ટુ પહેલો અધ્યાય મન્વંતરોનું વર્ણન રજોવ/૨ સ્વાયમ્ભુવસ્યેહ ૫ ગુરો વંશોડયં વિસ્તરાચ્છુતઃ । યત્ર* વિશ્વસૂજાં સર્ગો મનૂનન્યાન્ વદસ્વ નઃ 1 ૧॥। યત્ર* યત્ર હરેર્જન્મ કર્માણિ ચ મહીયસઃ । ગૃણન્તિ કવયો બ્રહ્મંસ્તાનિ નો વદ શૃષ્વતામ્ || ૨! યધસ્મિન્ન્તરેબ્રહ્મન્ ભગવાન્વિશ્ભાવનઃ । કૃતવાન્ કુરુતે કર્તા” હ્ાતીતેડનાગતેડધ વા ॥ ૩॥। સિરુવાચ મનવોડસ્મિન્વ્યતીતાઃ પર્ટ્દ કલ્પે સ્વાયમ્ભુવાદયઃ | આદ્યસ્તે? કથિતો યત્ર દેવાદીનાં ચ સમ્ભવઃ ॥ ૪।। આકૂત્યાં દેવહૃત્યાં ચ” દુહિત્રોસ્તસ્ય વૈ મનોઃ | ધર્મજ્ઞાનોપદેશાર્થ ભગવાન્ પુત્રતાં ગતઃ | ૫॥ કૃત પુરા ભગવતઃ કપિલસ્યાનુવર્ણિતમ્ । આખ્યાસ્થે ભગવાન્ યજ્ઞો યચ્ચકાર કુરૂદ્રહ ॥ ૬।। વિરક્તઃ કામભોગેષુ શતરૂપાપતિઃ પ્રભુઃ | વિસૃજ્ય રાજ્યં તપસે સભાર્યો વનમાવિશત્ || ૭॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - હે ગુરુદેવ! સ્વાયંભુવ મનુજીનો વંશવિસ્તાર મેં સાંભળી લીધો, આ જ વંશમાં પોતાની પુત્રીઓ દ્વારા મરીચિ વગેરે પ્રજાપતતિઓએ પોતાની વંશપરંપરા ચલાવી હતી. હવે તમે અમને બીજા મનુઓ(ના વંશ)નું વર્ણન કહી સંભળાવો. (૧) હે બ્રહ્મન્! જ્ઞાની મહાત્માઓ જે જે મત્વંતરોમાં મહામહિમાવાન ભગવાનના જે જે અવતારો અને લીલાઓનું વર્ણન કરે છે તે તમે અવશ્ધ કહી સંભળાવો. અમે અત્યંત શ્રદ્ધાપૂર્વક તે સાંભળવા ઇંચ્કીએ છીએ. (૨) હે ભગવન્! વિશ્વભાવન ભગવાન વીતેલા મન્વંતરોમાં જે લીલાઓ કરી ચૂક્યા છે, ચાલુ મન્વંતરમાં જે લીલાઓ કરી રહ્યા છે અને આવનારા મન્વંતરોમાં જે કંઈ (લીલાઓ) કરશે તે બધું અમને કહી સંભળાવો. (૩) શ્રીશુકદેવજીએ કહ્યું - (હે પરીક્ષિત!) આ કલ્પમાં સ્વાયંભુવ વગેરે છ મન્વંતરો વીતી ચૂક્યા છે. તેમાંના પહેલા મન્વંતરનું વર્ણન મેં કરી દીધું, તેમાં જ દેવો વગેરેની ઉત્પત્તિ થઈ હતી. (૪) ભગવાને યશ્ઞપુરુષરૂપે ધર્મનો ઉપદેશ કરવા માટે મનુની પુત્રી આકૃતિથી તથા કપિલરૂપે જ્ઞાનનો ઉપદેશ કરવા માટે દેવહૂતિથી તેમના પુત્રરૂપે અવતાર લીધા હતા. (૫) ભગવાન કપિલનું વર્ણન પહેલાં જ (ત્રીજા સ્કંધમાં) મેં કરી દીધું છે. હવે ભગવાન યશપુરુપે. આકૂતિના ગર્ભથી અવતાર લઈને જે કંઈ કર્યું તેનું