ચોથો અધ્યાય મહર્ષિ વ્યાસનો અસંતોષ જસ 6૨૨ વ્યાસજી કહે છે — તે દીર્ષકાલીન સત્રમાં સંમિલિત ન જ થયેલા મુનિઓમાં વિદ્યાવયોવૃદ્ધ કુલપતિ ત્ગ્વેદી શૌનક્જીએ ઇતિ બ્રુવાણં સંસ્તૂય મુનીનાં દીર્ષસત્રિણામ્ ! સૂતજીની પૂર્વાક્ત વાત સાંભળીને તેમની પ્રશંસા કરી અને વૃદ્ધઃ કુલપતિ: સૂત બહ૬ૃચઃ શૌનકોડબ્રવીત્ 0! ૧| થૌનક ઉવાજ સૂત સૂત મહાભાગ વદ નો વદતાં વર । ક્રથાં ભાગવતી પુણ્યાં યદાહ ભગવાગ્છુકઃ ॥ ર કસ્મિન્ યુગે પ્રવૃત્તેયં સ્થાને વા કેન હેતુના । કુંત:સગ્ચોદિતઃ કૃષ્ણઃ કૃતવાન્ સંહિતાં મુનિઃ ॥ ૩।। તસ્ય પુત્રો મહાયોગી સમદંડનિર્વિકલ્પકઃ । એકાત્તમતિરુસિદ્રો ગૂઢો મૂઢ ઇવેયતે !૪॥ દંષ્ટ્વાનુયાન્તમૃષિમાત્મજમપ્યનગ્નંપ દેવ્યો હ્વિયા પરિદધુર્ન સુતસ્ય ચિત્રમ્ ! તદ્દીક્ષ્ય પૃચ્છતિ મુનો જગદુસ્તવાસ્તિ ઔપુમ્ભિદાન તુ સુતસ્ય વિવિક્તદેષ્ટે: ॥ ૫।! કથમાલક્ષિતઃ પૌરૈઃ સમ્પ્રાપ્ત કુરુજાડલાન્ ઉન્મત્તમૂકજડવદ્રિચરન્ ગજસાહદ્ધયે |! ૬॥ કર્થ વા પાણ્ડવેયસ્ય રાજર્ષેમુનિના સહ | સંવાદઃ સમભૂત્તાત યત્રેષા સાત્વતી શ્રુતિઃ | ૭॥ સ ગોદોહનમાત્રં હિ ગૃહેષુ ગૃહમેધિનામ્ | અવેક્ષતે મહાભાગસ્તીથીકુર્વસ્તદાશ્રમમ્ ॥ ૮॥ અભિમન્યુસુતં સૂત પ્રાહુર્ભાગવતોત્તમમ્ તસ્ય જન્મ મહાશ્ચર્ય કર્માણિ ચ ગૃણીહિ નઃ ॥ ૯।। સસમ્રાટ્કસ્યવાહેતોઃ પાણ્ૂનાં માનવર્ધનઃ | પ્રાયોપવિષ્ટો ગજ્ઞાયામનાદંત્યાધિરાટ્શ્રિયમ્ ॥ ૧૦1! કહ્યું. (૧) શૌનકજી બોલ્યા - હે સૂતજી! તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો. જે કયા ભગવાન શ્રીશુકદેવજીએ કહી હતી, ભગવાનની તે જ પુશ્ધમથી કથા કૃપ કરીને તમે અમને સંભળાવો. (૨) તે કથા કયા યુગમાં, કયા સ્થળે અને શા કારણે થઈ હતી? મુનિવર શ્રીકૃષ્સટવેપાયને કોની પ્રેરણાથી આ પરમહંસોર્ના સંહિતાનું નિર્માણ કર્યું હતું? (૩) તેમના પુત્ર શુક્દેવજી મોયા યોગી, સમદર્શ, ભેદભાવરહિત અને આત્મસ્વરૂપમાં જાગ્રત છે તથા નિરંતર એકમાત્ર પરમાત્મામાં જ તેમની દઢ સ્થિતિ છે. તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં છુપાયેલા હોવાને કારણે લોકોને મૂઢ જેવા લાગે છે. (૪) વનમાં જતા પોતાના પુત્રની પાછળ જ્યારે વ્યાસજી જઈ રહ્યા હતા ત્યારે જળ-સ્નાન