ઓગણીસમો અધ્યાય પુંસવન-વ્રતની વિધિ રશોવ/ચ દ્રતં પુંસવનં બ્રહ્મન્ ભવતા યદુદીરિતમ્ | તસ્યચે વેદિતુમિચ્છામિ યેન” વિષ્ણુઃ પ્રસીદતિ ॥। ૧॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - હે બ્રહ્મન્! તમે હમણાં જ પુંસવન-ત્રતનું વર્લન કર્યું અને કું કે તેનાથી ભગવાન શ્રીવિષ્ણુ પ્રસન્ન થઈ જાય છે; તો હવે હું તે પુંસવન- ત્રતની વિધિ જાણવા ઇચ્છું છું. (૧) ૧. પ્રા. પા. - ત્ત્પત્તિરષ્ટાદશો । ર. પ્રા. પા. - તત્ર! ૭. મરા. પા. - વિષ્તર્વેન! અ૦ ૧૯] છઠ્ઠો સ્કન્ધ 665 શરીંશુક ઉવાચ! શુક્લે માર્ગશિરે પક્ષે યોષિદ્રર્તુરનુશયા । આરભેત વ્રતમિદં સાર્વકામિકમાદિતઃ | ૨! નિશમ્ય મરતાં જન્મ બ્રાહ્મણાનનુમન્ત્ય ચ । સ્નાત્વા શુક્લદતી શુક્લે વસીતાલડકુતામ્બરે | પૂજયેત્પ્રાતરાશાત્પ્રાગ્ભગવન્તં શ્રિયા સહ 1 ૩॥। અલં તે નિરપેક્ષાય પૂર્ણકામ નમોડસ્તુ તે | મહાવિભૂતિપતયે નમઃ સકલસિદ્ધયે 1 ૪॥ યથા ત્વં કૃપયા ભૂત્યા તેજસા મહિનૌજસા । જુષ્ટ ઈશ ગુશૈઃ સર્વેસ્તતોડસિ ભગવાન્ પ્રભુઃ | ૫॥ વિષ્ણુપત્નિ મહામાથે મહાપુરુષલક્ષણે | પ્રીયેથા મે મહાભાગે લોકમાતર્નમોડસ્તુ તે || ૬॥ 38 નમો ભગવતે મહાપુરુષાય મહાનુભાવાય મહાવિભૂતિપતયે સહ મહાવિભૂતિભિર્બલિમુપ- હરાણીતિ | અનેનાહરહર્મન્ત્રેણ વિષ્ણોરાવાહનાર્ધ્ય- પાધોપસ્પર્શનસ્નાનવાસઉપવીતવિભૂષણગન્ધપુષ્પ- ધૂપદીપોપહારાધુપચારાંશ્ચ સમાહિત ઉપાહરેત્ 1 ૭॥। હવિઃશેષં તુ જુહુયાદનલે દ્વાદશાહુતીઃ | ફંનમોભગવતે મહાપુરુષાય મહાવિભૂતિપતવેસ્વાહેતિ ॥ ૮॥ શ્રિયં વિષ્ણું ચ વરદાવાશિષાં પ્રભવાવુભૌ । ભક્ત્યા સમ્પૂજયેશ્નિત્યં યદીચ્છેત્સર્વસમ્પદઃ । ૯॥। પ્રણમેદણ્ડવદ્મો ભક્તિપ્રદ્દોણ ચેતસા | દશવારં જપેન્મન્ત્રં તતઃ સ્તોત્રમુદીરયેત્ । ૧૦॥ શ્રીશુકદેવજીએ કહ્યું - (હે પરીક્ષિત!) આ પુંસવન- ત્રત સમસ્ત કામનાઓને પૂરી કરનારું છે. પત્નીએ પોતાના પતિની આજ્ઞા લઈને માગશર સુદિ પડવાના દિવસથી આનો આરંભ કરવો જોઈએ. (૨) પહેલાં મરુદ્ગલરના જન્મની કથા સાંભળીને બ્રાહ્મણો પાસેથી આજ્ઞા (મેળવી) લેવી; પછી દરરોજ સવારે દાતણ વગેરેથી દાંત સાફ કરીને સ્નાન કરવું, બે સફેદ વસો ધારણ કરવાં અને આભૂષણો પણ પહેરી લેવાં. પ્રાતઃકાળે કશુંય ખાતા પહેલાં જ ભગવાન શ્રી- લક્ષ્મીનારાયણની પૂજા કરવી. (૩) (અને આ પ્રમાણે પ્રાર્થના કરવી-) “હે પ્રભુ! તમે પૂર્લકામ છો. તેથી તમારે કોઈની પાસે કશી કોઈ અપેક્ષા નથી. તમે સમસ્ત વિભૂતિઓના સ્વામી છો અને