વર્ણન કરું છું. (૬) (હે પરીક્ષિત!) ભગવાન સ્વાયંભુવ મનુએ સમસ્ત કામનાઓ અને ભોગોમાંથી વિરક્ત થઈને રાજ્યનો ત્યાગ કર્યો અને પોતાની પત્ની શતરૂપા સાથે તપ કરવા માટે ૧. પ્રા. પા. - ત્વસ્મ ચ ગુરો । ૨. પ્રાચરન પ્રતમાં “યત્ર વિશ્રસ્જાં સર્ગો’ - એ ઉત્રર્ધની જગ્યાએ “અત્ર ધર્મા વિવિધાશચાતુર્ર્યાત્રિતાઃ શુભા? એવો પાઠ છે. ૩. પ્રા. પા. - મન્વન્તરે હરેન | ૪. પ્રા. પા. - સર્વમન્વન્તરે 1 પ. ગ્રા. પા. - થાન્યમતીતે | ૬. પ્રા. પા.
- મે! ૭. પ્રા. પા. - આવઃ સ | ૮. પ્રા. પા. - નુ! ૯. પ્રાચોન ગ્રતમાં “પર્મશાનોપદેશાર્થ…’થી માંડીને __કપિલસ્યાનુવર્ણિતમ્ સુધીનો પાઠ આ પ્રમાણે છે - ‘ઉત્પત્તિઃ સર્વજનતૂનાં વર્ણિતા પુરુષર્ષભ ! ચરિત પુલ્યોર્તથ કપિલસ્યાનુવર્ણિતમ્ ॥’ 758 શ્રીમદભાગવત [અ૦૧ સુનન્દાયાં વર્ષશતં પદૈકેન ભુવં સ્પૃશન્ | તપ્યમાનસ્તતો ઘોરમિદમન્વાહ’ ભારત | ૮।। મુરુવચ યેન* ચેતયતે વિશ્વં વિશ્વં ચેતયતે ન યમ્ | યો જાગર્તિ શયાનેડસ્મિજ્ઞાયં તં વેદ વેદ” સઃ 1 ૯॥ આત્માવાસ્યમિદં વિશ્વંયત્કિગ્યિજ્જગત્યાંજગત્ । તેન ત્યક્તેન ભુગ્જીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ | ૧૦॥॥ યં ન પશ્યતિ પશ્યત્તં ચક્ષુર્યસ્ય ન રિષ્યતિ । તં ભૂતનિલયં દેવં સુપર્ણમુપધાવત ॥ ૧૧॥ ન્જેચસ્યાદ્યન્તો મધ્ય ચ સ્વઃ પરો નાન્તરં બહિઃ ! વિશ્વસ્યામૂનિ યદયસ્માદ્ વિશ્વં ચ તટંતં મહત્ | ૧૨! સ વિશ્વકાયઃ પુરુહૂત ઈશઃ સત્યઃ સ્વયંજ્યોતિરજઃ પુરાણઃ । ધત્તેડસ્ય જન્માઘજયાડડત્મશક્ત્યા તાં*ં વિધયોદસ્ય નિરીહ આસ્તે 1૧૩॥ અથાગ્રે? શ્ાષયઃ કર્માણીહન્તેડકર્મહેતવે । ઈહમાનો હિ પુરુષઃ પ્રાયોડનીહાં પ્રપઘતે ॥ ૧૪॥। ઈહતે ભગવાનીશો ન હિ તત્ર વિષજ્જતે 1 આત્મલાભેનપૂર્ણાર્થો નાવસીદન્તિયેડનુતમ્ ॥ ૧૫॥। વનમાં ગયા. (૭) હે ભારત! તેમશે સુનંદા નદીના કિનારે. જમીન પર એક પગે ઊભા રહીને સો વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. તપસ્યા કરતી વેળા પ્રતિદિન તેઓ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરતા હતા. (૮) મનુજી સ્તુતિ કરતા હતા - જેમની ચેતનાના સ્પર્શમાત્રથી આ વિશ્વ ચેતન થઈ જાય છે, પણ જેમને આ વિશ્વ ચેતના આપી શકતું નથી; જેઓ વિશ્વના સૂઈ ગયા પછી પ્રલયમાં પણ જાગતા રહે છે; જેમને વિશ્વ જાણતું, નથી, પણ જેઓ વિશ્વને જાણે છે તેઓ જ પરમાત્મા છે. (૯) આ સમસ્ત વિશ્વ અને આ વિશ્ચમાં રહેતાં સઘળાં ચરાચર પ્રાણીઓ - બધાં તે પરમાત્માથી ઓતપ્રોત છે; તેથી સંસારના કોઈ પણ પદાર્થના મોહમાં નહીં પડતાં તેનો બીજાના માટે ત્યાગ કરીને જ, માત્ર જીવનનિર્વાહ માટે જ તેનો ઉપભોગ કરવો જોઈએ. તૃષ્ણાનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ. (કારણ કે) આ સંસારની સંપત્તિઓ કોની છે? (૧૦) ભગવાન બધાંના સાથી છે. તેમને બુદ્ધિની વૃત્તિઓ કે નેત્ર વગેરે ઇન્દ્રિયો જાણી કે જોઈ શકતી નથી. પરંતુ તેમની જ્ઞાનશક્તિ અખંડ છે. સમસ્ત પ્રાણીઓના દૃદયમાં. રહેનારા તે સ્વયંપ્રકાશ અસંગ પરમાત્માનું જ શરણ ગ્રહણ, કરો. (૧૧) જેમનો આદિ કે અંત નથી, પછી મધ્ય તો હોય જ ક્યાંથી? જેમનું કોઈ નથી પોતાનું કે નથી પારકું, નથી બહાર કે નથી અંદર, તેઓ (સ્વયં) આદિ, મધ્ય અને અંત તથા પોતાના-પારકા, બહાર-અંદર - સર્વ કાંઈ છે. તેમની જ સત્તા (અસ્તિત્વ)થી વિશ્વની સત્તા છે. તેઓ જ અનંત વાસ્તવિક સત્ય પરબ્રહ્મ છે. (૧૨) તે પરમાત્મા જ વિશ્વરૂપ છે. તેમનાં અનંત નામ છે. તેઓ સર્વશક્તિમાન સત્ય, સ્વયંપ્રકાશ, અજન્મા અને પુરાજ્પુરુષ છે. તેઓ પોતાની માયાશક્તિ વડે જ વિશ્વની સૃષ્ટિમાં જન્મ વગેરે અપનાવે છે અને પોતાની વિદ્યાશક્તિ વડે તેનો ત્યાગ કરીને નિષ્ક્રિય સત્-સ્વરૂપ માત્ર બની રહે છે. (૧૩) તેથી જ ગપિમુનિઓ નૈષ્કર્મ્ય સ્થિતિ પ્રાપ્ત કરવા માટે એટલે કે બ્રહ્મ સાથે એકતા પ્રાપ્ત કરવા માટે પહેલાં કર્મયોગનું અનુષ્ઠાન કરે છે. ઘણું કરીને કર્મ કરનારો મનુષ્ય જ અંતે. અકર્મની સ્થિતિને મેળવી લે છે. (૧૪) સર્વશક્તિમાન ભગવાન પણ લોક્સંગ્રહ માટે કર્મ કરે છે, પરંતુ તેઓ આત્મલાભથી પૂર્ણકામ હોવાને કારણે તે કર્મોમાં આસક્ત થતા નથી; તેથી તેમનું જ અનુસરણ કરીને, અનાસક્ત રહીને ૧. મા. પા. - તમાહ સ | ૨. પ્રાચીન પ્રતમાં “યેન ચેતથતે વિ એવો પાઠ છે, ૩, પ્રા. પા. - મેધસા | ૪. પ્રાચીન પ્રતમાં “ન યસ્થાલન્તો. એ પૂર્જાની જગ્યાએ ‘વાસુદેવો વસત્યેષ સર્વદેહપ્વનન્યદફ’ માંડીને *..તદત મહત્’ સુધીનો પાઠ આ પ્રમાણે છે
