સોળમો અધ્યાય ટ અદિતિને કશ્યપજીએ કરેલો પયોવ્રતનો ઉપદેશ કઇક ઉવાચ એવં પુત્રેષુ નષ્ટેષુ દેવમાતાડદિતિસ્તદા । હતે ત્રિવિષ્ટપે દૈત્યૈઃ પર્યતપ્યદનાથવત્ ॥ ૧॥ એકદા કશ્યપસ્તસ્યા આશ્રમં ભગવાનગાત્ ! નિરુત્સવં નિરાનન્દં સમાધેર્વિરતશ્ચિરાત્ | ૨॥ સ પત્નીં દીનવદનાં કૃતાસનપરિગ્રહઃ | સભાજિતો યથાન્યાયમિદમાહ કુરૂદ્રહ || ૩॥ અપ્યભદ્રં ન વિપ્રાણાં ભદ્રે લોકેડધુનાડડગતમ્ । ન ધર્મસ્ય ન લોકસ્ય મૃત્યોશ્છન્દાનુવર્તિનઃ ॥ ૪॥ અપિ વાડકુશલં કિગ્ચિદ્ ગૃહેષુ ગૃહમેધિનિ । ધર્મસ્યાર્થસ્ય કામસ્ય યત્ર યોગો હ્યયોગિનામ્ ॥૫॥। અપિવાડતિથયોહભ્યેત્યચે કુટુમ્બાસક્તયા ત્વયા | ગૃહાદપૂજિતા યાતાઃ પ્રત્યુત્થાનેન વા ક્વચિત્ ।। ૬॥ ગૃહેષુ વેષ્વતિથયો નાર્ચિતાઃ સલિલૈરપિ | યદિ નિર્યાન્તિ તે નૂનં ફેરુરાજગૃહોપમાઃ || ૭॥ શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) દેવો જ્યારે આ પ્રમાણે નાસી જઈને સંતાઈ ગયા અને દૈત્યોએ સ્વર્ગ પર અધિકાર મેળવી લીધો ત્યારે દેવોનાં માતા અદિતિને ઘણું દુઃખ થયું. તેઓ અનાથ જેવાં થઈ ગયાં. (૧) એક વાર થણા દિવસો પછી પરમપ્રભાવશાળી કશ્યપ મુનિની સમાધિ ત્યારે તેઓ અદિતિના આશ્રમમાં આવ્યા. ત્યાં નથી તો સુખ-શાન્તિ કે નથી કોઈ પ્રકારનો ઉત્સાહ કે આનંદ-ઉમંગ. (૨) હે પરીક્ષિત! જ્યારે તેઓ ત્યાં જઈને આસન પર બેઠા અને અદિતિએ વિધિપૂર્વક તેમનો સત્કાર કર્યો ત્યારે તેમશે પોતાનાં પત્ની અદિતિને, કે જેમના મુખ પર ઉદાસીનતા છવાયેલી હતી
- તેમને કહ્યું - (૩) “હે કલ્યાણી! શું અત્યારે સંસારમાં બ્રાહ્મણો પર કોઈ આફત તો નથી આવી ને? ધર્મનું પાલન. તો બરાબર થઈ રહ્યું છે ને? કાળના વિકરાળ જડબામાં પડેલા લોકોનું કશું અમંગળ તો નથી થઈ રહ્યું ને? (૪) હે પ્રિયા! ગૃહસ્થાશ્રમ તો, જે લોકો યોગ નથી કરતા તેમને પણ યોગનું ફળ આપે છે. આ ગૃહસ્થાશ્રમમાં રહેવામાં ધર્મ, અર્થ અને કામના સેવનમાં કોઈ પ્રકારનું વિધ્ન તો નથી નડતું ને? (૫) એવું પણ સંભવિત છે કે તમે કુટુંબના ભરણપોષપણમાં વ્યસ્ત હો, ત્યારે અતિથિ આવ્યા હોય અને તમારા તરફથી સમ્માન પામ્યા વિના જ પાછા વળી ગયા હોય; તમે ઉપસ્થિત થઈને તેમનો સત્કાર કરવામાં અસમર્થ રહ્યાં હો. આવા કોઈ કારણે તો તમે ઉદાસ નથી થઈ રહ્યાં ને? (૬) જે ઘરોમાં પધારેલા અતિથિનો જળ માત્રથી પણ સત્કાર કરવામાં આવતો નથી અને તેઓ એમ ને એમ જ (સત્કાર પામ્યા વિના જ) પાછા વળી જાય છે તે ઘરો ખરેખર જ ગીધડાંના નિવાસસ્થાન જેવાં છે. (૭) ૧. પ્રા. પા. - થુદ્ધા | ૨. પ્રા. પા. - ત્ડભ્યેતાઃ ! અ૦૫૬] આઠમો સ્કંધ 825 અપ્યગ્નયસ્તુ વેલાયાં ન હુતા હવિષા સતિ । ત્વયોઢિગ્નધિયા ભદ્રે પ્રોષિતે મયિ કર્હિચિત્ ॥। ૮॥। યત્પૂજયા કામદુઘાન્ યાતિ લોકાન્ ગૃહાન્વિતઃ । બ્રાહ્મણોડગ્નિશ્ચ વૈ વિષ્ણોઃ સર્વદેવાત્મનો મુખમ્ ॥ ૯॥ અપિ સર્વે કુશલિનસ્તવ પુત્રા મનસ્વિનિ* । લક્ષયેડસ્વસ્થમાત્માનં ભવત્યા લક્ષણેરહમ્ | ૧૦॥ અદિતિરુ/૨ ભદ્રં દ્વિજગવાં બ્રહ્મન્ ધર્મસ્યાસ્ય જનસ્ય ચ | ત્રિવર્ગસ્ય પરં ક્ષેત્ર ગૃહમેધિન્ ગૃહા ઇમે 1 ૧૧॥। અગ્યોડતિથયો ભૃત્યા ભિક્ષવો યે ચ લિપ્સવઃ | સર્વ ભગવતો બ્રહ્મજ્નુધ્યાનાન્ન રિષ્યતિ ॥ ૧૨॥ કોનુ મે ભગવન્ કામો ન સમ્પદ્યેત માનસઃ । યસ્યાભવાન્પ્રજાધ્યક્ષ એવં ધર્માન્પ્રભાષતે ॥ ૧૩॥ મારીચ મનઃશરીરજાઃ પ્રજા ઇમાઃ સત્ત્વરજસ્તમોજુષઃ | સમો ભવાંસ્તાસ્વસુરાદિષુ પ્રભો તથાપિ ભક્ત ભજતે મહેશ્વરઃ || ૧૪॥ તવૈવ તસ્માદીશ ભજન્ત્યા મે શ્રેયશ્ચિન્તય સુત્રત । હતશ્રિયો હતસ્થાનાન્ સપત્નૈઃ પાહિ નઃપ્રભો ।। ૧૫।। પરેર્વિવાસિતા સાહ મગ્ના વ્યસનસાગરે । એશ્વર્ય શ્રીર્યશઃ સ્થાનં હતાનિ પ્રબલેર્મમ ॥ ૧૬॥ યથા તાનિ પુનઃ સાધો પ્રપઘેરન્ મમાત્મજાઃ । તથા વિધેહિ કલ્યાણ ધિયા કલ્યાણકૃત્તમ ।। ૧૭।। હે પ્રિયા! સંભવ છે કે મારા બહાર ચાલ્યા ગયા પછી ક્યારેક તમારું ચિત્ત ઉદ્ઠિગ્ન રહ્યું હોય અને જે તે સમયે તમે હવિષ્યથી અગ્નિઓમાં હવન ન કર્યો હોય. (૮) સર્વદેવમય ભગવાનનાં મુખ છે - બ્રાહ્મણે અને અગ્નિ. જો ગૃહસ્થ આ બંનેની પૂજા કરે તો તેને સમસ્ત કામનાઓને પૂરી કરનારા લોકોની પ્રાપ્તિ થાય છે. (૯) હે પ્રિયા! તમે આમ તો હંમેશાં પ્રસન્ન જ રહો છો, પણ તમારાં ઘણાં લક્ષજ્ઞોથી હું જોઈ શકું છું કે આ સમયે તમારું ચિત્ત અસ્વસ્થ છે. તમારાં બધાં બાળકો તો સકુશળ છે ને?” (૧૦) અદિતિએ કહ્યું - હે ભગવન! બ્રાહ્મણો, ગાયો, ધર્મ અને તમારી આ દાસી - બધાં સકુશળ છે, હે મારા સ્વામી! આ ગૃહસ્થાશ્રમ જ અર્થ, ધર્મ અને કામની સાધનામાં પરમ સહાયક છે. (૧૧) હે પ્રભુ! તમારા નિરંતર સ્મરણ અને કલ્યાણની કામનાને લીધે મેં અગ્નિ, અતિથિ, સેવકો, ભિક્ષુકો અને અન્ય યાચકોનો યથાસંભવ આદર કર્યો છે. (૧૨) હે ભગવન્! જ્યારે તમારા જેવા પ્રજાપતિ મને આ પ્રમાણે ધર્મપાલનનો ઉપદેશ કરી રહ્યા છે ત્યારે ભલા, મારા મનની એવી કઈ કામના હોઈ શકે કૅ જે પૂરી ન થાય? (૧૩) હે આર્યપુત્ર! સમસ્ત પ્રજા, ભલે ને પછી તે સત્ત્વગુણી, રજોગુણી કે તમોગુણી હોય
- તે તમારી જ સંતતિ છે. કેટલાંક તમારા સંકલ્પથી, તો કેટલાંક તમારા શરીરથી ઉત્પન્ન થયેલાં છે, હે ભગવન્! એ તો નિ:સંદેહ વાત છે કે તમે બધાં જ સંતાનો, ભલે ને તે અસુર હોય કે દેવતા - સૌ પ્રત્યે એક સમાન ભાવ ચખો છો. તમે સમભાવી છો તોપણ સ્વયં પરમેશ્વર પણ પોતાનાં ભક્તોની અભિલાષા પૂર્ણ કરતા રહે છે. (૧૪) હે સ્વામી! હું તમારી દાસી છું, તમે મારા કલ્યાણનો વિચાર કરો. હે મર્યાદાપાલક પ્રભુ! શત્રુઓએ અમારી સંપત્તિ અને રહેવાનાં સ્થાન સુધ્ધાં બધું છીનવી લીધું છે. તમે અમારું રક્ષણ કરો. (૧૫) બળવાન દૈત્યોએ મારા ઔશ્વર્ય, ધન, થશ અને પદને પડાવી લીધાં છે તથા અમને ઘરમાંથી બહાર કાઢી મૂક્યાં છે. આ પ્રમાણે હું દુઃખના સાગરમાં ડબી રહી છું. (૧૬) અમારું ભલું કરનાર તમારાથી ચહિયાતું બીજું કોઈ નથી; તેથી મારા હિતકર સ્વામી! તમે સમજી-વિચારીને પોતાના સંકલ્પથી જ મારા કલ્યાણનો કોઈ એવો ઉપાય કરો કે જેનાથી મારા પુત્રોને તે બધી વસ્તુઓ ફરીથી મળી જાય. (૧૭) ૧. પ્રા. પા. - યશસ્વિનિ | 826 શ્રીમદભાગવત, [અ૦૧૬ કંછુક ઉવાચ એવમભ્યર્થિતોડદિત્યા કસ્તામાહ સ્મયન્નિવ | અહો માયાબલં વિષ્ણોઃ સ્નેહબદ્ધમિદં જગત્ || ૧૮।। ક્વદેહો ભૌતિકોડનાત્મા ’ ક્વ ચાત્માપ્રકૃતેઃપરઃ । કસ્ય કે પતિપુત્રાધા મોહ એવ હિ કારણમ્ || ૧૯॥। ઉપતિષ્ઠસ્વ પુરુષં ભગવન્તં જનાર્દનમ્ | સર્વભૂતગુહાવાસં વાસુદેવં જગદ્ગુરુમ્ ॥ ૨૦॥ સવિધાસ્યતિતે કામાન્ હરિર્દીનાનુકમ્પનઃ૨ । અમોઘા ભગવદ્ધક્તિર્નેતરેતિ* મતિર્મમ ।। ૨૧॥। અદિતિરુવ/ચ કેનાહે વિધિના બ્રહ્મશ્ુપસ્થાસ્યે જગત્પતિમ્ ! યથા મે સત્યસફલ્પો વિદધ્યાત્સ મનોરથમ્ || ર૨।| આદિશ ત્વં દ્વિજશ્રેષ્ઠ વિર્ધિ તદુપધાવનમ્ | આશુ તુષ્યતિ મે દેવઃ સીદન્ત્યાઃ સહ પુત્રકેઃ ॥ ૨૩॥ કશ્યપ ઉવાચ એતન્મે ભગવાન્ પૃષ્ટઃ પ્રજાકામસ્ય પદ્મજઃ | યદાહ તે પ્રવક્ષ્યામિ વ્રતં કેશવતોષણમ્ || ર૪! ફાલ્ગુનસ્યામલે પક્ષે દ્રાદશાહં પયોવ્રતઃ | અર્ચયેદરવિન્દાક્ષં ભક્ત્યા પરમયાડન્વિતઃ | ર૫॥। સિનીવાલ્યાં મૃદાડડલિપ્ય સ્નાયાત્ક્રોડવિદીર્ણયા | યદિ લભ્યેત વૈ સ્ોતસ્યેતં મન્ત્રમુદીરયેત્?ે ॥ ર ૬॥ ત્વં દેવ્યાદિવરાહેણ રસાયાઃ સ્થાનમિચ્છતા । ઉદ્ધૃતાસિ નમસ્તુભ્ય પાપ્માનં મે પ્રણાશય ॥ ૨૭॥ શ્રીશુકદેવજી કહે છે - અદિતિએ જ્યારે કશ્યપજીતે આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે તેઓ થોડા વિસ્મય પામ્યા અને બોલ્યા - “ઘણા આશ્ચર્યની વાત છે. ભગવાનની માયા કેવી પ્રબળ છે! આ સઘળું જગત સ્નેહના દોરથી બંધાયેલું છે. (૧૮) ક્યાં પંચભૂતોથી બનેલું આ અનાત્મ શરીર અને ક્યાં પ્રકૃતિથી પર આત્મા! નથી કોઈનો કોઈ પતિ, નથી પુત્ર કે નથી સંબંધી, મોહ જ મનુષ્યને નચાવી રહ્યો છે. (૧૯) હે પ્રિયા! તમે સમસ્ત પ્રાન્નીઓના હૃદયમાં વિરાજમાન, પોતાના ભક્તોનાં દુઃખ હરનારા, જગદ્ગુરુ ભગવાન શ્રીવાસુદેવની આરાધના કરો. (૨૦) તેઓ દીનજનો પ્રત્મે અનુકંપાશીલ છે. શ્રીહરિ અવશ્ય તમારી કામનાઓ પૂર્ણ કરશે. મારો એવો દંઢ મત છે કે ભગવાનની ભક્તિ ક્યારેય કોગટ જતી નથી. આ સિવાય અન્ય કોઈ ઉપાય નથી.” (૨૧) અદિતિએ પૂછયું - હે ભગવન્| હું જગદીશ્વર ભગવાનની આરાધના કઈ રીતે કરું કે જેથી સત્યસંકલ્પ તે પ્રભુ મારો મનોરથ પૂર્ણ કરે? (૨૨) હે પતિદેવ! હું પોતાના પુત્રો સહિત ધણું જ દુઃખ ભોગવી રહી છું; તો તે પ્રભુ જેનાથી મારા પર સત્વરે પ્રસન્ન થઈ જાય તેવી તેમની આરાધનાની વિધિ મને બતાવો. (ર૩) કશ્યપજીએ કહ્યું - (હે દેવી!) મને જ્યારે સંતાનગ્રાપ્તિની કામના થઈ હતી ત્યારે મેં ભગવાન બ્રહ્માજીને આ જ પ્રશ્ન કર્યો હતો. ભગવાનને પ્રસન્ન કરનારા જે વ્રતનો તેમણે મને ઉપદેશ કર્યો હતો તે જ હું તમને કહી સંભળાવું છું. (૨૪ ફાગન્ન માસના શુક્લ પક્ષમાં બાર દિવસ સુધી માત્ર દ્ધ જ પીવું અને પરમ ભક્તિભાવપૂર્વક ભગવાન કમલનયનની પૂજા કરવી, (૨૫) અમાસના દિવસે જો મળી શકે તો સૂવરે ખોદેલી માટીથી પોતાનું શરીર ચોળીને નદીમાં સ્નાન કરવું અને તે સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ - (૨૬) “હે (પૃથ્વી)દેવી! પ્રાણીઓને સ્થાન આપવાની ઇચ્છાથી વરાહ ભગવાને રસાતલમાંથી તમારો ઉદ્ધાર કર્યો હતો. તમને મારા નમસ્કાર છે; તમે મારાં પાપોનો નાશ કરી દો.” (૨૭) ૧, પ્રા. પા. - તકો નામ | ૨. પ્રા. પા. - કમ્યકઃ | ૩. પ્રા. પા. - ત્દ્રક્તિઃ પરા ચેતિ મતિન | ૪. પ્રા. પા. - ન્દાહરેત્ | અ૦૧૬] આઠમો સ્કંધ * 827 નિર્વર્તિતાત્મનિયમો દેવમર્ચેત્સમાહિતઃ | અર્ચાયાં સ્થણ્ડિલે સૂર્યે જલે વહી ગુરાવપિ || ર૮ નમસ્તુભ્યં ભગવતે પુરુષાય મહીયસે | સર્વભૂતનિવાસાય વાસુદેવાય સાક્ષિણે || ર૯॥ નમોડવ્યક્તાય સૂક્ષ્માય પ્રધાનપુરુષાય ચ |! ચતુર્વિશદ્ગુણજ્ઞાય ગુણસડખ્યાનહેતવે || ૩૦॥ નમો દ્વિશીર્ષ્ણે ત્રિપદે ચતુઃ્જૃદ્રાય ત્તવે | સપ્તહસ્તાય યજ્ઞાય ત્રયીવિદ્યાત્મને નમઃ || ૩૧।। નમઃ શિવાય રુદ્રાય નમઃ શક્તિધરાય ચ | સર્વવિદ્યાધિપતથે ભૂતાનાં પતયે નમઃ | ૩૨॥। નમો હિરણ્યગર્ભાય પ્રાણાય” જગદાત્મને । યોર્ગૈશ્ચર્યશરીરાય નમસ્તે યોગહેતવે 1 ૩૩॥। નમસ્ત આદિદેવાય સાક્ષિભૂતાય* તે નમઃ | નારાયણાય ત્રદષયે નરાય હરયે નમઃ | ૩૪! નમો મરકતશ્યામવપુષેડધિગતશ્રિષે | કેશવાય નમસ્તુભ્યં નમસ્તે પીતવાસસે || ૩૫।। ત્વં સર્વવરદઃ પુંસાં વરેણ્ય વરદર્ષભ | અતસ્તે શ્રેયસે ધીરાઃ પાદરેણુમુપાસતે || ૩૬।। અન્વવર્તન્ત યં દેવાઃશ્રીશ્ચ તત્પાદપદ્મયોઃ ર ! સ્પૃહયન્ત ઇવામોદં ભગવાન્ મેપ્રસીદતામ્ | ૩૭॥। ત્યારબાદ પોતાના નિત્ય અને નૈમિત્તિક નિયમોનું આચરણ સંપન્ન કરીને એકાગ્રચિત્તે મૂર્તિ, વેદી, સૂર્ય, જળ, અગ્નિ અને ગુરુદેવના રૂપમાં ભગવાનની પૂજા કરવી; (ર૮) (અને આ પ્રમાણે સ્તુતિ કરવી કે) “હે પ્રભુ! આપ સર્વશક્તિમાન છો, અંતર્યામી અને આરાધનીય છો. સઘળાં પ્રાણીઓ આપનામાં અને આપ સઘળાં પ્રાણીઓમાં નિવાસ કરો છો; તેથી જ આપને “વાસુદેવ’ કહે છે. આપ સમસ્ત ચરાચર જગતના અને તેના કારણના પણ સાક્ષી છો. હે ભગવન્! આપને મારા નમસ્કાર છે. (૨૯) આપ અવ્યક્ત અને સૂક્ષ્મ છો. પ્રકૃતિ અને પુરુષરૂપે પણ આપ જ વિદ્માન છો. આપ ચોવીસ ગુશોને જાણનારા અને ગુશોની સંખ્યા કરનારા સાંખ્યશાસ્ના પ્રવર્તક છો. આપને મારા નમસ્કાર છે. (૩૦) આપ તે યજ્ઞ છો કે જેનાં પ્રાયણીય અને ઉદયનીય - એ બે કર્મો મસ્તક છે; પ્રાતઃ, મધ્યાહ્ધ અને. સાયંકાળ - એ ત્રણ સમય ત્રણ ચરણ છે; ચાર વેદ ચાર શૃંગ છે; ગાયત્રી વગેરે સાત છંદ સાત હાથ છે. એ ધર્મમય વૃષભરૂપ યશ વેદો વડે પ્રતિપાદિત થયેલો છે અને તેનો આત્મા સ્વયં આપ જ છો. આપને મારા નમસ્કાર છે. (૩૧) આપ જ લોકકલ્યાણ કરનારા શિવ છો અને આપ જ પ્રલય કરનારા રુદ્ર છો. સમસ્ત શક્તિઓને ધારણ કરનારા પણ આપ જ છો. આપને મારા વારંવાર નમસ્કાર છે. આપ સમસ્ત વિધ્યાઓના અધિપતિ તેમ જ સધળાં ભૂતોના સ્વામી છો. આપને મારા નમસ્કાર છે. (૩૨) આપ જ સૌના પ્રાણ છો અને આપ જ આ જગતના સ્વરૂપ પણ છો. આપ યોગનું કારણ તો છો જ, સ્વયં યોગ અને તેનાથી મળનારું એશ્ચર્ય પણ આપ જ છો. હે હિરશ્યગર્ભ! આપને મારા નમસ્કાર છે. (૩૩) આપ જ આદિદેવ છો, સૌના સાક્ષી છો. આપ જ નરનારાયણ ત્દષિના રૂપમાં પ્રગટ સ્વયં ભગવાન છો. આપને મારા નમસ્કાર છે. (૩૪) આપનું શરીર મરકતમણિ જેવું શામળું છે. સમસ્ત સંપત્તિ અને સૌંદર્યનાં દેવી લક્મીજી આપનાં સેવિકા છે. હે પીતાંબરધારી કેશવ! આપને મારા વારંવાર નમસ્કાર છે. (૩૫) આપ બધા પ્રકારનાં વરદાન આપનારા છો, વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ છો. આપ જીવોના એકમાત્ર વરણ કરવા યોગ્ય છો, અને આ જ કારણે ધીર-વિવેકી મનુષ્યો પોતાના કલ્યાણ માટે આપની ચરશ્રજની ઉપાસના કરે છે. (૩૬) જેમનાં ચરણકમળોની સુગંધ પ્રાપ્ત કરવાની લાલસાથી સમસ્ત દેવો અને સ્વયં લક્ષ્મીજી પણ જેમની સેવામાં રત રહે છે તે ભગવાન મારા પર પ્રસન્ન થાઓ.” (૩૭) ૧. પ્રા. પા. - દેવાય | ૨. પ્રા. પા. - દેવદેવાય તે! ૩. પ્રા. પા. - યત્પાન ! 828 શ્રીમદભાગવત _] [અ૦૧૬ એતેર્મન્ત્રેટૈષીકેશમાવાહનપુરસ્કૃતત્ । અર્ચયેચ્છ્દ્ધયા યુક્તઃ પાદ્યોપસ્પર્શનાદિભિઃ ॥ ૩૮॥ અર્ચિત્વા ગન્ધમાલ્યાદૈઃ પયસા સ્નપયેટ્રિભુમ્ ! વસ્્રોપવીતાભરણપાદ્ોપસ્પર્શનૈસ્તતઃ૧ । ગન્ધધૂપાદિભિશ્ચાર્ચેદ્ દ્વાદશાક્ષરવિધયા || ૩૯॥ શ્રૃતં પયસિચે નૈવેદ્ય શાલ્યન્નં વિભવે સતિ । સસર્પિઃ સગુર્ડં દત્ત્વા જુહુયાન્મૂલવિધયા || ૪૦॥ નિવેદિતં તદ્ધક્તાય દધાદ્ ભુગ્જીત વા સ્વયમ્ | દત્ત્વાડડચમનમર્ચિત્વા તામ્બૂલં ચ નિવેદયેત્ । ૪૧॥ જપેદષ્ટોત્તરશતં સ્તુવીત સ્તુતિભિઃ પ્રભુમ્ ! કૃત્વા પ્રદક્ષિણં ભૂમૌ પ્રણમેદણડવન્મુદા ॥૪૨॥ કૃત્વા શિરસિ તચ્છેષાં દેવમુદ્ધાસયેત્તતઃ । દ્રયવરાન્ ભોજયેદ્રિપ્રાન્પાયસેન યથોચિતમ્ 1૪૩॥ ભુગ્જીત તૈરનુજ્ઞાતઃ શેષં સેષ્ટઃ સભાજિતૈઃ । બ્રહ્મચાર્યથ તદરાત્રયાં શ્વોભૂતે પ્રથમેડહનિ ॥ ૪૪॥ સ્નાતઃ શુચિર્યથોક્તેન વિધિના સુસમાહિતઃ | પયસા સ્નાપયિત્વાડર્ચેદ્ાવદ્વ્રતસમાપનમ્ । ૪૫॥ પયોભક્ષો વ્રતમિદં ચરેદ્રિષ્ક્વર્ચનાદૅતઃ ! પૂર્વવજ્જુહુયાદગ્નિ બ્રાહ્મણાંશ્વાપિ ભોજયેત્ | ૪૬।। એવં ત્વહરહઃ કુર્યાદ્ દ્રાદશાહૅ પયોવ્રતઃ । હરેરારાધનં હોમમર્હણં દ્વિજતર્ષણમ્ 1૪૭॥ પ્રતિપદ્નિનિમારભ્ય યાવચ્છુક્લત્રયોદશી | બ્રહ્મચર્યમધઃસ્વપ્નં સ્નાન ત્રિષવણં ચરેત્ | ૪૮ [હે પ્રિયા! ભગવાન શ્રીહૃષીકેશનું આવાહન પહેલાં જ કરી લેવું. પછી આ મંત્રો વડે પાઘ, આચમન વગેરે સાથે શ્રદ્ધાપૂર્વક મન જોડીને પૂજા કરવી. (૩૮) ગંધ, માળા વગેરેથી પૂજા કરીને ભગવાનને દૂધથી સ્નાન કરાવવું. ત્યારબાદ વસ્ત્રો, યજ્ઞોપવીત, આભૂષણો, પાઘ, આચમન, ગંધ, ધૂપ વગેરે વડે દ્વાદશાક્ષર મંત્રથી ભગવાનની પૂજા કરવી. (૩૯) જો શક્તિ હોય તો દ્ધમાં રાંધેલા તથા ઘી અને ગોળ મેળવેલા ડાંગરના ચોખાનું નૈવેધ ધરાવવું અને દ્વાદશાક્ષર મંત્રસહિત તેનો હવન કરવો, (૪૦) તે નૈવેધ ભગવાનના ભક્તોમાં વહેંચી દેવું અથવા પોતે જ લેવું, આચમન અને પૂજન કર્યા પછી તાંબૂલ નિવેદિત કરવું. (૪૧) એક્સો આઠ વાર દ્વાદશાક્ષર મંત્રનો જપ કરવો અને સ્તુતિઓ વડે ભગવાનનું સ્તવન કરવું. પ્રદક્ષિણા કરીને ખૂબ પ્રેમ અને આનંદથી જમીન પર આળોટીને દંડવત્ પ્રણામ કરવા. (૪૨) નિર્માલ્ય માથે ચડાવવું અને પછી દેવતાનું વિસર્જન કરવું. (પછી) ઓછામાં ઓછા બે બ્રાહ્મણોને યથાયોગ્ય રીતે ખીરનું ભોજન કરાવવું; (૪૩) દક્ષિણા વગેરે આપીને તેમનો સત્કાર કરવો. ત્યારબાદ તેમની આજ્ઞા લઈને શેષ બચેલું અન્ન પોતાના ઇષ્ટ મિત્રો સાથે પોતે ગ્રહ કરવું. તે દિવસે બ્રહ્મચર્યપૂર્વક રહેવું અને. બીજે દિવસે સવારે જ સ્નાન વગેરેથી પરવારીને પવિત્રતાપૂર્વક, અગાઉ કહેલી વિધિ પ્રમાણે, એકાગ્રચિત્ત, થઈને ભગવાનની પૂજા કરવી. આ પ્રમાણે વ્રત જયાં સુધી સમાપ્ત ન થાય ત્યાં સુધી દૂધથી સ્નાન કરાવીને દરરોજ ભગવાનની પૂજા કરવી. (૪૪-૪૫) ભગવાનની પૂજામાં આદરભાવ રાખીને, કેવળ પયોદ્રતી રહીને આ વ્રત કરવું જોઈએ, અગાઉની જેમ જ દરરોજ હવન કરવો જોઈએ અને બ્રાહ્મણોને ભોજન પદ્મ કરાવવું જોઈએ. (૩૬) આ પ્રમાણે પયોદ્રતનું આચરણ કરતા રહીને બાર દિવસ સુધી દરરોજ ભગવાનની આરાધના, હોમહવન અને પૂજન કરવું તથા બ્રાહ્મણોને. ભોજન કરાવવું. (૪૭). ફાગણ સુદિ પડવાના દિવસથી શરૂ કરી તેરશ સુધી બ્રહ્મચર્યપૂર્વક રહેવું, પૃથ્વી પર સૂવું અને ત્રિકાળસ્નાન ૧. પ્રા. પા. - સ્્સ્પર્શનાદિભિઃ। ૨. પ્રા. પા. - પય: સનેવેલં ! અ૦૧૬] આકમો સ્કંધ 829 વર્જયેદસદાલાપં ભોગાનુચ્ચાવચાંસ્તથા ! અ્હિસઃ સર્વભૂતાનાં વાસુદેવપરાયણઃ || ૪૯।। ત્રયોદશ્યામથો વિષ્ણોઃ સ્નપનં પગ્ચકેર્વિભોઃ । કારયેચ્છાસ્રદેષ્ટેન વિધિના વિધિકોવિદૈઃ | ૫૦॥ પૂજાં ચ મહતી કુર્યાદ્િત્તશાઠ્ચવિવર્જિતઃ । ચરું નિરૂપ્ય પયસિ શિપિવિષ્ટાય વિષ્ણવે | ૫૧ શ્રતેન તેન પુરુષં યજેત સુસમાહિતઃ । નૈવેદ્ય ચાતિગુણવદ્ દઘાત્પુરુષતુષ્ટિદમ્ | પર || આચાર્ય જ્ઞાનસમ્પન્નં વસ્્રાભરણધેનુભિઃ । તોષયેદંત્વિજશ્ષૈવ તદ્રિદ્રયારાધનં હરેઃ | ૫૩॥। ભોજયેત્તાન્ ગુણવતા સદન્નેન શુચિસ્મિતે । અન્યાંશ્બ્રાહ્મણાગ્છક્ત્યા’ યે ચ તત્ર સમાગતાઃ ।। પ૪॥ દક્ષિણાં ગુરવે દઘાદૃત્વિગ્ભ્યશ્ચ યથાર્હતઃ । અન્ઞાધેનાશ્ચપાકાંશ્વ પ્રીણયેત્સમુપાગતાન્ ॥ પપ॥ ભુક્તવત્સુ ચ સર્વેષુ દીનાન્ધકૃપણેષુચ ચ । વિષ્ણોસ્તત્મીણનં વિદ્વાન્ભુગ્જીત સહ બન્ધુભિઃ ॥ પ૬॥ નૃત્યવાદિત્રગીતૈશ્વ સ્તુતિભિઃ સ્વસ્તિવાચકૈઃ । કારયેત્તત્કથાભિશ્ચ” પૂજાં ભગવતોડન્વહમ્ | ૫૭॥ એતત્પયોવ્રતં નામ પુરુષારાધનં પરમ્ | પિતામહેનાભિહિતં મયા? તે સમુદાહતમ્ 1 ૫૮॥ ત્વં ચાનેન મહાભાગે સમ્યકચીર્ણેન કેશવમ્ । આત્મના શુદ્ધભાવેન નિયતાત્મા” ભજાવ્યયમ્ ॥ ૫૯॥ કરવું. (૪૮) અસત્ય ન બોલવું, પાપીઓ સાથે વાતચીત કરવી નહીં,પાપવિષયક ચર્ચા કરવી નહીં; નાના-મોટા બધા પ્રકારના ભોગોનો ત્યાગ કરી દેવો. કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારનું કષ્ટ આપવું નહીં અને ભગવાનની આરાધનામાં જ વ્યસ્ત રહેવું. (૪૯) તેરશના દિવસે વિધિ જાણનાર બ્રાહ્મણો દ્વારા શાસ્રોક્ત વિધિથી ભગવાન શ્રીવિષ્ણુને પંચામૃત-સ્નાન કરાવવું. (૫૦) તે દિવસે ધનનો સંકોચ (કરકસર) છોડીને ભગવાનની મહાપૂજા કરવી જોઈએ અને દૂધની ખીર બનાવીને ભગવાન શ્રીવિષ્ણુને અર્પન્ન કરવી જોઈએ. (૫૧) અત્યંત એકાગ્રચિત્તે તે સાંધેલી ખીર વડે ભગવાનનું યજન કરવું જોઈએ અને તેમને પ્રસન્ન કરનારું ગુણયુક્ત તથા સ્વાદિષ્ટ નૈવેદ અર્પણ કરવું જોઈએ. (પર ) ત્યારબાદ જ્ઞાનસંપન્ન આચાર્ય અને ત્રત્વિજોને વસો, આભૂપબ્રો, ગાયો વગેરેનું દાન કરીને સંતુષ્ટ કરવા જોઈએ. હે પ્રિયા! આને પણ ભગવાનની જ આરાધના સમજવી જોઈએ. (૫૩) હે પ્રિયા! આચાર્ય અને શત્વિજોને તો શુદ્ધ, સાત્વિક અને ગુણયુક્ત ભોજન કરાવવું જ જોઈએ, બલકે બીજા બ્રાહ્મણોને અને પધારેલા અતિથિઓને પણ પોતાની શક્તિ પ્રમાણે ભોજન કરાવવું જોઈએ. (૫૪) ગુરુ અને શત્વિજોને યથાયોગ્ય દક્ષિણા આપવી જોઈએ. ચાંડાલ વગેરે. કે જેઓ આપમેળે જ આવી ચડ્યા હોય તે બધાને તથા ગરીબ, અંધ અને અશક્ત મનુષ્યોને પણ અન્નદાન વગેરેથી સંતુષ્ટ કરવા જોઈએ. જ્યારે બધા લોકો જમી પરવારે ત્યારે તે બધાના સત્કારને ભગવાનની પ્રસન્નતાનું સાધન સમજીને પોતાના ભાઈબંધુઓ સાથે સ્વયં ભોજન કરવું. (૫૫-૫૬) પડવાની તિથિથી શરૂ કરી તેરશ સુધી દરરોજ નૃત્ય-ગીત, ગાન-વાદ્ય, સ્તુતિ, સ્વસ્તિવાચન અને ભગવાનની લીલા-કથાઓ વડે ભગવાનની પૂજા કરવી અને કરાવવી, (૫૭) હે પ્રિયા! આ (ત્રત) ભગવાનની શ્રેષ્ઠ આરાધના છે. આ વ્રતનું નામ “પયોવ્રત’ છે. બ્રહ્માજીએ મને જેવું બતાવ્યું હતું તેવું જ મેં તમને તે કહી બતાવ્યું. (૫૮) હે દેવી! તમે ભાગ્યશાળી છો. પોતાની ઇન્દ્રિયોને વશ કરીને શુદ્ધભાવે તેમ જ શ્રદ્ધાપૂર્ક ચિત્તે આ વ્રતનું સમ્યક્પણે અનુષ્ઠાન કરો અને એના વડે અવિનાશી ભગવાનની આરાધના કરો. (૫૯) ૧. પ્રા. પા. - મુક્તાન્ । ૨. પ્રા. પા. - ત્કૃપણ્ાદિપુ ! ૩. પ્રા. પા. - ત્સત્કથાન । ૪. પ્રા. પા. — મમ । પ. પ્રા. પા. - ભજનીયં | 830 શ્રીમદભાગવત [અ૦૧૭ અયં વૈ સર્વયજ્ઞાખ્યઃ સર્વવ્રતમિતિ સ્મૃતમ્ | તપઃસારમિદં ભદ્રે દાનં ચેશ્વરતર્પણમ્ | ૬૦॥ ત એવ નિયમાઃ સાક્ષાત્ત એવ ચ યમોત્તમાઃ | તપો દાનં વ્રતં યજ્ઞો યેન તુષ્યત્યધોક્ષજઃ || ૬૧।। તસ્માદેતદ્વ્રતં ભદ્રે પ્રયતા શ્રદ્ધયા ચર | ભગવાન્ પરિતુષ્ટસ્તે વરાનાશુ વિધાસ્યતિ ।। ૬૨ ॥ હે ક્લ્યા્ની! આ વ્રત ભગવાનને સંતુષ્ટ કરનારું છે, તેથી તે “સર્વયજ’ અને ‘સર્વત્રત’ના નામે જાણીતું છે. આ વ્રત સધળાં તપોનો સાર છે અને સધળાં દાનોમાં મુખ્ય દાન છે. (૬૦) જેમના થકી ભગવાન પ્રસન્ન થાય તે જ સાચા નિયમ છે, તે જ ઉત્તમ યમ છે, તે જ વાસ્તવમાં તપ, દાન, વ્રત અને યજ્ઞ છે. (૬૧) તેથી હે દેવી! તમે સંયમ અને શ્રદ્ધાપૂર્વક આ વ્રતનું અનુષ્ઠાન કરો. ભગવાન સત્વરે તમારા પર પ્રસન્ન થશે અને તમારી અભિલાષા પૂરી કરશે. (૬૨) ક્ક્ક્ક્ક્ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધેડદિતિ- પયોદ્રતકથર્નપ નામ પોડશોડધ્યાયઃ ॥ ૧૬॥ આઠમા સ્કંધ-અંતર્ગત અદિતિને પ્રયોવ્રતનું કથન નામનો સોળમો અધ્યાય સમાપ્ત.