ર બારમો અધ્યાય પરીક્ષિતનો જન્મ શૌનક ઉવાચ શૌનક્જીએ ક્યું — અશ્વત્યામાએ જે અત્યંત તેજસ્વી અશ્ચત્થામ્નોપસૃષ્ટેન’ બ્રહ્મશીર્ષ્ણોરુતેજસા ! ઉત્તરાયા હતો ગર્ભ ઈશેનાજીવિતઃ પુનઃ ॥૧॥ તસ્ય જન્મ મહાબુદ્ધેઃ કર્માણિ ચ મહાત્મનઃ | નિધનં ચ યથૈવાસીત્સ પ્રેત્ય ગતવાન્ યથા ॥ ર! તદિદં શ્રોતુમિચ્છામો ગદિતું૨ યદિ મન્યસે । બ્રૂહિ નઃ શ્રદ્ધાનાનાં યસ્ય જ્ઞાનમદાચ્છુકઃ ॥ ૩॥ સૂત ઉવાચ પઅપીપવદ્ધર્મરાજઃ પિતૃવદ્ રગ્જયન્ પ્રજાઃ | નિઃસ્પૃહઃ સર્વકામેભ્યઃ કૃષ્ણપાદાબ્જસેવયાર્” ॥ ૪॥। સમ્પદઃ ક્રતવો લોકા મહિષી ભ્રાતરો મહી | જમ્બૂદ્વીપાધિપત્યં ચ યશશ્ચ ત્રિદિવં ગતમ્ | ૫॥। કિંતે કામાઃ સુરસ્પાર્હા મુકુન્દમનસો દ્વિજાઃ” । અધિજહુર્મુદીં રાજ્ઞઃ ક્ષુધિતસ્ય યથેતરે ॥ ૬॥ માતુર્ગર્ભગતો વીરઃ સ તદાર્ય ભૃગુનન્દન । દદર્શ પુરુષં કગ્ચિદહ્યમાનોડસ્રતેજસા? ॥ ૭॥ અક્રુષ્ઠમાત્રમમલં સ્ફુરત્પુરટમૌલિનમ્ । અપીચ્યદર્શનં શ્યામં તડિદ્રાસસમચ્યુતમ્ । ૮॥ શ્રીમદીર્ઘચતુર્બાહું તપ્તકાગ્ચનકુણ્ડલમ્ | ક્ષતજાક્ષં ગદાપાણિમાત્મનઃ સર્વતોદિશમ્ । પરિભ્રમન્તમુલ્કાભાં ભ્રામયન્તં ગદાં મુહુઃ 1 ૯॥ અસ્રતેજઃ સ્વગદયા નીહારમિવ ગોપતિઃ । વિધમન્તં સંનિકર્ષે પર્યેક્ષત ક ઇત્યસૌ । ૧૦॥ વિધૂય તદમેયાત્મા ભગવાન્ધર્મગુબ્ વિભુઃ ! મિષતો દશમાસ્યસ્ય તત્રૈવાન્તદધે હરિઃ || ૧૧।। તેનાથી ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો, પુનર્જીવિત કરી દીધો. (૧) તે ગર્ભથી ઉત્પન્ન થયેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિત, કે જેમને શુકદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો - તેમનાં જન્મ, કર્મ, મૃત્યુ અને ત્યાર પછી તેમને પ્રાપ્ત થયેલી ગતિ વિશે જો તમને યોગ્ય લાગે તો, અમને કહો. અમે ખૂબ શ્રદ્ધાપૂર્વક તે સાંભળવા ઇચ્છીએ છીએ. (૨-૩) સૂતજીએ કહ્યું - ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પ્રજાનું, તેને પ્રસન્ન રાખતા રહીને, પિતાની જેમ પાલન કરતા હતા. ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોના સેવનથી તેઓ સમસ્ત ભોગોમાંથી નિઃસ્પૃહ થઈ ગયા હતા. (૪) હેશૌનકાદિ ાષિઓ! તેમની પાસે અતુલ સંપત્તિ હતી. તેમણે મોટા મોટા યજ્ઞ કર્યા હતા તથા તેના ફળસ્વરૂપે શ્રેષ્ઠ લોકોનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. તેમની રાણીઓ અને ભાઈઓ અનુકૂળ હતાં. સઘળી પૃથ્વી તેમની હતી, તેઓ જંબુદ્ીપના સ્વામી હતા અને તેમની કીર્તિ સ્વર્ગ સુધી ફેલાયેલી હતી. (૫) તેમની પાસે ભોગની એવી સામગ્રી હતી કે જેના માટે દેવતાઓ પણ લાલાયિત રહે છે. પરંતુ જેમ ભૂખ્યા માણસને ભોજન સિવાયનો બીજો પદાર્થ રુચતો નથી તેવી જ રીતે તેમને ભગવાન સિવાયની અન્ય કોઈ વસ્તુ સુખ આપતી ન હતી, (૬) હે શૌનકજી! ઉત્તરાના ગર્ભમાં સ્થિત તે વીર શિશુ પરીક્ષિત જ્યારે અશ્વત્યામાના બ્રહ્માસ્રના તેજથી બળવા લાગ્યો ત્યારે તેલે જોયું કે પોતાની આંખો સામે એક જ્યોતિર્મય પુરુષ ઊભો છે. (૭) તે દેખાવે તો અંગૂઠા જેવડો જ છે, પણ તેનું સ્વરૂપ ઘણું જ નિર્મળ છે. અત્યંત સુંદર શ્યામ શરીર છે, વીજળી જેવું ચમકતું પીતાંબર ધારણ કરેલું છે, માથા પર સોનાનો મુગટ ઝગમગી રહ્યો છે. તે નિર્વિકાર પુરુષને ઘણી સુંદર લાંબી-લાંબી ચાર ભુજાઓ છે. કાનોમાં સુવર્ણનાં કાંતિમાન સુંદર કુંડળ છે. આંખોમાં લાલિમા છે. હાથમાં અંગારા જેવી સળગતી ગદા લઈને તેને વારંવાર ઘુમાવી રહ્યો છે; અને પોતે શિશુની ચારે બાજુ ઘૂમી રહ્યો છે. (૮-૯) જેમ સૂર્ય પોતાનાં કિરણોથી ધુમ્મસને ભગાડી મૂકે છે તે જ રીતે તે એ ગદા વડે બ્રહ્માસ્રના તેજનું શમન કરી રહ્યો હતો. તે પુરુષને પોતાની સામે જોઈને એ ગર્ભસ્થ શિશુવિચારવા લાગ્યો કે આ કોણ છે. (૧૦) આ પ્રમાણે દસ માસના ગર્ભસ્થ શિશુની સામે જ ધર્મરક્ષક અપ્રમેય ભગવાન શ્રીકૃષ્ણ બ્રહ્માસના તેજનું શમન કરીને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. (૧૧) ૧. પ્રા. પા. - અકત્યામ્ના વિસૃષટન ! ૨. પ્રા. પા. - સ ત્ય વા | 3. પ્રા. પા. - અપાલથદ્ । ૪. પ્રા. પા. - ત્પાદાનુસેવધા | પ, પ્રા. પા. - દ્િજ । ૬. પ્રા. પા. - તથા ! ૭. પ્રા. પા. - દલમાનસ્તુ તેજસા । ૮. પ્રા. પા. - વ્યોલિકમ્ । €. પ્રા. પા. - શહચકગદાટ ! 90 શ્રીમદભાગવત 1મ૦૧૨ તતઃ સર્વગુણોદર્કે સાનુકૂલગ્રહોદયે | જજ્ઞે વંશધરઃ પાશ્ડોર્ભૂયઃ પાણ્ડુરિવૌજસા || 1૨॥ તસ્યપ્રીતમના રાજા વિમરધામ્યકૃપાદિભિઃ૧ । જાતકં કારયામાસ વાચયિત્વા ચ મજલમ્ । ૧૩॥। હિરણ્યંગાં મહીંગ્રામાન્ રેહસ્ત્યશ્ચાન્નૃપતિર્વરાન્ | પ્રાદાત્સ્વન્નંચ વિપ્રેભ્યઃપ્રજાતીરથ સ તીર્થવિત્ । ૧૪।। તમૂચુર્બ્ાહ્મણાસ્તુષ્ટા રાજાનં પ્રશ્રયાન્વિતમ્ ! એષદ્યસ્મિન્ પ્રજાતન્તૌ પુરૂણાં પૌરવર્ષભ? ॥ ૧૫॥ દૈવેનાપ્રતિઘાતેન શુક્લે સંસ્થામુપેયુષિ ! રાતો પવોડનુગ્રહાર્થાય વિષ્ણુનાપ્રભવિષ્ણુના ॥ ૧૬॥ તસ્માન્નામ્ના વિષ્ણુરાત ઇતિ લોકે બૃહચ્છૂવાઃ ! ભવિષ્યતિ ન સન્દેહો મહાભાગવતો મહાન્ ॥ ૧૭॥ યુશિષ્ટિર ડવાચ અપ્વેષવંશ્યાન્રાજ્પીન્પુશ્યશ્લોકાન્મહાત્મનઃ અનુવર્તિતા સ્વિધશસા સાધુવાદેન સત્તમાઃ |! ૧૮।? તરાહ ઊરુઃ પાર્થ પ્રજાવિતા સાક્ષાદિક્વાકુરિવ માનવઃ | બ્રહ્મણ્યઃ સત્યસન્ધશ્ચ રમો દાશરધિર્યથા || ૧૯।। એષદાતાશરણ્યશ્ચ યથા હ્યૌશીનરઃ શિબિઃ ! “ધશોવિતનિતાસ્વાનાં દૌષ્યન્તિરિવ યજ્વનામ્ ॥ ૨૦॥ ધન્વિનામગ્રણીરેષ તુલ્યશ્ચાર્જુનયોર્ઠયોઃ । હુંતાશ ઇવ દુર્ષર્ષ: સમુદ્ર ઈવ દુસ્તરઃ ॥ ર૨॥ મૃગેન્દ્ર ઇવ વિક્રાન્તો નિષેવ્યો હિમવાનિવ | તિતિક્ષુર્વસુધેવાસૌ સહિષ્ણુઃ પિતરાવિવ || રર॥ પિતામહસમઃ સામ્યે પ્રસાદે ગિરિશોપમઃ 1 આશ્રયઃ સર્વભૂતાનાં યથા દેવો રમાશ્રયઃ | ૨૩! સર્વસદ્ગુણમાહાત્મ્યે* એષ કૃષ્ણમનુત્રતઃ । રન્તિદેવ ઇવોદારો યયાતિરિવ ધાર્મિકઃ ॥ ર૪॥ ધૃત્યાબલિસમ:ઃઃકૃષ્ણે પ્રદ્રાદ ઇવ સદ્ગ્રહઃ€૦ । આહર્તૈષોડશ્વમેધાનાં વૃદ્ધાનાં પર્યુપાસકઃ | ૨પ॥ ત્યારપછી અનુકૂળ ગ્રહોના ઉદયથી યુક્ત, સમસ્ત સદ્દગુણોને વિક્સિત કરનારા શુભ સમયે પાંડુના વંશધર પરીક્ષિતનો જન્મ થયો. જન્મ સમયે તે બાળક એટલો તેજસ્વી દેખાતો હતો કે જાણે સ્વયં યાંડુએ જ ફરીધી જન્મ લીધો હોય. (૧૨) પૌત્રના જન્મના સમાચાર સાંભળીને રાજા યુધિષ્ઠિર મનમાં ઘણા પ્રસન્ન થયા. તેમણે પૌમ્ય, કૃપાથાર્ય વગેરે બ્રાહ્મણો દ્વારા મંગલવાચન અને જાતકર્મ-સંસ્કાર કરાવ્યાં. (૧૩) મહારાજ યુધિષ્ઠિર દાનનો યોગ્ય સમય જાણતા હતા. તેમણે પ્રજાતીર્થ” નામના મુહૂર્તમાં અર્થાત્ નાળ છેદન પહેલાં જ બ્રાહ્મણોને સુવર્ણ, ગાયો, જમીન, ગામ, ઉત્તમ જાતિના