Śrīmad Bhāgavatam

શ્રીનારદજીના ઉપદેશથી દક્ષના પુત્રોનો વૈરાગ્ય તથા દક્ષનો શાપ

દક્ષ પ્રજાપતિની સાઠ પુત્રીઓના વંશનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પાંચમો અધ્યાય શ્રીનારદજીના ઉપદેશથી દક્ષના પુત્રોનો વૈરાગ્ય તથા દક્ષનો નારદજીને શાપ કશુક ઉવાચ તસ્યાં સ પાગ્ચજન્યાં વૈ વિષ્ણુમાયોપબૃંહિતઃ । હર્યશ્વસઝ્શાનયુતં પુત્રાનજનયદ્‌ વિભુઃ ॥૧॥ અપૃથગ્ધર્મશીલાસ્તે સર્વે દાક્ષાયણા નૃપ | પિત્રા પ્રોક્તાઃ પ્રજાસર્ગે પ્રતીચી પ્રયયુર્દિશમ્‌ ॥ ૨॥ તત્ર નારાયણસરસ્તીર્થ સિન્ધુસમુદ્રયોઃ । સન્નમો યત્ર સુમહન્મુનિસિદ્ધનિષેવિતમ્‌ | ૩॥ તદુપસ્પર્શનાદેવ વિનિર્ધૂતમલાશયાઃ । ધર્મે પારમહંસ્યે ચ પ્રોત્પન્નમતયોડપ્યુત ॥૪॥। શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! ભગવાને શક્તિસંચાર કર્યો તેથી દક્ષ પ્રજાપતિ પરમ સમર્થ થઈ ગયા. તેમણે પંચજનની પુત્રી અસિક્નીથી હર્યશ્ર નામના દશ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા. (૧) હે રાજન્‌! દક્ષના આ બધા જ પુત્રો એકસમાન આચરણ કરનારા અને એકસમાન સ્વભાવવાળા હતા. તેમના પિતા દક્ષે જ્યારે તેમને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તેઓ તપ કરવાના ખ્યાલથી પશ્ચિમ દિશા ભણી ચાલી નીકળ્યા. (૨) પશ્ચિમ દિશામાં સિંધુ નદી સમુદ્રના સંગમસ્થાને નારાયણ સરોવર નામનું એક મહાન તીર્થ છે. મોટા મોટા મુનિઓ અને સિદ્ધપુરુષો ત્યાં નિવાસ કરે છે. (૩) નારાયણ સરોવરમાં સ્નાન કરતાં જ હર્યશ્રોનાં અંતઃકરણ શુદ્ધ થઈ ગયાં અને તેમની બુદ્ધિ ભાગવતધર્મમાં જોડાઈ ગઈ. તેમ છતાં પોતાના પિતા દક્ષની આજ્ઞાથી ૧. પ્રા. પા. - પ્રભુઃ 1 ૨. પ્રા. પા. - પ્રસ 1 3. પ્રા. પા. - ત્યતો હિ વંશજો: સ્વાન 1 ૪. પ્રાચોન પ્રતમાં ‘શરશુક ઉવાચ નથી ૫. પ્રાચીન પ્રતમાં ‘ભગવદકસંવાદઃ’ - લો પાઠ વધુ છે. ૬. પ્રા. પા. - બાદરાયજ્રિસ્વાચ ! 594 શ્રીમદભાગવત [અ૦૫ તેપિરે5 તપ એવોગ્રં પિત્રાદેશેન યન્ત્રિતાઃ ! પ્રજાવિવૃદ્ધષે યત્તાન્‌ દેવર્ષિસ્તાન્‌ દદર્શ હ 1૫॥ ઉવાચ ચાથ૨ હર્યશ્ચાઃ કથં સક્ષ્યથ વૈ પ્રજાઃ | અદષ્ટ્વાડન્તં ભુવો યૂયં બાલિશા બત પાલકાઃ | ૬॥ તથૈકપુરુષં રાષ્ટ્ર બિલં ચાદંષ્ટનિર્ગમમ્‌ | બહુરૂપાં સ્િયં ચાપિ પુમાંસં પુંશ્રલીપતિમ્‌ | ૭॥ નદીમુભયતોવાહાં પઞ્ચપગ્ચાહુતં ગૃહમ્‌ ક્વચિદ્ધંસં ચિત્રકથં ક્ષોરપવ્યં સ્વયં ભ્રમિમ્‌ । ૮॥। કથં સ્વપિતુરાદેશમવિદ્રાંસો વિપશ્ચિતઃ | અનુરૂપમવિજ્ઞાય અહો સર્ગ કરિષ્યથ | ૯ શરશુક ઉવાચ તજ્ઞિશમ્યાથ હર્યશ્ચા ઔત્પત્તિકમનીષયા | વાચ#ફૂટં” તુ દેવર્ષેઃ સ્વયં વિમમૃશુર્ધિયા ॥ ૧૦॥ ભૂર ક્ષેત્ર જીવસઝ્શં યદનાદિનિજબન્ધનમ્‌ । અદંષ્ટ્વા તસ્ય નિર્વાણ કિમસત્કર્મભિર્ભવેત્‌? ॥ ૧૧॥ એક એવેશ્વરસ્તુર્યો ભગવાન્‌ સ્વાશ્રયઃ પરઃ | તમદૃષ્ટ્વાડભવં પુંસઃ કિમસત્કર્મભિર્ભવેત્‌ ॥ ૧૨! પુમાન્‌ નૈવૈતિ યદ ગત્વા બિલસ્વર્ગપ ગતો યથા ! પ્રત્યગગ્ધામાવિદ ઇહ કિમસત્કર્મભિર્ભવેત્‌ । ૧૩॥ નાનારૂપાડડત્મનોબુદ્ધિઃસ્વૈરિણીવ ગુણાન્વિતા ! તજ્ઞિષ્ઠામગતસ્યેહ કિમસત્કર્મભિર્ભવેત્‌ | ૧૪॥ બંધાયેલા હોવાને કારણે તેઓ ઉગ્ર તપ કરતા જ રહ્યા. જ્યારે દેવર્ષિ નારદે જોયું કે ભાગવતધર્મમાં રુચિ હોવા છતાં પણ આ (હર્યશ્રો) પ્રજાની વૃદ્ધિ કરવા માટે જ તત્પર છે ત્યારે. તેમશે તેમની પાસે જઈને કહ્યું - “અરે હર્ષશ્રો! તમે પ્રજાપતિ છો તો શું થયું? વાસ્તવમાં તો તમે બધા મૂર્ખ જ છો. જરા બતાવો તો, તમે જ્યારે “ભૂ’નો અંત જોયો જ નથી તો સૃષ્ટિ-સર્જન કેવી રીતે કરશો? આ તો ધળા દુઃખની વાત છે! (૪-૬) જુઓ - એક એવો દેશ છે કે જેમાં એક જ પુરુષ છે; એક એવી ગુફા છે કે જેમાંથી બહાર નીકળવાનો રસ્તો જ નથી; એક એવી સ્રી છે કે જે ઘણાં રૂપ ધારણ કરનારી છે; એક એવો પુરુષ છે કે જે વ્યભિચારિણી સીનો પતિ છે; એક એવી નદી છે કે જે આગળ અને પાછળ - બંને દિશાઓમાં વહે છે; એક એવું વિચિત્ર ઘર છે કે જે પચ્ચીસ પદાર્થોથી બનેલું છે; એક એવો હંસ છે કે જેની કથની ઘણી વિચિત્ર છે; એક એવું ચક્ર છે કે તે છરા અને વજથી બનેલું છે અને આપોઆપ જ ઘુમતું રહે છે. મૂર્ખ હર્યશ્રો! જ્યાં સુધી તમે પોતાના સર્વજ્ઞ પિતાના યોગ્ય આદેશને (બરાબર) સમજી નહીં લો અને ઉ્ર્યુક્ત બધી વસ્તુઓને જોશો નહીં ત્યાં સુધી તેમની આજ્ઞા પ્રમાશે તમે સૃષ્ટિ-સર્જન કેવી રીતે કરી શકશો?” (૭-૯) શ્રીશુક્દેવજી કહે છે - હે પરીક્ષિત! હર્યશ્રો જન્મથી જ ઘણા બુદ્ધિશાળી હતા. તેઓ દેવર્ષિ નારદનો આ કોયડો

