ત્રીજો અધ્યાય હિરણ્યકશિપુની તપસ્યા અને વરદાનપ્રાપ્તિ નારદ ઉવાચ નારદજીએ કહ્યું - હે રાજન્ (યુધિષ્ઠિર)! હવે હિરણ્યકશિપુએ એવો વિચાર કર્યો કે “હું અજેય, અજર, જે અમર અને સમસ્ત સંસારનો એક્છત્ર સમ્રાટ બની જાઉં, હિરફ્યકશિપૂ રાજશજેયમજરામરમ્। કે જેથી કોઈ મારી સામે ઊભો સુધ્ધાં રહી શકે નહીં. આત્માનમપ્રતિદ્રન્દ્રમેકરાજં વ્યધિત્સત ।।૧॥। સ તેપે મન્દરદ્રોણ્યાં તપઃ પરમદારુણમ્ | ઊર્ધ્વબાહુર્નભોદૃષ્ટિઃપાદાડગુષ્ઠાશ્રિતાવનિઃ ।। ૨ જટાદીધિતિભી રેજે સંવર્તા્ક ઇવાંશુભિઃ । તસ્મિંસ્તપસ્તપ્યમાને દેવાઃ સ્થાનાનિ ભેજિરે ॥ ૩॥ તસ્ય મૂર્ધ્ઃઃ સમુત્કૂતઃ સધૂમોડગ્નિસ્તપોમયઃ | તિર્યગૂર્ધધમધોલોકાનતપદ્ વિષ્વગીરિતઃ 1૪॥ ચુક્ષુભુર્નધુદન્વન્તઃ સદ્ીપાદ્રિશ્ચચાલ ભૂઃ । નિપેતુઃ સગ્રહાસ્તારા જજ્વલુશ્વ દિશો દશ ॥૫॥। તેન તપ્તા દિવં ત્યક્ત્વા બ્રહ્મલોકં યયુઃ સુરાઃ । ધાત્રે વિજ્ઞાપયામાસુર્દેવદેવ જગત્પતે | ૬॥ દૈત્યેન્દ્રતપસા તપ્ત દિવિ સ્થાતું ન શક્નુમઃ । તસ્ય ચોપશમં ભૂમન્ વિધેહિ યદિ મન્યસે । લોકાનયાવન્નડક્યન્તિબલિહારાસ્તવાભિભૂઃ૫ ॥ ૭॥ તસ્યાયં કિલ સફ્કલ્પશ્ચરતો દુશ્ચરં તપઃ શ્રૂયતાં કિં ન વિદિતસ્તવાથાપિ* નિવેદિતઃ ॥ ૮।। સૃષ્ટ્વા ચરાચરમિદં તપોયોગસમાધિના | અધ્યાસ્તે સર્વધિષ્ણ્યેભ્યઃ પરમેષ્ઠી નિજાસનમ્ || ૯॥ (૧) આ માટે તે મંદરાચલની તળેટીમાં જઈને અત્યંત દારુણ તપ કરવા લાગ્યો. ત્યાં તે હાથ ઊંચા રાખીને આકાશ તરફ જોતો રહીને પગના અંગૂઠાના બળ પર પૃથ્વી ઉપર ઊભો રહી ગયો. (૨) તેની જટાઓ પ્રલથકાળના સૂર્યનાં કિરણો જેવી ચમકી રહી હતી. જ્યારે તે આ પ્રમાણે તપમાં સંલગ્ન થઈ ગયો ત્યારે દેવો પોતપોતાનાં સ્થાનો અને પદો પર ફરીથી પ્રતિષ્ઠિત થઈ ગયા. (૩) ઘણા દિવસો સુધી તપ કર્યા પછી તેની તપસ્થાનો અગ્નિ ધુમાડા સાથે તેના માથામાંથી નીકળવા લાગ્યો અને તે ચારે તરફ ફેલાઈ જઈને ઉપર-નીચે તથા આજુબાજુમાં લોકોને બાળવા લાગ્યો. (૪) તેની જ્વાળાઓથી નદીઓ અને સમુદ્રો ઊકળવા લાગ્યાં, દ્વીપો અને પર્વતો સહિત પૃથ્વી ડગમગવા લાગી, ગ્રહો અને તારા તૂટી- તૂટીને નીચે પડવા લાગ્યા તથા જાલ્રે કે દશે દિશાઓમાં આગ પ્રજ્વળી ઊઠી. (૫) હિરણ્યકશિપુની આ તપોમવી આગની જ્વાળાઓથી સ્વર્ગના દેવો પજ દાઝવા લાગ્યા. તેઓ ગભરાઈને સ્વર્ગમાંથી બ્રહ્મલોકમાં ગયા અને તેમલે બ્રહ્માજીને પ્રાર્થના કરી - “હે દેવોના પણ આરાધ્યદેવ જગત્પતિ બ્રહ્માજી! અમે હિરજ્યકશિપુના તપની જ્વાળાથી બળી રહ્યા છીએ. અમે હવે સ્વર્ગમાં રહી શકીએ તેમ નથી. હે અનંત! હે સર્વાધ્યક્ષ! જો તમે યોગ્ય સમજો તો તમારી સેવા કરનારી પ્રજાનો નાશ થઈ જાય એ પહેલાં જ આ જવાળાનું શમન કરી દો. (૬-૭) હે ભગવન્! તમે સર્વ કંઈ જાણો જ છો, તોપણ અમે પોતાના તરફથી તમને એ જણાવીએ છીએ કે આ કયા આશયથી ઘોર તપ કરી રહ્યો છે. સાંભળો, તેનો વિચાર છે કે “જેમ બ્રહ્માજી પોતાના તપ અને યોગના પ્રભાવ થકી આ ચરાચર જગતનું સર્જન કરીને બધા લોકોથી ઉપર સત્યલોકમાં વિરાજે છે તેવી જ રીતે હું પણ પોતાના ઉગ્ર તપ અને યોગના પ્રભાવ થકી તે જ પદ અને સ્થાન પ્રાપ્ત કરી લઈશ; કારણ કે સમય અસીમ છે અને આત્મા નિત્ય છે. એક જન્મમાં ૧. પ્રા. પા. - ત્સ્તથા વિભો | ૨. પ્રા. પા. - ત્સ્તવ સોડપિ 602 શ્રીમદભાગવત [અ૦૩ તદહં વર્ધમાનેન તપોયોગસમાધિના | કાલાત્મનોશ્ચનિત્યત્વાત્સાધથિષ્ષે તથાડડત્મનઃ || ૧૦॥ અન્યથેદં૫ વિધાસ્યેડહમયથાપૂર્વમોજસા |! કિમન્યૈઃ કાલનિર્ધતેઃ કલ્પાન્તે વૈષ્ણવાદિભિઃ ॥। ૧૧॥।। ઇતિ શુશ્રુમ નિર્બન્ધં તપઃ પરમમાસ્થિતઃ । વિધત્સ્વાનન્તરં યુક્ત સ્વયં ત્રિભુવનેશ્વર ॥ ૧૨॥। તવાસનં હ્વિજગવાં પારમેષ્ઠયં જગત્પતે ! ભવાય શ્રેયસે ભૂત્યૈ ક્ષેમાય વિજયાય ચ | ૧૩॥।। ઇતિ વિજ્ઞાપિતો દેવૈર્ભગવાનાત્મભૂર્જપ । પરીતો ભૃગુદક્ષાધર્યયૌ દૈત્યેશ્વરાશ્રમમ્ । ૧૪॥। ન દદર્શ પ્રતિચ્છન્ન વલ્મીકતૃણકીચકૈઃ | પિપીલિકાભિરાચીર્ણમેદરત્વડમાંસશોણિતમ્રે ॥ ૧૫॥ તપત્તં તપસા લોકાન્યથાડભ્રાપિહિતં રવિમ્ વિલક્ષ્ય વિસ્મિતઃ પ્રાહ પ્રહસન્ હંસવાહનઃ ।। ૧૬॥। શ્રહ્મોવ( ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ભદ્રં તે તપઃ સિદ્ધોડસિ કાશ્યપ । વરદોડહમનુપ્રામો વ્રિયતામીપ્સિતો વરઃ ॥ ૧૭॥ અદ્રાક્ષમહમેતત્તે હત્સારં મહદહુતમ્ | દંશભક્ષિતદેહસ્ય પ્રાણા હ્યસ્થિષુ શેરતે ॥૧૮॥। નહીં તો અનેક જન્મોમાં, એક યુગમાં નહીં તો અનેક થુગોમાં. (૮-૧૦) પોતાના તપોબળથી હું પાપ-પુણ્ય વગેરેના નિયમોને બદલી નાખીને આ સંસારમાં એવું ઊલટુંસૂલટું કરી દઈશ, કે જેવું પહેલાં કયારેય હતું નહીં. વૈષ્ણવ વગેરે પદોની તો શી વિસાત, કારણ કે કલ્પના અંતમાં તેમણે પણ કાળનો કોળિયો બનવું પડે છે.” (૧૧) અમે સાંભળ્યું છે કે આવી હઠ લઈને જ તે ઘોર તપ કરવા મચી પડ્યો છે. તમે ત્રણે લોકના સ્વામી છો; હવે તમે જે યોગ્ય સમજો તે કરો. (૧૨) હે બ્રહ્માજી! તમારું. આ સર્વશ્રેષ્ઠ પરમેષ્ઠિ-પદ બ્રાહ્મણો અને ગાયોના સંવર્ધન, કલ્યાણ, વિભૂતિ, કુશળક્ષેમ અને વિજય માટે જ છે (જો આ પદ હિરણ્ધકશિપુને હસ્તગત થઈ જશે તો સજ્જનો પર સંક્ટોના પહાડ તૂટી પડશે).” (૧૩) ે યુધિષ્ઠિર! દેવોએ જ્યારે ભગવાન બ્રહ્માજીને આ પ્રમાણે નિવેદન કર્યું ત્યારે તેઓ ભૃગુ, દક્ષ વગેરે. પ્રજાપતિઓની સાથે હિરણ્યકશિપુના આશ્રમ પર ગયા. (૧૪) ત્યાં જઈને, પહેલાં તો તેઓ તેને જોઈ જ ન શક્યા; કારજ્ર કે ઊંધઈની માટી, ધાસ અને વાંસના વૃક્ષોથી તેમનું શરીર હંકાઈ ગયું હતું; કીડીઓ તેનાં મેદ (ચરબી), ત્વચા, માંસ અને લોહી ચાટી-ચૂસી ગઈ હતી. (૧૫) વાદળોથી ઢંકાયેલા સૂર્ય જેવો તે પોતાના તપના તેજથી લોકોને તપાવી રહ્યો હતો. તેને જોઈને બ્રહ્માજી પણ વિસ્મિત થઈ ગયા. પછી તેમણે હસતાં હસતાં કહ્યું. (૧૬) બ્રહ્માજીએ કહ્યું - હે કશ્યપસુત હિરક્યકશિપુ! ઊઠો, જાગો! તમારું કલ્યાણ થાઓ. હવે તમારી તપસ્યા સિદ્ધ થઈ ગઈ છે. હું તમને વરદાન આપવા આવ્યો છું, તમારી જે ઇચ્છા હોય, નિઃસંકોચપણે તે માગી લો. (૧૭) મેં તમારા હૃદયનું અદ્દભુત બળ જોઈ લીધું. અરે! મચ્છરોએ તમારું શરીર ફોલી ખાધું છે તોપણ તમારા પ્રાણ અસ્થિમાત્રના સહારે ટકેલા છે. (૧૮) ૧. પ્રા. પા. - અન્પધૈવ | ૨. પ્રા. પા. - નરાકીર્શમસ્થિત્વડટ !,
- જોકે વૈષ્ણવપદ (વૈકુંઠ વગેરે શાશ્ચતધામ) અવિનાશી છે, પરંતુ હિરજ્યકશિપુ પોતાની આસુરી બુદ્ધિને કારણે તે નિત્યધામને. કલ્યના અંતે નાશ પામનારું માનતો હતો. તામસી બુદ્ધિમાં બધું વિપરીત જ દેખાતું હોય છે. અ૦૩] સાતમો સ્કંધ 663 સૈતત્પૂર્વર્ષયશ્ચક્રુર્ન કરિષ્યન્તિ ચાપરે | નિરમ્બુર્ધારયેત્પ્રાણાન્ કો વૈ દિવ્યસમાઃશતમ્ ॥ ૧૯॥। વ્યવસાયેન તેડનેન દુષ્કરેણ મનસ્વિનામ્ । તપોનિષ્ઠેન ભવતા જિતોડહં દિતિનન્દન ।। ૨૦।। તતસ્ત આશિષઃ સર્વા દદામ્યસુરપુક્રવ 1 મર્ત્યસ્ય તે અમર્ત્યસ્ય દર્શનં નાફલં મમ ।।૨૧।। નારદ ઉવાચ ઇત્યુક્ત્વાડડદિભવોદેવો ભક્ષિતાડડં પિપીલિકૈઃ । કમણ્ડલુજલેનૌક્ષદિવ્યેનામોઘરાધસા ॥૨૨॥ સતત્કીચકવલ્મીકાત્ સહઓજોબલાન્વિતઃ* । સર્વાવયવસમ્પન્નો વજસંહનનો યુવા | ઉત્િતસ્તમહેમાભો વિભાવસુરિવૈધસઃ ॥ ર૩ સ નિરીક્ષામ્બરે દેવં હંસવાહમવસ્થિતમ્ ! નનામ શિરસા ભૂમૌ તદર્શનમહોત્સવઃ ॥ ર૪!। ઉત્થાય પ્રાગ્જલિઃપ્રહઈક્ષમાણો દશા વિભુમ્ | હર્ષાશ્રુપુલકો્વેદો૨ે ગિરા ગદ્ગદયાડગૃણાત્ | ૨૫॥ િરશ્યકશિપુરુવાચ. કલ્પાન્તે કાલસૃષ્ટેન યોડન્ધેન” તમસાડડવૃતમ્ ! અભિવ્યનગ્* જગદિદં સ્વયંજ્યોતિઃ સ્વરોચિષા ।। ર૬ આત્મના ત્રિવૃતા ચેદં સૂજત્યવતિ લુમ્પતિ | રજઃસત્ત્વતમોધામ્ને પરાય મહતે નમઃ | ૨૭॥ આવી કઠ્શ તપસ્યા આ પહેલાં (ભૂતકાળમાં) કોઈ શ્રષિએ કરી નથી અને આગળ પણ કોઈ કરી શકશે નહિ. ભલા, એવું તે કોશ છે કે જે દેવતાઓનાં સો વર્ષ સુધી પાણી વિના જીવિત રહી શકે? (૧૯) હે દિતિનંદન (હિરશ્યકાિપુ)! તમારું આ કામ મોટા મોટા ધીરપુરુષો માટે પણ દુષ્કર છે. મને તમે (પોતાની) આ તપોનિષ્ઠાથી પોતાના વશમાં કરી લીધો છે. (૨૦) હે અસુરશ્રેપષ્ઠ! આનાથી પ્રસન્ન થવેલો હું તમને તમે જે કંઈ માગો તે આપી દઈશ. તમે છો મરણધર્મા અને હું છું અમર! તેથી તમને મારું આ દર્શન નિષ્ફળ થઈ શકે નહીં. (૨૧) નારદજી કહે છે - [ડે યુષિષ્ઠિર!) આ પ્રમાશે, કહીને બ્રહ્માજીએ તે હિરશ્કશિપુના કીડઓથી ફોલી ખવાયેલા શરીર પર પોતાના કમંડળનું દિવ્ય અને અમોઘ (કદીપ નિષ્ફળ નહીં થનારું) પ્રભાવશાળી જળ છાંટયું. (૨૨) જેમ લાકડાંના ઢગલામાંથી આગ ભભૂકી ઊઠે તેવી જ રીતે તે જળ છાંટતાં જ વાંસ અને ઊંધઈની માટી વચ્ચેથી તે બહાર નીકળો ઊભો થઈ ગયો. તે સમયે તેનું શરીર બધા અવયવોથી સંપૂર્ણ તેમ જ બળવાન થઈ ગયું, ઇન્દ્રિયોમાં શક્તિ આવી ગઈ અને મનમાં ચેતના આવી ગઈ. તેનાં બધાં અંગો વજ જેવાં કઠોર અને તપાવેલા સુવર્ણ જેવાં ચમકદાર થઈ ગયાં હતાં. તે નવયુવાન થઈને ઊભો થઈ ગયો. (૨૩) તેણે જોયું કે આકાશમાં હંસ પર આરૂઢ બ્રહ્માજી ઉપસ્થિત છે. તેમને જોઈને તેને ઘણો આનંદ થયો. પોતાનું માથું જમીન પર ટેક્વીને તેણે તેમને નમસ્કાર કર્યા. (૨૪) પછી હાથ જોડીને નમ્રભાવે ઊભો થયો અને અત્યંત પ્રેમપૂર્વક પોતાનાં નિષ્પલક નેત્રોથી તેમને નિહાળતો રહીને ગદગદ વાશીથી સ્તુતિ કરવા લાગ્યો. તે સમયે તેનાં નેત્રોમાંથી આનંદનાં અશ્રુ ઊભરાઈ રહ્યાં હતાં અને આખું શરીર પુલકિત થઈ રહ્યું હતું. (૨૫) હિરણ્યકશિપુએ (સ્તુતિ કરતાં) કહ્યું - (ટે પ્રભુ!) કલ્પના અંતમાં આ સમસ્ત સૃષ્ટિ કાળથી પ્રેરિત તમોગુણ્થી
- ગાઢ અંધકારથી ઢંકાઈ ગઈ હતી, તે સમધે સ્વયંપ્રકામ- સ્વરૂપ આપે પોતાના તેજથી તેને ફરીથી પ્રગટ કરી હતી. (૨૬) આપ જ પોતાના ત્રિગુણમયરૂપે આ સૃષ્ટિની રચના, તેનું રક્ષણ અને તેનો સંહાર કરી છો. આપ રજોગુણ, સત્ત્વગુણ અને તમોગુ્ના આશ્રય છો. આપ જ સર્વાતીત ૧. પ્રા. પા. - સહતેજોબન | ૨. પ્રા, પા. - દ્કોકૂતો | ૩, પ્રા. પા. - સોડન્ધેન | ૪. પ્રા. પા. - અભિભઝઝગ*। 684 શ્રીમદભાગવત [મ૦૩ નમ આદ્યાય બીજાય જ્ઞાનવિશાનમૂર્તયે । પ્રાણેન્દ્રિયમનોબુદ્રિવિકારે્વ્યક્તિમીયુષે ॥ ૨૮॥ ત્વમીશિષે જગતસ્તસ્થુષશ્વ પ્રાણેન મુખ્યેન પતિઃ પ્રજાનામ્ । ચિત્તસ્ય ચિત્તે્મનઇન્દ્રિયાણાં પતિર્મહાન્ ભૂતગુણાશયેશઃ ॥ ૨૯॥ ત્વં સકતન્તૂન્ વિતનોષિ તન્વા ત્રચ્યા ચાતુરહોત્રકવિધયા ચ | ત્વમેક આત્માડડત્મવતામનાદિ- રનન્તપારઃ કવિરન્તરાત્મા । ૩૦॥ ત્વમેવ કાલોડનિમિષો જનાના- માયુર્લવાધાવયવૈઃ ક્ષિણોષિ। કૂટસ્ય આત્મા પરમેષ્ઠયજો મહાં- સ્વં જીવલોકસ્ય ચ જીવ આત્મા || ૩૧।! ત્વત્ત ઃ. પરં નાપરમપ્યનેજ- દેજચ્ચ કિગ્ચિદ્ વ્યતિરિક્તમસ્તિ ! વિધાઃ કલાસ્તે તનવશ્ચ સર્વા હિરણ્યગર્ભોડસિ બૃહત્ત્રિપૃષ્ઠઃ ॥ ૩૨ વ્યક્ત વિભો સ્થૂલમિદં શરીરં ેનેન્દ્રિયપ્રાણમનોગુણાંસ્ત્વમ્ | ભુડક્ષે સ્થિતો ધાયનિ પારમેષ્ઠ્ય અવ્યક્ત આત્મા પુરુષઃ પુરાણઃ ॥ ૩૩॥ અનત્તાવ્યક્તરૂપેણ યેનેદમખિલં તતમ્ | ચિદ્ચિચ્છક્તિયુક્તાય તસ્મૈ ભગવતે નમઃ । ૩૪॥ થદિ દાસ્યસ્યભિમતાન્ વરાન્મે વરદોત્તમ । ભૂતેભ્યસ્ત્વહિસૃષ્ટેભ્યો મૃત્યુર્મા ભૂન્મમ પ્રભો ॥ ૩૫॥ નાન્તર્બહિર્દિવા નક્તમન્યસ્માદપિ ચાયુધૈઃ । ન ભૂમૌ નામ્બરે મૃત્યુર્ગ નરેર્ન મૃપોરપિ ॥ ૩૬॥ અને મહાન છો. આપને હું નમસ્કાર કરું છું. (૨૭) આપ જ જગતનું આદિકારણ છો. જ્ઞાન અને વિશાન આપની મૂર્તિઓ છે. પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે વિકારો વડે આપે પોતાને પ્રગટ કર્યા છે. (૨૮) આપ મુખ્યપ્રાણ સૂત્રાત્મારૂપે ચરાચર જગતને પોતાના નિયંત્રણમાં રાખો છો. આપ જ પ્રજાના રક્ષક પણ છો. હે ભગવન્! ચિત્ત, ચેતના, મન અને ઇન્દ્રિયોના સ્વામી આપ જ છો. પંચભૂતો, શબ્દાદિ વિષય અને તેમના સંસ્કારોના રચધિતા પણ, મહત્ત્વના રૂપમાં આપ જ છો. (૨૯) હોતા, અધ્વર્યુ, બ્ર્મા અને ઉદ્દગાતા - આ ગ્રત્વિજોશી થતા યશનું પ્રતિપાદન કરનાર વેદ આપનું જ શરીર છે. તેમના વડે જ આપ અગ્નિષ્ટોમ વગેરે સાત યજ્ઞોનો વિસ્તાર કરો છો. આપ જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો; કારણ કે આપ અનાદિ, અનંત, અપાર, સર્વજ્ઞ અને અંતર્યામી છો. (૩૦) આપ જ કાળ છો; આપ પ્રતિક્ષણ સાવધાનીપૂર્વક પોતાના ક્ષણ, લવ વગેરે વિભાગો વડે લોકોનું આયુષ્ય ક્ષીણ કરતા રહો છો. આમ છતાં આપ તો નિર્વિકાર જ છો; કારણ કે આપ જ્ઞાનસ્વરૂપ, પરમેશ્વર, અજન્મા, મહાન અને સમસ્ત જીલેના જીવનદાતા અંતરાત્મા છો. (૩૧) હે પ્રભુ! કાર્ય, કારણ, ચલ, અચલ એવી કોઈ પણ વસ્તુ નથી કે જે