છવ્વીસમો અધ્યાય 2 પુરૂરવાનાં વૈરાગ્ય-વચનો કાંભગવાનુચચ મલ્લક્ષણમિમં કાયં લબ્ધ્વા મદ્ધ્મ આસ્થિતઃ । આનત્દં પરમાત્માનમાત્મસ્થં સમુધૈતિ મામ્ || ૧। ગુણમય્થા જીવયોન્યા વિમુક્તો શાનનિષ્ઠયા । — ગુણેષુ માયામાત્રેષુ દૅશ્યમાનેષ્વવસ્તુતઃ૧ । વર્તમાનોડપિ ન પુમાન્ યુજ્યતેડવસ્તુભિર્ગુણૈઃ ॥ ૨। સદ્ડં ન ડુર્યાદસતાં શિશ્નોદરતૃપાં ક્વચિત્ ! તસ્યાનુગસ્તમસ્યન્ધે પતત્યન્ધાનુગાન્ધવત્ ॥ ૩॥ એલઃ* સમ્રાડિમાં ગાથામગાયત બૃહચ્છ્વાઃ । ઉર્વશીવિરહાદ્ મુહ્યન્ નિર્વિશણઃ શોકસંયમે” ॥૪॥ ત્યક્ત્વાડડત્માનં વ્રજન્તી તાં નગ્ન ઉન્મત્તવન્નૃપઃ । વિલપજ્નન્વગાજ્જાયે ઘોરે તિષ્ઠેતિ વિક્લવઃ ॥ ૫॥ કામાતતૃષોડનુજુષન્ ક્ષુલ્લકાન્ વર્ષયામિનીઃ । ન વેદ યાત્તીર્નાયાત્તીરર્વશ્યાકૃષ્ટેતનઃ || ૬॥ અંલ ઉવાચ અહો મે મોહવિસ્તારઃ કામકશ્મલચેતસઃ | દેથા ગૃહીતકણ્ઠસ્ય નાયુઃખણ્ડા ઇમે સ્મૃતાઃ | ૭॥ નાહ વેદાભિનિર્મુક્તઃ સૂર્યો વાડભ્યુદિતોડમુયા । મુષિતો વર્ષપૂગાનાં બતાહાનિ ગતાન્યુત | ૮1! ભગવાન શ્રીકૃષ્ણ કહે છે — ઉદ્વવજી! આ મનુષ્ય- શરીર મારા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિનું - મારી પ્રાપ્તિનું મુખ્ય સાધન છે. આને પ્રાપ્ત કરીને જે મનુષ્ય સાચા પ્રેમથી મારી ભક્તિ કરે છે, તે સર્વના અંત:કરણમાં રહેલા મુજ આનંદસ્કરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. ૧ |! જીવોની સઘળી યોનિઓ, બધી ગંતિઓ ત્રિગુદ્ધાત્મક છે. જીવ શાનનિષ્ઠા દ્વારા તેમનાથી હંમેશને માટે મુક્ત થઈ જાય છે. _ સત્ત્વ, રજ વગેરે જે ગુણો દેખાય છે તે વાસ્તવમાં છે નહીં, માયા જ છે. જ્ઞાન થઈ ગયા પછી પુરુષ તેમની સાથે રહેવા છતાં, તેમના દ્વારા વહેવાર કરવા છતાં તેમનાથી બંધાતો નથી. એનું કારણ એ છે કે, તે ગુબ્રોની વાસ્તવિક સત્તા જ નથી. ॥૨ || સાધારણ લોકોએ એ વાતનું ધ્યાત રાખવું જોઈએ કે, જે લોકો લિષયોના સેવન અને ઉદરયોષણમાં જ લાગેલા છે તેવા અજ્ઞાની મનુષ્યોનો સંગ ક્યારેય કરવો નહીં; કારણ કે, તેમનું અનુસરણ કરનાર મનુષ્યની એવી જ દશા થઈ જાય છે,]જેમ અંધળાના આધારે ચાલનાર આંધળાની. તેને તો ઘોર અંધકારમાં જ ભટકવું પડે છે. ।। ૩ |! ઉદ્વવજી! પહેલાં તો પરમ યશસ્વી સમ્રાટ ઇલાનંદન પુરૂરવા ઉર્વશીના વિરહથી અત્યંત બેસૂધ બની ગયો હતો. પછી શોક નિવૃત્ત થતાં તેને પ્રબળ વૈરાગ્ય થયો ત્યારે તેણે આ ગાથા ગાઈ. ॥ ૪ ॥ પોતાને ત્યજીને ભાગી જતી ઉર્વશીની પાછળ ચજા પુરૂરવા નગ્ન અવસ્થામાં પાગલની જેમ અત્યંત વિકળ થઈને દોડવા લાગ્યો અને કહેવા લાગ્યો - ‘દેવી! નિષ્ઠુર સ્ત્રી! ઊભી રહે, ભાગ નહીં.’ ।। પ ॥ ઉર્વશીએ રાજાનું ચિત્ત % અને જ્ઞાત હરી લીધાં હતાં. રાજાને વિષયોથી તૃપ્તિ થઈ ન હતી. તે તુચ્છ વિષયોના સેવનમાં એટલો ડૂબી ગયો હતો કે, તેણે અનેક રત્રિઓ વિષય-ભોગોમાં પસાર કરી દીધી તેનું તેને બિલકુલ જ્ઞાન ન રહ્યું. ॥ ૬ | પુરૂરવાએ કહ્યું — અરે…રે! મારરી મૂર્ખતા તો જુઓ, આ કામવાસનાએ મારા ચિત્તને કેટલું કલુષિત કરી કીધું! ઉર્વશીએ પોતાના બાહુપાશમાં મારું એવું ગળું પકડ્યું કે મે મારા આયુષ્યનાં ન જાણે કેટલાં વર્ષો ખોઈ નાંખ્યાં. અહો! વિસ્મૃતિની પણ એક સીમા હોય છે! ! ૭ !! અરે…રે! આ. સ્ત્રીએ મને લૂંટી લીધો. ક્યારે સૂર્ય અસ્ત થયો કે ઉદય થયો
- એ પણ હું જાર્ણી શક્યો નહીં. ઘણા દુઃખની વાત છે, ઘણાં વર્ષોનાં એક પછી એક દિવસો અને રાત્રિઓ વ્યતીત થઈ, ગયાં અને મને તેની ખબર જ ન પડી! ૮ ॥ ૧. તષ્વવસ્થિતઃ 1 ૨. એડ: । ૩, શોક્સદ્નરે ! 736 શ્રીમદભાગવત [અર ૨૬ અહો મે આત્મસમ્મોહો યેનાત્મા’ યોષિતાં કૃતઃ | ક્રીડામૃગશ્ચકવર્તી નરદેવશિખામણિઃ ॥૯॥ સપરિચ્છદમાત્માનં હિત્વા તૃણમિવેશ્વરમ્ ! યાત્તી સ્ત્રિયં ચાન્વગમં નગ્ન ઉન્મત્તવદ્રુદન્ ॥ ૧૦॥ કુંતસ્તસ્યાનુભાવઃ સ્યાત્ તેજ ઈશત્વમેવ વા | યોડન્વગચ્છે સ્ત્રિયં યાન્તી ખરવત્ પાદતાડિતઃ ॥ ૧૧॥ કિં વિધ્યા કિં તપસા કિં ત્યાગેન શ્રુતેન વા | કિંવિવિક્તેન મૌનેન સ્ત્રીભિર્યસ્ય મનો હતમ્ | ૧૨॥ [/ સ્વાર્થસ્યાકોવિદં ધિડમાં મૂર્ખ પહ્ડિતમાનિનમ્ । યોડહમીશ્વરતાં પ્રાપ્ય સ્ત્રીભિ્ગોખરવજ્જિતઃ ॥ ૧૩॥ સેવતો વર્ષપૂગાન્ મે ઉર્વશ્યા અધરાસવમ્ ! ન તૃપ્યત્યાત્મભૂઃ કામો વદ્ધિરાહુતિભિર્યથા ।। ૧૪॥ પુંશ્વલ્યાડપહતં ચિત્ત કો ન્વન્યો મોચિતું પ્રભુઃ | આત્મારામેશ્વરમૃતે ભગવન્તમધોક્ષજમ્ | ૧૫॥| બોધિતસ્યાપિ દેવ્યા મે સૂક્તવાકયેન દુર્મતેઃ । મનોગતો મહામોહો નાપયાત્યજિતાત્મનઃ | ૧૬॥ કિમેતયા નોડપકૃતં રજ્જ્વા વા સર્પચેતસઃ | રજ્જુસ્વરૂપાવિદુષો યોડહં યદજિતેન્દ્રિયઃ ॥ ૧૭॥ ક્વાયં મલીમસઃ કાયો દૌર્ગન્ધ્યાાત્મકોડશુચિઃ | ક્વ ગુણાઃ સૌમનસ્યાદયા હ્યધ્યાસોડવિધયા કૃતઃ ॥ ૧૮॥ પિત્રોઃ કિં સવંનુ ભાર્યાયાઃ સ્વામિનોડગ્નેઃશ્રગ્રધયોઃ કિમાત્મનઃ કિં સુહૃદામિતિ યો નાવસીયતે ॥ ૧૯॥ અહો! આશ્ચર્ય છે કે મારા મનમાં આટલો મોહ છવાઈ ગયો, જેજ્ઞે રાજાઓના શિરોમણી અને ચક્રવર્તા સમ્રાટ મુજ પુરૂરવાને પબ્ર સ્ત્રીઓનો ક્રીડામૃગ (રમકડું) બનાવી દીધો! |! ૯ ॥ જુઓ, હું પ્રજાને મર્યાદામાં રાખવાવાળો સમ્રાટ છું. તે મને અને મારા રાજ્યને તણખલાની જેમ ત્યજીને ચાલી ગઈ અને હું પાગલ બનીને નગ્નાવસ્થામાં ચ્ડતો-પોકારતો તેની પાછળ દોડી ગયો. અરે…રે! આ પણ કોઈ જીવન છે? ૧૦ || હું ગધેડાની જેમ (ઉર્વશીની) લાતો ખાઈને પણ સ્ત્રીની પાછળ દોડતો રહ્યો. પછી મારામાં શક્તિ, તેજ અને સ્વામિત્વ કઈ રીતે રહી શકે? 1૧૧ ॥ સ્ત્રીએ જેનું મન હરી લીધું, તેનું જ્ઞાન વ્યર્થ છે. તેની તપસા, ત્યાગ અને શાસ્ત્રોના અભ્યાસથી કોઈ લાભ નથી. (આવા મનુષ્યનો એકાંતવાસ અને મૌન પણ વૃથા છે. ૧૨ || મને મારા જ હાનિ-લાભનું ભાન નથી, છતાં હું મારી જાતને બહુ મોટો પંડિત માનું છું. મુજ મુર્ખને ધિક્કાર છે. અરે… રે! હું ચકવર્તી સમ્રાટ હોઈને પણ ગધેડા અને બળદની જેમ સ્ત્રીના કંદામાં ફસાઈ ગયો. ૧૩ ॥ હું વર્ષો સુધી ઉર્વશીના હોઠ પરની માદક મદિરા પીતો રહ્યો, પરંતુ મારી કામવાસના તૃપ્ત ન થઈ! સાચું જ છે, જે રીતે આઠહુતિઓ આપવાથી અગ્નિ તૃપ્ત થતો નથી તે જ રીતે પોતાનામાં ઉત્પન્ન થનારો કામ પણ તૃપ્ત થતો નથી. ।। ૧૪ ॥। તે કુલટાએ મારું ચિત્ત હરી લીધું.[હવે તો આત્મારામ, જીવન્મુક્તોના સ્વામી, ઇન્દ્રિયાતીત ભગવાન સિવાય બીજો કોણ છે જે મને આ ફંદામાંથી મુક્ત કરી શકે? ૧૫ ॥| ઉર્વશીએ તો મને વૈદિક સુક્તોનાં વચનામૃત દ્વારા યથાર્થ વાત કરીને સમજાવ્યો પણ હતો; (પરંતુ મારી બુદ્ધિ મારી ગઈ હોવાથી મારા મનનો મોહ નષ્ટ થઈ શક્યો નહીં. જયારે મારી ઇન્દ્રિયો જ મારા વશમાં રહી નહીં ત્યારે હું કઈ રીતે તેમને સમજાવત? [1૧૬ ॥ જે દોરડાના સ્વરૂપને જાણ્યા વિના તેમાં સર્પની કલ્પના કરી રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે, પજ દોરડાએ તેનું શું બગાડ્યું છે? જોકે સ્વર્ય અજિતેન્દ્રિય હોવાથી હું જ અપરાધી છું. | ૧૭ ॥ ક્યાં તે. મલિન દુર્ગન્યયુક્ત અપવિત્ર શરીર અને ક્યાં ઉત્તમ મન. વગેરે સુગંધયુક્ત ગુજ્ન! પરંતુ મેં અજ્ઞાનવશ અસુંદરમાં સુંદરતાનો આરોપ કરી લીધો, આ મારી જ મૂર્ખતા છે. ॥ ૧૮ (આ શરીર માતા-પિતાનું સર્વસ્વ છે કે પત્નીની સંપત્તિ? કે માલિકનું છે, જેણે તે ખરીધું છે અથવા અગ્નિનું. કે કૃતરાં-ગીધોનું ભોજન? આ થરીરને પોતાનું કહેવું કે સગાં-સંબંધીઓનું? ખૂબ ચિંતન કર્યા પછી એવો નિશ્ચય થાય છે કે આ શરીર કોઈનું નથી. ॥ ૧૯ || ૧. યદ્સૌ | અ૦ર૬] એગિયારમો કંધ 739 તસ્મિન્ કલેવરેડમેધ્યે તુચ્છનિષ્ઠે વિષજ્જતે । અહો સુભદ્રં સુતસં સુસ્મિતં ચ’ મુખં સ્ત્રિયઃ ॥ ૨૦! ત્વડ્માંસરુધિરસ્નાયુમેદોમજ્જાસ્થિસંહતો | વિષ્મૂત્રપૂયેચ રમતાં કૃમીણાં ક્રિયદન્તરમ્ | ૨૧॥ અથાપિ નોપસજજેત સ્ત્રીષુ સ્તૈણેષુ ચાર્થવિત્ । વિષયેન્દ્રિયસંયોગાત્મનઃ ક્ષુભ્યતિ નાન્યથા | ૨૨ અદંષ્ટાદશ્રુતાદૂ ભાવાશ્ન ભાવ ઉપજાયતે ! અસપ્પ્રયુગ્જતઃ પ્રાણાન્ શામ્યતિ સ્તિમિતં મનઃ | ૨૩॥ તસ્માત્ સક્ઞો ન કર્તવ્ય: સ્ત્રીષુ સ્તૈલેષુ ચેન્દ્રિયૈઃ | વિદુષાં ચાપ્યાવિશ્રબ્ધઃ ષડ્વર્ગઃ કિમુ માટંશામ્ ।। ૨૪! શ્ંભગવનુવ એવં પ્રગાયન્ ગૃપદેવદેવઃ સ ઉર્વશીલોકમથો વિહાય | આત્માનમાત્મન્યવગમ્ય માં વૈ ઉપારમજજ્ઞાનવિધૂતમોહઃ ॥રપ॥ તતો દુઃસડ્મમુત્સુજય સત્સુ સજ્જેત બુદ્ધિમાન્ | સનત એતસ્ય ચ્છિત્દન્તિ મનોવ્યાસક્રમુક્તિભિઃ || ૨૬॥ સન્તોડનપેક્ષા મચ્ચિત્તાઃપ્રશાન્તાઃ સમદર્શિનઃ । નિર્મમા નિરહડ્ટારાઃ નિર્દન્દ્રા નિષ્પરિગ્રહાઃ ॥ રકા તેષુ નિત્યં મહાભાગ મહાભાગેષુ મત્કથાઃ | સમ્ભવત્તિ હિત! નૃણાં જુષતાં પ્રપુતન્ત્યઘમ્ ॥ ૨૮।॥ બિલ્કુલ અપવિત્ર અને તુચ્છ પરિજ્ઞામવાળા અ: શરીરમાં આસક્ત થઈને પુરુષ કહે છે કે અહો! આ સ્ત્રીનું મુખ, નાક અને હાસ્ય કેટલું સુંદર છે? ૨૦ !! ત્વચા, માંસ, રુધિર, સ્નાયુ, મેદ, મજ્જા અને હાડકાંનાં સમુદાયરૂપ આ વિષ્ટા, મૂત્ર અને પરૂથી ભરેલા દુર્ગંધવાળા શરીરમાં રમતા પુરુષોમાં અને મળ-મૂત્રન! કીડાઓમાં શો ફરક? ॥ર૨૧॥ તેથી પોત!