Śrīmad Bhāgavatam

પ્રચેતાઓને શ્રીવિષ્ણુ ભગવાનનું વરદાન

શ્રીનારદજીનો પ્રચેતાઓને ઉપદેશ અને તેમને પરમપદનો લાભ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

_ ત્રીસમો અધ્યાય પ્રચેતાઓને શ્રીવિષ્ણુ ભગવાનનું વરદાન દુર ઉશચ થેત્વયાભિહિતા બ્રહ્મન્‌ સુતાઃપ્રાચીનબર્હિષઃ | તે રુદ્રગીતેન હરિં સિદ્ધિમાપુઃ પ્રતોષ્ય કામ્‌ | ૧॥ કિં બાર્હસ્પત્યેડ પરત્ર વાથ કૈવલ્યનાથપ્રિયપાર્શ્ચવર્તિનઃ 1 આસાધ દેવં ગિરિશ યદેચ્છયા પ્રાપુઃ પરં નૂનમથ પ્રચેતસઃ | ૨।। મેય ઉવાચ પ્રચેતસોડન્તરુદરધો પિતુરાદેશકારિણઃ | જપયજ્ઞેન તપસા પુરગ્જનમતોષયન્‌ |૩॥ દશવર્ષસહસ્રાન્તે પુરુષસ્તુ સનાતનઃ | તેષામાવિરભૂત્કૃચ્છૂં શાન્તેન શમયન્‌ રુચા |૪॥। સુપર્ણસ્કન્ધમારૂઢો મેરુથૃદ્રમિવામ્બુદઃ | પીતવાસા મણિગ્રીવઃ કુર્વન્‌ વિતિમિરા દિશઃ || ૫॥। કાશિષ્ણુનાચં કનકવર્ણવિભૂષણેન ભ્રાજત્કપોલવદનો વિલસત્કિરીટઃ | અષ્ટાયુધૈરનુચરેર્મુનિભિઃ સુરેન્દ્- રાસેવિતો ગરુડકિન્નરગીતકીર્તિઃ | ૬। પીનાયતાષ્ટભુજમણ્ડલમધ્યલક્ષ્મ્યા* સ્પર્ધચ્છ્યા પરિવૃતો વનમાલયાડડધઃ ! બર્હિષ્મતઃ પુરુષ આહ સુતાન્‌ પ્રપન્નાન્‌ પર્જન્યનાદરુતયા સઘૃણાવલોકઃ ।। ૭॥ વિદુરજીએ પૂછ્યું - હે બ્રહ્મન્‌! તમે રાજા પ્રાચીનબર્િના જે પુત્રોનું વર્ણન કર્યું હતું તેમણે રુદ્રગીત વડે. શ્રીહરિની સ્તુતિ કરીને કઈ સિદ્ધિ મેળવી? (૧) હે મૈત્રેયજી! મોક્ષના અધિપતિ શ્રીનારાયણના અત્યંત પ્રિય ભગવાનનું અચાનક સાન્નિધ્ય પામીને પ્રચેતાઓએ મુક્તિ તો મેળવી જ લીધી હશે; તેથી પહેલાં તો એ બતાવવાની કૃપા કરો કે, આ લોકમાં અથવા તો પરલોકમાં પણ તેમણે શું મેળવ્યું? (૨) શ્રીમૈત્રેયજીએ કહ્યું - હે વિદુરજી ! પિતાના આજ્ઞાકારી પ્રચેતાઓએ સમુદ્ર (જળ)માં ઊભાં ઊભાં રુદ્રગીતના જપ-રૂપી યશ અને તપસ્યા વડે તમામ શરીરોના ઉત્પાદક ભગવાન શ્રીહરિને પ્રસન્ન કર્યા. (૩) તપસ્થા કરતાં કરતાં દસ હજાર વર્ષ વીતી જતાં પુરાણપુરુષ શ્રીનારાયણ પોતાની મનોહર કાન્તિ દ્વારા તેમના તપસ્યાજનિત ક્લેશનું શમન કરતા સૌમ્ય વિગ્રહથી તેમની સામે પ્રગટ થયા. (૪) ગરુડજીની કાંધ પર બેઠેલા શ્રીભગવાન એવા જણાતા હતા કે જાણે સુમેરુના શિખર પર કોઈ શ્યામ મેઘ-ઘટા છવાયેલી હોય. તેમના શ્રીઅંગ પર મનોહર પીતાંબર અને કંઠમાં કૌસ્તુભમણિ સુશોભિત હતાં. પોતાના દિવ્ય તેજથી તેઓ બધી દિશાઓનો અંધકાર દૂર કરી રહ્યા હતા. (૫) ચમકદાર સુવર્જમય