Śrīmad Bhāgavatam

વિભિન્ન પુરાણોની શ્લોક-સંખ્યા અને શ્રીમદૂભાગવતનો મહિમા

Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

૧૩મો અધ્યાય વિભિન્ન પુરાણોની શ્લોક-સંખ્યા અને શ્રીમદૂભાગવતનો મહિમા સૂત ઉવાચ યંચ બ્રહ્મા વરશેન્દ્રરદ્રમરતઃ સ્તુન્વત્તિ દિવૈઃ સ્તવૈ- _ વેદેઃ સાક્પદક્રમોપનિષદૈર્ગાયન્તિ યં સામગાઃ | ધ્યાનાવસ્થિતતદગતેન મનસા પશ્યન્તિ યં યોગિનો યસ્થાન્તં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ | ૧॥ પૃષ્ઠે ભ્રામ્યદમન્દમન્દરગિરિગ્રાવાગ્રકણડૂયના- જ્ઞિદ્રાલોઃ કમઠાકૃતેર્ભગવતઃ શ્વાસાનિલાઃ પાન્તુ વઃ ! યત્સંસ્કારકલાનુવર્તનવશાદ્‌ વેલાનિભેનામ્ભસાં યાતાયાતમતત્દ્રિતં જલનિધેર્નાદ્યાપિ વિશ્રામ્યતિ ॥ ૨ ॥ સૂતજી કહે છે - બ્રભાજી, વરુણજી, રાજા ઇન્દ્ર, ભગવાન રુદ્ર અને મરુદ્ગણો દિવ્ય સ્તૃતિઓ દ્વારા જેમના ગુણ-ગાનમાં સંલગ્ન છે; સામ-સંગીતના મર્મશ ત્રદષિ- મુનિઓ અંગ, પદ, ક્રમ અને ઉપનિષદો સહિત વેદો દ્વારા જેમનું ગાન કરે છે; યોગીઓ ધ્યાન દ્વારા નિશ્ચલ અને એકાગ્ર મન દ્વારા જેમનું ભાવમય દર્શન પ્રાપ્ત કરતા રહે છે, પરંતુ આ બધું કરવા છતાં દેવો, દૈત્યો, મનુષ્યો - કોઈ પણ જેમના વાસ્તવિક સ્વરૂપને પૂર્ણપણે જાણી શક્યા નથી, તે સ્વયંપ્રકાશ પરમાત્માને નમસ્કાર હો. |! ૧ |! જે રીતે ભગવાને કચ્છપરૂપ ધારણ કર્યું હતું અને તેમની પીઠ પર બહુ ભારે મંદરાચલ રવૈયાની જેમ ફરી રહ્યો હતો, તે સમયે મંદરાચલની કઠોર શિલાઓ ઘસાવા લાગી તેથી ભગવાનને લાગ્યું કે આ તો મારી પીઠ પર ચળ આવે છે તેથી કોઈ ખંજવાળી રહ્યું છે. તેના કારણે ભગવાનને ક્ષણિક સુખ મળ્યું. તેઓ સૂઈ ગયા અને શ્વાસની ગતિ થોડી વધી ગઈ. તે સમયે તે શ્વાસ-વાયુથી સમુદ્રના જળને જે ધક્કો લાગ્યો હતો, તેના સંસ્કારરૂપે આજે ૧. ન્યુપનમિતસ્થિર૦ । ૨. પ્રાચીન પ્રતમાં “યં બ્રહ્મા---વિશ્રામ્યતિ’ (નં. ૧ અને ર) બન્ને શ્લોકોનો ઉલ્લેખ હાલ પ્રતમાં જે ૧૯મો. શ્લોક છે તેના પછી (અર્થાત્‌ ‘કસ્મે યેન .- ધીમહિ’ | ૧૯ ॥ પછી) છે. 832 શ્રીમદભાગવત [અ૦૧૩ પુરાણસડખ્યાસમ્ભૂતિમસ્ય વાચ્યપ્રયોજને | દાનં દાનસ્ય માહાત્મ્ય પાઠાદેશ્વ નિબોધત ॥ ૩॥ બ્રાહ્મં દશસહસ્રાણિ પાશ્મં પગ્ચોનષષ્ટિ ચ | શ્રીવૈષ્ણવં ત્રયોવિંશચ્ચતુર્વિશતિ શૈવકમ્‌ |૪॥ દશાષ્ટૌ શ્રીભાગવતં નારદં પગ્ચવિંશતિઃ માર્કણં નવ વાહ ચ દશપગ્ચ ચતુઃશતમ્‌ ॥૫॥ ચતુર્દશ ભવિષ્ય સ્યાત્તથા પગ્યશતાનિ ચ ! દશાષૌ બ્રહ્મવૈવર્ત લિદ્મેકાદશૈવ તુ ॥૬॥ ચતુર્વિશતિ વારાહમેકાશીતિસહસ્કમ્‌ 1 સ્કાન્દં શતં તથા ચૈકં વામનં દશ કીર્તિતમ્‌ ॥ ૭॥ કૌર્મ સપ્તદશાખ્યાતં માત્સ્યં તત્તુ ચતુર્દશ | એકોનવિંશત્સૌપર્ણ બ્રહ્માણ્ડં દ્વાદશૈવ તુ | ૮॥ એવં પુરાણસતન્દોહક્ચતુર્લ્લ ઉદાહતઃ | તત્રાષ્ટાદશસાહસ્ં શ્રીભાગવતમિષ્યતે ॥૯॥ ઇંદું ભગવતા પૂર્વ બ્રહ્મણે નાભિપક્જે | સ્થિતાય ભવભીતાય કારુ્યાત્‌ સમ્પ્રકાશિતમ્‌ | ૧૦॥ આદિમધ્યાવસાનેષુ વૈરાગ્યાખ્યાનસંયુતમ્‌ | હરિલીલાકથાવ્રાતામૃતાનન્દિતસત્સુરર્‌ ॥૧૧॥ સર્વવેદાન્તસારં યદ્‌ બ્રહ્માત્મૈકત્વલક્ષણમ્‌ ! વસ્ત્વદ્વિતીયં તન્નિષઠ કૈવલૈકપ્રયોજનમ્‌ ॥૧૨॥ પ્રૌષ્ઠપદયાં પૌર્ણમાસ્યાં હેમસિંહસમન્વિતમ્‌ | દદાતિ યો ભાગવતં સ યાતિ પરમાં ગતિમ્‌ | ૧૩॥ રાજન્તે તાવદન્યાનિ પુરાણાનિ સતાં ગણે ! યાવન્ન દેશ્યતે સાક્ષાચ્છ્રીમદ્વાગવતં પરમ્‌ | ૧૪॥ પણ સમુદ્રમાં ભરતી-ઓટ આવ્યા કરે છે, તેને હજી સુધી વિશ્રામ મળ્યો નથી. ભગવાનનો તે જ પ્રભાવશાળી શ્વાસવાયુ તમારા લોકોની રક્ષા કરે. |૨ | શૌનકજી! હવે પુરાભ્રોની અલગ-અલગ શ્લોક- સંખ્યા, તેમનો સરવાળો, શ્રીમદ્ભાગવતનો વિષય, અને તેનું પ્રયોજન પણ સાંભળો. દાન અને દાનનું માહાત્મ્ય તેમ્‌ જ પાઠ વગેરેનું માહાત્મ્મ પણ સાંભળો, | ૩ ॥ બ્રહ્મપુરાણમાં દશહજાર શ્લોક, પદ્મપુરાણમાં પંચાવનહજાર શ્લોક, વિષ્લુપુરાણમાં ત્રેવીસહજાર શ્લોક, શિવપુરાણમાં શોવીસહજાર શ્લોક, શ્રીમદ્ભાગવતમાં અઢારહજાર શ્લોક, નારદપુરાણમાં પચીસહજાર શ્લોક, માર્કશ્ેયપુરાણમાં નવહજાર શ્લોક, અગ્નિપુરાણમાં પંદરહજાર અને ચારસો શ્લોક, ભવિષ્યપુરાણમાં ચૌદહજાર અને પાંચસો શ્લોક, બ્રહ્મવૈવર્તપુરાલ્ષમાં અઢારહજાર શ્લોક, લિંગપુરાણમાં અગિયારહજાર શ્લોક, વરાહપુરાણમાં ચોવીસહજાર શ્લોક, સ્કંદપુરાલ્રમાં એક્યાસીહજાર અને એકસો શ્લોક, વામન પુરાલ્રમાં દશહજાર શ્લોક, ફૂર્મપુરાશમાં સત્તરહજાર શ્લોક, મત્યપુરાશમાં ચૌદહજાર શ્લોક, ગસુડપુરાણમાં ઓગલીસટજાર શ્લોક અને બ્રહ્માંડપુરાશમાં બારહજાર શ્લોક છે. 1 ૪-૮ ॥ આ પ્રમાષ્રે બધાં પુરાણોની શ્લોક- સંખ્યા કુલ મળીને ચાર લાખ થાય છે. તેમાં શ્રીમદભાગવત, (ઉપર લખ્યું છે તે પ્રમાણે) અઢારહજાર શ્લોકનું છે. ॥ ૯ || શૌનક્જી! સર્વ પ્રથમ ભગવાન વિષ્ણુએ પોતાના નાભિકમલ પર બેઠેલા અને સંસારથી ભયભીત થયેલા બ્રહ્માજી પર કૃપા કરીને શ્રીમદભાગવત મહાપુરાણ કહ્યું હતું. 1૧૦ || આમાં આદિ, મધ્ય અને અંતમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવાવાળી અનેક કથાઓ છે. આ મહાપુરાણમાં જે ભગવાન શ્રીહરિની લીલા કથાઓ છે, તે તો અમૃત સ્વરૂપ છે જ, તેમના સેવનથી સત્પુરુષો અને દેવતાઓને બહુ આનંદ મળે છે. ૧૧ || તમે લોકો જાણો છો કે, સમસ્ત ઉપનિષદોનો સાર છે ‘બ્રહ અને આત્મા એક જ છે, અદ્વિતીય છે, સદ્વસ્તુ છે.’ તે જ શ્રીમદૂભાગવતનો પ્રતિપાદ્ય વિષય છે. ભાગવતજીની રચનાનું પ્રયોજન છે એકમાત્ર કૈવલ્ય-મોક્ષ. | ૧૨ |! જે મનુષ્ય ભાદરવા મહિનાની પૂર્શિમાના દિવસે શ્રીમદ્ભાગવતજીને સુવર્ણના સિંહાસન પર પધરાવીને તેનું દાન કરે છે, તેને પરમગતિ પ્રાપ્ત થાય છે. 1૧૩ ॥ સંતોની સભામાં અન્ય પુરાણોની ત્યાં સુધી જ શોભા હોય છે, જ્યાં સુધી સર્વશ્રેષ્ઠ શ્રીમદભાગવત મહાપુરાણનાં દર્શન નથી થતાં. | ૧૪ || અ૦૧૩] બારમો સ્કંધ 833 સર્વવેદાન્તસારેં હિ શ્રીભાગવતમિષ્યતે | તદ્રસામૃતતૃસસ્ય નાન્યત્ર સ્યાદ્‌ રતિઃ ક્વચિત્‌ | ૧૫॥ નિમ્નગાનાં યથા ગજ્ઞા દેવાનામચ્યુતો યથા | વૈષ્ણવાનાં યથા શમ્ભુઃ પુરાણાનામિદં તથા | ૧૬॥ ક્ષેત્રાણાં ચૈવ સર્વેષાં યથા કાશી હ્યનુત્તમા | તથા પુરાણવ્રાતાનાં શ્રીમદ્ધાગવતં હિજાઃ 1૧૭॥। શ્રીમદ્ધાગવતં પુરાણમમલં યહેષ્ણવાનાં પ્રિયં — યસ્મિન્‌ પારમહેસ્યમેકમમલં જ્ઞાનં પરં ગીયતે | તત્ર જ્ઞાનવિરાગભક્તિસહિતં નૈષ્કર્મ્યમાવિષ્કૃત તચ્છૃણ્વન્‌વિપઠન્‌ વિચારણપરો ભક્ત્યા વિમુચન્નરઃ ॥ ૧૮॥ કસયૈ યેન વિભાસિતોડયમતુલો જ્ઞાનપ્રદીપઃ પુરા તદ્રૂપેણ ચ નારદાય મુને કૃષ્ણાય તદ્રૂપિણા । યોગીન્દ્રાય તદાત્મનાથ ભગવદ્રાતાય કારુણ્યત- સ્તચ્છુદ્ધં વિમલં વિશોકમમૃતં સત્યં પરં ધીમહિ ॥ ૧૯॥ નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે | “4 ય ઇદં કૃપયા કસ્મૈ વ્યાચચક્ષે મુમુક્ષવે ॥ ર૦॥ યોગીન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે સંસારસર્પદષ્ટું યો વિષ્ણુરાતમમૂમુચત્‌ | ૨૧॥ ભવે* ભવે યથા ભક્તિઃ પાદયોસ્તવ જાયતે । 7” તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યતઃ પ્રભો ॥ ૨૨ આ શ્રીમદભાગવત સઘળાં ઉપનિષદોનો સાર છે. જે મનુષ્ય આ રસસુધાનું પાન કરીને તૃપ્ત થયો છે તેને બીજાં પુરાણ-શાસ્ત્રોમાં પ્રીતિ થતી નથી. ।૧૫ | જેમ નદીઓમાં ગંગાજી, દૈવતાઓમાં વિષ્ણુ અને વૈષ્ણવોમાં શ્રીશંકર સર્વશ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે પુરાણોમાં શ્રીમદ્ભાગવતજી છે. 1૧૬ || શૌનકાદિ કષિઓ! જેમ બધાં ક્ષેત્રોમાં કાશી સર્વોત્તમ છે તેમ જ પુરાણોમાં શ્રીમદ્ભાગવતજીનું સ્થાન બધાંથી સર્વોત્તમ છે. || ૧૭ ॥ આ શ્રીમદભાગવત પુરાણ સર્વથા નિર્દોષ છે. ભગવાનના ભક્ત વૈષ્ણવોનું તે પ્રિય ધન છે. આ પુરાણમાં જીવન્મુક્ત પરમહંસોના અદ્િતીય અને માયારહિત શ્રેષ્ઠ જાનનું જ ગાન છે. આ ગ્રંથની સૌથી મોટી વિલક્ષણતા એ છે કે, આમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ દ્વારા કર્મ-બંધનમાંથી મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત કરવામાં આવ્યો છે. | ૧૮ ॥| | આ શ્રીમદભાગવત ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપનો પરિચય કરાવનાર તત્ત્વદીપક છે. આ દીપક અનુપમ અને અલૌકિક છે. શ્રીમદભાગવત જેવો અન્ય કોઈ તત્વગ્રંથ નથી. સર્વપ્રથમ સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજીને શ્રીમદ્ભાગવતજીનો ઉપદેશ કર્યો. પછી તેમણે જ બ્રહ્માજીના રૂપમાં દેવર્ષિ નારદજીને ઉપદેશ કર્યો અને નારદજીના રૂપે ભગવાન શ્રીકૃષ્ણદ્ધેપાયન વ્યાસજીને ઉપદેશ કર્યો. ત્યાર પછી તેમન્ને જ વ્યાસરૂપે યોગેન્દ્ર શુકદેવજીને અને શુકદેવજીના રૂપે અત્યંત કરુજ્ાવશ રાર્જર્ષિ પરીક્ષિતને ઉપદેશ કર્યો. તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ નિર્મળ પરબ્રહ્મ શોકરહિત અને અમૃતસ્વરૂપ ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. || ૧૯ | અમે તે સર્વના સાક્ષી ભગવાન વાસુદેવને નમસ્કાર કરીએ છીએ, જેમણે કૃપા કરીને મોક્ષની અભિલાષાવાળા બ્રહ્માજીને આ શ્રીમદૂભાગવતનો ઉપદેશ કર્યો. 1૨૦ || સાથે-સાથે અમે તે યોગીરાજ બ્રહ્મસ્વરૂપ શ્રીશુક્દેવજીને પણ નમસ્કાર કરીએ છીએ, જેમણે સંસારરૂપી સર્પ જેમને કરડ્યો હતો તેવા રાજર્ષિ પરીક્ષિતને શ્રીમદભાગવત પુરાણ સંભળાવીને મુક્ત કરી દીધા. ॥ ૨૧ || દેવતાઓના આરાધ્યદેવ સર્વેશ્વર! આપ જ અમારા એકમાત્ર ઈશ્વર અને સર્વેશ્વર છો. હવે આપ એવી કૃપા કરો કે, પ્રત્મેક જન્મમાં આપનાં ચરણકમળોની નિરંતર ભક્તિ પ્રાપ્ત થતી રહે. ॥૨૨ ॥ ૧. પ્રાચીન પ્રતમાં “ભવે ભાવે”--- હરિ પદમ્‌ ’ આ બે (બાવીસમો અને તેવીસમો) શ્લોકો નથી. કશવ શ્રીમદભાગવત [અ૦૧૩ નામસફ્ીીર્તતં યસ્ય સર્વપાપપ્રણાશનમ્‌ | ભગવાનનાં નામોનું સંકીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે અને ભગવાનના ચર્રોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારનાં દુઃખોને શાંત કરી દે છે, તે જ પ્રણામો દુઃખશમનસ્તં નમામિ હર્રિ પરમ્‌ | ર૩! | પરમતત્તરૂપ શ્રીહરિને હું નમસ્કાર કરું છું. 1૨૩ ॥ ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે વૈયાસિકયામષ્ટાદશસાહર્ત્યાં પારમહંસ્યાં સંહિતાયાં દ્વાદશસ્કન્ધે ત્રયોદશોડધ્યાયઃ | ૧૩ ॥ બારમા સ્કંધ-અંતર્ગત તેરમો અધ્યાય સમાપ્ત.