Śrīmad Bhāgavatam

સમુદ્રમંથનનો આરંભ અને ભગવાન શંકરનું વિષપાન

સમુદ્રમાંથી અમૃતનું પ્રગટ થવું અને ભગવાને મોહિની-અવતાર ધરવો
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સાતમો અધ્યાય

સમુદ્રમંથનનો આરંભ અને ભગવાન શંકરનું વિષપાન કીઠુક ઉવાચ | શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) દેવો અને તે નાગરાજમામન્ત્ય કલભાગેન વાસુકિમ્‌ | પરેવીય ગિરૌ તસ્મિન્નેત્રમબ્ધિં મુદાન્વિતાઃ ॥ ૧॥ આરેભિરે સુસંયત્તાચ અમૃતાર્થ કુરૂદ્રહ | હરિઃ પુરસ્તાજ્જગૃહે પૂર્વ દેવાસ્તતોડભવન્‌ ॥ ૨॥ તન્ૈચ્છન્‌ દૈત્યપયતયો મહાપુરુષચેષ્ટિતમ્‌ । ન ગૃહ્ધોમો વયં પુચ્છમહેરકમમડાલમ્‌ | ૩ દાનવોએ. “સમુદ્રમંથનથી મળનારા અમૃતમાં તમારો પણ ભાગ રહેશે’ એવું વચન આપીને નાગોના રાજા વાસુદિને પણ સામેલ કર્યા. ત્યારબાદ તે લોકોએ વાસુકિ નગને નેતરાની જેમ મંદરાચલ પર લપેટીને સારી પેઠે તત્પર થઈને ઘણા ઉત્સાહ અને આનંદથી અમૃત મેળવવા માટે સમુદ્રનું મંથન આરંભ્યું. તે સમયે સૌના પહેલાં અજિત ભગવાન, વાસુડિના મુખ તરફના છેડે રહ્યા હોવાથી (બધા) દેવો પલ્ન તે બાજુએ જ ખેંચવા ઊભા રહ્યા. (૧-૨) પરંતુ ભગવાનની આ ચેષ્ટા દૈત્યસેનાપત્તિઓને ગમી નહીં, તેથી તેમણે કહ્યું, “‘પૂંછડું તો નાગનું અશુભ અંગ છે, અમે તેને પકડીશું નહીં. (૩), ૧. પ્રાથીન પ્રતમાં “મન્દચચલાનયનં નામ’ - એટલો ભાગ નથી. ૨. પ્રા. પા. - સુરા થત અૃતાર્ધાઃ 7થ શ્રીમદભાગવત [અ૦૭ સ્વાધ્યાયશ્રુતસમ્પન્નાઃ પ્રખ્યાતા જન્મકર્મભિઃ । ઇતિતૃષ્ણી સ્થિતાન્‌દૈત્યાન્‌વિલોક્ય પુરુષોત્તમઃ | સ્મયમાનો વિસૃજ્યાગ્ર પુચ્છ જગ્રાહ સામરઃ ॥ ૪10 કૃતસ્થાનવિભાગાસ્ત એવં કશ્યપનન્દનાઃ મમન્થુઃ પરમાયત્તા અમૃતાર્થ પયોનિધિમ્‌ ॥૫॥ મથ્યમાનેડર્ણવે સોડદ્રિરનાધારો હ્યપોડવિશત્‌ । પ્રિયમાણ્ોડપિ બલિભિર્ગોરવાત્યાણ્ડુનન્દન || ૬॥ તે ચંસુનિર્વિણણમનસઃ પરિમ્લાનમુખશ્રિયઃ ! આસન્‌ સ્વપૌરુષે નષ્ટે દેવેનાતિબલીયસા | ૭॥ વિલોક્ય વિષ્નેશવિધિ તદેશ્વરો દુરન્તવીર્યોડવિતથાભિસન્ધિઃ 1 કૃત્વા વપુઃ કાચ્છપમહ્ુતં મહત્‌ પ્રવિશ્ય તોયં ગિરિમુજ્જહાર | ૮॥ તમુત્થિતં વીક્ય કુલાચલં પુનઃ સમુત્થિતા* નિર્મથિતું સુરાસુરાઃ / દધાર પૃષ્ઠેન સ લક્ષયોજન- પ્રસ્‍તારિણા દ્રીપ ઇવાપરો મહાન્‌ ૯ સુરાસુરેન્ટેર્ભુજવીર્યવેપિતં પરિભ્રમન્તં ગિરિમક પૃષ્ઠતઃ | બિભ્રત્‌ તદાવર્તનમાદિકચ્છપોર્ે મેનેડડ્ાકણ્ડૂયનમપ્રમેયઃ ॥૧૦॥ તથાડસુરાનાવિશદાસુરેણ રૂપેણ તેષાં બલવીર્યમીરયન્‌ | ઉદ્ીપયન્‌ દેવગળ્રાંશ્ર વિષ્ણુ- દૈવેન નાગેન્દ્રમબોધરૂપઃ ॥ ૧૧) અમે વેદશાસોનું વિધિપૂર્વક અધ્યયન કરેલું છે, ઊંચા કુળમાં અમારો જન્મ થયેલો છે અને વીરતાનાં મોટાં-મોટાં કામ અમે કર્યા છે. અમે દેવો કરતાં કઈ વતતે ઓછા છીએ?”

  • આમ કહીને તે દાનવો એક તરફ ઊભા રહી ગયા. તેમની આ મનોવૃત્તિ જોઈને ભગવાને મલકાઈને વાસૂકિનું. મોઢું છોડી દીધું અને પોતે દેવોની સાથે પૂંછડું પકડી લીધું. (૪) આ પ્રમાણે પોત-પોતાનાં સ્થાન નિશ્ચિત કરીને દેવો અને દાનવો અમૃત મેળવવા માટે ખૂબ જ ઉત્સાહથી સમુદ્રનું મંથન કરવા લાગ્યા. (૫) હે પાંડુનંદન (પરીક્ષિત)! જ્યારે સમુદ્રમંમન થવા લાગ્યું ત્યારે મહાબળવાન દેવો અને દાનવોના પકડી ચખવા છતાં પણ મંદરાચલ પોતાના વજનની અધિક્તાને લીધે અને તીચે કોઈ આધાર નર્હી હોવઃને કારણે સમુદ્રમાં ડબવા લાગ્યો. (૬) આ પ્રમાણે અતિબળવાન દૈવ થકી પોતાનું કર્યું-કારવ્યું બધું ન્ટ થતું જોઈને તે બધા મનથી ખિન્ન થઈ ગયા અને તેમનાં મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ. (૭) તે સષયે ભગવાને જોયું કે આ તો વિષ્નેશનું કારસ્તાન છે, તેથી તેમલે તે (વિધ્ન)ના નિવારણનો ઉપાય વિચારી લઈને પોતે વિશાળ અને વિલક્ષણ કચ્છપનું રૂપ ધારણ કર્યું (તેમનું આ રૂપ એક લાખ યોજન વિસ્તારનું હતું.) અને સમુદ્ર્મ જળમાં પ્રવેશીને મંદરાચલને (પોતાની પીઠ પર) ઉપર ઊંચકી રાખ્યો. ભગવાનની શક્તિ અનંત છે. તેઓ સત્યસંકલ્પ છે. તેમના માટે આ કઈ મોટી વાત હતી? (૮) દેવો અને દાનવોએ જોયું કે મંદરાચલ હવે ઉપર ઊંચકાઈ આવ્યો છે ત્યારે તેઓ ફરીથી સમુદ્રમંથન માટે ઉત થઈ ગયા. તે સમયે ભગવાને જંબુદ્રીપ જેવડી, એક લાખ જોજનના વિસ્તારવાળી પોતાની પીઠ પર મંદરાચલને ધારણ કરી રાપ્યો હતો. (૯) મોટા-મોટા દેવો અને દાનવોએ જ્યારે પોતાના બાહુબળથી મંદરાચલને હલાવ્યો ત્યારે તે ભગવાનની પીઠ પર ઘૂમવા લાગ્યો. અનંત શક્તિમાન આદિકચ્છપ ભગવાનને તે પર્વતનું ચકરાવે ઘુમવું એવું લાગતું હતું કે જાણે કોઈ તેમની પીઠને ખંજવાબતું હોય. (૧૦) એ સાથે જ ભગવાને સમુદ્રમંથનને સફળ કરવા માટે અસુરોમાં પોતાની શક્તિ અને બળને વધારતા રહીને અસુરરૂધે પ્રવેશ કર્યા; અને તેવી જ રીતે તેમણે દેવતાઓને પ્રોત્સાહિત કરતા રહીને તેમનામાં દેવરૂપે પ્રવેશ કર્યો; જ્યારે વાસુકિ નાગમાં નિદ્વરૂપે ક્રવેશ કર્યો. (જેથી તેને ખેંચતી વેળાએ કષ્ટ ન થાય.) (૧૧) ૧. પ્રા. પ્‌. - ન્ડતિબલિક । ૨. પ્રા. પા. - તુ તિન | ૩. પ્રા. પા. - સમુધતા | ૪, મા. પા. - તદામન્યન# | અ૦૭] આઠમો સ્કંધ 785 ઉપર્યગેન્દ્ર ગિરિરાડિવાન્ય આક્રમ્મ હસ્તેન સહસબાહુઃ | તસ્થૌ દિવિ બ્રહ્મભવેન્દ્રમુખ્યૈ-. રભિષ્ટુવદ્ધિઃ સુમનોડભિવૃષ્ટઃ || ૧૨ ઉપર્યધશ્ચાર્ત્માનિ ગોત્રનેત્રયોઃ પરેણ તે પ્રાવિશતા સમેધિતાઃ | મમન્થુરબ્ધિ તરસા પદોત્કટા મહાદ્રિણા* ક્ષોભિતનક્રચક્રમ્‌ ॥૧૩॥। અહીન્દ્રસાહસ્રકઠોરદેડ્મુખ- શ્વાસાઝ્નિધૂમાહતવર્ચસોડસુરાઃ 1 પૌલોમકાલેયબલીલ્વલાદયો દવાગ્નિદગ્ધાઃ સરલા ઇવાભવન્‌ ।