Śrīmad Bhāgavatam

થદુકુળનો સંહાર ચજોવચ તતો મહાભાગવત ઉદ્ધવે નિર્ગતે વનમ્‌ | દ્વારવત્યાં કિમકરોદ્‌ ભગવાન્‌ ભૂતભાવનઃ ॥ ૧॥ બ્રહ્મશાપોપસંસૃષ્ટે સ્વકુલે યાદવર્ષભઃ | પ્રેયસીં

શ્રીભગવાનનું સ્વધામગમન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

#॥ ત્રીસમો અધ્યાય થદુકુળનો સંહાર ચજોવચ તતો મહાભાગવત ઉદ્ધવે નિર્ગતે વનમ્‌ | દ્વારવત્યાં કિમકરોદ્‌ ભગવાન્‌ ભૂતભાવનઃ ॥ ૧॥ બ્રહ્મશાપોપસંસૃષ્ટે સ્વકુલે યાદવર્ષભઃ | પ્રેયસીં સર્વનેત્રાણાં તનું સ કથમત્યજત્‌ | ૨॥ પ્રત્યાકરહ્ટું નયનમબલા યત્ર લગ્નં ન શેકુઃ કર્ણાવિષ્ટં ન સરતિ તતો યત્‌ સતામાત્મલગ્નમ્‌ | યચ્છીર્વાચાં જતયતિ રતિ કિં નુ માનં કવીનાં દંષ્ટ્વા જિષ્ણોર્યુધિ રથગતં યચ્ચ તત્સામ્યમીયુઃ ॥ ૩॥ શ/જિરુજશ દિવિ ભુવ્યન્તરિક્ષે ચ મહોત્પાતાન્‌ સમુત્થિતાન્‌ | દેષ્ટ્વાડડસીનાન્‌ સુધર્માયાં કૃષ્ણઃ પ્રાહ યદૂનિદમ્‌ ॥ ૪।। એતે ઘોરા મહોત્પાતા દ્રાર્વત્યાં યમકેતવઃ |! મુહૂર્તમપિ ન સ્થેયમત્ર નો યદુપુક્રવાઃ ॥ ૫॥ સ્ત્રિયો બાલાશ્ચ વૃદ્ધાશ્ચ શહ્ધોદ્વારં વ્રજન્ત્વિતઃ ! વયં પ્રભાસં યાસ્યામો યત્ર પ્રત્યક્‌ સરસ્વતી || ૬॥| તત્રાભિપિચ્ય શુચય ઉપોષ્ય સુસમાહિતાઃ | દેવતા: પૂજયિષ્યામઃ સ્નપનાલેપનાર્હણૈઃ | ૭॥ બ્રાહ્મણાંસ્તુ મહાભાગાન્‌ કૃતસ્વરત્યયના વયમ્‌ | ગોભૂહિરણ્યવાસોભિર્ગજાશ્વરથવેશ્મભિઃ ૮ રાજા પરીક્ષિતે પૂછયું - હે ભગવન્‌! જ્યારે મહાભાગવત ઉદ્ધવજી બદરિકાશ્રમ ચાલ્યા ગયા ત્યારે સમસ્ત પ્રાણીઓના આત્મા ભગવાન શ્રીકૃષ્ણે દ્વાસ્કામાં બિરાજીને શું કર્યું? ૧ ॥ પ્રભુ! યદુવંશશિરોમજિ ભગવાન શ્રીકૃષ્ણે પોતાના કુળને બ્રાહ્મણોનો શાપ થયા પછી પોતાની દિવ્ય મનુષ્ય-લીલાને કઈ રીતે સમેટી લીધી? ।। ર || ભગવાન શ્રીકૃષ્છનું તે સ્વરૂપ તો એટલું સુંદર હતું કે જે નારીવૃન્દનાં નેત્રો એક વાર તેમાં પરોવાઈ ગયાં, પછી તે પાછાં વાળી શકતાં ન હતાં. જે ભક્તો તેમની રૂપમાધુરીનું વર્ણન સાંભળે છે તેમના કાનોના રસ્તે ભગવાનનો તે શ્રીવિગ્રહ પ્રવેશ કરીને અંકિત થઈ ગયા પછી ચિત્તમાંથી તેની વિસ્મૃતિ થતી નથી. ભગવાનના તે જ શ્રીવિગ્રહના સૌંદર્યનું કવિઓએ વર્ણન કર્યું ત્યારે તેમાં તેમનો એવો અનુરાગ થઈ ગયો કે તેઓ તે. સૌંદર્યનું વર્ણન કરતાં તૃપ્ત ઘતા ન હતા, એટલું જ નહીં, ભગવાનના એ દિવ્ય સૌન્દર્યના વર્ણનથી તે કવિઓને ગૌરવ પણુ પ્રાપ્ત થયું. અર્જુનના રથના સારથિરૂપે બેઠેલા શ્રીકૃષ્ણની તે રૂપમાધુરીને જોતાં જોતાં જેમણે મહાભારતના યુદ્ધમાં પ્રા ત્યજ્યા તે બધા ભગવાનના સારૂપ્યને પ્રાપ્ત થઈ ગયા - આવું ભગવાનનું મુગ્ધ-મનોહર સ્વરૂપ હતું તેનો તેમણે કઈ રીતે ત્યાગ કર્યો? 1૩ ॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે આકાશ, પૃથ્વી અને અંતરિક્ષમાં મોટા-મોટા ઉત્પાતો તથા અપશુકન થઈ રહ્યાં છે ત્યારે તેમણે સુધર્મા-. સભામાં બેઠેલા બધા યાદવોને આ પ્રમાણે કહયું - | ૪ ॥ શ્રેષ્ઠ યાદવો! આ જુઓ, દ્વારકામાં ભયંકર ઉત્પાતો થવા લાગ્યા છે. આ સાક્ષાત્‌ યમરાજાની ધજા જેવા આપણા અત્યંત. અનિષ્નો જાણે અણસાર છે. હવે આપણે અહીં એક મુહૂર્ત (બે ઘડી) પણ ન રોકાવું જોઈએ. ।। પ || સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો અહીંથી શંખોદ્ધાર ક્ષેત્રમાં ચાલ્યા જાય અને આપણે બધા પ્રભાસક્ષેત્રમાં જઈએ. તમે બધા જાણો જ છો કે, ત્યાં સરસ્વતી પશ્ચિમ તરફ વહીને સમુદ્રમાં જઈને મળે છે. || ૬ || ત્યાં આપણને સ્નાન કરીને પવિત્ર થઈશું, ઉપવાસ કરીશું અને એકાગ્રિત્તે ચન્દનાદિ સામગ્રીથી દેવતાઓનું પૂજન કરીશું. ॥। ૭ ॥બ્રાહ્મણો પાસે ત્યાં સ્વસ્તિવાચન કરાવ્યા પછી આપણે ગાયો, ભૂમિ, સુવર્ણ, વસ્ત્રો, હાથી, ઘોડા, રથ અને આવાસો દ્વારા મહાત્મા બ્રાહ્મણોનો સત્કાર કરીશું. | ૮ ॥ ૧. કીર્યમાનાં । અ૦ ૩૦] આચિયારમો સ્કંધ 761 વિધિરેષ હ્યારિષ્ટટનો મજ્નલાયનમુત્તમમ્‌ ! દેવદ્રિજગવાં પૂજા ભૂતેષુ પરમો ભવઃ ॥૯॥ ઇતિ સર્વે સમાકર્ણ્ય યદુવૃદ્ધા મધુદ્ધિષઃ । તથેતિ નૌભિર્ત્તીર્ય પ્રભાસં પ્રયયૂ રથૈઃ 1 ૧૦॥ તસ્મિન્‌ ભગવતાડડદિષ્ટં યદુદેવેન યાદવાઃ । ચક્રુઃ પરમયા ભક્ત્યા સર્વશ્રેયોપબૃંહિતમ્‌ ॥ ૧૧ તતસ્તસ્મિન્‌ મહાપાનં પપુર્મરેયક મધુ | દિષ્ટવિભ્રંશિતધિયો યદ્દ્રવેર્ભ્રશ્યતે મતિઃ 1 ૧૨॥ મહાપાનાભિમત્તાનાં વીરાણાં દંત્ચેતસામ્‌ | કૃષ્ણમાયાવિમૂઢાનાં સદ્ર્ષઃ સુમહાનભૂત્‌ ॥ ૧૩॥ ક્રોધસંરબ્ધા વેલાયામાતતાયિનઃ | ધનુર્ભિરસિભિર્ભલ્લેર્ગદાભિસ્તોમર્ષ્ટિભિઃ ।॥ ૧૪॥ પતત્પતાકે રથકુગ્જરાદિભિઃ ખરોષ્ટ્રગોભિર્મહિષૈર્નરેરપિ 1 સમેત્યાશ્ચતરેઃ સુદુર્મદા ન્યહગ્છરે્દદ્ધિરિવ દ્વિપા મિથઃ વને॥૧૫॥ પ્રધુમ્નસામ્બૌ યુધિ રૂઢમત્સરા- વક્રરભોજાવનિરુદ્ધસાત્યકી 1 સુભદ્રસડગ્રામજિતૌ સુદારુણો ગદૌ સુમિત્રાસુરથો સમીયતુઃ૧૬॥ અન્યે ચ વે વૈ નિશઠોલ્મુકાદયઃ સહસ્જિચ્છતજિદ્ધાનુમુખ્યાઃ 1 અન્યોન્યમાસાઘ મદાન્ધકારિતા જાબુર્મુકુન્દેન વિમોહિતા ભૃશમ્‌ ॥