  • આ ગૂઢ વચનો સાંભળીને પોતાની બુદ્ધિથી જાતે જ વિચારવા લાગ્યા - (૧૦) ‘દદવર્પિ નારદનું કહેવું સાચું છે) કે આ લિંગશરીર કે જેને સાધારણ રીતે જીવ કહે છે - એ જ ભૂ એટલે કે જીવસંશક ક્ષેત્ર છે અને એ જ આત્માનું. અનાદિ બંધન છે; એનો અંત (વિનાશ) જોયા વિના મોક્ષનાં અનુપયોગી કર્મો કરવામાં રત રહેવાથી શો લાભ? (૧૧) ઈશ્વર, જાગ્રત, સ્વપ્ન, સુપુપ્તિ-આ ત્રજ્નેયથી પર, તુરીય છે. તેઓ એક જ છે. તેઓ પોતાનામાં જ રહેનારા સાક્ષીભૂત છે, પરમેશ્વર છે. (‘અભવમ્‌’) અર્થાત્‌ અજન્માને જોયા વિના મનુષ્યને અસત્‌ કર્મોથી શું ફાયદો? (૧૨) જેમ મનુષ્ય ગુફ્ારૂપી પાતાળમાં પ્રવેશ્યા પછી ત્યાંથી પાછો આવી શકતો નથી તેવી જ રીતે જેમને પ્રાપ્ત કર્યા પછી જીવ કરી સંસારમાં પાછો આવતો નથી અને જેઓ સ્વયં અંતર્જ્યોતિઃ્વરૂપ છે તે અંતર્યામી પરમાત્માને જાલ્યા વિના વિનાશશીલ સ્વર્ગ વગેરે ફળો આપનારાં અસત્‌ કર્મોથી શો લાભ? (૧૩) પોતાની આ બુદ્ધિ જ ધણાં રૂપ ધારણ કરનારી અને સત્વ, રજ વગેરે ગુશ્રોને ધારણ કરનારી સ્વેચ્છાચારી સૌ જેવી છે. ૧. પ્રા. પા. - તેપુસ્તે | ૨. પ્રા. પા. - તાસ | ૩. પ્રા. પ્રા. પા. - બિલં સર્ગ | પા. - તદાચગૂટે દેવર્ષ: 1 ૪. પ્રા. પા. - ડિ નુ સ્થાતર્મ૦ | ૫. અ૦૫] છઠ્ઠો સ્કન્ધ 595 તત્સક્નભ્રંશિતેશ્ચર્ય સંસરન્તં કુભાર્યવત્‌ | તદ્‌ગતીરબુધસ્યેહ કિમસત્કર્મભિર્ભવેત્‌ | ૧૫! સૃષ્ટ્યપ્યયકરી માયાં વેલાકૂલાન્તવેગિતામ્‌ | મત્તસ્ય તામવિશસ્ય’ કિમસત્કર્મભિર્ભવેત્‌ || ૧૬।। પગ્ચવિંશતિતત્તવાનાં પુરુષોડદુતદર્પણમ્‌૨ । અધ્યાત્મમબુધસ્યેહ કિમસત્કર્મભિર્ભવેત્‌ ! ૧૭॥ એશ્વરં શાસ્રમુત્સૃજય બન્ધમોક્ષાનુદર્શનમ્‌ । વિવિક્તપદમજ્ઞાય* કિમસત્કર્મભિર્ભવેત્‌ । ૧૮॥। કાલચક્રં ભ્રમિસ્તીક્ષ્ણં સર્વ નિષ્કર્ષયજ્જગત્‌ | સ્વતન્ત્રમબુધસ્યેહ કિમસત્કર્મભિર્ભવેત્‌ | ૧૯॥ શાસ્રસ્ય પિતુરાદેશં યો ન વેદ નિવર્તકમ્‌ | કથં તદનુરૂપાય ગુણવિશ્રમ્ભ્યુપક્રમેત્‌ | ૨૦ ઇતિ વ્યવસિતા રાજન્‌ હર્યશ્ચા એકચેતસઃ | પ્રયયુસ્તં પરિક્રમ્ય પન્થાનમનિવર્તનમ્‌ || ૨૧।। સ્વરબ્રહ્મણિ નિર્ભાતહષીકેશપદામ્બુજે અખર્ણં ચિત્તમાવેશ્ય લોકાનનુચરન્મુનિઃ? ॥ ર૨ ॥ આ જીવનમાં આનો (આ બુદ્ધિનો) અંત જાણ્યા વિના - વિવેક(જ્ઞાન) પ્રાપ્ત કર્યા વિના અશાંતિને વધુ ને વધુ વધારનારાં અસત્‌ કર્મથી શો લાભ? (૧૪) આ બુદ્ધિ જ કુલટા સૌ જેવી છે; એના સંગથી જીવરૂપી મનુષ્યનું એશ્વ્ય - એનું સ્વસ્વરૂપ નષ્ટ થઈ ગયું છે. એની જ પાછળ-પાછળ તે મનુષ્ય કુલટા સ્રીના પતિની જેમ કોણ જાણે ક્યાં ક્યાં ભટકી રહ્યો છે! એની વિચિત્ર ગતિને જાણ્યા વિના જ વિવેક વિનાનાં અસત્‌ કર્મો કરવાથી શો લાભ? (૧૫) માયા જ બન્ને બાજુ વહેનારી નદી છે તે સર્જન પણ કરે છે અને પ્રલય પણ કરે છે. જે લોકો આમાંથી બહાર નીકળવા માટે તપસ્યા, વિદ્યા વગેરે કિનારાઓનું અવલંબન લેવા માંડે છે, તેમને તેમ કરતાં રોકવા માટે અહંકાર વગેરેના રૂપમાં તે (નદી) વધારે વેગથી વહેવા લાગે છે. જે પુરુષ તેના વેગથી વિવશ અને અજાલ છે તેના માટે માયારૂપી અસત્‌ કર્મોથી શો લાભ? (૧૬) આ મનુષ્યદેહ જ પચીસ તત્વોનું વિચિત્ર ઘર છે. તે પુરુષનો આશ્ચર્યરૂપ આશ્રય છે. જીવાત્મા દ્વારા પોતાના સ્વરૂપને જાણ્યા વિના સ્વેચ્છાપૂર્વક કરવામાં આવતાં અસત્‌ કર્મોથી શો લાભ? (૧૭) બંધન અને મોક્ષનું જ્ઞાન કરાવનારા ઈશ્વરીય શાસ્ત્રોનો આશ્રય છોડીને વિવેક દ્વારા ચિત્‌-જડ વસ્તુને જાલ્યા વિના બહિર્મુખ બનાવનારાં અસત્‌ કર્મો કરવાથી શો લાભ? (૧૮) આ કાળ જ એક ચકર છે. એ (કાળ-ચક્ર) નિરંતર ઘુમતું રહે છે. એની ધાર છરા અને વજ જેવી તીક્ણ છે અને એ આખા જગતને પોતાની તરફ ખેંચી રહ્યું છે. એને રોકનારું કોઈ નથી; એ પરમ સ્વતંત્ર છે. આ વાત જાલ્યા વિના, કર્મોનાં ફળને નિત્ય સમજીને જે લોકો સકામભાવે તેમનું અનુષ્ઠાન કરે છે તેમને તેવાં અનિત્ય કર્મો કરવાથી શો લાભ? (૧૯) શાસ્ત્ર જ પિતા છે; કારણ કે બીજો જન્મ શાસ્ત્ર (જ્ઞાન) થકી જ થાય છે અને તેની આજ્ઞા કર્મોમાં પ્રવૃત્ત થવા માટેની નહીં, પરંતુ કર્મોમાંથી નિવૃત્ત થવા માટે હોય છે. પરંતુ જેમનો સકામ કર્મોમાં વિશ્ચાસ છે તેઓ તે કર્મોમાંથી નિવૃત્ત થવાની આશાનું