સકલસિદ્ધિ-સ્વરૂપ છો. હું તમને વારંવાર નમસ્કાર કરું છું. (૪) મારા આરાધ્યદેવ! તમે હંમેશાં કૃપા, વિભૂતિ, તેજ, મહિમા, વીર્ય વગેરે ગુજ્ઞોથી યુક્ત છો. આ જ ભગ-એશ્વર્યોથી હંમેશાં યુક્ત રહેવાને કારણે તમને “ભગવાન’ કહે છે. તમે સર્વશક્તિમાન છો. (૫) હે માતા લક્ષ્મીજી! તમે ભગવાનનાં અર્ધાંગિની અને મહામાયા-સ્વરૂપ છો. ભગવાનના સમસ્ત ગુણો તમારામાં નિવાસ કરે છે. મહાભાગ્યવતી જગજ્જનની! તમે મારા પર પ્રસન્ન થાઓ. હું તમને નમસ્કાર કરું છું.” (૬) આ પ્રમાણે પ્રાર્થના કર્યા પછી, “૩ નમો ભગવતે મહાપુરુષાય મહાનુભાવાય મહાવિભૂતિપતથે સહ મહાવિભૂતિભિર્બલિમુપહરાણિ !’ [“૩દંકારસ્વરૂપ, મહાનુભાવ, સમસ્ત મહાવિભૂતિઓના સ્વામી ભગવાન શ્રીપુરૃષોત્તમને અને તેમની મહાવિભૂતિઓને હું નમસ્કાર કરું છું અને તેમને પૂજા-ઉપહારની સામગ્રી સમર્પિત કરું છું.’]
- આ મંત્ર વડે એકાગ્ર - સ્થિરચિત્તે દરરોજ વિષ્ણુ ભગવાનનું આવાહન કરવું અને અર્ધ્ય, પાઘ, આચમન, સ્નાન, વસ, યજ્ઞોપવીત, આભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ વગેરેનું નિવેદન કરીને તેમની પૂજા કરવી. (૭) જે નૈવેધ બચેલું (શેષ) રહેતેનાથી “જનમો ભગવતે મહાપુરુષાય મહાવિભૂતિપતવે સ્વાહા !’|‘મહાન ઔશ્ચર્યોના અધિપતિ ભગવાન શ્રીપુરુષોત્તમને નમસ્કાર છે; તેમના જ માટે હું આ હવિષ્યનો હવન કરી. કીછું.’]આ મંત્ર બોલીને અગ્નિમાં બાર આહુતિઓ આપવી. (૮) જે મનુષ્ય સર્વ પ્રકારની સંપત્તિઓ મેળવવા ઇચ્છતો હોય તેલ્રે દરરોજ ભક્તિભાવપૂર્વક ભગવાન-ભગવતી શ્રીલક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ; કારણ કે તેઓ બંનેય સમસ્ત અભિલાષાઓને પુરી કરનારાં અને શ્રેષ્ઠ વરદાન આપનારાં છે. (૯) આ પછી ભક્તિભાવથી સભર થઈને અત્યંત નમ્રતાપૂર્વક ભગવાનને સાષ્ટાંગ દંડવત્ (પ્રણામ) ૧. પ્રા. પા. - બાદરાયબિરુવાચ ! 666 શ્રોપદ્ભાગવત [અ૦૧૯ યુવાં તુ વિશ્વસ્ય વિભૂ જગતઃ કારણં પરમ્ | ઇયં હિ પ્રકૃતિઃ સૂક્ષ્મા માયાશક્તિર્દુરત્યયા ।। ૧૧।। તસ્યા અધીશ્વરઃ સાક્ષાત્ત્વમેવ પુરુષઃ પરઃ । ત્વં સર્વયશ ઇજ્યેયં ક્રિયેયં ફલભુગ્ભવાન્ | ૧૨ ગુણવ્યક્તિરિયં દેવી વ્યગ્જકો ગુણભુગ્ભવાન્ ! ત્વં હિ સર્વશરીર્યાત્મા શ્રીઃ શરીરેન્દ્રિયાશયા । નામરૂપે ભગવતી પ્રત્યયસ્ત્વમપાશ્રયઃ ॥ ૧૩॥ યથા યુવાં ત્રિલોકસ્ય વરદૌ પરમેષ્ઠિનૌ ! તથા મ ઉત્તમશ્લોક સત્તુ સત્યા મહાશિષઃ ।। ૧૪॥। ઈત્યભિષ્ટ્ય વરદં શ્રીનિવાસં શ્રિયા સહ । તન્ઞિઃસાર્યોપહરણં દત્ત્વાડડચમનમર્ચયેત્ ॥ ૧૫।। તતઃ સ્તુવીત સ્તોત્રેણ ભક્તિપ્રહ્દેણ ચેતસા | યજ્ઞોચ્છિષ્ટમવઘ્રાય પુનરભ્યર્ચયેદ્ધરિમ્ ॥ ૧૬॥ પતિં ચ પરયા ભક્ત્યા મહાપુરુષચેતસા | પ્રિયૈસ્તેસ્તેરુપનમેત્ પ્રેમશીલઃ સ્વયં પતિઃ । બિભૃયાત્સર્વકર્માણિ પત્ન્યા ઉચ્ચાવચાનિચ || ૧૭।। કૃતમેકતરેણાપિ દમ્પત્યોરુભયોરપિ | પત્યાં કુર્યાદનર્હાયાં પતિરેતત્ સમાહિતઃ ।। ૧૮1! વિષ્ણોર્વ્રતમિદં બિભ્રન્ન વિહન્યાત્ કથઞ્ચન । વિપ્રાન્સ્િયોવીરવતીઃ સ્રગ્ગન્ધબલિમણ્ડનૈઃ ! અર્ચેદહરહર્ભક્ત્યા દેવં નિયમમાસ્થિતઃ |। ૧૯ ઉદ્ધાસ્ય દેવં સ્વે ધામ્નિ તજ્ઞિવેદિતમગ્રતઃ । અઘાદાત્મવિશુદ્ધયર્થ સર્વકામર્દ્ધે તથા | ૨૦ એતેન પૂજાવિધિના માસાન્ હ્ાદશ હાયનમ્ | નીત્વાડથોપચરેત્સાધ્વી કાર્તિકે ચરમેડહનિ ॥ ર૧॥ કરવા. અગાઉ જબ્રાવ્યો તે મંત્રનો દસ વાર જપ કરવો અને પછી આ સ્તોત્રનો પાઠ કરવો - (૧૦) “હે લક્ષ્મીનારાયણ! તમે બંને સર્વવ્યાપક છો અને સમસ્ત ચરાચર જગતનાં અંતિમ કારણ છો - તમારું કોઈ કારણ નથી. હે ભગવન! માતા લક્ષ્મીજી તમારી માયાશક્તિ છે અને એ જ સ્વયં અવ્યક્ત પ્રકૃતિ પણ છે. તેમનો પાર પામવો એઅત્ંત મુશ્કેલ છે. (૧૧) હે પ્રભુ! તમે જ એ મહામાયાના અધીશ્વર છો અને તમે જ સ્વયં પરમપુરુષ છો. તમે સમસ્ત યજ્ઞો છો અને એ (મહામાયા) યજ્ઞક્રિયા છે. તમે ફળના ભોક્તા છો અને એ તે ફળને ઉત્પન્ન કરનારી ક્રિયા છે. (૧૨) માતા લક્મીજી ત્રણે ગુબ્રોની અભિવ્યક્તિ છે અને તમે તેપને વ્યક્ત કરનારા અને તેમના ભોક્તા છો. તમે સમસ્ત પ્રાણીઓના આત્મા છો અને લક્ષ્મીજી શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ છે. માતા લક્ષ્મીજી નામ તથા રૂપ છે અને તમે નામ-રૂપ - બંનેના પ્રકાશક તથા આધાર છો. (૧૩) હે પ્રભુ! તમારી કીર્તિ પવિત્ર છે. તમે બંનેય ત્રશે લોકનાં વરદાધી પરમેશ્વર-પરમેશ્ચરી છો. તો,મારી મોટી-મોટી આશાઓ-અભિલાષાઓ તમારી કૃપાથી પૂર્ણ થાય.” (૧૪) આ પ્રમાણે પરમ વરદાયી ભગવાન લક્ષ્મીનારાયબ્રની સ્તુતિ કર્યા પછી ત્યાંથી નૈવેધ હટાવી દેવું અને તેમને આચમન કરાવીને તેમની પૂજા કરવી. (૧૫) ત્યારબાદ ભક્તિભાવસભર કરદયથી ભગવાનની સ્તુતિ કરવી અને યશના અવશેષને સૂંઘીને ફરીથી ભગવાનની પૂજા કરવી. (૧૬) ભગવાનની પૂજા કર્યા પછી પોતાના પતિને સાક્ષાત્ભગવાન સમજીને પરમ પ્રેમપૂર્વક તેમની પ્રિય વસ્તુઓ તેમની સેવામાં અર્પણ કરવી. પતિનું પણ એ ક્તવ્ય છે કે તે આંતરિક પ્રેમપૂર્વક પોતાની