Śrīmad Bhāgavatam

સગર-ચરિત્ર કંઇક! ઉવા૨ હરિતો રોહિતસુતશ્ચમ્પસ્તસ્માદ્‌* વિનિર્મિતા ! ચમ્પાપુરી સુદેવોડતો વિજયો યસ્ય ચાત્મજઃ |! ૧॥ પભરુકસ્તત્સુતસ્તસ્માદ્‌ વૃકસ્તસ્યાપિ બ

ભગીરથ-ચરિત્ર અને ગંગાવતરણ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ઃ આઠમો અધ્યાય સગર-ચરિત્ર કંઇક! ઉવા૨ હરિતો રોહિતસુતશ્ચમ્પસ્તસ્માદ્‌* વિનિર્મિતા ! ચમ્પાપુરી સુદેવોડતો વિજયો યસ્ય ચાત્મજઃ |! ૧॥ પભરુકસ્તત્સુતસ્તસ્માદ્‌ વૃકસ્તસ્યાપિ બાહુકઃ । સોડરિભિર્હતભૂ રાજા સભાર્યો વનમાવિશત્‌ ॥ ૨॥ વૃદ્ધ તં પગ્યતાં પ્રામં મહિષ્યનુ મરિષ્યતી | ઔવેણ જાનતાડડત્માનં પ્રજાવન્ત નિવારિતા || ૩।। આશઞયાસ્થયૈ સપત્નીભિર્ગરો દત્તોડન્ધસા સહ | સહ* તેનૈવ સગ્જાતઃ સગરાખ્યો મહાયશાઃ | ૪॥। સગરશ્ચક્રવર્ત્યાસીત્સાગરો યત્સુતૈઃ કૃતઃ | યસ્તાલજક્ઠાન્‌ યવનાગ્છકાન્‌ હૈહયબર્બરાન્‌ ॥૫॥ નાવધીદ્‌ ગુરુવાક્યેન ચક્રે વિકૃતતેષિણઃ । મુણ્ડાગ્છમશ્રુધરાન્કાંશ્ચિન્મુક્તકેશાર્ધમુણ્ડિતાન્‌ || ૬! અનત્તર્વાસસઃ કાંશ્ચિદબહિર્વાસસોડપરાન્‌ | સોડશ્વમેધેરયજત સર્વવેદસુરાત્મકમ્‌ 1 ૭॥ ઔવોપદિષ્ટયોગેન હરિમાત્માનમીશ્વરમ્‌ | તસ્યોત્સૃષ્ટું પશું યજ્ઞે જહારાશ્રં પુરન્દરઃ || ૮|। સુમત્યાસ્તનયા દંપ્તાઃ પિતુરાદેશકારિણઃ | હંયમત્વેષમાણાસ્તે સમત્તાસ્યખનન્મહીમ્‌ ॥ ૯॥ શ્રીશુકદેવજીએ કહ્યું - રોહિતનો પુત્ર હતો હરિત. હરિતથી ચમ્પ થયો. તેણે જ ચમ્પાપુરી વસાવી હતી. ચમ્પથી સુદેવ અને તેનો પુત્ર વિજય થયો. 1! ૧ || વિજયનો ભરુક, ભરુકનો વૃક અને વૃકનો પુત્ર થયો બાહુક. શત્રુઓએ બાહુક, પાસેથી રાજ્ય છિનવી લીધું ત્યારે તે પોતાની પત્ની સાથે વનમાં ચાલ્યો ગયો. || ર ॥| વનમાં ગયા પછી વૃદ્ધાવસ્થાને કારણે બાહુકનું મૃત્યુ થયું. ત્યારે તેની સાથે તેની પત્ની સતી ઘવા માટે તૈયાર થઈ. પરંતુ મહર્ષિ ઔર્વને એ ખબર હતી. કે તેના ઉદરમાં ગર્ભ છે. તેથી તેમણે તેને સતી થતાં રોકી લીધી. | ૩ || જ્યારે તેની શોકથોને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તેને ભોજન