હાથી-શેડા અને ઉત્તમ અન્નનું દાન આપ્યું. (૧૪) બ્રાહ્મણોએ. સંતુષ્ટ થઈને અત્યંત વિનથી યુધિષ્ઠિરને કહ્યું - ‘હે પુરુવંશ- શિરોમજ્નિ! કાળની દુનિર્વાર ગતિર્થી આ પવિત્ર પુરુવંશ સમાપ્ત થવામાં જ હતો, પણ તમારા પર કૃપા કરવા માટે ભગવાન વિષ્ણુએ આ બાળક આપીને આ વંશનું રક્ષણ કર્યું છે. (૧૫-૧૬) તેથી આનું નામ વિષ્ણુરાત થશે. નિસંદેહ આ બાળક સંસારમાં ઘણો યશસ્વી, ભગવાનનો પરષ ભક્ત અને મહાપુરુષ થશે.’ (૧૭) યુષિષરે કહયું - હે મહાત્માઓ! આ બાળક પોતાના ઉજ્જ્વળ યશથી શું અમારા વંશના પવિત્રકીર્તિ મહાત્મા ચજર્ષિઓનું અનુકરણ કરશે? (૧૮) બ્રાહ્મણોએ કહ્યું - હે ધર્મરાજ!બાળક મનુપુત્ર ઇક્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે તથા દશરથપુત્ર ભગવાન શ્રીરામની જેમબ્રાહ્મણભક્ત અને સત્યપ્રતિજ્ થશે. (૧૯) આ ઉશીનર-નરેશ શિશ જેવો દાતા અને શરણાગત-વત્સલ થશે તથા યાજ્ઞિકોમાં દુષ્યન્તપુત્ર ભરતની જેમ પોતાના વંશનો યશ ફેલાવશે. (૨૦) આ ધનુર્ધરોમાં સહસબાડુ અર્જુન જેવો અને પોતાના દાદા પાર્થ જેવો અગ્રગણ્ય થશે. આ અગ્નિ જેવો દુર્ષ્પ અને સમુદ્ર જેવો દુસ્તર થશે. (૨૧) આ સિંહ જેવો પરાક્રમી, હિમાલય જેવો આશ્રય લેવા યોગ્ય, પૃથ્વી જેવો તિતિકુ અને. માતાપિતા જેવો સહિષ્ણુ થશે. (૨ ર) આ બાળકમાં બ્રહ્મા જેવી, સમતા હશે. આ ભગવાન શંકર જેવો કૃપાળુ થશે અને સમસ્ત પ્રાણીઓને આશ્રય આપવામાં લક્ષ્મીપતિ ભગવાન વિષ્યુ જેવો થશે. (૨૩) આ સમસ્ત સદ્દગુણોનો માંહેમા ધારણ કરવામાં શ્રીકૃષ્ણનો અનુયાયી થશે, રન્તિદેવ જેવો ઉદાર અને યયાતિ જેવો ધાર્મિક થશે. (૨૪) આ ધૈર્યમાં બલિ જેવો અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની દઢ નિષ્ઠામાં પ્રહ્લાદ જેવો થશે. આ ઘણાબધા ૧. પ્રા. પા.-વિપ્ર્જાતક્રિયાદિભભિ: | ૨. પ્રા. પા.—હયાંથ નૃપતિ- | 3. પ્રા. પા.-ત્રાઘાત્સ્વવ ચ 1 ૪ે. પ્રા. પા.-પોરવર્પભ: 1 પ. પ્રા. પા.-યો 1 ૬. પ્રા. કાન ૧૦. પ્રા. પા. - નિર્ભર: ! .-ચજોવાચ ! ૭. પ્રા. પા.-રાર્જર્ષિ: । ૮. પ્રા. પા.-યથોચિતવિધાતા ચ દીષ્યત્તિન । ૯. પ્રા. પા.-ત્માહાત્મમેષ