પત્નીના પ્રિયદાર્થો લાવીને તેને આપે અને તેનાં નાનાં-મોટાં બધા પ્રકારનાં કામ કરતો રહે. (૧૭) પતિ-પત્ની પૈકી એક પણ જે કોઈ કાર્ય કરે છે તેનું ફળ તે બંનેને (પ્રાપ્ત) થાય છે. તેથી જો પત્ની (રજોધર્મ વગેરે સમયે) આ વ્રત કરવાને અપાત્ર થઈ જાય તો ત્યારે પતિએ જ ઘણી એકાગ્રતઃ અને સાવધાની સાથે આ દ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. (૧૮) આ ભગવાન શ્રીવિષ્લુનું ત્રત છે. આનો નિયમ લીધા પછી તેને અધવચ ક્યારેય છોડી દેવું જોઈએ નહીં. જે કોઈ પણ આ વ્રતનિયમ ગ્રહણ કરે તેણે. દરરોજ માળા, ચંદન, નૈવેધ, આભૂપણો વગેરે વડે ભક્તિપૂર્વક બ્રાહ્મણો અને સૌભાગ્યવતી સ્તઓનું પૂજન કરવું તથા ભગવાન શ્રીવિષ્ણુની પણ પૂજા કરવી. (૧૯) આના પછી ભગવાનને તેમના ધામમાં પધરાવવા, તેમનું વિસર્જન કરવું.. ત્યારબાદ આત્મશુદ્ધિ માટે અને સઘળી અભિલાપાઓની પૂર્તિ માટે, પહેલાથી જ તેમને નિવેદિત કરેલો પ્રસાદ ગ્રહજ્ન કરવો (૨૦) સાધ્વી સ્્રીએ આ વિધિથી બાર માસ સુધી - પૂરા વર્ષ માટે આ વ્રતનું આચરણ કરીને કારતક ૧૬ અમાસના દિવસે ઉઘ્યાપન-સંબંધી ઉપવાસ, પૂજન વગેરે કરવું. (૨૧) અ૦૧૯] છટો સ્કન્ધ 667 શ્વોભૂતેડપ ઉપસ્પૃશ્ય કૃષ્ણમભ્યર્ચ્ય પૂર્વવત્ । પઘઃથૃતેન જુહુયાચ્ચરુણા સહ સર્પિષા | પાક્યજ્ઞવિધાનેન હ્વાદશૈવાહુતીઃ પતિઃ | રર આશિષરઃશિરસાડડદાય દ્રિજૈઃપ્રીતેઃસમીરિતાઃ । પ્રણમ્ય શિરસા ભક્ત્યા ભુગ્જીત તદનુજયા || ૨૩।॥। આચાર્યમગ્રતઃ કૃત્વા વાગ્યતઃ સહ બન્ધુભિઃ । દઘાત્પત્નધૈ ચરોઃશેષં સુપ્રજાસ્ત્વં સુસોભગમ્ ॥ ૨૪।। એનચ્ચોરિત્વા વિધિવદવ્રતં વિભો- રભીપ્સિતાર્થ લભતે પુમાનિહ | સ્રી ત્વેતદાસ્થાય લભેત સૌભગં શ્રિયં પ્રજાં જીવપતિં યશો ગૃહમ્ ||૨૫॥।। કન્યા ચ વિન્દેત સમગ્રલક્ષણં વરં ત્વવીરા હતકિલ્બિષા ગતિમ્ । મૃતપ્રજા જીવસુતા ધનેશ્વરી સુદુર્ભગા સુભગા રૂપમગ્રયમ્ || ૨૬! વિન્દેદ્ વિરૂપા વિરુજા વિમુચ્તે ય આમયાવીન્દ્રિયકલ્પદેહમ્ | એતત્પઠત્રભ્યુદદે ચ કર્મ- ણ્યનન્તતૃપ્રિવ પિતૃદેવતાનામ્ | ૨૭।। તુષ્ટાઃ પ્રયચ્છન્તિ સમસ્તકામાન્ હોમાવસાને હુતભુક્ શ્રીર્હરિશ્ચ રાજન્ મહન્મરુતાં જન્મ પુણ્ય દિતેર્દ્રતી ચાભિહિતં મહત્તે !૨૮॥ બીજી દિવસે એટલે કે માગશર મહિનાના પ્રથમ દિવસે પ્રાતઃકાળે જ સ્નાન કરીને અગાઉની જેમ ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને (તવ્રતાચરલ કરનારીના) પતિએ પાક્યજ્નની વિધિથી અગ્નિમાં ઘી-મિશ્રિત ખીરની બાર આહીતિઓ આપવી. (૨૨)ત્યારપછી, જ્યારેબ્રાહ્મણો પ્રસન્ન ધઈને તેને આશીર્વાદ આપે ત્યારે તેણે ઘણા આદર સાથે માથું નમાવીને તેનો સ્વીકાર કરવો; ભક્તિભાવપૂર્વક માથું ટેકવીને તેમનાં ચરણોમાં પ્રણામ કરવા અને તેમની આજ્ઞા મેળવ્યા પછી ભોજન કરવું. (૨૩), પહેલાં આચાર્યને ભોજન કરાવવું, પછી મૌન રહીને ભાઈ- ભાંડુઓ સાથે પોતે ભોજન કરવું. ત્યારપછી હવન કરતાં શેષ વધેલી ઘી-મેશ્રિત ખીર પોતાની પત્નીને આપવી. તે કસાદ સને સત્પુત્ર અને સૌભાગ્ય આપનારો થાય છે. (૨૪) (હેપરીક્ષિત!)ભગવાનના આ પુંસવન-ત્રતનુંજેવ્યક્તિ વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે તેને અહીં (આ લોકમાં) તેની મનોવાંછિત વસ્તુ મળી જાય છે. સ્ત્રી આ વ્રતનું પાલન કરીને સૌભાગ્ય, સંપત્તિ, સંતતિ, યશ અને ઘર પ્રાપ્ત કરે છે તથા તેનો પતિ દીર્ધાયુ થઈ જાય છે. (૨૫) આ વ્રતનું અનુષ્ઠાન કરનારી કન્યા સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન પતિ પ્રાપ્ત કરે છે અને આ વ્રતના પાલનથી વિધવા નિષ્પાપ બનીને વૈકુંઠમાં જાય છે. જેનાં સંતાનો મરી જાય છે તેવી સ્ત્રી આ વ્રતના પ્રભાવથી દીર્ઘાયુ પુ પ્રાપ્ત કરૈ છે. ધનવાન હોવા છતાં કષ્ટ ભોગવનાર સ્તીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને કદરૂપી જીને શ્રેષ્ઠ રૂપ મળી જાય છે. રોગી આ વ્રતના પ્રભાવથી રોગમુક્ત થઈને બલિષ્ઠ શરીર અને શ્રેષ્ઠ ઇન્દ્રિયશક્તિ પ્રાપ્ત કરી લે છે. જે મનુષ્ય માંગલિક શ્રાદ્ધકર્મોમાં આ (વ્રતવિધિ-અનુષ્ઠાન)નો પાઠ કરે છે તેના પિતૃઓ અને દેવતાઓ અત્યંત તૃપ્તિનો લાભ પામે છે; (૨૬- ૨૭) અને તેઓ સંતુષ્ટ થઈને હવન સમાપ્ત થયા પછી વ્રત કરનારની તમામ ઇચ્છાઓ પૂરી કરી દે છે. આ સર્વે તો સંતુષ્ટ થઈ જ જાય છે, સમસ્ત યજ્ોના એકમાત્ર ભોક્તા ભગવાન શ્રીલક્ષ્મીનારાયલ્ર પણ સંતુષ્ટ થઈ જાય છે અને વ્રત કરનારની તમામ અભિલા્ષાઓ પૂરી કરી દે છે. હે રાજન્! મેં તમને મરુદ્ગળની આદરણીય અને પુ્યપ્રદાન કરનારી જન્મકથા કહી સંભળાવી અને એ સાથે જ દિતિના શ્રેષ્ઠ પુંસવન-ત્રતનું વર્ણન પણ કહી સંભળાવ્યું. (૨૮) ગ્ક્ક્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે વૈયાસિક્યામષ્ટાદશસાહર%્યાં પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે પુંસવનવ્રતકથનં નામૈકોનવિંશોડધ્યાયઃ ॥ ૧૯।। છઠ્ઠા સ્કંધ-અંતર્ગત પુંસવન-વ્રતનું કથન નામનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત.