છટ્ઠો અધ્યાય પ્રહ્લાદજીનો અસુર-બાળકોને ઉપદેશ હાદ 6૬૨ કૌમાર આચરેત્પ્રાશો ધર્માન્ ભાગવતાનિહ |! દુર્લભં માનુષં જન્મ તદપ્યધ્રુવમર્થદમ્ । ૧॥ યથા હિ પુરુષસ્યેહ વિષ્ણોઃ પાદોપસર્પણમ્ । યદેષ સર્વભૂતાનાં પ્રિય આત્મેશ્વરઃ સુહત્ ॥ ૨॥। સુખમૈન્દ્રિયકં દૈત્યા દેહયોગેન દેહિનામ્ | સર્વત્ર લભ્યતે દૈવાઘથા દુઃખમયત્નતઃ | ૩॥ તત્પ્રયાસો ન કર્તવ્યો યત આયુર્વ્યયઃ પરમ્ ! ન તથા વિન્દતે ક્ષેમં મુકુન્દચરણામ્બુજમ્ 1૪॥। તતો યતેત કુશલઃ ક્ષેમાય ભયમાશ્રિતઃ | શરીરં પૌરુષં યાવન્ન વિપઘેત પુષ્કલમ્ ।૫॥। પુંસો વર્ષશતં હ્યાયુસ્તદર્ધ ચાજિતાત્મનઃ | નિષ્ફ્લં યદસૌ રાત્રયાં શેતેડન્ધં પ્રાપિતસ્તમઃ ॥ ૬॥। મુગ્ધસ્ય બાલ્યે કૌમારે ક્રીડતો યાતિ વિંશતિઃ । જરયા ગ્રસ્તદેહસ્ય યાત્યકલ્પસ્ય વિંશતિઃ | ૭॥। પ્રહ્લાદજીએ ક્યું - મિત્રો! આ સંસારમાં મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે. એના દ્વારા અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. પરંતુ ખબર નહીં ક્યારે એનો અંત આવી જાય; તેથી બુદ્ધિમાન મનુષ્યે ઘડપણ કે જુવાનીના ભરોસે ન રહેતાં બાળપણમાં જ ભગવાનની પ્રાપ્તિ કરાવનારાં સાધનોનું અનુષ્ઠાન કરી લેવું જોઈએ. (૧) આ મનુષ્યજન્મમાં શ્રીભગવાનનાં ચરણોનું શરજર લેવું એ જ જીવનની એકમાત્ર સફળતા છે; કારણ કે ભગવાન સમસ્ત પ્રાણીઓના સ્વામી, સુદ, પ્રિયતમ અને આત્મા છે. (૨) ભાઈઓ! ઇન્દ્રિયો વડે જે સુખ ભોગવવામાં આવે છે તે તો - જીવ ભલેને ગમે તે યોનિમાં હોય - પ્રારબ્ધ અનુસાર સર્વત્ર એ જ રીતે મળતું રહે છે કે જેમ કશો પ્રયત્ન કર્યા વિના, નિવારણ કરવા છતાં પણ દુઃખ મળે છે. (૩) તેથી સાંસારિક સુખ (મેળવવા)ના ઉદેશ્યથી પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી; કારણ કે જાતે જ મળી રહેતી વસ્તુ (મેળવવા) માટે પરિશ્રમ કરવો એ આયુષ્ય અને શક્તિને વ્યર્થ ગુમાવવા બરાબર છે. જેઓ એનામાં અટવાઈ જાય છે તેમને પરમકલ્યાણ- સ્વરૂપ ભગવાનનાં ચરણકમળોની પ્રાપ્તિ થતી નથી. (૪) આપણા માથે અનેક પ્રકારના ભય સવાર હોય છે. તેથી આ શરીર કે જે ભગવાનની પ્રાપ્તિ કરવાને