૧૭॥ દાશાર્હવૃષ્ણ્યન્ધકભોજસાત્વતા ભધ્વર્બુદા માથુરશૂરસેનાઃ । વિસર્જનાઃ કુકુરાઃ કુન્તયશ્ચ મિથસ્તતસ્તેડથ વિસુજ્ય સૌહૃદમ્‌ 1 ૧૮॥ આ પ્રમાણે કરવાથી તમામ પ્રકારનાં અનિષ્ટોનો નાશ થાય છે. આ વિધિ પરમકલ્યાશ્રની જનની છે. શ્રેષ્ઠ યાદવો! દેવતાઓ, બ્રાહ્મણો અને ગાયોની પૂજા જ પ્રાણીઓના જન્મનો પરમ લાભ છે. ૯ ॥ પરીક્ષિત! બધા વૃદ્ધ યાદવોએ ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળીને ‘તથાસ્તુ’ કહીને તે પ્રસ્‍તાવનું અનુમોદન કર્યું, અને તુરંત નૌકાઓથી સમુદ્ર પાર કરીને પછી રથો દ્વાર પ્રભાસક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું. 1૧૦ || ત્યાં પહોંચીને યાદવોએ થદુવંશશિરોમશિ ભગવાન શ્રીકૃષ્ણની આજ્ઞા પ્રમાણે ખૂબ શ્રદ્ધા-ભક્તિથી શાંતિપાઠ વગેરે સર્વ પ્રકારનાં માંગલિક કાર્યો કર્યા. ॥ ૧૧ ।। આ બધું તો તેમણે કર્યું પરંતુ ભાવિવશ તેમની બુદ્ધિ હરાઈ ગઈ હતી. તેથી તેઓ ‘મૈરેયક’ નામની મદિરાનું પાન કરવા લાગ્યા, તેના નશાથી બુદ્ધિ ભ્રટ થઈ જાય છે. તે પીવામાં મધુર લાગે છે, પરંતુ પરિણામે સર્વનાશ થાય છે. ૧૨ ॥ તે તીવ્ર મદિરાના પાનથી બધા જ યાદવો પાગલ જેવા થઈ ગયા અને તે ઘમંડી વીર પુરુષો એક-બીજા સાથે લડવા-ઝઘડવા લાગ્યા. સાચું તો એ છે કે તે બધા ભગવાન શ્રીકૃષ્ણની માયા દ્વારા મૂઢ બની ગયા હતા, | ૧૩ ॥ તે સમયે તેઓ ક્ોધાવેશમાં આવી એક-બીજા ઉપર આક્રમણ કરવા લાગ્યા અને ધનુષ્ય-બાણ, તલવાર, ભાલા, ગદા, તોમર અને ત્&ષ્ટ વગેરે અસ્ત્ર-શસ્ત્રોથી ત્યાં સમુદ્રતટે જ એક-બીજાની સામે લડવા લાગ્યા. || ૧૪ ॥ મદભર્યા યાદવો રથ, હાથી, ઘોડા, ગધેડાં, ઊંટ, ખચ્ચર, બળદ, પાડા અને મનુષ્યો પર સવાર થઈ એક-બીજાને બાણોથી ઘાયલ કરવા લાગ્યા.જજેમ જંગલી હાથીઓ એક- બીજા સાથે દાંત ભિડાવી લડે તેમ એક બીજા પર પ્રહાર કરી રહ્યા હતા. બધાંનાં વાહનો પર ધજાઓ ફરકતી હતી. * પગપાળા સૈનિકો પણ એકબીજા સાથે લડવા લાગ્યા. | ૧૫ || 1પ્રદુમ્ન સામ્બ સાથે, અકર ભોજ સાથે, અનિરુદ્ધ સાત્યકિ સાથે, સુભદ્ર સંગ્રામજિત સાથે, ભગવાન શ્રીકૃપ્શના ભાઈ ગદ તે જ નામના તેમના પુત્ર સાથે અને સુમિત્ર સુરથ સાથે યુદ્ધ કરવા લાગ્યા. આ બધા મહાવીર યોદ્ધા હતા અને કોધાવેશમાં આવીને એક-બીજાનો નાશ કરવા કૃતનિશ્ચયી હતા. || ૧૬ || આ સિવાય નિશઠ, ઉલ્મુક, સહસજિત, શતજિત અને ભાનુ વગેરે યાદવો પણ એક-બીજા સાથે લડવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્દસની માયાએ તો આ બધાને અત્યંત મોહિત કરી જ દીધા હતા, જ્યારે બીજી બાજુ મદિરાના નશાએ તેમને વિવેક-શૂન્ય બનાવી દીધા. ! ૧૭ | દાશાર્હ, વૃષ્ણિ, અનધક, ભોજ, સાત્વત, મધુ, અર્બુદ, માથુર, શૂરસેન, વિસર્જન, કુકુર અને કુન્તિ વગેરે વંશોના લોકો મિત્રતા અને સ્નેહને ભૂલી જઈ પરસ્પર માર-કાપ કરવા લાગ્યા. 1૧૮ || 762 શ્રીમદભાગવત પુત્રા અયુધ્યન્‌ પિતૃભિર્ભ્રાતૃભિશ્ સ્વસ્રીયદૌહિત્રપિતૃવ્યમાતુલૈઃ 1 મિત્રાણિ મિત્રૈઃ સુહૃદઃ સુહૃદ્ધિ- ર્શાતીસ્ત્વહગ્શાતવ એવ મૂઢાઃ ॥૧૯॥ શરેષુ ક્ષીયમાણેષુ ભજ્યમાનેષુ ધન્વસુ ! શસ્ત્રેપુ ક્ષીયમાણેષુ મુષ્ટિભિર્જહુરેરકાઃ ॥ ૨૦॥ તાવજકલ્યા હ્મભવન્‌ પરિઘા મુષ્ટિના ભૃતાઃ૧ । જુખુર્હિષસ્તેઃ કૃષ્ણેન વાર્યમાણાસ્તુ તં ચ તે | ૨૧।। પ્રત્યનીર્ક મન્યમાના બલભદ્રં ચ મોહિતાઃ | હન્તું કૃતધિયો રાજન્ઞાપન્ના* આતતાયિનઃ | રર॥। અથ તાવપિ સડકુદ્ધાવુદયમ્ય કુરુનન્દન | એરકામુષ્ટિપરિઘૌ ચરન્તૌ જઇતુર્યુધિ ॥ ૨૩॥ બ્રહ્મશાપોપસૃષ્ટાનાં કૃષ્ણમાયાવૃતાત્મનામ્‌ સ્પર્ધાકોધઃ ક્ષયં નિન્યે વૈણવોડગ્નિર્યથા વનમ્‌ | ૨૪॥ એવં નષ્ટેષુ સર્વેષુ કુલેષુ સ્વેષુ કેશવઃ | અવતારિતો ભુવો ભાર ઇતિ મેનેડવશેષિતઃ | ૨૫॥ રામઃ સમુદ્રવેલાયાં યોગમાસ્થાય પૌરુષમ્‌ | તત્યાજ લોકં” માનુષ્યં સંયોજ્યાત્માનમાત્મનિ || ર૬! રામનિર્યાણમાલોક્ય ભગવાન્‌ દેવકીસુતઃ | નિષસાદ ધરોપસ્થે તૂષ્ણીમાસાધ પિપ્પલમ્‌ | ૨૭॥ બિભ્રચ્ચતુર્ભુજ રૂપં ભ્રાજિષ્ણુ પ્રભયા સ્વયા | દિશો વિતિમિરાઃ કુર્વન્‌ વિધૂમ ઇવ પાવકઃ | ર૮॥ શ્રીવત્સાફં ઘનશ્યામં તપ્રહાટકવર્ચસમ્‌ ! કૌશેયામ્બરયુગ્મેન પરિવીતં સુમડલમ્‌ | ૨૯ [અ૦ ૩૦ મૂઢતાવશ પુત્ર પિતાનો, ભાઈ ભાઈનો, ભાણેજ મામાનો, પૌત્ર દાદાનો, મિત્ર મિત્રનો, સ્વજન સ્વજનનો, કાકો ભત્રીજાનો તથા એક ગોત્રવાળા પરસ્પર એકબીજાનો સંહાર કરવા લાગ્યા. | ૧૯ || છેવટે જ્યારે તેમનાં બધાં શસ્ત્રો સમાપ્ત થઈ ગયાં, ધનુષ્ય તૂટી ગયાં ત્યારે તેમણે પોતાના હાથેથી સમુદ્રકિનારે ઉગેલ *એરકા’ નામનું ઘાસ ઉપાડ્યું. આ તે જ ઘાસ હતું જે શ્રપિઓના શાપને લીધે ઉત્પન્ન થયેલા લોઢાના મુશળના ચૂર્ણમાંથી પેદા થયું. હતું. ॥ ૨૦ ॥ હે રાજન્‌! તે ઘાસને તેમણે મુક્ઠીમાં લીધું અને તે ઘાસ તેમના હાથમાં આવતાં જ પરિઘ જેવું શક્તિશાળી બની ગ્યું. હવે તેઓ ક્રોધિત થઈને તે ઘાસથી પોતાના સામાવાળા ઉપર પ્રહાર કરવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમફ્રે ભગવાન શ્રીકૃષ્ણને અને બલરામજીને પદર પોતાના દુશ્મન માન્યા. તે આતતાયધીઓની બુદ્ધ એવી ભ્રટ થઈ ગઈ હતી કે તેઓ કૃષ્ણ અને બલરામને પલ મારવા માટે તૈયાર થઈ ગયા! ॥ ૨૧- ૨૨ ॥ કુરુનંદન! હવે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી પણ ક્રોધમાં આવી યુદ્ધભૂષિમાં એરકારૂપી પરિથને મુઠ્ઠીમાં લઈ આમ-તેમ જઈ રહેલા યાદવોને મારવા લાગ્યા. | ર૩ ॥| જેમ વાંસના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો દાવાનળ વાંસના વનને જ ભસ્મ કરી દે છે તે જ પ્રમાણે બ્રાહ્મણોના શાપને લીધે અને ભગવાનની માયાથી મોહિત થયેલા યાદવોએ પરસ્પર સ્પર્ધા કરીને, ક્રોધમાં આવીને પોતાનો નાશ કરી દીધો. || ર૪ || જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે સમસ્ત યાદવોનો સંહાર થઈ ચૂક્યો છે ત્યારે તેમણે એવું સમજી લીધું કે હવે પૃથ્વીનો શેષ ભાર પણ ઊતરી ગયો. | ર૫ ।| દ્રુ_ પરીક્ષિત! બલરામજીએ સમુદ્રતટ બેસીને એકાગ્રચિને પરમાત્મચિંતન કરતા રહીને પોતાના આત્માને આત્મસ્વરૂપમાં જ સ્થિત કરી દીધો અને આ પૃથ્વીને છોડીને ચાલ્યા ગયા. || ૨૬ || જયારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે મારા મોટાભાઈ બલરામજી પરમપદમાં લીન થઈ ગયા ત્યારે તેઓ પણ એક પીપળાના વૃક્ષ નીચે જઈને મૌન ધારણ કરી ધરતી પર જ બેસી ગયા. || ૨૭ || ભગવાન શ્રીકૃષ્ણે તે સમયે પોતાની અંગકાંતિથી દેદીપ્ધમાન ચતુર્ભુજરૂપ ધારણ કર્યું હતું. અને ધુમાડા વિતાના અગ્નિની જેમ દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા. 1૨૮ ॥ વર્ષાકાળના મેધ જેવા શ્યામ શરીરથી તપેલા સોના જેવી જ્યોતિ નીકળી રહી હતી. વક્ષક્થળ પર શ્રીવત્સનું ચિહન શોભી રહ્યું હતું. તેમશે રેશમી પીતાંબર અને ખેસ ધારણ કર્યો હતો. તેમનું તે સ્વરૂપ અતિશય મંગળકારી હતું. | ૨૯ |! ૧. ધૃતાઃ | ૨. રાજન્નાપતન્નાતતાયિનઃ | ૩. લોકમાવિશ્ય ! અર ૩૦] અગિયારમો સ્કંધ 763 સુન્દરસ્મિતવકત્રાબ્જં તીલકુન્તલમણ્ડિતમ્‌ | પુણ્ડરીકાભિરામાક્ષે સ્કુરન્મકરકુણ્ડલમ્‌ | ૩૦॥ કટિસૂત્રબ્રહ્મસૂત્રકિરીટકટકાડદૈઃ 1 હારનૂપુરમુદ્રાભિઃ કૌસ્તુભેન વિરાજિતમ્‌ | ૩૧॥ વનમાલાપરીતાર્ડ્ મૂર્તિમદ્ધિર્નિજાયુર્ધઃ । કૃત્વોરૌ દક્ષિણે પાદમાસીનં પકુજારુણમ્‌ 1 ૩૨॥ મુસલાવશેષાયઃખણકૃતેષુર્લુબ્ધકો જરા | મૃગાસ્યાકારં તચ્ચરણં વિવ્યાધ મૃગશક્રયા | ૩૩॥ ચતુર્ભુજ તં પુરુષં દંષ્ટ્વા સ કૃતકિલ્બિષઃ | ભીતઃ પપાત શિરસા પાદયોરસુરદ્રિષઃ || ૩૪॥ અજાનતા કૃતમિદં પાપેત મધુસૂદન | ક્ષન્તુમર્હસિ પાપસ્ય ઉત્તમશ્લોક મેડનઘ || ૩૫॥। યસ્યાનુસ્મરણં નૃણામજ્ઞાનધ્વાન્તનાશનમ્‌ | વદત્તિ તસ્ય તે વિષ્ણો મયાડસાધુ કૃતં પ્રભો | ૩૬॥ તન્માડડશુ જહિ વૈકુણ્ઠ પાપ્માનં મૃગલુબ્ધકમ્‌ । યથા પુનરહં ત્વેવં ન કુર્યાં સદતિક્રમમ્‌ | ૩૭॥ યસ્યાત્મયોગરચિતં ન વિદુર્વિરિઞ્યો સુદ્રાદયોડસ્ય તનયાઃ પતયો ગિરાં યે | ત્વન્માયયા પિહિતદંષ્ટય એતદગ્જઃ કિં તસ્ય તે વવમસદ્‌ગતયો ગૃણીમઃ | ૩૮॥ કંભગશાનુવાચ મા ભૈર્જરે ત્વમુત્તિષ્ઠ કામ એષ કૃતો હિ મે | યાહિ ત્વં મદનુજ્ઞાતઃ સ્વર્ગ સુકુતિનાં પદમ્‌ || ૩૯॥ મુખ પર સુંદર હાસ્ય અને કપોલ પર નીલા રંગની અલકાવલિ ખૂબ જ સુંદર લાગતી હતી. કમળ જેવાં સુંદર અને વિશુદ્ધ નેત્ર હતાં. કાનમાં મકરાકૃત કુંડળ ઝળહળી રહ્યાં હતાં, ॥। ૩૦ |! કમરમાં મેખલા, ખભા પર યજ્ઞોપવીત, મસ્તક પર મુગટ, હાથમાં કંકણ, બાહુઓમાં બાજુબંધ, વક્ષઃસ્થળ પર. સુંદર હાર, ચરણોમાં નૂપુર, આંગળીઓમાં મુદ્રિકાઓ અને ગળામાં કૌસ્તુભમણિ શોભી રહ્યો હતો. | ૩૧ | ઘૂંટણ સુધી વનમાળા લટકતી હતી. શંખ, ચક્ર, ગદા વગેરે આયુધો મૂર્તિમાન થઈને પ્રભુની સેવામાં ઉપસ્થિત હતાં. તે સમયે ભગવાન પોતાની જમજ્ી સાથળ પર ડાબો ચરણ રાખીને બેઠેલા હતા. ચરણનાં તળિયાં લાલ-લાલ કમળ જેવાં ચમકી રહ્યાં હતાં. !। ૩૨ પરીક્ષિત! જરા નામનો એક પારધી હતો. તેશે જ મુશળના બચેલા ટુકડાને પોતાના બાણની અણી ઉપર લગાડી દીધો હતો. દૂરથી ભગવાનના ચરણનાં લાલ-લાલ તળિયાં જોઈને તેને હરણના મુખ જેવું લાગ્યું, તેણે સાચું જ હરણ સમજીને પોતાના તે બાણથી તે ચરણને વીંધી નાંખ્યો. ॥ ૩૩ || જ્યારે તે નજીક આવ્યો, ત્યારે તેણે જોયું કે, “અરે! આ તો ચતુર્ભુજ ભગવાન સ્વયં છે.’ હવે તો તે અપરાધ કરી ચૂક્યો હતો. તેથી ભયભીત થઈને ધ્રૂજવા લાગ્યો અને અસુરોનો નાશ કરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણના ચરણો પર માથું મૂકી પૃથ્વી પર પડીને ક્ષમા માગવા લાગ્યો. || ૩૪ || તેણે કહ્યું, ‘હે મધુસૂદન! મેં અજાણતાં આ પાપ કર્યું છે. ખરેખર, હું મહાન પાપી છું, પરંતુ આપ પરમ યશસ્વી અને નિર્વિકાર છો. આપ કૃપા કરીને મારો અપરાધ ક્ષમા કરો. || ૩૫ || સર્વવ્યાપક, શક્તિમાન હે પ્રભુ! મહાત્મા લોકો કહે છે કે, આપના સ્મરણમાત્રથી મનુષ્યનો અજ્ઞાનરૂપી અંધકાર નષ્ટ » થઈ જાય છે. ઘણા ખેદની વાત છે કે મેં પોતે આપનું અનિષ્ટ કર્યુ! 