- “ત થસ્થાદિસ્તથા માય દેવદેવસ્ધ ચાત્મનઃ | સર્વસ્ય મૂલભૂતોડસૌ ભૂતા પેડનન્તરં યતઃ ’ પ. પ્રા. પા. - સર્વસ્ય ગોપ્તા ત્વજરઃ પુરા્નઃ | ૬. પ્રા. પા. - તં વૈ વિદિત્વા તુ | ૭. પ્રા. પા. - અથ થત્ર્ષયઃ । અ૦૧] આઠમો સ્કંધ 759 તમીહમાનં* નિરાશિષં નૃગ્છિક્ષયન્તં પ્રભું નિરહડ્કુતં બુધ પૂર્ણમનન્યચોદિતમ્ | નિજવર્ત્મસંસ્થિતં પ્રપદ્યોડખિલધર્મભાવનમ્ । ૧૬ શ્રીશુક ઉવાચ ઇતિ મત્ત્રોપનિષદં વ્યાહરન્તં સમાહિતમ્ | દંષ્ટ્વાડસુરાયાતુધાના જગ્ધુમભ્યદ્રવન્ક્ષુધા ॥ ૧૭॥ તાંસ્તથાવસિતાન્ વીક્ષ્ય યજ્ઃ સર્વગતો હરિઃ | યામૈઃ પરિવૃતો દેવૈર્હત્વાડશાસત્ત્રિવિષ્ટપમ્ ।। ૧૮॥।। સ્વારોચિષો હિતીયસ્તુ મનુરગ્નેઃ સુતોડભવત્ । ઘ્યુમત્સુપેણરોચિષ્મત્પ્રમુખાસ્તસ્ય ચાત્મજાઃ | ૧૯ તત્રેન્દ્રો રોચનસ્ત્વાસીદેવાશ્ચ તુપિતાદયઃ । ઊર્જસ્તમ્ભાદયઃ સપ્ત ત્દષયો બ્રહ્મવાદિનઃ || ૨૦।। ત્રપેસ્તુ વેદશિરસસ્તુષિતા નામ પત્ન્યભૂત્ | તસ્યાં જજ્ઞે તતો દેવો વિભુરિત્યભિવિશ્રુતઃ || ૨૧।। અષ્ટાશીતિસહસ્રાણિ મુનયો યે ધૃતવ્રતાઃ । અન્વશિક્ષન્ વ્રતં૨ તસ્ય કૌમારબ્રહ્મચારિણઃ ॥ ર ૨॥ તૃતીય ઉત્તમો નામ પ્રિયવ્રતસુતો મનુઃ | પવનઃ સૃગ્જયો યશહોત્રાદ્યાસ્તત્સુતા નૃપ? ॥ ૨૩॥ વસિષ્ઠતનયાઃ સપ્ત ત્રદ્ષયઃ પ્રમદાદયઃ | સત્યા વેદશ્રુતા ભદ્રા દેવા ઇન્દ્રસ્તુ સત્યજિત્ || ૨૪।। ધર્મસ્ય સૂનૃતાયાં તુ ભગવાન્ પુરુષોત્તમઃ । સત્યસેન ઇતિ ખ્યાતો જાતઃ સત્યવ્રતેઃ સહ ॥ રપ॥ કર્મ કરનારો પણ કર્મના બંધનમાંથી મુક્ત જ રહે છે. (૧૫) ભગવાન જ્ઞાનસ્વરૂપ છે, તેથી તેમનામાં લેશમાત્ર પણ અહંકાર નથી. તેઓ સર્વત્ર પરિપૂર્ણ છે, તેથી તેમને કોઈ વસ્તુની કામના નથી. તેઓ કોઈની પ્રેરણા વિના સ્વચ્છંદપળ્ે જ કર્મ કરે છે. તેઓ પોતે જ રચેલી મર્યાદામાં રહીને પોતાનાં કર્મો વડે મનુષ્યોને ઉપદેશ કરે છે. તેઓ જ સઘળા ધર્મોના પ્રવર્તક અને પ્રાણદાતા છે. હું તે જ પ્રભુના શરણમાં છું. (૧૬) શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) એક વાર સ્વાયંભુવ મનુ એકાગ્રચિત્તે આ મંત્રમય ઉપનિષદસ્વરૂપ શ્રુતિનો પાઠ કરી રહ્યા હતા. તેમને ઊંઘમાં અચેત થઈને