ચોવીસમો અધ્યાય રાહુ વગેરેની સ્થિતિ તથા અતલ વગેરે નીચેના લોકોનું વર્ણન શ્રીશુક ઉશાચ અધસ્તાત્સવિતુર્યોજનાયુતે સ્વર્ભાનુ- ર્નક્ષત્રવચ્ચરતીત્યેકે યોડસાવમરત્વં ગ્રહત્વં ચાલભત ભગવદનુકમ્પયા સ્વયમસુરાપસદઃ સૈંહિકેયો હ્યતદર્હસ્તસ્ય તાત જન્મ કર્માણિ ચોપરિષ્ટાદ્રક્ષ્યામઃ ॥૧। યદદસ્તરણેર્મણ્ડલં પ્રતપતસ્તદ્રિસ્તરતો યોજનાયુતમાચક્ષતે દ્રાદશસહસ્ત્રં સોમસ્ય ત્રયોદશસહસ્ં રાહોર્યઃ પર્વણિ તદ્વ્યવધાનકૃહેરાનુબન્ધઃ સૂર્યાચન્દ્ર- મસાવભિધાવતિ |ર॥ તત્તિશમ્યોભયત્રાપિ ભગવતા રક્ષણાય પ્રયુક્ત સુદર્શનં નામ ભાગવતં દયિતમસ્તં તત્તેજસા દુર્વિષહં મુહુઃ પરિવર્ત- માનમભ્યવસ્થિતો મુહૂર્તમુદ્રિજમાનશ્ચકિતહૃદય આરાદેવ નિવર્તતે તદુપરાગમિતિ વદન્તિ લોકાઃ ૩॥ તતોડધસ્તાત્સિદ્રચારણવિધાધરાણાં સદનાનિ તાવન્માત્ર એવ | ૪।। તતોડધસ્તાધક્ષ- રક્ષઃપિશાચપ્રેતભૂતગણાનાં વિહારાજિરમન્તરિક્ષં યાવદ્ધાયુઃ પ્રવાતિ યાવન્મેઘા ઉપલભ્યન્તે | ૫।। તતોડધસ્તાચ્છતયોજનાન્તર ઇયં પૃથિવી યાવદ્ધંસભાસશ્યેનસુપર્ણાદયઃ પતત્તિપ્રવરા ઉત્પતન્તીતિ ॥ ૬॥ ઉપવર્ણિતં ભૂમેર્યથાસન્નિવેશાવસ્થાનમવનેરપ્યધસ્તાત્ સપ્ત ભૂવિવરા એકૈકશો યોજનાયુતાન્તરેણાયામ- વિસ્તારેણોપક્લૃ્તા1 અતલં વિતલં સુતલં તલાતલં મહાતલં રસાતલં પાતાલમિતિ || ૭।। એતેષુ હિ બિલસ્વર્ગેષુ૨ સ્વર્ગાદપ્યધિક- કામભોગૌશ્ચર્યાનન્દભૂતિવિભૂતિભિઃ સુસમૃદ્ધ- શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! કેટલાક લોકોનું. કહેવું છે કે સૂર્યથી દસ હજાર જોજન નીચે રાહુ નક્ષત્રોની જેમ ઘૂમે છે. એલે ભગવાનની કૃપાથી જ દેવત્વ અને ગ્રહત્વ પ્રાપ્ત કરેલું છે, (અન્યથા) સિંહિકાપુત્ર તે પોતે તો અધમ અસુર હોવાને કારણે કોઈ પણ રીતે આ પદને લાયક ન હતો. તેના જન્મ અને તેનાં કર્મોનું વર્ણન અમે આગળ ઉપર કરીશું. (૧) સૂર્યનું અત્યંત તપતું આ જે મંડળ છે તેનો વિસ્તાર દસ હજાર જોજન બતાવવામાં આવે છે. આ જ પ્રમાણે ચંદ્રના મંડળનો વિસ્તાર બાર હજાર અને રાહુનો વિસ્તાર તેર હજાર જોજન છે. અમૃતપાન કરતી વખતે આ રાહુ દેવતાના વેશમાં સૂર્ય અને. ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો હતો અને ત્યારે સૂર્ય અને ચંદ્ર આનો ભેદ ખોલી નાખ્યો હતો. તે વેર યાદ કરીને આ (રાહુ) અમાસ અને પૂર્ણિમાના દિવસે તેમના (સૂર્ય અને ચંદ્ર) પર આક્રમણ કરે છે. (૨) આ જોઈને ભગવાને સૂર્ય અને ચંદ્રના રક્ષણ માટે તે બંનેની પાસે પોતાના પ્રિય આયુધ સુદર્શન ચક્રની નિયુક્તિ કરેલી છે, તે નિરંતર ઘુમતું રહે છે; તેથી રાહુ તેના અસહ્ય તેજથી ઉદ્ઠિગ્ન અને ચક્તિચિત્ત થઈને ઘડીભર માટે તેમની સામે ટકીને પછી તરત પાછો ચાલ્યો જાય છે.