત નિર્મળ કદયમાં કરતા રહે છે
- વાસ્તવમાં તેમની ભક્તિથી જ અંતઃકરણની પૂર્ણ શુદ્ધિ થઈ શકે છે, નહિ ડે યોગ વગેરેથી, (ર૩) ૧. પ્રા. પા. - વરવું: ૨. પ્રા. પા. - અવરફીવમાલરઃ ૨૦૧૦] પહેલો સ્કન્ધ થડ સ વા અયં સખ્યતુગીતસત્કથો વેદેષુ ગુહ્યેષુ ચ ગુઘ્યવાદિભિઃ | ય એક ઈશો જગદાત્મલીલયા સૃુજત્યવત્યત્તિ ન તત્ર સજ્જતે ॥ ર૪॥। યદા હ્યધર્મેણ તમોધિયો નૃપા જીવત્તિ તત્રૈષ હિ સત્ત્વતઃ૧ કિલ । ધત્તે ભગં સત્યમૃતં દયાં યશો ભવાય રૂપાણિ ઘધધુગે યુગે ॥ રપ॥ અહો અલં શ્લાઘ્યતમં યદોઃ કુલ- મહો અલં પુણ્યતમં મધોર્વનમ્ | યદેષ પુંસામૃષભઃ શ્રિયઃ પતિઃ સ્વજન્મનાચેચડ્ક્રમણેનચાગ્યતિ 1 ર૬॥ અહો બત સ્વર્યશસસ્તિરસ્કરી કુશસ્થલી પુષ્યયશસ્કરી ભુવઃ ? પશ્યાન્તિ નિત્યં યદનુગ્રહેષિતં* સ્મિતાવલોકં સ્વપતિં સ્મ યત્પ્રજાઃ || ૨૭।/ નૂનં વ્રતસ્નાનહુતાદિનેશ્વરઃ સમર્ચિતો હ્યસ્ય ગૃહીતપાણિભિઃ | ષિબન્તિ યા સખ્યધરામૃતં* મુહુ- ર્દ્રજરિયઃ સમ્મુમુહુર્યદાશયાઃ ॥ ર૮॥। યા વીર્યશુલ્કેન હતાઃ સ્વયંવરે પ્રમથ્યચૈદ્યપ્રમુખાન્હિશુષ્મિણઃપ । પ્રધુમ્નસામ્બામ્બસુતાદયોડપરાર્દ યાશ્ચાહતા ભૌમવધે સહસ્રશઃ || ર૯॥। એતાઃ પરં સ્રીત્વમપાસ્તપેશલં નિરસ્તશૌચં બત સાધુ કુર્વતે । યાસાં ગૃહાત્પુષ્કરલોચનઃ પતિ- ર્ત જાત્વપૈત્યાહતિભિર્હદિ સ્પૃશન્ । ૩૦ ડે સખી! વાસ્તવમાં આ એ જ છે કે જેમની સુંદર લીલાઓનું ગાન વેદોમાં અને બીજાં ગોપનીય શાસોમાં બાસ વગેરે રહસ્મવાદી ત્પિઓએ ડર્યું છે. જેઓ એક અને અદ્ધિતીય ઈશ્વર છે અને પોતાની લીલાથી જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેનામાં આસક્ત થતા નથી. (૨૪) જ્યારે તામસાં બુદ્ધિતા રાજાઓ અધર્મથી પોતાનો જીવનનિર્વાહ કરવા લાગે છે ત્યારે આ જ (પરમાત્મા) સત્ત્વગુણ સ્વીકારીને એશ્વર્ય, સત્ય, કત, દયા અને યક્ષ પ્રગટ કરતા રહીને સંસારના કલ્યાણ માટે યુગે-. યુગે અનેક અવતાર ધારણ કરે છે. (ર૫) અહો! આ મદુવંશ પરમ પ્રશંસનીય છે; કારણ કે લક્મીપતિ પુરુષોત્તમ શ્રીકૃષ્્ર જન્મ લઈને આ વંશને સમ્માનિત કર્યો છે. તે પવિત્ર મધુવન (દ્રજમંડળ) પણ અત્યંત ધન્ય છે, કે જેને તૈમણે પૌતાના શૈશવમાં અને કિશોરાવસ્થામાં ધૂમી-ફરીને સુશોભિત કર્યું છે. (૨૬) ઘલ્રા હર્ષની વાત છે કે દ્વારકાએ સ્વર્ગના યશને તિરસ્કારીને પૃથ્વીના પવિત્ર યશને વધાર્યો છે. કેમ ન હોય, ત્યાંની પ્રજા પોતાના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણને, કે જેઓ ખૂબ પ્રેમપૂર્વક મંદ-મંદ સ્મિત વેરતા રહીને પોતાને કૃપાટષટિથી જુએ છે - તેમને નિરંતર. નિહાળતી રહે છે. (૨૭) હે સખી! જેમનું આમણે પાજિગ્રહણ કર્યું છે તે સીઓએ અવશ્ય વ્રત, સ્નાન, હવન વગેરે વડે આ પરમાત્માની આરાધના કર! હશે; કારણ કે તેઓ વારંવાર આમના એ અધરામૃતનું પાન કરે છે, કે જેના સ્મરણમાત્રથી જ વ્રજથાળાઓ આનંદથી મૂર્ષ્કિત થઈ જતી હતી. (૨૮) સ્વયંવરમાં શિશુપાલ વગેરે મદોન્મત રાજાઓનું માનમર્દન કરીને આ જેમને પોતાના બાહુબવથી લાવ્યા હતા તથા જેમના પુત્રો પ્રધુમ્ન, સામ્બ, આમ્બ છે તે રુક્મિણી વગેરે આઠે પટરાણીઓ તથા ભૌમાસુરને મારીને