નું હિત ઇચ્છનારા વિવેકી મનુષ્યે સ્ત્રીઓ ખને સીલંપટ પુરુષોનો સંગ કરવો નહીં. વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જ મનમાં [વિકાર પેદા થાય છે; અન્યથા વિકારનો કોઈ અવસર જ નથી. રર || જે વસ્તુ ક્યારેય જોઈ કે સાંભળી નથી, તેના માટે મનમાં વિકાર થતો નથી, જે લોકો વિષયો સાથે ઇન્ટ્રિયોનો સંયોગ થવા દેતા નથી, તેમનું મન આપમેળે નિશ્ચલ થઈ શાંત થઈ જાય છે, તેથી વાણી, મન અને કાન વગેરે ઇત્દ્રિયોથી સીઓ અને સ્રીલંપટોનો સંગ ક્યારેય કરવો ન જોઈએ. માર! જેવા લોકોની તો વાત જ શી કરવી, મોટા-મોટા વિઠ્ઠાનો માટે પણ પોતાની ઇન્દ્રિયો અને મન વિશ્વાસપાત્ર નથી. || ૨૩-૨૪ || ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - ઉદ્વવજી! રાજરાજેશ્વર પુરૂરવાના મનમાં જ્યારે આ પ્રકારના ઉદગારો ઊઠવા લાગ્યા ત્યારે તેણે ઉર્વશી તરહથી પોતાના મનને બેલકુલ હટાવી લીધું અને જ્ઞાનનો ઉદય થવાથી તેનો મોહ નાશ પામ્યો. તેણે પોતાના હૃદયમાં જ મારો સ્યક્ષાત્કાર કરી લીધો અને તે શાંતભાવમાં સ્થિત થઈ ગયો. || ર૫ |! એટ્લા માટે બુદ્ધિમાન પુરુષે પુરૂરવાની જેમ કુસંગ, ત્ધજીને સત્પુસ્ષોનો સંગ કરવો જોઈએ. તેઓ પોતાના સદુપદેશથી મનની આસક્ત દૂર કરી દે છે. સંતપુરુષોનું ચિત્ત મારામાં જોડાયેલું હોવાથી તેમને બીજી કશી વસ્તુની હૃષ્ણા હોતી નથી. તેમનું અંતઃકરણ સર્વથા શાંત હોય છે. તેઓ સર્વમાં અને સર્વત્ર ભગવાનને જુએ છે. મમતા અને અહંકારથી તેઓ પર છે. ઠંડી-ગરમી, સુખ-દુઃખાદિ દદો તેમને સ્પર્શી શકતાં નથી અને તેઓ કોઈ ક્રકારનો સંગ્રહ કરતા નથી. | ર૬-૨૭ 1! પરમ્ ભાગ્યવાન ઉદ્ધવજી!! સંતોના સૌભાગ્યનું શું કહેવું? મારી કથાઓ મનુષ્યો માટે પરમક્લ્યાણકારી છે. જે લોકો મારી કથાઓનું શ્રવણ-પઠન કરે છે તેમનાં સઘળાં પાધ-તાપ ધોવાઈ જાય છે. !!૨૮ ॥ ૧. સુમુર્મ ! ૨. વિદ્મુતરપ્ધેઃ । 740 શ્રીમદ્ભાગવત [અબ ર૬ તા યે શૃશ્વત્તિ ગાયત્તિ હ્યનુમોદન્તિ ચાદંતાઃ | મત્પરાઃ શ્રદ્ધાનાશ્ચ ભકિત વિન્દન્તિ તે મથિ’ ॥ ૨૯॥ ભક્તિં લબ્ધવતઃ સાધોઃ કિમન્યદવશિષ્યતે | મષ્યનન્તગુણે બ્રહ્મણ્યાનન્દાનુભવાત્મનિ | ૩૦॥ યથોપશ્રયમાણસ્ય ભગવન્તં વિભાવસુમ્ | શીતં ભયં તમોડપ્વેતિ સાધૂન્ સંસેવતસ્તથા ।। ૩૧॥ નિમજ્જ્યોન્મજ્જતાં ઘોરે ભવાબ્ધો પરમાયનમ્ | સત્તો બ્રહ્મવિદઃ શાન્તા નૌર્દઠેવાપ્સુ મજ્જતામ્ | ૩૨॥॥ અનં હિ પ્રાણિનાં પ્રાણ આર્તાનાં શરણં ત્વહમ્ | ધર્મો વિત્ત નૃણાં પરેત્ય સન્તોડર્વાગ્ બિભ્યતોડરણમ્ || ૩૩।। સત્તો’દિશન્તિ ચક્ષૂંષિ બહિરર્કઃ સમુત્થિતઃ | દેવતા બાન્ધવાઃ સન્તઃ સનત આત્માહમેવ ચ | ૩૪॥ વૈતસેનસ્તતોડપ્વેવમુર્વશ્યા લોકનિઃસ્પૃહઃ | મુક્તસદ્રો મહીમેતામાત્મારામશ્ચચાર હ || ૩૫॥ જે લોકો શ્રદ્ધા અને આદરથી મારી લીલા-કથાઓનું શ્રવણ, ગાન અને અનુમોદન કરે છે તેઓ માચ પરાયણ થઈ મારી અનન્ય પ્રેમમયી ભક્તિ પ્રાપ્ત કરે છે. | ૨૯ || ઉદ્વવજી! હું અનંત ગુણોથી આનંદ-અનુભવસ્વરૂપ સચ્ચિદાનંદરૂપ અને સર્વનો આત્મા સાક્ષાત્ પરબ્રહ્મ છું. જેને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ, તે તો સંત બની ગયો. પછી તેને કશું જ પ્રાપ્ત કરવાનું શેષ રહેતું નથી. ।। ૩૦ । જેજે આવા સંતોનું શરશ્ ગ્રહણ કરી લીધું તેમનાં કર્મજડતા, સંસારભય અને અજ્ઞાન વગેરે સર્વથા નિવૃત્ત થઈ જાય છે. જેવી રીતે જેણે અગ્નિનારાયણનો આશ્રષ લઈ લીધો. તેનાં ઠંડી, ભય અને અંધકારનાં દુઃખો સર્વથા નષ્ટ થઈ જાય છે.॥૩૧ ॥ જે લોકો આ ઘોર સંસાર-સાગરમાં ડૂબી રહ્યા છે તેમના માટે બ્રહ્મવેત્તા સંતો જ એકમાત્ર આશ્રય-નૌકારૂપ છે.॥૩ર ॥ જેમ અન્નથી પ્રાણીઓના પ્રાણની રક્ષા થાય છે, જેમ હું જ દીન-દુઃખીઓનો પરમ રક્ષક છું, જેમ મનુષ્યને માટે પરલોકમાં ધર્મ જ એકમાત્ર પૂંજી છે - તે જ પ્રમાણે જે લોકો સંસારથી ભયભીત છે, તેમના માટે સંતો જ પરમધન, પ્રાણ અને પરમ આશ્રય છે. 1૩૩ || જેમ સૂર્ય” આંકાશમાં ઉદિત થઈને લોકોનાં નેત્રોને. પ્રકાશ પ્રદાન કરે છે તે જ. રીતે સંતપુરુષો પોતાને અને ભગવાનને જોવા માટે અંતર્ટષ્ટિ આપે છે. સંતો અનુગ્રહશીલ, દેવતા છે. સંતો આપણા હિતૈષી સુઠદ છે. સંત આપણા પ્રિયતમ આત્મા છે. બીજું વધારે શું કહું, સ્વયં હું જ સંતોના રૂપમાં વિમાન છું. || ૩૪ ॥ પ્રિધ ઉદ્ધવ! આત્મસાક્ષાત્કાર થતાં જ ઇલાનંદન પુરૂરવાને ઉર્વશી તરફની તૃષ્ણા ન રહી. તેની તમામ આસક્તિઓ ખતમ થઈ ગઈ અને તે આત્મારામ બનીને સ્વચ્છન્દતાપૂર્ક આ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યો. 1૩૫ ॥ નનન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે ષડ્્વિશોડધ્યાયઃ ॥ ર૬ % . અગિયારમા સ્કંધ-અંતર્ગત છવ્વીસમો અધ્યાય સમાપ્ત.