૧૪॥ દેવાંશ્ર તચ્છવાસશિખાહતપ્રભાન્‌ ધૂમ્નામ્બરસ્રગ્વરકગ્યુકાનનાન્‌્ચે | સમભ્યવર્ષન્‌ ભગવદ્રશા ઘના વવુઃ સમુદ્રોર્મ્યુપગૂઢવાયવઃ ॥ ૧૫॥। મથ્યમાનાત્‌” તથા સિન્ધોર્દવાસુરવરૂથપૈઃ ! યદાસુધાનજાયેત નિર્મમન્થાડજિતઃ સ્વયમ્‌ ॥૧૬॥ મેઘશ્યામઃ કનકપરિધિઃ કર્ણવિદ્યોતવિધુ- ન્મૂર્ધ્તિ ભ્રાજદિલુલિતકચઃ સગ્ધરો રક્તનેત્રઃ । જૈત્રર્દોર્ભિજંગદભયદૈદન્દશૂકી ગૃહીત્વા મન્‌ મસા પ્રતિગિરિરિવાશોભતાડથોદ્ધૃતાદ્િઃ ॥ ૧૭॥ નિર્મથ્યમાનાદુદધેરભૂહ્ધિષ મહોલ્બણં હાલહલાહ્મમગ્રતઃ । સમ્ભ્રાન્તમીનોન્મકરાહિકચ્છપાત્‌ તિમિદ્વિપગ્રાહ્તિમિત્રિલાફુલાતઃ 11૧૮ આ તરફ, પર્વત ઉપર બીજા પર્વત જેવા બનીને સહસબાઠુ ભગવાન પોતાની ભુજાઓ વડે તેને દબાવીને બેસી ગયા. તે સમયે આકાશમાં બ્રહ્મા, શંકર, ઇન્દ્ર વગેરે તેમની સ્તુતિ કરતા, તેમના પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. (૧૨) આ પ્રમાણે ભગવાને પર્વત ઉપર તેને દબાવી રાખનારરૂપે, નીચે પર્વતના આધાર કચ્છપરૂપે, દેવો અને અસુરોનાં શરીરમાં તેમની શક્તિરૂપે, પર્વતમાં દઢતારૂપે અને નેતરું બનાવાયેલા વાસુકિ-નાગમાં નિદ્રારૂપે (કે જેથી તેને કષ્ટ ન થાય) પ્રવેશ કરીને બધાને બધી રીતે શક્તિસંપન્ન કરી દીધા.હવે તેઓ (દિવો અને દાનવો) પોતાના બળથી મદોન્મત્ત થઈને મંદરાયલ વડે ઘણા વૈગથી સમુદ્રનું મંથન કરવા લાગ્યા. તે સમયે સમુદ્ર તથા તેમાં રહેતા મગરો, માછલીઓ વગેરે જળચર જીરો ખળભળી ઊઠયાં. (૧૩) નાગરાજ વાસુકિનાં હજારો ક્કોર નેત્રોમાંથી, મુખમાંથી અને ઉચ્છ્વાસમાંથી વિષનૌ જ્વાળાઓ નીકળવા લાગી. તેમના ધુમાડાથી પૌલોમ, કાલેય, બલિ, ઇલ્વલ વગેરે અસુરો નિસ્તેજ થઈ ગયા; તે સમયે તેઓ એવા જણાતા હતા કે જાણે દાવાનળથી દાઝેલાં સરનાં વૃક્ષો ઊભાં હોય. (૧૪) દેવો પણ તેમાંથી બચી શક્યા નહીં. વાસુકિના ઉચ્છવાસોની જ્વાળાઓથી તેમનું તેજ પણ ફરીક્ડું ૫ડી ગયું. વસ્રો, માથઓ, કવચ અને મુખ ધુર્માડિયાં થઈ ગયાં. તેમની આ દશા જોઈને, ભગવાનની પ્રેરણાથી મેઘ તેમના પર જળ વરસાવવા લાગ્યાં અને વાયુ સમુદ્રનાં મોજાંઓને સ્પર્શનિ શીતળતા અને સુગંધનો સંચાર કરવા લાગ્યો. (૧૫) આ પ્રમાણે દેવો અને અસુરોએ સમુદ્રમંથન કર્યું તોપણ તેમાંથી અમૃત ઉત્પન્ન થયું નહીં ત્યારે અજિત ભગવાન સ્વયં સમુદ્રમંથન કરવા લાગ્ધા. (૧૬) મેઘ જેવા શામળા શરીર પર સોનેરી પીતાંબર, કાનોમાં વીજળીની જેમ ચમકતાં કુંડળ, માથા પર લહેરાતા વાંકડિયા વાળ, આંખોમાં રક્તવર્ણ રેખાઓ અને ગળામાં વનમાળા શોભી રહ્યાં હતાં. સંપૂર્ણ જગતને અભયદાન આપનારા પોતાના વિશ્વવિજથી ભુજદંડોથી વાસુકિનાગને પકડીને તથા કચ્છપરૂપે પર્વતને ધારણ કરીને ભગવાન જ્યારે મંદરાચલના રવૈયાથી સમુદ્રને વલોવવા લાગ્યા ત્યારે તેઓ બીજા પર્વતરાજ જેવા ઘણા જ સુંદર લાગી રહ્યા હતા. (૧૭) જ્યારે અજિત ભગવાને આ રીતે સમુદ્રનું મંથન કર્ય ત્યારે સમુદ્રમાં ભારે ખળભળાટ મચી ગયો. માછલીઓ, મગરો,સર્પ અને કાચબા ભયભીત થઈને ઉપર આવી ગયાં અને આમતેમ નાસવા લાગ્યાં, તિમિ-તિમિંગિલ વગેરે મત્સ્ય, સમુદ્રીય હાથીઓ અને ગ્રાહના સમૂહો વ્યાકુળ થઈ ગયા. તે સમયે સૌથી પહેલાં હળાહળ નામનું અત્યંત ઉગ્ર વિષ નીકળ્યું. (૧૮) ૧. પ્ર. પા. - મહાબલાઃ | ૨. પ્રા. પા. - નમ્બરારક્તકકગ્યુ- ! રૂ. પ્રાચીન પ્રતમાં ‘ભથ્યમાનાત્‌ તથા…’થી માંડીને …પૃતાદિઃ” સુધીના બે શ્લોક નથી. 7મ્6 શ્રીમદભાગવત [અ૦૭ તદુગ્રવેંગં દિશિ દિશ્યુપર્યધો વિસર્પદુત્સર્પદસહ્યમપ્રતિ 1 ભીતાઃ પ્રજા દુદ્ુવુર% સેશ્વરા અરક્ષ્યમાણાઃ શરણં સદાશિવમ્‌ || ૧૯ વિલોક્ય તં દેવવરં ત્રિલોક્યા ભવાય દેવ્યાડભિમતં મુનીનામ્‌ | આસીનમદ્રાવપવર્ગહેતો- સ્તપો જુષાણં સ્તુતિભિઃ પ્રણેમુઃ ॥ ૨૦॥ કજાપતય ઊચુઃ દેવદેવ મહાદેવ ભૂતાત્મન્‌ ભૂતભાવન | ત્રાહિ નઃશરણાપન્ઞાંએલોક્યદહનાદ્‌વિષાત્‌ ॥ ૨૧॥। ત્વમેકઃ સર્વજગત ઈશ્વરો બન્ધમોક્ષયોઃ । તં ત્વામર્ચન્તિ કુશલાઃ પ્રપન્નાર્તિહરં ગુરુમ્‌ ॥ ૨૨।। ગુણમય્યાસ્વશક્ત્યાસ્યસર્ગસ્થિત્યપ્યયાન્વિભો । ધત્સેયદાસ્વદંગ્‌ભૂમનુબ્રહ્મવિષ્ણુશિવાભિધામ્‌ | ૨૩? ત્વં બ્રહ્મ પરમં ગુહ્યં સદસદ્વાવભાવનઃ 1 નાનાશક્તિભિરાભાતસ્ત્વમાત્માચે જગદીશ્વર: ચ્૪॥ ત્વં શબ્દયોનિર્જગદાદિરાત્મા પ્રાણેન્દ્રિયદ્રવ્યગુણસ્વભાવઃ કાલઃ ક્રતુઃ સત્યમૃતં ચ ધર્મ- સ્ત્વય્યક્ષરં યત્‌ ત્રિવૃદામનન્તિ |! રપ॥ અગ્નિર્મુખ તેડખિલદેવતાત્મા” ક્ષિતિં વિદુર્લોકભવાડધ્રિપકજમ્‌ ! કાલં ગર્તિ તેડખિલદેવતાત્મનો દિશશ્ચ કર્ણો રસનં જલેશમ્‌ ॥૨૬॥ તે અત્યંત ઉગ્ર વિષ બધી દિશાઓમાં ઉપર અને નીચે -સર્વત્ર ઊડવા અને ફેલાવા લાગ્યું. આ અસહ્ય વિષમાંથી બચવાનો કોઈ ઉપાય પણ ન હતો. ભયભીત થયેલાં સધળાં પ્રજાજનો અને પ્રજાપતિઓ કોઈના ધકી બચાવ નહીં થતાં ભગવાન સદાશિવના શરણમાં ગયાં. (૧૯) ભગવાન શંકરજી સતીજી સાથે કૈલાસ પર્વત પર વિરાજ્માન હતા; મોટા-મોટા ત્રષિમુનિઓ તેમની સેવા કરી રહ્યા હતા. તેઓ ત્યાં ત્રણે લોકોના અભ્યુદય અને મોક્ષ માટે તપ કરી રહ્યા હતા. પ્રજાપત્તિઓએ તેમનાં દર્શન કર્યાં અને તેમની સ્તુતિ કરતાં કરતાં તેમને પ્રણામ કર્યાં. (૨૦) પ્રજાષતિઓ (શ્રીશંકર ભગવાનની સ્તુતિ કરતાં) બોલ્યા - દેવોના આરાધ્યદેવ હે મહાદેવજી! આપ સમસ્ત ્રાણ્રીઓના આત્મા અને તેમના જીવનદાતા છો. અમે લોકો આપના શરણે આવ્યા છીએ. ત્રણે લોકને ભસ્મીભૂત કરનારા આ ઉગ્ર વિષમાંથી આપ અમને ઉગારી લો. (ર૧) સમસ્ત જગતને બદ્ધ અને યુક્ત કરવામાં એકમાત્ર આપ જ સમર્થ છો. તેથી વિવેકશીલ મનુષ્યો આપની જ આરાધના કરે છે; કારણ કે આપ શરજ્રાગતનું દુઃખ હરનારા અને જગદ્ગુરુ છો. (૨૨) હે પ્રભુ! પોતાતી ગુણમથી માયાશક્તિથી આ જગતની સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય કરવા માટે આપ અનંત, એકરસ છો, છતાં પદ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે નામ ધારણ કરી લો છો. (૨૩) આપ સ્વયંપ્રકાશ છો; એનું કારણ એ છે કે આપ પરમ રહસ્યમય બ્રહ્મતત્તવ છો. જેટલા પણ દેવો, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ વગેરે સદ્‌ કે અસદ ચરાચર મ્રાણીઓ છે તેમને જીવનદાન આપનારા આપ જ છો. આપના સિવાયની સૃષ્ટિ અન્ય કોઈ છે જ નર્હી; કારણ કે. આપ (સૌના) આત્મા છો. આપ જ અનેક શક્તિઓ થકી જગતરૂપે પણ પ્રતીત થઈ રહ્યા છો; કારણ કે આપ ઈશ્વર છો, સર્વસમર્થ છો. (૨૪)સિથળા વેદ આપનામાંથી પ્રગટ થયા છે, તેથી આવ સમસ્ત જ્ઞાનના મૂળ સોત સ્વયંસિદ્ધ જાન છો. આપ જ જગતનું આદિકારણ, મહતત્તત અને ત્રશે પ્રકારનો અહંકાર છો તેમ જ આપ જ પ્રાણ, ઇન્દ્રિયો, પાંચ મહાભૂતો તથા શબ્દ વગેરે વિષયોના વિભિન્ન સ્વભાવ અને તેમનું મૂળ કારણ છો. આપ પોતે જ પ્રાણીઓની વૃદ્ધિ અને તેમનો દ્રાસ કરનારા કાળ છો, તેમનું કલ્યાણ કરનારા યજન છો તેમ જ સત્ય અને મધુર વાણી છો. ધર્મ પણ આપનું જ સ્વરૂપ છે. આપ જ ‘અ’, ‘ઉ’, ‘મ્‌’ એ ત્રણે અક્ષરોથી યુક્ત પ્રવ (૩કાર) છો અથવા ત્રિગુશાત્મક પ્રકૃતિ છો
  • એમ વેદવાદીઓ માને છે. (૨૫) સર્વદેવસ્વરૂપ અગ્નિ આપનું મુખ છે. ત્રજ્ઞે લોકનો અભ્યુદય કરનારા હે શંકરજી! ૧. મરા, પા. - વિષ તદ યદસદ્રમપ્રતિ | ર. પ્રા. પા. - ત્રાભાસે ત્વ૦/ ૩. પ્રા. પા. - દેવતાત્યન્‌ / અ૦૭] આઠમો સંધ 787 નાભિર્નભસ્તે શ્રસને નભસ્વાન્‌ સૂર્યશ્વ ચક્ષુંષિ જલં સ્મ રેતઃ। પરાવરાત્માશ્રયણં તવાત્મા સોમો મનો ધ્ૌર્ભગવગ્છિરસ્તે | ૨૭॥ કુક્ષિઃ સમુદ્રા ગિરયોડસ્થિસડ્ધા રોમાણિ સર્વાષધિવીરુધસ્તે | છન્દાંસિ સાક્ષાત્તવ સપ્ત ધાતવ- અરથીમયાત્મન્‌ હૃદયં સર્વધર્મઃ | ૨૮! મુખાનિ પગ્ચોપનિષદસ્તવેશ વૈસ્તરિંશદષ્ટોત્તરમન્ત્રવર્ગઃ 1 યત્તચ્છિવાખ્યં પરમાર્થતત્ત્વં૧ દેવ સ્વયંજ્યોતિરવાસ્થિતિસ્તે ॥ ૨૯॥ છાયા ત્વધર્મોર્મિષુ યૈર્વિસર્ગો નેત્રત્રયં સત્ત્વરજસ્તમાંસિ । સાડ્ખ્યાત્મનઃ૨ શાસ્તકૃતસ્તવેક્ષા છન્દોમયો દેવ ગ્દષિઃ પુરાણઃ ॥ ૩૦॥ ન તે ગિરિત્રાખિલલોકપાલ- વિરિગ્ચવૈકુષ્ઠસુરેન્દ્રગમ્યમ્‌ 1 જ્યોતિઃ પરં યત્ર રજસ્તમશ્ચ સત્ત્વં ન યદ્‌ બ્રહ્મ નિરસ્તભેદમ્‌ ॥ ૩૧॥ કામાધ્વરત્રિપુરકાલગરાધનેક- ભૂતઠ્ઠુહઃ ક્ષપયતઃ સ્તુતથે ન* તત્તે। યસ્ત્વન્તકાલ ઇદમાત્મકૃતં સ્વનેત્ર- વહસ્ફુલિક્રશિખયા ભસિતં ન વેદ ॥૩૨॥ યેત્વાત્મરામગુરુભિર્હદિ ચિંત્તિતાડદ્વિ- ઇન્દ્રે ચરન્તમુમયા તપસાભિતપ્તમ્‌ | કત્થન્ત” ઉગ્રપરુષં નિરતં શ્મશાને તે પન્‌નમૂતિમવિદેસ્તવ હાતલજ્જાઃ | ૩૩॥ આ પૃથ્વી આપનું ચરણકમળ છે. અપ અખિલ દેવ-સ્વરૂપ છો. આ કાળ આપની ગતિ છે, દિશાઓ કાન છે અને વરુશ જિહ્વા છે, (૨૬) આકાશ આપની નાભિ છે, વાયુ શ્વાસ છે, સૂર્ય નેત્રો છે અને જળ વીર્ય છે. આપનો અહંકાર ઉચ્ચ- નીચ તમામ જીવોનો આશ્રય છે. ચંદ્ર આપનું મન છે અને હે પ્રભુ! સ્વર્ગ આપનું મસ્તક છે. (ર૭) વેદસ્વરૂપ હે ભગવાન! સમુદ્ર આપની કૂખ (ઉદર) છે, પર્વતો અસ્થિસમૂહ છે, સર્વ પ્રકારની ઔષધિઓ અને ઘાસ આપનાં રુંવાટાં છે, ચાયત્રી વગેરે છંદો આપની સાતે ધાતુઓ છે અને બધા જ પ્રકારના ધર્મો આપનું હૃદય છે. (૨૮) હે સ્વામી! સઘ્યોજાત વગેરે પાંચ ઉપનિષદોના મંત્રો આપનાં તત્પુરુષ, અઘોર, સદ્યોજાત, વામદેવ અને ઈશાન નામનાં પાંચ મુખ છે. તેમના જ પદચ્છેદમાંથી આડત્રીસ કલાત્મક મંત્રો નીકળેલા છે. આષ જ્યારે સમસ્ત પ્રપંચર્થી ઉપરત થઈને પોતાના સ્વરૂપમાં સવિત ઘઈ જાઓ છો ત્યારે તે સ્થિતિનું નામ ‘શિવ’ પડે છે. વાસ્તવમાં તે જ સ્વયંપ્રકાશિત પરમાર્થતત્ત્ત છે, (૨૯) અધર્મના દંભ-લોભ વગેરે તરંગોમાં આપની છાયા છે, જેનાથી વિવિધ પ્રકારની સૃષ્ટ થાય છે તે સત્ત્વ, રજ અને તમ આપનાં ત્રણ નેત્રો છે. હે પ્રભુ! ગાયત્રી વગેરે છંદોરૂપ સનાતન વેદ પણ આય જ છો; કારણ કે આપ જ સાંખ્ય વગેરે શાસરૂપે સ્થિત છો અને તેમન! કર્તા પણ છો. (૩૦) હે ભગવન્‌! આપનું પરમ જ્યોતિર્મય સ્વરૂપ સ્વયં %હ છે. તેમાં નથી તો રજોગુણ, તમોગુબ્ર કે સત્તતગુણ કે નથી કોઈ પ્રકારનો ભેદભાવ. આપના ત્તે સ્વરૂપને બ્રહ્મા, વિષ્ણુ અને દેવરાજ ઇન્દ્ર સુધ્ધાં તમામ લોકપાલો પણ જાણી શકતા નથી. (૩૧) આપે કામદેવનો, દક્ષના યજ્નો, ત્રિપુરાસુર અને કાલફૂટ વિષ (કે જેને આપ હમલ્રાં જ અવશ્ય પી જશો તે)નો અને જીવદ્રોહી અનેક અસુરોનો નાશ કરી દીધો છે. પરંતુ. આમ ક્હેવાથી આપની કોઈ સ્તુતિ થતી નથી; કારણ કે પ્રલયના સમયે, આપનું જ રચેલું આ [વિશ્વ આપના જ નેત્રમાંથી નીકળેલા અગ્નિના તણખાઓ અને જવાળાથી બળીને ભસ્મ થઈ જાય છે અને આપ તો એવી રીતે ધ્યાનમગ્ન રહો છો કે આપને તેની ખબર જ પડતી નથી. (૩૨) જીવન્મુક્ત આત્મારામ મનુષ્યો પોતાના હૃદયમાં આપનાં ઉભય ચરણકમળોનું ધ્યાન ધરતા રહે છે તથા આપ પોતે પણ નિરંતર જ્ઞાન અને તપમાં જ લીન રહો છો. આમ છતાં સતીજીની સાથે રહેતા જોઈને આપને જેઓ આસક્ત માને છે અને સ્મશાનવાસી હોવાને કારણે આપને જેઓ ઉગ્ર કે નિષ્ઠુર જણાવે છે તે મૂર્બાઓ આપની લીલાઓનું રહસ્ય
  1. પ્રા. ૫. - પરમાત્મતત્વજૂ ! ૨. પ્રદ. પા. — મોક્ષાત્મનઃ । ૩. પ્રદ. પા. - નમસ્તે ! ૪. પ્રા. પા. - કથન્નુ ઉગ્રતપસિ નિર. 1 પ. ક પા. - ભૂતમૂર્તિ.! 788 શ્રીમદભાગવત [અ૦૭ તત્તસ્ય તે સદસતોઃ પરતઃ પરસ્ય નાગ્જઃ સ્વરૂપગમને પ્રભવત્તિ ભૂમ્નઃ | બ્રહ્માદયઃ કિમુત સંસ્તવને વયં તુ તત્સર્ગસર્ગવિષયા અપિ શક્તિમાત્રમ્‌ ।। ૩૪।। એતત્પરં પ્રપશ્યામો’ ત પરં તે મહેશ્વર | મૃડનાય હિ લોકસ્ય વ્યક્તિસ્તેડવ્યક્તકર્મણઃ ।। ૩૫॥। કુક ઉવાચ તહ્રીક્ષ્ય વ્યસનં તાસાં૨ કૃપયા ભૃશપીડિતઃ । સર્વભૂતસુહૃદ્‌ દેવ ઇંદમાહ સ્તી” પ્રિયામ્‌ ॥ ૩૬॥ થિવ 6૧૨ અહો બત ભવાન્યેતત્પ્રજાનાં પશ્ય વૈશસમ્‌ | ક્ષીરોદમથનોક્રૂતાત્‌ કાલકૂટાદુપસ્થિતમ્‌ || ૩૭॥। આસાં પ્રાણપરીપ્સૂનાં વિધેયમભયં હિ મે | એતાવાન્હિ પ્રભોરરથો યદીનપરિપાલનમ્‌ || ૩૮॥ પ્રાણઃ સ્વૈઃપ્રાણિનઃપાન્તિ સાધવઃક્ષણભડગુરેઃ । બદ્ધવૈરેષુ ભૂતેષુ મોહિતેષ્વાત્મમાયયા || ૩૯॥ પુંસઃ કૃપયતો ભદ્રે સર્વાત્મા પ્રીયતે હરિઃ । પ્રીતે હરૌ ભગવતિ પ્રીયેડહં” સચરાચરઃ | તસ્માદિદં ગરં ભુઝ્જે પ્રજાનાં સ્વસ્તિરસ્તુ મે ! ૪૦॥ કીંહુક ઉચચ એવમામન્ત્ય ભગવાન્‌ ભવાની વિશ્વભાવનઃ | તદ્‌ વિષં જગ્ધુમારેભે પ્રભાવજ્ઞાડન્વમોદત !1૪૧।। શું જાશે? તેમનું એ પ્રમાણે માનવું-જણાવવું એ નિર્લજ્જતા- ભરેલું છે. (૩૩) માયા આ કાર્ય-કારણરૂપ જગતથી પર છે અને આપ માયાથી પર છો; તેથી હે પ્રભુ! બ્રહ્માજી વગેરે પણ આપના અનંત સ્વરૂપનું સાક્ષાત્‌ શાન પામવા સમર્થ હોતા નથી, તો પછી (આપની) સ્તુતિ તો કરી જ કેમ શકે? આવી સ્થિતિમાં તેમના પુત્રોના પુત્રો અમે તો કહી જ શું શકીએ? તેમ છતાં અમે પોતાની શક્તિ અનુસાર આપનું થોડું ગુણગાન કર્યું છે. (૩૪) અમે તો માત્ર આપના તે લીલાવિહારી રૂપને જ જોઈ રહ્યા છીએ; અમે આપના પરમ સ્વરૂપને જાશતા નથી. હે મહેશ્વર! જોકે આપની લીલાઓ અવ્યક્ત છે, તોપણ સંસારનું કલ્યાણ કરવા માટે આપ વ્યક્તરૂપે પણ રહો છો. (૩૫) શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) પ્રજાનું આ સંકટ જોઈને, સમસ્ત પ્રાણીઓના નિર્હતુક સુકદ દેવાધિદેવ શ્રીશંકરના હૃદયમાં કૃપાને લીધે ઘણી વ્યથા થઈ. તેમણે પોતાનાં પ્રિયા સતીને આ પ્રમાણે કહ્યું. (૩૬) શ્રીશિવજીએ કલું - હે ભવાની! એ ઘણા દુઃખની વાત છે. જુઓ તો ખરાં, સમુદ્રમંથન કરવાથી નીકળેલા કાલફૂટ વિષને કારણે પ્રજાજનો પર કેટલું મોટું સંકટ આવી પડ્યું છે! (૩૭) તેઓ બિચારાં કોઈ પણ પ્રકારે પોતાના પ્રાણ બચાવવા ઇચ્છે છે. અત્યારે મારું એ કર્તવ્ય છે કે હું એમને નિર્ભય કરી દઉં. જેમનામાં શક્તિસામર્અ છે તેમના જીવનની સફળતા એમાં છે કે તેઓ દીનદુઃખીઓનું રક્ષણ કરે. (૩૮) સજ્જનો પોતાના ક્ષણભંગુર પ્રાન્નોનો બલિ આપીને પણ બીજાં પ્રાણીઓના પ્રાણ બચાવે છે. હે કલ્યાણી! પોતાના જ મોહની માયામાં ફસાઈને સંસારી જીવો મોહિત થઈ રહ્યા છે અને એકબીજા સાથે વેર બાંધી બેઠા છે. (૩૯) તેમના પર જે કૃપા કરે છે તેના પર સર્વના આત્મા ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્‍ન થાય છે અને જ્યારે ભગવાન પ્રસન્ન થઈ જાય છે ત્યારે ચરાચર જગત સહિત હું પણ પ્રસન્‍ન થઈ જાઉં છું, તેથી હમણાં જ હું આ વિષનું પાન કરું છું, કે જેથી મારી પ્રજાનું કલ્યાણ થાય. (૪૦) શ્રીશુકદેવજી કહે છે - વિશ્વના જીવનદાતા ભગવાન શ્રીશંકર સતી દેવીને આમ કહીને તે વિષનું પાન કરવા તત્પર થઈ ગયા. દેવી તો તેમનો પ્રભાવ જાણતાં જ હતાં, તેમણે આ પ્રસ્‍તાવનું હૃદયપૂર્વક અનુમોદન કર્યું, (૪૧) ૧, પ્રા. પા. - પ્રાર્થામોન! ૨. પ્રા. પા. - તેષાં | ૩. પ્રા. પા. - પ્રિયાં સતીમ્‌ | ૪. પ્રા. પા. - સમ્મ્રીમેત ચરાચરમ્‌ | અ૦૮] આઠમો સ્કંધ

તતઃ કરતલીકૃત્ય વ્યાપિ હાલાહલં વિષમ્‌ | અભક્ષયન્મહાદેવઃ કૃપયા ભૂતભાવનઃ* ॥૪૨॥ તસ્યાપિ દર્શયામાસ સ્વવીર્ય જલકલ્મષઃ | યચ્ચકાર ગલે નીલં તચ્ચ સાધોર્વિભૂષણમ્‌ ॥૪૩॥ તપ્યન્તે લોકતાપેન સાધવઃ પ્રાયશો જનાઃ | પરમારાધનં તદ્વિ પુરુષસ્યાખિલાત્મનઃ | ૪૪॥ નિશમ્ય કર્મ તચ્છમ્મોર્દેવદેવસ્ય મીઢુષઃ | પ્રજા દાક્ષાયણી બ્રહ્મા વૈકુણ્ઠશ્વ શશંસિરે ॥ ૪૫॥। પ્રસ્‍્કન્નપિબતઃ પાણેર્યત્‌ કિગ્ચિજ્જગૃહુઃસ્મ તત્‌ વૃશ્ચિકાહિવિપૌષધ્યો દન્દશૂકાશ્વ યેડપરે 1૪૬॥ ભગવાન શ્રીશંકર બહુ કૃપાળુ છે. તેમની જ શક્તિથી સમસ્ત પ્રાણીઓ જીવતાં રહે છે. તેમણે તે ઉગ્ર હળાહળ વિષ પોતાની હથેળીમાં લીધું અને તેનું પાન કરી લીધું. (૪૨) તે વિષ જળનું પાપ હતું. તેણે શંકરજી પર પણ પોતાનો પ્રભાવ પ્રગટ કર્યો, તેથી તેમનો કંઠ નીલવર્ણી થઈ ગયો; પરંતુ તે (નીલકંઠત્વ) તો પ્રજાનું કલ્યાણ કરનારા ભગવાન શ્રીશંકર માટે આભૂષણ બની ગયું. (૪૩) પરોપકારી સજ્જનો થણું કરીને પ્રજાનું દુઃખ દૂર કરવા પોતે જ દુઃખ વેઠતા રહે છે. પણ (વાસ્તવમાં) આ દુઃખ દુઃખ નથી, એ તો સૌના #ૃદયમાં વિરાજમાન ભગવાનની પરમ આરાધના છે. (૪૪) દેવાધિદેવ ભગવાન શ્રીશંકર બધાંની કામના પૂર્ણ કરનારા છે. તેમના આ કલ્યાણકારી અદ્દભુત કર્મ વિશે સાંભળીને સમસ્ત પ્રજા, દક્ષપુત્રી સતી, બ્રહ્માજી અને સ્વયં ભગવાન શ્રીવિષ્ષુ પણ તેમનો પ્રશંસા કરવા લાગ્યા. (૪૫) જે સમયે ભગવાન શ્રીશંકર વિષપાન કરી રહ્યા હતા તે સમયે તેમની હથેળીમાંથી થોડુંક વિષ ટપકી પડ્યું હતું; તેને વીંછી, સાપ તથા અન્ય ઝેરી જીવોએ તેમ જ ઝેરી ઔષધિઓએ ગ્રહણ કરી લીધું. (૪૬) -્ક્ક્-ઃ ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધેડમૃતમથને સસમોડધ્યાયઃ | ૭॥। આઠમા સ્કંધ-અંતર્ગત અમૃતમંથનમાંનો સાતમો અધ્યાય સમાપ્ત.