કરતી ઔઓએ નગ્ન શુકદેવને જોઈને તો વસતો ન પહેર્યાં, પણ વસો પહેરેલા વ્યાસજીને જોઈને લજવાઈને વસ્ત્રો પહેર્યા હતાં. આ આશ્ચર્ય જોઈને વ્યાસજીએ તેનું કારણ પૂછ્યું ત્યારે તે સ્રીઓએ ઉત્તર આપ્યો કે ‘તમારી દષિમાં તો હજી સી-પુરુષનો ભેદ છે, પણ તમાર પુત્રની શુદ્ધ દૃષ્ટિમાં એ ભેદ નથી.’ (૫) [કરુજાંગલ દેશમાં પહોંચીને ગાંડા, ગૂંગા અને જડ જેવું વિચરણ કરતા શુકદેવજીને હસ્તિનાપુરના નગરવાસીઓએ કેવી રીતે ઓળખ્યા? (૬) પાંડવનંદન સજર્ષિ પરીક્ષિતનો આ મૌની શુકદેવજી સાથે સંવાદ કેવી રીતે થયો કે જેમાં આ ભાગવતસંહિતાની કથા તેમણે કહી? (૭) મહાભાગ શ્રીશુકદેવજી તો ગૃહસ્થોનાં ધરોને તીર્થસ્વરૂપ બનાર્વી દેવા માટે એટલી જ વાર તેમન દરવાજે પ્રતીક્ષા કરે છે કે જેટલી વારમાં એક ગાવ દોહવામાં આવે છે. (૮) હે સૂતજી! અમે સાંભવ્યું છે કે અભિમન્યુસુત પરીક્ષિત ભગવાનના મોટા પ્રેમી ભક્ત હતા. તેમના અત્યંત આશ્ચર્યપૂર્ણ જન્મનું અને કર્મનું પજ્ન વર્ણન કરો. (૯) તેઓ તો પાંડવવંક્ષના ગૌરવ વધારનારા સમ્રાટ હતા. તેઓ ભલા, શા કારણે સામ્રાજ્યલક્ષ્મીનો પાંરેત્યાગ કરીને ગંગા- તટે મૃત્યુપર્યન્ત અનશનનું દ્રત લઈને બેઠા હતા? (૧૦) ૧. પ્રા, પ. ત્મપ્યુ મમ્નાઃ! અ૦૪] પહેલો સ્કન્ધ ક્ક નમન્તિ યત્પાદનિકેતમાત્મનઃ શિવાય હાનીય ધનાનિ શત્રવઃ । કથં સ વીરઃ શ્રિયમદ્ દુસ્ત્યજાં યુવૈષતોત્સષ્ટુમહો સહાસુભિઃ ।। ૧૧॥। શિવાય લોકસ્ય ભવાય ભૂતયે ય ઉત્તમશ્લોકપરાયણા જનાઃ | જીવત્તિ નાત્માર્થમસૌ પરાશ્રયં મુમોચ નિર્વિધ કુતઃ કલેવરમ્ ।૧૨॥ તત્સર્વ નઃ સમાચક્ષ્વ પૃષ્ટો યદિહ કિઞ્ચન | મન્યેત્વાં વિષયેવાચાં સ્નાતમન્યત્ર છાન્દસાત્ | ૧૩॥। સૂત ઉશ૨ દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગપર્યયે જાતઃ પરાશરાદ્યોગી વાસવ્યાં કલયા હરેઃ ॥ ૧૪॥। સ કદાચિત્સરસ્વત્યા ઉપસ્પૃશ્ય જલં શુચિ । વિવિક્તદેશ આસીન ઉદિતે રવિમણ્ડલે 1 ૧૫॥ પરાવરજ્ઞઃ સ ત્રદષિઃ કાલેનાવ્યક્તરંહસા | યુગધર્મવ્યતિકરં પ્રાપ્ત ભુવિ યુગે યુગે 1૧૬ ભૌતિકાનાં ચ ભાવાનાં શક્તિહ્રાસં ચ તતૃતમ્ | અશ્રદધાનાજ્તિઃસત્ત્વાન્ દુર્મેધાન્ હસિતાયુષઃ || ૧૭॥। દુર્ભગાં્જનાન્ વીક્ષય મુનિર્દિવ્યેન ચક્ષુષા । સર્વવર્ણાશ્રમાણાં યદધ્યો હિતમમોઘદક્ । ૧૮॥ ચાતુહોત્રં કર્મ શુદ્ધ પ્રજાનાં વીક્ય વૈદિકમ્ । વ્યદધાઘ્યજ્ઞસન્તત્યે વેદમેકં ચતુર્વિધમ્ । ૧૯॥ ત્રગ્યજુઃસામાથર્વાખ્યા વેદાશ્ચત્વાર ઉદ્ધૃતાઃ । ઇતિહાસપુરાણં ચ પઞ્ચમો વેદ ઉચ્ચતે ॥ ૨૦॥ તત્રર્ગ્વેદધરઃ પૈલઃ સામગો જૈમિનિઃ કવિઃ । વૈશમ્પાયન એવૈકો નિષ્ણાતો યજુષામુત ।। ર૧॥। અથર્વાક્રિરસામાસીત્સુમત્તુર્દારુણો મુનિઃ । ઇતિહાસપુરાણાનાં પિતા મે રોમહર્ષણઃ ॥ ર૨ ॥ શત્રુઓ પણ પોતાના કલ્યાણ માટે ઘણુંબધું ધન લાવીને તેમનાં ચરલ્રો મૂકવાની પીઠિકાને નમસ્કાર કરતા હતા. તે વીર પુરુષે યુવાન હોવા છતાં છોડવી આકરી એવી રાજલક્ષ્મીનો અને પોતાના પ્રાણનો ત્યાગ કરવાની શા માટે ઇચ્છા કરી? (૧૧) જે લોકોનું જીવન ભગવાનને આશ્રિત છે તેઓ તો સંસારના પરમ કલ્યાણ માટે, અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે, એમાં તેમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. તેમનું શરીર તો બીજાઓના હિત માટે હતું, તેમણે વિરક્ત થઈને તેનો ત્યાગ શા માટે કર્યો? (૧૨) વેદવાણી સિવાય અન્ય સમસ્ત શાસ્ોના તમે પારદર્શી વિદ્ધાન છો. હે સૂતજી! તેથી અત્યારે અમે તમને જે કંઈ પૂછ્યું છે તે બધું કૃપા કરીને અમને કહી સંભળાવો. (૧૩) સૂતજીએ કહ્યું - આ સાંપ્રત ચાર યુગો પૈકીના ત્રીજા, દ્વાપરયુગમાં મહર્ષિ પરાશરથી વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાનના ક્લા-અવતાર યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો. (૧૪) એક દિવસ સૂર્યોદય સમયે તેઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને એકાંત સ્થળે બેઠા હતા. (૧૫) મહર્ષિ વેદવ્યાસજી ભગવાનના સગુણ અને નિર્ગુણ તત્ત્વના જ્ઞાતા હતા, તેમની દષ્ટિ અચૂક હતી. તેમણે જોયું કે જેને લોકો જાબ્રવા પામતા નથી તે સમથ-પલટાને લીધે પ્રત્યેક યુગમાં ધર્મ-સંકરતા આવે છે અને તેના પ્રભાવથી ભૌતિક વસ્તુઓની શક્તિનો પણ દ્રાસ થાય છે; સંસારના લોકો શ્રદ્ધાહીન અને શક્તિવિહોબ્રા થઈ જાય છે; તેમની બુદ્ધિ કર્તવ્યનો યથાયોગ્ય નિર્ણય લઈ શક્તી નથી અને આયુષ્ય પણ ઓછું થઈ જાય છે. લોકોનું આ દુર્ભાગ્ય જોઈને તે મુનીશ્વરે પોતાની દિવ્યદષ્ટિથી, સમસ્ત વર્લો અને આશ્રમોનું હિત કે એનો વિચાર કર્યો. (૧૬-૧૮) તેમણે વિચાર્યુ કે ચાતુર્હોત્ર* કર્મ લોકોનાં કદય શુદ્ધ કરનારું છે. આ દષ્ટિએ યજ્ઞોનો વિસ્તાર કરવા માટે તેમણે એક જ વેદના ચાર વિભાગ કર્યા. (૧૯) વ્યાસજી વડે દક, યજુઃ, સામ અને । અથર્વ - આ ચાર વેદોનો ઉદ્ધાર (પૃથક્કરણ) થયો. [ઇતિહાસ અને પુરાબ્રો પાંચમો વેદ કહેવાય છે. (૨૦) એમાંથી ગ&ગ્વેદના પૈલ, સામગાનના વિદ્વાન જૈમિનિ અને યજુર્વેદના એકમાત્ર સ્નાતક વૈશંપાયન થયા. (૨૧) અથર્વવેદમાં પ્રવીણ થયા દરુણનંદન સુમન્તુ મુનિ. ઇતિહાસ અને પુરાણોના સ્નાતક મારા પિતા રોમહર્ષણ હતા. (ર૨) ૧. પ્રા. પા. - એક્તુ। હોતા, અવય, ઉદ્દગાતા અને બ્રહ્મા - આ ચાર હોતાઓ છે. તેમના દ્વારા સંપાદિત થનારા અગ્તિષ્ટોમ વગેરે થશઞને ચાતુરયત્ર કહે છે. 56 શ્રીમદભાગવત [અ૦૪ ત એત ત્ષયો વેદ સ્વં સ્વં વ્યસ્યન્નનેકધા । શિષ્વેઃપ્રશિષ્યૈસ્તચ્છિપ્ેવેદાસ્તે શાખિનોડભવન્ ॥ ૨૩॥ ત એવ વેદા દુર્મેધૈર્ધાર્યન્તે પુરુષૈર્યથા ! એવં ચકાર ભગવાન્ વ્યાસઃ કૃપણવત્સલઃ 1! ૨૪1! સશૂદ્રદ્વિજબન્ધૂનાં ત્રયી ન શ્રુતિગોચરા | કર્મશ્રેયાસ મૂઢાનાં શ્રેય એવં ભવેદિહ | ઇતિ ભારતમાખ્યાનં કૃપયા મુનિના કૃતમ્ ॥ ર૫॥। એવં પ્રવૃત્તસ્ય સદા ભૂતાનાં શ્રેયસિ દ્વિજાઃ । સર્વાત્મકેનાપિ યદા નાતુષ્યદ્છૃુદયં તતઃ ॥ ૨૬॥ નાતિપ્રસીદદ્ધૃદયઃ સરસ્વત્યાસ્તટે મુચૌ । વિતર્કયન્ વિવિક્તસ્થ ઇદ પ્રોવાચ ધર્મવિત્ !! ર૭1! ધૃતત્રતેન હિ મયા છન્દાંસિ ગુરવોડગ્નયઃ | માનિત! નિર્વ્યલીકેન ગૃહીત ચાનુશાસનમ્ ॥ ૨૮॥ ભારતવ્યપદેશેન હ્યામ્નાયાર્થશ્ચ દર્શિતઃ | દશ્યતે યત્ર ધર્માદિ સ્રીશૂદ્રાદિભિરપ્યુત । ૨૯।। તયથાપિબત મેદેદ્યો હ્યત્મા ચૈવાત્મના વિભુઃ | અસમ્પન્ર ઇવાભાતિ બ્રહ્મવર્ચસ્યસત્તમઃ | ૩૦! કિંવા ભાગવતા ધર્મા ન પ્રાયેણ નિરૂપિતાઃ । પ્રિયાઃ પરમહેસાનાં ત એવ જ્રચ્યુતપ્રિયાઃ ।। ૩૧॥। તસ્થૈવં ખિલમાત્માનં મન્યમાનસ્ય ખિદ્યતઃ । કૃષ્ણસ્થ નારદોડભ્યાગાદાશ્રમંપ્રાગુદાહતમ્ |! ૩૨।! તમભિજ્ઞાય સહસા પ્રત્યુત્યાયાગતં મુનિઃ | પૂજયામાસ વિધિવન્ઞારદં સુરપૂજિતમ્ ॥ ૩૩॥ આ પૂર્વોક્ત જપિઓએ પોતપોતાની શાખાનું વળી વધુ ભાગોમાં વિભાગીકરણ કર્યું, આ ચીતે શિષ્યો, પ્રશિષ્યો અને એમન્ય (શિષ્યો વડે વેદોની ધણીંબધી શાખાઓ બની. (ર૩) જે લોકોની સ્મરણશક્તિ ઓછી છે તેવા લોકો પદ્મ વેદોના રહસ્યને સમજી શકે, તે પાટે ભગવાન વૈદવ્યાસે તેમના પર કૃપા કરીને વેદોતું આવું વિભાગોકરણ કર્યું. (ર૪) 1 સૌ, શૂદ્ર, અને પતિત દ્વિજાતિ - ત્રષ્ઞેય વેદ-શ્રવણના અધિકારી નથી. તેથી તેઓ કલ્યાણકારી શાસ્કોક્ત કર્મોના આચરણમાં ભૂલ કરી બેસે છે. હવે આતા વડે તેમનું પણ કલ્યાણ થાય - એમ વિચારીને મહામુનિ વ્યાસજીએ મોટી કૃપા કરીને મહાભારત-ઈંતિહાસની રચના કરી. (૨૫) હે શૌનક્ાદિ ગ્&ષિઓ! જોકે વ્યાસજી આ રીતે પોતાની પૂરી શક્તિથી સદાય જીવોના કલ્યાણમાં જ રત રહ્યા, છતાં ધણ તેમના હૃદયમાં સંતોષ થયો નહં, (૨૬) આ પ્રમાણે તેઓ કંઈક ખિન્ન મને સરસ્વતી નદીના પવિત્ર તટ પર એકાંતમાં બેસીને મનોમત વિચાર કરત! આમ કહેવા લાગ્યા
- (૨૭) “મેં નિષ્ક્ટભાવે બ્રહ્મચર્ષ વગેરે વ્રતોનું પાલન, કરતાં-કરતાં વેદો, ગુરુજનો અને અઅ્નિઓનું સમ્માન કર્યુ છે તથા તેમની આશાઓનું પાલન કર્યું છે. (૨૮) મહાભારતની રથન!ના નિમિત્તે મેં વેદોનો અર્થ પ્રગટ કરી આપ્યો છે, જેનાથી આઓ, શૂદ્રો વગેરે પણ પોતપોતાના ધર્મ-કર્મનું જ્ઞાન મેળવી શકે છે. (૨૯) જોકે હું બ્રધ્રતેજથી સંપન્ન છું, સમર્થ છું તેમ છતાં માસ દેહમાં રહેનારા આત્માનો પરમાત્મા સાથે થોગ નહીં થયો હોય એવું લાગે છે. (૩૦) અવશ્ય, મેં હજી સુધો ભગવત્પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું નિરૂપણ ઘશું કરીને કર્યું નથી, કે જે ધર્મો પરમહંસોને પ્રિય છે અને ભગવાનને પશ પ્રિય છે (લાગે છે કે - મારી અપૂર્ણતાનું આ જ કારણ છે).’ (૩૧) શ્રીકૃષ્યદવેપાયન વ્યાસ જ્યારે આ રીતે પોત!ને અપૂર્ણ માનીને ખિન્ન બન્યા હતા તે જ સમયે વ્યાસાશ્રમમાં નારદજી પધાર્યા. (૩૨) તેમને આવેલ! જોઈને વ્યાસજી તરત જ ઊભા થઈ ગયા અને દેવો વડે સમ્માનિત દેવર્ષિ નારદની વિપિપૂર્વક તેમણે પૂજા કરી. (૩૩) કક્કડ ઈતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણ પારમરહસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્પે ગૈમિષીયોપાખ્યાને ચતુર્થોડધ્યાયઃ’ ॥ ૪॥. પહેલા સ્ંધ-અંતર્ગત વૈમિષીયોપાખ્યાનનો ચોથો અધ્યાય સમાપ્ત.