આભૂપણોથી યુક્ત તેમનું કમનીય કપોલ અને મનોહર મુખમંડળ અપૂર્વ શોભી રહ્યાં હતાં. તેમના માથા પર ઝગમગતો મુગટ શોભતો હતો. પ્રભુની આઠભુજાઓમાં આઠ આયુધ (ધારણ કરેલાં) હતાં. દેવતાઓ, મુનિઓ અને પાર્પદો (તેમની) સેવામાં હાજર હતા તથા ગરુડજી કિન્નરોની જેમ પાંખોના સામ-(સંગીત)મય ધ્વનિથી કીર્તિગાન કરી રહ્યા હતા. (૬) તેમની આઠ સુદીર્ષ સ્થૂળ ભુજાઓની વચ્ચે લક્ષ્મીજી સાથે સ્પર્ધા કરતી વનમાળા વિરાજમાન હતી. આદિપુરુષ શ્રીનારાયણે આ રીતે પધારીને (પોતાના શરણાગત પ્રચેતાઓ પ્રત્યે કૃપાદષ્ટિથી નિહાળતાં મેઘના જેવી ગંભીર વાણીમાં કહ્યું. (9) ૧. પ્રા. પા. - નારદપ્રાચોનબર્તિસંવાદેડધ્યાત્મપારોશ નામ | ર. પ્રા. પા. - બ્રાજિષ્લુના | 3. પ્રા. પા. - લલ્મીત1 458 શ્રીમદભાગવત [અ૦ ૩૦ કંભગવાનુવાચ’ વરં વૃણીધ્વં ભદ્રં વો યૂયં મે નૃપનન્દનાઃ । સૌહાર્દેનાપૃથગ્ધર્માસ્તુષ્ટોડડં૨ સૌહૃદેન વઃ || ૮॥ યોડનુસ્મરતિ સન્ધ્યાયાં યુષ્માનનુદિનં નરઃ । તસ્ય ભ્રાતૃષ્વાત્મસામ્યં તથા ભૂતેષુ સૌહદમ્‌ | ૯।। વે તુ માં રુદ્રગીતેન સાયં પ્રાતઃ સમાહિતાઃ ! સ્તુવન્ત્યહં કામવરાન્‌દાસ્યેપ્રજ્ઞાં ચશોભનામ્‌ || ૧૦ યધૂયં પિતુરાદેશમગ્રહીષ્ટ મુદાન્વિતાઃ | અથો ૧5 ઉશતી કીર્તિલોકાનનુ ભવિષ્યતિ ॥ ૧૧।। ભવિતાવિશ્રુતઃ પુત્રોડનવમો બ્રહ્મણો ગુણૈઃ । ય એતામાત્મવીર્યેણ ત્રિલોકીં પૂરવિષ્યતિ ।। ૧૨! કણ્ડોઃ પ્રમ્લોચયા લબ્ધા કન્યા કમલલોચના |! તાં ચાપવિદ્ધાં જગૃહુર્ભૂરુહા નૃપનન્દનાઃ ૧૩॥ ક્ષુત્્ષામાયા મુખે રાજા સોમઃ પીયૂષવર્ષિણીમ્‌ ! દેશિની રોદમાનાયા નિદધે? સ દયાન્વિતઃ ॥ ૧૪॥ પ્રજાવિસર્ગ આદિષ્ટાઃ પિત્રા મામનુવર્તતા ! તત્ર કન્યાં વરારોહાં તામુદ્રહત માચિરમ્‌ | ૧૫॥। અપૃથગ્ધર્મશીલાનાં સર્વેષાં વઃ સુમધ્યમા । અપૃથગ્ધર્મશીલેયં ભૂયાત્પત્નયર્પિતાશયા || ૧૬।| દિવ્યવર્ષસહસ્રાણાં સહસ્રમહતૌજસઃ | ભૌમાન્‌ભોક્ષયથભોગાન્વૈદિવ્યાંશ્ચાનુગ્રહાન્મમ ॥ ૧૭॥॥ અથ મય્યનપાયિન્યા ભક્ત્યા પક્વગુણાશયાઃ । ઉપયાસ્યથ મદ્ધામ નિર્વિધ નિરયાદતઃ |।૧૮॥। ગૃહેષ્વાવિશતાં’ ચાપિ પુંસાં કુશલકર્મણામ્‌ | મદ્દાર્તાયાતયામાનાં ન્ય બન્ધાય ગૃહા મતાઃ | ૧૯॥ શ્રીભગવાને કહ્યું - હે રાજપુત્રો! તમારું કલ્યાણ થાઓ. તમારા બધામાં પરસ્પર ઘણો પ્રેમ છે અને સ્તેહવશ તમે એક જ ધર્મનું પાલન કરી રહ્યા છો. તમારી આ આદર્શ સુકૃદતાથી હું ઘણો પ્રસન્‍ન છું. મારી પાસેથી વરદાન માગો. (૮) જે મનુષ્ય સંધ્યાકાળ વખતે દરરોજ તમારું સ્મરણ કરશે તેનો પોતાના ભાઈઓમાં પોતાના જેવો જ પ્રેમ થશે તથા સઘળા જીવો પ્રત્યે મિત્રતાનો ભાવ થઈ જશે. (૯) જે લોકો સાયંકાળે અને પ્રાતઃકાળે રુદ્રગીત વડે એકાગ્રચિતે મારી સ્તુતિ કરશે તેમને હું ઇચ્છિત વરદાન અને શુદ્ધ બુદ્ધિ આપીશ. (૧૦) તમે બધાએ અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાના પિતાની આજ્ઞા માથે ચડાવી છે તેથી તમારી સુંદર કીર્તિ સમસ્ત લોકોમાં ફેલાઈ જશે. (૧૧) તમને એક ઘણો જ વિખ્યાત પુત્ર થશે, તે ગુણોમાં બ્રહ્માજી કરતાં કોઈ પણ પ્રકારે ઓછો નહીં હોય તથા તે પોતાનાં સંતાનોથી ત્રણે લોકોને ભરી દેશે. (૧૨) હે રાજપુત્રો! કંડુ જ્પિના તપનો નાશ કરવા માટે ઇન્દ્રે મોકલેલી પ્રમ્લોચા અપ્સરાથી એક કમળલોચના પુત્રી ઉત્પન્ન થઈ હતી, તેને છોડીને તે સ્વર્ગલોકમાં ચાલી ગઈ. ત્યારે વૃક્ષોએ તે કન્યાને અપનાવીને તેનું પાલનપોષણ કર્યું, (૧૩) જ્યારે ભૂખથી વ્યાકુળ થઈને તે રડવા લાગી ત્યારે ઔષધિઓના અધિપતિ (રાજા) ચંદ્રમાએ દયાવશ તેના મુખમાં પોતાની અમૃતવર્ષિજ્ની તર્જની આંગળી આપી. (૧૪) તમારા પિતા આજકાલ મારી સેવા (ભક્તિ)માં રત રહેલા છે; તેમણે સંતાનો ઉત્પન્ન કરવાની તમને આજ્ઞા આપી છે. તો, તમે સત્વરે તે દેવતુલ્ય સુંદર કન્યા સાથે લગ્ન કરી લો. (૧૫) તમે બધા એક જ ધર્મમાં તત્પર છો અને તમારો સ્વભાવ પણ એકસરખો જ છે; તેથી તમારા જ જેવા ધર્મ અને સ્વભાવવાળી તે સુંદર કન્યા તમારા બધાયની પત્ની થશે તથા તમારા બધાયમાં તેનો સરખો અનુરાગ હશે. (૧૬) તમે બધા મારી કૃપાથી દસ લાખ દિવ્ય વર્ષો સુધી, સંપૂર્ણ સમર્ષ રહીને અનેક પ્રકારના આ લોકના અને પરલોકના અનેક દિવ્ય ભોગો ભોગવશો. (૧૭) અંતે, મારી અવિચળ ભક્તિથી અંતઃકરણનો સધળી વાસનાઓરૂપી મળ બળી જશે અને તમે આ લોકના તથા પરલોકના નરકતુલ્ય ભોગોથી ઉપરત (વિરક્ત) થઈને મારા પરમધામમાં જશો. (૧૮) જે લોકોનાં કર્મ ભગવદર્ષણ-બુદ્ધિથી થાય છે અને જેમનો સઘળો સમય મારી કથાવાર્તાઓ (સાંભળવા- સંભળાવવા)માં વીતે છે તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે તોપણ ઘર-ગૃહસ્થી તેમના બંધનનું કારણ થતી નથી. (૧૯) ૧. પ્રાચીન પ્રતમાં ‘શીભગવાનુવાચ’ - એટલો ભાગ નથી. ૨. પ્રા. પા. - ન્યથગ્ભાવાતુ૦ | ૩. મા. પા. - ૧: શાશતી | ૪. પ્રા. પા. - સન્દધે! પ. પ્રા. પા. - ગૃહેષ્વાવસતાં | ૬. પ્રા. પા. - બન્ધાય ન! અ૦ ૩૦] ચોથો સ્કન્ધ 459 નવ્યવદ્‌ હદયેયજશોબ્રલૈતદબ્રહ્મવાદિભિઃ | નમુહ્યન્તિન શોચન્તિ ન હૃષ્યન્તિ યતો ગતાઃ ॥ ૨૦॥ મૈત્રક ઉશચ એવં બ્રુવાણં પુરુષાર્થભાજનં જનાર્દનં પ્રાગ્જલયઃ પ્રચેતસઃ | તદર્શનધ્વસ્તતમોરજોમલા ગિરાડગૃણન્‌ ગદ્ગદયા સુહત્તમમ્‌ | ૨૧।। ઝૈતસ ઊયુ* નમઃ ક્લેશવિનાશનાય નિરૂપિતોદારગુણાદ્યાય 1 મનોવચોવેગપુરોજવાય* સર્વાક્ષમાર્ગેરગતાધ્વને નમો નમઃ રર શુદ્ધાય શાન્તાય નમઃ સ્વનિષ્ઠયા મનસ્યપાર્થ વિલસદદ્રયાય ! નમો જગત્સ્થાનલયોદયેષુ ગૃહીતમાયાગુણવિગ્રહાય ॥ર૩॥ નમો વિશુદ્ધસત્્તાય હરયે હરિમેધસે | વાસુદેવાય કૃષ્ણાય પ્રભવે સર્વસાત્વતામ્‌ ॥ ૨૪॥। નમઃ કમ્લનાભાય નમઃ કમલમાંલિને । નમઃ કમલપાદાય નમસ્તે કમલેક્ષણ | ર૫॥ નપઃ કમલકિગ્જલ્કપિશક્ઞામલવાસસે | સર્વભૂતનિવાસાય નમોડયુડક્્મહિસાક્ષિણે ॥ ૨૬॥ રૂપં ભગવતા ત્વેતદશેષક્લેશસડક્ષયમ્‌ | આવિષ્કૃત નઃ ક્લિષ્ટાનાં કિમન્યદનુકમ્પિતમ્‌ ॥ ૨૭॥ એતાવત્ત્વં હિ વિભુભિભાવ્યં દીનેષુ વત્સલૈઃ । યદનુસ્મર્યતે કાલે સ્વબુદ્ધયાડભદ્રરન્ધન ॥ ર૮॥ તેઓ હરહંમેશ મારી લીલાકથાઓ સાંભળતા રહે છે, તેથી બ્રહ્મવાદી વક્તાઓ મારફતે હું જ્ઞાનસ્વરૂપ પરબ્રહ્મ તેમના ફૃદયમાં નિત્ય નવા-નવા જેવો દેખાતો રહું છું અને મને પ્રાપ્ત કરી લેવાથી જીવોને નથી તો મોહ થવા પામતો કૈ નથી તો હર્ષ અને શોક પણ થવા પામતો. (૨૦) શ્રીમૈત્રેયજી કહે છે - ભગવાનનાં દર્શનથી પ્રચેતાઓના રજોગુજ્-તમોગુણ્રૂષ મળ નષ્ટ થઈ ચૂક્યો હતો. જયારે તેમને સધળા પુરુપાર્થોના આશ્રય અને સૌના પરમ સુહૃદ શ્રીહરિએ આ પ્રમાણન ક્યું ત્યારે તેઓ હાથ જોડીને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. (૨૧) પ્રચતાઓએ કહયું - હે પ્રભુ! તમે ભક્તોના ક્લેશ દુર કરનારા છો, અપે તમને નમસ્કાર કરીએ છીએ. વેદ તમારા ઉદાર ગુણો અને નામોનું નિરૂપલ્ર કરે છે. તમા વેગ મન અને વાણીના વેગ કરતાં પણ અધિક છે તથા તમારું સ્વરૂપ બધી જ ઇન્દ્રિયોની ગતિથી પર છે. અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. (૨૨) તમે પોતાના સ્વરૂપમાં સ્થિત સ્હેવાને કારણે નિત્ય શુદ્ધ અને શાંત છો, મન-રૂપ નિમિત્તને કારણે અમને તમારામાં આ મિથ્યા હેત ભાસી રહયું છે. વાસ્તવમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે તમે માયાના ગુશ્નોને અપનાવીને જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપ ષારણ કરો છો. અમે તમને