બીજો અધ્યાય € ભગવત્કથા અને ભગવદ્દભક્તિનો મહિમા “સ 6૧/૨ ઇતિ સમ્પ્રશ્રસંહષ્ટો વિપ્રાણાં રૌમહર્ષણિઃ ! પ્રતિપૂજ્વ વચસ્તેષાં પ્રવક્તુમુપચક્રમે | ૧॥ સૂત ઉવાચ યં પ્રવ્રજન્તમનુપેતમપેતકૃત્યં દવૈપાયનો વિરહકાતર આજુહાવ | પુત્રેતિ તન્મયતયા તરવોડભિનેદુ- સ્તંસર્વભૂતહૃદયં મુનિમાનતોડસ્મિ ॥ ર॥ યઃ સ્વાનુભાવમખિલશ્રુતિસારમેક- મધ્યાત્મદીપમતિતિતીર્ષતાં તમોડન્ધમ્ । સંસારિણાં કરુણયાડડહ પુરાણગુધ્યં તંવ્યાસસૂનુમુપયામિ ગુરું મુનીનામ્ | ૩।। નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ્ | દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત્ ॥૪॥ ‘મુનયઃ સાધુ પૃષ્ટોડહ ભવદ્ધિલોકમકલમ્ ! યત્કૃતઃ કૃષ્ણસમ્પ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ ॥ ૫॥ સ વૈ પુંસાં પરો ધર્મો યતો ભક્તિરધોક્ષજે ! અહૈતુક્યપ્રતિહતા યયાડડત્મા સમ્પ્રસીદતિ || ૬॥ વાસુદેવે ભગવતિ ભક્તિયોગઃ પ્રયોજિતઃ | જનયત્યાશુ વૈરાગ્યં જ્ઞાનં ચ યદહૈતુકમ્ | ૭॥ ધર્મઃ સ્વનુષ્ઠિતઃ પુંસાં વિષ્વક્સેનકથાસુ યઃ ! નોત્પાદયેધદિ રતિં શ્રમ એવ હિ કેવલમ્ | ૮।। શ્રીવ્યાસજી કહે છે - શૌનકાદિ બ્રહ્મવાદી શ્રપિઓના આ પ્રશ્નો સાંભળીને રોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવાને ઘણો આનંદ થયો. તેમણે :્ષિઓના આ મંગલમય પ્રશ્નનું અભિનંદન કરીને કહેવાનું શરૂ કર્યું. (૧) સૂતજીએ કહ્યું - જે સમયે શ્રીશુકદેવજીનો યજ્ઞોપવીત સંસ્કાર પણ થયો ન હતો, અને જેમણે કંઈ કરવાનું બાકી પણ નથી, એવા વેગથી જઈ રહેલા શુકદેવજીને જોઈને તેમના પિતા વ્યાસજી વિરહવ્યાકુળ થઈને પોકારવા લાગ્યા “બેટા! બેટા!’, તે સમયે બ્રહ્મમાં તન્મથ હોવાને કારણે શ્રીશુકદેવજી વતીથી વૃક્ોએ ઉત્તર આપ્યો - એવા સૌના ફદયમાં વિરાજમાન શ્રીશુકદેવ મુનિને હું નમસ્કાર કરું છું. (ર) આ શ્રીમદભાગવત અત્યંત ગોપનીય - રહસ્યાત્મક પુરાણ છે. ભગવાનના સ્વરૂપનો અનુભવ કરાવનાર અને સમસ્ત વેદોનો સાર છે. સંસારમાં ફસાયેલા જે લોકો આ ઘોર અજ્ઞાનરૂપી અંધકારની પેલે પાર જવા ઇચ્છે છે તેમના માટે આધ્યાત્મિક તત્વોને પ્રકાશિત કરાવનારો આ એક અહ્દિતીય દીપક છે. વાસ્તવમાં એવા જ લોકો પર કરુલ્ા કરીને મોટા-મોટા મુનિઓના આચાર્ય શ્રીશુકદેવજીએ આનું વર્ણન કર્યું છે. હું તેમનું શરણ લઉં છું. (૩) મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ ભગવાનના અવતાર નર- નારાયણ ઝપષિઓને, સરસ્વતીદેવીને અને શ્રીવેદવ્યાસજીને નમસ્કાર કર્યા પછી, સંસાર અને અંતઃકરણના સમસ્ત વિકારો પર વિજય પ્રાપ્ત