આ રાહુના એટલા સમય માટે તેમની સામે ટકવાની ઘટનાને લોકો ‘ગ્રહણ’ કહે છે. (૩) ચહુથી દસ હજાર જોજન નીચે સિદ્ધો, ચારણો, વિદ્યાધરો વગેરેનાં સ્થાન છે. (૪) તેમની નીચે જ્યાં સુધી વાયુ ગતિ કરે છે અને વાદળાં દેખાય છે તે અંતરિક્ષલોક છે. એ યક્ષો, રાક્ષસો, પિશાચો, પ્રેતો અને ભૂતોનું વિહારસ્થાન છે.(૫) તેનાથી નીચે સો જોજન દૂર આ પૃથ્વી છે. હંસ, ગીધ, બાજ, ગરુડ વગેરે મુખ્ય-મુખ્ય પક્ષીઓ જ્યાં સુધી ઊડી શકે છે ત્યાં સુધી તેની હદ છે. (૬) પૃથ્વીના વિસ્તારનું અને તેની સ્થિતિનું. વર્ણન તો (અગાઉ) થયેલું જ છે. આ (પૃથ્વી)ની પણ નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ નામના સાત ભૂ-વિવરો (અર્થાત્ ભૂગર્ભમાં રહેલા લોક) છે. આ એકની નીચે એક દસ-દસ હજાર જોજનના અંતરે આવેલા છે અને એમાંના પ્રત્પેકની લંબાઈ-પહોળાઈ પણ દસ- દસ હજાર જોજન જેટલી જ છે. (૭) આ ભૂમિ વિવરો પણ એક પ્રકારનાં સ્વર્ગ જ છે. એમનામાં સ્વર્ગ કરતાં પણ વધુ વિષયભોગ, એશ્વર્ય, આનંદ, સંતાનસુખ અને ધનસંપત્તિ છે. અહીંનાં વૈભવપૂર્ણ ભવનો, ઉધાનો અને ક્રીડાસ્થાનોમાં દૈત્યો, દાનવો અને નાગલોકો જાતજાતની માયામયી કીડાઓ કરતા રહીને નિવાસ કરે છે. તે બધા ગૃહસ્થીધર્મનું પાલન કરે છે. ૧.પ્રા.પા. -ન્મવિસ્તારા: સિદ્ારણવિલાયરાબ્રાં સદનાનિ તાવન્માત્ર એવ તતોડયસ્તાદુરગાણામુપક્ણૃપ્તા અતલ 1૨. પ્રા. પા. - વિલસ્થલેપુ 1 અ૦ ર૪] પાંચમો સ્કન્ધ ક્ક્ક ભવનોધાનાક્રીડવિહારેષુ દૈત્યદાનવકાદ્રવેયા નિત્ય- પ્રમુદિતાનુરક્તકલત્રાપત્યબન્ધુસુહૃદનુચરા ગૃહપતય ઈશ્વરાદપ્યપ્રતિહતકામા માયાવિનોદા નિવસત્તિ ॥ ૮॥યેષુ મહારાજ મયેન માયાવિના વિનિર્મિતાઃ5 પુરો નાનામણિપ્રવરપ્રવેકવિરચિત- વિચિત્રભવનપ્રાકારગોપુરસભાચૈત્યચત્વરાયતનાદિભિ- ર્નાંગાસુરમિથુનપારાવતશુકસારિકાકીર્ણકૃત્રિમ-૨ ભૂમિભિર્વિવરેશ્વરગૃહોત્તમૈઃ સમલડકૃતા- શ્વકાસતિ ॥૯॥ ઉદ્યાનાનિ ચાતિતરાં* મનઇન્દ્રિયાનન્દિભિઃ સુભગકિસલયાવનતરુચિરવિટપવિટપિનાં* શ્રીભિઃ વિહદ્રમજલાશયાનામમલજલપૂર્ણાનાં કુસુમફલસ્તબક- લતાદ્ઞાલિદ્રિતાનાં સમિથુનવિવિધ- ઝષ- કુલોલ્લદ્રનક્ષુભિતનીરનીરજકુમુદકુવલય-પ કહ્મારનીલોત્પલલોહિતશતપત્રાદિવનેષુ કૃતનિકેતનાનામેકવિહારાકુલમધુરવિવિધ- સ્વનાદિભિરિન્દ્રિયોત્સવૈરમરલોકશ્રિયમતિ- શયિતાનિ |૧૦॥ મહોરાત્રાદિભિઃ યત્ર્થ હિ મહાહિપ્રવરશિરોમણયઃ સર્વ તમઃ પ્રબાધન્તે યત્ર હ વાવ ન ભય- કાલવિભાગૈરુપલક્ષ્યતે || ૧૧॥। ॥૧૨॥ ન વા એતેષુ વસતાં દિવ્યોષધિરસરસાય- નાન્નપાનસ્નાનાદિભિરાધયો વ્યાધયો વલીપલિત- જરાદયશ્ચ દેહવૈવર્ણ્યદૌર્ગન્ધ્યસ્વેદક્લમગ્લાનિરિતિ તેમનાં પત્ની, પુત્ર, ભાઈ, સગાંવહાલાં અને સેવકો તેમને ઘણો પ્રેમ કરે છે અને તેઓ હંમેશાં પ્રસન્નચિત્ત રહે છે. તેમના ભોગો ભોગવવામાં અડચણ ઊભી કરવાનું સામર્થ ઇન્દ્ર વગેરેમાં પણ નથી. (૮) હે મહારાજ! આ ભૂમિ-વિવરોમાં માયાવી મયદાનવે બનાવેલી અનેક નગરીઓ શોભાપૂર્વક ઝગમગી રહી છે, કે જે (નગરીઓ) અનેકવિધ સુંદર-સુંદર મણિઓ વડે રચાયેલાં ચિત્ર-વિચિત્ર ભવનો, કોટ, નગરના દરવાજાઓ, સભાભવનો, મંદિરો, મોટાં મોટાં પ્રાંગણ્ો અને ધરોથી સુશોભિત છે તથા જેમની કૃત્રિમ ભૂ-સપાટી (ફરશ) પર નાગ અને અસુરોનાં યુગલો તેમ જ કબૂતરો, પોપટ, મેના વગેરે પક્ષીઓ કિલ્લોલ કરતાં રહે છે. પાતાળના અધિપતિઓનાં આવાં ભવ્ય ભવનો તે નગરીઓની શોભા વધારે છે. (૯) ત્યાંના બાગબગીચાઓ પણ પોતાની શોભાથી દેવલોકના ઉદ્યાનોની શોભાને પરાજિત કરે છે. તેમાં અનેક વૃક્ષો છે, કે જેમની સુંદર ડાળીઓ ફળ-ફલોના ગુચ્છોના અને કોમળ ફંપળોના ભારથી લચેલી રહે છે તથા જેમને જાતજાતની લતાઓએ પોતાના અંગપાશ વડેબાંધી રાખેલાં છે. ત્યાં નિર્મળ જળથી ભરેલાં જે અનેક જળાશયો છે તેમાં વિવિધ પક્ષીઓનાં યુગલો વિલાસ કરતાં રહે છે. આ વૃક્ષો અને જળાશયોના સૌંદર્યથી તે બગીચાઓ અત્યંત શોભી રહ્યા છે. તે જળાશયોમાં રહેતી માછલીઓ જ્યારે ક્રીડા કરતી ઊછળે છે ત્યારે તેમનાં જળમાં સ્પંદનો ઊઠે છે, એ સાથે જ જળ પર ઊગેલાં કમળ, કુમુદ, કુવલય, કહ્લાર (શ્વેતકમળ) નીલકમળ, રક્ત-કમલ, શતપાંખડી કમળ વગેરેના સમૂહો પણ હાલવા લાગે છે. આ કમળોના વનમાં રહેતાં પક્ષીઓ નિરંતર ક્રીડા-કૌતુક કરતાં રહીને જાત-જાતની અતિ-મધુર બોલીઓ બોલતાં રહે છે, જે સાંભળીને મન અને ઇન્દ્રિયોને ઘણો જ આહ્દાદ મળે છે; અને તેસમયે સમસ્ત ઇન્દ્રિયોમાં જાણે ઉત્સવ છવાઈ જાય છે. (૧૦) ત્યાં સૂર્યનો પ્રકાશ જતો નથી, તેથી દિવસ-રાત વગેરે કાળ- વિભાજનનો પણ કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. (૧૧) ત્યાંના સમસ્ત અંધકારને મોટા મોટા નાગોનાં મસ્તકો પરના મણિઓ જ દૂર કરે છે. (૧૨ ) આ લોકોના રહેવાસીઓ જે ઔષધિ, રસ, રસાથણ, અન્ન, પાન, સ્નાન વગેરેનું સેવન કરે છે તે તમામ પદાર્થો દિવ્ય હોય છે; આ દિવ્ય પદાર્થોના સેવનથી તેમને માનસિક કે શારીરિક રોગ થતા નથી તથા કરચલીઓ પડવી, વાળ પાકી જવા, ઘડપણ આવવું, શરીર તેજહીન થઈ જવું, શરીરમાંથી દુર્ગંધ આવવી, પરસેવો ટપકવો, થાક લાગવો અથવા નબળાઈ આવી જવી તથા