બડબડતા જાણીને ભૂખ્યા અસુરો અને રાક્ષસો તેમને ભરખી જવા તેમના પર ધસી આવ્યા. (૧૭) આ જોઈને અંતર્યામી ભગવાન યશપુરુષ પોતાના પુત્રો યામ નામના દેવો સાથે ત્યાં આવ્યા અને તેમણે (મનુજીને) ભરખી જવાના નિશ્ચય સાથે આવેલા તે અસુરોનો સંહાર કર્યો અને પછી તેઓ ઇન્દ્રના પદ પર પ્રતિષ્ઠિત થઈને સ્વર્ગનું શાસન કરવા લાગ્યા. (૧૮) (હે પરીક્ષિત!) બીજા મનુ થયા સ્વારોચિષ. તેઓ અગ્નિના પુત્ર હતા. તેમના પુત્રો હતા - ઘુમાન, સુપેણ, રોચિષ્માન વગેરે. (૧૯) તે મન્વંતરમાં ઇન્દ્રનું નામ રોચન હતું અને તુષિત વગેરે મુખ્ય દેવો તથા ઊર્જસ્તમ્ભ વગેરે વેદવાદી સપ્તર્ષિઓ હતા. (૨૦) તે મન્વંતરમાં વેદશિરા જ્ષિનાં તુષિતા નામના પત્ની હતાં. તેમના ગર્ભથી ભગવાને અવતાર લીધો અને વિભુ નામથી પ્રસિદ્ધ થયા. (૨૧) તેઓ આજીવન નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા. તેમનાં જ આચરણોમાંથી ઉપદેશ ગ્રહણ કરીને અઠ્ઠાસી હજાર ્રતનિષ્ઠ કષિઓએ પણ બ્રહ્મચર્થવ્રતનું પાલન કર્યું. (૨૨) ત્રીજા મનુ થયા ઉત્તમ. તેઓ પ્રિયવ્રતના પુત્ર હતા. તેમના પુત્રો હતા - પવન, સુંજથ, યશહોત્ર વગેરે. (૨૩) તે મન્વંતરમાં સપ્તર્પિઓ હતા - વસિષ્ઠજીના પ્રમદ વગેરે સાત પુત્રો. સત્ય, વેદશ્રુત અને ભદ્ર નામના દેવોનો મુખ્ય સમુદાય હતો અને ઇન્દ્રનું નામ હતું સત્યજિત. (૨૪) તે સમયે ધર્મની પત્ની સુનૃતાના ગર્ભથી પુરુપોત્તમ ભગવાને સત્યસેનના નામે અવતાર લીધો હતો. તેમની સાથે સત્યવ્રત નામનો દેવ-સમુદાય પણ હતો. (૨૫) ૧. પ્રા. પા. - આનન્દમેકં પરમં સનાતન | ૨. પ્રા. પા. - સૂત | ૩. પ્રા. પા. - નૃપાઃ! 760 શ્રીમદભાગવત [અ૦૧ સોડનૃતવ્રતદુઃશીલાનસતો યક્ષરાક્ષસાન્ । ભૂતકુહો ભૂતગણાંસ્ત્વવધીત્સત્યજિત્સખઃ || ર૬॥ ચતુર્થ ઉત્તમભ્રાતા મનુર્નામ્ના ચ તામસઃ | પૃથુઃ5 ખ્યાતિર્નરઃ કેતુરિત્યાધા દશ તત્સુતાઃ ॥ ૨૭॥। સત્યકા હરયો વીરા દેવાસ્્રિશિખ ઈશ્વરઃ ! જ્યોતિર્ધામાદયઃ સમ ત્દષયસ્તામસેડન્તરે || ર૮॥ દેવા વૈધૃતયો નામ વિધૃતેસ્તનયા નૃપ | નષ્ટાઃ કાલેન ધૈર્વેદા વિધૃતાઃ સ્વેન તેજસા ।। ૨૯॥। તત્રાપિ જજ્ઞે ભગવાન્ હરિણ્યાં હરિમેધસઃ । હરિરિત્યાહતો યેન ગજેન્દ્રો મોચિતો ગ્રહાત્ । ૩૦॥ ચજોજાચ બાદરાયણ એતત્તે શ્રોતુમિચ્છામહે વયમ્ । હરિર્યથા ગજપતિં ગ્રાહગ્રસ્તમમૂમુચત્ ॥ ૩૧॥ તત્કથા સુમહત્પુણ્યં ધન્ય સ્વસ્ત્યયનં શુભમ્ે । યત્ર યત્રોત્તમશ્લોકો ભગવાન્ ગીયતે હરિઃ । ૩૨ મૂત ઉર પરીક્ષિતેવં સ તુ બાદરાયણિઃ પ્રાયોપવિષ્ટેન કથાસુ ચોદિતઃ | ઉવાચ વિપ્રાઃ પ્રતિનન્દ્ય પાર્થિવ મુદા મુનીનાં સદસિ સ્મ શ્ૃણ્વતામ્ | ૩૩।। ભગવાને તે સમયના ઈન્દ્ર સત્યજિતના મિત્ર બનીને અસત્યપરાયશ, દુશ્ચરિત્ર અને દુષ્ટ યક્ષો તથા રાક્ષસોનો તેમ જ જીવોના દ્રોહી ભૂતગલ્ોનો સંહાર કર્યો. (૨૬) ચોથા મનુનું નામ હતું તામસ. તેઓ ત્રીજા મનુ ઉત્તમના સગા ભાઈ હતા. તેમના દશ પુત્રો હતા - પૃથુ, ખ્યાતિ, નર, કેતુ વગેરે. (૨૭) તે સમયે સત્યક, હરિ અને વીર નામના મુખ્ય દેવો હતા અને ઇન્દનું નામ હતું ત્રિશિખ. તે મન્વંતરમાં જ્યોતિર્ધામ વગેરે સપ્તર્ષિઓ હતા. (૨૮) હે રાજન્! તામસ નામના તે મન્વંતરમાં વિધૃતિના પુત્ર વૈધૃતિ નામે બીજા પણ દેવો હતા; તેમણે કાળપરિવર્તનને લીધે નષ્ટપ્રાય થતા વેદોને પોતાની શક્તિથી બચાવ્યા હતા, તેથી તેઓ “વૈધૃતિ’ કહેવાયા. (૨૯) આ મતન્વંતરમાં ભગવાને હરિમેધા ક્દષિનાં પત્ની હરિણ્રીના ગર્ભથી હરિરૂપે અવતાર લીધો હતો. આ જ અવતારમાં તેમણે મગરમચ્છથી ગજેન્દરનું રક્ષણ કર્યું હતું. (૩૦) રાજા પરીક્િતે કહ્યું - હે મુનિવર! ભગવાને ગજેન્દ્રને મગરમચ્છની પકડમાંથી કેવી રીતે છોડાવ્યો હતો તે અમે સાંભળવા ઇચ્છીએ છીએ. (૩૧) બધી કથાઓમાં એ જ કથા પરમ પુશ્યમય, પ્રશંસનીય, મંગલકારી અને શુભ છે, જેમાં મહાત્માએ ગાયેલા ભગવાન શ્રીહરિના પવિત્ર યશનું વર્ણન થયેલું છે. (૩ર) સૂતજી ક્હે છે - (હે શૌનક વગેરે શ્રપિજનો!) ચજા પરીક્ષિત આમરણ અનશનત્રત લઈને કથા સાંભળવા માટે જ બેઠા હતા. તેમણે આ રીતે શુકદેવજી મહારાજને કથા કહેવા માટે પ્રેરિત કર્યા ત્યારે તેઓ ઘણો આનંદ પામ્યા અને પ્રેમથી પરીકિતનું અભિનંદન કરીને મુનિઓની તે સભામાં કહી સંભળાવવા લાગ્યા, (૩૩) સ્કકન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં અષ્ટમસ્કન્ધે મન્વન્તરાનુચરિતે પ્રથમોડધ્યાયઃ ॥ ૧ આઠમા સ્કંધ-અંતર્ગત મન્વંતર-અનુચરિતમાંનો પહેલો અધ્યાય સમાપ્ત.