પાંચમો અધ્યાય ભગવાનના યશ-કીર્તનનો મહિમા અને દેવર્ષિ નારદનું પૂર્વચરિત્ર સૂત ઉવાચ અથ તં સુખમાસીન ઉપાસીનં બૃહચ્છ્વાઃ । દેવર્ષિઃ પ્રાહ વિપ્રર્ષિ વીણાપાણિઃ સ્મયજ્ઞિવ ॥ ૧॥। નારદ ઉવાચ પારાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના | પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા ॥ ૨॥। જિજ્ઞાસિતં સુસમ્પન્નમપિ તે મહદડુતમ્ | કૃતવાન્ ભારતં યસ્ત્વં સર્વાર્થપરિબંહિતમ્ ॥ ૩।। જિજ્ઞાસિતમધીતં ચ યત્તદબ્રહ્મ સનાતનમ્ | અથાપિ’ શોચસ્યાત્માનમકૃતાર્થ ઇવ પ્રભો 1 ૪।। વ્યાસ ઉવાચ અસ્ત્યેવ મે સર્વમિદં ત્વયોક્ત તથાપિ નાત્મા પરિતુષ્યતે મે | તન્મૂલમવ્યક્તમગાધબોધં પૃચ્છામહે ત્વાડડત્મભવાત્મભૂતમ્ ॥૫॥ સ વૈ ભવાન્ વેદ સમસ્તગુહ્ય- મુપાસિતો યત્પુરુષઃ પુરાણઃ | પરાવરેશો મનસૈવ વિશ્વં સૃજત્યવત્યત્તિ ગુશૈરસદ્રઃ ॥ ૬।। ત્વં પર્યટન્નર્ક ઇવ ત્રિલોકી- મન્તશ્વરો વાયુરિવાત્મસાક્ષી | પરાવરે બ્રહ્મણિ ધર્મતો વ્રતેઃ સ્નાતસ્ય મે ન્યૂનમલં વિચક્ષ્વ । ૭।। નર ઉવ(ચ ભવતાડનુદિતપ્રાયં યશો ભગવતોડમલમ્ | યેનૈવાસૌ ન તુષ્યેત મન્યે તદર્શનં ખિલમ્ ॥ ૮॥ યથા ધર્માદયશ્ચાર્થા મુનિવર્યાનુકીર્તિતાઃ । ન તથા વાસુદેવસ્ય મહિમા હ્યનુવર્ણિતઃ ॥ ૯॥ ન યહદ્રચશ્ચિત્રપદં હરેર્યશો જગત્પવિત્ર પ્રગૃણીત કર્હિચિત્ | તદ્રાયસં તીર્થમુશન્તિ માનસા ન યત્ર હંસા નિરમન્ત્યુશિક્ક્ષયાઃ ।। ૧૦॥ સૂતજી કહે છે - ત્યારબાદ સુખેથી બેઠેલા વીણાપાણિ પરમ યશસ્વી દેવર્ષિ નારદે પોતાની પાસે જ બેઠેલા બ્રહ્મર્ષિ વ્યાસજીને સ્મિતપૂર્વક કહ્યું. (૧) નારદજીએ પૂછ્યું - હે મહાભાગ વ્યાસજી! તમારું શરીર અને મન - બંને અંતઃકરણની દૃષ્ટિએ સંતુષ્ટ તો છે ને? (ર) આપે જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હતો તે સમ્યક્પણે સમ્પન્ન થઈ ગયું છે; કારણ કે તમે આ મહાભારતની જે રચના કરી છે તે ઘણી જ અદ્દભુત છે. તે ધર્મ વગેરે બધા જ પુરુષાર્થોથી પરિપૂર્ણ છે. (૩) સનાતન બ્રહ્મતત્ત્ત વિશે પલ્મ તમે ખૂબ વિચાર્યુ છે અને જાણી પણ લીધું છે; તેમ છતાં, હે પ્રભુ! તમે કૃતાર્થ થયા હો એવું લાગતું નથી. આપની આવી શોકપૂર્ણ સ્થિતિ જોઈને લાગે છે કે આપને હજી પણ કંઈક કરવાનું શેષ છે. (૪) વ્યાસજીએ કહ્યું - તમે મારા વિશે જે કંઈ કહ્યું તે બધું બરાબર જ છે મારું કદય હજી પણ સંતુષ્ટ નથી. એનું શું કારણ છે એની ખબર નથી. તમારું જ્ઞાન અગાધ છે. તમે સાક્ષાત્ બ્રહ્માજીના માનસપુત્ર છો. તેથી તમને જ ઠું આનું કારણ પૂછું છું. (૫) હે નારદજી! તમે સમસ્ત ગોપનીય રહસ્યો જાલ્રો છો; કારણ કે તમે તે પુરાણપુરુષની ઉપાસના કરી છે કે જેઓ પ્રકૃતિ અને પુરુપ - બંનેના સ્વામી છે અને અસંગ રહેવા છતાં પણ પોતાના સંકલ્પમાત્રથી ગુણો વડે સંસારના સર્જન, સ્થિતિ અને પ્રલય કરતા રહે છે. (૬) તમે સૂર્યની જેમ ત્રણે લોકોમાં વિચરતાં રહો છો અને યોગબળે પ્રાણ્વાયુની જેમ સૌની ભીતર રહેવાથી અંત:કરણોના સાક્ષી પણ છો. પરબ્રહ્મ અને શબ્દબ્રહ્મ બંનેમાં મારું જ્ઞાન પૂર્ણ છે. ધર્મ માર્ગનું પલ્ર હું અનુસરજ્ર કરી રહ્યો છું. તેમ છતાં પણ જે મારામાં ઉબ્રપ છે તે કૃપા કરીને તમે કહો. (૭) નારદજીએ કહ્યું - હે વ્યાસજી! તમે ઘણું કરીને ભગવાનના નિર્મળ યશનું ગાન નથી કર્યું. મારી એવી માન્યતા છે કે જેનાથી ભગવાન સંતુષ્ટ થતા નથી તે શાસ કે જ્ઞાન અધૂરું છે. (૮) તમે ધર્મ વગેરે પુરુપાર્થાનું જેવું નિરૂપદ્ર કર્યું છે તેવું ભગવાન શ્રીકૃષ્ણના મહિમાનું નિરૂપણ કર્યું નથી. (૯) જગતને પવિત્ર કરનારા ભગવાન શ્રીહરિના યશનું ગાન થતું નથી તેવી વાણી ભલે ગમે તેવા ચિત્ર-વિચિત્ર અલંકારોથી યુક્ત હોય તોપણ તે કાગડાઓને ઉચ્છિષ્ટ અન્ન ફેંકવાના સ્થાન જેવી અપવિત્ર છે. પરંતુ જેમણે પોતાના ૧. પ્રા. પા. - તથાપિ ક્ક શ્રીમદભાગવત, [અ૦૫ તદ્રાગ્વિસર્ગો જનતાઘવિપ્લવો યસ્મિન્ પ્રતિશ્લોકમબદ્ધવત્યપિ ? નામાન્યનન્તસ્યયશોડફિતાનિય- ચ્ૃણ્વન્તિ ગાયત્તિ ગૃણત્તિ સાધવઃ ॥ ૧૧ |! નૈષ્કર્્યમપ્યચ્યુતભાવર્વાર્જિતં ન શોભતે જ્ઞાનમલં નિરગ્જનમ્ | કુતઃ પુતઃ શશ્ચદભદ્રમીશ્રરે ન ચાર્પિતં કર્મ યદપ્યકારણમ્ ॥ ૨૨1! અથો મહાભાગ ભવાનમોઘટક્ શુચિશ્રવાઃ સત્યરતો ધૃતદ્રતઃ | ઉસ્ક્રમસ્યાખિલબન્ધમુક્તયે સમાધિનાનુસ્મર તદ્રિચેષ્ટિતમ્ | ૧૩1! તતોડન્યથા કિઞ્ચન યદ્ધિવક્ષતઃ પૃથગ્ટશસ્તત્કૃતરૂપનામભિઃ । નકુત્રચિત્ક્વાપિ ચ દુ:સ્થિતા મતિ- ર્લભેત વાતાહતનૌરિેવાસ્યદમ્ | ૧૪ જુગુપ્સિતં ધર્મકૃતેડનુશાસતઃ સ્વભાવરક્તસ્ય મહાન્ વ્યતિક્રમઃ યદ્ધાક્યતો ધર્મ ઇતીતરઃ સ્થિતો ત મન્યતે તસ્ય નિવારણ જનઃ | ૧૫! વિચક્ષણોડસ્યાર્હ[તિ વેદિતું વિભો- રનન્તપારસ્ય નિવૃત્તિતઃ સુખમ્ | પ્રવર્તમાનસ્થ ગુણૈરનાત્મન- સ્તતો ભવાન્દર્શય ચેષ્તં વિભોઃ ॥ ૧૬! ત્યક્ત્વાસ્વધર્મ ચરણામ્બુજં હરે- ર્ભજન્નપક્વોડધ પતેત્તતો યદિ | યત્ર ક્વ વાભદ્રમભૂદમુષ્ય [કેં કો વાર્થ આપ્તોડભજતાં સ્વધર્મતઃ ॥ ૧૭૫ હૃદયરૂપી માનસરોવરમાં કમનીયકીર્તિના ભગવાનને પધરાવી દીધા છે તેવા પરમહંસ ભક્તો તેમાં રમજ્ કરતા નથી. (૧૦) તે વાશી, જેમાં સુંદર રચના ભલે ન હોય પરંતુ જેનો પ્રત્યેક શ્હોક ભગવાનનાં સુષશસૂચક નામોથી યુક્ત હોય તેવી વાણી લોકોનાં તમામ પાપોનો નાશ કરે છે; વાશી એ જ છે જેનું. સત્પુરુષો શ્રવણ, ગાન અને કીર્તન કરતા રહે છે. (૬૧) કર્તાભાવ વિના પક્ષ કરવામાં આવેલું કર્મ જો તેમાં ભગવદ્ભાવ ન હોય તો તેની કોઈ શોભા નથી, ભક્તિ વિનાના નિર્મળ જ્ઞાનની પણ્ન કોઈ શોભા નથી. કામનારહિત કરવામાં આવેલું કર્મ પણ જો ઈશ્વરાર્પણ ન કર્યુપતો તે અકલ્યાશકારી જ છે, તો પછી સાંસારિક કામનાવાળું કર્મ કલ્યાણકારી ક્યાંથી બની શકે? સકામ અનુષ્ઠાન માટે તો કહેવાનું જ શું? તે તો ક્રિયા અને રૂપ બન્નેમાં અભદ્ર છે. (૧૨) હે મહાભાગ વ્યાસજી! તમારી દષ્ટિ અમોઘ છે, તમારી કીર્તિ પવિત્ર છે, તમે સત્યપરાયણ અને દહદ્રતી છો. તેથી તમે હવે સમસ્ત જીવોને બંધનમાંથી મુક્ત કરવા માટે અચિંત્મક્તિના ભગવાનની લીલાઓનું સમાકે દ્વાસ સ્મરણ કરો. (૧૩) જે મનુષ્ય ભગવાનની લીલા સિવાયનું અન્ય કું કહેવા ઇચ્છે છે તે તેની ઇચ્છાથી જ નિર્મિત અનેક નામો અને રૂપોના ચક્કરમાં પડે છે, તેની બુદ્ધિ ભેદભાવભરી બની જાય છે. જેમ પવનના સપાટાઓથી ડગમગતી નાવને ક્યાંય પણ ઠરવાનું ઠેકાણું મળતું નથી તેવી જ રીતે તેની ચંચળ બુદ્ધિ ક્યાંય પણ સ્થિર થવા પામતી નથી.* (૧૪) સંસારી લોકો સ્વભાવથી જ વિષયોમાં ફસાયેલા છે. ધર્મના નામે તમે તેમને નિંદિત (પશુહિસાયુક્ત) સકામ કર્મો કરવાની આજ્ઞા પણ આપી છે. આ તો ઘશ્ચી જ અવળી વાત થઈ; કારણ કે મૂર્ખ લોકો તમારાં વચનોને આધારે પૂર્વોક્ત નિંદિત કર્મોને જ ધર્મ માનીને, “આ જ મુખ્ય ધર્મ છે’ એવો. નિશ્ચય કરીને તેનો નિષેધ કરનારાં વચનોને ઉચિત માનતા નથી. (૬૫) ભગવાન અનંત છે. કોઈ વિચારવાન જ્ઞાની પુરુષ જ સંસારથી વિરક્ત થઈને ભગવાનના સ્વરૂપભૂત પરમાનંદનો અનુભવ કરે છે. તેથી જે લોકો પારમાર્થિક બુદ્ધિથી રહિત છે અને ગુશ્નો જેમને નચાવી રહ્યા છે તેમના કલ્યાણ માટે જ તમે સર્વસાધારર હિતની દષ્ટિએ ભગવાનની લીલાઓનું વર્ણન કરો. (૧૬) જે મનુષ્ય પોતાનો ધર્મ ત્યજીતે ભગવાનનાં ચરણકમળોનું ભજન-સેવન કરે છે - ભજન. પરિપક્વ થઈ ગયા પછીની તો વાત જ શી? - જો એની પહેલાં જ તેનું ભજન છૂટી જાય અથવા તેનું મૃત્યુ થઈ જાય તો શું ક્યાંય પણ તેનું કશું અમંગળ થઈ શકે ખરું? પરંતુ
- આ શ્લોકમાં નારદજનો એ ભાવ છે કે, તમે ભગવાનની કીલાઓનું વર્ણન કરો જેથી લોકો તે કથારસનું પાન કરી પોતાનું કલ્યાશ કરર શકે. કાર કે આપે વર્જવેલા અનેક સાધનોમાં તેમની બુદ્ધિ સ્થિર થતી નવી. અ૦પ] પહેલો સ્કન્ધ કક તસ્યૈવ હેતોઃ પ્રયતેત કોવિદો ન લભ્યતે યદ્દભ્રમતામુપર્યધઃ । તલ્લભ્યતે દુઃખવદન્યતઃ સુખં કાલેન સર્વત્ર ગભીરરંહસા | ૧૮॥ ન વૈ જનો જાતુ કથગ્ચનાવ્રજે- ન્મુકુન્દસેવ્યન્યવદક સંસૃતિમ્ | સ્મરન્મુકુન્દાફદ્રયુપગૂહનં પુન- ર્વિહાતુમિચ્છેન્ન રસગ્રહો યતઃ ||૧૯॥। ઇદં હિ વિશ્વં ભગવાનિવેતરો યતો જગત્સ્થાનનિરોધસમ્ભવાઃ ! તદ્વિસ્વયં વેદ ભવાંસ્તથાપિ વૈ* પ્રાદેશમાત્રં ભવતઃ પ્રદર્શિતમ્ । ૨૦॥ ત્વમાત્મનાડડત્માનમવેહ્યમોઘદૅક્ પરસ્ય પુંસઃ પરમાત્મનઃ કલામ્ | અજું પ્રજાતં જગતઃ શિવાય ત- ન્મહાનુભાવાભ્યુદયોડધિગણ્યતામ્ ॥ ૨૧॥ ઇદં હિ પુંસસ્તપસઃ શ્રુતસ્ય વા સ્વિષ્ટસ્ય સૂક્તસ્ય ચ ચ્બુદ્ધિદત્તયોઃ । અવિચ્યુતોડર્થઃ કવિભિર્નિરૂપિતો યદુત્તમશ્લોકગુણાનુવર્ણનમ્* અહં પુરાતીતભવેડભવં મુને” દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાદિનામ્ । નિરૂપિતો બાલક એવ યોગિનાં શુશ્રૂષણે પ્રાવૃષિ નિર્વિવિક્ષતામ્ | ૨૩॥। તે મય્યપેતાખિલચાપલેડર્ભકે દાન્તેડધૃતક્રીડનકેડનુવર્તિનિ । ચક્રુઃ કૃપાં યદ્યપિ તુલ્યદર્શનાઃ શુશ્રૂષમાણે મુનયોડલ્પભાષિણિ ।। ૨૪॥। ઉચ્છિષ્ટલેપાનનુમોદિતો દ્વિજૈઃ સકૃત્સ્મ ભુગ્જે તદપાસ્તકિલ્બિષઃ | એવં પ્રવૃત્તસ્ય વિશુદ્ધચેતસ- સ્તદ્ધર્મ એવાત્મરુચિઃ પ્રજાયતે || ર૫! ॥રર॥ જેઓ ભગવાનનું ભજન કરતા નથી અને કેવળ સ્વધર્મનું પાલન કરે છે તેમને કેવો લાભ મળે છે?* (૧૭) કાલના વેગથી જીવને સુખ અને દુઃખ બન્ને એક પછી એક મળ્યા કરે છે. બ્રહ્મલોકથી માંડીને નીચેના લોક સુધી ક્યાંય પણ જીવ કાયમ માટે સુખ પામી શકતો નથી, તેથી વિદ્વાન પુરુપે જે શાશ્વત ભગવત્પ્રાપ્તિનું સુખ છે તેના માટે જ પ્રયત્ન કરવો. (૧૮) હે વ્યાસજી! જે મનુષ્ય ભગવાન શ્રીકૃષ્કનાં ચરણારવિંદનો સેવક છે તે, અન્ય મનુષ્યોની જેમ જન્મ- મૃત્યુરૂપી સંસારમાં આવતો નથી. તેણે ભગવાનનાં ચરણકમળોનું દઢતાથી આલિંગન કરી લીધું છે અને તે ભગવાનના સ્મરણને છોડવા ઇચ્છતો નથી; કારણ કે તેને તે રસનો ચસકો લાગી ગયો છે. (૧૯) જેનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે તે ભગવાન જ આ વિશ્વના રૂપમાં પણ છે. આમ હોવા છતાં પણ તેઓ એનાથી વિલક્ષણ છે. આ વાત તમે સ્વયં જાણો છો, તેમ છતાં મેં તમને ટૂંકમાં કહ્યું છે. (તેથી આપ ભગવાનની લીલાઓનું વિસ્તારથી વર્ણન કરો.) (૨૦)હે વ્યાસજી! તમારી દષ્ટિ અમોધ છે; તમે એ વાત જાર્ણો લો કે તમે પુરુષોત્તમ ભગવાનના લીલા-અવતાર છો. અજન્મા હોવા છતાં પણ તમે જગતના કલ્યાણ માટે જન્મ લીધો છે. તેથી તમે વિશેષરૂપે ભગવાનની લીલાઓનું અને યશનું વર્ણન કરો. (૨૧) વિદ્વાનોએ એ વાતનું નિરૂપણ કર્યું છે કે મનુષ્યનાં તપ, વેદાધ્યયન, યજ્ઞાનુષ્ઠાન, સ્વાધ્યાય, જ્ઞાન અને દાન બધાનો ચરમ લાભ એ છે કે પુણ્યકીર્તિ એવા શ્રીકૃષ્ણના ગુણોનું અને તેમની લીલાઓનું વર્ણન થાય. (૨૨) હે મુનિ!પૂર્વ કલ્પમાં હું પોતાના પૂર્વજીવનમાં વેદવાદી બ્રાહ્મણોની એક દાસીનો દીકરો હતો. તે યોગીઓ વર્ષાત્તુમાં એક સ્થળે ચાતુર્માસ કરી રહ્યા હતા. બાળપણમાં જ મને તેમની સેવા કરવા નીમ્યો હતો. (૨૩) હું જોકે બાળક હતો, પદ્મ મારામાં કોઈ પણ પ્રકારની ચંચળતા ન હતી. હું જિતેન્દ્રિય હતો, ખેલ-ક્રીડાથી દૂર રહેતો હતો અને આજ્ઞાનુસાર તેમની સેવા કરતો હતો. હું ધણું જ ઓછું બોલતો હતો. મારો આ શીલ-સ્વભાવ જોઈને સમદર્શી મુનિઓએ મુજ સેવક પર અત્યંત કરુણા કરી. (૨૪) તેમની અનુમતિ મેળવીને વાસણોમાં તેમના દ્વારા છોડેલું ભોજન હું એક ટંક ખાઈ લેતો હતો. એનાથી મારાં બધાં પાપ ધોવાઈ ગયાં. આ રીતે તેમની સેવા કરતાં કરતાં મારું હૃદય શુદ્ધ થઈ ગયું; અને તેઓ જેવું પૂજન-ભજન કરતા હતા તેમાં *_ ગોપીઓ તેમના ઘરનું કામ છોડીને સતત ભગવાનમાં ડૂબેલી રેતી હતી. આ પ્રસંગમાં તેમને ઉદાહરણ માનીને મનુષ્યે પોતાનું ભગવાન સાથે તાદાત્ય જોડવું જોઈએ. ૧. પ્રા. પા. - ‘તે પ્રદેશ! ૨. પ્રા. પા. - બુદ૦! ૩. પ્રા. પા. - ત્ગુભરનુકીર્તનમ્! ૪. પ્રા. પા. - સુતો ! ૮ શ્રીમદભાગવત [અબપ તત્રાન્વહં કૃષ્ણકથાઃ પ્રગાયતા- મનુગ્રહેણાકૃણવં મનોહરાઃ ! તાઃશ્રદ્ધયા મેડનુપદં વિશૃષ્વતઃ પ્રિયશ્રવસ્યક્ન મમાભવદ્ઠુચિઃ ॥ ર૬ તસ્મિંસ્તદા લબ્ધરચેર્મહામુતે૨ પ્રિયશ્રવસ્યસ્ખલિતા મતિર્મમ | યયાહમેતત્સદસત્સ્વમાયયા પશ્ષે મયિ બ્રહ્મણિ કલ્પિત પરે || ૨૭।। ઇત્થં શરત્પ્રાવૃષિકાવૃતૂ હરે- વિંશૃણ્વતો મેડનુસવં યશોડમલમ્ | સડ્કીર્ત્યમાનં મુનિભિર્મહાત્મભિ- ર્ભક્તિઃપ્રવૃત્તાડડત્મરજસ્તમોપહા? | ૨૮) તસ્થૈવં મેડનુરક્તસ્ય પ્રશ્રિતસ્ય હતૈનસઃ । શ્રદ્ધાનસ્ય બાલસ્ય દાન્તસ્યાનુચરસ્ય ચ || ર૯! જ્ઞાનં ગુહ્યતમં યત્તત્સાક્ષાદ્રગવતોદિતમ્ । અન્વવોચન્ ગમિષ્યન્તઃ કૃષયા દીનવત્સલાઃ |! ૩૦॥ યેનૈવાહં ભગવતો વાસુદેવસ્ય વેધસઃ । માયાનુભાવર્માવિદં યેન ગચ્છત્તિ તત્પદમ્ || ૩૧॥। એતત્સંસૂચિતં બ્રહ્મસ્તાપત્રયચિકિત્સિતમ્ । યદીશ્વરે ભગવતિ કર્મ બ્રહ્મણિ ભાવિતમ્ |! ૩૨ આમયો યશ્ચ ભૂતાનાં જાયતે યેન સુદ્રત । તદેવ હ્યામયં દ્રવ્ય ન પુનાતિ ચિકિત્સિતમ્ | ૩૩॥। એવં નૃણાં ક્રિયાયોગા: સર્વે સંસૃતિહેતવઃ । ત એવાત્મવિનાશાય કલ્યન્તે કલ્પિતાઃ પરે || ૩૪॥ યદત્ર ક્રિયતે કર્મ ભગવત્યરિતોષણમ્ | જ્ઞાનં યત્તદધીનં હિ ભાક્તયોગસમન્વિતમ્ | ૩૫।! કુર્વાણા યત્ર કર્માણિ ભગવચ્છિક્ષયાડસકૃત્ । ગૃણન્તિ ગુણનામાનિ કૃષ્ણસ્યાનુસ્મરન્તિ ચ | ૩૬॥ મને પશ રુચિ થઈ ગઈ, (રપ) હે પ્રિય વ્યાસજી! તે સત્સંગમાં, તે લીલા-ગાનમાં પસાયલ્ર મહાત્માઓની કૃપાથી, હું દરસેજ શ્રીકૃષ્ણની મનોહર કથાઓ સાંભળતો હતો. એક- એક પદનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતાં કરતાં પ્રિયર્કરાર્તે એવા ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ. (૨૬) હે મહામુનિ! જ્યારે ભગવાનમાં મારી રુચિ થઈ ગઈ ત્યારે તે મનોહર-કીર્તિ પ્રભુમાં મારી બુદ્ધિ પ્ન નિથળ થઈ ગઈ અને હું બ્રહ્મરૂષ થઈ ગયો. તે બુદ્ધિ થકી હું સત્ અને. અસતડૂપી આ સમસ્ત જગતને પોતાના પરબ્રહ્મસ્વરૂપ આત્મામાં, માયાથી કલ્પિત જોવા લાગ્યો. (૨૭) આ પ્રમાણે શરદ અને વર્ષા એ બે ત્હતુઓમાં (રોજ) ત્રણે સમય તે મહાત્મા મુનિઓએ શ્રીહરિના નિર્મળ થશનું સંકીર્તન કર્યુ અને હું પ્રત્વેક વાત પ્રેમપૂર્વક સાંભળતો હતો. હવે મારા કદવમાં ચિત્તના રજોગુજ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. (૨૮) હું તેમનો ભારે અનુરાગી હતો, વિનથી હતો; તે મુનિઓની સેવાથી મારાં પાપ નાશ ધામ્યાં હતાં. મારા હદયમાં શ્રદ્ધા હતી, ઇન્દ્રિયો પર સંયમ હતો તથા શરીર, વાણી અને મનથી હું તેમનો આજ્ઞાંકિત હતો. (૨૯) તે દીનવત્સલ મહાત્માઓએ જતી વેળાએ કૃપા કરને મને તે ગુહ્યતમ જ્ઞાનનો ઉપદેશ કર્યો, કે જે શાનનો ઉપદેશ સ્વર્ષ ભગવાને પોતાના શ્રીમુખેથી કર્યો છે. (૩૦) તેઉપદેલને લીધે જ હું જગતના નિર્માતા ભગવાન શ્રીકૃષ્ણની માયાના ત્રભાવને જાણી શક્યો, કે જે જાણી લેવાથી ભગવાનના પરમપદનો પ્રાપ્તિ થઈ જાય છે. (૩૧) હે સત્યસંકલ્પ વ્યાસજી! સમસ્ત કર્મો પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત કરી દેવાં એ જ સંસારનાં ત્રેવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે, આ વાત મેં તમને જબ્રાવી છે. (૩૨) હે સુદ્રત! પ્રા્નીઓને જે પદાર્થના સેવનથી જે રોગ થાય છે તે જ પદાર્થનો ઉપચારવિધિ અનુસાર પ્રયોગ કરવાથી તે શું એ રોગને દૂર નથી કરતો? (૩૩) એ જ રીતે, જોકે બધાં જ કર્મો મનુષ્યોને જન્મ-મૃત્યરૂપી સંસારના ચક્રમાં ફસાવે છે, તેમ છતાં જ્યારે તે કર્મો ભગવાનને સમર્પિત કરી દેવામાં આવે છે ત્યારે તેમનું કર્મપણું જ નાશ પામે છે. (૩૪) આ લોકમાં શાસ્રવિઠિત જે કર્મો ભગવાનની મ્રસન્્નતા માટે કરવામાં આવે છે તેમનાથી જ પરાભક્તિયુક્ત શાનની પ્રાપ્તિ થાય છે. (૩૫) ભગવાનના ભક્તો ભગવાનની આજ્ઞા અનુસાર ભગવવ્યરત્યર્થ કર્મનું આચરણ કરતાં રહીને ભગવાન શ્રીકૃષ્ણના ગુબ્રોનું અને તેમનાં નામોનું. આ પ્રમાણે વારંવાર સ્મરણ અને કીર્તન કરે છે. (૩૬)
- પ્રા. પા. - મૃમાભવદ્રતિઃ! ૨. પ્રા. પા. - મહામતે! ૩. પ્ર. પા. - તમોહરા | અ૦૬] પહેલો સ્કન્ધ 81 નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ | પ્રધુમ્નાયાનિરુદ્ધાય નમઃ સ્ર્ષણાય ચ || ૩૭॥ ઇતિ મૂર્ત્યભિધાનેન મત્ત્રમૂર્તિમમૂર્તિકમ્ । યજતે યજ્ઞપુરુષં સ સમ્યગ્દર્શનઃ પુમાન્ । ૩૮॥ ઇમં સ્વનિગમં બ્રહ્મન્વેત્ય મદનુષ્ઠિતમ્ | અદાન્મે જ્ઞાનમૈશ્ચર્ય સ્વસ્મિન્ ભાવં ચ કેશવઃ || ૩૯ ત્વમપ્યદભ્રશ્રુત વિશ્રુતં વિભોઃ સમાપ્યતે યેન વિદાં બુભુત્સિતમ્ આખ્યાહિ દુઃખૈર્મુહુરર્દિતાત્મનાં સડક્લેશનિર્વાણમુશન્તિ નાન્યથા | ૪૦।।
- “હે પ્રભુ! આપને, ભગવાન શ્રીવાસુદેવને નમસ્કાર છે! અમે આપનું ધ્યાન કરીએ છીએ. પ્રધુમ્ન, અનિરુદ્ અને સંકર્ષણને પણર નમસ્કાર છે!’ (૩૭) આ ચતુર્વ્યહરૂપી ભગવાનની મૂર્તિઓ જે પ્રાકૃત-શરીરથી રહિત છે એવા યજ્ઞપુરુષ ભગવાનનું જે મનુષ્ય પુજન કરે છે તેનું જ જ્ઞાન પૂર્ણ અને યથાર્થ છે. (૩૮) હે બ્રહ્મન્! જ્યારે મેં ભગવાનની આશાનું આ રીતે. પાલન કર્યું ત્યારે આ વાત જાલ્રીને ભગવાન શ્રીકૃષ્ણે મને આત્મજ્ઞાન, એશ્વર્ય અને પોતાની ભાવરૂપ પ્રેમા-ભક્તિનું દાન કર્યું (૩૯) હે વ્યાસજી! તમારું જ્ઞાન વિપુલ છે; તમે ભગવાનની જ કીર્તિનું, તેમની પ્રસિદ્ધ પ્રેમપૂર્જ લીલાનું વર્ણન કરો. તેનાથી મોટા-મોટા જઞાનીઓની પણ જિજ્ઞાસા પૂર્ણ થાય છે. જે લોકોને દુઃખો વારંવાર સતાવતા રહે છે તેમનાં દુઃખોના શમનનો આ જ ઉપાય છે, અન્ય કોઈ ઉપાય નથી. (૪૦) ક્ક્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધે વ્યાસનારદસંવાદે પગ્ચમોડધ્યાયઃ ॥ ૫॥ પહેલા સ્કંધ-અંતર્ગત વ્યાસનારદસંવાદનો પાંચમો અધ્યાય સમાપ્ત.