દસમો અધ્યાય પ કંછુક ઉવાચ ઇતિ દાનવદૈતેયા નાવિન્દન્નમૃતં નૃપ | યુક્તાઃ કર્મણિ યત્તાશ્ચ વાસુદેવપરાડમુખાઃ ॥ ૧॥। સાધયિત્વાડમૃતંરાજન્પાયથિત્વા સ્વકાન્સુરાન્ । પશ્યતાં સર્વભૂતાનાં યયૌ ગરુડવાહનઃ ॥ ૨ સપત્નાનાં પરામૃદ્ધિ’ દંષ્ટ્વા તે દિતિનન્દનાઃ અમૃષ્યમાણા ઉત્પેતુર્દૈવાન્ પ્રત્યુઘતાયુધાઃ ॥ ૩।। તતઃ સુરગણાઃ સર્વે સુધયા પીતયૈધિતાઃ પ્રતિસંયુયુધુઃઃ શસ્ૈર્નારાયણપદાશ્રયાઃ ॥૪॥। તત્ર દૈવાસુરો નામ રણઃ પરમદારુણઃ | રોધસ્યુદન્વતો રાજંસ્તુમુલો રોમહર્ષણઃ | ૫॥ તત્રાન્યોન્યં સપત્નાસ્તે સંરબ્ધમનસો રણે । સમાસાદ્યાસિભિર્બાણૈર્નિજઘ્નુર્વિવિધાયુધૈઃ ॥ ૬ શદ્તૂર્યમૃદક્નાનાં ભેરીડમરિણાં૨ મહાન્ | હસ્ત્યશ્રથપત્તીનાં”નદતાં નિઃસ્વનોડભવત્ |।૭॥। રથિનો રથિભિસ્તત્ર પત્તિભિઃ સહ પત્તયઃ | હયા હધૈરિભાશ્ચેભૈઃ સમસજ્જન્ત સંયુગે | ૮॥ ઉષ્ટઃ કેચિદિભૈઃ૪ કેચિદપરે” યુયુધુઃ ખરેઃ । કેચિદ્ ગૌરમૃડોર્ત્રકષ્દીપિભિર્હરિભિર્ભટાઃ ॥ ૯॥ ગૃધ્રે: કફેર્બકેરન્યે શ્યેનભાસૈસ્તિમિ્વિલૈઃ । શરભૈર્મહિષૈઃ ખડડીર્ગોવૃષેર્ગવયારુણૈઃ ॥ ૧૦॥ દેવો અને અસુરોનું યુદ્ધ શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! જોકે દાનવો અને દૈત્યોએ ઘણી સાવધાનીથી સમુદ્રમંથનનો પ્રયત્ન કર્યો હતો તોપણ ભગવાનથી વિમુખ હોવાને કારણે તેમને અમૃત મળ્યું નહીં. (૧) હે રાજન્! ભગવાને સમુદ્રમંથન કરી અમૃત મેળવીને પોતાના સ્વજન દેવોને પિવડાવ્યું. પછી સૌના જોતાં જ ગરુડ પર સવાર થઈને પ્રયાણ કરી ગયા. (૨) જ્યારે દેત્યોએ જોયું કે અમારા શત્રુઓને તો મોટી સફળતા મળી છે ત્યારે તેઓ દેવોની ઉન્નતિ જીરવી શક્યા નહીં; તેમણે તરત જ પોતાનાં હથિયાર ઉપાડયાં અને દેવો પર આક્રમણ કર્યું. (૩) આ તરફ દેવોએ અમૃતપાન કરીને વિશેષ શક્તિ મેળવી લીધી હતી અને વળી તેમને ભગવાનનાં ચરણકમળોનો આશ્રય તો હતો જ; તેઓ પણ પોતાનાં અસ્રો-શસ્રોથી સુસજ્જ થઈને દૈત્યો સાથે યુદ્ધે ચડ્યા. (૪) હે રાજન્! ક્ષીરસાગરના કાંઠે થું જ રોમાંચક અને અત્યંત ભયંકર યુદ્ધ થયું. દેવો અને દૈત્યોનું તે ઘમસાણ જ “દેવાસુર-સંગ્રામ’ના નામે ઓળખાય છે. (૫) બંને પક્ષો એકબીજાના પ્રબળ શત્રુ હતા અને બંનેય ક્રોધે ભરાયેલા હતા. એકબીજાને સામાસામી જોઈને. તેઓ તલવાર, બાણ અને બીજાં અનેકાનેક અસો-શસ્રોથી એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. (૬) તે સમયે યુદ્ધમાં શંખ, ભેરી, મૃદંગ, નગારાં, ડમરુ વગેરે (વાઘો) ધણા જોરથી વાગવા લાગ્યાં; હાથીઓની ગર્જના, ઘોડાઓનો હશ્રહણાટ, રથોનો ગડગડાટ અને પાયદળ સેનાના હોંકારા-પડકારાથી ભારે કોલાહલ મચી ગયો. (૭) યુદ્વભૂમિમાં રથીઓ સામે રથીઓ, પાયદળ યોદ્ધાઓ સામે પાયદળ યોદ્ધાઓ, ઘોડેસવારો સામે ઘોડેસવારો અને હાથી પરના સવારો સામે હાથી પરના સવારો યુદ્ધ કરવા લાગ્યા. (૮) તેમાંના કેટલાક વીરો (યોદ્ધાઓ) ઊંટ પર, હાથી અને ગધેડા પર ચડીને, તો કેટલાક ગૌરમૃગ, રીંછ, વાધ અને સિંહ પર ચડીને લડી રહ્યા હતા. (૯) કેટલાક, યોદ્ધાઓ ગીધ, બગલા, કંક, બાજ અને ભાસ પક્ષીઓ પર સવાર થયા હતા, તો ઘણાબધા તિમિંગલ મચ્છ, શરભ, પાડા, ગેંડા, બળદ, નીલગાય અને જંગલી સાંઢો ૧, પ્રા. પા. - પરાં સિદ્રિ। ૨. પ્રા. પા. - બેરીજ્રાં નિસ્વનો ! ૩. પ્રાચીન પ્રતમાં ‘હસ્ત્યશ્રથપ્તીનાં નદતાં નિઃસ્વનોડભવત્’
- એટલા ભાગનો પાઠ પાંચમા શ્લોક ..રોમહર્પશ”ની પછી છે; બાડીનો કમ આ જ પ્રત અનુસાર છે. ૪. પ્રા. પા. - કેચિદૂદિપૈઃ પ, પ્રા. પા. - તરેડપિ થયુ: ખરૈઃ અ૦૧૦] આઠમો સ્કંધ 799 શિવાભિરાખુભિઃ કેચિત્ કુકલાસૈઃ શરૈર્નરે:૧ । બસ્તૈરેકેચ કૃષ્ણસારેર્હસૈરન્યે ચ સૂકરૈઃ || ૧૧।। અન્યે જલસ્થલખગૌઃ સત્ત્વૈર્વિકૃતવિગ્રહેઃ । સેનયોરુભયો રાજન્ વિવિશુસ્તેડગ્રતોડગ્રતઃ || ૧૨ ચિત્રધ્વજપટે રાજન્ઞાતપત્રેઃ સિતામલૈઃ । ગ્મહાધનેર્વજદણે્વ્યજનેર્બાર્હચામરૈેઃ ॥૧૩॥ વાતોદ્તોત્તરોષ્ણીપૈરર્ચિર્ભિ્વર્મભૂષણૈઃ |! સ્કુરદ્ધિર્વિશદેઃ શસઃ સુતરાં સૂર્યરશ્મિભિઃ ॥ ૧૪॥ દેવદાનવવીરાણાં ધ્વજિન્યો પાણ્ડુનન્દન । રેજતુર્વીરમાલાભિર્યાદસામિવ સાગરૌ ॥૧૫॥ વૈરોચનોબલિઃ સડખ્યે સોડસુરાણાં ચમૃપતિઃ । યાન વૈહાયસં નામ કામગં મયનિર્મિતમ્ । ૧૬॥ સર્વસાડગ્રામિકોપેતં સર્વાશ્ચર્યમયં પ્રભો | અપ્રતરક્યમનિર્દેશ્યી દશ્યમાનમદર્શનમ્ 1૧૭॥ આસ્થિતસ્તદ્રિમાનાગ્રચં સર્વાનીકાધિપૈર્વતઃ | વાલવ્યજનછત્રાગ્રચૈ રેજે ચન્દ્ર ઇવોદયે ॥૧૮॥ તસ્યાસન્ સર્વતો યાનેર્યૂથાનાં પતયોડસુરાઃ । નમુચિઃ શમ્બરો બાણો વિપ્રચિત્તિરયોમુખઃ ॥ ૧૯।। દ્વિમૂર્ધા કાલનાભોડથ પ્રહેતિર્હેતિરિલ્વલઃ । શકુનિર્ભૂતસન્તાપો વજદંષ્ટ્રો વિરોચનઃ || ૨૦॥ હયગ્રીવઃ શડકુશિરાઃ કપિલો મેઘદુન્દુભિઃ । તારકશ્ચકરદેક્શુમ્ભો નિશુમ્ભો જમ્ભ ઉત્કલઃ ॥ ર૧॥। પર આરૂઢ થયા હતા. (૧૦) કેટલાકે શિયાળ, ઉંદર, કાર્ચીડા અને સસલા પર સવારી કરી હતી, તો ઘણાબધા યોદ્ધાઓ મનુષ્યો, બકરા, કાળિયાર મૃગ, હંસ અને સૂવરો પર આરૂઢ થયા હતા. (૧૧) આ પ્રમાણે જળ, સ્થળ (જમીન) અને આકાશમાં રહેતાં અને દેખાવે ભયંકર શરીરવાળાં ઘણાંબધાં પ્રાણીઓ પર આરૂઢ થઈને ઘણા દૈત્યો બંને સેનાઓમાં ચારે બાજુ ઘૂસી ગયા. (૧૨) હે રાજન્! તે સમયે રંગબેરંગી ધજાઓ, સ્ફટિકમણિ જેવાં સફેદ નિર્મળ છત્રો, રત્નજડિત બહુમૂલ્ય વીંઝણા, મોરપિંછો, ચામરો અને પવનથી લહેરાતા ખેસ, પાઘડી, ક્લંગી, કવચ, આભૂષણો તથા સૂર્યનાં કિરણોથી અત્યંત ચમકતાં ઉજ્જ્વળ શસ્રો અને વીરોની હરોળોને કારણે દેવો અને અસુરોનાં સૈન્યો એવાં શોભી રહ્યાં હતાં કે જાણે જળચર પ્રાણીઓથી ભરેલા બે મહાસમુદ્રો લહેરાઈ રહ્યા હોય. (૧૩-૧૫) (હે પરીક્ષિત!) તે યુદ્ધભૂમિમાં દે્યોના સેનાપતિ વિરોચન-પુત્ર બલિ મય દાનવે બનાવેલા વૈહાયસ નામના વિમાન પર આરૂઢ થયા, કે જે વિમાન તેના ચાલકની જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાં જતું હતું. (૧૬) તેમાં યુદ્રની તમામ સાધનસામગ્રીઓ સુસજ્જ હતી. હે પરીક્ષિત! તે એટલું આશ્ચર્યપૂર્ણ હતું કે ક્યારેક નજરે પડતું હતું, તો ક્યારેક અદશ્ય થઈ જતું હતું. તે અત્યારે ક્યાં હશે - એનું જ્યારે અનુમાન પણ કરી શકાતું ન હોય તો પછી તેને બતાવી તો શકાય જ કેવી રીતે? (૧૭) તે શ્રેષ્ઠ વિમાન પર રાજા બલિ સવાર થયેલા હતા અને બધા જ મોટા-મોટા સેનાપતિઓ તેમની ચારે બાજુએ ઘેરાયેલા હતા. તેમના પર શ્રેષ્ઠ ચામરો ઢોળવામાં આવી રહ્યાં હતાં અને છત્ર તાણેલું હતું. તે સમયે બલિ એવા જણાતા હતા કે જાણે ઉદયાચલ પર ચંદ્રમા ન હોય! (૧૮) તેમની ચારે બાજુએ સૈન્યની નાની-નાની ટુકડીઓના સ્વામી નમુચિ, શંબર, બાણ, વિપ્રચિત્તિ, અયોમુખ, ઢિમૂર્ધા, કાલનાભ, પ્રહેતિ, હેતિ, ઈલ્વલ, શકુનિ, ભૂતસંતાપ, વજદંષ્્ર, વિરોચન, હયગ્રીવ, શંકુશિરા, કપિલ, મેઘદુંદુભિ, તારક, ચકાકષ, શુંભ, નિશુંભ, ૧. પ્રા. પા. - નરેઃ ખડેઃ | ૨. મ્રા. પા. - મૃગેરનયે । ૩. પ્રા. પા. - મહાયુધર્વજટ | ૪. પ્રા. પા. - ત્ડત્ર ! 800 શ્રીમદભાગવત [અ૦૧૦ અરિષ્ટોડરિષ્ટનેમિશ્ચ મયશ્ચ ત્રિપુરાધિપઃ । અન્યે પૌલોમકાલેયા નિવાતકવચાદયઃ ॥ રર ॥ અલબ્ધભાગાઃ સોમસ્ય કેવલ ક્લેશભાગિનઃ । સર્વ એતે રણમુખે બહુશો નિર્જિતામરાઃ | ૨૩॥ સિંહનાદાન્પ વિમુઞ્યન્તઃ શક્વાન્ દધ્મુર્મહારવાન્ ! દંષ્ટ્વા સપત્નાનુત્સિક્તાન્ બલભિત્કુપિતો ભૃશમ્ ॥ ૨૪॥ એરાવતં દિક્કરિણમારૂઢઃ* શુશુભે સ્વરાટ્ | યથા સવત્ય્રસવણમુદયાદ્રિમહર્પતિઃ ॥ રપ॥ તસ્યાસન્સર્વતો દેવા નાનાવાહધ્વજાયુધાઃ | લોકપાલાઃ સહ ગણૈર્વાય્વગ્નિવરુણાદયઃ ॥ ૨૬॥ તેડન્યોન્યમભિસંસૃત્ય ક્ષિપન્તો મર્મભિર્મિથઃ2 । આહ્ધયત્તો વિશન્તોડગ્રે યુયુધુર્હન્દ્રયોધિનઃ । ૨૭॥॥ યુયોધ બલિરિન્દ્રેણ તારકેણ ગુહોડસ્યતર્” । વરણો હેતિનાડયુધ્યન્મિત્રો રાજન્ પ્રહેતિના | ર૮! યમસ્તુ કાલનાભેન વિશ્વકર્મા મયેન વૈ । શમ્બરો યુયુધે ત્વષ્ટ્રા સવિત્રા તુ વિરોચનઃ ॥ ૨૯॥ અપરાજિતેન નમુચિરશ્ચિનૌ વૃષપર્વણા । સૂર્યો બલિસુતૈ્દેવો બાણજ્યેષ્ઠેઃ શતેન ચ ॥ ૩૦॥ રાહુણા ચ તથા સોમઃપુલોમ્ના યુયુધેડનિલઃ । નિશુમ્ભશુમ્ભયોર્દેવી ભદ્રકાલી તરસ્વિની ।। ૩૧॥ વૃષાકપિસ્તુ જમ્ભેન મહિષેણ વિભાવસુઃ |! ઇલ્વલઃ સહ વાતાપિર્બ્રહ્મપુત્રેરરિન્દમ || ૩૨ જંભ, ઉત્કલ, અરિષ્, અરિષ્નેમિ, ત્રિપુરાધિપતિ મય, પૌલોમ, કાલેય, નિવાતકવચ વગેરે પોતપોતાનાં વિમાનો પર રહેલા હતા. (૧૯-૨૨) આ બધાયે સમુદ્રમંથન કરવામાં જોડાયેલા હતા; પરંતુ તેમને અમૃતનો ભાગ મળ્યો ન હતો અને માત્ર પરિશ્રમના જ ભાગી બન્યા હતા. આ બધા અસુરોએ એક વાર નહીં, અનેક વાર દેવતાઓને યુદ્ધમાં હરાવ્યા હતા; (૨૩) તેથી તેઓ ભારે ઉત્સાહથી સિંહગર્જના કરતા-કરતા પોતાના થોર ઘોષવાળા શંખ વગાડવા લાગ્યા. ઇન્દ્રે જોયું કે અમારા શત્રુઓને શૂરાતન ચડી રહ્યું છે, તેઓ મદોન્મત્ત થઈ રહ્યા છે ત્યારે તેમને ઘણો કોધ થઈ આવ્યો. (૨૪) તેઓ પોતાના વાહન એરાવત નામના દિગ્ગજ પર આરૂઢ થયા, કે જેના ગંડસ્થળમાંથી મદ ઝરી રહ્યો હતો. તેથી ઇન્દ્ર એવા શોભતા હતા કે જાણે સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થયો હોય અને એમાંથી અનેક ઝરણાં વહી રહ્યાં હોય. (૨૫) ઇન્દ્રની ચારે બાજુએ પોતપોતાનાં વાહન, ધજા અને આયુધોવાવાળા દેવો તેમ જ પોતપોતાના ગણ સાથે વાયુ, અગ્નિ, વરુણ વગેરે લોકપાલો વીંટળાઈ વળ્યા. (૨૬) બંને સૈન્યો સામ-સામે ખડાં થઈ ગયાં. બે-બેનાં જોડકાં બનાવીને તે લોકો યુદ્ધ કરવા લાગ્યા. કોઈ આગળ વધી રહ્યા હતા, તો કોઈ નામોચ્ચાર સાથે પડકાર ફેંકી રહ્યા હતા. કેટલાક વળી મર્મભેદક વાક્યોથી પોતાના ગ્રતિદ્દ્રીને ધિક્કારી રહ્યા હતા. (૨૭) બલિ ઇન્દ્ર સાથે, સ્વામિકાર્તિક તારકાસુર સાથે, વરુણ હેતિ સાથે અને મિત્ર પ્રહેતિ સાથે ભિડાઈ ગયા. (૨૮) યમરાજ કાલનાભ સાથે, વિશ્વકર્મા મય સાથે, શંબરાસુર ત્વષ્ટા સાથે અને સવિતા વિરોચન સાથે યુદ્ધ કરવા લાગ્યા. (૨૯) નમુચિ અપરાજિત સાથે, અશ્વિનીકુમારો વૃષપર્વા સાથે તથા સૂર્યદેવ બલિના બાણ વગેરે સો પુત્રો સાથે યુદ્ધ કરવા લાગ્યા. (૩૦) ચહુ સાથે ચંદ્રમા અને પુલોમા સાથે વાયુનું યુદ્ધ થયું. ભદ્રકાળી દેવી નિશુંભ અને શુંભ પર ત્રાટક્યાં. (૩૧) હે શત્રુદમન (પરીક્ષિત)! જંભાસુર સાથે મહાદેવજીનું, મહિષાસુર સાથે અગ્નિદેવનું અને વાતાપિ તથા ઇલ્વલ ૧. પ્રા. પા. - ન્નાદ વિન! ૨. પ્રા. પા. - ન્રૂહોડથિપર્તિ સ્વરાટ્ | ૩. પ્રા. પા. - નામભિર્મિયઃ | ૪. પ્રા. પા. - ત્ડષ્યુત । અ૦૧૦] આઠમો સ્કંધ 801 કામદેવેન દુર્મર્ષ ઉત્કલો માતૃભિઃ સહ | બૃહસ્પતિશ્ચોશનસા નરકેણ શનેૈશ્રઃ ॥૩૩॥ મરુતો નિવાતકવચૈઃ કાલેયૈર્વસવોડમરાઃ । વિશ્વેદેવાસ્તુ પૌલોમૈ રુદ્રાઃ ક્રોધવશૈઃ સહ ।। ૩૪॥ ત એવમાજાવસુરાઃ સુરેન્દ્ર દન્દ્ેન સંહત્ય ચ યુધ્યમાનાઃ | અન્યોન્યમાસાધ નિજઇ્ખુરોજસા જિગીષવસ્તીક્ષ્ણશરાસિતોમરૈઃ 1।૩૫॥ ભુશુણ્ડિભિશ્ચક્રગદર્ષ્ટિપટ્ટિશૈઃ શક્ત્યુલ્મુકેઃ પ્રાસપરશ્ચધૈરપિ । નિસ્તિંશભલ્લૈઃ પરિધૈઃ સમુદ્ગરેઃ સભિતન્દિપાલૈશ્વ શિરાંસિ ચિચ્છિદુઃ ॥ ૩૬॥ ગજાસ્તુરક્નાઃ સરથાઃ પદાતયઃ સારોહવાહા વિવિધા વિખછ્ડિતાઃ | નિકૃત્તબાહૂરુશિરોધરાડદ્રય- શ્છિશ્નધ્વજેષ્વાસતનુત્રભૂષણાઃ 1।૩૭॥ તેષાં પદાથાતરથાજ્ઞચૂર્ણિતા- દાયોધનાદુલ્બપ ઉસત્થિતસ્તદા | રેણુર્દિશઃ ખં ધુમણિં ચ છાદયન્ ન્યવર્તતાસૃકસુતિભિઃ પરિપ્લુતાત્ ॥ ૩૮॥ શિરોભિરુદ્ધતકિરીટકુણ્ડલૈઃ સંરમ્ભદંગ્મિઃ પરિદષ્ટદચ્છદેઃ । મહાભુજૈઃ સાભરણૈઃ સહાયુધૈઃ સા પ્રાસ્તૃતા ભૂઃ કરભોરુભિર્બભૌ ॥ ૩૯॥ કબન્ધાસ્તત્રચોત્પેતુઃપતિતસ્વશિરોડક્ષિભિઃ૧ । ઉદ્યતાયુધદોર્દણૈરાધાવન્તો ભટાન્ મૃધે ॥૪૦॥ સાથે બ્રહ્માપુત્ર મરીચિ વગેરેનું યુદ્ધ થયું. (૩૨) દુર્મ્ષનું કામદેવ સાથે, ઉત્કલનું માતૃગણ્રો સાથે, શુકાચાર્યનું બૃહસ્પતિ સાથે અને નરકાસુરનું શનૈશ્વર સાથે યુદ્ધ થવા લાગ્યું. (૩૩) નિવાતકવચો સાથે મરુદ્ગણ, કાલેયો સાથે વસુગણ, પૌલોમો સાથે વિશ્વેદેવગલ્ત અને કરોધવશો સાથે રુદ્રગણોનું યુદ્ધ થયું. (૩૪) 7 આ પ્રમાણે અસુરો અને દેવો યુદ્ધભૂમિમાં દદયુદ્ અને સામૂહિક આક્રમણો કરીને એક્બીજા સાથે ભિડાઈને પરસ્પરને જીતવાની ઇચ્છાથી ઉત્સાહપૂર્વક તીક્ણ બાણો, તલવારો અને ભાલાઓથી પ્રહાર કરવા લાગ્યા. તેઓ અનેક પ્રકારે યુદ્ધ કરી રહ્યા હતા. (૩૫) ભુશુંડિ, ચક્ર, ગદા, ત્રાષટિ, પટ્ટિશ, શક્તિ, ઉલ્મુક, પ્રાસ, કરસી, તલવાર, ભાલા, મગદળ, પરિઘ, બિંદિપાલ (વગેરે આયુધો)થી એકબીજાનાં માથાં કાપવા લાગ્યા. (૩૬) તે સમયે પોતાના સવારો સહિત હાથી, ઘોડા, રથ વગેરે અનેક પ્રકારનાં વાહનો અને પાયદળ સૈન્ય વેરવિખેર થવા લાગ્યાં. કોઈના હાથ, કોઈની જંધા, કોઈની ગરદન, તો કોઈના પગ કપાઈ ગયા; તો કોઈ-કોઈનાં ધજા, ધનુષ્ય, કવચ અને આભૂષણો ટુકડે ટુકડા થઈ ગયાં. (૩૭) તેમના પગના ધમકારાથી અને રથનાં પૈડાંના ઘસાવાથી પૃથ્વી ખોદાઈ ગઈ. તે સમયે યુદ્ધભૂમિમાં એવી પ્રચંડ ધૂળ ઊડી કે તેણે દિશાઓ, આકાશ અને સૂર્યને પણ ઢાંકી દીધાં. પરંતુ ઘોડી જ વારમાં લોહીની ધારાથી ભૂમિ તરબોળ થઈ ગઈ અને ક્યાંય ધૂળનું. નામનિશાન પણ રહ્યું નહીં. (૩૮) ત્યારપછી તો યુદ્ધનું મેદાન કપાયેલાં માથાંઓથી ભરાઈ ગયું. કોઈના મુગટ અને કુંડળ પડી ગયાં હતાં, તો કોઈની આંખોમાંથી કોધની મુદ્રા પ્રગટી રહી હતી. કોઈ-કોઈએ પોતાના દાંતથી હોઠ દબાવી રાખ્યા હતા. ઘણાંઓની આભૂષણો અને શસ્રોથી સુસજ્જ લાંબી-લાંબી ભુજાઓ કપાઈને પડેલી હતી અને ઘણાઓની મોટી-મોટી હાથીની સૂંઢ જેવી જાંઘો કપાયેલી પડી હતી. આ પ્રમાણે તે યુદ્ધભૂમિ ઘણી ભયાનક દેખાતી હતી. (૩૯) તે સમયે ત્યાં ઘણાંબધાં ધડ હાથોમાં હથિયાર ઉપાડીને વીરો ભણી દોડતાં અને ઊછળતાં હતાં. (૪૦) ૧. પ્રા. પા. - પતિતઃ સ્વશિરોરૂભિઃ ! 802 શ્રીમદભાગવત [અ૦૧૦ બલિર્મહેન્દ્ર દશભિસ્તિભિરેરાવતં શરૈઃ । ચતુર્ભિશ્ચતુરો વાહાનેકેનારોહમાર્ચ્છયત્૫ ।૪૧॥ સ તાનાપતતઃ શક્રસ્તાવદ્ધિઃ શીદ્રવિક્રમઃ | ચિચ્છેદ નિશિતેર્ભલ્લેરસમ્પ્રાસાન્ હસન્ઞિવ | ૪૨ તસ્ય કર્મોત્તમં વીક્ષ્ય દુર્મ્ષઃ શક્તિમાદદે । તાંજ્વલન્તી મહોલ્કાભાં હસ્તસ્થામચ્છિનદ્રરિઃ ।। ૪૩॥। તતઃ શૂલં તતઃ પ્રાસં તતસ્તોમરમૃષ્ટયઃ* । યદ” યચ્છસં સમાદધાત્સર્વ તદચ્છિનદ્રિભુઃ | ૪૪॥। સસર્જાથાસુરીં માયામન્તર્ધાનગતોડસુરઃ । તતઃ પ્રાદુરભૂચ્છૈલઃ સુરાનીકોપરિ પ્રભો ॥ ૪૫॥ તતો નિપેતુસ્તરવો દહ્યમાના દવાગ્નિના । શિલાઃ સટકશિખરાશ્રૂર્ણયન્ત્યો દ્રિષદ્બલમ્ | ૪૬॥॥ મહોરગાઃ સમુત્પેતુર્દન્દશૂકાઃ સવૃશ્ચિકાઃ સિંહવ્યાદ્રવરાહાશ્ચ મર્દયન્તો મહાગજાન્ર્ટે ॥ ૪૭1 યાતુધાન્યશ્ શતશઃ શૂલહસ્તા વિવાસસઃ | છિન્ધિભિન્ધીતિવાદિન્યસ્તથા રક્ષોગણાઃપ્રભો | ૪૮॥। તતો મહાથના વ્યોમ્નિ ગમ્ભીરપરુષસ્વનાઃ | અક્નારાન્ મુમુચુર્વાતૈરાહતાઃ સ્તનથિત્નવઃ || ૪૯ સૃષ્ટો દૈત્યેન સુમહાન્ વહ્ધિઃ શ્રસનસારથિઃ | સાંવર્તક ઇવાત્યુગ્રો વિબુધધ્વજિનીમધાક્ષ | ૫૦।। તતઃ સમુદ્ર ઉદ્દેલઃ સર્વતઃ પ્રત્યદેશ્યત | પ્રચણ્ડવાતેરુદૂતતરક્ઞાવર્તભીષણઃ ॥૫૧॥। રાજા બલિએ ઇન્દ્ર પર દશ બાણ, તેમના વાહન એરાવત પર ત્રજ્ન બાણ, એરાવતનાં ચરણ્રોનાં રક્ષકો પર ચાર બાણ અને મુખ્ય મહાવત પર એક બાણ - એમ કુલ અઢાર બાણ છોડ્યાં. (૪૧) ઇન્દ્રે જોયું કે બલિનાં બાણ તો અમને ધાયલ કરવા જ માગે છે, ત્યારે તેમણે અત્યંત સ્ફૂર્તિપૂર્વક તેટલાં જ ભલ્લ નામનાં તીક બાણો છોડીને સામેથી આવતાં પેલાં બાશ્ોને હસતાં હસતાં કાપી નાખ્યાં. (૪૨) ઇન્દ્રની આ પ્રશંસનીય સ્ફૂર્તિ જોઈને રાજા બલિ વધુ ક્રોધિત થયા અને તેમણે એક મહાશક્તિ ઉઠાવી, કે જે ઉલ્કાની જેમ ભડભડતી હતી; પરંતુ તે હજી તો હાથમાં જ હતી, છૂટી ન હતી, ત્યાં જ ઇન્દ્રે તેને પણ કાપી નાખી. (૪૩) એ પછી બલિએ એક પછી એક ક્રમશઃ શૂળ, પ્રાસ, તોમર અને શક્તિ સેતુ તેઓ જે જે શસ્રો હાથમાં ઉપાડતા હતા તેમના ઇન્દ્ર ટુકડે ટુકડા કરી નાખતા હતા. આ સફળ યુદ્ધ-કૌશલ્યથી ઇન્દ્નું એશ્વ્ય અધિક ચમકી ઊઠયું. (૪૪) ૪ _ હે પરીક્ષિત! હવે ઇન્દ્રના પરાક્રમથી ગભરાઈને બલિ પહેલાં તો અંતર્ધાન થઈ ગયા, પછી તેમણે આસુરી માયાની સૃષ્ટિ રચી. તરત જ દેવોના સૈન્ય ઉપર એક પર્વત પ્રગટ થયો. (૪૫) તે પર્વત ઉપરથી દાવાનળથી બળતાં વૃક્ષો સાથે અને છીણી જેવી તીક્ણ ધારવાળાં શિખરો સાથે અણીદાર શિલાઓ પડવા લાગી. તેનાથી દેવોનું સૈન્ય કચ્ચરઘાણ થવા લાગ્યું. (૪૬) ત્યારપછી મોટા-મોટા સર્પ, દંદશૂક, વીંછી અને અન્ય ઝેરી જીવો ઊછળી-ઊછળીને કરડવા અને ડંખ મારવા લાગ્યા. સિંહો, વાઘો અને સૂવરો દેવોના સૈન્યના મોટા-મોટા હાથીઓને મારવા લાગ્યા. (૪૭) હે પરીક્ષિત! હાથમાં શૂળ લીધેલી, “મારો, કાપો’ એવી બૂમો પાડતી સેંકડો નગ્ન ચક્ષસીઓ અને રાક્ષસો પણ ત્યાં પ્રગટ થઈ ગયાં. (૪૮) થોડી જ ક્ષણો પછી આકાશમાં વાદળાંઓની ઘનધોર ઘટાઓ ઘૂમવા લાગી, તેમના પરસ્પર અથડાવાથી ભારે ઘેરો અને કઠોર ગડગડાટ થવા લાગ્યો, વીજળીઓ ચમકવા લાગી અને આંધીથી ઇંછેડાયેલાં વાદળાંઓ અંગારાઓનો વરસાદ વરસાવવા લાગ્યાં. (૪૯) દૈત્યરાજ બલિએ પ્રલયના અગ્નિ જેવી અત્યંત ભયાનક આગનું સર્જન કર્યું. તે આગ જોત- જોતામાં પવનની મદદથી દેવોના સૈન્યને બાળવા લાગી. (૫૦) થોડી જ વારમાં એવું લાગવા માંડ્યું કે પ્રબળ આંધીની થપાટોથી સમુદ્રમાં મોટાં-મોટાં મોજાં ઊછળી રહ્યાં છે અને ભયાનક વમળો પેદા થઈ રહ્યાં છે; અને તે સમુદ્ર પોતાની મર્યાદા ઓળંગીને ચારે બાજુએથી દેવોના સૈન્યને ઘેરી લેતો ૧. પ્રા. પા. - ન્મર્ષયત્ | ૨. પ્રા. પા. - ત્યષ્ટયઃ | ૩. પ્રા. પા. - યધ્દહુ્યડે આદલાત્ | ૪. પ્રા. પા. - મહાગજાઃ | પ. પ્રા. પા. - ત્મધાત્ ! અ૦૧૦] આઠમો સ્કંધ 803 એવં દૈત્યે્મહામાધૈરલક્ષ્યગતિભીષશૈઃ । સુજ્યમાનાસુ માયાસુ વિષેદુઃ સુરસૈનિકાઃ | પર || ન તત્પ્રતિવિધિં યત્ર વિદુરિન્દ્રાદયો નૃપ । ધ્યાતઃ પ્રાદુરભૂત્ તત્ર૨ ભગવાન્ વિશ્વભાવનઃ ॥ ૫૩॥ તતઃ સુપર્ણાસકૃતાડધ્રિપલ્લવઃ પિશક્નવાસા નવકગ્જલોચનઃ | અદેશ્યતાષ્ટાયુધબાહુરુલ્લસ- ચ્છીકૌસ્તુભાનર્ઘ્યકિરીટકુણ્ડલઃ ॥૫૪॥ તસ્મિન્ પ્રવિષ્ટેડસુરકૂટકર્મજા માયા વિનેશુર્મહિના મહીયસઃ | સ્વપ્નો યથા હિ પ્રતિબોધ આગતે હરિસ્મૃતિઃ સર્વવિપદ્ધિમોક્ષણમ્ડ ॥ પપ॥ દેષ્ટ્વા મૃધે ગરુડવાહમિભારિવાહ આવિધ્ય શૂલમહિનોદથ કાલનેમિઃ । તલ્લીલયા ગરુડમૂર્ધ્નિ પતદ્ ગૃહીત્વા તેનાહનશૃપ સવાહમરિં ત્ર્યધીશઃ | ૫૬ માલી સુમાલ્યતિબલૌ યુધિ પેતતુર્ય- ચ્ચક્રેણ કૃત્તશિરસાવથ માલ્યવાંસ્તમ્ | આહત્ય તિગ્મગદયાડહનદણ્ડજેન્દ્ર તાવચ્છિરોડચ્છિનદરેર્નદતોડરિણાડડદઃ॥ ૫૭॥। ઊમટી આવી રહ્યો છે. (૫૧) આ પ્રમાશે જ્યારે તે ભયાનક અસુરોએ ઘણી ભારે. માયાનું સર્જન કર્યું અને પોતે પોતાની માયાના પ્રભાવથી અદશ્ય રહ્યા - તેઓ દેખાતા નહીં હોવાને કારણે તેમના પર પ્રહાર પણ કરી શકાતો ન હતો, ત્યારે દેવોના યોદ્ધાઓ ઘણો વિષાદ પામ્યા. (૫૨) હે રાજન્! તેમની માયાનો પ્રતિકાર કરવા ઇન્દ્ર વગેરે દેવોએ ઘણું વિચાર્યું પણ તેમને કશું સૂઝ્યું નહીં; ત્યારે તેમણે વિશ્વના જીવનદાતા ભગવાનનું ધ્યાન ધર્યું અને ધ્યાન ધરતાં જ તેઓ ત્યાં પ્રગટ થઈ ગયા. (૫૩) તેમની ઝાંખી અતિ સુંદર હતી. ગરુડજીના ખભા પર તેમનાં ચરણકમળ વિરાજમાન હતાં; નવા કમળ જેવાં અત્યંત કોમળ નેત્ર હતાં; તેમણે પીતાંબર ધારણ કરેલું હતું; આઠ ભુજાઓમાં આઠ આયુધો, ગળામાં કૌસ્તુભમજ્ઞિ, મસ્તક પર અમૂલ્ય મુગટ અને કાનોમાં કુંડળ ઝગમગી રહ્યાં હતાં. દેવોએ પોતાની આંખે ભગવાનની છબિનાં દર્શન કર્યા. (૫૪) પરમપુરુષ પરમાત્માના પ્રગટ થતાં જ તેમના પ્રભાવથી અસુરોની તે કપટપૂર્ણ માયા વિલીન થઈ ગઈ - બરાબર એવી જ રીતે કે જેમ જાગી જતાં સ્વપ્નની વસ્તુઓ અદશ્ય થઈ જાય છે. સાચું જ છે - ભગવાનનું સ્મરણ સમસ્ત વિપત્તિઓમાંથી મુક્ત કરી દે છે. (૫૫) એ પછી કાલનેમિ દૈત્યે જોયું કે યુદ્ધના મેદાનમાં ગરુડવાહન ભગવાન આવી ગયા છે ત્યારે તેણે પોતાના વાહન સિંહ પર બેઠાં-બેઠાં જ ભારે વેગથી તેમના પર એક ત્રિશૂળ ચલાવ્યું; તે ગરુડના માથા પર આવે તે પહેલાં જ ભગવાને લીલાપૂર્વક તેને પકડી લીધું અને તે જ ત્રિશૂળથી તેના ચલાવનારા દૈત્ય કાલનેમિને તથા તેના વાહનને હણી નાખ્યાં. (૫૬) માલી અને સુમાલી
- એ બે દૈત્યો મહાબળવાન હતા, ભગવાને યુદ્ધમાં પોતાના ચક્રથી તેમનાં માથાં પણ કાપી નાખ્યાં અને તે બંને નિર્જીવ થઈને ઢળી પડ્યા. ત્યારબાદ માલ્યવાને પોતાની પ્રચંડ ગદાથી ઘજ્ઞા વેગ સાથે ગરુડજી પર પ્રહાર કર્યો, પરંતુ ગર્જના કરતો તે માલ્યવાન પ્રહાર કરે તે પહેલાં જ ભગવાને પોતાના ચક્રથી તેના માથાને ધડથી જુદું કરી નાખ્યું. (૫૭) —*— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમર્હસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે દેવાસુરસડઝ્રામે” દશમોડધ્યાયઃ ॥ ૧૦॥ આઠમા સ્કંધ-અંતર્ગત દેવદાનવનયુદ્ધમાંનો દસમો અધ્યાય સમાપ્ત.