સાથે ગર (વિપ) આપી દીધું. પરંતુ. ગર્ભ પર વિષનો કોઈ પ્રભાવ ન પડ્યો; બલકે તે વિપની સાથે જ એક બાળકનો જન્મ થયો, જે ગર (વિપ)ની સાથે પેદા થયો હોવાને કારણે ‘સગર’ કહેવાયો. સગર મોટા કીર્તિમાન રાજા થયા. [૪ || સગર ચકવર્તી સમ્રાટ હતા. તેમના પુત્રોએ પૃથ્વીને ખોદીને સમુદ્ર બનાવી દીધો હતો. સગરે પોતાના ગુરુદેવ ઓર્વની આજ્ઞા માનીને તાલજંઘ, યવન, શક, હૈહય અને બર્બર જાતિના લોકોનો વધ ન કર્યો, બલ્કે તેમને વિરૂપ બનાવી દીધા. તેમાંના કેટલાંકનાં માથાં મુંડાવી નાખ્યાં, કેટલાકને મૂછ-દાઢી રખાવ્યાં, કેટલાકને છૂટા કૅશવાળા બનાવ્યા અને કેટલાકનાં માથાં અડધાં મુંડાવી નાખ્યાં. 1 ૫-૬ || કેટલાક લોકોને સગરે માત્ર વસ્ત્ર ઓઢવાની જ આશ્ઞા આપી, પહેરવાની નહીં, અને કેટલાકને માત્ર લંગોટી પહેરવાનું જ કહ્યું, ઓઢવાનું નહીં. ત્યારપછી સગર રાજાએ ઔર્વ ત્ર્દપેના ઉપદેશ અનુસાર 1 ‘અશ્વમેધ યજ્ઞ દ્વારા સંપૂર્ણ વેદ અને દેવતામય, આત્મસ્વરૂપ, સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી. તેના યજ્ઞમાં જે ઘોડો છોડવામાં આવ્યો હતો, તેને ઇન્દ્રે ચોરી લીધો. 1-૮ | તે વખતે મહારાજની સુમતિના ગર્ભથી ઉત્પન્ન થયેલા સગરના પુત્રો પોતાના પિતાની આશાનુસાર ઘોડા માટે પૂરી પૃથ્વીને ચારે બાજુથી શોધી વળ્યા. જ્યારે તેમને ક્યાંય ઘોડો ન મળ્યો, ત્યારે તેમશે ખૂબ અભિમાન સાથે બધી બાજુથી પૃથ્વીને ખોદી નાખી, | ૯ || ૬. બાદરાયશિરુવાચ | ૨. વય્પસ્તેન | ૩. કરુક૦ | ૪. ન હતસ્તેન ! અ૦૮] નવમો. સ્કન્ધ 33 પ્રાગુદીચ્યાં દિશિ હયં દદેશુઃ કપિલાન્તિકે । એષ વાજિહરશ્ચૌર આસ્તે મીલિતલોચનઃ | ૧૦॥ હન્યતાં હન્યતાં પાપ ઇતિ ષષ્ટિસહસ્િણઃ | ઉદાયુધા અભિયયુરુન્મિમેષ તદા મુનિઃ ।૧૧।। સ્વશરીરાગ્નિના તાવન્મહેન્દ્રહતચેતસઃ | મહદ્વ્યતિક્રમહતા ભસ્મસાદભવન્‌ ક્ષણાત્‌ | ૧૨॥ ન સાધુવાદો મુનિકોપભર્જિતા નૃપેત્દ્રપુત્રા ઈતિ સત્ત્વધામનિ | કથં તમો રોષમયં વિભાવ્યતે જગત્પવિત્રાત્મનિ ખે રજો ભુવઃ ॥