Śrīmad Bhāgavatam

હંસરૂપે સનકાદિને આપેલા ઉપદેશનું વર્ણન #ંભગવ/નુવ/૨ સત્ત્વ રજસ્તમ ઇતિ ગુણ બુદ્રેર્ન ચાત્મનઃ | સત્તેનાન્યતમૌ હન્યાત્‌ સત્ત્વં સત્વેન ચૈવ હિ ॥ ૧॥ સત્તવાદ્

ભક્તિયોગનો મહિમા તથા ધ્યાનવિધિનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

-: તેરમો અધ્યાય હંસરૂપે સનકાદિને આપેલા ઉપદેશનું વર્ણન #ંભગવ/નુવ/૨ સત્ત્વ રજસ્તમ ઇતિ ગુણ બુદ્રેર્ન ચાત્મનઃ | સત્તેનાન્યતમૌ હન્યાત્‌ સત્ત્વં સત્વેન ચૈવ હિ ॥ ૧॥ સત્તવાદ્‌ ધર્મો ભવેદ્‌ વૃદ્ધાત્‌ પુંસો મદ્ધક્તિલક્ષણઃ | સાત્વિકોપાસયા સત્ત્વં તતો ધર્મઃ પ્રવર્તે ॥ ૨॥ ધર્મો રજસ્તમો હન્યાત્‌ સત્ત્વવૃદ્ધેરનુત્તમઃ । આશુ નશ્યતિ તન્મૂલો હ્યધર્મ ઉભયે હતે 1૩॥ આગમોફપઃ પ્રજા દેશઃ કાલઃ કર્મ ચ જન્મ ચ | ધ્યાતં મન્ત્રોડથ સંસ્કારો દશૈતે ગુણહેતવઃ ॥૪॥ તત્તત્‌ સાત્તિકમેવૈષાં યદ્‌ યદ વૃદ્ધાઃ પ્રચક્ષતે નિન્દન્તિ તામસં તત્તદ્‌ રાજસં તદુપેક્ષિતમ્‌ ॥ ૫॥ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે — પ્રિય ઉદ્વવ! સત્ત્વ, રજ અને તમ એ ત્રણે ગુણો બુદ્ધિના છે, આત્માના નહિ, સત્ત્વગુણ દ્વારા રજોગુણ અને તમોગુણનો નાશ કરવો, પછી સત્્વગુણને પણ અંતઃકરણની શુદ્ધિ થઈ જતાં છોડી દેવો, અર્થાત્‌ ગુજ્ઞાતીત થઈ જવું. 1૧ ॥ પુરુષજ્યારે સત્ત્વગુશ્રસંપન્ન હોય છે ત્યારે પરમાત્મપ્રાપ્તિ કરાવનારા ધર્મની વૃદ્ધે થાય છે, તે સાત્તિિક પદાર્થોનું જ સેવન કરે છે. તેથી ક્રમશઃ સત્ત્વગુણ વધે છે અને તેના ફળસ્વરૂપ ધર્મમાં રુચિ-પ્રવૃત્તિ વધતી જાય છે. |! ૨ ॥ જ્યારે સત્ત્વગુણ પૂરેપૂરો વિકસી જાય છે ત્યારે રજોગુણ અને તમોગુણ - એ બન્નેનો સંપૂર્ણપણે નાશ કરી દે છે, અધર્મ જ રજોગુજ્ન અને તમોગુરટનું મૂળ છે, તેથી રજ-તમની નિવૃત્તિ થતાં અધર્મ પણ નષ્ટ થઈ જાય છે અને આ રીતે પુરુષ પૂર્હરૂપે. શુદ્ધ થઈ જાય છે. 1૩ ॥ ગુણોની વૃદ્ધિ માટેનાં આ દશ કારણો છે - (૧) શાસ્ત્ર, (૨) જળ, (૩) પ્રજા કે ‘સંતતિ’, (૪) દેશ, (૫) કાળ, (૬) કર્મ, (૭) જન્મ, (૮) ધ્યાન, (૯) મંત્ર અને (૧૦) સંસ્કાર.આ દશ વસ્તુઓ જો સાત્તિક હોય તો સત્્વગુણની, રાજસ હોય તો રજોગુણની અને તામસી હોય તો તમોગુણની વૂદ્ધે કરનારી બને છે. 1૪ ॥ પરંતુ આ ગુણ્યોને ઓળખવા કઈ રીતે? તે’માટે કહ્યું છે કે, જેમની શ્રેષ્ઠ લોકો પ્રશંસા કરે છે તેમને સાત્વિક માનવા, જેમની ઉપેક્ષા કરે છે તેમને રાજસ તથા જેમને નિન્ધ માને છે, તેમને તામસી માનવા. ॥૫ ॥