પર્યાપ્ત છે તે જ્યાં સુધી રોગગ્રસ્ત અને શોકગ્રસ્ત થઈને મૃત્યુના મુખમાં ચાલ્યું ન જાય ત્યાં સુધીમાં બુદ્ધિમાન મનુષ્યે પોતાના કલ્યાણ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ. (૫) મનુષ્નું સંપૂર્ણ આયુષ્ય સો વર્ષનું છે. જેમલ્ે પોતાની ઇન્દ્રિયોને વશ કરી લીધી નથી તેમના આયુષ્યનો અડધો ભાગ તો અમસ્તો વીતી જાય છે; કારણ કે તેઓ રાત્રે ધોર તમોગુણ્રગ્રસ્ત અર્થાત્ અજ્ઞાનગ્રસ્ત થઈને સૂતા રહે છે. (૬) બાળપણમાં તેમને પોતાના હિત-અહિતનું જ્ઞાન રહેતું નથી, થોડાક મોટા થતાં કૌમાર્ય-અવસ્થામાં તેઓ રમતગમતમાં જોડાઈ જાય છે. આ પ્રમાણે વીસ વર્ષ વીતી જાય છે અને એનો ખ્યાલ પણ રહેતો નથી. (એ જ રીતે) જ્યારે ધડપણ શરીરને ગ્રસ્ત કરી લે છે ત્યારે છેવટનાં વીસ વર્ષોમાં કશું કરવાનું સામર્થ જ રહેવા પામતું નથી. (૭) ૧. પ્રાચીન પ્રતમાં પ્રહ્લાદના વાક્યમાં ‘કૌમાર આચરેત્મરાશો’ - શ્લોકની પહેલાં પાંચ શ્લોક વધુ છે. એ પાંચ શ્લોકોને ભાગવતના વિખ્યાત ટીકાકાર શ્રીવિજયષ્વજે પણ માન્ય ગલ્યા છે અને તેમશે એમના પર ટીકા પલ લખી છે. પ્રાચીન પ્રતનું લખાશ ક્યાંક કયાંક અસ્પષ્ટ અને ખંડિત હોવાને કારણે આ પાંચ શ્લોક શુદ્ધ રૂપમાં આપી શકાયા નથી, તેથી તેમને શ્રીવિજયધ્વજની ટીકા અનુસાર શુદ કરીને અહીં ઉદ્દુત કરવામાં આવે છે - હન્તાર્ા મે કૃણુત વચો વઃ સર્વતઃ શિવમ્ | વયસ્યાન્ પશ્યત મૃતાન્ કીડાન્ધા મા પ્રમાઘથ || ન પુરા વિવશં બાલા આત્મનોડર્ે પ્રિવૈષિણ:| ગુરૂક્તમપિ ન ગ્રાહ્ય યદનર્થેડર્યકલ્પનમ્ ॥. શ્રીમદભાગવત [અ૦૬ દુરાપૂરેણ કામેન મોહેન ચ બલીયસા | શેષં ગૃહેષુ સક્તસ્ય પ્રમત્તસ્યાપયાતિ હિ || ૮।। કો ગૃહેષુ પુમાન્સક્તમાત્માનમજિતેન્દ્રિયઃ | સ્નેહપાશૈરદહેર્બદ્ધમુત્સહેત વિમોચિતુમ્ |૯॥ કોન્વર્થતૃષ્ણાં વિસૃજેત્પ્રાણેભ્યોડપિ ય ઈપ્સિતઃ । યંક્રીણાત્યસુભિઃ પ્રેષ્ઠેસ્તસ્કરઃ સેવકો વણિક્ ।। ૧૦॥ કથં પ્રિયાયા અનુકમ્પિતાયાઃ સન રહસ્યં રુચિરાંશ્વ મત્ત્રાન્ | સુહત્સુ ચ સ્નેહસિતઃ શિશૂનાં કલાક્ષરાણામનુરક્તચિત્તઃ ॥૧૧॥ પુત્રાન્સ્મરંસ્તા દુહિતૃર્હદય્યા* ભ્રાતૃન્ સ્વસર્વા પિતરૌ ચ દીનૌ । મનોજ્ઞોરપરિચ્છદાંશ્વ વૃત્તીશ્ષ કુલ્યાઃ પશુભૃત્યવર્ગાન્ ॥ ૧ ૨॥ ગૃહાન્ ત્યજેત કોશસ્કૃદિવેહમાનઃ કર્માણિ લોભાદવિતૃમ્કામઃ । ઔપસ્થ્યજૈદ્રય બહુ મતન્યમાનઃ કથં વિરજ્યેત દુરન્તમોહઃ ।૧૩॥ કુંટુમ્ખપોષાય વિયન્ નિજાયુ- ર્ન બુધ્યતેડર્થ વિહતં પ્રમત્તઃ | સર્વત્ર તાપત્રયદુઃખિતાત્મા નિર્વિધતે ન સ્વકુટુમ્બરામઃ ॥ ૧૪॥ રહી ગયું વચ્ચેનું કંઈ થોહું-ધણું આયુષ્ય. એમાં ક્યારેય પૂરી ન થતી મોટી મોટી કામનાઓ છે, બળપૂર્વક પકડી ચખતો મોહ છે અને ઘરબારની તે આસક્તિ છે કે જેનાથી જીવ એટલો અટવાઈ જાય છે કે તેને કર્તવ્ય-અકર્તવ્મનું. કશું જ્ઞાન જ રહેતું નથી. આ પ્રમાણે શેષ આયુષ્ય પણ વીતી જાય છે. (૮) 4 ડે દૈેત્મબાળકો! જેની ઇન્દ્રિયો વશમાં નથી, એવો કયો મનુષ્ય હશે કે જે ધરગૃહસ્થીમાં આસક્ત અને માયા- મમતાના મજબૂત ફંદામાં ફસાયેલા સ્વયં પોતાને તેનામાંથી છોડાવવાનો પ્રયત્ન કરશે? (૯) ચોરો, સેવકો તેમ જ વેપારીઓ પોતાના અત્યંત પ્રિય પ્રાણને પણ હોડમાં મૂકીને જે ધનનો સંગ્રહ કરે છે અને તેથી જે પોતાના પ્રાણ કરતાંય વધુ પ્રિય લાગે છે તે ધનની લાલસાને ભલા, કોણ ત્યજી શકે છે? (૧૦) જે મનુષ્ય પોતાની પ્રિયતમા પત્નીના એકાંત સહવાસપર, તેની પ્રેમસભર વાતો અને મીઠી લાગતી સલાહ પર પોતાને ન્યોછાવર કરી ચૂક્યો છે, ભાઈબંધુઓ અને મિત્રોના સ્નેહના બંધનમાં બંધાઈ ચૂક્યો છે અને નાનાં-નાનાં ભૂલકાંઓની કાલીધેલી મધુર બોલી પર અનુરક્ત થઈ ચૂક્યો છે તે ભલા, આ બધાંને કેવી રીતે છોડી શકે? (૧૧) જે મનુષ્ય સાસરે ગયેલી પોતાની પુત્રીઓની, પુત્રો તથા ભાઈ-બહેનોની તેમ જ દીનહીન અવસ્થાને પામેલાં માતા-પિતાની, ઘણીબધી સુંદર-સુંદર. કીમતી વસ્તુઓથી સજેલાં ઘરોની, કુળપરંપરાગત આજીવિકાનાં સાધનોની અને પશુઓ તથા નોકરચાકરોની નિરંતર યાદમાં જ રમમાણ બની ગયો છે તે ભલા, આ બધાને કેવી રીતે છોડી શકે? (૧૨) જે જનનેન્દ્રિય અને રસનેન્દ્રિય (જિહ્વા)નાં સુખોને જ સર્વસ્વ માની બેઠો છે, જેની ભોગવાસનાઓ ક્યારેય તૃપ્ત થઈ નથી, જે લોભને લીધે ઉપરાઉપરી કર્મો કરતો રહીને રેશમના કીડાની જેમ પોતાને વધુ ને વધુ કઠોર બંધનમાં બાંધતો રહે છે અને જેના મોહની કોઈ સીમા નથી તે મનુષ્ય તે બધાંથી કેવી રીતે વિરક્ત થઈ શકે અને તે બધાંનો ત્યાગ કેવી રીતે કરી શકે? (૧૩) “આ મારો પરિવાર છે’ એવા ભાવથી તેનામાં તે એટલો ડૂબી જાય છે કે તેના પાલનપોષણ માટે પોતાનું અમૂલ્ય આયુષ્ય ગુમાવી બેસે છે અને તેને એનો પણ ખ્યાલ રહેતો નથી કે મારા જીવનનું વાસ્તવિક ઉદેશ્ય યદુક્ત્યા ન પ્રબુદ્ધેત સુમ્સત્વશઞાનનિદ્રયા ક: શત્રુઃ ક ઉદાસીન: કિં મિત્ર ચેહ આત્મનઃ! મો ન તિંસમાદર્મકામમાત્માનં સ્વજને વશઃ! ૧. પ્રા. પા. - દુહિતૃથમ સ્વસૂર્ભાતૃન્ કલત્રાન્ પિત૦ ! ન ક્રદષયાન્મ્ત તસ્ય યથાડન્યો દ્રન્ધનાયકઃ || ભવત્વપિ નયે: ડિં સ્માદેવં સમ્પદ્િપત્પદમ્ || પુનઃ ક્રીલોકયોર્હતુઃ સ મુક્તાન્ધોડતિદુર્લભઃ |! અ૦૬] સાતમો સ્કંધ નિત્યાભિનિવિષ્ટચેતા દોષ પરવિત્તહર્તુઃ | ચાથાપ્યજિતેત્દ્રિયસ્તદ્ અશાન્તકામો હરતે કુટુમ્બી | ૧૫।। વિત્તેષુ વિદ્ધાંશ્ર પ્રેત્યેહ વિદ્વાનપીત્થી દનુજાઃ કુટુમ્બ પુષ્ણન્સ્વલોકાય ન કલ્પતે સ્વીયપારક્યવિભિન્નભાવ- સ્તમઃ પ્રપદ્યોેત યથા વિમૂઢઃ | ૧૬॥ વા શદ યતો ન કશ્ચિત્ ક્વ ચ કુત્રચિદ્ વા દીનઃ સ્વમાત્માનમલં સમર્થઃ | વિમોચિતું કામદેશાં વિહાર- ક્રીડામૃગો યજ્ઞિગડો વિસર્ગઃ ૧૭1 તતો વિદ્રાત્ પરેહત્ય દૈત્યા દૈત્ષ્ધુ સર્% વિષયાત્મકેષુ | ઉપેત નારાયણમાદિદેવં સચ મુક્તસસૈરિષિતોડપવર્ગઃ | ૧૮॥ ન દ્યચ્યુતં પ્રીણયતો બહ્ધાયાસોડસુરાત્મજાઃ । આત્મત્વાત્ સર્વભૂતાનાં સિદ્ધત્વાદિહ સર્વતઃ || ૧૯॥ પરાવરેષુ ભૂતેષુ બ્રહ્માન્તસ્થાવરાદિષુ | ભૌતિકેષુ વિકારેષુ ભૂતેષ્વથ” મહત્સુ ચ || ર૦॥। ગુણેષુ ગુણસામ્યે ચ ગુણવ્યતિકરે તથાર્ન । એક એવ પરો હ્યાત્મા ભગવાનીશ્વરોડવ્યયઃ ।। ૨૧।। પ્રત્યગાત્મસ્વરૂપેણ દેશ્યરૂપેણપં ચ સ્વયમ્ | વ્યાપ્યવ્યાપકનિર્દેશ્યોહ્યનિર્દેશ્યોડવિકલ્પિતઃ ॥ ર ર॥ નષ થઈ રહ્યું છે. અરે, આવા પ્રમાદની પણ કોઈ હદ છે? જો આ બધાં કામોમાં કશુંક સુખ મળે તોપણ બરાબર છે, પરંતુ અહીં તો તે જ્યાં-જ્યાં જાય છે ત્યાં-ત્યાં દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ તેના હૈયાને બાળતા જ રહે છે; અને તેમ છતાંય (તેનામાં) વૈરાગ્યનો. ઉદય થતો નથી. આ તે કેવી વિડેબના! કુટુંબની મમતાના ચક્કરમાં કસાઈને તે એટલો ગાફેલ થઈ જાય છે, તથા તેનું મન ધનના ચિંતનમાં હંમેશાં એટલું તલ્લીન રહે છે કે તે બીજાઓનું ધન ચોરવાના લૉકિક-પારલૌકિક દોષોને જાણતો હોવા છતાં પણ, કામનાઓને વશ નહીં કરી શકવાને કારણે, ઇન્દ્રિયોના ભોગની લાલસાથી ચોરી કરી જ બેસે છે. (૧૪- ૧૫) ભાઈઓ! જે મનુષ્ય આ પ્રમાણે પોતાનાં કુટુંબીજનોના ભરણપોષણ્માં જ વ્યસ્ત રહે છે - ક્યારેષ ભગવાનનું ભજન કરતો નથી - તે વિદ્વાન હોય તોપણ તેને પરમાત્માની પ્રાપ્તિ નથો થઈ શકતી; કારણ કે પોતાના- પરાયાનો ભેદભાવ રહેવાને કારણે તેને પ્ર અજ્ઞાનીઓના જેવી જ તમ:પ્રધાન ગતિ પ્રાપ્ત થાય છે. (૧૬) જે કામિનીઓના મનોરંજનનું સાધન - તેમનો કીડામૃગ બની રહેલો છે અને જેલ પોતાના પગોમાં સંતાનોની બેડી બાંધી દીધેલી છે તે બિચારો દોનહીન - ભલેને તે કોઈ પણ હોવ, ક્યાંય પણ હોય - કોઈ પબ્ર રીતે પોતાનો ઉદ્ધાર નથી કરી શકતો. (૧૭) માટે, ભાઈઓ! તમે વિષયાસક્ત દૈત્યોનો સંગ દૂરથી જ છોડી દો અને આદિદેવ ભગવાન શ્રીનારાપણનું શરણ લઈ લો; કારણ કે જેમણે સંસારની આસક્તિ છોડી દીષી છે તેવા મહાત્માઓ માટે તેઓ જ પરમ પ્રિયતમ અને પરમગતિ છે. (૧૮) હે મિત્રો! ભગવાનને પ્રસન્ન કરવા માટે કાંઈ ઝઝો પરિશ્રમ કે પ્રષત્ન નથી કરવો પડતો; કારણ કે તેઓ સમસ્ત પ્રાણીઓના આત્મા છે અને સર્વત્ર સૌની સત્તા [અસ્તિત્વ)રૂપે સ્વયંસિદ્ધ વસ્તુ છે. (૧૯) બ્રહ્માથી માંડીને હશ સુધીનાં નાનાંમોટાં સમસ્ત પ્રાણીઓમાં, પંચભૂતોથી બનેલી વસ્તુઓમાં, પંચભૂતોમાં, સૂક્મ તન્માત્રાઓમાં, મહત્તત્તમાં, સત્ત વગેરે ત્ર્ધે ગુણોમાં અને ગુણોની સામ્ય-અવસ્થા એવી પ્રકૃતિમાં એકમાત્ર અવિનાશી પરમાત્મા જ વિરાજમાન છે. તેઓ જ સમસ્ત સૌંદર્ય, માધુર્ય અને એશ્વર્યોની ખાણ છે. (૨૦-૨૧) તેઓ જ અંતર્યામી દ્રષટરૂપે છે અને તેઓ જ દશ્ય જગ્તરૂપે પણ (વિધમાન) છે. તેઓ સર્વથા અનિર્વચનીય અને વિકલ્પરહિત હોવા છતાં પણ દ્રષ્ટા અને દશ્યરૂપે, વ્યાપ્ય અને વ્યાપકરૂપે તેમનું વર્ણન કરવામાં આવે છે, વાસ્તવમાં તો તેઓ એકરસરૂપે સદા વિધમાન છે. તેમનામાં આ બધો વિકલ્પરૂપી ભેદ બિલકુલ નથી. (ર૨) ૧, પ્રા. પા. - થત્સવીટ । ૨. પ્ર. પા. - સમ્મુક્ત । ૩. પર. પા. - સુશ્મેષુ ચ મહત | ૪. પ્રા. પા. - થયા ! પ. પ્રા. પા. - કાલરૂપેલ | 700 શ્રીમદભાગવત [અ૦૬ કેવલાનુભવાનન્દસ્વરૂપઃ પરગમેશ્વરઃ | માયયાડન્તર્હિતૈશ્વર્ય ઈયતે ગુણ્રસર્ગયા । ૨૩॥ તસ્માત્ સર્વેષુ ભૂતેષુ દયાં કુરુત સૌહૃદમ્ | આસુરં1 ભાવમુન્મુચ્ય યયા તુષ્યત્યધોક્ષજઃ || ર૪॥। તુષ્ટે ચ તત્ર કિમલભ્યમનન્ત આઘે કિં તૈર્ગુણવ્યતિકરાદિહ યે સ્વસિદ્ધાઃ | ધર્માદયઃ કિમગુણેન ચ કાડક્ષિતેન સારગ્જુષાં ચરણયોરુપગાયતાં નઃ ॥ રપ॥ ધર્માર્થકામ ઇતિ યોડભિહિતસ્તિવર્ગ ઈક્ષા ત્રયી નયદમૌ વિવિધા ચ વાર્તા ! મન્યે તદેતદખિલં નિગમસ્ય સત્યં સ્વાત્માર્પણં સ્વસુહૃદઃ પરમસ્ય પુંસઃ || ર ૬॥ જ્ઞાનં તદેતદમલં દુરવાપમાહ નારાયણો નરસખઃ કિલ નારદાય | એકાન્તિનાં ભગવતસ્તદકિઞ્ચનાનાં૨ પાદારવિન્દરજસાડડપ્લુતદેહિનાં સ્યાત્ ॥ ૨૭॥ શ્રુતમેતન્મયા પૂર્વ જ્ઞાનં” વિજ્ઞાનસંયુતમ્ । ધર્મ ભાગવતં શુદ્ધં નારદાદ્ દેવદર્શનાત્ ॥ ર૮॥ ટત્યયુત્રા ઊચુઃ પ્રહ્ધાદ ત્વં વયં ચાપિ નર્તેડન્યં વિદ્મહે ગુરુમ્ । એતાભ્યાં ગુરપુત્રાભ્યાં બાલાનામપિ હીશ્વરૌ || ર૯॥ બાલસ્યાન્તઃપુરસ્થસ્ય મહત્સક્નો દુરન્વયઃ । છિન્ધિનઃ સંશય સૌમ્ય સ્યાચ્ચેહિશ્રમ્ભકારણમ્ | ૩૦॥ તેઓ કેવળ અનુભૂતિસ્વરૂપ, આનંદસ્વરૂપ એકમાત્ર પરમેશ્વર જ છે. ગુશમયી સૃષનું સર્જન કરનારી માયા વડે જ તેમનું ઔશ્વર્ય ઢંકાયેલું રહે છે. તે માયાનું નિવારણ થઈ જતાં જ તેમનાં દર્શન થઈ જાય છે. (૨૩) તેથી તમે બધા પોતાના દૈત્યપણાનો, આસુરી સંપદાનો ત્યાગ કરીને સમસ્ત પ્રાણીઓ પર દયા કરો, પ્રેમથી તેમનું હિત કરો. એનાથી જ ભગવાન પ્રસન્ન થાય છે. (૨૪) આદિનારાયણ અનંત ભગવાન પ્રસન્ન થાય તો એવી કઈ વસ્તુ હોઈ શકે કે જે ન મળે? લોક અને પરલોક માટે જે ધર્મ, અર્થ, કામની આવશ્યકતા બતાવવામાં આવી છે એ તો ગુણોના પરિણામે અનાયાસ આપોઆપ જ મળવાના છે. આપશેજોશ્રીભગવાનના ચરજામૃતનું સેવન કરવામાં પરોવાયા છીએ અને તેમનાં નામ-ગુણ્રોનું કીર્તન કરવા લાગ્યા છીએ તો પછી આપણને મોક્ષની ય શી જરૂર છે? (૨૫) આમ તો શાસ્માં ધર્મ, અર્ધ અને કામ - એ ્રણે પુરુપાર્થોનું પણ વર્શન થયેલું છે; આત્મવિધા, કર્મકાંડ, ન્યાય (તર્કશાસ), દંડનીતિ અને જીવિકાનાં વિવિધ સાધનો - આ બધાય વિષયો વેદોમાં પ્રતિપાદિત થયા છે; પરંતુ જો આ બધાં પોતાના પરમ હિતૈષી, પરમપુરુષ ભગવાન શ્રીહરિને આત્મસમર્પણ કરવામાં સહાયક થાય તો જ હું તેમને સત્ય (સાર્થક) માનું છું. નહિતર તો આ બધાં જ (સાધનો) નિરર્થક છે. (૨૬) આ નિર્મળ જ્ઞાન, જે મેં તમને જણાવ્યું તે ઘણું દુર્લભ છે. આ જ્ઞાનનો અગાઉ નર- નારાયભ્રદેવે નારદજીને ઉપદેશ કર્યો હતો; અને આ જ્ઞાન તે બધા લોકોને મળી શકે છે કે જેમણે પોતાના શરીરને ભગવાનના અનન્યપ્રેમી અને અકિંચન ભક્તોનાં ચરણકમળોની રજથી નવડાવી દીધું છે. (૨૭) આ વિજ્ઞાન-સહિતનું જ્ઞાન એ વિશુદ્ધ ભાગવતધર્મ છે. આ જ્ઞાન મેં ભગવાનનું દર્શન કરાવનારા દેવર્ષિ નારદજીના મુખેથી જ સૌ પહેલાં સાંભળ્યું હતું. (૨૮) પ્રહ્લાદજીના સહાધ્યાયીઓએ પૂછયું - હે પ્રહ્લાદજી! આ બંને ગુરુપુત્રો સિવાયના અન્ય કોઈ ગુરુજીને નથી તો તમે જાણતા કે નથી અમે જાણતા. આ જ આપણા બધા બાળકોના શાસક છે. (૨૯) એક તો, તમે નાની વયના છો અને બીજું, જન્મથી તમે મહેલમાં પોતાની માતા પાસે રહ્યા છો; એટલે તમારું મહાત્મા નારદજી સાથેનું મિલન જરા અસંગત-જેવું જશ્રાય છે. તો હે પ્રિયવર! આ બાબતમાં વિશ્વાસ અપાવે એવી કોઈ વાત હોય તો તે કહો અને અમારા સંદેહને દૂર કરો. (૩૦) —— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં સમમસ્કન્ધે પ્રહાદાનુચરિતે” ષષ્ઠોડધ્યાયઃ ॥ ૬।। સાતમા સ્કંધ-અંતર્ગત પ્રહ્લાદચરિત્રમાંનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત.
પ્રહ્લાદજીનો અસુર-બાળકોને ઉપદેશ હાદ 6૬૨ કૌમાર આચરેત્પ્રાશો ધર્માન્ ભાગવતાનિહ |! દુર્લભં માનુષં જન્મ તદપ્યધ્રુવમર્થદમ્ । ૧॥ યથા હિ પુરુષસ્યેહ વિષ્ણોઃ
પ્રહ્લાદજીએ માતાના ગર્ભમાં મેળવેલા નારદજીના ઉપદેશનું વર્ણન Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.