૧૩॥। યસ્યેરિતા સાડખ્યમયી દંઢેહ નૌ- ર્યયા મુમુક્ષુસ્તરતે દુરત્યયમ્‌ | ભવાર્ણવં મૃત્યુપ્થ વિપશ્ચિતઃ પરાત્મભૂતસ્ય કથં પૃથડમતિઃ | ૧૪॥। યોડસમગ્જસ ઇત્યુક્તઃ સ કેશિન્યા નૃપાત્મજઃ | તસ્ય પુત્રોંડશુમા્ઞામ પિતામહહિતે રતઃ || ૧૫॥ અસમગ્જસ આત્માનં દર્શયજ્ઞસમગ્જસમ્‌ | જાતિસ્મરઃ પુરા સ્નાદ્યોગી યોગાદ્‌ વિચાલિતઃ | ૧ ૬ આચરતન્‌ ગર્હિતં લોકે જ્ઞાતીનાં કર્મ વિપ્રિયમ્‌ । સરષ્યાં ક્રીડતો બાલાન્‌ પ્રાસ્યદુહેજયગ્જનમ્‌ ॥ ૧૭॥। એવંવૃત્તઃ પરિત્યક્તઃ પિત્રા સ્નેહમપોહ્ય વૈ | યોગૈશ્ચર્ષેણ બાલાંસ્તાન્‌ દર્શયિત્વા તતો યયૌ ।। ૧૮॥ અયોધ્યાવાસિનઃ સર્વે બાલકાન્‌પુનરાગતાન્‌ | દેષ્વા વિસિસ્મિરે રાજન્‌રાજાચાપ્યન્વતપ્યત5 ।। ૧૯॥ ખોદતાં ખોદતાં તેમને પૂર્વ-ઉત્તરના છેડા પર કપિલમુંને પાસે. પોતાનો ઘોડો જોવા મળ્યો. ઘોડાને જોઈને સાઠ હજાર ચજકુમારો શસ્ત્રો ઉપાડીને એવું કહેતા કહેતા તેમની તરફ દોડ્યા કે, “આ જ અમારા ઘોડાને ચોરવાવાળો ચોર છે. જુઓ તો ખરા, આજ્ઞે અત્યારે કેવી આંખો મીંચી રાખી છે! આ પાપી છે. આને મારી નાઓ, મારી નાખો.’ તે સમયે કપિલમુનિએ પોતાનાં નેત્રો ખોલ્યાં. ! ૧૦-૧૧ 1! ઇન્દ્રએ રાજકુમારોની બુદ્ધિહરીલીધી હતી, તેથી તેમણે કપિલમુનિ જેવા મહાપુરુષનો તિરસ્કાર કર્યો. આ તિરસ્કારના ફળસ્વરૂપ તેમના શરીરમાં ઉત્પન્ન થયેલા અગ્નિથી જ એ સાઠ હજાર સગરપુત્રો ક્ષણવારમાં જ ભસ્મ થઈ ગયા.॥૧૨ ॥ પરીક્ષિત! સગરના પુત્રો કપિલમુનિના ક્રોધથી ભસ્મ થઈ ગયા એમ કહેવું ઉચિત નથી. કપિલમુનિ તો શુદ્ધ સત્ત્તગુણના પરમ આશ્રય છે, તેમનું શરીર તો જગતને પવિત્ર કરતું રહે છે. તેમનામાં ભલા, ક્રોધરૂપી તમોગુણની સંભાવના કેમ કરી શકાય? પૃથ્વીની ધૂળનો કાંઈ આકાશ સાથે કોઈ સંબંધ થાય છે? || ૧૩ |આ સંસાર-સાગર એક મૃત્યુમય પંથ છે. તેને પાર જવું બહુ કઠણ છે. પરંતુ કપિલમુનિએ આ જગતમાં સાંખ્યશાસ્ત્રની એક એવી દઢ નૌકા બનાવી દીધી છે, જેનાથી મુક્તિની ઇચ્છા રાખનાર કોઈ પણ વ્યક્તિ તે સમુદ્રને પાર કરી જાય છે. તેઓ માત્ર પરમ જાની જ નથી, સ્વયં પરમાત્મા છે. તેમનામાં ભલા, શત્રુ-મિત્રની ભેદબુદ્ધિ કઈ રીતે થઈ શકે? । ૧૪ ॥ સગરના બીજાં પત્નીનું નામ હતું કેશિની. તેમના ગર્ભથી તેમને અસમંજસ નામનો પુત્ર થયો હતો. અસમંજસના પુત્રનું નામ હતું અંશુમાન. તે પોતાના દાદા સગરની આજ્ઞાનું પાલન કરવામાં તથા તેમની સેવામાં લાગેલો રહેતો હતો. ॥ ૧૫ ।। અસમંજસ પહેલા જન્મમાં યોગી હતા, પરંતુ આ જન્મમાં પણ તેમને પૂર્વજન્મની સ્મૃતિ જળવાઈ રહી હતી. તેથી તેઓ એવું કામ કરતા હતા, જેથી ભાઈ-બંધુ તેમને પ્રિય ન સમજે. તેઓ ક્યારેક-ક્યારેક નિંદિત કર્મ પણ કરી બેસતા અને પોતાને પાગલ-જેવા દેખાડતા - ત્યાં સુધી કે, રમતા છોકરાઓને સરયુમાં ફેંકી દેતા! આ પ્રમાણે તેમણે લોકોને દુઃખી કરી દીધા હતા. । ૧૬-૧૭ ॥ છેવટે તેમની આવી હરક્તો જોઈને પિતાએ પુત્રસ્નેહને તિલાંજલિ આપી દીધી અને તેમનો ત્યાગ કરી દીધો. ત્યારપછી અસમંજસે પોતાના યોગબળથી તે બધા બાળકોને જીવિત કરી દીધા અને પોતાના પિતાને બતાવીને તેઓ વનમાં ચાલ્યા ગયા. 1૧૮ ॥ અયોધ્યાના નાગરિકોએ જ્યારે જોયું કે, અમારા બાળકો તો જીવતા આવી ગયા છે ત્યારે તેમને અપાર આશ્ચર્ય થયું અને રાજા સગરને પણ ઘણો પશ્ચાત્તાપ થયો. ॥ ૧૯ || ૧. ચાથાન્વ૦ | 34 શ્રીમદભાગવત [અ૦૮ અંશુમાંશ્રોદિતો રાજ્ઞા તુરક્ઞાન્વેષણે યયૌ | _ પિતૃવ્યખાતાનુપથ ભસ્માન્તિ દદશે હયમ્‌ ॥ ૨૦॥ તત્રાસીનં મુર્નિ વીક્ષ્ય કપિલાખ્યમધોક્ષજમ્‌ | અસ્તૌત્સમાહિતમનાઃ પ્રાગ્જલિઃ પ્રણતો મહાન્‌ | ૨૧।। અડુંમાયુવચ ન પશ્યતિ ત્વાં પરમાત્મનોડજનો ન બુધ્યતેડધાપિ સમાધિયુક્તિભિઃ ! કુતોડપરે તસ્ય મનઃશરીરધી- વિસર્ગસૃષ્ટા૧ વયમપ્રકાશાઃ | ર૨! યે દેહભાજસ્તિગુણપ્રધાના ગુણાન્‌ વિપશ્યન્ત્યુતચ વા તમશ્ર | યન્માયયા મોહિતચેતસસ્તે વિદુઃ સ્વસંસ્થં ન બહિડ્રકાશાઃ ॥ ૨૩।। તં ત્વામહં જ્ઞાનથનં સ્વભાવ- પ્રધ્વસ્તમાયાગુણભેદમોહેઃ૨ | સનત્દનાધ્યર્મુનિભિર્વિભાવ્યં કથં હિ મૂઢઃ પરિભાવયામિ | ર૪॥ પ્રશાન્તમાયાગુણકર્મલિદ્ન- મતામરૂપં સદસહ્વિમુક્તમ્‌? । જ્ઞાનોપદેશાય ગૃહીતદેહંષ નમામહે ત્વાં પુરુષં પુરાણમ્‌ | ૨૫॥ ત્વન્માયારચિતે* લોકે વસ્તુબુદ્ધયા ગૃહાદિષુ । ભ્રમન્તિ કામલોભેર્ષ્યામોહવિભ્રાન્તચેતસઃ ॥ ર૬| અધ નઃ સર્વભૂતાત્મન્‌ કામકર્મેન્દ્રિયાશયઃ મોહપાશો દંઢશ્છિન્નો ભગવંસ્સવ દર્શનાત્‌ ॥ ૨૭ ત્યાર પછી રાજા સગરની આશાથી અંશુમાન ઘોડાને શોધવા માટે નીકળ્યા. તેમણે પોતાના કાકાઓ દ્વારા ખોદેલા સમુદ્રના કિનારે-કિનારે જઈને તેમના શરીરની ભસ્મની પાસે જ ઘોડાને જોયો. 1૨૦ ॥ ત્માં જ ભગવાનના અવતાર ક્પિલમુનિ બેઠેલા હતા. તેમને જોઈને ઉદારફદયી અંશુમાને તેમના ચરજ્ોમાં પ્રજ્ઞામ કર્યા અને હાથ જોડીને એકાગ્ર મનથી તેમની સ્તુતિ કરી. 1૨૧ ॥ અંશુમાને કહ્યું - ભગવન્‌! આપ અજન્મા બ્રહ્માજીથી પજ્ઞ પર છો. તેથી તેઓ આપને પ્રત્યક્ષ જોઈ શકતા નથી. જોવાની વાત તો બાજુ પર રહી, તેઓ સમાધિ દ્વારા ગ્રત્યકરૂપે અથવા તર્કો દ્વારા પરોક્ષરૂપે આજ સુધી આપને. જાણી શક્યા નથી. અમે લોકો તો તેમનાં મન, શરીર અને બુદ્ધિથી ઉત્પન્ન થનારી સૃષ્ટિ દ્વારા ઉત્પન્ન થયેલા અજ્ઞાની જીવ છીએ. ત્યારે ભલા, અમે આપને કઈ રીતે સમજી શકીએ? || ૨૨ ।| સંસારના શરીરધારીઓ સત્ત્વગુણ, રજોગુણ અથવા તમોગુણ-પ્રધાન છે. [તેઓ જાગ્રત અને સ્વપખ્નાવસ્થાઓમાં માત્ર ગુણમય પદાર્થો, વિષયોને અને સુષુપ્તિ અવસ્થામાં માત્ર અજ્ઞાન-જ-અજ્ઞાન જુએ છે. એનું કારજ એ છે કે, તેઓ આપની માયાથી મોહિત થઈ રહ્યા છે. તેઓ બહિર્યુખ હોવાના કારણે બહારની વસ્તુઓને તો જુએ છે, પરંતુ પોતાના જ હદયમાં સ્થિત આપને જોઈ શકતા નથી. ॥ ર૩ |! આપ એકરસ જ્ઞાનથન છો. સનન્દન વગેરે. મુનિઓ, જેઓ આત્મસ્વરૂપના અનુભવથી માયાના ગુશ્ો દ્વારા થનારા ભેદભાવને અને તેના કારણે અજ્ઞાનને નષ્ટ કરી ચૂક્યા છે, તેઓ આપનું નિરંતર ચિંતન કરતા રહે છે. માયાના ગુણોમાં જ ભૂલો પડેલો ઠું મૂઢ, કઈ રીતે આપનું. ચિંતન કરું? ॥ ૨૪ । માયા, તેના ગુણ્રો અને ગુણોને કારણે થનારાં કર્મ અને કર્મના સંસ્કારથી બનેલું આ લિંગશરીર આપમાં છે જ નહીં. ન તો આપનું નામ છે અને ન તો રૂપ છે. આપમાં ન તો કાર્ય છે અને ન તો કારણ. આપ સનાતન આત્મા છો. જ્ઞાનનો ઉપદેશ આપવા માટે જ આપે. આ શરીર ધારણ કર્યું છે. અમે આપને નમસ્કાર કરીએ છીએ. || ર૫ ॥ પ્રભુ! આ સંસાર આપની માયાનો વિલાસ છે. તેને સત્ય સમજીને કામ, લોભ, ઈર્ષ્યા અને મોહથી લોકોનું ચિત્ત, શરીર અને ઘર વગેરેમાં ભટકવા લાગે છે. લોકો આના જ ચકરાવામાં ફસાઈ જાય છે. ૨૬ || હે સમસ્ત ગ્રાણીઓના આત્મા પ્રભુ! આજે આપનાં દર્શનથી માસ મોહની તે દઢ ગ્રંથિ છૂટી ગઈ જે કામના, કર્મ અને ઇન્દ્રિયોને પોષજ્ઞ આપે છે. || ર૭ |! ૧. વ્સુયવયવપ્રકાશકાઃ ! ૨. પ્રપશ્ય૦ ! ૩. વ્યયમોહબેદૈઃ | ૪. વદેયુક્તમ્‌ 1 ૫. ત્તલિડ્ઝં | ૬. વત્વથા રચિતે ! અ૦૯] નવમો સ્કન્ધ 35 “શુક ઉવાચ ઇત્થંગીતાનુભાવસ્તં ભગવાન્કપિલો મુનિઃ । અંશુમન્તમુવાચેદમનુગૃહ્યા ધિયા નૃપ ૨૮! શભગવાનુજ૨ અશ્વોડયં નીયતાં વત્સ પિતામહપશુસ્તવ | ઇમે ચપિતરોદગ્ધા ગક્નામ્ભોડર્હન્તિ નેતરત્‌ ॥ ૨૯॥ તં પરિક્રમ્ય શિરસા પ્રસાધ હયમાનયત્‌ | સગરસ્તેન પશુના ક્રતુશેષં સમાપયત્‌ |! ૩૦॥ રાજ્યમંશુમતિન્યસ્ય નિઃસ્પૃહો મુક્તબન્ધનઃ । ઔોપદિષ્ટમાર્ગેણ લેભે ગતિમનુત્તમામ્‌ ।। ૩૧॥। શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જ્યારે અંશુમાને ભગવાન કપિલમુતિના પ્રભાવની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેમણે મનમાં જ અંશુમાન ઉપર બહુ અનુગ્રહ કરીને કહ્યું-॥૨૮ || શ્રીભગવાને કહ્યું - ‘બેટા! આ ઘોડો તારા પિતામહનો યજ્પશુ છે. એને તું લઈ જા. તમારા ભસ્મ થઈ ગયેલા કાકાઓનો ઉદ્ધાર માત્ર ગંગાજળથી થશે, બીજો કોઈ ઉપાય નથી.’ ॥ ૨૯ || અંશુમાને ખૂબ જ વિનસ્રતાથી તેમને. પ્રસન્ન કરીને તેમની પ્રદક્ષિણા કરી અને તે ઘોડાને લઈને નગરમાં આવ્યા. સગરે તે યશપશુ દ્વારા યજ્ઞની શેષ ક્રિયા પુરી કરી. 1૩૦ || ત્યારે રાજા સગરે અંશુમાનને રાજ્યનો ભાર સોંપી દીધો અને તેઓ સ્વયં વિષયોથી ઉપરામ અને બન્ધનમુક્ત થઈ ગયા. તેમણે મહર્ષિ ઔર્વના બતાવેલા માર્ગે પરમપદની પ્રાપ્તિ કરી. 1૩૧ ॥| ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે સગરોપાખ્યાનેડષ્ટમોડધ્યાયઃ || ૮॥ નવમા સ્કંધ-અંતર્ગત સગર-ઉપાખ્યાનમાંનો આઠમો અધ્યાય સમાપ્ત.