1૩૬ ॥ હે વૈકુંઠનાથ! હું નિર્દાષ હરણાઓને મારનારો મહાપાપી છું, આપ મને અત્યારે જ મારી નાખો, કારણ કે મરી ગયા પછી હું ક્યારેય આપ જેવા મહાપુરુષોનો અપરાધ નહીં કરી શકું. ૩૭ ।। આપની યોગમાયા દ્વારા રચાયેલા આ વિશ્ને બ્રહ્મા, તેમના પુત્ર રુદ્ર વગેરે તથા વાણીના અધિષ્ઠાતા બૃહસ્પતિ વગેરે સંપૂર્ણ રીતે જાણી શકતા નથી, કારણ કે, તેમની દષ્ટિ આપની માયાથી આવૃત છે, પાછા અમે તો પાપયોનિના છીએ, તેમના માટે તો શું કહેવું” 1૩૮ ॥ / ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - હે જરા! તું ડર નહીં, ઊઠ ભો થા. આ તો તેં મારા મનનું જ કામ કર્યું છે. જા, મારી આજ્ઞાથી તું તે સ્વર્ગમાં નિવાસ કર, જેની પ્રાપ્તિ મહાન પુણ્ય કરનારાઓને થાય છે. ॥ ૩૯ || 764 શ્રીમદભાગવત [અર ૩૦ ઈત્યાદિષ્ટો ભગવતા કુષ્ણેનેચ્છાશરીરિણા । ત્રિઃ પરિક્રમ્ય તં નત્વા વિમાનેન દિવં યયૌ ।। ૪૦॥ દારુકઃ કૃષ્ણપદવીમન્વિચ્છજ્નધિગમ્ય તામ્‌ | વાયું તુલસિકામોદમાદ્રાયાભિમુખં યયૌ ॥ ૪૧ તં તત્ર તિગ્મદ્યુભિરાયુધેર્વૃતં હ્રશ્ચત્યમૂલે કૃતકેતનં સ્નેહપ્લુતાત્મા નિપપાત” પાદયો રથાદવપ્લુત્ય સબાષ્પલોચનઃ ॥૪૨॥ પતિમ્‌। અપશ્યતસ્ત્વચ્ચરણામ્બુજું પ્રભો દષ્ટિ: પ્રનષ્ટા તમસિ પ્રવિષ્ટા | દિશો ન જાને ન લભે ચ શાન્તિ યથા નિશાયામુડુપે પ્રનષ્ટે 1૪૩॥ ઈતિ બ્રુવતિ સૂતે વૈ રથો ગરુડલાગ્છનઃ | _ખમુત્પપાત રાજેન્દ્ર સાશ્રધ્વજ ઉદીક્ષતઃ તમન્વગચ્છન્‌ દિવ્યાનિ વિષ્ણુપ્રહરણાનિ ચ । તેતાતિવિસ્મિતાત્માનં સૂતમાહ જનાર્દનઃ ॥ ૪૫॥ ગચ્છ દ્વારવતીં સૂત જ્ઞાતીનાં નિધનં મિથઃ । સક્રર્ષણસ્ય નિર્યાણં બન્ધુભ્યો બ્રૂહિ મદશામ્‌ ॥ ૪૬॥ દ્વારકાયાં ચ ન સ્થેયં ભવદ્ધિશ્વ સ્વબન્ધુભિઃ । મયા ત્યક્તાં યદુપુરીં સમુદ્રઃ પ્લાવથિષ્યતિ | ૪૭॥ સ્વં સ્વં પરિગ્રહ સર્વે આદાય પિતરૌ ચ નઃ | અર્જુનેનાવિતાઃ સર્વ ઇન્દ્રપ્રસ્થ ગમિષ્યથ 1 ૪૮॥ ત્વં તુ મદ્ર્મમાસ્થાય જ્ઞાનનિષ્ઠ ઉપેક્ષકઃ | મન્માયારચનામેતાં વિજ્ઞાયોપશમં વ્રજ ।૪૯॥ શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણે પોતાની ઇચ્છાથી શરીર ધારણ કર્યું છે. જ્યારે તેમણે જરા વ્યાધને આજ્ઞા કરી, ત્યારે તેણે ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરી, નમસ્કાર કર્યા અને વિમાન પર બેસી દિવ્યલોકમાં ચાલ્યો ગયો. ૪૦ |