પાલન કેવી રીતે કરી શકે?” (૨૦) હે પરીક્ષિત! હર્યશ્ચોએ એકમતે આ જ નિશ્ચય કર્યો અને નારદજીની પરિક્રમા કરીને તેઓ તે મોક્ષ-પથના પથિક બની ગયા, કે જે પથ પર ચાલ્યા પછી પાછા આવવું પડતું નથી. (૨૧) ત્યારબાદ દેવર્ષિ નારદ સ્વરબ્રહ્મમાં - સંગીતલહરીમાં અભિવ્યક્ત થયેલા, ભગવાન શ્રીકૃષ્લચંદરનાં ચરણકમળોમાં પોતાના ચિત્તને અખંડરૂપે સ્થિર કરીને લોક- લોકાન્તરોમાં વિચરવા લાગ્યા. (૨૨. ૧. પ્રા. પા. - તદવિશસ્ય ૨. પ્રા. પા. - ન્ક્મનમ્‌ 3. પ્રા. પા. - ત્રૂપમ૦ 1 ઈ. તરા. પા. - ત્યરેન્મુટ 596 શ્રીમદભાગવત [અ૦પ૫ નાશં નિશમ્ય પુત્રાણાં નારદાચ્છીલશાલિનામ્‌ । અન્વતપ્યત કઃ શોચન્‌ સુપ્રજાસ્ત્વં શુચાં પદમ્‌ । ૨૩॥ સ1 ભૂયઃ પાગ્ચજન્યાયામજેન પરિસાન્ત્વિતઃ । પુત્રાનજનયદ્‌ દક્ષઃ શબલાશ્ચાન્‌ સહસ્રશઃ || ર૪॥। તેડપિ પિત્રા સમાદિષ્ટાઃ પ્રજાસર્ગે ધૃતવ્રતાઃ । નારાયણસરો જગ્મુર્યત્ર સિદ્ધાઃ સ્વપૂર્વજાઃ રપ॥ તદુપસ્પર્શનાદેવ વિનિર્ધૂતમલાશઃ જપત્તો બ્રહ્મ પરમં તેપુસ્તેડત્ર મહત્‌ તપઃ || ર૬॥ અબ્મક્ષાઃ કતિચિન્માસાન્‌ કતિચિદ્વાયુભોજનાઃ । આરાધયન્‌ મન્ત્રમિમમભ્યસ્યન્ત ઇડસ્પતિમ્‌ | ૨૭! 38 નમો નારાયણાય પુરુષાય મહાત્મને । વિશુદ્ધસત્ત્વધિષ્ણ્યાય મહાહૅસાય ધીમહિ || ૨૮ ઇતિ તાનપિ રાજેન્દ્ર પ્રતિસર્ગધિયો૨ મુનિઃ । ઉપેત્ય નારદઃ પ્રાહ વાચ:ફૂટાનિ પૂર્વવત્‌ ।। ર૯ દાક્ષાયણાઃ સંશ્ૃણુત ગદતો નિગમં મમ । અન્વિચ્છતાનુપદવીં ભાતૃણાં ભ્રાતૃવત્સલાઃ | ૩૦॥ ભ્રાતૃણાં પ્રાયણં ભ્રાતા યોડનુતિષ્ઠતિ ધર્મવિત્‌ ! સ પુણ્યબન્ધુઃ પુરુષો મરુદ્રિઃ સહ મોદતે | ૩૧॥। એતાવદુક્ત્વા પ્રયયૌ નારદોડમોઘદર્શનઃ । તેડપિચાન્વગમન્માર્ગ ભ્રાતૃણામેવ મારિષ ॥ ૩૨॥॥ સધ્રીચીનં પ્રતીચીનં પરસ્યાનુપથં ગતાઃ | નાદ્યાપિ તે નિવર્તન્તે પશ્ચિમા યામિનીરિવ ॥ ૩૩॥ હે પરીક્ષિત! (પછી) જ્યારે દક્ષ પ્રજાપતિને ખબર પડી કે મારા શીલવાન પુત્રો નારદના ઉપદેશને લીધે કર્તવ્યચ્યુત થઈ ગયા છે ત્યારે તેઓ શોકથી વ્યાકુળ થઈ ગયા. તેમને ઘણો પશ્ચાત્તાપ થયો. આ ઉક્તિ બરાબર જ છે કે સારાં સંતાન હોવાં એ પણ શોકનું જ કારણ છે! (૨૩) બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને ધણું સાન્ત્વન આપ્યું. પછી તેમણે પંચજનની પુત્રી અસિક્નીના ગર્ભથી હજારો પુત્રો ઉત્પન્ન કર્યા, તેમનાં નામ હતાં શબલાશ્ચ. (૨૪) તેઓ પણ પોતાના પિતા દક્ષ પ્રજાપતિની આશ્ઞા મેળવીને પ્રજાનું સર્જન કરવાના ઉદેશ્ષથી તપ કરવા માટે તે જ નારાયણ સરોવર પર ગથા, કે જ્યાં જઈને તેમના મોટા ભાઈઓ - હર્યશ્વોએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. (૨૫) ત્યાં જઈને શબલાશ્રોએ તે સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરવા માત્રથી જ તેમના અંતઃકરણના સઘળા મળ ધોવાઈ ગયા. પછી તેઓ પરબ્રહ્મસ્વરૂપ પ્રણવ (ડંદંકાર)ના જપ કરતા મહાન તપ કરવા લાગી ગયા. (૨૬) કેટલાક મહિનાઓ માત્ર પાણી અને કેટલાક મહિનાઓ માત્ર હવા પીને જ તેમણે “અમે નમસ્કારપૂર્વક ઓંકારસ્વરૂપ ભગવાન નારાયણનું ધ્યાન ધરીએ છીએ, કે જેઓ વિશુદ્ધ અંતઃકરણમાં નિવાસ કરે છે, સૌના અંતર્યામી છે તથા સર્વવ્યાપક અને પરમહંસસ્વરૂપ છે’
  • આ મંત્રનું રટણ કરતા રહીને મંત્રાધિપતિ ભગવાનની આરાધના કરી. (૨૭-૨૮) હે પરીક્ષિત! આ પ્રમાણે દક્ષના પુત્રો શબલાશ્વો પ્રજાના સર્જન માટે તપમાં સંલગ્ન હતા, (ત્યારે) તેમની પાસે પણ દેવર્ષિ નારદ આવ્યા અને તેમણે પહેલાં જેવાં જ ગૂઢ વચનોથી તેમને ઉપદેશ આપ્યો. (૨૯) (તેમે ક્યું-) “દક્ષ પ્રજાપતિના પુત્રો! આ તમને જે ઉપદેશ આપું છું તે સાંભળો. તમે તમારા જ ભાઈઓના માર્ગનું જ અનુસંધાન કરો. (૩૦) જે ધર્મજ્ઞ ભાઈ પોતાના મોટા ભાઈઓના શ્રેષ્ઠ માર્ગનું અનુસરણ કરે છે તે જ સાચો ભાઈ છે! તે પુણ્યશાળી મનુષ્ય પરલોકમાં મરુત્‌-ગણો સાથે આનંદ ભોગવે છે.” (૩૧) હે પરીક્ષિત! શબલાશ્રોને આ પ્રમાણે ઉપદેશ આપીને દેવર્ષિ નારદ ત્યાંથી ચાલ્યા ગયા અને તે શબલાશ્વોએ પોતાના ભાઈઓના માર્ગનું જ રણ કે નારદજીનું દર્શન ક્યારેય વ્યર્થ જતું નથી. (૩૨) તેઓ તે પથના પથિક બન્યા, કે જે અંતર્મુખી વૃત્તિથી પ્રાપ્ધ, અત્યંત સુંદર અને ભગવત્પ્રાપ્તિ માટે અનુકૂળ છે. આવા અંતર્મુખી તપસ્વીઓ વીતી ગયેલી રાત્રિઓની જેમ નથી તો હજી સુધી પાછા ફર્યા કે ન ભવિષ્યમાં પાછા ફરશે. (૩૩) ૧. પ્રા. પા.