  • ઈશ્વર પોતાનો માયા હાર પ્રપંચરૂપે પ્રતીત થઈ રહયો છે. આ પ્રપંચના અષ્યાસના કારણે જ જીવોને અનાદિ અવિલાથી ક્તાપાં વગેરેની ભ્રાન્તિ પામ છે. વછી “આ કરો, આ ન કરો’ બાવા પ્રકારના વિધિ-નિષેધનો અવિકાર થાય છે. ત્યારે “અંત:કરણની મુદ્ધિ માટે કર્મ કરો’ - એવી વાત કહેવામાં આવે છે. જયારે અંતઃકરણ શુદ્ધ થઈ જાવ છે, ત્યારે કર્મ વિરોના દુરાઝહને ખતમ કરવા માટે એ વાત કહેવામાં આવે છે કે, ભક્તિમાં વિક્ષેપ નાખનારા કર્મો પ્રત્યે આદરભાવ છોડીને દહ વિશ્વાસી ભક્તિ કરો. તત્વશાન ત્રાપ્ત થઈ જતાં કોઈ પણ કર્તવ્ય શેષ રહો જતું નથી. આ જ આ પ્રસંગનો અભિમ્રાય છે. 870 શ્રીમદભાગવત [અ૦1૩ સાત્તિકાન્યેવ સેવેત પુમાન્‌ સત્ત્વવિવૃદ્ધયે ! તતો ધર્મસ્તતો જ્ઞાનં યાવત્‌ સ્મૃતિરપોહનમ્‌’ ॥ ૬॥ વેણુસદ્ધર્ષજો વહિર્દગ્ધ્વા શામ્યતિ તદ્વનમ્‌ | એવં ગુણવ્યત્યયજો દેહઃ શામ્યતિ તત્કિયઃ | ૭॥ ઉદ્વવ 6૧૨ વિદત્તિ મર્ત્યાઃ પ્રાયેણ વિષયાન્‌ પદમાપદામ્‌ । તથાપિ ભુગ્જતે કૃષ્ણ તત્‌ કથં શ્વખરાજવત્‌ ॥ ૮।। કીંભગવાનુશર અહમિત્યન્યથાબુદ્ધિઃ પ્રમત્તસ્ય યથા હૃદિ । ઉત્સર્પતિ રજો થોરં તતો વૈકારિકં મનઃ ॥૯॥ રજોયુક્તસ્ય મનસઃ સકુલ્પઃ સવિકલ્પકઃ । તતઃ કામો ગુણધ્યાનાદ્‌ દુઃસહઃ સ્યાદ્ધિ દુર્મતેઃ ॥ ૧૦॥ કશેતિ કામવશગઃ કર્માણ્યવિજિતેન્દ્રિયઃ | દુભખોદર્કાણિ સમ્પશ્યન્‌ રજોવેગવિમોહિતઃ ॥ ૧૧॥॥ રજસ્તમોભ્યાં યદપિ વિદ્ધાન્‌ વિક્ષિમધીઃ પુનઃ । અતત્ત્રિતો મનો યુગ્જન્‌ દોષદેષ્ટિર્ન સજ્જતે ॥૧૨॥ અપ્રમત્તોડનુયુઝ્છત મનો મય્યર્પયગ્છનૈઃ | અનિર્વિણ્ણો યથાકાલં ૨ જિતશ્ચાસો જિતાસનઃ | ૧૩॥ મનુષ્વે સત્ત્વગુશ્રની વૃદ્ધિ માટે સાત્વિક પદાર્થોનું જ સેવન કરવું જોઈએ. તેનાથી ધાર્મિક ભાવના વધશે, જ્ઞાનમાં વૃદ્ધિ થશે અને પોતાના સ્વરૂપની સ્મૃતિ થતાં સર્વ સંશયોનો નાશ થઈ જશે. જ્યાં સુધી ભગવત્તત્તું શાન ન થઈ જાય ત્યાં સુધી આવું કરતાં રહેવું જોઈએ. || ૬ || જે રીતે વાંસના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ વાંસના જંગલને ભસ્મ કરીને સ્વયં શાંત થઈ જાય છે, તે જ પ્રમાણે ગુજ્નોના મિશ્રણથી ઉત્પન્ન થયેલું આ શરીર કર્મ-પરંપરાઓથી જ્યારે શાંત થઈ જાય છે ત્યારે કર્મ- વાસનાઓ ભસ્મ થઈ જાય છે. તેથી વાસનાના પરિણામે બનતું ક્ારણશરીર જ નષ્ટ થઈ જાય છે. | ૭ || ઉદ્ધવજીએ પૂછ્યું - ભગવન્‌! લગભગ બધા મનુષ્યો એ જાળ્ને છે કે, વિષયો વિપત્તિઓનું ઘર છે, તેમ છતાં તેઓ કૂતરાં, ગધેડાં અને બકરાંની જેમ દુઃખો ભોગવીને પણ વિષયોને ભોગવે છે, તેનું શું કારણ? || ૮ | ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - પ્રિય ઉદ્વવ! અજ્ઞાની પોતાના હૃદયમાં “હું અને મારું’ આવી મિથ્યા આસક્તિ કરી લે છે, તે જ તેના દુઃખનું કારણ છે. વાસ્તવમાં મન સ્વરૂપથી સત્તવગુણપ્રધાન હોવાથી સ્વરૂપથી શુદ્ધ છે, પરંતુ અહંતા-મમતાને કારણે તેને ઘોર રજોગુણ ઘેરી લે છે.॥૯॥ પછી રજોગુણ દ્વારા ઢંકાયેલું મન અનેક પ્રકારના સંક્લ્ય-વિકલ્ય કરવા માંડે છે, નિરંતર તે ગુલરોનું જ ચિંતન થાય છે. તેનાથી કામના ઉત્પન્ન થાય છે, બુદ્ધિ દૂષિત થઈ જાય છે. આ પ્રમાણે દૂપિત બુદ્ધિવાળો પોતાની ઇન્દ્રિયો પરનો કાબૂ ગુમાવી બેસે છે. કામનાઓના વશમાં થઈને તથા રજોગુણના વેગથી મોહિત થયેલો મનુષ્ય એવાં કર્મોમાં ફસાઈ જાય છે કે જેનું પરિણામ માત્ર દુઃખ જ દુઃખ છે. ૧૦-૧૧ ॥ વિદ્વાનોની પણ બુદ્ધિ રજોગુણ અને તમોગુણથી ચલિત થાય છે, પરંતુ તે સાવધાનીપૂર્વક મનને ભગવાનમાં જોડીને તે કર્મો પ્રત્યે દોષદષ્ટિ કરીને તેમાં આસક્ત થતા નથી. ૧૨ || તેથી હે ઉદ્વવ! કલ્યાણની કામનાવાળા મનુષ્યોએ સાવધાન રહેવું જોઈએ. ક્રમશઃ અભ્યાસ દ્વારા મનને મારામાં પરોવી, સાધનામાં ધીરજ રાખી પ્રયાસ કરતાં રહેવું. પ્રાણ અને આસન ઉપર કાબૂ રાખવો. બધા જ ૧. કરપોતની । ૨. યથાકાષ । અ૦ ૧૩] અગિયારમો સુધ 671 એતાવાન્‌યોગ આદિષ્ મચ્છિષ્યૈઃ સતકાદિભિઃ | સર્વતો મન આકૃષ્ય મય્યદ્વાડ્ડવેશ્યતે યથા || ૧૪॥ ઉદ્ધત ઉવાચ યદા ત્વં સનકાદિભ્યો યેન રૂપેણ કેશવ | યોગમાદિષ્ટવાનેતદ્‌ રૂપમિચ્છામિ વેદિતુમ્‌ ॥ ૧૫॥ કંભગવાનુજય પુત્રા હિરણ્યગર્ભસ્ય માનસાઃ સનકાદયઃ | પપ્રચ્છુઃ પિતરં સૂક્ષમાં યોગસ્યૈકાન્તિકીં ગતિમ્‌ ॥ ૧૬॥ સનકદય ઊંયુઃ ગુલ્રેષ્વાવિશતે ચેતો ગુણાશ્ચેતસિ ચ પ્રભો કથમન્યોન્યસન્ત્યાગો મુમુક્ષોરતિતિતીર્ષોઃ૫ ॥ ૧૭॥। શજગવાઝુજચ એવં પૃષ્ટો મહાદેવઃ સ્વયમ્ભૂર્ભૂતભાવન: | ક્યાયમાનઃ પ્રશ્નબીજં નાભ્યપદ્યત કર્મધીઃ ॥ ૧૮ સ મામચિત્તયદ્‌ દેવઃ પ્રશ્નપારતિતીર્ષયા । તસ્યાહં હંસરૂપેણ સકાશમગમં તદા |૧૯॥ દૃષ્ટ્વા માં ત ઉપવ્રજ્ય કૃત્વા પાદાભિવન્દનમ્‌ । બ્રહ્માણમગ્રતઃ કૃત્વા પપ્રચ્છુઃ કો ભવાનિતિ ।। ર૦॥ ઇત્યહં મુનિભિઃ પૃષ્ટસ્તત્્વજિજ્ઞાસુભિસ્તદા | યદવોથમહં તેભ્યસ્તદુદ્રવ નિબોધ યે ||ર૧॥ વસ્તુનો યઘનાનાત્વમાત્મનઃ પ્રશ્ન ઈટૅશઃ । ક્રથં ઘટેત વો વિપ્રા વક્તુર્વા મે ક આશ્રયઃ | ૨૨।0 પઞ્ચાત્મકેષુ ભૂતેષુ સમાનેષુ ચ વસ્તુતઃ | કો ભવાનિતિ વઃ પ્રશ્નો વાચારમ્ભો હ્યનર્થકઃ ॥ ૨૩॥ વિષયોમાંથી મનને સારી રીતે ખેંચી લેવાથી નિર્વિષય બનેલું મન મારામાં દહતાથી સ્થિર થઈ જાય છે. આ યોગ મેં જ સતકાદિ મુનિઓને કહ્યો હતો. ।। ૧૩-૧૪ || ઉદ્ધવજીએ પૂછયું - કેશવ! આપે આ યોગનો સનકાદિને કયા સમયે, કય] પ્રકારે ઉપદેશ કર્યો હતો, તે હું વિસ્તારથી સાંભળવા ઇચ્છું છું. ॥ ૧૫ |! ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - પ્રિય ઉદ્વવ! સનકાદે બ્રહ્માજુના માનસ પુત્ર છે. તેમણે એક વાર તેમના પિતાજીને યોગની સૂક્મ અને અંતિમ સીમાસંબંધા પ્રશ્ન કર્યો, તે પ્રશ્ન આ પ્રમાણે છે - [૧૬ ॥ સનકાદિકે બ્રહ્માજીને પૂછયું - પિતાજી! ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આંસક્ત થઈને તેમાં ઘૂસી જાય છે અને તે વિષયોનું વારંવાર ચિંતન કરે છે; અને સાથે- સાથે ભવસાગર ધાર કરવા પભ્ર ઇચ્છે છે, તેથી આ દવિધાથી (ભુણોથી) પાર ઊતરવાનો કયો ઉપાય છે? 1૧૭ || ભગવાન શ્રીકૃષ્ળે કહ્યું - પ્રિય ઉદ્વવ! સનકાદિએ લોકપિતામહ, લોકાશેરોમણિ, ભૂતભાવન, સ્વયંભૂ બ્રહ્માજીને આ પ્રમાણે પ્રશ્ન કર્યો, પરંતુ બ્રહ્માજીની બુદ્ધે કર્મોમાં જ જોડાયેલી હોવાથી તે પ્રશ્નનું મૂળ સમજી શક્યા નહિ અને ક્રોઈ પણ ઉત્તર આપી ન શક્યા. 1૧૮ ॥ પ્રશ્નનો અભિપ્રાય સમજવા માટે બ્રહ્માજીએ મારું” સ્પ્રણ કર્યું. ત્યાં હું હંસરૂપે તેમની સમક્ષ પ્રગટ થયો. ૧૯ ॥ ત્યારે તે સનકાદિકો મને જોઈને બ્રહ્માજીની , આગેવાનીમાં મારી પાસે આવીને ત્રણામ કરીને પૂછવા લાગ્યા, “આપ કોણ છો? હે ઉદ્વવ! તે સનકાદિમુનિ તત્ત્વની જિજ્ઞાસારથી જ આવ્યા હતા, તેથી મેં તેમને જે કહ્યું તે સાંભળો! । ૨૦-૨૧ || “હે વિપ્રો! જો આત્માના સંબંધમાં આપનો આ પ્રશ્ન છે તો આત્મા તો એક જ છે. જે તમારામાં છે તે જ મારામાં પણ છે. આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી. આવું હોવા છતાં જો ઠું ઉત્તર આપવા માટે બોલું તો કોનો આધાર લઈને બોલું. । ૨ર || પંચ મહાભૂત તત્ત્વો પણ સઘળાં પ્રાણીઓમાં સરખાં જ છે. તેથી આપે ‘કો ભવાન્‌’ આવો જે પ્રશ્ન કર્યો, તે માત્ર વાજ્ીનો જ વિલાસ છે, તાત્વિક અર્થથી રહિત છે. ॥ ર૩ ॥ ૧. વરતિતાર્ષયા | ૪2 શ્રીમદભાગવત [અર૧૩ મનસા વચંસા દેષ્ટ્યા ગૃહ્યતેડન્યેરપીન્દ્રિવૈઃ । અહમેવ ન મત્તોડન્યદિતિ બુધ્યધ્વમગ્જસા | ર૪॥ ગુહ્ેષ્વાવિશતે ચેતો ગુણ્ાશ્ચેતસિ ચ પ્રજાઃ | જીવસ્ય દેહ ઉભયં ગુણાશ્ચેતો મદાત્મનઃ ॥ રપ॥ ગુણેષુ ચાવિશચ્ચિત્તમભીક્ષ્ણં ગુણસેવયા | ગુણાશ્ચ ચિત્તપ્રભવા મદ્પ ઉભયં ત્યજેત્‌ | ૨૬॥ જાગ્રત્‌ સ્વપ્નઃ સુષુમં ચ ગુણતો બુદ્ધિવૃત્તયઃ તાસાં વિલક્ષણો જીવઃ સાક્ષિત્વેન વિનિશ્ચિતઃ ॥ ૨૭ યર્હિય સંસૃતિબન્ધોડયમાત્મનો ગુણવૃત્તિદઃ | મિ તુર્વે સ્ધિતો જહ્યાત્‌ ત્યાગસ્તદ્‌ ગુણચેતસામ્‌ ॥ ૨૮ અહક્ટારકૃૂત બત્ધમાત્મનોડર્થવિપર્યયમ્‌ | _ વિદ્ાન્‌ નિર્વિઘ સંસારચિત્તાં તુર્યે સ્થિતસ્ત્યજેત્‌ ॥ ર૯! યાવન્નાનાર્થધીઃ પુંસો ન નિવર્તત યુક્તિભિઃ । જાગર્ત્યપિ સ્વપશ્નશઃ* સ્વપ્ને જાગરણં યથા ।। ૩૦॥ અસત્તાદાત્મનોડન્યેષાં ભાવાનાં તત્કૃતા” ભિદ્ા | ગતયો છેતવકશ્ચાસ્ય મૃષા સ્વપ્નદેશો યથા | ૩૧॥ મનથી, વાણીથી, દષ્ટિથી અથવા અન્ય ઇન્દ્રિયોથી કંઈ પણ જોવા, સાંભળવા અને ચિંતવવામાં આવે છે તે સઘળું ‘હું જ છું,’ “મારા સિવાય બીજું કોઈ જ નથી.’ આ તમે નિશ્ચિતરૂપે સમજી લો. ॥ ૨૪ | હે પુત્રો! વાસ્તવિકરૂપે જીવ મારું જ સ્વરૂપ છે. પરંતુ આસક્તિને કારણે ચિત્ત ગુણોમાં પ્રવેશે છે અને ગુશ્નો ચિત્તમાં પ્રવેશે છે. આ બન્ને વસ્તુઓ જીવના ઉપાધિરૂપ દેહને લીધે છે એવું સમજો. પરંતુ દેહ કાંઈ જીવનું સ્વરૂપ નથી, કારણ કે, જીવ તો મારો અંશ છે. (ગુજોથી બનેલું સ્થૂળ શરીર છે અને ચિત્તથી બનેલું સૂક્મ શરીર છે. અનાત્મ પદાર્થોમાં તાદાત્મ્ય-કરીને જીવ કર્મોમાં ફસાઈ જાય છે અને વાસનામય કારબ્રશરીરનું પણ નિર્માણ તે કરી દે છે. આ બધું અશાનનું જ કારણ છે.) ૨૫ ॥ વારંવાર વિષયોનું (ગુણોનું) સેવન કરતાં રહેવાથી ચિત્ત તે વિષયોમાં ઘૂસી જાય છે. આ વિષયો ચિત્ત દ્વારા સંકલ્પ- વિકલ્પ કરવાથી જ પેદા થાય છે. સાધકે મારામાં તન્મય થઈને ચિત્તને સ્થિર કરવું અને વિષયોનું ચિંતન ન કરવું. | ૨૬ || જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણે અવસ્થાઓ (કમશઃ સાત્તવિક, રાજસ અને તામસ -ન્‍્રણે ગુણોની થનારી) બુદ્ધિની વૃત્તિઓ છે. જીવ તો આ ત્રણ અવસ્થાઓનો સાક્ષી છે અને તેનાથી પર છે, એવું સિદ્ધાંતરૂપે માનવામાં આવ્યું છે. । ર૭ ॥ આ ચિત્ત જ સંકલ્પ-વિકલ્પ દ્વારા સઘળી વૃત્તિઓને ઉત્પન્ન કરીને જીવને ત્રણે ગુણોમાં ભટકાવે છે. આ જ જીવનું બંધન છે, તેથી સાધકે તુરીયાવસ્થામાં સ્થિત થઈને ગુણો અને ઘિત્ત બન્નેનો ત્યાગ કરવો જોઈએ. || ૨૮ ॥ “હું અને મારું’ આવો અહંકાર કરવાથી જ બંધન થાય છે, જે આત્માનો આનંદસ્વરૂપને ઢાંકી અનર્થોનું કારણ બને છે. તેથી વિદ્ધાનોએ આ બધાથી વિરક્ત થઈને - ‘સંસાર દુઃખમય છે.’ -એવો નિર્ણય કરીને ગુણાતીત (તુરીય) અવસ્થામાં સ્થિત થઈ જવું. ॥ ૨૯ ॥ જયાં સુધી ભેદબુદ્ધિના ભ્રમને યુક્તિપૂર્વક મનુષ્ય નષ્ટ કરી દેતો નથી ત્માં સુધી તે સાવધાન નથી. સ્વપ્નના સંસારમાં અજ્ઞાની જેમ, સુખી-દુઃખી થાય છે તે પ્રમાણે જ તે જાગ્રત અવસ્થામાં પણ પ્રપંચની સત્તાનો સ્વીકાર કરીને સુખી-દુઃખી થતો રહે છે. 1૩૦ ॥ વાસ્તવમાં આત્મા સિવાય અન્ય કોઈની પણ સત્તા નથી. જેમ સ્વપ્ન જોનારની બધી ક્રિયાઓ મિથ્યા હોય છે, તે જ પ્રમાણે અજ્ઞાનીની પણ સથળી ક્રિયાઓ, તેમનો આશય અને તેમાં રહેલી ભેદબુદ્ધિ - બધું જ મિથ્યા છે. શાન થવાથી જ આ બધી ભેદબુદ્ધિનો ભ્રમ દૂર થાય છે. 1 ૩૧ || ૧. થો હિ | ૨. સ્વખ્યુક્તઃ ! ૩. કિડકૃતા | એપ અગિયારમો સ્કંધ 673 યો જાગરે બહિરનુક્ષણધર્મિશોડર્થાન્‌ ભુક્ક્તે સમસ્તકરશૈર્ટદિ તત્સદંક્ષાન્‌ | સ્વપ્ને સુષુપ્ત ઉપસંહરતે સ એકઃ સ્મૃત્યન્વયાત્ત્રિગુણવૃત્તિદંગિન્દ્રિયશઃ ॥૩ર॥ એવં વિમૃશ્ય ગુણતો મનસસ્ત્રયવસ્થા* મન્માયયા મયિ કૃતા ઇતિ નિશ્ચિતાર્થાઃ૨ | _ સગ્છિદ્ય હાર્દમનુમાનસદુક્તિતીક્ષ્ણ- જ્ઞાનાસિના ભજત માડખિલસંશયાધિમ્‌ | ૩૩॥ ઈક્ષેત વિભ્રમમિદં મનસો વિલાસં દૃષ્ટં વિનષ્ટમતિલોલમલાતચક્રમ્‌ | વિજ્ઞાનમેકમુરુધેવ” વિભાતિ માયા સ્વપ્નસ્ત્રિધા ગુણવિસર્ગકૃતો વિકલ્પઃ | ૩૪॥ દેષિં તતઃ પ્રતિનિવર્ત્ય નિવૃત્તતૃષ્ણ- સ્તૃખ્ણી ભવેક્ષિજસુખાનુભવો નિરીહઃ | સન્ટંશ્યતે ક્વ ચ યદીદમવસ્તુબુદ્રયા ત્યક્તં? ભ્રમાય ત ભવેત્‌ સ્મૃતિરાનિપાતાત્‌ | ૩૫॥ દેહ ચ નશ્વરમવસ્થિતમુત્થિતં વા સિદ્ધો ન પશ્યતિ યતોડધ્યગમત્‌ સ્વરૂપમ્‌ । દવાદપેતમુત દૈવવશાદુપેતં વાસો યથા પરિકૃતં મદિરામદાન્ધઃ || ૩૬ જૃબાહ્ય વિષયો બધા નિરંતર પરિવર્તનશીલ છે. તે નાશવાન અને ક્ષણભંગુર વિષયનો જે પોતાની ઇન્દ્રિયો દ્વારા જાગ્રત અવસ્થામાં ઉપભોગ કરે છે, તે જ સ્વપ્નાવસ્થામાં પણ તેનો ઉપભોગ કરે છે. પરંતુ ગાઢ નિદ્રા (સુષુપ્તિ) વખતે તે બધા વિષયો સમેટાઈ જાય છે. આ પ્રમાણે આ ત્રણેય અવસ્થાઓનો અનુભવ કરવાવાળો સાક્ષી ચેતન આત્મા એક જ છે, તે ત્રણે અવસ્થાઓને જાણવાવાળો છે, ત્રણે ગુણોની વૃત્તિઓને જોવાવાળો છે. 1૩૨ ॥ મનની આ ત્રણે અવસ્થાઓ ગુણો દ્વારા મારી માયાથી મારા અંશરૂપ જીવમાં કલ્પાયેલી છે. એવો આત્મસ્વરૂપનો નિશ્ચય કરી તમે જાણી લો અને અનુમાન પ્રમાણ દ્વારા સત્પુરુષોના ઉપદેશો વડે તીક્ષા કરેલી જ્ઞાનરૂપી તલવારથી સર્વ સંશયોનું કારણ એવા અહંકારનો નાશ કરી હદયમાં રહેલા મને ભજો. || ૩૩ || જે આ દશ્યજગત છે તે બધું મનનો વિલાસમાત્ર છે, ભ્રમ છે. જે દેખાય છે તે નાશ પણ પામે છે. માટે તે ભ્રાન્તિરૂપ છે. કારણ કે તે અત્યંત ચંચળ છે, નાશવાન છે અને ક્ષણભંગુર છે. આ સંસારચક એટલા વેગથી ફરી રહ્યું છે કે તેના ચાલક પરમાત્માને કોઈ જાણી શકતું નથી. તેમની માયા જ અનેકરૂપ ધારણ કરીને દેખાઈ રહી છે, અર્થાત્‌ વિજ્ઞાનસ્વરૂપ એક જ આત્મા અનેક સ્વરૂપે ભાસે છે. માટે ગુણોના પરિણામે કરાયેલો, આ ત્રણ ગુણોની સૃષ્ટિને કારણે જ, જે ત્રણ પ્રકારનો ભેદ જણાય છે તે કેવળ માયા જ છે. || ૩૪ || સાધકે તૃષ્ણારહિત થઈને વિષયો પરથી દષ્ટિને હટાવીને અંતર્મુખ બની જવું જોઈએ, સાધક તદન ઉપરામ થઈ જાય અને પોતાના આત્માનંદમાં મગ્ન રહે. કોઈ પણ પ્રકારની કામના ન કરે. જો ક્યાંક કશું દેખાય, તો તે સાચું નથી, માયા છે, આનાથી મારે શું લેવા-દેવા? એવું વિચારીને તે બાજુથી મોઢું ફેરવી લે, તો ભ્રમ નહીં થાય. સંસ્કાર તો શરીર છે ત્યાં સુધી રહેવાના. | ૩૫ ॥ સ્વરૂપને પ્રાપ્ત થયેલા સિદ્ધને એની ખબર જ નથી રહેતી કે આ નશ્વર શરીર બેઠેલું છે કે ઊભું છે, અને એ પણ ખબર નથી હોતી કે ભાવિવશ શરીર પર વસ્ત્ર છે યા નથી, જેમ કોઈ શરાબ માં મશગુલ બની ગયો હોય. શરાબી તો તમોગુણથી આવૃત્ત છે તેથી તેને કશું ભાન નથી, પરંતુ જ્ઞાની પોતાના શુદ્ધ સ્વરૂપમાં (તુરીયાવસ્થામાં) સ્થિત રહે છે અને તેથી તેને જગતનું કશું ભાન રહેતું નથી. ૩૬ ॥ ૧. ન્સયવરથાં ! ૨, નિશ્ચિતાર્થઃ ! ૩, વિજ્ઞાતમેક- | ૪. ત્યકતું ! 