Śrīmad Bhāgavatam

હિરજ્યાક્ષનો વધ

બ્રહ્માજીએ રચેલી અનેકવિધ સૃષ્ટિનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ઓગણીસમો અધ્યાય હિરજ્યાક્ષનો વધ મૈત્રેય 3૧૨ અવધાર્ય વિરિઝ્ચસ્ય નિર્વ્યલીકામૃતં વચઃ । પ્રહસ્ય પ્રેમગર્ભેણ તદપાન્ઞેન સોડગ્રહીત્‌ ॥ ૧।। તતઃ સપત્નં મુખતશ્ચરન્તમકુતોભયમ્‌ | જઘાનોત્પત્ય ગદયા હનાવસુરમક્ષજઃ૧ ॥ ર | સા હતા તેન ગદયા વિહતા ભગવત્કરાત્‌ | વિદૂર્ણિતાડપતદ્‌ રેજે* તદહ્ુતમિવાભવત્‌ | ૩॥ સ તદા લબ્ધતીર્થોડપિ ન બબાધે નિરાયુધમ્‌ | માનયન્‌ સ મૃધે ધર્મ વિષ્વક્સેનં પ્રકોપયન્‌ | ૪॥ ગદાયામપવિદ્ધાયાં હાહાકારે વિનિર્ગતે* 1 માનયામાસ તદ્ધર્મ સુનાભં ચાસ્મરહ્રિભુઃ | ૫॥। તં વ્યગ્રચક્રં દિતિપુત્રાધમેન સ્વપાર્ષદમુખ્યેન વિષજ્જમાનમ્‌ | ચિત્રા વાચોડતહિદાં ખેચરાણાં તત્રાસ્માસન્‌ સ્વસ્તિ તેડમું જહીતિ | ૬। સ તં નિશામ્યાત્તરથાડ્મગ્રતો વ્યવસ્થિતં પદ્મપલાશલોચનમ્‌ | વિલોક્ય ચામર્ષપરિપ્લુતેન્દ્રિયો રષા સ્વદન્તચ્છદમાદશચ્છવસન્‌ | ૭।। કરાલદંષ્ટ્રશ્ચક્રુ્ભ્ભા સઝ્ચક્ષાણો દહન્ઞિવ | અભિપ્લુત્યસ્વગદયા હતોડસીત્યાહનદ્વરિમ્‌ ॥ ૮॥ પદા સવ્યેન તાં સાધો ભગવાન્‌ યજસૂકરઃ । લીલયા મિષતઃ શત્રોઃ પ્રાહરદ્રાતરંહસમ્‌ ॥૯॥ આહ ચાયુધમાધત્સ્વ ઘટસ્વ ત્વં જિગીષસિ | ઇત્યુક્તઃસ તદા ભૂયસ્તાડયન્‌વ્યનદદ્‌ભૃશમ્‌ ॥ ૧૦॥ શ્રીમૈત્રેયજી કહે છે વિદુરજી! બ્રહ્માજીનાં આ નિષ્કપટ અમૃતમય વચનો સાંભળીને ભગવાને તેમના ભોળપણ પર સ્મિત કરીને પોતાના પ્રેમપૂર્ણ નેત્રકટાક્ષથી તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી લીધો. (૧) પછી તેમણે ઝપટીને પોતાની સામે નિર્ભયપણે વિચરતા શત્રુની હડપચી પર ગદાપ્રહાર કર્યો, પણ હિરજ્યાક્ષની ગદા સાથે ટકરાઈને તે ગદા ભગવાનના હાથમાંથી છટકી ગઈ અને ચક્કર કાપતી જમીન પર પડીને શોભવા લાગી. આ ધણી અજબ જેવી ઘટના બની. (૨-૩) તે સમયે શત્રુ પર પ્રહાર કરવાનો સારો મોકો મળવા છતાં પણ હિરણ્યાક્ષે તેમને શસહીન જોઈને યુદ્ધ-ધર્મનું પાલન કરતો રહીને તેમના પર આક્રમણ કર્યું નહીં. તેજે ભગવાનનો ક્રોધ વધારવા માટે જ આમ કર્યું હતું. (૪) ગદા પડી ગયા પછી અને લોકોનો હાહાકાર બંધ થઈ ગયા પછી પ્રભુએ તેની ધર્મબુદ્ધિની પ્રશંસા કરી અને પોતાના સુદર્શન-ચકનું સ્મરણ કર્યું. (પ) 5 ચક્ર તરત જ ઉપસ્થિત થઈને ભગવાનના હાથમાં ફરવા લાગ્યું. પરંતુ તેઓ પોતાના મુખ્ય પાર્ષદ એવા દૈત્યાધમ હિરણ્યાક્ષની સાથે વિશેષરૂપે કીડા કરવા લાગ્યા. ત્યારે તેમના પ્રભાવને નહીં જાણનારા દેવતાઓનાં આ વિલથજ્ર વચનો સંભળાવા લાગ્યાં - ‘પ્રભુ! આપનો જય થાઓ! આને વધુ ન રમાડો, તરત જ મારી નાખો.’ (૬) જ્યારે હિરજ્યાક્ષે જોયું કે કમલદલ-નયન શ્રીહરિ તેની સામે ચક્ર લઈને ઊભા છે ત્યારે તેની બધી ઇન્દ્રિયો કોધથી છળી ઊઠી અને તે લાંબા શ્વાસ ભરતો પોતાના દાંતોથી હોઠ ચાવવા લાગ્યો. (૭) તે સમયે તે તીક્જ દાઢોવાળો દૈત્વ પોતાની આંખોથી તેમના તરફ એવી રીતે ઘુરવા લાગ્યો કે જાણે તે ભગવાનને (હમણાં જ) ભસ્મ કરી દેશે. તેણે ઊછળીને “હવે તું નહીં બચી શકે, લે’ એવો લલકાર કરીને શ્રીહરિ પર ગદાથી પ્રહાર કર્યો. (૮) હે સાધુસ્વભાવના વિદુરજી! યજ્ઞમૂર્તિ શ્રીવરાહ ભગવાને શત્રુના જોતાં લીલાપૂર્ક જ પોતાના ડાબા પગથી વાયુના જેવા વેગવાળી તેની તે ગદા પૃથ્વી પર પાડી નાખી અને તેને ક્લું - અરે દૈત્ય! તું મને જીતવા માગે છે, તો પોતાનું શસ્ત્ર ઉપાડી લે અને એક વાર ફરીથી વાર કર.’ ભગવાનના આ પ્રમાણે કહેવાથી તેણે ફરીથી ગદા ચલાવી અને મહાભીષણ ગર્જના કરવા લાગ્યો. (૯-૧૦) ૧. પ્રા. પા. - વિનનાદાથ સુસ્વરમ્‌1 ૨. પ્રાચીન પ્રતમાં વિધૂર્સિતાન એ ઉત્તરરષ મૂળમાં નથી. ૩. પ્રા. પા. - થ નિર્ગેત0 અવ ૧૯] ત્રીજો સ્કન્ધ, 255 તાંસઆપતતી વીક્્ય ભગવાન્‌ સમવસ્થિતઃ | જગ્રાહ લીલયા પ્રામાં ગરુત્માનિવ પન્નગીમ્‌ ॥ ૧૧॥। સ્વપૌરુષે પ્રતિહતે હતમાનો મહાસુરઃ | નૈચ્છદ્‌ ગદાંપ દીયમાનાં હરિણા વિગતપ્રભઃ ॥ ૧૨॥ જગ્રાહ ત્રિશિખં શૂલં જ્વલજ્જ્વલનલોલુપમ્‌ । યજ્ઞાય ધૃતરૂપાય વિપ્રાયાભિચરન્‌ યથા 1 ૧૩॥। તદોજસા દૈત્યમહાભટાર્પિત ચકાસદન્તઃ ખ ઉદીર્ણદીધિતિ । ચક્રેણ ચિચ્છેદ નિશાતનેમિના હરિર્યથા તાર્ક્યપતત્ત્રમુજિઝતમ્‌ । ૧૪॥। વૃક્ણે સ્વશૂલે બહુધાડરિણા હરેઃ પ્રત્યેત્ય વિસ્તીર્ણમુરો વિભૂતિમત્‌ | સ કહોરમુષ્ટિના નદન્‌ પ્રહત્યાન્તરધીયતાસુરઃ | ૧૫॥। પ્રવૃદ્ધરોષઃ તેનેત્થમાહતઃ ક્ષત્તર્ભગવાનાદિસૂકરઃ । નાકમ્પત મનાક ક્વાપિ સ્રજા હત ઇવ દ્વિપઃ ।। ૧૬॥। અથોરુધાસૃજન્માયાં યોગમાયેશ્વરે હરૌ | યાં વિલોક્યપ્રજાસ્રસ્તા મેનિરેડસ્યોપસંયમમ્‌ | ૧૭॥ પ્રવવુર્વાયવશ્ચણ્ડાસ્તમઃ પાંસવમૈરયન્‌ | દિગ્ભ્યોનિપેતુર્ગ્રાવાણઃક્ષેપણૈઃ પ્રહિતા ઇવ ।। ૧૮।॥। ધ્રૌર્નટટભગણાભ્રૌધૈઃ સવિધુત્સ્તનયિત્નુભિઃ । વર્ષદ્ધિઃપૂયકેશાસૃગ્વિણ્મૂત્રાસ્થીનિ ચાસકૃત્‌ ॥ ૧૯॥ ગિરયઃ પ્રત્યદેશ્યન્ત નાનાયુધમુચોડનઘ । દિગ્વાસસોયાતુધાન્યઃ શૂલિન્યો મુક્તમૂર્ધજાઃ ।। ૨૦।॥। ગદાને પોતાના તરફ આવતી જોઈને ભગવાને પોતે જ્યાં ઊભા હતા ત્યાંથી જ, તેને આવતાંવૅત અનાયાસ એવી રીતે પકડી લીધો કે જેમ ગરુડ સાપબ્ને પકડી લે છે. (૧૧) પોતાના પ્રયત્નને આ રીતે વ્યર્થ ગયેલો જોઈને તે મહાદૈત્યનો ઘમંડ ઠંડો પડી ગયો અને તેનું તેજ નષ્ટ થઈ ગયું. આ વખતે ભગવાનના આપવા છતાં પણ તેણે લેવાની ઇચ્છા ન કરી. (૧૨) પરંતુ કોઈ જે રીતે બ્રાહ્મણ પર નિષ્ફળ અભિચાર (મારણ વગેરે પ્રયોગ) કરે, મૂઠ વગેરે ચલાવે તે જ રીતે તેણે શ્રીયજપુરુષ પર પ્રહાર કરવા માટે પ્રજ્વલિત અખ્તિ જેવું લપકારા મારતું એક ત્રિશૂળ લીધું. (૧૩) અત્યંત વેગપૂર્વક છોડાયેલું મહાબલી હિરલ્યાકષનું તે તેજસ્વી ત્રિશૂળ, આકાશમાં ખૂબ ઝડપથી ચમકવા લાગ્યું. ત્યારે ભગવાને તેને પોતાની તીક્ષ્ણ ધારવાળા ચકથી એવી રીતે કાપી નાખ્યું કે જેમ ગરુડજીએ છોડેલી તેજસ્વી પાંખને ઇન્દ્રે કાપી નાખી .* (૧૪) ભગવાનના ચકથી પોતાના ત્રિશૂળના ઘણાબધા ટુકડા થયેલા જોઈને તેને ઘલ્રો કોધ થયો. તેણે પાસે આવીને તેમના વિશાળ વક્ષ્થળ પર, કે જેના પર શ્રીવત્સનું ચિ સુશોભિત છે - તેના પર બળપૂર્વક મુક્કો માર્યો અને પછી ખૂબ જોરથી ગરજીને તે અંતર્ધાન થઈ ગયો. (૧૫) હે વિદુરજી! જેમ હાથી પર પુષ્યમાળાના પ્રહારની કોઈ અસર થતી નથી તેવી જ રીતે તેના આ રીતે મુક્કો મારવાથી ભગવાન આદિવરાહ સહેજ પબ્ર વિચલિત થયા નહીં, (૧૬) ત્યારે તે મહામાયાવી દૈત્ય માયાપતિ શ્રીહરિ પર અનેક પ્રકારની માયાઓનો પ્રયોગ કરવા લાગ્યો, જેમને જોઈને સધળી પ્રજા ઘલ્રી ડરી ગઈ અને એમ સમજવા લાગી કે હવે સંસારનો પ્રલથ થનાર છે. (૧૭) ભારે પ્રચંડ આંધી ફૂંકાવા લાગી, જેને કારલે ધૂળથી બધી બાજુ અંધકાર છવાઈ ગયો. બધી બાજુએથી પથ્થરોનો વરસાદ વરસવા લાગ્યો, કે જે પથ્થરો એવા લાગતા હતા કે જાણે કોઈ ક્ષેપણયંત્ર (ગલોલ)માંથી ફેંકવામાં આવી રહ્યા હોય. (૧૮) વીજળીના ચમકારા અને ગડગડાટ સાથે વાદળાંઓ ધેરાઈ જવાથી આકાશમાં સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો છુપાઈ ગયા તથા તે વાદળોમાંથી પરુ, વાળ, લોહી, વિષ્ઠા, મૃત્ર અને હાડકાંઓનો વરસાદ થવા લાગ્યો. (૧૯) હે વિદુરજી! એવા એવા પહાડ દેખાવા લાગ્યા કે જેઓ જાતજાતનાં અસ્તર” શસ્રો વરસાવી રહ્યા હતા. હાથમાં ત્રિશુળ લીધેલી, વાળ ખોલી નાખેલી, નગ્ન રાક્ષસીઓ દેખાવા લાગી. (૨૦) ૧. પ્રા. પા. - નૈચ્છદ્‌ ગ્રહીતુ સુગમાં હરિ. | એક વાર ગરુડજી પોતાની માતા વિનતાને સર્પોની માતા કહના દાસીપ્રામાંથી મુક્ત કરવા માટે દેવતાઓની પાસેથી અમૃત છાંનવી ઇન્દ્રનું વજ કયારેય શ્રર્થ જતું નથી, તેથી તેનું માન રાખવા માટે મના પર વજ પોતાની એક પાંખ પાડી નાખી, તેને તે વજે કાપી નાખી. 256 શ્રીમદભાગવત [અ૦૧૯ બહુભિર્યક્ષરક્ષોભિઃ પત્તયશ્રથકુગ્જરેઃ | આતતાયિભિરત્સૃષ્ટા હિંસા વાચોડતિવૈશસાઃ૫ ॥ ર૧॥ પ્રાદુષ્કૃતાનાં માયાનામાસુરીણાં વિનાશયત્‌ | સુદર્શનાસ્્રં ભગવાન્‌ પ્રાયુડક્ત દથિતં ત્રિપાત્‌ ॥ રર॥ તદા દિતેઃ સમભવત્સહસા હદિ વેપથુઃ । સ્મરન્ત્યા ભર્તુરાદેશં સ્તનાચ્ચાસક્‌ પ્રસુસુવે ॥ ૨૩॥ વિનષ્ટાસુ* સ્વમાયાસુ ભૂયશ્ચાવ્રજ્ય કેશવમ્‌ | રુપોપગૂહમાનોડમું દદંશેડવસ્થિતં બહિઃ ॥ ર૪॥ તં મુષ્ટિભિર્વિનિથ્નન્ત વજસારૈરધોક્ષજઃ ! કરેણ કર્ણમૂલેડહન્‌ યથા ત્વાષ્ટ્રં મરુત્પતિઃ ॥ ર૫॥ સ આહતો વિશ્વજિતા”* હ્યવશયા પરિભ્રમદ ગાત્ર ઉદસ્તલોચનઃ | વિશીર્ણબાહ્ધડધ્રિશિરોરુહોડપતર્દ્? યથા નગેન્દ્રો લુલિતો નભસ્વતા ॥ ર૬॥ ક્ષિતૌ શયાનં તમકુણ્ઠવર્ચસં કરાલદંટ્ૂં પરિદષ્ટદચ્છદમ્‌ | અજાદયો વીક્ષ્ય શશંસુરાગતા અહો ઇમાં કોષ નુ લભેત સંસ્થિતિમ્‌ । ૨૭॥ યં યોગિનો યોગસમાધિના રહો ધ્યાયન્તિ લિજ્ઞાદસતો મુમુક્ષયા | તસ્ચૈષ દૈત્યત્રષભઃ પદાહતો મુખં પ્રપશ્યંસ્તનુમુત્સસર્જ એતીૌ તૌ પાર્ષદાવસ્ય શાપાધાતાવસદ્ગતિમ્‌ | પુનઃ કતિપયૈઃ સ્થાનં પ્રપત્સ્યેતે હ જન્મભિઃ ॥ ર૯॥ હ।॥ર૨૮॥ દેવા ઊચુઃ નમો નમસ્તેડખિલયજશ્તન્તવે સ્થિતોૌ ગૃહીતામલસત્ત્વમૂર્તયે | દિષ્ટ્યા હતોડયં જગતામરૂતુદ- સ્ત્વત્પાદભક્ત્યા વયમીશ નિર્વૃતાઃ । ૩૦॥ ઘજ્ઞાબધા પાયદળ, ઘોડેસવારો, રથીઓ અને હાથીઓ પર આરૂઢ સૈનિકોની સાથે આતતાયી યક્ષ-ક્ષસોનો “મારો- મારો, કાપો-કાપો’ એવો અત્યંત કૂર અને હિંસામય કોલાહલ સંભળાવા લાગ્યો. (૨૧) આ પ્રમાણે પ્રગટ થયેલી તે આસુરી માયાજાળનો નાશ કરવા માટે યશ્ઞમૂર્તિ ભગવાન વરાહે પોતાનું પ્રિય, સુદર્શન ચક છોડ્યું. (૨૨) તે સમયે પોતાના પતિના કથનનું સ્મરણ થઈ આવતાં દિતિનું દય અચાનક કંપી ઊઠ્યું અને તેના થાનોમાંથી લોહી વહેવા લાગ્યું. (૨૩), પોતાની માયાજાળ નષ્ટ થઈ જવાથી તે દૈત્ય ફરી ભગવાન પાસે આવ્યો. તેણે તેમને કોધથી દબાવીને પીસી નાખવાની ઇચ્છાથી ભુજાઓમાં ભરી લીધા, પરંતુ તેણે જોયું કે તેઓ તો બહાર જ ઊભા છે. (૨૪) હવે તે વજ જેવા કઠોર મુક્કાઓથી ભગવાનને મારવા લાગ્યો. ત્યારે જેમ ઇન્દ્ર વૃત્રાસુર પર પ્રહાર કર્યો હતો તે રીતે ભગવાને તેના લમણા પર એક તમાચો માર્યો. (ર૫) વિશ્વવિજયી ભગવાને જોકે ભારે ઉપેક્ષાપૂર્વક તમાચો માર્યો હતો તોપણ તેના પ્રહારથી હિરશ્યાક્ષનું શરીર ચકરાવા લાગ્યું, તેની આંખો બહાર નીકળી આવી તથા હાથ-પગ અને વાળ વેરણ-છેરણ થઈ ગયા અને તે નિષ્પ્રાણ થઈને વંટોળિયાથી ઊખડી પડેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પટકાયો. (૨૬) હિરશ્યાક્ષનું તેજ હજી પણ ઝાંખું થયું ન હતું તે વિકરાળ દાઢોવાળા દૈત્યને દાંતોથી હોઠ પીસતો, પૃથ્વી પર પડેલો જોઈને, ત્યાં યુદ્ધ જોવા આવેલા બ્રહ્મા વગેરે દેવતાઓ તેની પ્રશંસા કરવા લાગ્યા કે “અહો, આવું અલભ્ય મૃત્યુ કોને મળી શકે?’ (૨૭) પોતાની મિથ્થા ઉપાધિથી છૂટવા માટે યોગીજનો સમાધિયોગ વડે એકાન્તમાં જેમનું ષ્યાન કરે છે તેમનાં ચરણના પ્રહારથી, તેમનું મુખ જોતાં- જોતાં, દૈત્યરાજે પોતાનું શરીર છોડ્યું. (૨૮) આ હિરણ્યાક્ષ અને હિર્યકશિપુ ભગવાનના જ પાર્પેદો છે, તેમને શાપવશાત્‌ આ અધોગતિ પ્રાપ્ત થયેલી છે. હવે કેટલા: જન્મો પછી તેઓ ફરી પોતાના રથાને પહોંચી જશે. (૨૯) દેવતાઓ કહેવા લાગ્યા - હે પ્રભુ! આપને વારંવાર નમસ્કાર છે. આપ સમસ્ત યજ્ઞોનો વિસ્તાર કરનારા છો તથા સંસારની સ્થિતિ (હયાતી) માટે શુદ્ધ-સત્વમય મંગળવિગ્રહ પ્રગટ કરો છો. ઘણા આનંદની વાત છે કે સંસારને કષ્ટ આપનારો આ દુષ્ટ દૈત્ય માર્યો ગયો. હવે આપનાં ચરણોની ભક્તિના પ્રભાવથી અમને પણ સુખ- શાંતિ મળી ગઈ. (૩૦) ૧ પ્રા. પા. - ન્ડભિવૈ. । ૨. પ્રા પા. - વ્યુદસ્તાસુ ચ માયાસુ 1 ૩. પ્રા. પા. - વિશ્રસજા । ૪. પ્રા. પા. - વિકીર્લબાકડપશિરોપરોન 1 ૫. પ્રા. પા. - કોકત્ર ! અ૦ ૧૯] ત્રીજો સ્કન્ધ. 257 મૈત્રેય ઉશાચ? એવં હિરણ્યાક્ષમસહ્યવિક્રમં સ સાદયિત્વા હરિરાદિસૂકરઃ | જગામ લોકં સ્વમખણ્ડિતોત્સવં સમીડિતઃ* પુષ્કરવિષ્ટરાદિભિઃ ॥ ૩૧॥। મયા યથાડનૂક્તમવાદિ તે હરેઃ કૃતાવતારસ્ય સુમિત્ર ચેષ્ટિતમ્‌ । હિરણ્યાક્ષ ઉદારવિક્રમો મહામૃધે ક્રીડનવજ્ઞિરાકૃતઃ । ૩૨॥ સૂત ઉશ્ાચ ઇતિ કૌષારવાખ્યાતામાશ્રુત્ય ભગવત્કથામ્‌ ક્ષત્તાડડનન્દં પરં લેભે મહાભાગવતો દ્વિજ !। ૩૩॥ યથા અન્યેષાં પુણ્યશ્લોકાનામુદામયશસાં સતામ્‌ | ઉપશ્રુત્ય ભવેન્મોદઃ શ્રીવત્સાફરસ્ય કિં પુનઃ | ૩૪॥ યોગજેન્દ્રં ઝષગ્રસ્તં ધ્યાયન્તં ચરણામ્બુજમ્‌ । ક્રોશન્તીનાં કરેણૂનાં કૃચ્છ્તોડમોચયદ્‌ઠુતમ્‌ | ૩૫॥ તં સુખારાધ્યમૃજુભિરનન્યશરશૈર્નભિઃ । કૃંતશઃ કો ન સેવેત દુરારાધ્યમસાધુભિઃ ॥ ૩૬॥ યો વૈ હિરણ્યાક્ષવધં મહાહ્ુત વિક્રીડિતં કારણસૂકરાત્મનઃ । ગાયત્યનુમોદતેડગ્જસા વિમુચ્ચતે”બ્રહ્મવધાદપિ દ્રિજાઃ? ॥ ૩૭॥ એતન્મહાપુણ્યમલંષ પવિત્ર ધન્યં યશસ્યં પદમાયુરાશિષામ્‌ | પ્રાણેન્દ્રિયાણાં યુધિ શોર્યવર્ધનં નારાયણોડન્તે ગતિરક્ર કૃણ્વતામ્‌ ॥ ૩૮॥ શ્રૃૂણોતિ શ્રીમૈત્રેજજીએ કલુ - હે વિદુરજી! આ પ્રમાણે મહાપરાક્રમી હિરલ્યાક્ષનો વધ કરીને ભગવાન આદિ પોતાના અખંડ-આનંદમય ધામમાં પધારી ગયા. તે સમયે બ્રહ્મા વગેરે દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. (૩૧) મિત્ર વિદુરજી! ભગવાન અવતાર લઈને જેવી લીલાઓ કરે છે અને જેવી રીતે તેમણે ભયંકર યુદ્ધમાં મહાપરાક્રમી હિરશ્યાક્ષનો રમકડાની જેમ વધ કરી નાખ્યો તે બધું ચરિત્ર મેં ગુરુમુખેથી જેવું સાંભળ્યું હતું તે તમને કહી સંભળાવ્યું. (૩૨) સૃતજી કહે છે - હે શૌનક્જી! મૈત્રેયજીના મુખેથી ભગવાનની આ કથા સાંભળીને પરમ ભાગવત વિદુરજીને ઘણો આનંદ થયો. (૩૩) પવિત્રકીર્તિવાન અને પરમ યશસ્વી એવા અન્ય મહાપુરુપોનાં ચરિત્ર સાંભળવાથી પણ જો ઘણો આનંદ થતો હોય છે તો પછી શ્રીવત્સધારી ભગવાનની લલિત-મધુર લીલાઓની તો વાત જ શી કરવી? (૩૪) જે સમયે મગરમચ્છના પકડવાથી ગજરાજ પ્રભુનાં ચરણોનું ધ્યાન ધરવા લાગ્યો અને તેની હાથણીઓ દુઃખથી ગાંગરવા લાગી, તે સમયે તેમને દુઃખમાંથી જેમણે તત્કાળ છોડાવ્યાં અને જેઓ બધી બાજુએથી નિરાશ થઈને પોતાના શરણે આવેલા સરળકદયી ભક્તો પર સહેજે પ્રસન્‍ન થઈ જાય છે, પણ (જેઓ) દરર્જનો માટે અત્યંત દુરારાધ્ય છે - તેમના પર જલદી પ્રસન્ન થતા નથી તે શ્રીપ્રભુના ઉપકારોને જાણનારો એવો મનુષ્ય કયો હોય કે તેમનું સેવન ના કરે? (૩૫-૩૬) હે શૌનકાદિ શ્પિજનો! પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહનું રૂપ ધારણ કરનારા શ્રીહરિની હિરણ્યાક્ષ-વધ નામની આ પરમ અદ્દભુત લીલાને જે મનુષ્ય સાંભળે છે, ગાય છે અને સમર્થ છે તે બ્રહ્મહત્યા જેવા ધોર પાપમાંથી પણ સહેજે છુટકારો મેળવી લે છે. (૩૭) આ ચરિત્ર અત્યંત પુણ્ય આપનારું, પરમ પવિત્ર, ધન-ધશની પ્રાપ્તિ કરાવનારું, આયુષ્ય વધારનારું અને કામનાઓને પુરી કરનારું તથા યુદ્વવેળાએ પ્રાણ અને ઇન્દ્રિયોની શક્તિને વધારનારું છે. જે લોકો આ (ચરિત્ર)ને સાંભળે છે તેમને અંતમાં શ્રીભગવાનનો આશ્રય પ્રાપ્ત થાય છે. (૩૮) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે હિરણ્યાક્ષવધોર્ચ નામૈકોનવિશોડધ્યાયઃ ॥ ૧૯॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત હિરણ્યાક્ષવધ નામનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત.