Śrīmad Bhāgavatam

નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ, હિરણ્યકશિપુનો વધ તેમ જ બ્રહ્મા વગેરે દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ (રદ વ અથ દૈત્યસુતાઃ સર્વે શ્રુત્વા તદનુવર્ણિતમ્‌ | જગૃહુર્

12૮ પ્રહ્લાદજીએ કરેલી નરસિંહ ભગવાનની સ્તુતિ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

_* આઠમો અધ્યાય નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ, હિરણ્યકશિપુનો વધ તેમ જ બ્રહ્મા વગેરે દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ “(રદ વ અથ દૈત્યસુતાઃ સર્વે શ્રુત્વા તદનુવર્ણિતમ્‌ | જગૃહુર્નિરવદ્ત્વાજૈવ ગુર્વનુશિક્ષિતમ્‌ ।। ૧॥ અથાચાર્યસુતસ્તેષાં બુદ્ધિમેકાન્તસંસ્થિતામ્‌ | આલક્ષ્ય ભીતસ્ત્વરિતો રાજ્ઞ આવેદયદ્‌’ યથા || ર!! શ્રુત્વા તદપ્રિયં દૈત્યો દુઃસહં તનયાનયમ્‌ | કોપાવેશચલદ્ગાત્રઃ પુત્રં હન્તું મનો દધે 1 ૩।। ક્ષિપ્ત્તા પરુષયા વાચા પ્રહ્માદમતદર્હણમ્‌ | આહેક્ષમાણઃ પાપેન તિરશ્ચીનેન ચક્ષુષા | ૪॥ પ્રશ્રયાડવનતં દાનત બદ્ધાગ્જલિમવસ્થિતમ્‌ | સર્પઃ પદાહત ઇવ શ્વસન્‌ પ્રકૃતિદારુણઃ | ૫॥ હે દુર્વિનીત મન્દાત્મન્‌ કુલભેદકરાધમ | સ્તબ્ધંમચ્છાસનોદ્ધૂતં નેષ્ે ત્વાડધ યમક્ષયમ્‌ ॥ ૬।। ક્રુદ્ધસ્ય યસ્ય કમ્પન્તે ત્રયો લોકાઃ સહેશ્વરાઃ | તસ્ય મેડભીતવન્મૂઢ શાસનં કિમ્બલોડત્યગાઃ | ૭॥। કહદાદ ઉવાચ ન કેવલં મે ભવતશ્ચ રાજન્‌ સ વૈ બલં બલિનાં ચાપરેષામ્‌ | પરેડવરેડમી સ્થિરજન્ઞમાં યે બ્રહ્માદઢો યેન વશં પ્રણીતાઃ | ૮॥ નારદજી કહે છે - (હે યુધિષ્ઠિર!) પ્રહલાદજીનું વક્તવ્ય સાંભળીને દૈત્ય બાળકોએ પોતે નિર્દોષ હોવાને કારલે તેમની વાત તે જ સમયે ગ્રહણ કરી લીધી; ગુરુજીનો ઉપદેશ દોષયુક્ત હોવાથી તેમણે ગ્રહણ કર્યો નહીં. (૧) જ્યારે ગુરુજીએ જોયું કે તે બધા જ શિષ્યોની બુદ્ધિ એકમાત્ર ભગવાનમાં જ સ્થિત થઈ ગઈ છે ત્યારે તેઓ ગભરાયા અને તરત જ હિરજ્યકશિપુ પાસે જઈને જાણ કરી. (૨) પોતાના પુત્ર પ્રહ્લાદની આ અસહ્ય અને અપ્રિય અનીતિ સાંભળીને કોધને લીધે તેનું શરીર કંપવા લાગ્યું. આખરે. તેશે નિર્ણય કર્યો કે પ્રહ્લાદને હવે પોતાના જ હાથે મારી નાખવો જોઈએ. (૩) મન અને ઇન્દ્રિયોને વશ રાખનારા પ્રહ્લાદજી અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને હિરણ્યકશિપુ સામે ચુપચાપ ઊભા હતા અને તેઓ તિરસ્કારને પાત્ર ન હતા. પરંતુ હિરજ્યકશિપુ સ્વભાવથી જ કર હતો. તે પગનો પ્રહાર ખાધેલા સાપની જેમ ફૂંફાડા મારવા લાગ્યો. તેણે મ્રહ્લાદજી તરફ પાપભરી ત્રાંસી નજરે જોયું અને કઠોર વાણીથી ધમકાવતાં કહ્યું - (૪-૫) “મૂર્ખ! તું ઘણો ઉદંડ થઈ ગયો છે. પોતે તો નીચ છે જ, હવે અમારા કુળના બીજા બાળકોમાં પણ ફૂટ પડાવે છે. તેં ઘણી હઠપૂર્વક મારી આજ્ઞાનું ઉલ્લંધન કર્યું છે. હું આજે જ તને યમરાજના ઘરે પહોંચાડી દઉં છું. (૬) હું જરા જેટલો કોધ કરું છું તો ત્રણે લોક અને તેમના લોકપાલો કંપી ઊઠે છે; તો પછી અરે મૂર્ખ! તેં કઈ તાકાતથી નિર્ભયની જેમ મારી આજ્ઞા વિરુદું વર્તન કર્યું છે?” (૭) પ્રહ્લાદજીએ કહ્યું - હે દૈત્યરાજ! બ્રહ્માજથી માંડીને (તુચ્છ) તણખલા સુધીના સૌ નાના-મોટા ચર- અચર જીવોને ભગવાને પોતાને વશ કરી રાખેલા છે. મારું અને તમારું જ નહીં બલકે સંસારના સમસ્ત બળવાનોનું પદ્મ બળ માત્ર તેઓ જ છે. (૮) ૧. પ્રા. પા. - ત્યત્તદા ! [1552 ] મ૦ 8૦ 4૦ (સ્ળ્ક-1 ) ઝરતો 24 708 શ્રીમદભાગવત [અબ ૮ સ ઈશ્વરઃ કાલ ઉસ્ક્રમોડસા- વોજઃસહઃસત્ત્વબલેન્દ્રિયાત્મા 1 સ એવ વિશ્વં પરમઃ સ્વશક્તિભિઃ સૃજત્યવત્યત્તિ ગુણત્રયેશઃ ॥૯॥ જહ્યાસુરં ભાવમિમં ત્વમાત્મનઃ સમં મનો ધત્સ્વ ન સન્તિ વિદ્ધિષઃ ! શ્રતેડજિતાદાત્મન ઉત્પથસ્થિતા- ત્તદ્ધિ હ્ાનન્તસ્ય મહત્‌ સમર્હણમ્‌ । ૧૦॥ દસ્યૂન્‌ પુરા ષણ્ણ વિજિત્ય લુમ્પતો મન્યન્ત એકે સ્વજિતા દિશો દશ | જિતાત્મનો જ્ઞસ્ય સમસ્ય દેહિનાં સાધોઃ સ્વમોહપ્રભવાઃ કુતઃ૧ પરે ॥ ૧૧॥। હિરજકરિપુરુચ શ્યક્તં ત્વં મર્હુકામોડસિ યોડતિમાત્રં વિકત્થસે । મુમૂર્ૂણાં હિ મન્દાત્મન્‌ નનુચે સ્યુર્વિપ્લવા ગિરઃ || ૧૨ ॥ યસ્ત્વયા મન્દભાગ્યોક્તો મદન્યો જગદીશ્વરઃ । ક્વાસૌયદિસ સર્વત્ર કસ્માત્‌ સ્તમ્ભે ન દશ્યતે ॥ ૧૩॥ સોડહં વિકત્થમાનસ્ય શિરઃ કાયાદ્ધરામિ તે ! ગોપાયેત હરિસ્ત્વાધ યસ્તે શરણમીપ્સિતમ્‌ । ૧૪॥। એવં દુરુક્તેર્મુહુરર્દયન્‌ રુષા સુતં મહાભાગવતં મહાસુરઃ | ખડૂગં પ્રગૃહ્યોત્પતિતો વરાસનાત્‌ સ્તમ્ભં તતાડાતિબલઃ* સ્વમુષ્ટિના ॥ ૧૫॥ તસ્મિન્નિનદોડતિભીષણો બભૂવ યેનાણ્ડકટાહમસ્ફુટત્‌ | તદૈવ તેઓ જ મહાપરાક્રમી, સર્વશક્તિમાન કાળ ભગવાન જ છે તથા સમસ્ત પ્રાણીઓનું ઇન્દ્રિમબળ, મનોબળ, શરીરબળ, ધૈર્ય તેમ જ ઇન્દ્રિયો પણ તેઓ જ છે. તે જ પરમેશ્વર પોતાની શક્તિઓ થકી આ વિશ્વની રચના, રક્ષણ અને સંહાર કરે છે. તેઓ જ (સત્ત્વ વગેરે) ત્રણે ગુણોના સ્વામી છે. (૯) (પિતાજી!) તમે પોતાનો આ આસુરી ભાવ ત્યજી દો અને પોતાના મનને સૌ પ્રત્પે સમ બનાવો. આ સંસારમાં પોતાના વશમાં નહીં રહેનારા અને કુમાર્ગે જનારા મન સિવાય બીજું કોઈ શત્રુ નથી. મનમાં સૌના પ્રત્ધે સમતાનો ભાવ કેળવવો એ જ ભગવાનની સૌથી મોટી પૂજા છે. (૧૦) જે લોકો પોતાના સર્વસ્વને લૂંટી લેનારા આ છ (પાંચ ઇન્દ્રિયો અને મન) ઇન્દ્રિયોરૂપી લુટારાઓ પર પહેલાં વિજય મેળવી લેતા નથી અને એવું માનવા લાગે છે કે અમે દશે દિશાઓને જીતી લીધી છે, તેઓ મૂર્ખ છે. પણ, જે જ્ઞાની અને જિતેન્દ્રિય મહાત્માએ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સમતાનો ભાવ પ્રાપ્ત કરી લીધો તેના, અજ્ઞાનને લીધે પેદા થનારા કામ-ક્રોધ વગેરે શત્રુઓ પણ નાશ પામે છે, તો પછી બહારના શત્રુઓ તો બચવા જ કેમ પામે? (૧૧) હિરશ્યકશિપુએ કહયું - અરે મંદબુદ્ધિ! હવે તો તેં બોલવાની પણ હદ વટાવી દીધી છે. એ વાત સ્પષ્ટ છે કે હવે તું મરવા માગે છે; કારણ કે જેઓ મરવા માગે છે તેઓ જ આવી ધડમાથા વિનાની વાતો કરતા હોય છે. (૧૨) અરે અભાગિયા! તેં મારા સિવાય અન્ય કોઈને જગતનો સ્વામી બતાવ્યો છે, તો જોઉં તો ખરો કે’તારો તે જગદીશ્વર ક્યાં છે? વારુ, શું કહ્યું? તે સર્વત્ર છે? તો પછી આ થાંભલામાં કેમ નથી દેખાતો? (૧૩) અચ્છા, તને આ થાંભલામાં પણ દેખાય છે? અરે, તું હજી આવી ગપ મારી રહ્યો છે? હું હમણાં જ તારું માથું ધડ પરથી ઉતારી લઉં છું. જોઉં તો ખરો કે તારો તે સર્વસ્વ હરિ, કે જેના પર તને આટલો ભરોસો છે તે તારું કેવી રીતે રક્ષણ કરે છે. (૧૪) આ પ્રમાણે તે અત્યંત બળવાન મહાદૈત્ય ભગવાનના પરમપ્રેમી પ્રહ્ધાદને વારંવાર ધમકાવતો અને સતાવતો રહ્યો. તે પોતાના ક્રોધને રોકી ન શક્યો અને તે હાથમાં ખડ્ગ લઈને સિંહાસન પરથી ઊછળ્યો અને તેણે ઘણા જોરથી તે થાંભલાને મુક્કો માર્યો. (૧૫) તે સમથે તે થાંભલામાં એક મહાભયંકર ધ્વનિ થયો. એવું ૧. પ્રા. પા. - કુતોડપરે | ૨. પ્રા. પા. - નાના | ૩. પ્રા. પા. - બભગ્જાતિટ ! [15521 અ૦૮] સાતમો સ્કંધ. 709 યં વૈ સ્વધિષ્ણ્યોપગતં ત્વજાદયઃ શ્રુત્વા સ્વધામાપ્યયમ% મેનિરે || ૧૬।। સ વિક્રમન્‌ પુત્રવધેપ્સુરોજસા નિશમ્ય નિર્હાદમપૂર્વમતહુતમ્‌ ! અત્તઃસભાયાં ન દદર્શ તત્પદં વિતત્રસુર્વેનચે સુરારિયૂથપાઃ | ૧૭॥। સત્યં વિધાતું નિજભૃત્યભાષિતં વ્યામિં ચ ભૂતેષ્વખિલેષુ ચાત્મનઃ | અદંશ્યતાત્ય;હુતરૂપમુદ્રહન્‌ સ્તમ્ભે સભાયાં ન મૃગં ન માનુષમ્‌ ॥૧૮॥। સ સત્ત્વમેનં પરિતોડપિ પશ્યન્‌ સ્તમ્ભસ્ય મધ્યાદનુ નિર્જિહાનમ્‌ | નાયં મૃગો નાપિ નરો વિચિત્ર- મહો કિમેત્મૃગેન્દ્રરૂપમ્‌ ॥ ૧૯॥ મીમાંસમાનસ્ય સમુત્થિતોડગ્રતો નૃસિંહરૂપસ્તતદઠલ ભયાનકમ્‌। પ્રતતચામીકરચણ્ડલોચનં સ્ફરત્સટાકેસરજૃમ્મિતાનનમ્‌ ।ર૦॥ કરાલદંષ્ટ્રં કરવાલચઝ્ચલ- ક્ુરાન્તજિ&્ ભ્રુકુટીમુખોલ્બણમ્‌ । સબ્ધોર્ધ્વકર્ણ ગિરિકન્દરાહુત- વ્યાત્તાસ્યનાસં હનુભેદભીષણમ્‌ ॥ ૨૧॥। દિવિસ્પૃશત્કાયમદીર્થપીવર- ગ્રીવોરુવક્ષઃસ્થલમલ્પમધ્યમમ્‌ ! ચન્દ્રાંશુગૌરેશ્છુરિતં તનૂરુહે- ર્વિષ્વગ્ભુજાનીકશતં નખાયુધમ્‌ | ર૨॥ દુરાસદં સર્વનિજેતરાયુધ- પ્રવેકવિદ્રાવિતદૈત્યદાનવમ્‌ 1 લાગ્યું કે જાલે બ્રહ્માંડ ફાટી પડ્યું! તે ધ્વનિ જયારે લોકપાલોના લોકમાં પહોંચ્યો ત્યારે તે સાંભળીને બ્રહ્માજી વગેરેને એવું લાગ્યું કે જાણે તેમના લોકોનો પ્રલય થઈ રહ્યો છે. (૧૬) હિરક્યકશિપુ પ્રહ્લાદને મારી નાખવા માટે ઘણા જોરથી ધસ્યો હતો, પરંતુ દૈત્યસેનાપતિઓને પણ ભયથી કંપાવી દેતો તે અદ્દભુત અને અપુર્વ ધ્વનિ સાંભળીને તે ગભરાયેલા જેવો દેખાવા લાગ્યો. (તેને $૨ લાગ્યો કે) આ ભીષણ ધ્વનિ કરનાર કોણ છે? તેને તે સભામાં કશું પલ્ર દેખાયું નહીં. (૧૭) આ જ સમયે પોતાના સેવક પ્રહ્લાદની, બ્રહ્માની તથા સનકાદિ કપષિઓની વાણીને સત્ય ઠેરવવા માટે અને સમસ્ત પદાર્થોમાં પોતાની વ્યાપકતા બતાવવા માટે તે સભામાં તે જ થાંભલામાં અત્યંત વિચિત્ર રૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા. (બોલો શ્રી નરસિંહ ભગવાનની જય!) તે રૂપ નહોતું તો પૂરેપૂરું સિંહનું કે નહોતું મનુષ્યનું. (૧૮) જે સમવે હિરલ્યકશિપુ ભયંકર ધ્વનિ કરનારાની શોધ કરી રહ્યો હતો તે જ સમયે તેણે થાંભલાની અંદરથી નીકળતા તે અદ્દભુત મ્રાણ્રીને જોયું; અને તે વિચારવા લાગ્યો - ‘અહો! આ નથી તો મનુષ્ય અને નથી તો પશુ. તો, આ નર-સિંહના રૂપમાં કયો અલૌકિક જીવ છે?’ (૧૯) જે સમયે હિરક્યકમિપુ આવો તર્ક કરી રહ્યો હતો તે જ સમથે તેની સામે જ નરસિંહ ભગવાન ઉપસ્થિત થઈ ગયા. તેમનું તે રૂપ ધણું જ ભયાનક હતું. તપાવેલા સોના જેવી પીળી- પીળી ભયાનક આંખો હતી. આળસ મરડવાને લીધે ગરદનના વાળ આમતેમ લહેરાઈ રહ્યા હતા. (૨૦) દાઢો ઘણી વિકરાળ હતી. તલવારની જેમ ચકચકતી, છરાની ધાર જેવી તીક્ણ જીભ હતી. ત્રાંસાં ભવાંને લીધે તેમનું મોઢું વિશેષ ડરામણું બની રહ્યું હતું. કાન નિશ્રલ અને ઉપર તરફ ઉઠેલા હતા. ફલેલું નાક અને ખૂલેલું મોઢું પર્વતની જેવાં અદ્દભુત લાગતાં હતાં. ફાટેલાં (પહોળાં થવેલાં) લીધે તેમની ભયંકરતા ઘણી વધી ગયેલી હતી. (૨૧) વિશાળ શરીર સ્વર્ગને સ્પર્શી રહ્યું હતું. ગરદન થોડી ટૂંકી અને જાડી હતી. છાતી પહોળી અને કમર ઘણી પાતળી હતી. ચંદ્રમાનાં કિરલ્ો જેવાં સફેદ રુવાટાં આખા શ પર ચમકી રહ્યાં હતાં. ચારે તરફ સેંકડો ભુજાઓ ફેલાયેલી હતી, કે જેમના મોટા-મોટા નખ આયુધનું કામ આપતા હતા. (ર૨) તેમનું સ્વરૂષ એટલું ભયંકર હતું કે તેમની પાસે કોઈની ફરકવાની પણ હિંમત થતી ન હતી. નરસિંહ ભગવાને તેમના અનેક હાથોમાં ધારણ કરેલા ચક્ર વગેરે ૧. પ્રા. પા. - સોડતિકમન્‌! ૨. પ્રા. પા. - ત્સુસ્તત્ર! [1552] 710 શ્રીમદભાગવત [અ૦૮ પ્રાયેણ મેડયં હરિણોરુમાથિના વધઃ સ્મૃતોડનેન સમુધતેન કિમ્‌ | ૨૩॥ એવં બ્રુવંસ્ત્વભ્યપતદ્‌પ ગદાયુધો નદન્નૃસિંહેં પ્રતિ દૈત્યકુઞ્જરઃ | અલક્ષિતોડગ્નો પતિતઃ પતજ્ઞમો યથા નૃસિંહૌીજસિ સોડસુરસ્તદા || ર૪॥ ન તહ્વિચિત્રં ખલુ સત્ત્વધામનિ સ્વતેજસા યો નુ પુરાડપિબત્‌ તમઃ | તતોડભિપઘાભ્યહનન્મહાસુરો રુષા નૃસિંહેં ગદયોરુવેગયા || ર૫॥ તં વિક્રમન્તં સગદં ગદાધરો મહોરગં તાર્ક્યસુતો યથાડગ્રહીત્‌ સ તસ્ય હસ્તોત્કલિતસ્તદાડસુરો વિક્રીડતો યદ્રદહિર્ગરુત્મતઃ ॥ ૨૬॥ અસાધ્વમન્યન્ત હતૌકસોડમરા ઘનચ્છદા ભારત સર્વધિષ્ક્યપાઃ | તં મત્યમાનો નિજવીર્યશફ્રિતં યદ્ધસ્તમુક્તો નૃહરિં મહાસુરઃ૨ । પુનસ્તમાસજ્જત ખડગચર્મણી પ્રગૃહ્મ વેગેન જિતશ્રમો મૃધે | ૨૭ તં શ્વેનવેગં શતચન્દ્રવર્ત્મભિ- શ્વરન્તમચ્છિદ્રમુપર્યધો કૃત્વાડટ્ટહાસં ખરમુત્સ્વનોલ્બણં” નિમીલિતાક્ષં જગૃહે મહાજવઃ 1 ર૮॥ હરિઃ। વિષ્વક્‌ સ્ફુરન્તં ગ્રહણાતુરં હરિ- ર્વ્યાલો યથાડડખું કુલિશાક્ષતત્વચમ્‌ | દ્વાર્રૂર| આપાત્ય દદાર લીલયા નખૈર્યથાડહિં ગરુડો મહાવિષમ્‌ ॥ ૨૯॥ નિજ-આયુધો અને વજ જેવા અન્ય શ્રેષ્ઠ આયુધો વડે બધા દૈત્યો-દાનવોને ભગાડી મૂક્યા. હિરણ્યકશિપુ વિચારવા લાગ્યો — “હોય ન હોય, મહામાયાવી વિષ્યુએ જ મને હણવા માટે આ રૂપ ધારભ કર્યું છે; પરંતુ આનાથી તે મારું શું બગાડી શકવાનો છે?” (૨૩) આ પ્રમાણે બોલતો અને સિંહગર્જના કરતો દૈત્યરાજ હિરશ્યકશિપુ હાથમાં ગદા લઈને નરસિંહ ભગવાન ૫૨ ત્રાટક્યો. પરંતુ જેમ પતંગિયું આગમાં પડીને અદશ્ય થઈ જાય છે તેવી જ રીતે તે દૈત્ય ભગવાનના તેજમાં સમાઈને ગૂમ થઈ ગયો. (૨૪) સમસ્ત શક્તિ અને તેજના આશ્રયભૂત ભગવાન માટે આમ કરવું એ કોઈ આશ્ચર્ય નથી, કારણ કે સૃષ્ટિના પ્રારંભમાં તેમણે પોતાના તેજથી પ્રલષના નિમિત્તભૂત તમોગુભ્રરૂપી ધોર અંધકારને પણ પી. લીધો હતો. ત્યારબાદ તે દૈત્ય અતિ-કોધપૂર્વક ધસ્યો અને પોતાની ગદા ઘણા જોરથી ઘુમાવીને તેણે નરસિંહ ભગવાન પર પ્રહાર કર્યો. (૨૫) પ્રહાર કરતી વખતે જ, જેમ ગરુડ સાપને પકડી લે છે તેવી જ રીતે ભગવાને ગદા સહિત તે દૈત્યને પકડી લીધો. અને તેઓ તેની સાથે રમત કરવા લાગ્યા ત્યારે તે દૈત્ય તેમના હાથમાંથી એવી જ રીતે છટકી ગયો કે જેમ કીડા કરતા ગરુડની પકડમાંથી સાપ છૂટી જાય છે. (૨૬) હે યુધિષ્ઠિર! તે સમયે બધા જ લોકપાલો વાદળોમાં છુપાઈને તે યુદ્ધ જોઈ રહ્યા હતા. તેમનું સ્વર્ગ તો હિરક્ધકશિપુએ પહેલાંથી જ છીનવી લીધું હતું. તેમણે જ્યારે જોયું કે ભગવાનના હાથમાંથી તે છૂટી ગયો છે ત્યારે તેઓ વિશેષ ડરી ગયા. હિરલ્યકશિપુ પણ એવું સમજ્યો કે નરસિંહે મારા શૌર્ય-વીર્યથી ડરી જઈને જ મને પોતાના હાથમાંથી છોડી દીધો છે. આવા વિચારથી તે વધારે ઉત્સાહથી ફરી યુદ્ધ કરવા ઢાલ-તલવાર લઈને તેમની તરફ ધસી ગયો. (૨૭) તે સમયે તે બાજની જેમ ભારે વેગથી ઉપર-નીચે ઊછળતો-કૃદતો એવી રીતે તલવારના દાવપેચ બદલવા લાગ્યો કે લીધે તેના પર આક્રમણ કરવાની તક જ મળે નહીં. ત્યારે ભગવાને ઘણા મોટા અવાજે પ્રચંડ અને ભયંકર અટ્ટહાસ્ય કર્યું, જેનાથી હિરણ્યકશિપુની આંખો મીંચાઈ ગઈ. પછી ભારે વૈગથી ધસીને ભગવાને તેને એવી રીતે પકડી લીધો કે જેમ સાપ ઉંદરને પકડી લે છે. જે હિર્યકશિપુની ચામડી પર વજના પ્રહારથી પણ લસરકો સરખો પણ પડ્યો ન હતો તે અત્યારે ભગવાનના પંજામાંથી છટકવા માટે જોરથી ૧. પ્રા. પા. - બ્ુવાભ્ય ! ૨. પ્રા. પા. - મહામનાઃ | ૩. પ્રા. પા. - પરકેસરોલ્બશો | ૪. પ્રા. પા. - ઉર: સ આ! 1 15521 અ૦૮] સાતમો સ્કંધ 711 સંરમ્ભદુષ્્રેક્યકરાલલોચનો વ્યાત્તાનનાન્તં વિલિહન્‌ સ્વજિહ્મયા | અસૃગ્લવાક્તારુણકેસરાનનો યથાડન્ત્રમાલી દ્વિપહત્યયા હરિઃ ॥ ૩૦॥ નખાડકુરોત્યાટિતહત્સરોરુહં વિસુજ્ય તસ્યાનુચરાનુદાયુધાન્‌ | અહન્‌ સમત્તાન્નખશસ્રપાર્ષ્લિભિ- ર્દો્દણ્ડયૂથોડનુપથાન્‌ સહસ્રશઃ 1 ૩૧॥ સટાવધૂતા જલદાઃ પરાપતન્‌ ગ્રહાશ્વ તદદૅષ્ટિવિમુષ્ટરોચિષઃ । અમ્ભોધયઃ શ્વાસહતા વિચુક્ષુભુ- ર્નિકાદભીતા દિગિભા વિચુક્રુશુઃ’ ॥ ૩૨ ॥ ધૌસ્તત્સટોત્કષિમવિમાનસડકુલા પ્રોત્સર્ષત ક્ષ્મા ચ પદાડતિપીડિતા | સમુત્પેતુરમુષ્ય રંહસા તત્તેજસા ખં કકુભો ન રેજિરે 1૩૩॥ શૈલાઃ તતઃ સભાયામુપવિષ્ટમુત્તમે નૃપાસને સમ્ભૃતતેજસં વિભુમ્‌ | અલક્ષિતદૈરથમત્યમર્ષણં પ્રચણ્ડવક્ત્રં ન બભાજ કશ્ચન | ૩૪॥। નિશમ્યચે લોકત્રયમસ્તકજ્વરં તમાદિદૈત્યં હરિણા હતં મૃધે। પ્રહર્ષવેગોત્કલિતાનના મુહુઃ પ્રસૂનવર્ષે્વવૃષુઃ સુરસ્્રિયઃ ॥ ૩૫॥ વિમાનાવલિભિર્નભસ્તલં દિદેક્ષતાં સફ્કુલમાસ નાકિનામ્‌ । સુરાનકા દુન્દુભયોડથ જખબિરે ગન્ધર્વમુખ્યા નનૃતુર્જગુઃ સ્ત્રિયઃ ॥ ૩૬॥ તદા* તરફડિયાં મારતો હતો. ભગવાને સભા(ગૃહ)ના દરવાજા પર લઈ જઈને તેને પોતાની જાંઘો પર પાડી દીધો અને લીલાપૂર્વક પોતાના નખોથી તેને એવી રીતે ચીરી નાખ્યો કે જેમ ગરુડ ભયંકર વિષવાળા સાપને ચીરી નાખે છે. (૨૮-૨૯) તે સમયે તેમની ક્રોધપૂર્ણ વિકરાળ આંખો તરફ જોઈ શકાતું ન હતું. તેઓ પોતાની લપકારા મારતી જીભથી પોતાના પહોળા થયેલા મોઢાના બંને ખૂલ્યા ચાટી રહ્યા હતા. લોહીના છાંટાઓથી તેમનું મોં અને ગરદનના વાળ લાલ થઈ રહ્યા હતા. હાથીને મારીને ગળામાં આંતરડાંની માળા પહેરેલા સિંહના જેવા તેઓ શોભતા હતા. (૩૦) તેમણે પોતાના તીક્ક નખોથી હિરલ્યકશિપુનું કાળજું ફાડી લઈને જમીન પર પટક્યું. તે સમયે હજારો દૈત્યો-દાનવો હાથમાં શસ્ર લઈને ભગવાન પર પ્રહાર કરવા આવ્યા, પણ ભગવાને પોતાની ભુજારૂપી સેનાથી, લાતોથી અને નખરૂપી શસ્ત્રોથી તેમને ચારે તરફ તગેડી મૂકીને હણી નાખ્યા, (૩૧) &* (હે યુધિષ્ઠિર!) તે સમધે ભગવાન નરસિંહના ગરદનના વાળની ઝાપટથી વાદળાં વેરણછેરણ થઈ ગયાં; તેમનાં નેત્રોની જ્વાળાથી સૂર્ય વગેરે ગ્રહોનું તેજ ઝાંખું પડી ગયું; તેમના શ્વાસના હડસેલાથી સમુદ્ર ખળભળી ઊઠ્યો; તેમની સિંહગર્જનાથી ભયભીત થયેલા દિગ્ગજો બરાડવા લાગ્યા; (૩૨) તેમના ગરદનના વાળથી ટકરાયેલાં દેવતાઓનાં વિમાન અસ્તવ્યસ્ત થઈ ગયાં; સ્વર્ગ ડગમગી ગયું; તેમના પગના ધમકારાથી ધરતી ધ્રુજી ઊઠી. તેમના વેગથી પર્વતો ઊડવા લાગ્યા અને તેમના તેજના ઝળહળાટથી આકાશ તથા દિશાઓ જોઈ શકાતી ન હતી. (૩૩) તે સમયે ભગવાન નરસિંહનો પ્રતિકાર કરનારું કોઈ દેખાતું. ન હતું; તોપણ તેમનો કોધ હજીયે વધતો જ જતો હતો. તેઓ હિરશ્યકશિપુની રાજસભામાં જઈને ઊંચા સિંહાસન પર બેસી ગયા. તે સમયે તેમનો અત્યંત તેજપૂર્ણ અને ક્રોધભર્યો ભયંકર ચહેરો જોતાં કોઈની પણ હિંમત નહીં ચાલી કે તે તેમની પાસે જઈને તેમની સેવા કરે. (૩૪) જ્યારે સ્વર્ગની દેવીઓને આ શુભ સમાચાર મળ્યા કે ત્રણે લોકોની શિરોવેદનાનું મૂર્તિમંત સ્વરૂપ હિરલ્યકશિપુ. યુદ્ધમાં ભગવાનના હાથે હભ્રી નંખાયો છે ત્યારે આનંદ- ઉલ્લાસથી તેમના ચહેરા ખીલી ઊઠ્યા. તેઓ ભગવાન પર વારંવાર પુષ્યવૃષ્ટિ કરવા લાગી. (૩૫) વિમાનો મારફતે આવેલા, ભગવાનના દર્શનાર્થી દેવતાઓની ૧. પ્રા. પા. - જહુર્દિશઃ | ૨. પ્રા. પા. - નિશામ્ય ! ૩, પ્રાચીન પ્રતમાં ‘તદા વિમાનાવલિભિઃ…’થી માંડીને “નનૃતુર્ગુ: સિય: સુષોનો આખો એક શ્લોક નથી. 712 શ્રીમદભાગવત _ [અબ ૮ તત્રોપદ્રજ્ય ૬ વિબુધા બ્રહ્મેન્દ્રગિરિશાદયઃ । ત્રષયઃ પિતરઃ સિદ્ધા વિધાધરમહોરગાઃ | ૩૭॥ મનવઃ પ્રજાનાં પતયો ગન્ધર્વાપ્સરચારણાઃ ! યક્ષાઃ કિમ્પુરુષાસ્તાત વેતાલાઃ સિદ્ધકિન્નરાઃ || ૩૮॥ તે૨ વિષ્ણુપાર્ષદાઃ સર્વે સુનન્દકુમુદાદયઃ । મૂર્ધ્તિબદ્ધાગ્જલિપુટા આસીનં તીવ્રતેજસમ્‌ । ઈડિરે નરશાર્દૂલં નાતિદૂરચરાઃ પૃથક્‌ । ૩૯! બ્રહોવચ નતોડસ્મ્યનન્તાય દુરન્તશક્તયે વિચિત્રવીર્યાય પવિત્રકર્મણે । વિશ્વસ્ય સર્ગસ્થિતિસંયમાન્‌ ગુણૈઃ સ્વલીલયા સન્દધતેડવ્યયાત્મને 1૪૦॥ ક્રુર ર૨ કોપકાલો યુગાન્તસ્તે હતોડયમસુરોડલ્યકઃ । તત્સુતં પાહ્યુપસૃતં* ભક્તં તે ભક્તવત્સલ ॥૪૧॥ ઈન ઉશચ પ્રત્યાનીતાઃપરમ ભવતા ત્રાયતા નઃ સ્વભાગા દૈત્યાક્રાન્તં હૃદયકમલં ત્વદ્ગૃહે પ્રત્યબોધિ । કાલગ્રસ્તં કિયદિદમહો નાથ શુશ્રૂષતાં તે મુક્તિસ્તેષાં નહિબહુમતા નારસિંહાપરેઃકિમ્‌ 1 ૪૨ સમય ઊચુઃ ત્વં નસ્તપઃ પરમમાત્થ યદાત્મતેજો યેનેદમાદિપુરુષાત્મગતં સસર્જ* । આકાશમાં ભીડ જામી ગઈ. દેવતાઓનાં ઢોલ-નગારાં વાગવા લાગ્યાં. ગંધર્વરાજ ગાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. (૩૬) હે તાત! એ જ સમયે બ્રહ્મા, ઇન્દ્ર, શંકર વગેરે દેવો, ત્દષિઓ, પિતૃઓ, સિદ્ધો, વિદ્યાધરો, મહાનાગો, મનુઓ, પ્રજાપતિઓ, ગંધર્વો, અપ્સરાઓ, રજો, યક્ષો, કિંપુરુષો, વેતાળો, સિદ્ધ-કિન્નરો અને ભગવાનના સુનંદ-કુમુદ વગેરે પાર્ષદો તેમની પાસે આવ્યા. તે બધાંએ માથા પર હાથ જોડીને, સિંહાસન પર વિરાજમાન અત્યંત તેજસ્વી નરસિંહ ભગવાનની થોડે દુરથી અલગ-અલગ સ્તુતિ કરી. (૩૭-૩૯) બ્રહ્માજીએ (સ્તુતિ કરતાં) કહ્યું - હે પ્રભુ! આપ અનંત છો. આપની શક્તિનો કોઈ પાર પામી શકતું નથી. આપનું પરાક્રમ અદ્દભુત અને કર્મ પવિત્ર છે. જોકે ગુશો વડે આપ લીલાપૂર્વક જ સમસ્ત વિશ્વની ઉત્પત્તિ, પાલન અને પ્રલય યથાયોગ્ય રીતે કરો છો, તોપણ આપ તેની સાથે કોઈ સંબંધ રાખતા નથી અને સ્વયં નિર્વિકાર રહો છો. હું આપને નમસ્કાર કરું છું. (૪૦) શ્રીરૂદરે સ્તુતિ કરતાં કહયું - હે પ્રભુ! આપનો આવો. ક્રોધ તો પ્રલયકાળમાં હોય છે. આ સામાન્ય દૈત્ય તો હવે મરાઈ ચૂક્યો છે. તેથી હે ભક્તવત્સલ પ્રભુ! આપ શાંત થાઓ અને આપને શરણે આવેલા આપના પ્રિય ભક્ત પ્રહ્લાદનું રક્ષણ કરો. (૪૧) ઇન્દ્રે (સ્તુતિ કરતાં) કહું - હે પુરુષોત્તમ! આપે અમારું રક્ષણ કર્યું છે. આપે અમારા જે યજ્ભાગ પાછા આપ્યા છે તે વાસ્તવમાં આપના જ છે. દૈત્યોના આતંકથી દુઃખી થયેલા અમારા હદયકમળને આપે પ્રફુલ્લિત કરી દીધું છે, જે આપનું જ નિવાસસ્થાન છે. આ સ્વર્ગ વગેરેનું જે રાજ્ય અમને ફરીથી પ્રાપ્ત થયું છે એ બધું તો કાળનો કોળિયો છે. જેઓ આપના સેવકો છે તેમને માટે સ્વર્ગ કઈ મોટી વસ્તુ છે? હે સ્વામી! જેમને આપની સેવાની કામના છે તેઓ તો મુક્તિનો પણ આદર કરતા નથી, તો પછી અન્ય ભોગોની તો તેમને જરૂર જ શી છે? (૪૨) શ્ઞષિઓએ (સ્તુતિ કરતાં) કહ્યું - હે પુરુષોત્તમ! આપે તપસ્યા વડે જ, પોતાનામાં લીન થઈ ગયેલા જગતની ફરીથી રચના કરી હતી અને તે જ આત્મતેજ-સ્વરૂપ શ્રેષ્ઠ તપસ્થાનો ઉપદેશ આપે કૃપા કરીને અમારે માટે પણ કર્યો હતો. આ દૈત્યે અમારી તપસ્યાનો ઉચકેદ કરી દીધો હતો. ૧. પ્રા. પા. - તે ઉપત્રજ્ય વિ । ૨. પ્રા. પા. - વિષ્છુપારિષદાઃ સર્વે ! ૩. પ્રા. પા. - ત્પનતં । ૪. પ્રા. પા. - સમર્ષમ્‌ અ૦૮] સાતમો સંધ 713 તદિપ્રલુમમમુનાડધ શરણ્યપાલ રક્ષાગૃહીતવપુષા પુનરન્વમંસ્થાઃ | ૪૩॥ “િતર ઊચુઃ શ્રાદ્ધાનિ નોડધિબુભુજે પ્રસભં તનૂજૈ- દત્તાનિ તીર્થસમયેડપ્યપિબત્તિલામ્બુ5 | તસ્યોદરાન્નખવિદીર્ણવપાદ્‌ ય આચ્ઈત્‌ તસ્મૈ નમો નૃહરયેડખિલધર્મગોપ્ત્રે 1 ૪૪॥ શિદ્ધ ચુ: યો નો ગતિં યોગસિદ્ધામસાધુ- રહારપીદ્‌ યોગતપોબલેન । નાનાદર્ષપ તં નખેૈર્નિ્દદાર તસ્મૈ તુભ્યં પ્રણતાઃ સ્મો નૃસિંહ ॥ ૪૫॥ શિવાધરા ઊચુઃ વિધાં પૃથગ્ધારણયાડનુરાદ્વાં૨ ન્યષેધદજ્ઞો બલવીર્યદપ્તઃ । સ? યેન સડખ્યે પશુવદ્ધતસ્તં માયાનૃસિંહં પ્રણતાઃ સ્મ નિત્યમ્‌ ।૪૬॥ નાગા ઊચુઃ યેન પાપેન રત્નાનિ સ્રીરત્નાનિ હતાનિ નઃ | તદ્ક્ષઃપાટનેનાસાં દત્તાનન્દ નમોડસ્તુ તે 1૪૭॥ મનવ ઊંચુ: મનવો વયં તવ નિદેશકારિણો દિતિજેન દેવ પરિભૂતસેતવઃ હે શરણાગતવત્સલ! તે તપસ્યાના રક્ષણ માટે અવતાર ગ્રહણ કરીને આપે તે જ તપ કરવા માટે ફરીથી અમને તક પૂરી પાડી છે. (૪૩) પિતૃઓએ (સ્તુતિ કરતાં) કહ્યું - હે પ્રભ! અમારા પુત્રો અમારા માટે પિંડદાન કરતા હતા, તેમને આ દિત્ય) બળપૂર્વક છીનવીને ખાઈ જતો હતો. તેઓ જ્યારે પવિત્ર તીર્થમાં કે સંક્રાંતિ વગેરે ટાણે નૈમિત્તિક તર્પણ કરતા હતા અથવા તિલાંજલિ આપતા હતા ત્યારે તે પણ આ દૈત્ય પડાવી લેતો હતો. આજે આપે પોતાના નખથી તેનું પેટ ચીરીને તે બધું જ પાછું મેળવીને જાણે કે અમને આપી દીધું છે. આપ સમસ્ત ધર્મોના એકમાત્ર રક્ષક છો. હે નરસિંહદેવ! અમે આપને નમસ્કાર કરીએ છીએ. (૪૪) સિદ્ધોએ (સ્તુતિ કરતાં) કહ્યું - હે નરસિંહદેવ! આ દુષ્ટે પોતાના યોગ અને તપના બળથી અમારી યોગસિદ્ધ ગતિ છીનવી લીધી હતી. આપે પોતાના નખથી એ ધમંડીને ચીરી નાખ્યો છે. અમે આપનાં ચરણોમાં વિનીતભાવે નમસ્કાર કરીએ છીએ. (૪૫) વિધાધરોએ (સ્તુતિ કરતાં) કહ્યું - (હે પ્રભુ!) આ મૂર્ખ હિરક્યકશિપુ પોતાના બળ અને વીરતાના ધમંડમાં મદમસ્ત હતો; ત્યાં સુધી કે અમે લોકોએ વિવિધ ધારણાઓથી જે વિદ્યા પ્રાપ્ત કરી હતી તેને આ દૈત્યે વ્યર્થ કરી દીધી હતી. આપે યુદ્ધમાં યશબલિના પશુની જેમ આને નષ્ટ કરી દીધો. પોતાની લીલાથી નરસિંહ બનેલા આપને અમે નિત્ય-નિરંતર પ્રણામ કરીએ છીએ. (૪૬) નાગોએ (સ્તુતિ કરતાં) કહ્યું - આ પાપીએ અમારા મસ્તક પરના મણિઓને તથા અમારી શ્રેષ્ઠ અને સુંદર પત્નીઓને પણ છીનવી લીધી હતી. આજે તેની છાતી ચીરીને આપે અમારી પત્નીઓને અત્યંત આનંદિત કરી છે. હે પ્રભુ! અમે આપને નમસ્કાર કરીએ છીએ. (૪૭) મનુઓએ (સ્તુતિ કરતાં) કહ્યું - હે દેવાધિદેવ! અમે આપના આજ્ઞાંકિત મનુઓ છીએ. આ દૈત્વે ધર્મમર્યાદાનો ભંગ કરી દીધો હતો. આપે આ દુષ્ટને હણીને ૧. પ્રા. પા.

  • ડિ તિલામ્ખુમિશ્રમ્‌ | ૨. પ્રા. પા. - ન્ડનુસ્દ્વા| ૩. પ્રા. પા. - શયીત સઃ! 714 શ્રીમદભાગવત, [અ૦૮ ભવતા ખલઃ સ ઉપસંહતઃ પ્રભો કરવામ તે કિમનુશાધિ કિકરાન્‌ 1૪૮ કશ્નપતય ઊચુઃ પ્રજેશા વયં તે પરેશાભિસૃષ્ટા ન યેન પ્રજા વૈ સૃજામો નિષિદ્ધાઃ | સ એષ ત્વયા ભિન્નવક્ષા નુ શેતે જગન્મક્નાલ સત્ત્વમૂર્તડવતારઃ | ૪૯॥ ગન્ય્શ ઊચુઃ વયં વિભો તે નટનાટયગાયકા યેનાત્મસાદ્ઠીર્યબલૌજસા કુતાઃ | સ એષ’ નીતો ભવતા દશામિમાં કિમુત્પથસ્થઃ કુશલાય કલ્પતે 1૫૦॥ ચારણ ઊચુઃ હરે તવાડદ્રિપકરજં ભવાપવર્ગમાશ્રિતાઃ | યદેષ સાધુહૃચ્છયસ્ત્વયાડસુરઃ સમાપિતઃ || ૫૧।। યક્ષ ઊચુઃ વયમનુચરમુખ્યાઃ કર્મભિસ્તે મનોશૈ- સ્તચૈઇંહ દિતિસુતેનપ્રાપિતા વાહકત્વમ્‌ । સ તુ જનપરિતાપં તત્કૃતં જાનતા તે. નરહર ઉપનીતઃ પગ્ચતાં પગ્ચ્વિંશ | પર |! ઉમ્ુરુા ઊચુઃ વયં કિમ્પુરુષાસ્ત્વં તુ મહાપુરુષ ઈશ્વરઃ | અયં કુપુરુષો નષ્ટો ધિક્કૃતઃ સાધુભિર્યદા” ।। ૫૩॥ વૈતાલિકા ઊચુઃ સભાસુ સત્રેષુ તવામલં યશો ગીત્વા સપર્યા મહતીં લભામહે | મહાન ઉપકાર કર્યો છે. હે પ્રભુ! અમે આપના સેવકો છીએ. આજ! આપો, અમે આપની શી સેવા કરીએ? (૪૮) પ્રજાપતિઓએ (સ્તુતિ કરતાં) કહયું - હે પરમેશ્વર! આપે અમને પ્રજાપતિ બનાવ્યા હતા; પરંતુ આના અટકાવવાથી અમે પ્રજાની સૃષ્ટિ કરી શકતા ન હતા. આપે આની છાતી ચીરી નાખી અને તે ચિર નિદ્રામાં સૂઈ ગયો. સત્ત્તમય મૂર્તિ ધારણ કરનારા હે પ્રભુ! આપનો આ અવતાર સંસારના કલ્યાણ માટે જ છે. (૪૯) ગંધર્વોએ (સ્તુતિ કરતાં) કહ્યું - હે પ્રભુ! અમે આપના સેવકો છીએ. આપે અમને નૃત્ય કરવા અને સંગીત સંભળાવવા માટે નિયુક્ત કર્યા છે. આ દૈત્યે પોતાનાં બળ અને પરાક્રમથી અમને પોતાના દાસ બનાવી દીધા હતા. તેને આપે કાળને હવાલે કર્યો છે. સાચું છે કે કુમાર્ગ ચાલનારાનું શું ક્યારેય કલ્યાણ થઈ શકે ખરું? (૫૦) ચારણ્ોએ (સ્તુતિ કરતાં) કહ્યું - હે પ્રભુ! સજ્જનોના કદયને પીડા પહોંચાડનારા આ દુરને આપે સમાપ્ત કરી દીધો. તેથી અમે આપનાં તે ચરણકમળોના શરણમાં છીએ, કે જેમની પ્રાપ્તિ થતાં જ જન્મ-મરણરૂપી સંસારચક્રમાંથી છુટકારો મળી જાય છે. (૫૧) યક્ષોએ (સ્તુતિ કરતાં) કહ્યું - હે ભગવન્‌! પોતાનાં શ્રેષ્ઠ કર્મોને કારણે અમે લોકો આપના સેવકોમાં પ્રધાન ગભ્રાતા હતા. પરંતુ હિરણ્યકશિપુએ અમને પોતાની પાલખી ઊંચકનારા કહાર બનાવી લીધા. પ્રકૃતિના નિયામક હે પરમાત્મા! આને કારણે થનારાં પોતાનાં આપ્તજનોનાં કષ જાણીને જ આપે આને હણી નાખ્યો છે. (૫૨) કિંપુરુષોએ (સ્તુતિ કરતાં) કહ્યું - અમે લોકો અત્યંત તુચ્છ કિંપુરુપો છીએ, જ્યારે આપ સર્વશક્તિમાન મહાપુરુષ છો. જ્યારે સત્પુરુપોએ આનો તિરસ્કાર કર્યો
  • આને પિક્કાર્યો તેથી જ આપે આજે આ અધમ અસુરને નષ્ટ કરી દીધો. (૫૩) વૈતાલિકોએ (સ્તુતિ કરતાં) કહ્યું - હે ભગવન્‌! મોટી-મોટી સભાઓમાં અને જ્ઞાનયજ્ઞોમાં આપના નિર્મળ યશનું ગાન કરીને અમે મોટી પ્રતિષ્ઠા-પૂજા પ્રાપ્ત કરતા ૧. પ્રા. પા. - એવ | ૨. પ્રા. પા.
  • તરિહ ચ દિતિ | ૩. પ્રા. પા. - ભિ: સદા | અ૦૯] સાતમો સંધ, 715 યસ્તાં વ્યનૈષીદ્‌ ભૃશમેષ દુર્જનો દિષ્ટ્યાહતસ્તે ભગવન્‌ યથાડડમયઃ ।।૫૪।। ઉમર ઊચુઃ વયમીશ કિન્નરગણાસ્તવાનુગા દિતિજેન વિષ્ટિમમુનાડનુ કારિતાઃ ! ભવતા હરે સ વૃજિનોડવસાદિતો નરસિંહ નાથ વિભવાય નો ભવ ||૫૫॥ વિષ્કૃપાર્ષઠા ઊચુઃ’ અધૌતદ્વરિનરરૂપમત્હુત તે દૃષ્ટું ન: શરણદ સર્વલોકશર્મ | સોડયં તે વિધિકર ઈશ વિપ્રશમ્- સ્તસ્યેદં નિધનમનુગ્રહાય વિશ્મઃ 1૫૬।।| હતા. આ દુષ્ટે અમારી તે આજીવિકા જ નષ્ટ કરી દીધી હતી. મહાન સૌભાગ્યની વાત છે કે મહારોગ-તુલ્ય આ દુર્ને આપે જડમૂળથી ઉખાડી દીધો છે. (૫૪) કિન્નરોએ (સ્તુતિ કરતાં) કહ્યું - અમે કિન્નરો આપના સેવક છીએ. આ દૈત્ય અમારી પાસે વેઠમાં જ કામ કરાવતો હતો. હે ભગવન્‌! આપે કૃપા કરીને આજે આ પાપીને નષ્ટ કરી દીધો છે. હે પ્રભુ! આ જ પ્રમાણે આપ અમારો અભ્યુદય કરતા રહો. (૫૫) ભગવાનના પાર્ષદોએ (સ્તુતિ કરતાં) કહ્યું - હે શરણાગતવત્સલ! સમસ્ત લોકોને શાત્તિનું પ્રદાન કરનારું આપનું આ અલૌકિક નરસિંહ-રૂપ અમે આજે જ જોયું છે. હે ભગવન્‌! આ દૈત્મ આપનો એ જ આજ્ઞાંકિત સેવક (પાર્ષદ) હતો, કે જેને સનકાદે ઝપિઓખે શાપ આપી દીધો હતો. અમે સમજીએ છીએ, આપે કૃપા કરીને આનો ઉદ્ધાર કરવા માટે જ આનો વધ કર્યો છે. (૫૬) ત્ક્ક્-ઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં સમમસ્કન્ધે પ્રહ્ાદાનુચરિતે૨ દૈત્યરાજવધે નૃસિંહસ્તવો નામાષ્ટમોડધ્યાયઃ ॥ ૮॥ સાતમા સ્કંધ-અંતર્ગત પ્રહ્લાદ-અનુચરિતમાંનો દૈત્યરાજ-વધમાંનો નરસિંહસ્તુતિ નામનો આઠમો અધ્યાય સમાપ્ત.