674 શ્રીમદભાગવત [અ૦ ૧૪ દેહોડપિ દૈવવશગઃ ખલુ કર્મ યાવત્‌ સ્વારમ્ભકં પ્રતિસમીક્ષત એવ સાસુઃ | તં સપ્રપગ્ચમધિરૂઢસમાધિયોગઃ સ્વાપ્નં પુનર્ન ભજતે પ્રતિબુદ્વવસ્તુઃ | ૩૭॥ મધૈતદુક્તં વો વિપ્રા ગુહ્યં યત્‌ સાહખ્યયોગયોઃ । જાનીત માડડગતં યશં યુષ્મદ્રર્મવિવક્ષયા | ૩૮॥ અહં યોગસ્ય સાડખ્યસ્ય સત્યસ્યર્તસ્ય તેજસઃ | પરાયણં હ્રિજશ્રેષ્ઠાઃ શ્રિયઃ કીર્તેદમસ્ય ચ | ૩૯॥ માં ભજન્તિ ગુણાઃ સર્વે નિર્ગુણ નિરપેક્ષકમ્‌ સુહૃદં પ્રિયમાત્માનં સામ્યાસક્ઞાદયોડગુણાઃ | ૪૦॥ ઇંતિ મે છિન્નસન્દેહા મુનયઃ સનકાદયઃ | સભાજયિત્વા પરયા ભકત્યાડગૃણત સંસ્તવૈઃ 1 ૪૧॥ તૈરહેં પૂજિતઃ સમ્યક્‌ સંસ્તુતઃ પરમર્ષિભિઃ | પ્રત્યેયાય* સ્વર્ક ધામ પશ્યતઃ પરમેષ્ઠિનઃ ૪૨ દેહ પણ પ્રારબ્ધને આધીન હોવાને કારણે પોતાને ઉત્પન્ન કરનાર કર્મો શેષ છે ત્યાં સુધી ગ્રાણ તથા ઇન્દ્રિયો સાથે જોડાઈને જીવે છે. છતાં જેશ્ે સમાધિયોગ પ્રાપ્ત કર્યો હોય અને તે દ્વારા પરમાર્થ-વસ્તુને જાણી હોય એવો જ્ઞાની સ્વષ્નના સંસારની જેમ પ્રપંચસહિત તે શરીરને સેવતો નથી, અર્થાત્‌ તેના પર આસક્ત થતો નથી. | ૩૭ ॥| હે બ્રાહ્મણો! મેં સાંખ્ય અને યોગ વિશે શાસ્ત્રોમાં જે કહ્યું છે તે જ વાત તમને જણાવી. તમે લોકો મોક્ષધર્મના સંબંધમાં જાણવા ઇચ્છતા હતા, જે મેં તમને બતાવું. હું, યજ્ઞસ્વરૂપ ભગવાન સ્વયં જ તમને ઉપદેશ કરવા માટે હંસના રૂપમાં આવ્યો છું એવું તમે જાણી લો. 1૩૮ ॥ હેબ્રાહ્મણો! યોગ, સાંખ્ય, સત્ય, ત્કત, તેજ, શ્રી, કીર્તિ, દમ - આ બધા ગુણોનું આશ્રયસ્થાન હું જ છું. || ૩૯ || જેમનામાં સમતા તથા અનાસક્તિ વગેરે જે શ્રેષ્ઠ ગુન્નો, છે તે બધાં નિર્ગુશ્ન, નિરપેક, સર્વના હિતૈષી, સર્વના હેતુરહિત, સુહૃદ, સર્વના પ્રિય એવા મને પરમાત્માને ભજે છે અને આ બધા ગુણનો મારામાં વસે છે.’ | ૪૦ | આ પ્રમાણે સનકાદિ મુનિઓનો સંદેહ ઉપદેશ દ્વારા મેં દૂર કર્યો ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થઈને પ્રેમપૂર્વક મારી સ્તુતિ કરવા લાગ્યા. | ૪૧ || આ પ્રમાણે તે સનકાદે ગ્દષિઓ દ્વારા હું ખૂબ જ સંમાનિત થયો અને તેમશે મારી સ્તુતિ કરી. ત્યારે બ્રહ્માજીની સામે જ હું મારા ધામમાં સિધાવી ગયો, !૪૨ || ક્ક્કઝન્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે ત્રયોદશોડધ્યાયઃ 1૧૩ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત તેરમો અધ્યાય સમાપ્ત.