  • તતઃ સ પાગ્ય૦! રે. પ્રા. પા. - પ્રજાસ૦ ! અ૦પ] છઠ્ઠો સ્કન્ધ 597 એતસ્મિન્‌કાલઉત્પાતાન્બહૂન્પશ્યન્‌પ્રજાપતિઃ ! પૂર્વવન્ઞારદકૃત પુત્રનાશમુપાશૃણોત્‌ | ૩૪।। ચુક્રોધ નારદાયાસૌ પુત્રશોકવિમૂચ્છિતઃ । દેવર્ષિમુપલભ્યાહ રોષાદ્ધિસ્ફુરિતાધરઃ | ૩૫! &ક વચ અહો અસાધો સાધૂનાં સાધુલિન્ઞેન નસ્ત્વયા ! અસાધ્કાર્યર્ભકાણાં ભિક્ષોર્માર્ગઃ પ્રદર્શિતઃ | ૩૬।। ત્દણૈસ્્રિભરમુક્તાનામમીમાંસિતકર્મણામ્‌ ! વિઘાતઃ શ્રેયસઃ પાપ લોકયોરુભયોઃ કૃતઃ | ૩૭।। એવં ત્વં નિરનુક્રોશો બાલાનાં મતિભિદ્ધરેઃ । પાર્ષદમધ્યે ચરસિ યશોહા નિરપત્રપઃ || ૩૮।। નનુ ભાગવતા નિત્યં ભૂતાનુગ્રહકાતરાઃ । ત્રતે ત્વાં સૌહદઘ્નં વૈ વૈરફ્રમવૈરિણામ્‌ ॥ ૩૯॥ નેત્ય પુંસાં વિરાગઃ સ્યાત્‌ ત્વયા કેવલિના મૃષા | મન્યસે યદયુપશમં સ્નેહપાશનિકૃન્તનમ્‌ | ૪૦।। નાનુભૂય ન જાનાતિ પુમાન્‌ વિષયતીક્ષ્ણતામ્‌ ! નિર્વિદેત સ્વયં તસ્માન્ન તથા ભિન્નધીઃ પરેઃ ।। ૪૧ || યજ્ઞસ્ત્વં કર્મસન્ધાનાં સાધૂનાં ગૃહમેધિનામ્‌ કૃતવાનસિ દુર્મર્ષ વિપ્રિયં તવ મર્ષિતમ્‌ 1૪૨॥। તત્તુકુન્તન યજન્ઞસ્ત્વમભદ્રમચરઃ પુનઃ | તસ્માલ્લોકેષુ તે મૂઢ ન ભવેદ્‌ ભ્રમતઃ પદમ્‌ 1૪૩॥ દક્ષ પ્રજાપતિએ કે આજ સૂધી ઘણાબધા અપશુકન થતા રહ્યા છે. (તેથી) તેમના ચિત્તમાં પુત્રોના અનિષ્ટની આશંકા થઈ આવી. દરમિયાનમાં તેમને ખબર પડી કે પહેલાંની જેમ આ વખતે પણ નારદજીએ મારા પુત્રોને ભટકાવી દીધા છે. (૩૪) પોતાના પુત્રો કર્તવ્યચ્યુત થવાથી તેમને ઘલ્યો શોક થયો અને તેઓ નારદજી પર ધણા કુદ થયા. નારદજી મળ્યા ત્યારે કોધવશ દક્ષ પ્રજાપતિના હોઠ ફકડવા લાગ્યા અને આવેશમાં આવીને તેમણે નારદજીને કહ્યું. (૩૫) %7 દક્ષ પ્રજાપતિએ કહ્યું - અરે દુષ્ટ! તે ખોટેખોટો સાધુઓનો વેશ ધારણ કરી રાખ્યો છે. અમારા ભલાભોળા બાળકોને ભિક્ુકોનો માર્ગ બતાવીને તેં અમારો મોટો અપકાર કર્યો છે. (૩૬) હજી તો તેમણે બ્રહ્મચર્યથી ત્દપિઓનું ત્રણ, યશ્થી દેવોનું કબ્ર અને સંતાનોની ઉત્પત્તિથી પિતૃઓનું ત્રણ ચૂકવ્યું નથી; હજી તેમણે કર્મકળની નશ્ચરતા વિશે પણ કશું વિચાયું નથી, એ પહેલાં જ હે પાપાત્મા! તેં તેમના બંને લોકના સુખને નષ્ટ કરી દીધું છે. (૩૭) સાચે જ તારા હદયમાં દયાનો છાંટોથ નથી. તું આ પ્રમાણે બાળકોની બુદ્ધિ ભ્રષ્ટ કરતો ફરે છે. તેં ભગવાનના પાર્ષદોમાં રહીને તેમની કીર્તિમાં ક્લંક જ લગાડ્યું છે. સાચે જ તું ઘણો નિર્લજજ છે. (૩૮) હું જાળું છું કે ભગવાનના પાર્ષદો હરહંમેશ દુઃખી પ્રાશીઓ પર દયા કરવા આતુર રહે છે, પણ તું તો પ્રેમભાવનો વિનાશ કરનારો છે. તું એવા લોકો સાથે પણ વેર રાખે છે કે જેઓ કોઈની સાથે વેર રાખતા નથી. (૩૯) જો તું એમ સમજે છે કે વૈરાગ્યથી જ સ્નેહપાશ - વિષયાસક્તિનું બંધન કપાઈ જાય છે તો તારો એ ખ્યાલ બરાબર નથી; કારણ કે તારા જેવા ખોટેખોટા વૈરાગ્યનો સ્વાંગ રચનારાઓથી કોઈને વૈરાગ્ય થઈ શકે નહીં. (૪૦) નારદ! મનુષ્ય વિષયોનો અનુભવ કર્યા સિવાય તેમની કટુતા જાણી શકે નહીં, તેથી વિષયોની દુઃખરૂપતાનો અનુભવ થતાં આપમેળે જેવો વૈરાગ્ય થાય છે તેવો બીજાઓના બહેકાવવાથી થતો નથી. (૪૧) અમે સદ્ગૃહસ્થો છીએ, પોતાના ધર્મની મર્યાદા પાળીએ છીએ. એક વાર આ પહેલાં પણ તેં અમારો અસહ્ય અપકાર કર્યો હતો. ત્યારે તો અમે તે સહી લીધો હતો. (૪૨) તું તો અમારી વંશપરંપરાનો ઉચ્છેદ કરવાને જ તત્પર બનેલો છે. તે ફરીથી અમારી સાથે દુરતાનો એ જ વ્યવહાર કર્યો છે. તેથી હે મૂઢ! જા, લોક- લોકાન્તરોમાં ભટકતો રહે; ક્યાંય પણ તારે માટે ઠરવાનું. ઠામ-ઠેકાણું નહીં હોય. (૪૩) 598 શ્રીમદભાગવત [મ૦૬ કંઇક ઉવાર પ્રતિજગ્રાહ તદ્‌ બાઢં નારદઃ સાધુસમ્મતઃ | એતાવાન્‌ સાધુવાદો હિ તિતિક્ષેતેશ્વરઃ સ્વયમ્‌ ॥ ૪૪॥ શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! સંતશિરોમણિ દેવર્ષિ નારદે ‘ભલે, સરુ’ કહીને દક્ષના શાપનો સ્વીકાર કરી લીધો.સંસારમાં બસ, સાધુતા એ જ છે કે બદલો લેવાનું સામર્થ હોય તોપણ બીજાએ કરેલા અપકારને સહી લે. (૪૪) વે ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્પે નારદશાપોદ નામ પગ્ચમોડધ્યાયઃ ॥ ૫॥ છઠ્ઠા સ્કંધ-અંતર્ગત “નારદને શાપ’ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત.