ચોથો અધ્યાય નાભાગ અને અંબરીપની કથા કંઇક 6વાય નાભાગો નભગાપત્યં યં તતં ભ્રાતરઃ કવિમ્ | યવિષ્ઠં વ્યભજન્ દાય બ્રહ્મચારિણમાગતમ્ || ૧।। ભ્રાતરોડભાફક્ત કિં મહ્યં ભજામ પિતરં તવ | ત્વાં મમાર્યાસ્તતાડભાડક્ષુર્મા પુત્રક તદાદંથાઃ || ૨॥ ઇમે અદ્વિરસઃ સત્રમાસતેડધ સુમેધસઃ | ષષ્ઠં ષષ્ઠમુપેત્યાહઃ કવે મુદ્યન્તિ કર્મણિ | ૩।। શ્રીસુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! મનુપુત્ર નભગનો પુત્ર હતો નાભાગ, જ્યારે તે લાંબા સમય સૂધી બ્રહ્મચર્યનું પાલન કરીને પાછો આવ્યો ત્યારે મોટ ભાઈઓએ પોતાનાથી નાના પરંતુ વિદ્વાન ભાઈને તેના ભાગમાં માત્ર પિતાજીને જ આપ્યા. (સંપત્તિ તો તેમણે પહેલાં જ આપસમાં વહેંચી લીધી હતી) |1૧ ॥ તેણે પોતાના ભાઈઓતે પૂછ્યું - ‘ભાઈઓ! તમે લોકોએ મને ભાગમાં શું આપ્યું છે?” ત્યારે તેમણે જવાબ આખ્યો કે “અમે તારા ભાગમાં પિતાશ્રીને જ તને આપીએ છાએ.’ તેણે તેના પિતાશ્રીને જઈને કહું - “પિતાશ્રી! મારા મોટા ભાઈઓએ મારા ભાગમાં તમને જ આપ્યા છે.’ પેતાએ કહ્યું - “બટા! તું તેમની વાત માનીશ નહીં | ર || જો, આ મોટા બુદ્ધેમાન આક્િરસ-ગોત્રના ૧. મથી । અ૦૪] નવમો સ્કન્ધ 13 તાંસ્ત્વં શંસય સૂક્તે દ્રે વૈશ્વદેવે મહાત્મનઃ । તે સ્વર્યન્તો ધનં સત્રપરિશેષિતમાત્મનઃ | ૪॥ દાસ્યન્તિ તેડથ તાન્ગચ્છ તથા સ કૃતવાન્ યથા | તસ્મૈ દત્ત્વા યયુઃ સ્વર્ગ તે સત્રપરિશેષિતમ્? ॥ ૫॥ તં કશ્ચિત્સ્વીકરિષ્યન્તં પુરુષઃ કૃષ્ણદર્શનઃ ઉવાચોત્તરતોડભ્યેત્ય મમેદં વાસ્તુકં વસુ || ૬॥ મમેદમૃષિભિર્દત્તમિતિ તર્હિ સ્મ માનવઃ। સ્યાન્નો તે પિતરિ પ્રશ્નઃ પૃષ્ટવાન્ પિતરં તથા । ૭।। યજ્ઞવાસ્તુગતં સર્વમુચ્છિષ્ટમૃષયઃ ક્વચિત્ । ચકુર્વિભાગં રુદ્રાય સ દેવઃ સર્વમર્હતિ | ૮॥ નાભાગસ્તં પ્રણમ્યાહ તવેશ કિલ વાસ્તુકમ્ ઇત્યાહ મે પિતા બ્રહ્મગ્છિરસા ત્વાં પ્રસાદયે | ૯॥ યત્તે પિતાવદદ્વર્મ ત્વં ચ સત્યં પ્રભાષસે | દદામિ તે મત્ત્રદેશે જ્ઞાનં બ્રહ્મ સનાતનમ્ ॥ ૧૦।। ગૃહાણ દ્રવિણં દત્ત મત્સત્રે પરિશેષિતમ્ । ઇંત્યુક્ત્વાડન્તર્હિતો ૨ રદ્રો ભગવાન્સત્યવત્સલઃ ।। ૧૧।। ય એતત્સંસ્મરેત્પ્રાતઃ સાયં ચ સુસમાહિતઃ । કવિર્ભવતિ મન્ત્રજ્ઞો ગતિં ચૈવ તથાડડત્મનઃ ।। ૧૨।। નાભાગાદમ્બરીષોડભૂન્મહાભાગવતઃ કૃતી । નાસ્પૃશદ્બ્રહ્મશાપોડપિ યં નપ્રતિહતઃ ક્વચિત્ ॥ ૧૩॥ ચશ્નેવ્ાચ ભગવગ્છોતુમિચ્છામિ રાજર્ષેસ્તસ્ય ધીમતઃ | ન પ્રાભૂદ્ યત્ર નિર્મુક્તો બ્રહ્મદણ્ડો દુરત્યયઃ || ૧૪॥। બ્રાહ્મણો અત્યારે એક બહુ મોટો યજ્ઞ કરી રહ્યા છે. પરંતુ મારા વિદ્વાન પુત્ર! તેઓ છઠ્ઠા દિવસે પોતાના કર્મમાં ભૂલ કરી બેસે છે. 1૩ | તું તે મહાત્માઓ પાસે જઈને તેમને. વૈશ્વદેવસંબંધી બે સૂક્ત બતાવી દે; જ્યારે તેઓ સ્વર્ગ જવા રવાના થશે ત્યારે યજ્ઞમાં બચેલું બધું જ ધન તને આપી દેશે. તેથી હવે તું તેમની પાસે ચાલ્યો જા.’ તેણે પોતાના પિતાની આશાનુસાર એ પ્રમાણે જ કર્યું. તે આદ્વિરસ-ગોત્રી બ્રાહ્મણોએ પણ યશનું બચેલું ધન તેને આપી દીધું અને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. | ૪-૫ || જ્યારે નાભાગ તે ધન લેવા લાગ્યો ત્યારે ઉત્તર દિશામાંથી એક કાળા રંગનો પુરુષ આવ્યો. તેણે કહ્યું - “આ યજ્ઞભૂમિમાં જે કંઈ બચ્યું છે તે બધું ધન મારું છે.’ || ૬ || નાભાગે કહ્યું - ‘પિઓએ આ ધન મને આપ્યું છે, તેથી આ મારું છે.’ ત્યારે તે પુરુષે કલ્રું, - ‘આપણા વિવાદના વિષયમાં તારા પિતાને જ પૂછીએ.’ ત્યારે નાભાગે જઈને પિતાને પૂછ્યું. | ૭ ॥ પિતાએ કહ્યું, - ‘એક વાર દક્ષ પ્રજાપતિના યજમાં ત્રદષિલોકો એવો નિર્ણય કરી ચૂક્યા છે કે યજ્ભૂમિમાં જે કાંઈ બચેલું હોય તે બધો સુદ્રદેવનો ભાગ છે. તેથી તે ધન તો મહાદેવજીને જ મળવું જોઈએ.’ || ૮ || નાભાગે જઈને તે કાળા રંગના પુરુષ રુદ્ર ભગવાનને પ્રજ્ઞામ કર્યા અને કહ્યું કે, પ્રભુ! યશભૂમિની તમામ વસ્તુઓ આપની છે, મારા પિતાએ આમ જ કહ્યું છે. ભગવન્! મારાથી અપરાધ થયો છે. હું મસ્તક નમાવી આપની ક્ષમા માગું છું.’ | ૯ ।। ત્યારે ભગવાન સરે કહ્યું - “તારા પિતાએ ધર્મને અનુકૂળ નિર્ણય આપ્યો છે અને તેં પણ આવીને મને સત્ય જ કહ્યું છે. તું વેદોનો અર્થ તો પહેલાંથી જ જાણે છે. હવે હું તને સનાતન બ્રહ્મતત્ત્વનું શાન આપું છું. | ૧૦ || અહીં યજ્ઞમાં બચેલો મારો જે અંશ છે તે આ ધન પણ હું તને જ આપી રહ્યો છું; તું આનો સ્વીકાર કર.’ આટલું કહીને સત્યપ્રેમી ભગવાન સદ્ર અન્તર્ધાન થઈ ગયા.॥1૧૧ || જે મનુષ્ય પ્રાતઃકાળે અને સાયંકાળે એકાગ્રચિત્તતથી આ આપખ્યાનનું સ્મરણ કરે છે, તે પ્રતિભાશાળી અને વેદજ્ઞ થાય જ છે, સાથે-સાથે પોતાના સ્વરૂપને પલ્ જાણી લે છે. 11૧૨ ॥ નાભાગના પુત્ર અંબરીષ થયા. તેઓ ભગવાનના અત્યંત પ્રેમી અને ઉદાર ધર્માત્મા હતા. જે બ્રહ્મશાપ ક્યારેય રોકી શકાતો નથી, તે. પણ અંબરીષનો સ્પર્શ ન કરી શક્યો. | ૧૩ || રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવન્! હું પરમજ્ઞાની રાર્જર્ષિ અંબરીષનું ચરિત્ર સાંભળવા ઇચ્છું છું. બ્રાહ્મણે ક્રોધિત થઈને તેમને એવો દંડ આપ્યો, જે કોઈ રીતે ટાળી ૧. ઢ્શેપણમ્ | ૨. નન્તર્દે | 14 શ્રીમદભાગવત [અ૦૪ શંશુક ઉરાજ અમ્બરીષો મહાભાગઃ સમ્દ્ીપવતીં મહીમ્ ! અવ્યયાં ચ શ્રિયં લબ્ધ્વા વિભવં ચાતુલં ભુવિ ॥ ૧૫।। મેનેડતિદુર્લભં પુંસાં સર્વ તત્સ્વપ્નસંસ્તુતમ્ | વિદ્ાન્વિભવનિર્વાણં તમો વિશતિ યત્યુમાન્ ॥ ૧૬।| વાસુદેવે ભગવતિ તદ્ધક્તેષુ ચ સાધુપુ | પ્રાસો ભાવં પરં વિશ્વં યેનેદં લોષ્ટવત્સ્મૃતમ્ || ૧૭।। સ વૈ મનઃ કૃષ્ણપદારવિન્દયો- ર્વચાંસિ વૈકુણ્ઠગુણાનુવર્ણને | કરૌ હરેર્મન્દિરમાર્જનાદિષુ શ્ચુતિં ચકારાચ્યુતસત્કથોદયે || ૧૮॥। મુકુન્દલિક્નાલયદર્શને દેશો તદદભૃત્યગાત્રસ્પર્શડક્સક્રમમ્ |! ઘ્રાણ ચ તત્યાદસરોજસૌરભે શ્રીમત્તુલસ્યા રસનાં તદર્પિતે ॥1૧૯॥ પાદૌ હરેઃ ક્ષેત્રપદાનુસર્પણે* શિશો હષીકેશપદાભિવન્દને | કામં ચ દાસ્યે ન તુ કામકામ્યયા યથોત્તમશ્લોકજનાશ્રયાચં રતિઃ | ૨૦॥ એવં સદા કર્મકલાપમાત્મનઃ પરેડધિયજ્ઞે ભગવત્યધોક્ષજે ! સર્વાત્મભાવંં વિદધન્મહીમિમાં તજ્ઞિષ્ઠવિપ્રાભિહિતઃ શશાસ હ ॥૨૧॥ ઈજેડશ્રમેધૈરધિયજ્ઞમીશ્વરં મહાવિભૂત્યોપચિતાડાદક્ષિણૈઃ 1! શકાય એવો ન હતો; પરંતુ તે પણ તેમનું કાંઈ બગાડી ન શક્યો. 1૧૪ |! શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! અમ્બરીષ મહાન ભાગ્યશાળી હતા. પૃથ્વીના સાતે દ્વીપ, અચળ સંપત્તિ અત્તે અપાર એકશ્ચર્ષ તેમને પ્રાપ્ત હતું. જોકે આ બધું સાધારણ મનુષ્યો માટે અત્યંત દુર્લભ છે, તેમ છતાં તેઓ તેને સ્વપ્નતુલ્ધ સમજતા હતા, કેમકે તેઓ જાણતા હતા કે, જે ધન-વૈભવના લોભમાં પડીને મનુષ્ય ઘોર નરકમાં જાય છે, તે માત્ર #ચાર દિવસની ચાંદની છે; અર્થાત્ વૈભવો નાશવાન છે અને વૈભવથી મનુષ્ય મોહમાં પડે છે. ॥ ૧૫- ૧૬ ॥ ભગવાન શ્રીકૃષ્ણમાં અને તેમના પ્રેમાસ્પદ સાધુઓમાં તેમનો પરમપ્રેમ હતો. તેવો પ્રેમ પ્રાપ્ત થઈ જાય તો આ સમસ્ત વિશ્વ અને તેની સમસ્ત સંપત્તિ માટીના હેફા જેવી લાગે છે. ॥૧૭ || તેમણે પોતાના મનને શ્રીકૃષ્ણચન્દ્રનાં ચરણકમળોની સેવામાં, વાજ્રીને ભગવાનના ગુશોના વર્જનમાં, હાથને શ્રીઠરિનું મંદિર સાફસૂક રાખવામાં, કાનને અચ્યુત ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવામાં પરોવ્યાં હતાં. ॥। ૧૮ ।! તેમણે પોતાનાં બન્ને નેત્રોને મુકુંદ ભગવાનનાં અને તેમનાં મંદેરોનું દર્શન કરવામાં, શરીર ભગવદ્ભક્તોના શ્રીઅંગનો સ્પર્શ કરવામાં, નાસિકા ભગવાનનાં ચરણકમળો પર ચહેલાં તુલસીની દિવ્ય સુગંધ લેવામાં અને રસના (જિહ્વા)નો ભગવાનને અર્પણ કરેલા નૈવેઘનો પ્રસાદ લેવામાં ઉપયોગ કર્યો હતો. || ૧૯ || અંબરીષના ચરણ ભગવાનનાં તીર્થક્ષત્રો વગેરેની પદયાત્રા કરતા હતા અને મસ્તકથી ભગવાનનાં ચરણકમળોની વંદના કર્યા કરતા હતા. રાજા અંબરીષે પવિત્રકીર્તિ ભગવાનના નિજ-જનોને પ્રાપ્ત થતો ભગવત્મેમ પ્રાપ્ત થાય તે માટે માળા, ચંદન વગેરે ભોગ-સામગ્રી ભગવાનની સૈવામાં સમર્પિત કરી દીધી હતી. || ૨૦ ॥ આ પ્રમાણે તેમણે પોતાનાં બધાં કર્મો યજ્ઞપુરુપ, ઇન્દ્રિયાતીત ભગવાનને કે જેઓ સર્વાત્મા અને સર્વસ્વરૂપ છે એવું સમજીને સમર્પિત કરી દીધાં હતાં અને ભગવદદભક્ત બ્રાહ્મણોની આશાનુસાર તેઓ આ પૃથ્વીનું શાસન કરતા હતા. || ૨૧ || તેમણે. “ધન્વ’ નામના નિર્જળ પ્રદેશમાં સરસ્વતી નદીના પ્રવાહ, સામે વસિષ્ઠ, અસિત, ગૌતમ વગેરે જુદા-જુદા આચાર્યો દ્રારા મહાન ઔશ્વર્યને કારણે સર્વાગ-પરિપૂર્ણ તથા મોટી- ૧. ન્પથાનુરસ્પે | ૨. તયોટ | અ૦૪] નવમો સ્કન્ધ 15 તતેર્વસિષ્ઠાસેતગૌતમાદિભિ ₹- ઘેન્વન્યાભસ્રોતમસૌ સરસ્વતીમ્ || ૨૨ યસ્ય ક્રતુષુ ગીર્વાણૈઃ સદસ્યા ત્દત્વિજો જનાઃ । તુલ્યરૂપાશ્ચાનિમિષા વ્યદેરયન્ત સુવાસસઃ ॥ ૨૩] સ્વર્ગો ન પ્રાર્થિતો યસ્ય મનુજૈરમરપ્રિયઃ | શૃષ્વદ્ધિસ્પગાયદ્વિરુત્તમશ્લોકચેષ્ટિતમ્ | ૨૪॥ સમર્ઢ્યત્તિ તાન્કામાઃસ્વારાજ્યપરિભાવિતાઃ૨ । દુર્લભા નાપિ સિદ્ધાનાં મુકુન્દ હૃદિ પશ્યતઃ2 ॥ રપ॥। સ ઈત્થ ભક્તિયોગેન તપોયુક્તેન પાર્થિવઃ । સ્વધર્મેણ હરિં પ્રીણન્ સક્નાન્સર્વાગ્છને્જહી ।। ૨૬॥॥ શૃષેષુ દારેષુ સુતેષુ બત્ધુષુ દિપોત્તમસ્યન્દનવાજિપત્તિષું? ! અક્ષય્યરત્નાભરણાયુધાદિ- ષ્વનન્તકોશેષ્વકરોદસન્મતિમ્ ॥૨૭॥ તસ્મા અદાદ્ધરિશ્કં પ્રત્યનીકભયાવહમ્ | એકાન્તભક્તિભાવેન પ્રતો ભૃત્યાભિરક્ષણમષં 1 ર૮! આરિરાધયિષુઃ* કૃષ્ણ મહિષ્યા તુલ્યશીલયા । યુક્તઃ સાંવત્સરં વીરો દધાર દ્વાદશૌવ્રતમ્ || ર૯? દ્રતાન્તે કાર્તિકે માસિ ત્રિરાત્રં સમુપોષિતઃ । સ્તાતઃ કદાચિત્કાલિન્દ્યાં હરિં મધુવનેડર્ચયત્ ॥ ૩૦॥ મહાભિપેકવિધિના સર્વોપસ્કરસમ્પદા | અભિષિચ્ાથ્બરાકલ્પૈર્ગન્ધમાલ્યાર્હણાદિભિઃ? ॥ ૩૧॥। તદ્ગતાન્તરભાવેન પૂજયામાસ કેશવમ્ । બ્રાહ્મણાંશ્વ મહાભાગાન્સિદ્રાર્થાનાપિ ભક્તિતઃ ॥ ૩૨ || મોટી ટક્ષિણાવાળા અનેક અશ્રમેધ યજ્ઞો કરીને યજ્ઞાધિપતતિ ભગવાનની આરાધના કરી હતી. ॥ ૨૨ | તેમના થશ્ઞોમાં દેવતાઓની સાથે જ્યારે-જ્યારે સભાસદો અને કત્વિજો બેસી જતા હતા ત્યારે તેમનાં નેત્રોની પલકો પડતી ન હતી અને તેઓ પોતાનાં સુંદર વસ્ત્રો અને એવા જ રૂપને કારણે દેવતાઓ જેવા જ દેખાતા હતા. ॥ ૨૩ !! તેમનાં પ્રજાજનો, મહાત્માઓ દ્વારા ગવાયેલા ભગવાનના ઉત્તમ ચરિત્રોનું ક્યારેક ખૂબ પ્રેમથી શ્રવજ્ન કરતા અને ક્યારેક તેનું ગાન કરતા. આ ત્રમાણે તેમના રાજ્યના મનુષ્યો દેવતાઓના અત્યંત પ્રિય એવા સ્વર્ગની પલ ઇચ્છા કરતા ન હતા. 1૨૪ || તેઓ પોતાના દૃદયમાં અનંત પ્રેમનું દાન કરવાવાળા શ્રીહરિનું નિત્ય-નિરંતર દર્શન કરતા રહેતા હતા. તેથી જે મોટા-મોટા સિદ્ધોને પણ દૂર્થભ એવી ભોગ-સામગ્રી પલત તે લોકોને હર્ષિત કરી શકતી ન હતી. તે વસ્તુઓ તેમના આત્માનંદની સામે અત્યંત તુચ9 અને તિરસ્કૃત હતી. 1 ર૫ || રાજા અંબરીષ આ પ્રમાણે તપસ્યાથી યુક્ત ભક્તિયોગ અને પ્રજાપાલનરૂપી સ્વધર્મ દ્વાર ભગવાનને ઝસન્ન કરવા લાગ્યા અને ધીરે-ધીરે તેમણે બધા પ્રકારની આસક્તિઓનો ત્યાગ કરી દીધો. ॥ ર૬ | ધર, પત્ની, પુત્ર, ભાઈ-બન્યુ, મોટા-મોટા હાથી, રથ, ધોડા અને પાયદળ (ચતુરંગિણી સેના) અક્ષય રત્નો, આભૂષણો. અને આયુધો વગેરે તમામ વસ્તુઓ તથા અખૂટ રાજ્ય- કોષ (ખજાનો)ના સંબંધમાં તેમનો એવો દઢ નિશ્ચય હતો કે તે બધાં જ અસત્ય છે. || ૨૭ |! તેમની અનન્ય પ્રેમમયી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમના રક્ષણની જવાબદારી સુદર્શન ચક્રને સોંપી હતી, જે વિરોધીઓને ભયભીત કરનારું અને ભગવદ્દભક્તોની રક્ષા કરવાવાળું છે. || ૨૮ |! ચજા અંબરીષનાં પત્ની પણ તેમનાં જેવાં જ ધર્મશીલ, સંસારથી વિરક્ત અને ભક્તિપરાયણ હતાં. એક સમયે તેમણે પોતાનાં પત્ની સાથે ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કસવા માટે એક વર્ષ સુધી દ્વાદશીપ્રધાન એકાદશી-તવ્રત કરવાનો નિયમ લીધો, ॥ ૨૯ | વ્રતની સમાખિ થયા પછી કારતક મહિનામાં તેમણે ત્રણ રાત્રિના ઉપવાસ કર્યા અને એક દિવસ થમુનાજીમાં સ્નાન કરીને મધુવત્તમાં ભગવાન શ્રીકૃષ્ણની, પૂજા કરી. 1! 3૦ ॥ તેમણે મહાભિપેકની વિધિ ગ્રમાણે બધા મ્રકારની સામગ્રી તથા સંપતિ દ્વારા ભગવાનનો અભિષેક કર્યો અને હૃદયર્થી તન્મય થઈને વસ્ત્ર, આભૂષણ, ચન્દન, માળા અને અર્ધ્ય વગેરે દ્વારા તેમની પૂજા કરી. જોકે અત્યંત ભાગ્યશાળી એવા બ્રાહ્મણોને આવી પૂજાની કોઈ આવશ્યકતા ન હતી, તેમની તમામ કામનાઓ આપમેળે પૂર્ણ થઈ ચૂકી હતી - તેઓ સિદ્ધ હતા. - તો પણ રાજા અંબરીપે
- હભિઃ સ્વર્ધુન્યલિસોતવ્તી સર૦ ! ૨. તપરિવેષિતાઃ । ૩. પશ્યતામ્ 1 ૪. ન્જિવસ્તુપુ 1 પ. ભૂતાબિન 1 €. ન્યઊરવિપ્ુ 1 ૭. ત્ય 16 શ્રીમદભાગવત [અ૦૪ ગવાંરુકમવિષાણીનાં રૂપ્યાડડ્રીણાં સુવાસસામ્ | પયઃશીલવયોરૂપવત્સોપસ્કરસમ્પદામ્ 11૩૩॥ પ્રાહિણોત્સાધુ વિપ્રેભ્યો ગૃહેષુ ન્યર્બુદાનિ ષટ્ | ભોજથિત્વા હ્િજાનગ્રે સ્વાદ્રભ્ ગુણવત્તમમ્’ ॥ ૩૪॥ લબ્ધકામૈરનુજ્ઞાતર પારણાયોપચક્રમે | તસ્યતર્હાતિથિઃ સાક્ષાદદુર્વાસા ભગવાનભૂત્ || ૩૫॥ તમાનર્ચાતિથિં ભૂપઃ પ્રત્યુત્થાનાસનાર્હણૈઃ | થયાચેડભ્યવહારાય પાદમૂલમુપાગતઃ | ૩૬।| પ્રતિનન્દ્ય સ તદ્યાચ્ગાં* કર્તુમાવશ્યર્ક ગતઃ | નિમમજ્જ”બૃહદ્ધ્યાયન્કાલિન્દીસલિલેશુભે* || ૩૭॥ મુહૂર્તા્ધાવશિષ્ટાયાં દ્વાદશ્યાં પારશં પ્રતિ | ચિન્તયામાસ ધર્મજ્ઞો દ્રિજૈસ્તદ્રર્મસફટે ।| ૩૮॥ બ્રાહ્મણાતિક્રમે દોષો દ્વાદશ્યાં યદપારણે | યત્કૃત્વા સાધુ મે ભૂયાદધર્મો વા ન માં સ્પૃશેત્ | ૩૯॥ અમ્ભસા કેવલેનાથ કરિષ્વે વ્રતપારણમ્ । પ્રાહુરબ્ભક્ષણં વિપ્રા હ્ાશિતં નાશિતં ચ તત્ | ૪૦॥। ઇત્યપઃપ્રાશ્ય રાજર્ષિક્ચિન્તયન્મનસાચ્યુતમ્ । પ્રત્યચષ્ટ કુરુશ્રેષ્ઠ દ્વિજાગમતમેવ સઃ ૪૧ દુર્વાસા યમુનાકૂલાત્કૃતાવશ્યક આગતઃ | રાશ્ઞાભિનન્દિતસ્તસ્ય બુબુધે ચેષ્ટિતં ધિયા ॥ ૪૨ મન્યુના પ્રચલદ્ગાત્રો ભ્રુકુટીકુટિલાનનઃ | બુભુક્ષિતશ્ચ સુતરાં કૃતાઝ્ઝલિમભાષત 1 ૪૩॥। ભક્તિભાવથી તેમનું પૂજન કર્યું. ત્યારપછી પહેલાં બ્રાહ્મણોને સ્વાદિષ્ટ અને અત્યંત ગુશ્નકારી ભોજન કરાવીને તે લોકોના ઘરે સાઠ કરોડ શણગારેલી ગાયો મોકલી દીધી. તે ગાયોનાં શિંગડાં સુવર્ણથી, ખરીઓ ચાંદીથી મઢેલી હતી. સુંદર-સુંદર વસ્ત્રો તેમને ઓઢાડવામાં આવ્યાં હતાં. તે ગાયો બહુ જ સુશીલ, નાની વયની, જોવામાં સુંદર, વાછડાવાળી અને ખૂબ દૂધ આપનારી હતી. તેમની સાથે દોહવાની ઉપયોગી સામગ્રી પજ્ઞ રાજા અંબરીષે મોકલી આપી હતી. 1 ૩૧-૩૪ ॥ જયારે બ્રાહ્મણોને સર્વ કાંઈ અપાઈ ચૂક્યું ત્યારે રાજાએ તેમની,આશા લઈને વ્રતનું પારણું કરવાની તૈયારી કરી. તે જ સમયે શાપ અને વરદાન આપવામાં સમર્થ સ્વયં દુર્વાસાજી પણ તેમને ત્યાં અતિથિના રૂપમાં પધાર્યા, ॥ ૩૫ ॥ રાજા અમ્બરીષ તેમને જોતાં જ ઊભા થઈ ગયા, તેમને આસન આપીને બેસાડ્યા અને વિવિધ પ્રકારની સામગ્રી દ્વારા અતિથિરૂપે આવેલા દુર્વાસાજીની પૂજા કરી. તેમના ચરશોમાં પ્ર્ઞામ કરીને અંબરીષે ભોજન માટે પ્રાર્થના કરી. ॥૩૬ ॥ દુર્વાસાજીએ અંબરીષની પ્રાર્થના સ્વીકારી લીધી અને ત્યાર પછી આવશ્યક કર્મોથી નિવૃત્ત થવા માટે તેઓ નદીકિનારે ચાલ્યા ગયા. તેઓ પરબ્રહ્મનું ધ્યાન કરીને યમુનાજીના પવિત્ર જળમાં સ્નાન કરવા લાગ્યા. !! ૩૭ | આ બાજુ, દ્વાદશી માત્ર ઘડીભર બાકી હતી. ધર્મજ અંબરીષે ધર્મસંકટમાં પડીને બ્રાહ્મણો સાથે પરામર્થ કર્યો. |! ૩૮ | તેમણે કહ્યું - ‘બ્રહ્દેવો! બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સ્વયં ભોજન કરી લેવું અને હાદશી રહે ત્યાં સુધીમાં પારલ્રું ન કરવું - બન્ને પ્રકારે. દોષ લાગે છે. તેથી આ સમયે જેવું કરવાથી મારું હિત થાય અને મને પાપ ન લાગે, એવું કામ કરવું જોઈએ. || ૩૯ |! વ્યારેબ્રાહ્મણો સાથે વિચાર-વિમર્શ કરીને તેમણે કહ્યું - “ભૂદેવો! શ્રુતિઓમાં એવું કહેવામાં આવ્યું છે કે, જળ પી લેવું એ ભોજન કર્યું પણ ગજ્ઞાય અને ભોજન ન કર્યું પણ્ન ગણાય. તેથી અત્યારે માત્ર જળથી પારણું કરી લઉં છું.’ 1 ૪૦ એવો નિશ્ચય કરીને મનમાં જ ભગવાનનું ચિંતન કરીને રાજર્ષિ અંબરીષે જળ પી લીધું અને પરીક્ષિત! તેઓ માત્ર દુર્વાસાજીના આવવાની રાહ જોવા લાગ્યા. || ૪૧ ॥દુર્વાસાજી આવશ્યક કર્મોથી પરવારીને. યમુનાકિનારેથી પાછા આવ્યા. જ્યારે રાજાએ આગળ વધીને. તેમનું અભિવાદન કર્યુ તયારે તેમશે અનુમાનથી જ જાણી લીધું. કે રાજાએ પારણું કરી લીધું છે. ॥ ૪૨ ॥ તે સમયે દુર્વાસા ખૂબ ભુખ્યા હતા. તેથી એ જાલી લઈને કે, રાજાએ પારણું કરી લીધું છે, તેઓ ક્રોધથી ધ્રૂજવા લાગ્યા. ભ્રમરો ચડી જવાથી તેમનું મુખ વિકટ (ભયંકર) થઈ ગયું. તેમણે હાથ જોડીને ઊભેલા અંબરીષને ધમકાવીને કહ્યું. |! ૪૩ |! ૧. ગુજ્વનમયુ 1 ૨. તહાકય | ૩. નિર્મ૦1 ૪. શુચો | અ૦૪] નવમો સ્કન્ધ 17 અહોઅસ્ય નૃશંસસ્ય શ્રિયોન્મત્તસ્ય પશ્યત | ધર્મવ્યતિક્રમં વિષ્ણોરભક્તસ્વેશમાનિનઃ* || ૪૪॥ યો મામતિથિમાયાતમાતિથ્યેન નિમન્ત્ય ચ | અદત્તા ભુક્તવાંસ્તસ્ય સઘસ્તે દર્શયે ફલમ્ || ૪૫॥ એવં બ્રુવાણ ઉત્કૃત્ય જટ રોષવિદીપિતઃ | તયા”સનિર્મમે તસ્મૈ કૃત્યાં કાલાનલોપમામ્ | ૪૬॥ તામાપતત્તીજ્વલતીમસિહસ્તાં”પદા ભુવમ્ | રી વેપયન્તીં સમુદ્વીક્ય ન ચચાલ પદાશૃપઃ | ૪૭॥। પ્રાગ્દિષ્ટં ભૃત્યરક્ષાયાં પુરુષેણ મહાત્મના । દદાહ કૃત્યાં તાં ચકં ક્ુદ્ધાહિમિવ પાવકઃ ૪૮ તદભિત્રવદુદ્ઠીક્્પ સ્વપ્રયાસં ચ નિષ્ફલમ્ ! દુર્વાસા દુદુવે ભીતો દિક્ષુ પ્રાણપરીપ્સયા ।। ૪૯॥ તમન્વધાવદ્ધગવદરથા્્ર દાવાગ્નિરુહૂતશિખોર્ર યથાહિમ્ | તથાનુષક્તં? મુનિરીક્ષમાણો ગુહાં વિવિક્ષુઃ પ્રસસાર મેરોઃ | ૫૦॥ દિશો નભઃ કમાં વિવરાન્ સમુરદ્રા- લ્લોકાન્ સપાલાંસ્રિદિવં ગતઃ સઃ | યતો યતો ધાવતિ તત્ર તત્ર સુદર્શનીં દુષ્પ્રસહં દદર્શ 1૫૧! અલબ્ધનાથઃ સ યદા કુતશ્ચિત્ સત્ત્રસ્તચિત્તોડરણમેષમાણઃ ।| દેવં વિરિઞ્ચેં સમગાદ્વિધાત- સ્રાહ્યાત્મયોનેડજિતતેજસો મામ્ પર! “અહો!જુઓ તો ખરા, આ કેટલો કૂર છે! આ સંપત્તિના મદમાં કેટલો ચકચૂર થઈ ગયો છે. ભગવાનની ભક્તિ તો સ્પર્શી પણ નથી અને આ પોતાની જાતને મોટો સમર્થ માને છે. આજે આજે ધર્મનું ઉલ્લંથન કરીને બહુ અન્યાય કર્યો છે. ॥ ૪૪ ॥જુઓ, હું તેનો અતિથિ બનીને આવ્યો છું, એણે અતિથિ-સત્કાર કરવા મને નિમંત્રણ પણ આપ્યું છે, તેમ છતાં મને ભોજન કરાવ્યા વિના જ જમી લીધું છે. સારું, જો, ‘તને હવે એનું ફળ ચખાડું છું.’ |! ૪૫ |! આમ કહેતાં કહેતાં તેઓ ક્રોધથી સળગી ઊઠયા. તેમણે પોતાની એક જટા ઉખાડી અને તેનાથી અંબરીષને મારી નાખવા માટે એક કૃત્યા ઉત્પન્ન કરી. તે પ્રલલકાળના અગ્નિ જેવી ભડભડ બળતી, હાથમાં તલવાર લઈને રાજા અંબરીષ પર તૂટી પડી, તે સમયે તે તેના પગના ધમકારાથી પૃથ્વીને ધ્રુજાવી રહી હતી. પરંતુ રાજા અંબરીષ તેને જોઈને સહેજ પણ પોતાના સ્થાનેથી ખસ્યા નહીં. || ૪૬- ૪૭ ॥ પરમપુરુષ પરમાત્માએ પોતાના સેવકની રક્ષા માટે પહેલેથી જ સુદર્શન ચક્રને જવાબદારી સોંપી હતી. જેમ અગ્નિ ક્રોધથી ફુંફાડા મારતા સાપને ભસ્મ કરી નાખે છે, તે જ રીતે ચકે દુર્વાસાજીની કૃત્યાને બાળીને ભસ્મનો ઢગલો કરી દીધો. ।। ૪૮ હવે દુર્વાસાજીએ જોયું કે, મારી બનાવેલી કૃત્યા તો બળી રહી છે અને ચક્ર મારી તરફ આવી રહ્યું છે, ત્યારે તેઓ ભયભીત થઈને પોતાના પ્રાણ બચાવવા માટે એકાએક ભાગી નીકળ્યા. 1૪૯ || જેમ ઊંચી-ઊંચી લપટોવાળો દાવાનળ સાપની પાછળ દોડે છે, તે જ પ્રમાણે ભગવાનનું, ચક્ર તેમની પાછળ-પાછળ દોડવા લાગ્યું. જ્યારે દુર્વાસાજીએ જોયું કે ચક્ર તો મારી પાછળ પડી ગયું છે, ત્યારે સુમેરુ પર્વતની ગુફામાં પ્રવેશ કરવાં માટે તૈ તરફ દોડવા લાગ્યા. || ૫૦ ॥ દુર્વાસાજી ચારે દિશા, આકાશ, પૃથ્વી, અતલ-વિતલ વગેરે નીચેના લોક, સમુદ્ર, લોકપાલ અને તેમના દ્વારા સુરક્ષિત લોકોમાં તથા સ્વર્ગલોક સુધી ગયા, પરંતુ જ્યાં-જ્યાં તેઓ ગયા ત્યાં-ત્યાં તેમણે અસહ્ય તેજવાળા ચકને પોતાની પાછળ પડેલું જોયું. ॥ ૫૧ ॥ જ્યારે તેમને ક્યાંય પણ કોઈ રક્ષા કરનાર ન મળ્યું ત્યારે તો તેઓ વધારે ભયભીત થઈ ગયા. પોતાના માટે રક્ષક શોધતા શોધતા તેઓ દેવશિરોમણિ બ્રહ્માજી પાસે ગયા અને બોલ્યા - “બ્રહ્માજી! તમે સ્વયંભૂ છો. ભગવાનના આ તેજોમય ચક્રથી મારી રક્ષા કરો.’ || પર ॥ ૧. શ્રિયા મત્તસ્ય | ર. બ્સ્વેષ્ટમાનિનઃ | ૩, તપસા નિ૦ | ૪. વ્લન્તીમસિટ | પ. ત્દ્રવમુટ્ઠીન | ૬. દવાગ્નિટ | ૭. તથાવસક્તં.!
- શ્રીમદભાગવત [અ૦૪ ત્રહ્રોવાર સ્થાન મદીયં સહવિશ્વમેતત્ ક્રીડાવસાને દ્વિપરાર્ધસઝ્શે | ભ્રભન્નમાત્રેણ હિ સતન્દિધક્ષોઃ કાલાત્મનો યસ્ય તિરોભવિષ્યતિ ॥ ૫૩॥ અહે ભવો દ્ક્ષભૃગુપ્રધાનાઃ પ્રજેશભૂતેશસુરેશમુખ્યાઃ 1 સર્વે વયં યજ્ઞિયમં પ્રપન્ઞા મૂર્ધ્યર્પિત લોકહિતં વહામઃ | ૫૪॥ પ્રત્યાખ્યાતો વિરિગ્ચેન વિષ્ણુચક્રોપતાપિતઃ । દુર્વાસાઃ શરણં યાતઃ શર્વ કૈલાસવાસિનમ્ ॥ પપ।। શ્ર ઉશચ વયં ન તાત પ્રભવામ ભૂમ્નિ યસ્મિન્પરેડન્યેડપ્યજજીવકોશાઃ 1 ભવત્તિ કાલે ન ભવત્તિ હીદંશાઃ સહસશો યત્ર વયં ભ્રમામઃ |૫૬।| અહં સનત્કુમારશ્ નારદો ભગવાનજઃ |! કપિલોડપાન્તરતમો દેવલો ધર્મ આસુરિઃ | ૫૭॥ મરીચિપ્રમુખાશ્ચાન્ષે સિદ્ધેશાઃ પારદર્શિનઃ | વિદામ ન વયં સર્વે યન્માયાં માયયાડડવૃતાઃ | ૫૮।। તસ્ય વિશ્વેશ્વરસ્વેદં શસ્તં દુર્વિષરહં હિ નઃ | તમેવ શરણં યાહિ હરિસ્તે શં વિધાસ્યતિ ॥ ૫૯॥ તતો નિરાશો દુર્વાસા: પદં ભગવતો યયૌ । વૈકુણ્ઠાખ્યં યદધ્યાસ્તે શ્રીનિવાસઃ શ્રિયા સહ || ૬૦॥। સન્દહ્યમાનોડજિતશસ્્રવદ્િના તત્પાદમૂલે પતિતઃ સવેપથુઃ | બ્રહ્માજીએ કહ્યું — “જ્યારે મારું બે પરાર્ધનું આયુષ્ય સમાપ્ત થશે અને કાલસ્વરૂપ ભગવાન પોતાની આ સૃષ્ટિલીલા સમેટવા લાગશે અને આ જગતને બાળી નાખવા ઇચ્છશે, તે સમયે તેમના માત્ર ભવાં ચઢાવતાં જ આ તમામ સંસાર અને મારો આ લોક પણ લીન થઈ જશે. | ૫૩ || હું, શંકરજી, દક્ષ-ભૃગુ વગેરે પ્રજાપતિઓ, ભૂતેશ્રરો, દેવેશ્વરો વગેરે બધા જેમના બનાવેલા નિયમોથી બંધાયેલા છીએ તથા જેમની આજ્ઞા શિરોધાર્ય કરીને અમે લોકો સંસારનું હિત કરીએ છીએ. (એમના ભક્તના દ્રોહીને બચાવવા માટે અમે સમર્થ નથી.) ।। ૫૪ ॥। જ્યારે બ્રહ્યાજીએ દુર્વાસાને આ પ્રમાણે નિરાશ કરી દીધા, ત્યારે ભગવાનના ચક્રથી બળી રહેલા દરર્વાસા કૈલાસવાસી ભગવાન શંકરનાં શરણમાં ગયા. ॥ ૫૫ ॥ શ્રીમહાદેવજીએ કહ્યું - ‘દ્વાર્સાજી! જે અનંત. પરમેશ્વરમાં બ્રહ્મા જેવા જીવો અને તેમની ઉપાધિરૂપ આવાં બ્રહ્માંડરૂપ શરીરો તથા બીજાં પજ્ન આવાં હજારો બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે. જે બ્રહ્માંડમાં અમારા જેવા તો હજારો ભટકતા રહે છે - તે પ્રભુના સંબંધમાં અમે કશુંય કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. ॥ ૫૬ | હું, સનતકુમારો, નારદ, ભગવાન બ્રહ્મા, કપિલદેવ, અપાંતરતમ, દેવલ, ધર્મ, આસુરિ તથા મરીચિ વગેરે બીજા સર્વશ સિદ્ધેશ્વરો - આ અમે બધાય ભગવાનની માયાને જાણ્રી શકતા નથી. કારણ કે અમે તે જ માયાના ચકરાવામાં છીએ. | ૫૭-૫૮ ॥ આ ચક્ર તે વિશ્વેશ્રરનું શસ્ત્ર છે. આ અમારા લોકો માટે અસહ્ય છે. તમે તેમના જ શરણમાં જાઓ. તે ભગવાન જ તમારું મંગલ કરશે, અમે કાંઈ કરી શકીએ એમ નથી. ૫૯ |! ત્યાંથી પણ નિરાશ થઈને દુર્વાસા ભગવાનના પરમધામ વૈકુંઠમાં ગયા, જ્યાં લક્ષ્મીપતિ ભગવાન લક્ષ્મીજીની સાથે નિવાસ કરે છે. ॥ ૬૦ ॥ દુર્લાસાજી ભગવાનના ચકના તેજથી બળી રહ્યા હતા. તેઓ કૂજતા ધૂજતા ભગવાનના ચરણોમાં પડી ગયા. તેમણે કહ્યું - “હે અચ્યુત! હે અનંત! આપ સંતોના એકમાત્ર ઇષ્ટદેવ છો. પ અ૦૪] નવમો સ્કન્ધ_ 19 આહાચ્યુતાનન્ત સદીપ્સિત પ્રભો કૃંતાગસં માડવ* હિ વિશ્વભાવન || ૬૧।॥। અજાનતા તે પરમાનુભાવં કૃતં મયાઘં ભવતઃ પ્રિયાણામ્ | વિધેહિ તસ્યાપચિતિં વિધાત- મુંચ્યેત યન્ઞામ્ન્યુદિતે નારકોડપિ || ૬૨॥ કભગવ/નુવ/જ અહં ભક્તપરાધીનો હ્યસ્વતન્ત્ર ઇવ દ્રિજ | સાધુભિર્ગ્રસ્તહદયો ભક્તૈર્ભક્તજનપ્રિયઃ ॥ ૬૩॥ નાહમાત્માનમાશાસે મદ્ધક્તેઃ સાધુભિર્વિના । શ્રિયં ચાત્યન્તિકી બ્રહ્મન્ યેષાં ગતિરહં પરા ।। ૬૪1! થે દારાગારપુત્રાપ્માન્ પ્રાણાન્વિત્તમિમં પરમ્ | હિત્વા માં શરણં યાતાઃ કથં તાંસ્ત્યક્તુમુત્સહે || ૬૫।। મયિ નિર્બદ્ધહૃદયાઃ સાધવઃ સમદર્શનાઃ* । વશીકુર્વન્તિ માં ભક્ત્યા સત્સ્ત્રિયઃ સત્પતિં યથા || ૬૬॥ મત્સેવયા પ્રતીતં ચ સાલોક્યાદિચતુષ્ટયમ્ | નેચ્છન્તિ સેવયા પૂર્ણાઃકુતોડન્યત્કાલવિઠ્ઠુતમ્ ॥ ૬૭॥। સાધવો હૃદયં મહ્યં સાધૂનાં હૃદયં ત્વહમ્* 1 મદન્યત્તે ન જાનન્તિ નાહ તેભ્યો મનાગપિ || €૮!। ઉપાયં કથયિષ્યામિ તવ વિપ્ર શ્ૃણુષ્વ તત્ | અ્યહ્યાત્માભિચારસ્તે યતસ્તં યાતુ વૈ ભવાન્ | સાધુષુ પ્રહિતં તેજઃ પ્રહર્તુઃ કુરુતેડશિવમ્ ॥ ૬૯॥ પ્રભુ! વિશ્વના જીવનદાતા! હું અપરાધી છું. આપ મારી રક્ષા કરો. ॥ ૬૧ ॥ આપનો પરમ પ્રભાવ ન જાણવાને કારણે જ મેં આપના પ્રિય ભક્તનો અપરાધ કર્યો છે. પ્રભુ! આપ મને તેનાથી બચાવો. આપના નામમાત્રનું ઉચ્ચારણ કરવાથી નરકના જીવો પણ મુક્ત થઈ જાય છે.’ | ૬૨ ॥ શ્રીભગવાને કહ્યું - દુર્વાસાજી! હું બધી રીતે ભક્તોને આધીન છું. હું બિલકુલ સ્વતંત્ર નથી. મારા સીધા-સાદા સરળ ભક્તોએ મારા હૃદયને તેમના વશ કરી રાખ્યું છે. ભકતજનો મને પ્રેમ કરે છે, હું તેમને પ્રેમ કરું છું. | ૬૩ ।। બ્રહ્મન્! મારા ભક્તોનો એકમાત્ર આશ્રય હું જ છું. તેથી મારા સાધુસ્વભાવના ભક્તોને છોડીને ન તો હું સ્વયં મારી જાતને ચાહું છું કે ન મારી અર્ધાદ્વિની વિતાશરહિત લક્ષ્મીને પણ. ॥ ૬૪ |! જે ભક્તો પત્ની, પુત્ર, ધર, ગુરુજનો, પ્રાણ, ધન, આ લોક અને પરલોક - બધું જ છોડીને માત્ર માચ જ શરણમાં આવી ગયા છે, તેમને છોડવાનો વિચાર પણ હું કઈ રીતે કરી શકું? || ૬૫ || જેમ સતી સ્ત્રી પોતાના પાતિવ્રત્યથી સદાચારી પતિને વશ કરી લે છે, તેવી જ રીતે. મારી સાથે પોતાના હૃદયને પ્રેમ-બંધનથી બાંધી રાખનારા સમદર્શી સાધુપુરુષો ભક્તિ દ્વારા મને પોતાને વશ કરી લે. છે. ॥ ૬૬ || મારા અનન્ય પ્રેમી ભક્તો સેવાથી જ પોતાને પરિપૂર્ણ કૃતકૃત્ય માને છે. મારી સેવાના ફળસ્વરૂપ જ્યારે તેમને સાલોક્ય, સારૂપ્ય વગેરે મુક્તિઓ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ તેનો પણ સ્વીકાર કરવા ઇચ્છતા નથી, પછી સમયના ગ્રવાહમાં નષ્ટ થઈ જનારી વસ્તુઓની તો વાત જ ક્યાં છે? ॥ ૬૭ | દુર્વાસાજી! હું તમને બીજું શું કહું, મારા પ્રેમી ભક્તો તો મારું હૃદય છે અને તે પ્રેમીભક્તોનું હૃદય સ્વયં હું છું. તેઓ મારા સિવાય બીજું કંઈ પણ જાણતા નથી. || ૬૮ |! દુર્વાસાજી! સાંભળો, હું તમને એક ઉપાય બતાવું છું. જેમનું અનિષ્ટ કરવાથી તમારે આ વિપત્તિમાં પડવું. પડ્યું છે, તમે તેમની પાસે જાઓ. ‘િરપરાધ સંતોના અનિષ્ની ચેષ્ટાથી અનિષ્ટ કરનારનું જ અમંગલ થાય છે.!૬૯॥ ૧. મામવ વિશ્વ૦| ૨. ત્દર્મિનઃ | ૩, હ્ાહમ્ ! 1 1553 ] 0૦ 8૦ ૦ ( સ્ત્રળ્ક-2 ) મુઝરાતી ૩૦ 20 શ્રીમદભાગવત [અજપ તપો વિદ્યા ચ વિપ્રાણાં નિઃશ્રેયસકરે ઉભે | તે એવ દુર્વિનીતસ્ય કલ્પેતે કર્તુરન્યથા | ૭૦॥ બ્રહ્મસ્તદ્ગચ્છ ભદ્રં તે નાભાગતનયં નૃપમ્ ! ક્ષમાપય મહાભાગં તતઃ શાન્તિર્ભવિષ્યતિ || ૭૧॥ એમાં સંદેહ નથી કે બ્રાહ્મણોને માટે તપસ્યા અને વિધા પરમ ક્લ્યાણનાં સાધનો છે. પરંતુ જો બ્રાહ્મણ ઉદડ અને અન્યાયી બની જાય, તો તે બન્ને (તપસ્યા અને વિધા) વિપરીત ફળ આપવા માંડે છે. |! ૭૦ ॥ દુર્વાસાજી! તમારું કલ્યાણ થાઓ. તમે નાભાગના પુત્ર પરમ ભાગ્યશાળી રાજા અંબરીષ પાસે જાઓ અને તેમની કમા માગો, ત્યારે તમને શાંતિ મળશે. ॥ ૭૧ ॥ ક્ક્કઝિન્ન ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધેડમ્બરીષચરિતે ચતુર્થોડધ્યાયઃ | ૪॥ નવમા સ્કંધ-અંતર્ગત અમ્બરીષચરિત્રમાંનો ચોથો અધ્યાય સમાપ્ત.