કરાવનારા આ શ્રીમદૂભાગવત- મહાપુરાશ્રનો પાઠ કરવો જોઈએ. (૪) હે ત્રપિજનો! સમસ્ત વિશ્વના કલ્યાણ માટે તમે આ બહુ સુંદર પ્રશ્ન કર્યો છે; કારણ કે આ પ્રશ્ન શ્રીકૃષ્ણ વિશે. છે અને એનાથી સપ્યક્પશ્ે આત્મશુદ્ધિ થઈ જાય છે, (૫) મનુષ્યો માટે સર્વશ્રેષ્ઠ ધર્મ તે જ છે કે જેનાથી ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થાય; ભક્તિ પણ એવી કે જેમાં કોઈ પણ પ્રકારની કામના ન હોય અને જે નિત્ય-નિરંતર થતી રહે; આવી ભક્તિથી હૃદય આનંદસ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરીને કૃતકૃત્ત થઈ જાય છે. (૬) ભગવાન શ્રીકૃષ્ણમાં ભક્તિ થતાં જ, અનન્ય પ્રેમથી એમનામાં ચિત્ત પરોવતાં જ નિષ્કામ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ થાય છે. (૭) ધર્મનું બરાબર અનુષ્ઠાન કરવા છતાંય જો મનુષ્યના હદયમાં ભગવાનની લીલા-કથાઓ પ્રત્યે અનુરાગ ન ઊપજે ૧. અહીં પ્રાચીન પ્રતમાં ‘સૂત ઉવાચ એટલો પાઠ વધુ છે. અ૦ર] પહેલો સ્કન્ધ 47 ધર્મસ્ય હ્યાપવર્ગ્યસ્ય નાર્થોડર્થાયોપકલ્પતે । નાર્થસ્ય ધર્મકાન્તસ્ય કામો લાભાય હિ સ્મૃતઃ || ૯।॥। કામસ્ય નેન્દ્રિયપ્રીતિર્લાભો જીવેત યાવતા ! જીવસ્ય તત્ત્વજિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભિઃ । ૧૦॥ વદન્તિ તત્તત્ત્વવિદસ્તત્ત્વં યજજ્ઞાનમદ્યમ્ | બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્તે ॥ ૧૧॥। તત્છૂદ્ધાના મુનયો જ્ઞાનવૈરાગ્યયુક્તયા* । પશ્યન્ત્યાત્મનિચાત્માનંભક્ત્યા શ્રુતગૃહીતયા ।। ૧૨ || અતઃપુમ્ભિર્ઠિજશ્રેષ્ઠા વર્ણાશ્રમવિભાગશઃ ! સ્વનુષ્ઠિતસ્ય ધર્મસ્ય સંસિદ્રિ્હરિતોષણમ્ । ૧૩॥ તસ્માદેકેન મનસા ભગવાન્ સાત્વતામ્પતિઃ | શ્રોતવ્યઃકીર્તિતવ્યશ્ચ ધ્યેયઃ પૂજ્યશ્ચ નિત્યદા ॥ ૧૪॥। યદનુધ્યાસિના યુક્તાઃ કર્મગ્રન્થિનિબન્ધનમ્ । છિન્દન્તિકોવિદાસ્તસ્ય કો ન કુર્યાત્કથારતિમ્ ॥ ૧૫॥ શુશ્રૂષોઃ શ્રદ્ધાનસ્ય વાસુદેવકથારુચિઃ । સ્યાન્મહત્સેવયા વિપ્રાઃ પુણ્યતીર્થનિષેવણાત્ ॥ ૧૬! શ્રૃણ્વતાં સ્વકથાં કૃષ્ણઃ પુણ્યશ્રવણકીર્તનઃ । હૃઘન્તઃ સ્થોહ્યભદ્રાણિ વિધુનોતિ સુહત્સતામ્ ॥ ૧૭॥ નષ્ટપ્રાયેષ્વભદ્રેષુ નિત્યં ભાગવતસેવયા૨ । ભગવત્યુત્તમશ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી ।। ૧૮।। તદા રજસ્તમોભાવાઃ કામલોભાદયશ્ચ યે ! ચેત એતૈરનાવિદ્ધં સ્થિત સત્ત્વે પ્રસીદતિ ॥ ૧૯॥ એવં પ્રસન્નમનસો ભગવદ્રક્તિયોગતઃ | ભગવત્તત્ત્વવિજ્ઞાનં મુક્તસક્નસ્ય જાયતે || ર૦ તો તે નર્યો શ્રમ જ શ્રમ છે. (૮) મોક્ષ આપનારા ધર્મનું આચરણ અર્થપ્રાપ્તિ કરવા માટે નથી અર્થાત્ ધર્મનું આચરણ નિષ્કામભાવે ભગવત્પ્રીત્યર્થે થવું જોઈએ. એ જ પ્રમાણે દ્રવ્યની ઉપલબ્ધિ પણ નિષ્કામભાવે લોક્સેવા માટે થવી જોઈએ, તેનાથી પોતાની કામનાઓની પૂર્તિ કરવી એ પ્રયોજન નથી. (૯) ભોગસાધનનું પ્રયોજન ઇન્દ્રિયોની તૃપ્તિ નથી, માત્ર જીવનનિર્વાહ થઈ શકે એ છે. જીવનનો ઉદેશ તત્ત્વજિજ્ઞાસા હોવો જોઈએ. કર્મપરંપરાથી અર્થ સંપાદન જ કરતાં રહેવું, એ કોઈ જીવનનું પ્રયોજન નથી. (૧૦) તત્વવેત્તાઓ અહેત (અદ્વિતીય સચ્ચિદાનંદસ્વરૂપ) શાનને જ તત્ત્વ કહે છે જ કોઈ બ્રહ્મ, કોઈ પરમાત્મા અને કોઈ ભગવાન કહે છે. (૧૧) શ્રદ્ધાવાન મુનિઓ શ્રવણભક્તિ દ્વારા જ્ઞાન-વૈરાગ્યયુક્ત અંતઃકરણમાં તે પરમતત્ત્વરૂપ પરમાત્માનો અનુભવ કરે , (૧૨) આથી હે શૌનકાદિ ્દષિઓ! મનુષ્યે પોતપોતાના વર્ણ-આશ્રમ અનુસાર સારી રીતે સ્વધર્મનું આચરણ કરવું જોઈએ. જેથી ભગવાન પ્રસન્ન થઈ જાય. ભગવાનનું પ્રસન્ન થવું એ જ પૂર્ણ સિદ્ધિ છે. (૧૩) તેથી ભક્તવત્સલ ભગવાનનું જ નિત્ય-નિરંતર શ્રવણ, કીર્તન, ધ્ધાન અને આરાધન કરવું જોઈએ. (૧૪) ભગવાનના સતત ચિંતનરૂપી તલવારથી વિચારશીલ મનુષ્ય તેના કર્મોની મજબૂત ગાંઠને કાપી નાખે છે. તો ભલા! એવો કયો મનુષ્ય હશે, જે ભગવાનની લીલાકથાઓમાં પ્રેમ ન કરે? (૧૫) હે શૌનકાદિ ત્દપિઓ! પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહત્સેવા, તે પછી શ્રવણની ઇચ્છા અને શ્રદ્ધા અને તેના ફળરૂપે ભગવત્કથામાં રુચિ થાય છે. (૧૬) સત્પુરુષોના સુકદ એવા ભગવાન શ્રીકૃષ્ણના યશનું શ્રવણ અને કીર્તન બંને પવિત્ર કરનારાં છે. તેઓ પોતાની કથા સાંભળનારાઓના કૃદયમાં આવી વસે છે અને તેમની અશુભ વાસનાઓનો નાશ કરે છે. (૧૭) જ્યારે શ્રીમદ્ભાગવતના કે ભગવદ્દભક્તોના નિરંતર સેવનથી અશુભ વાસનાઓ નાશ પામે છે ત્યારે પવિત્રકીર્તિના ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્ઘે સ્થાયી પ્રેમની પ્રાપ્તિ થાય છે. (૧૮) ત્યારે રજોગુણ અને તમોગુભ્રના ભાવ - કામ, લોભ વગેરે શાંત થઈ જાય છે અને ચિત્ત પર તેમનો પ્રભાવ પડતો નથી. ત્યારે ચિત્ત સત્ત્વગુણમાં સ્થિત થઈ આધ્યાત્મિક પ્રસન્નતાને પ્રાપ્ત થાય છે. (૧૯) આ રીતે ભગવાનની પ્રેમપૂર્ણ ભક્તિથી જયારે સંસારની સમસ્ત આસક્તિઓ છૂટી જાય છે, હૃદય આનંદથી ભરાઈ જાય ૧. પ્રા. પા. - ત્યુક્તથઃ | ૨. પ્રા. પા. — ભગવદાશયાત્ ! 48 શ્રીમદભાગવત _ [અ૦૨ ભિઘ્યતે હૃદયગ્રન્થિશ્છિદ્યન્તે સર્વસંશયાઃ । ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ દંષ્ટ એવાત્મનીશ્વરે !। ૨૧।। અતો વૈ કવયો નિત્યં ભક્તિં પરમયા મુદા । વાસુદેવે ભગવતિ કુર્વન્ત્યાત્મપ્રસાદનીમ્ || ર૨! સત્ત્વ રજસ્તમ ઇતિ પ્રકૃતેર્ગુણાસ્તે- ્ુક્તઃ પરઃ પુરુષ એક ઇહાસ્ય ધત્તે ! સ્થિત્યાદયે હરિવિરિગ્ચિહરેતિ સંજ્ઞાઃ શ્રેયાંસિ તત્ર ખલુ સત્ત્વતનોર્નુણાં સ્યુઃ ॥ ૨૩॥ પાર્થિવાદ્દારુણો ધૂમસ્તસ્માદગ્રિસ્રયીમયઃ તમસસ્તુ રજસ્તસ્માત્સત્ત્વં યદબ્રહ્મદર્શનમ્ || ર૪।। ભેજિરે મુનયોડથાગ્રે ભગવન્તમધોક્ષજમ્ । સત્ત્વં વિશુદ્ધ ક્ષેમાય કલ્પન્તે યેડનુ તાનિહ || ર૫॥। મુમુક્ષવો ઘોરરૂપાન્ હિત્વા ભૂતપતીનથ |! નારાયણકલાઃ’ શાન્તા૨ ભજન્તિહ્યનસૂયવઃ ॥ ર૬ રજસ્તમ3્રકૃતયઃ સમશીલા ભજત્તિ વૈ | પિતૃભૂતપ્રજેશાદીન્ શ્રિયૈશ્વર્યપ્રજેપ્સવઃ || ૨૭।। વાસુદેવપરા વેદા વાસુદેવપરા મખાઃ | વાસુદેવપરા યોગા વાસુદેવપરાઃ ક્રિયાઃ | ૨૮॥ વાસુદેવપરં જ્ઞાનં વાસુદેવપરં તપઃ | વાસુદેવપરો ધર્મો વાસુદેવપરા ગતિઃ | ૨૯॥ સ એવેદં સસર્જાગ્રે ભગવાનાત્મમાયયા ! સદસદ્રૂપયા ચાસૌ ગુણમય્યાડગુણો વિભુઃ || ૩૦।। છે ત્યારે ભગવત્તત્વનો અનુભવ આપોઆપ થાય છે. (૨૦) હૃદયમાં આત્મસ્વરૂપ ભગવાનનો સાક્ષાત્કાર થતાં જ ૬ૃદયની ગાંઠ ભેદાય છે, તમામ સંદેહ મટી જાય છે અને કર્મબંધન ક્ષીણ થઈ જાય છે. (૨૧) તેથી બુદ્ધિમાન લોકો નિત્ય-નિરંતર ઘજ્ઞા આનંદથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમભક્તિ કરે છે, જેનાથી આત્મ-પ્રસાદની પ્રાપ્તિ થાય છે. (૨૨) પ્રકૃતિના ત્રણ ગુશ્ર છે - સત્ત્વ, રજ અને તમ. આમને સ્વીકારીને આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે એક અદ્વિતીય પરમાત્મા જ બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર - આ ત્રણ નામ ધારણ કરે છે, તેમ છતાં મનુષ્યોનું પરમ કલ્યાણ તો સત્ત્વગુણને સ્વીકારનારા શ્રીહરિથી જ થાય છે. (૨૩) જેમ પૃથ્વીના વિકાર લાકડા કરતાં ધૂમાડો શ્રેષ્ઠ છે અને તેનાથી પણ શ્રેષ્ઠ છે અગ્નિ - કારણ કે વેદોક્ત યજ્ઞયાગાદિ દ્વારા અગ્નિ સદગતિ આપે છે
- તે જ રીતે તમોગુણ કરતાં રજોગુણ શ્રેષ્ઠ છે અને રજોગુ્ર કરતાં સત્વગુણ શ્રેષ્ઠ છે; કારણ કે તે ભગવાનનું. દર્શન કરાવે છે. (૨૪) પ્રાચીન કાળમાં મહાત્માઓ પોતાના કલ્યાલ્ર માટે વિશુદ્ધ સત્ત્વપૂર્ણ ભગવાન વિષ્ણુની જ આરાધના કરતા હતા. અત્યારે પણ જેઓ તેમનું અનુસરણ કરે છે તેઓ તેમની જ જેમ કલ્યાણભાજન બને છે. (ર૫) જે લોકો આ સંસારસાગર પાર ઊતરવા ઇચ્છે છે તેવા અસૂયારહિત મનુષ્યો ભયાનક રૂપના ભૂતપતિઓની ઉપાસના નહીં કરતાં સત્ત્ગગુણી વિષ્ણુ ભગવાનની અને તેમના અંશ - કલાસ્વરૂપોની જ ભક્તિ કરે છે. (૨૬) પણ જેમનો સ્વભાવ રજોગુશી કે તમોગુણી છે તેઓ ધન, એશ્વર્ય અને સંતાનની કામનાથી ભૂત, પિતૃઓ અને પ્રજાપતિઓની ઉપાસના કરે છે; કારણ કે આ લોકોનો સ્વભાવ તે ભૂતાદિને મળતો હોય છે. (૨૭) વેદોનું તાત્પર્ય શ્રીકૃષ્કરમાં જ છે. યશોનો ઉદેશ્ય શ્રીકૃષ્ણ છે. યોગ શ્રીકૃષ્ટ્ર માટે જ કરવામાં આવે છે અને સમસ્ત કર્મોની પરિસમાપ્તિ પણ શ્રીકૃષ્ટરમાં જ છે. (૨૮) જ્ઞાનથી બ્રહ્મસ્વરૂપ શ્રીકૃષ્ણની જ પ્રાપ્તિ થાય છે. તપસ્યા શ્રીકૃષ્્ની પ્રસન્નતા માટે જ કરવામાં આવે છે. શ્રીકૃષ્ણ માટે જ ધર્મોનું અનુષ્ઠાન થાય છે અને અંતિમ ગતિ તો શ્રીવાસુદેવ જ છે. (૨૯) સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રકૃતિના ગુશ્રોથી અતીત છે તે પરમાત્માએ જ પોતાની ત્રિગુબ્રાત્મિકા કાર્ય-કારણરૂપી માયાથી જ સર્ગના આદિમાં આ વિશ્વની રચના કરી હતી. (૩૦) ૧. પ્રા. પા. - ત્કલાં! ૨. પ્રા. પા. - શાન્તા ! અ૦૩] પહેલો સ્કન્ધ 49 તયા વિલસિતેષ્વેષુ ગુણેષુ ગુણવાનિવ । અન્તઃપ્રવિષ્ટ આભાતિ વિજ્ઞાનેન વિજૃમ્ભિતઃ ॥ ૩૧॥। યથા હ્યવહિતો વહિર્દારુષ્વેકઃ સ્વયોનિષુ । નાનેવ ભાતિવિશ્વાત્મા ભૂતેષુ ચ તથા પુમાન્ | ૩૨।। અસૌ ગુણમયૈર્ભાવૈર્ભતસૂક્મેન્દ્રિયાત્મભિઃ ! સ્વનિર્મિતેષુ નિર્વિષ્ટો ભુડક્તે ભૂતેષુ તદગુણાન્ ॥ ૩૩॥। ભાવયત્યેષ સત્ત્વેન લોકાન્ વૈ લોકભાવનઃ ૧લીલાવતારાનુરતો દેવતિર્યડ્નરાદિષુ || ૩૪।। સત્ત્વ, રજ અને તમ - આ ત્રણે ગુણ તે જ માયાનો વિલાસ છે; તે ગુશ્રોમાં રહીને ભગવાન તેમનાથી યુક્ત- જેવા લાગે છે, પણ વાસ્તવમાં તો તેઓ પરિપૂર્ણ વિજ્ઞાનાનંદથન છે. (૩૧) અગ્નિ તો વસ્તુતઃ એક જ છે, પણ જ્યારે તે અનેક પ્રકારનાં લાકડાંમાં પ્રગટે છે ત્યારે અનેક રૂપે દેખાય છે; તેવી જ રીતે સૌના આત્મરૂપ ભગવાન તો એક જ છે, પણ પ્રાણીઓની અનેકતાને લીધે અનેક-જેવા લાગે છે. (૩૨) તે જ ભગવાન સૂક્મભૂત
- તન્માત્રા, ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરે ગુશ્રોના વિકારભૂત ભાવો વડે અનેક પ્રકારની યોનિઓનું નિર્માણ કરે છે અને તેમનામાં ભિન્ન-ભિન્ન જીવોના રૂપમાં પ્રવેશ કરીને તે તે યોનિઓને અનુરૂપ વિષયોનો ઉપભોગ કરે છે. (૩૩) તેઓ જ સમસ્ત લોકોની રચના કરે છે અને દેવતા, પશુ-પક્ષી, મનુષ્ધ વગેરે યોનિઓમાં લીલા-અવતાર લઈને સત્ત્વગુલ્ર વડે જીવોનું પાલનપોષણ કરે છે. (૩૪) ક્ક્ક્કઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધે નૈમિષીયોપાખ્યાને દ્વિતીયોડધ્યાયઃ ॥ ૨॥ પહેલા સ્કંધ-અંતર્ગત નૈમિષીયોપાખ્યાનનો બીજો અધ્યાય સમાપ્ત.