નમસક છીએ. (૨૩) તમે વિશુદ્ધ સત્વસ્વરૂપ છો, તમારું જ્ઞાન સંસારના બંધનને દૂર કરી દે છે. તમે જ સમસ્ત ભાગવતો (ભક્તો)ના પ્રભુ વાસુદેવ ભગવાન શ્રીકૃષ્ણ છો. તમને નમસ્કાર છે. (૨૪) તમારી જ નાભિમાંથી બ્રહ્માંડરૂપી કમળ પ્રગટ થયું હતું. તમારા કંઠમાં કમળપુષ્યોની માળા સુશોભિત છે તથા તમારાં ચરણો કમળ જેવાં કોમળ છે. હે કમલનમન! તમને નમસ્કાર છે. (૨૫) તમે કમળપુષ્યની પરાગ જેવું સ્વચ્છ પીતાંબર ધારણ કરેલા છો, સઘળાં ભૂતપ્રાણીઓનું આશ્રયસ્થાન છો તથા સૌના સાક્ષી છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. (૨૬) હે ભગવાન! તમારું આ સ્વરૂપ સઘળા ક્લેશોનું નિવારણ કરનારું છે; અવિઘા, અસ્મિતા, રાગ-દ્વેષ વગેરે ક્લેશોથી પીડિત એવા_અમારી આગળ તમે તેને પ્રગટ કર્યુ છે. આનાથી અધિક અમારા ઉપર અન્ય શી કૃપા હશે? (૨૭) અમંગળોના હરનારા હે પ્રભુ! દીનજનો પર દયા કરનાર! સમર્થ કનુષ્યોએ એટલી જ કૃપા કરવાની છે કે અવારનવાર તેઓ તે દીનજનોને એવી રીતે યાદ કરતા રહે કે ‘આ અમારા છે.’ એનાથી જ તેમના આશ્રિતોનું ચિત્ત શાંત થઈ જાય છે. તમે તો ક્ષુદ્માં ક્ષુદ્ર ત્રા્રીઓનાં અંતઃકરણોમાં પણ ૧. પ્રાચીન પ્રતમાં ‘મનોવચો૦’ષી માંડીને “બવિગ્રહાય’ સુધીનો ભાગ એટલે કે રરમા શ્લોકનો ઉત્તરાર્ષ અને ર૩મો “લોક નથી. 460 શ્રીમદભાગવત [અ૦ ૩૦ યેનોપશાન્તિર્ભતાનાં ક્ષુલ્લકાનામપીહતામ્‌ | અત્તર્હિતોડન્તર્દયે કસ્માન્ઞો વેદ નાશિષઃ | ૨૯॥ અસાવેવ વરોડસ્માકમીપ્સિતો જગતઃ પતે | પ્રસન્નો ભગવાન્‌ યેષામપવર્ગગુરુર્ગતિઃ ॥ ૩૦॥ વરંવૃણીમહેડથાપિ નાથ ત્વત્પરતઃ પરાત્‌ | નહ્યન્તસ્ત્વદ્િભૂતીનાં ર સોડનન્ત ઇતિ ગીયસે* ॥ ૩૧॥ પારિજાતેડગ્જસા લબ્ધે સારફ્રોડન્યન્ન સેવતે ! ત્વદડિપ્રમૂલમાસાધ સાક્ષાત્કિ કિં વૃણીમહિ || ૩૨! યાવત્તે માયયા સ્પૃષ્ટા ભ્રમામ ઇહ કર્મભિઃ | તાવદ્ધવત્પ્રસક્ઞાનાં સદ્નઃ સ્યાન્નો ભવે ભવે | ૩૩॥ તુલયામ લવેનાપિર* ન સ્વર્ગ નાપુનર્ભવમ્‌ । ભગવત્સદ્નિસક્નસ્ય’મર્ત્યાનાં કિમુતાશિષઃ ॥ ૩૪॥ યત્રેડ્યન્તે કથા મૃષ્ટાસ્તૃષ્ણાયાઃપ્રશમો યતઃ | નિર્વેરં યત્ર ભૂતેષુ નોદ્દેગો યત્ર કશ્ચન | ૩૫॥ યત્ર નારાયણઃ સાક્ષાદ્ધગવાન્ન્યાસિનાં ગતિઃ ! સંસ્તૂયતે સત્કથાસુ મુક્તસજ્રેઃ પુનઃ પુનઃ | ૩૬॥ તેષાં વિચરતાં પદ્દભ્યાં તીર્થાનાં પાવનેચ્છયા ! ભીતસ્ય કિં ન રોચેત તાવકાનાં સમાગમઃ || ૩૭॥ વયં તુ સાક્ષાદ્રગવન્‌ ભવસ્ય પ્રિયસ્ય સખ્યુઃ ક્ષણસક્નમેન | સુદુશ્ચિકિત્સ્યસ્ય ભવસ્ય મૃત્યો- ર્ભિષક્તમં ત્વાડધ ગતિં ગતાઃ સ્મઃ ।। ૩૮॥। મ્યન્નઃ સ્વધીતં ગુરવઃ પ્રસાદિતા વિપ્રાશ્વ વૃદ્ધાશ્ષ સદાનુવૃત્ત્યા | આર્યા નતાઃ સુહૃદદો ભ્રાતરશ્ચ સર્વાણિ ભૂતાન્યનસૂયયૈવ || ૩૯॥ અંતર્યામીરૂપે વિરાજમાન રહો છો. તો પછી તમારા ઉપાસક એવા અમે જે જે કામનાઓ કરીએ છીએ તે અમારી ક્ામનાઓને તમે કેમ જાણી નહીં લો? (૨૮-૨૯) હે જગદીશ્વર! તમે મોક્ષનો માર્ગ દેખાડનારા અને સ્વયં પુરુષાર્થસ્વરૂપ છો. તમે અમારા પર પ્રસન્‍ન છો, આનાથી અધિક અમને બીજું શું જોઈએ ? બસ, અમારું અભીષ્ટ વરદાન તો તમારી પ્રસન્નતા જ છે. (૩૦) તેમ છતાં, હે નાથ! અમે એક વરદાન તમારી પાસેથી અવશ્ય માગીએ છીએ. પ્રભુ! તમે પ્રકૃતિ વગેરેથી પર છો અને તમારી વિભૂતિઓનો પણ કોઈ અંત નથી; તેથી તમે ‘અનંત’ કહેવાઓ છો, (૩૧) જો ભમરાને અનાયાસ જ કલ્પવૃક્ષ મળી જાય, તો શું તે કોઈ બીજા વૃક્ષનું સેવન કરશે ખરો? તો, તમારાં ચરણોના શરણે આવીને હવે અમે શું-શું માગીએ? (૩૨) અમે તમારી પાસેથી માત્ર એ જ માગીએ છીએ કે જ્યાં સુધી તમારી માયાથી મોહિત થઈને અમે પોતાનાં કર્મો અનુસાર સંસારમાં ભ્રમણ કરતા રહીએ ત્યાં સુધી જનમોજનમ અમને તમારા પ્રેમી ભક્તોનો સંગ મળતો રહે. (૩૩) અમે તો ભગવદ્‌ભક્તોના ક્ષણભરના સંગની સામે સ્વર્ગ અને મોક્ષ પણ કશું જ નથી એમ સમજીએ છીએ; તો પછી માનવીય ભોગોની તો વાત જ ક્યાં રહી? (૩૪) ભાગવતો (ભગવદ્‌ભક્તો)ના સમાજમાં હરહંમેશ ભગવાનની મધુર- મધુર કથાઓ થતી રહે છે, કે જેમના શ્રવણમાત્રથી ભોગોની તૃષ્ણા શાંત થઈ જાય છે. ત્યાં પ્રાણીઓમાં કોઈ પણ પ્રકારનો વેર-વિરોધ કે ઉદ્ેગ રહેતો નથી. (૩૫) ત્યાં સારા સારા કથાપ્રસંગો દ્વારા સંન્યાસીઓના એકમાત્ર આશ્રય સાક્ષાત્‌ શ્રીનારાયણ ભગવાનનું નિષ્કામભાવે વારંવાર ગુજ્ગાન થતું, રહે છે. (૩૬) તમારા તે ભક્તો તીર્થને પવિત્ર કરવાના ઉદેશ્યથી પૃથ્વી પર પગપાળા જ વિચરતા રહે છે. તેમનો સમાગમ સંસારથી ભયભીત થયેલા પુરૃપોને, ભલા, કેમ રુચિકર નહીં થાય? (૩૭) હે ભગવન્‌! તમારા પ્રિય સખા અને ભક્ત ભગવાન શંકરના ક્ષણભરના સમાગમથી જ આજે અમને તમારું સાક્ષાત્‌ દર્શન પ્રાપ્ત થયું છે. તમે જન્મ-મરણરૂપ દુઃસાધ્ધ રોગના શ્રેષ્ક્ઠમ વૈધ છો, એવા અમે આપને પ્રાપ્ત કરી શક્યા એ અમારું સૌભાગ્ય છે. તેથી અમારી વિનંતી છે કે આપના ભક્તોનો સમાગમ મળતો રહે. (૩૮) પ્રભુ! અમે સમાહિત ચિત્તથી