લવાયેલી આમની જે હજારો અન્ય પત્નીઓ છે, તેઓ વાસ્તવમાં ધન્ય છે; કારબ્ર કે આ બધીઓએ સ્વતંત્રતા અને પવિત્રતાથી રહિત સ્રીજીવનને પવિત્ર અને ઉજ્જ્વળ બનાવી દીધું છે. એમના મહિમાનું. શું કહેવું કેમકે એમના સ્વામી સાક્ષાત્ કમલનયન ભગવાન શ્રીકૃષ્ણ છે, કે જેઓ અનેકવિધ પ્રિય ચેષ્ટાઓથી અને પારિજાત વગેરે પ્રિય વસ્તુઓની ભેટથી એમના હદયમાં પ્રેમ તથા આનંદની અભિવૃદ્ધિ કરતા રહીને, ક્યારેય, એક ક્ષણ માટે પણ એમને છોડીને દૂર જતા નથી.’ (૨૯-૩૦) ૧. પ્રા પા. -. શાત્વતઃ ! ૨. પ્રા. પા. - સુજન્મના ! 3. મા. પા. - વદનુગ્રહોપિત ! ૪. પ. પા. - સપ્પમૃતાપર | ૫. પ્રા. પ. - વિશુષ્ખિલઃ 7 ૬. પ્રા. પા. - વ્સામ્બત્રસવાદયોડપરાઃ ! થર શ્રીમદભાગવત, 1અ૦૧૧ એવંવિધા ગદન્તીનાં સ ગિરઃપુરયોષિતામ્ । નિરીક્ષણેનાભિનન્દન્ સસ્મિતેન યયૌ હરિઃ ॥ ૩૧।! અજાતશત્રુઃ પૃતનાં ગોપીથાય મધુદ્ધિષઃ ! પરેભ્યઃશફિતઃ સ્નેહાત્યાયુડક્ત ચતુરડ્રિણીમ્ ॥ ૩૨॥ અથદ્રાગતાન્શૌરિઃકૌરવાન્વિરહાતુરાન્ | સંનિવર્ત્ય દઢ સ્નિગ્ધાન્પ્રાયાત્સ્વનગરી પ્રિધૈઃ ॥ ૩૩॥ કુંરજાફ્લપાગ્ચાલાન્ ચૂરસેનાન્ સયામુનાન્ | બ્રહ્માવર્ત કુરક્ષેત્રં મત્સ્યાન્ સારસ્વતાનથ || ૩૪॥। મરુધન્વમતિક્રમ્ય સૌવીરાભીરયોઃ પરાન્ ! આનર્તાનભાર્ગવોપાગાચ્છ્ાન્તવાહો મનાગ્વિભુઃ ॥ ૩૫॥ તત્ર તત્ર હ તત્રત્યેર્હરિઃ પ્રત્યુદ્યતાર્હણઃ । સાયંભેજે દિશંપશ્ચાદ્ગવિષ્ઠો ગાં ગતસ્તદા || ૩૬) કકક હસ્તિનાપુરની સ્રીઓ આ પ્રમાણે વાતચીત કરી રહી હતી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ મંદ સ્મિત અને પ્રેમપૂર્ણ દષ્ટિથી તેમનું અભિનંદન કરતા કરતા ત્યાંથી વિદાષ થઈ ગયઃ. (૩૧) અજાતશત્રુ યુષિષ્ઠરે ભગવાન શ્રીકૃષ્ણના રક્ષણ માટે છાથી, ઘોડા, રથ અને પાયદળ સેના તેમની સાથે મોકલી; તેમને સ્નેહવશાત્ એવી શંકા થઈ આવી હતી કે ક્યાંક રસ્તામાં કોઈ શત્રુ એમના પર આક્રમણ ન કરી દે. (૩ર) સુદઢ પ્રેમને કારણે કરુ્વશી પાંડવો ખૂબ દૂર સુધી ભગવાનની સાથે ગયા. તે બધા તે સમયે ભાવિ વિરહથી વ્યાકુળ થઈ રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણે તેમને ખૂબ આગ્રહ કરીને વિદાય કર્યા; અને પોતે સાત્યકિ, ઉદ્ધચ વગેરે પ્રેમી મિત્રોની સાથે દ્વારકા ભણી પ્રયાશ કર્યું. (૩૩) હે શૌનક્જી! તેઓ કુરુજાંગલ, પાંચાલ, શૂરસેન, યમુનાનો તટવર્તી પ્રદેશ બ્રહ્માવર્ત, કરેક્ષેત્ર, મત્ય, સારસ્વત અને મરુધન્વ દેશને પાર કરીને સૌવીર અને આભીર દેશની પશ્ચિમે આનર્ત્ત દેશમાં આવ્યા. તે સમયે અધિક ચાલવાને કારજ્રે ભગવાનના રઘના ઘોડા થોડાક થાક્યા હતા. (૩૪-૩૫) માર્ગમાં ઠેર ઠેર લોકો ઉપહાર વગેરે વડે ભગવાનનું સમ્માન કરતા હતા, સંધ્યાકાળ થતાં તેઓ રથ પરથી ભૂમિ પર ઊતરતા અને જળાશય પર જઈને સંધ્યાવંદન કરતા. આ તેમની દિનચર્યા હતી. (૩૬) ચઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પાસ્મહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્ક”ધે નૈમિષીયોપાખ્યાને શ્રીકૃષ્ણદ્ારક્ગમનં નામ દશમોડધ્યાયઃ ॥ ૧૦ પહેલા સ્કંધ-અંતર્ગત શ્રીકૃષ્ણદ્ારકાગમન નામનો દશમો અધ્યાય સમાપ્ત.