ભગવાન શ્રીકૃષ્ણનો સારથિ દારુક ભગવાનના

સ્થાનનો પત્તો મેળવતો ભગવાને ધારણ કરેલી તુલસીની સુગંષયુક્ત વાયુની સુવાસ પરથી તેમના હોવાના સ્થાનનું અનુમાન લગાવીને ત્યાં પહોંચી ગયો. | ૪૧ | દારુકે ત્ધાં જઈને જોયું કે ભગવાન શ્રીકૃષ્ટ પીપળાના વૃક્ષ નીચે આસન લગાવી બેઠા છે. અસહ્ય તેજયુક્ત તેમનાં આયુધો મૂર્તિરૂપે ભગવાનની સેવા કરી રહ્યાં છે. તેમને જોઈને દારુકના હૃદયમાં પ્રેમની ભરતી આવી ગઈ. નેત્રોથી આંસુની ધારા વહેવા લાગી. તે રથમાંથી કુદીને ભગવાનના ચરણોમાં પડી ગયો. || ૪૨ ॥ દ્યસ્કે ભગવાનને પ્રાર્થના કરતાં કહ્યું કે, પ્રભુ! જે રીતે રાત્રિના સમયે ચન્દ્રમા છુપાઈ જતાં દિશાનું જ્ઞાન રહેતું નથી તથા અંધારું થઈ જવાથી કશું દેખાતું નથી તે રીતે મને આપનાં ચરણ્રકમળોને જોયા વિના ન તો દિશાઓનું જ્ઞાન થાય છે અને ન મને હદયમાં શાંતિ પણ થાય છે. 1૪૩ || પરીક્ષિત! હજી દારૂક આ પ્રમાણે કહીં રહ્યો હતો કે તેની સામે જ ભગવાનનો ગરુડધ્વજ રથ ધજા અને ઘોડાઓ સાથે આકાશમાં ઊડી ગયો. || ૪૪ ॥ તેમની પાછળ-પાછળ ભગવાનનાં દિવ્ય આયુધો પણ ચાલ્યાં ગયાં. આ બધું જોઈને દારુકના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યારે ભગવાને તેને કહ્યું - 1૪૫ ॥ “દારુક! હવે તમે દ્વારકા ચાલ્યા જાઓ અને ત્યાં યાદવોના પારસ્પરિક સંહાર, બલરામ ભૈયાની પરમગતિ અને મારા પણ સ્વધામગમનની વાત કહેજો.’ || ૪૬ || તેમને કહેવું કે હવે તમારે પોતપોતાના પરિવાર સાથે. દ્વારકામાં ન રહેવું. મારા ન રહેવાથી સમુદ્ર એ નગરીને ડુબાડી દેશે. 1 ૪૭ ॥ બધા લોકોએ પોતપોતાની ધન-સંપત્તિ, કુટુંબ અને. મારાં માતા-પિતાને લઈને અર્જુનના સંરક્ષણમાં ઇન્દ્રપ્રસ્થ ચાલ્યા જવું. | ૪૮ ॥ દાસુક! તમે મેં ઉપદેશેલા ભાગવત-ધર્મનો આશ્રય લો અને જ્ઞાનનિષ્ઠ થઈને બધાંથી નિરપેક્ષ બની જાઓ; તથા આ દશ્યને મારી માયાની રચના સમજીને શાંત થઈ જાઓ. 1૪૯ ॥ અઃ ૩૧] અગિયારમો સ્કંધ 765 ઇત્યુક્તસ્તં પરિકમ્ય નમસ્કૃત્ય પુનઃ પુનઃ | તત્પાદૌ શીર્ષ્્યુપાધાય દુર્મનાઃ પ્રયયૌ પુરીમ્‌ ॥ ૫૦॥ ભગવાનનો આવો આદેશ પ્રાપ્ત થતાં દારુકે ભગવાનની પ્રદક્ષિણા કરી અને તેમના ચરણોમાં પોતાનું માથું મૂકીને વારંવાર પ્રણામ કર્યા. ત્યાર પછી ખૂબ જ વ્યથિત મને તે દ્વારકા ગયો. || ૫૦ ॥ . ક્ક્ક્ક— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે ત્રિંશોડધ્યાયઃ ॥ ૩૦ || અગિયારમા સ્કંધ-અંતર્ગત ત્રીસમો અધ્યાય સમાપ્ત.