- નાળકેદન પહેલાં સૂતક હોતું નથી; એવું કલું છે - ‘વાવન્ન છિલતે નાલં તાવન્નસપ્નોતિ મૂતકમ્ । છિન્ને નાલે તતઃ પશ્ચત્ સૂતાં તુ વિધાયતે ’ - આ જ સમયને “પરજાતીર્થ’ મુહૂર્ત કહે છે. આ સમવે જે દાન આવવામાં આવે છે તે અક્ષય થાય છે. સ્કૃતિ કહે છે - ‘પૂત્રે જતે વ્યતાપાતે દત ભવતિ ચાકષષમ્ !’ અર્થાત્ ‘પુત્રજન્મ અને “્યતીપાતના સમથે આપેલું દાન અક્ષયથાય છે.” અ૦૧૨] પહેલો સ્કન્ધ 91 રાજર્ષણાંજનયિતા શાસ્તા ચોત્પથગામિનામ્ | નિગ્રહીતા કલેરેષ ભુવો ધર્મસ્ય કારણાત્ | ૨૬ તક્ષકાદાત્મનો મૃત્યું દ્વિજપુત્રોપસર્જિતાત્ | પ્રપત્સ્યત ઉપશ્રુત્ય મુક્તસજ્ઃ પદં હરેઃ । ર૭ જિજ્ઞાસિતાત્મયાથાત્મ્યો મુનેર્વ્યાસસુતાદસૌ । હિત્વેદં નૃપ ગજ્ઞાયાં યાસ્યત્યદ્ધાડકુતો ભયમ્ ॥ ર૮॥ ઇતિ રાજ્ઞ ઉપાદિશ્ય વિપ્રા જાતકકોવિદાઃ । લબ્ધાપચિતયઃ સર્વે પ્રતિજગ્મુઃસ્વકાન્ ગૃહાન્ ॥ ૨૯॥ સએષલોકે વિખ્યાતઃપરીક્ષિદિતિ યત્પ્રભુઃ ! ગર્ભે૫ દૃષ્ટમનુધ્યાયન્ પરીક્ષેત નરેષ્વિહ ॥ ૩૦॥ સ રાજપુત્રો વવૃધે આશુ શુક્લ ઇવોડુપઃ | આપૂર્યમાણઃ પિતૃભિઃ કાષ્ઠાભિરિવ સોડન્વહમ્ ।। ૩૧॥। યક્ષ્યમાણોડશ્વમેધેન જ્ઞાતિદ્રોહજિહાસયા । રાજાડલબ્ધધનો૨ દધ્યાવન્યત્ર” કરદણ્ડયોઃ ॥ ૩૨॥ તદભિપ્રેતમાલક્ષ્ય ભ્રાતરોડચ્યુતચોદિતાઃ | ધનંપ્રહીણમાજહુરુદીચ્યાં દિશિ ભૂરિશઃ ॥ ૩૩॥ તેન સમ્ભૃતસમ્ભારો ધર્મપુત્રો યુધિષ્ઠિરઃ | વાજિમેધૈસ્િભિર્ભીતો’ યકૈઃ સમયજદ્ધરિમ્ । ૩૪॥। આહૂતો ભગવાન્ રાજ્ઞા યાજયિત્વા હ્રિજૈ્નૃપમ્ । ઉવાસ કતિચિન્માસાન્ સુહદાં પ્રિયકામ્યયા ।। ૩૫॥ તતોરાજ્ઞાભ્યનુજ્ઞાતઃ કૃષ્ણયા સહ બન્ધુભિઃ । યયૌ દ્વારવતી બ્રહ્મન્ સાર્જુનો યદુભિર્વૃતઃ ૬ ।। ૩૬॥ અશ્ચમેધ યજ્ઞો કરનારો અને વૃદ્ધોનો સેવક થશે. (૨૫) આના પુત્રો રાજર્ષિ થશે. આ મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડદેશે. આ પૃથ્વીમાતા અને ધર્મના રક્ષણ માટે કળિયુગનું પણ દમન કરશે. (૨૬) આ બ્રાહ્મણકુમારના શાપને લીધે તક્ષક દ્વારા પોતાના મૃત્યુની વાત સાંભળીને બધા પ્રત્યેની આસક્તિ છોડી દેશે અને ભગવાનનાં ચરણ્નું શરણ લેશે. (૨૭) હે રાજન્! આ વ્યાસનંદન શુકદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગાકિનારે પોતાના શરીરનો ત્યાગ કરીને ચોક્કસ અભયપદ પ્રાપ્ત કરશે. (૨૮) જ્યોતિષશાસ્નના વિશેષશ બ્રાહ્મબ્રોએ રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે બાળકના જન્મલગ્નનું ફળ બતાવ્યું અને દક્ષિણા- પૂજા લઈને પોતપોતાને ધેર ગયા. (ર૯) તે જ આ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો; કારણ કે તે સમર્થ બાળક ગર્ભમાં જે પુરુષનું દર્શન પામી ચૂક્યો હતો તે પુરુષનું સ્મરણ કરતો રહીને, લોકોમાં તેની પરીક્ષા કરતો રહેતો હતો કેજોઈએ, આમાંથી કોણ તે છે. (૩૦) જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમા દિવસે દિવસે પોતાની કળાઓમાં પૂર્ણ થતો વિકસતો રહે છે તેવી જ રીતે તે રાજકુમાર પલ્ પોતાનાં ગુરુજનોના લાલનપાલનથી રોજરોજ ક્રમશઃ વધતો રહીને જલદી પુખ્ત થઈ ગયો. (૩૧) આ દરમિયાન સ્વજનોના વધનું પ્રાયશ્ચિત્ત કરવા માટે રાજા યુધિષ્ઠિરે અશ્ચમેધ-યજ્ઞના અનુષ્ઠાન દ્વારા ભગવાનની આરાધના કરવાનો વિચાર કર્યા; પરંતુ પ્રજા પાસેથી વસૂલ કરેલ કર અને દંડની રકમ સિવાયનું અન્ય ધન નહીં હોવાને કારણે તેઓ ભારે ચિંતામાં પડ્યા. (૩૨) તેમનો હેતુ સમજી લઈને, તેમના ભાઈઓ ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાથી ઉત્તર દિશામાં રાજા મરૂ્તે અને બ્રાહ્મણોએ છોડેલું’ ઘણુંબધું ધન લઈ, આવ્યા. (૩૩) તેનાથી યજ્ઞની સામગ્રી એકઠી કરીને ધર્મપુત્ર. મહારાજ યુધિષ્ઠિરે ત્રણ અશ્વમેધ યજ્ઞો દ્રારા ભગવાનની પૂજા કરી. (૩૪) યુધિષ્ઠિરના નિમંત્રણથી પધારેલા ભગવાન, બ્રાહ્મણો વડે તેમનો યજ્ઞ સંપન્ન કરાવીને, પોતાના સુકૃદ્ પાંડવોની પ્રસન્નતા માટે કેટલાક મહિનાઓ સુધી ત્યાં જ રહ્યા. (૩૫) હેશૌનકજી !ત્યારબાદભાઈઓ સહિત રાજા યુષિષ્ઠિરની અને દ્રૌપદીની અનુમતિ લઈને, અર્જુનની સાથે યદુવંશીઓથી ઘેરાયેલા ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા જવા પ્રસ્થાન ક્યું. (૩૬) રિ ઇતિશ્રીમદ્ધાગવતે મહાપુરાલે પારમહસ્થાં સંહિતાયાંપ્રથમસ્કન્ધે વૈમિષીયોપાખ્યાનેપરીકિજજન્માલુત્કર્પો નામદ્વાદશોડધ્યાયઃ ॥ ૧૨॥॥ પહેલા સ્કંધ-અંતર્ગત પરીક્ષિત્-જન્માદિ-ઉત્કર્ષ નામનો બારમો અધ્યાય સમાપ્ત.