ઉમરના બદલાવા સાથે શરીરની અવસ્થામાં ફેરફાર થવો - આવા કોઈ વિકાર થતા નથી. તેઓ હમેશાં સુંદર, સ્વસ્થ, યુવાન અને શક્તિસંપન્ન રહે ૧. પ્રા. પા. - નિર્ષિતાઃ | ૨. પ્રા. પા. - ત્શારિકાન! ૩. પ્રા. પા. - નિતરાં | ૪. પ્રા. પા. - વચિરવિટપિના | પ. પ્રા. પા. - વ્નૌલનીરજટ | ૬. પ્રા. પા. - યત્ર મહાહિ૦ ! કક શ્રીમદભાગવત [અ૦ ૨૪ વયોડવસ્થાશ્ચ ભવન્તિ 1૧૩ ન હિ તેષાં કલ્યાણાનાં પ્રભવતિ કુતશ્વન મૃત્યુર્વિના ભગવત્તેજસશ્ચક્રાપદેશાત્ । ૧૪।। યસ્મિન્ પ્રવિષ્ટેડસુરવધૂનાં પ્રાયઃ પુંસવનાનિ ભયાદેવ સવન્તિ પતત્તિ ચ 1૧૫।। અથાતલે મયપુત્રોડસુરો બલો નિવસતિ યેન હ વા ઇહ સૃષ્ટાઃ ષણ્ણવતિર્માયાઃ કાશ્ચનાધાપિ માયાવિનો ધારયન્તિ યસ્ય ચ જૃમ્ભમાણસ્ય મુખત- સ્રયઃ સ્રીગણા ઉદપધત્ત સ્વૈરિણ્યઃ કામિન્યઃ પુંશ્રલ્ય ઇતિ યા વૈ વિલાયનં પ્રવિષ્ટં પુરુષં રસેન હાટકાખ્યેત સાધથિત્વા સ્વવિલાસાવલોક- નાનુરાગસ્મિતસંલાપોપગૂહનાદિભિઃ સ્વૈરં કિલ રમયન્તિ યસ્મિન્નુપયુક્તે પુરુષ ઈશ્વરોડહં સિદ્ધોડહમિત્યયુતમહાગજબલમાત્માનમભિમન્યમાનઃ કત્થતે મદાન્ધ ઇવ ।।૧૬॥। તતોડધસ્તાદ્વિતલે હરો ભગવાન્ હાટકેશ્વરઃ સ્વપાર્ષદભૂતગણાવૃતઃ ૧ પ્રજાપતિસર્ગોપબંહણાય ભવો ભવાન્યા સહ મિથુનીભૂત ૨ આસ્તે યતઃ પ્રવૃત્તા સરિત્રવરા હાટકી નામ ભવયોર્વીયેણ* યત્ર ચિત્રભાનુર્માતરિશ્વના સમિધ્યમાન ઓજસા પિબતિ તન્ઞિષ્ઠયૂતં હાટકાખ્યં સુવર્ણ ભૂષણેનાસુરેન્દ્રા- વરોધેષુ પુરુષાઃ સહ પુરુષીભિર્ધારયન્તિ || ૧૭।। તતોડધસ્તાત્સુતલે ઉદારશ્રવાઃ પુણ્યશ્લોકો વિરોચનાત્મજો બલિર્ભગવતા મહેન્દ્રસ્ય પ્રિયં ચિકીર્ષમાણેનાદિતેર્લબ્ધકાયો ભૂત્વા બટુવામન- રૂપેણ પરાક્ષિમલોકત્રયો? ભગવદનુકમ્પયૈવ પુનઃ પ્રવેશિત ઇન્દ્રાદિષ્વવિધ્યમાનયા સુસમૃદ્ધયા શ્રિયાડભિજુષ્ટઃ સ્વધર્મેણારાધયંસ્તમેવ ભગવન્ત- મારાધનીયમપગતસાધ્વસ આસ્તેડધુનાપિ | ૧૮॥ નો એલૈતત્સાક્ષાત્કારો ભૂમિદાનસ્ય છે. (૧૩) તે પુક્યશાળી જનોનું ભગવાનના તેજરૂપ સુદર્શન ચક સિવાય અન્ય કોઈ સાધનથી મૃત્યુ થઈ શકતું નથી. (૧૪) સુદર્શન ચક્રના તો આગમન-માત્રથી જ ભયને કારણે અસુર- રમણ્રીઓને ગર્ભસાવ અને ગર્ભપાત થઈ જાય છે. (૧૫) અતલ-લોકમાં મયદાનવનો પુત્ર બલ (નામનો) અસુર રહે છે. તેશે છન્નુ પ્રકારની માયા રચેલી છે. એમાંની કેટલીક તો આજે પણ માયાવી પુરુષોમાં જોવા મળે છે. તેણે એક વાર બગાસું ખાધું હતું, ત્યારે તેના મુખમાંથી સ્વૈરિણી (માત્ર પોતાના વર્ણના પુરુષો સાથે રમણ કરનારી), કામિની (અન્ય વર્ણાના પુરુષો સાથે પણ સમાગમ કરનારી) અને પુંશ્રલી (અત્યંત ચંચળ સ્વભાવશાળી) - ત્રણ પ્રકારની સ્રીઓ ઉત્પન્ન થઈ હતી. આ સ્ત્રીઓ તે લોકમાં રહેતા પુરુષોને હાટક નામનો રસ પિવડાવીને તેમને સંભોગ કરવા સમર્થ બનાવી દે છે; અને પછી તેમની સાથે પોતાની હાવભાવ-સભર દૃષ્ટિ (નેત્રકટાક્ષ), પ્રેમસભર સ્મિત, પ્રેમાલાપ અને આલિંગન વગેરે વડે યથેષ્ટ રમણ કરે છે. તે હાટક-રસ પીને મનુષ્ય મદાંધ જેવો થઈ જાય છે અને પોતાને દસ હજાર હાથીઓ જેટલો બળવાન માનીને “હું ઈશ્વર છું, હું સિદ્ધ છું’ - એ પ્રમાણે ગર્વથી ફુલાઈને વાતો કરવા લાગે છે. (૧૬) ૭. આ અતલનીનીચેના વિતલ-લોકમાં ભગવાન હાટકેશ્વર નામના મહાદેવજી પોતાના પાર્ષદ ભૂતગણો, સાથે નિવાસ કરે. છે.તેઓ પ્રજાપા ની સૃષ્ટિની વૃદ્ધિ માટે ભવાની સાથે વિહાર ના તેજમાંથી ત્યાં હાટકી નામની એક શ્રેષ્ઠ , તેનું જળ વાયુથી ભભૂકી ઊઠેલો અગ્નિ અત્યંત ઉત્સાહથી પીએ છે. તે (અગ્નિ) હાટક નામનું જેઃ સુવર્ણ થૂકેછે,તેમાંથી બનેલાં આભૂષણોને ૈત્યરાજોનાં અંતઃપુરોમાંનાં બધાં જ સ્ત્રી-પુરુષો ધારણ કરે છે. (૧૭) વિતલની નીચે સુતલ-લોક છે. તેમાં વિરોચનનો મ પરમકીર્તિવાન પુત્ર બલિ રહે છે. ઇન્દરનું પ્રિય (કાર્ય) કરવા માટે ભગવાને અદિતિના ગર્ભથી વટુ-વામનરૂપે અવતાર લઈને તેની પાસેથી ત્રણે લોક છીનવી લીધાં હતાં. પછી ભગવાનની કૃપાથી જ તેનો આ (સુતલ) લોકમાં પ્રવેશ થયેલો છે. અહીં તેને જેવી ઉત્કૃષ્ટ સંપત્તિ મળેલી છે તેવી ઇન્દ્ર વગેરે પાસે પણ નથી. તેથી તે એ જ પુજ્યતમ પ્રભુની પોતાના ધર્માચરણ વડેઆરાધના કરતો, અહીં આજે પણ નિર્ભયતાપૂર્વક રહે છે. (૧૮) હે રાજન્! સમસ્ત જીવોના નિયામક અને. આત્મસ્વરૂપ પરમાત્મા ભગવાન વાસુદેવ જેવા પૂજ્યતમ, પવિત્રતમ પાત્રના આગમનથી તેમને પરમ શ્રદ્ધા અને આદર સાથે સ્થિર ચિત્તે કરેલા ભૂમિના દાનનું આ જ કોઈ મુખ્ય ફળ ૧. પ્રા. પા. - વ્પારિષદઇુ૦ ! ૨. પ્રા. પા. - ન્ભૂથ । ૩. પ્રા. પા. - તથોર્વ્થિલર 1 ૪. પ્રા. પા. - પરિકષિપ્તસવર્લોકત્રયો । પ. પ્રા. પા. - યધેતત્સાકષાત ‘આચતર્થાદ્વેત્સાવઃ પાત: પગ્ચમષ્ઠયોઃ’ - અર્થાત્ ચોથા માસ સુધીમાં જે ગર્ભ પડી જાય છે તેને “ગર્ભસાવ’ કહે છે, જ્યારે પાંચમા ડે છઠ્ઠા માસમાં જે ગર્ભ પડ જાય છે ‘ગર્ભપાત’ કહેવાય છે. અ૦ ૨૪] પાંચમો સ્કન્ધ કક? યત્તદ્ધગવત્યશેષજીવનિકાયાનાં જીવભૂતાત્મભૂતે પરમાત્મનિ વાસુદેવે તીર્થતમે પાત્ર ઉપપન્ઞે પરયા શ્રદ્ધા પરમાદરસમાહિતમનસા સમ્પ્રતિપાદિતસ્ય સાક્ષાદપવર્ગદ્વારસ્ય યદ્દબિલનિલૈશ્ચર્યમ્ ॥૧૯॥ યસ્ય હ વાવ ક્ષુતપતનપ્રસ્્ખલનાદિષુ વિવશઃ સકૃન્નામાભિગૃણન્ પુરુષઃ કર્મબન્ધન- મગ્જસા વિધુનોતિ યસ્ય હૈવ પ્રતિબાધનં મુમુક્ષવો- ડન્યધૈવોપલભન્તે* | ર૦॥ તતદ્રક્તાનામાત્મ- વતાં સર્વેષામાત્મન્યાત્મદ આત્મતયૈવ ॥૨૧।। ન વૈ ભગવાન્નૂનમમુષ્યાનુજગ્રાહ યદુત પુતરાત્માનુસ્મૃતિમોષણ માયામયભોરગોશ્ચર્ય- મેવાતનુતેતિ ॥ ર ર॥યત્તદ્રગવતાડનધિગતાડન્યોપાવેન યાચ્ઞાચ્છલેનાપહતસ્વશરીરાવશેપિતલોકત્રયો વરુણપાશૈશ્ચ સમ્પ્રતિમુક્તો ગિરિદર્યા ચાપવિદ્ધ ઇતિ હોવાચ || ૨૩॥ નૂનં બતાયં ભગવાનર્થેષુ ન નિષ્ણાતો યોડસાવિન્દ્રો યસ્ય સચિવો મત્ત્રાયચ વૃત એકાન્તતો બૃહસ્પતિસ્તમતિહાય* સ્વયમુપેન્દ્રેણા- ત્માનમયાચતાત્મનશ્ચાશિષો નો એવ તદાસ્યમતિ- ગમ્ભીરવયસઃ કાલસ્ય મત્વન્તરપરિતવૃત્ત કિયલ્લોકત્રયમિદમ્ ॥ ર૪॥ યસ્યાનુદાસ્ય- મેવાસ્મત્પિતામહઃ કિલ વત્રે ન તુ સ્વપિત્ર્યં યદુતાકુતોભયં પદં દીયમાનં ભગવતઃ પરમિતિ ભગવતોપરતે ખલુ સ્વપિતરિ રપ તસ્ય મહાનુભાવસ્યાનુપથમમૃજિતકષાયઃ કો વાડસ્મદ્રિધઃ પરિહીણભગવદનુગ્રહ* ઉપજિગમિષતીતિ ॥ર૨૬॥ તસ્યાનુચરિતમુપરિષ્ટાદ્વિસ્તરિષ્યતેય યસ્ય ભગવાન્ સ્વયમખિલજગદશગુરુર્નારાયણો દ્વારિ ગદાપાણિરવતિષ્ઠત નિજજનાનુકમ્પિતહદયો યેનાડગુષ્ઠેન પદા દશકન્ધરો યોજનાયુતાયુતં દિગ્વિજય ઉચ્ચાટિતઃ ॥ ર૭! નથી કે બલિને સુતલ-લોકનું એશ્વર્ય મળી ગયું. આ ઔશ્ચર્ય તો અનિત્ય છે; પરંતુ તે ભૂમિદાન તો સાક્ષાત્ મોકનું જ દ્વાર છે. (૧૯) સહજરૂપે અર્થાત્ બગાસું કે છીક આવતાં અથવા પડતાં- આથડતાં વિવશ થઈને પણ્ય ભગવાનનું એક વાર નામ લેવાથી પણ મનુષ્ય એકાએક જ કર્મોના બંધનને કાપી નાખે છે; જ્યારે મુમુક્રુજનો આ કર્મબંધનને યોગ-સાધન વગેરે અનેક અન્ય ઉપાયોનો આશ્રય લેવા છતાં થલી મુશ્કેલીથી કાપી શકે છે. (૨૦)ભગવાનનું જે આત્મભાવથી ભજન કરે તે તેને ભગવાન પોતાનું સ્વરૂપ પ્રદાન કરી દે છે. આ તેમની ભક્તિનો મહિમા છે, ભૂમિદાનનો નહીં. (૨૧) ભગવાને જો બલિને તેના સર્વસ્વના દાનના બદલામાં પોતાની વિસ્મૃતિ કરાવનાર આ માયામય ભોગ અને ઔશ્વર્ય જ આપ્યું તો તેના પર આ કોઈ અનુગ્રહ કર્યો નથી. (૨૨) જ્યારે અન્ય કોઈ ઉપાય ન દેખાતાં ભગવાને યાચનરૂપી છળથી તેનું ત્રો લોકનું રાજ્ય છીનવી લીધું અને તેની પાસે ફક્ત તેનું શરીરમાત્ર જ રહેવા પામ્યું તયારે વરુણના પાશોમાં બાંધીને પર્વતની ગુકામાં નાખી દેવાતાં તેણે કહ્યું હતું - (૨૩) “ખેદની વાત છે કે, આ એશ્વર્યવાન ઇન્દ્ર વિદ્વાન હોવા છતાં પબ્ર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ નથી. તેણે મારી પાસેનું આ સ્વર્ગનું રાજ્ય છીનવી લેવા માટે બૃહસ્પતિજીને મંત્રી બનાવ્યા અનેસ્વાર્થવશ તેમની