આપનાથી ભિન્ન હોય. સમસ્ત વિધાઓ અને કળાઓ એ આપનું શરીર છે. આપ ત્રિગુણમયી માયાથી અતીત સ્વયં બ્રહમ છો. આ સ્વર્શમય બ્રહ્માંડ આપના ગર્ભમાં સ્થિત છે. આપ તેને પોતાનામાં જ પ્રગટ કરો છો. (૩ર) હે પ્રભુ! આ શ્યક્ત બ્રહ્માંડ આપનું સ્થૂળ શરીર છે; એનાથી આપ ઇન્દ્રિયો, પ્રાણ અને મનના વિષયોનો ઉપભોગ કરો છો; પરંતુ તે સમયે પણ આપ પોતાના પરમ એશ્ચર્યમવ સ્વરૂપમાં જ સ્થિત રહો છો. વાસ્તવમાં આપ પુરાણપુરુષ, સ્થૂળ-સૂક્્મથી પર બ્રહ્મસ્વરૂપ જ છો. (૩૩) આપ પોતાના અનંત અને અવ્યક્ત સ્વરૂપથી સમસ્ત જગતમાં વ્યાપ્ત છો. ચેતન અને અચેતન એ બંનેષ તમારી શક્તિઓ છે. હે ભગવન્! હું આપને નમસ્કાર કરું છું. (૩૪) હે પ્રભુ! આપ તમામ વરદાતાઓમાં શ્રેષ્ઠ છો. આપ. જો મને અભીષટ વરદાન આપવા ઇચ્છો છો તો એવું વરદાન આપો કે આપે સર્જેલા કોઈ પણ પ્રાશીથી - ભલે તે મનુષ્ય હોય કે પશુ, પ્રાણ્રી હોય કે અપ્રાજી, દેવ હોય કે દૈત્મ અથવા નાગ વગેરે હોય - કોઈનાથી પણ મારું મૃત્યુ ન થાય; અંદર કે બહાર, દિવસે કે રાત્રે, આપે સર્જેલાં પ્રરણીઓ ઉપરાંત અન્ય કોઈ પલ્ર જીવથી, અસ્ત્ર કે શસથી, પૃથ્વી પર કે. આકાશમાં - ક્યાંય પન્ન મારું મૃત્યુ ન થાય; યુદ્ધમાં કોઈ અ૦૪] સાતમો સ્કંધ 685 વ્યસુભિર્વાડસુમદ્ધિર્વા સુરાસુરમહોરગૈઃ । અપ્રતિદ્રનદ્તાં યુદ્ધે એકપત્યં ચ દેહિનામ્ । ૩૭।। સર્વેષાં લોકપાલાનાં મહિમાનં યથાડડત્મનઃ | તપોયોગપ્રભાવાણાં યન્ન રિષ્યતિ કર્હિચિત્ ॥ ૩૮॥ મારો પ્રતિકાર ન કરી શકે; હું સમસ્ત પ્રાણીઓનો એકઇત્ર સમ્રાટ થાઉં; (૩૫-૩૭) ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલોમાં જેવો આપનો મહિમા છે તેવો જ મારો પણ થાય; તપસ્વીઓ અને યોગીઓને જે એશ્વર્ય પ્રાપ્ત થયેલું છે તે જ મને પણ મરાપ્ત થાય. (૩૮) ન્ક્કકનકક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં સમમસ્કન્ધે હિરણ્યકશિપો- ર્વરયાચનં નામ તૃતીયોડધ્યાયઃ ॥ ૩॥ સાતમા સ્કંધ-અંતર્ગત હિરણ્યકશિપુની વરદાનની યાચના નામનો ત્રીજો અધ્યાય સમાપ્ત.