જે કંઈ અધ્યયન કર્યું છે, નિરંતર સેવા-શુશ્રૂષા કરીને ગુરુ, બ્રાહ્મણો અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે તથા દોષબુદ્ધ ત્યજીને શ્રેષ્ઠ પુરુષો, સુકદજનો, બાંધવો તેમ જ સમસ્ત ૧. પ્રા. પા. - ત્વાપિ। ૨. પ્રા. પા. - ન હ્ન્તો થક્ઠિક! ૩. પ્રા. પા. - ગીયતે | ૪. પ્રા. પા. - કણેનાપિ | પ. પ્રા. પા. - ભવત્યસક્રિસ#સ્પ અ૦ ૩૦] ચોથો સ્કન્ધ 461 એતદીશ કાલમદભ્રમપ્સુ 1 ભૂમ્નો પરિતોષણાય ॥૪૦॥ યન્નઃ સુતમં તપ નિરન્ધસાં સર્વ તદેતત્યુરુષસ્ય વૃણીમહે તે મનુઃ સ્વયમ્ભૂર્ભગવાન્‌ ભવશ્ચ યેડન્યે તપોજ્ઞાનવિશુદ્ધસત્ત્વાઃ । અદંષ્ટપારા અપિ યન્મહિમ્નઃ સ્તુવન્ત્યથો ત્વાડડત્મસમં ગૃણીઃ 5 1૪૧ નમઃ સમાય શુદ્ધાય પુરુષાય પરાય ચ | વાસુદેવાય સત્ત્વાય તુભ્યં ભગવતે નમઃ ૪૨ મૈકેક ઉર ઈતિ પ્રચેતોભિરભિષ્ટુતો હરિઃ પ્રીતસ્તથેત્યાડ શરણ્યવત્સલઃ | અનિચ્છતાં યાનમતૃપ્તચક્ષુષાં યયૌ સ્વધામાનપવર્ગવીર્યઃ૧ ।૪૩॥ અથ નિર્યાય સલિલાત્પ્રચેતસસ ઉદન્વતઃ | વીક્ષયાકુપ્યન્દુમૈશ્છન્ઞાં ગાં ગાં રોદ્રમિવોચ્છિતિઃ । ૪૪॥ તતોડગ્નિમારુતૌ રાજન્નમુઞ્ચન્મુખતો રુષા | મહીં નિર્વીરુધં કર્તું સંવર્તક ઇવાત્યયે 1 ૪૫॥ ભસ્મસાત્કિયમાણાંસ્તાન્દુમાન્વીક્ષ્ય પિતામહઃ | આગતઃશમયામાસ પુત્રાન્‌ બર્હિષ્મતો નયૈઃ ॥ ૪૬॥ ] તત્રાવશિષ્ટા થે વૃક્ષા ભીતા દુહિતરં તદા । ઉજ્જહુસ્તે પ્રચેતોભ્ય ઉપદિષ્ટાઃ સ્વયમ્ભુવા | ૪૭॥ તે ચ બ્રહ્મણ આદેશાન્મારિષામુપયેમિરે । યસ્યાં મહદવજ્ઞાનાદજન્યજનયોનિજઃ | ૪૮॥ ચાક્ષુષે ત્વન્તરે પ્રામે પ્રાક્સર્ગે કાલવિઠ્ઠતે ! યઃસસર્જ પ્રજા ઇષ્ટાઃ૨ સ દક્ષો દૈવચોદિતઃ ।। ૪૯॥ યોજાયમાનઃ સર્વેષાં તેજસ્તેજસ્વિનાં રુચા । સ્વયોપાદત્ત દાક્ષયાચ્ચ કર્મણાં દક્ષમબ્રુવન્‌ । ૫૦॥ મ્રાણીઓની વંદના કરી છે અને અન્ન વગેરેનો ત્યાગ કરીને દીર્ધકાળ સુધી જળમાં ઊભા રહીને તપસ્યા કરી છે, તે બધું સર્વવ્યાપક પુરુષોત્તમ સ્વરૂપ આપના સંતોપનું કારણ થાઓ

  • આ જ વરદાન માગીએ છીએ. (૩૯-૪૦) સ્વામી! તમારા મહિમાનો પાર નહીં પામવા છતાં પલ્ર સ્વાયંભુવ મનુ, સ્વર્ય બ્રહ્માજી, ભગવાન શંકર તથા તપ અને જ્ઞાનથી શુદ્ધચિત્તના થયેલા અન્ય મનુષ્યો નિરંતર તમારી સ્તુતિ કરતા રહે છે. તેથી અમે પણ પોતાની બુદ્ધિ અનુસાર તમારું યશોગાન કરીએ છીએ. (૪૧) તમે સર્વત્ર-સમાન, શુદ્ધસ્વરૂપ અને પરમપુરુષ છો. અમે આપને - સત્તમૂર્તિ ભગવાન વાસુદેવને નમસ્કાર કરીએ છીએ. (૪૨) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! પ્રચેતાઓએ આ પ્રમાણે સ્તુતિ કરી તેથી શરભ્રાગતવત્સલ શ્રીભગવાને પ્રસન્ન થઈને કહ્યું - ‘તથાસ્તુ.’ અપ્રતિહત પ્રભાવવાળા શ્રીહરિની મધુર મૂર્તિનાં દર્શનથી હજીય પ્રચેતાઓનાં નેત્રો તૃપ્ત થયાં ન હતાં, તેથી તેઓ તેમને જવા દેવા ઇચ્છતા ન હતા; તોપણ તેઓ પોતાના પરમધામમાં સિધાવી ગયા. (૪૩) આ પછી પ્રચેતાઓએ સમુદ્રજળમાંથી બહાર નીકળીને જોયું કે સમગ્ર પૃથ્વીને ઊંચા-ઊંચા વૃક્ષોએ ઢાંકી દીધી છે, તે જાલે કે સ્વર્ગમાં જવાના માર્ગને રોકવા માટે જ આટલાં વધી ગયાં હતાં. આ જોઈને તેઓ વૃક્ષો પર ઘણા કોપિત થયા. (૪૪) ત્યારે તેમલે પૃથ્વીને વૃક્ષ-વેલીઓ વગરની કરી દેવા માટે પોતાના મુખમાંથી પ્રચંડ વાયુ અને અગ્નિ છોડ્યાં, જેવાં કાલાગ્નિ-રદ્ર પ્રલથકાળે છોડે છે. (૪૫) જ્યારે બ્રહ્માજીએ જોયું કે તેઓ તમામ વૃક્ષોને ભસ્મ કરી રહ્યા છે ત્યારે તેઓ ત્યાં આવ્યા અને તેમણે પ્રાચીનબર્હિના પુત્રોને યુક્તિપૂર્વક સમજાવીને શાંત કર્યા. (૪૬) પછી જે થોડાં વૃક્ષો ત્યાં બચ્યાં હતાં તેમજ્વે ભયભીત થઈને, બ્રહ્માજીના કહેવાથી તે કન્યા લાવીને પ્રચેતાઓને આપી. (૪૭) પ્રચેતાઓએ પણ બ્રહ્માજીના આદેશથી તે મારિષા નામની કન્યા સાથે લગ્ન કરી લીધાં. તેના જ ગર્ભમાંથી, બ્રહ્માજીના પુત્ર દશે, શ્રીમહાદેવજીની અવજઞને કારણે પોતાનું પૂર્વશરીર ત્યજી દઈને જન્મ લીધો. (૪૮) આ જ દક્ષે ચાક્ષુષ મન્વંતરનું આગમન થતાં, જયારે કાળક્રમે પૂર્વસર્ગ નષ્ટ થઈ ગયો ત્યારે ભગવાનની પ્રેરણાથી ઇચ્છા અનુસાર નવી પ્રજા ઉત્પન્ન કરી. (૪૯) તેમણે જન્મ લેતાંની સાથે જ પોતાના તેજથી સમસ્ત તેજસ્વીઓનું તેજ છીનવી લીધું. એ કર્મ કરવામાં ઘણા દક્ષ (કુશળ) હતા, તેથી જ તેમનું નામ થયું. (૫૦) ૧. પ્રા. પા. - વ્વિકમઃ 1 ૨. પ્રા. પા. - મૃણાઃ1 462 શ્રીમદભાગવત [અ૦ ૩૧ તં પ્રજાસર્ગરક્ષાયામનાદિરભિષિચ્યધ ચ । યુયોજ યુયુજેડન્યાંશ્ચ ૨ સ વૈ સર્વપ્રજાપતીન્‌ । ૫૧॥। બ્રહ્માજીએ તેમનો મ્રજાપતિઓના નાયકના પદ પર અભિષેક કર્યો અને સૃષ્ટિના રક્ષણ માટે તેમને નિયુક્ત કર્યા; અને. તેમશે મરીચિ વગેરે અન્મ પ્રજાપતિઓને પોતપોતાના કાર્યમાં નિયુક્ત કર્યા. (૫૧). ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે ત્રિંશોડધ્યાયઃ ॥ ૩૦॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત ત્રીસમો અધ્યાય સમાપ્ત.