અવગણના ભગવાન વિષ્ણુ પાસેથી તેમની ભક્તિ ન માગતાં મારી પાસેનું સ્વર્ગનું રાજ્ય અને ભોગો જ માંગ્યા. પરંતુ ઇન્દ્રને એ ખબર નથી કે, આ ત્રણ લોકનું રાજ્ય તો એક મન્વન્તર સુધી જ રહેશે, જે અનંતકાળનો માત્ર એક અંશ જ છે. ભગવાનના કિંકરપણાની સામે આ તુચક ભોગોનું શું મૂલ્ય છે? (૨૪) અમારા પિતામહ પ્રહ્લાદજીએ ભગવાનના હાથે પોતાના પિતા હિરહ્યકશિપુના માર્યા ગયા પછી પ્રભુની સેવાનું જ વરદાન માગ્યું હતું. ભગવાન તેમને રાજ્ય આપવા ઇચ્છતા હતા તોપણ આ બધું ભગવાનથી દર તેમણે પોતાના પિતાનું નિષ્કંટક રાજ્ય લેવાનો સ્વીકાર કર્યો ન હતો. (૨૫) તેઓ મોટા મહાનુભાવ હતા. તેમનું અનુકરલ્ર કરવાનું પણ મારામાં સામર્થ્ય નથી. અને ભગવાનના અનુગ્રહથી પણ હું વંચિત છું. તો મારા જેવો કોલર તેમની પાસે પ્હોચવાનું સાહસ કરી શકશે? (૨૬) હે રાજન્! આ બલિની ચરિત્રકથા અમે આગળ ઉપર (આઠમા સ્કંધમાં) વિસ્તારપૂર્વક કહીશું. ભગવાનનું દય પોતાના ભક્તો માટે દયાપૂર્ઘ જ રહે છે,તેથી જ અખિલ જગતના પરમ પૂજનીય ગુરુ ભગવાન નારાયબર હાથમાં ગદા ધારણ કરીને સુતલ-લોકમાં રાજા બલિના દ્વાર પર એકવાર દિગ્વિજય કરતો કરતો થમંડી સવણ જ્યારે ત્યાં જઈ પહોંચ્યો ત્યારે ભગવાને પોતાના પગના અંગૂઠાની ઠોકરથી જ તેને લાખો જોજન દૂર ફેંકી દીધો ૧. પ્રા. પા. - ત્ડન્યથેઃ 1 ૨. પ્રા. પા. - મન્તાથ એકાન્તતો કૃતો બૃહન 1 2. પરા. પા. - ત્હાયોપેન્ટલ્રત્માનમાથિયો ના એવ તદનુદાસ્યમતિન ! ૪. પ્રા. પા. - -ગ્રહમુપજિ- । પ. પ્રા. પા. - મુતતરસ્માહિસ્તરિષ્યતે યદ્ધગવાન્ ! કકક શ્રીમદભાગવત [અ૦ ૨૪ તતોડધસ્તાત્તલાતલે મયો નામ દાનવેન્દ્ર- સ્તરપુરાધિપતિર્ભગવતા પુરારિણાપ ત્રિલોકીશં ચિકીર્ષુણા નિર્દગ્ધસ્વપુરત્રયસ્તત્પ્રસાદાલ્લબ્ધપદો માયાવિનામાચાર્યો* મહાદેવેન પરિરક્ષિતો વિગતસુદર્શનભયો મહીયતે || ર૮॥ તતોડધસ્તાન્મહાતલે કાદ્રવેયાણાં સર્પાણાં નૈકશિરસાં ક્રોધવશો નામ ગણઃ કુહકતક્ષક- કાલિયસુષેણાદિપ્રધાના મહાભોગવન્તઃ પતત્ત્રિ- રાજાધિપતેઃ પુરુષવાહાદનવરતમુદ્રિજમાનાઃ* સ્વકલત્રાપત્યસુહત્કુટુમ્બસન્રેન ક્વચિત્યરમત્તા વિહરન્તિ ॥ ૨૯ તતોડધસ્તાદ્રસાતલે દૈતેયા દાનવાઃ પણયો નામ નિવાતકવચાઃ કાલેયા હિરણ્યપુરવાસિન ઇતિ વિબુધપ્રત્યનીકા ઉત્પત્ત્યા મહૌજસો મહાસાહસિનો ભગવતઃ સકલલોકાનુભાવસ્ય હરેરેવર્જ તેજસા પ્રતિહતબલાવલેપા” બિલેશયા ઇવ વસત્તિ યે વૈ સરમયેન્દ્રદૂત્યા વાગિમર્મન્ત્રવર્ણાભિરિન્દ્રાદ્ બિભ્યતિ 1 ૩૦॥ તતોડધસ્તાત્પાતાલે નાગલોકપતયો વાસુકિ- પ્રમુખાઃ શક્નકુલિકમહાશક્ઢશ્વેતધનગ્જયધૃત- રાષ્ટ્રશદ્વચૂડકમ્બલાશ્ચવતરદેવદત્તાદયો મહાભોગિનો મહામર્ષા્* નિવસન્તિ યેષામુ હ વૈ પઞ્ચસપ્તદશ- શતસહસશીર્ષાણાં ફણાસુ વિરચિતા મહામણયો રોચિષ્ણવઃ પાતાલવિવરતિમિરનિકરં સ્વરોચિષા વિધમત્તિ ॥ ૩૧॥। હતો. (૨૭) સુતલ-લોકની નીચે તલાતલ-લોક છે. ત્યાં ત્રિપુરાધિપતિ મય નામનો દાનવરાજ રહે છે. પહેલાં ત્રણે લોકને શાંતિ પ્રદાન કરવા ભગવાન શંકરે તેનાં ત્રણે પુર (નગરો) ભસ્મ કરી દીધાં હતાં. પછી તેમની જ કૃપાથી તેને આ સ્થાન મળ્યું. તે (મય) માયાવીઓનો પરમ ગુરુ છે અને મહાદેવજી વડે સુરક્ષિત છે, તેથી તેને સુદર્શન ચકનો પણ કોઈ ભય નથી. ત્યાંના રહેવાસીઓ તેનો ધણો આદર કરે છે. (૨૮) તે (તલાતલ)ની નીચે આવેલા મહાતલ-લોકમાં કદ્થી ઉત્પન્ન થયેલા અનેક શિરવાળા સર્પોનો ક્ોધવશ નામનો એક સમુદાય રહે છે. તેમાં કુહક, તક્ષક, કાલિય, સુપેણ વગેરે મુખ્ય છે. તેમને મોટી-મોટી ફણાઓ છે. તે બધા હંમેશાં ભગવાનના વાહન - પક્ષીરાજ ગરુડથી બીતા રહે છે, તોપણ ક્યારેક- ક્યારેક પોતાની પત્ની, પુત્ર, મિત્ર અને કુટુંબના સંગથી પ્રમત્ત, થઈને વિહાર કરવા લાગે છે. (૨૯) તે (મહાતલ)ની નીચે આવેલા રસાતલ-લોકમાં પણ્ધિ નામના દૈત્યો-દાનવો રહે છે. એ નિવાતકવચ, કાલેય અને હિરજ્ધપુરવાસી પણ કહેવાય છે. તેમનો દેવતાઓ સાથે વિરોધ છે. એ બધા જન્મથી જ ઘણા બળવાન અને મહા સાહસિક હોય છે. પરંતુ જેમનો પ્રભાવ સમસ્ત લોકોમાં ફેલાયેલો છે તે શ્રીહરિના તેજથી બળના અભિમાનનો ચુરો થઈ જવાને કારણે આ લોકો સાપોની જેમ લપાઈ-છુપાઈને રહે છે તથા ઇન્દ્રની દૂતી સરમાએ કહેલા મંત્રવર્થરૂપ” વાક્યને કારણે સદૈવ ઇન્દ્રથી બીતા રહે છે. (૩૦) રસાતલની નીચે પાતાળ-લોક છે. ત્યાં શંખ, કુલિક, મહાશંખ, શ્વેત, ધનંજય, ધૃતરાષ્ટ્ર, શંખચૂડ, કંબલ, અશ્ચતર, દેવદત્ત વગેરે અત્યંત ક્રોધી અને મોટી-મોટી ફણાઓવાળા નાગ રહે છે. એમાં વાસુકિ મુખ્ય છે. તેમાંના કેટલાકને પાંચ, કેટલાકને સાત, કેટલાકને દસ, કેટલાકને સો અને કેટલાકને હજાર માથાં છે. તેમના ફણઞાઓના તગતગતા મણિઓ પોતાના પ્રકાશથી પાતાળ-લોકના બધા અંધકારને નષ્ટ કરી દે છે. (૩૧) ઝૈ્સ્ક્ઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પઞ્યમસ્કન્ધે રાદ્ધાદિસ્થિતિબિલસ્વર્ગમર્યાદાનિરૂપણં* નામ ચતુર્વિશોડધ્યાયઃ ॥ ૨૪॥ પાંચમા સ્કંધ-અંતર્ગત રાહુ-આદિ-સ્થિતિ-બિલસ્વર્ગમર્યાદા-નિરૂપણ નામનો ચોવીસમો અધ્યાય સમાપ્ત.
રાહુ વગેરેની સ્થિતિ તથા અતલ વગેરે નીચેના લોકોનું વર્ણન
શ્રીસંકર્ષણદેવનું વિવરણ અને સ્તુતિ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.