Śrīmad Bhāgavatam

અશ્વત્થામા વડે દ્રૌપદીના પુત્રોનું માર્યા જવું અને અર્જુને કરેલું અશ્ચત્થામાનું માન-મર્દન

ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ, કુન્તીએ કરેલી
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સાતમો અધ્યાય અશ્વત્થામા વડે દ્રૌપદીના પુત્રોનું માર્યા જવું અને અર્જુને કરેલું અશ્ચત્થામાનું માન-મર્દન થોનક ઉવાચ નિર્ગતે નારદે સૂત ભગવાન્‌ બાદરાયણઃ શ્રુતવાંસ્તદભિપ્રેતૃ તતઃ કિમકરોદ્વિભુઃ ॥ ૧॥ સૂત ઉવાચ બ્રહ્મનધાં સરસ્વત્યામાશ્રમઃ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ત્ષીણાં સત્રવર્ધનઃ ॥ ૨ તસ્મિન્‌ સ્વ આશ્રમે વ્યાસો બદરીષણ્ડમણિતે | આસીનોડપ ઉપસ્પૃશ્ય પ્રણિદધ્યો મનઃ સ્વયમ્‌ | ૩।। ભક્તિયોગેન મનસિ સમ્યક્‌ પ્રણિહિતેડમલે | અપશ્યત્પુરુષ પૂર્વ માયાં ચ તદુપાશ્રયામ્‌ ।૪॥ યયાસમ્મોહિતો જીવ આત્માનં ત્રિગુણાત્મકમ્‌ ! પરોડપિ મનુતેડનર્થ તત્કૃતં ચાભિપદ્યતે ॥૫॥ અનર્થોપશમં સાક્ષાદ્રક્તિયોગમધોક્ષજે | લોકસ્યાજાનતો વિદ્રાંશ્રક્રે સાત્વતસંહિતામ્‌ || ૬।। યસ્યાં વૈ શ્રૂયમાણાયાં કૃષ્ણે પરમપૂરુષે | ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોકમોહભયાપહા || ૭॥। સસંહિતાં ભાગવતી કૃત્વાડનુક્રમ્ય ચાત્મજમ્‌ | શુકમધ્યાપયામાસ નિવૃત્તિનિરતં મુનિઃ || ૮॥। શૌનકજીએ પૂછયું - હે સૂતજી! સર્વશ તથા સર્વશક્તિમાન વ્યાસ ભગવાને નારદજીનો અભિપ્રાય સાંભળી લીધો. પછી, તેમના ચાલ્યા ગયા બાદ વ્યાસજીએ શું કર્યું? (૧) સૂતજીએ કહ્યું - બ્રહ્મનદી સરસ્વતીના પશ્ચિમ કાંઠા પર શમ્યાપ્રાસ નામનો એક આશ્રમ છે. ત્યાં -#ષિઓના યજ્ઞો થતા જ રહે છે. (૨) ત્યાં જ વ્યાસજીનો પોતાનો આશ્રમ છે. તેમની ચારે બાજુ બોરડીનું સુંદર વન છે. તે આશ્રમમાં બેસીને તેમબ્રે આચમન કર્યું અને સ્વયં પોતાના મનને સમાહિત કર્યું. (૩) તેમણે ભક્તિયોગ વડે પોતાના મનને પૂર્ણપણે એકાગ્ર અને નિર્મળ કરીને આદિપુરુષ પરમાત્માને જોયા અને તેમના આશ્રયે રહેનારી માયાને પણ જોઈ. (૪) આ જ માયાથી મોહિત થઈને આ જીવ ત્રણે ગુણોથી અતીત હોવા છતાં પલ્ર પોતાને ત્રિગુણ્રાત્મક માની લે છે અને આ માન્યતાને કારણે તે જન્મ-મરણરૂપી બંધનમાં પડે છે. (૫) આ અનર્થોના શમનનું સાક્ષાત્‌ સાધન છે - કેવળ ભગવાનનો ભક્તિયોગ. પરંતુ સંસારનાં લોકો આ વાત જાણતાં નથી. આમ સમજીને તેમણે (વ્યાસજીએ) આ પરમહંસોની સંહિતા એવા શ્રીમદૂભાગવતની રચના કરી. (૬) આના શ્રવણમાત્રથી પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે પરમ પ્રેમમય ભક્તિ થઈ જાય છે, જેનાથી જીવનો શોક, મોહ અને ભય નષ્ટ થઈ જાય છે. (૭) તેમણે આ ભાગવત- સંહિતાનું નિર્માણ અને તેની પુનરાવૃત્તિ કરીને આને પોતાના નિવૃત્તિ-પરાયબ્ર પુત્ર શ્રીશુકદેવજીને ભણાવ્યું. (૮) ૧. પ્રા. પા. - યઃ કીર્તિ! 66 શ્રીમદભાગવત થૌનક 6૧૨ સ વૈ નિવૃત્તિનિરતઃ સર્વત્રોપેક્ષકો મુનિઃ । કસ્ય વા બૃહતીમેતામાત્મારામઃ સમભ્યસત્‌ || ૯।। સૂત ઉવચ આત્મારામાશ્ચ મુનયો નિર્ગ્રન્થા અપ્યુરુક્રમે । કુર્વન્ત્યહૈતુકીં ભક્તિમિત્થમ્ભૂતગુણો હરિઃ ।। ૧૦॥। હરેર્ગુણાક્ષિપ્તમતિર્ભગવાન્‌ બાદરાયણિઃ ! અધ્યગાન્મહદાખ્યાનં નિત્યં વિષ્ણુજનપ્રિયઃ || ૧૧॥। પરીક્ષિતોડથ રાજર્ષે્જન્મકર્મવિલાપનમ્‌ | સંસ્થાં ચ પાણ્ડુપુત્રાણાં વક્ષ્યે કૃષ્ણકથોદયમ્‌ । ૧૨ યદા મૃધે કૌરવસૃગ્જયાનાં વીરેષ્વથો વીરગતિં ગતેષુ | વૃકોદરાવિદ્ગદાભિમર્શ- ભગ્નોરુદષ્ડે ધૃતરાષ્ટ્રપુત્રે ॥ ૧૩॥ ભર્તુંઃ પ્રિયં દ્રોણિરિતિ સ્મ પશ્યન્‌ કૃષ્ણાસુતાનાં સ્વપતાં શિરાંસિ । ઉપાહરદ્‌ વિપ્રિયમેવ તસ્ય તદ્‌ જુગુપ્સિતં કર્મ વિગર્હયન્તિ । ૧૪॥। ૧માતા શિશૂનાં નિધન સુતાનાં નિશમ્ય ઘોરં પરિતપ્યમાના | તદાડરુદદ્‌ બાપ્યકલાકુલાક્ષી તાં સાન્‍્ત્વયન્ઞાહ કિરીટમાલી | ૧૫॥। તદા શુચસ્તે પ્રમૃજામિ૨ ભદ્રે યદબ્રહ્મબન્ધોઃ શિર આતતાયિનઃ |! ગાણ્ડીવમુક્તેર્વિશિખૈરુપાહરે ત્વાડડક્રમ્યગયત્સ્નાસ્યસિદગ્ધપુત્રા ॥ ૧૬॥ ઇતિ પ્રિયાં વલ્ગુવિચિત્રજલ્પૈઃ સ સાત્ત્વયિત્વાડચ્યુતમિત્રસૂતઃ | અન્વાદ્રવદંશિત ઉગ્રધન્વા કપિધ્વજો ગુરપુત્રેં રથેન ॥૧૭॥ [અ૦૭ શૌનક્જીએ પૂછ્યું - શ્રીશુકદેવજી તો અત્યંત નિવૃત્તિપરાયજણ છે, તેમને કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી, તેઓ સદા આત્મામાં જ રમણ કરે છે. તો પછી; તેમણે શા માટે આ વિશાળ ગ્રંથનું અધ્યયન કર્યું? (૯) સૂતજીએ કહ્યું - જે લોકો નિરંતર આત્મામાં જ રમણ રહે છે અને સદા ભગવાનનું જ મનન-ચિંતન કરે છે તેવા જ્ઞાનીઓ પણ ભગવાનની નિર્હેતુક ભક્તિ કરતા રહે છે; કારણ કે ભગવાનના ગુણ જ એવા મધુર છે કે જે સૌને પોતાની તરફ ખેંચે છે. (૧૦) વળી, શ્રીશુકદેવજી તો ભગવાનના ભક્તોના અત્યંત પ્રિય છે અને સ્વયં ભગવાન વેદવ્યાસના પુત્ર છે. ભગવાનના ગુણોએ તેમના હૃદયને પોતાની તરફ ખેંચી લીધું અને તેમણે ભક્તિભાવથી ભરાઈને આ વિશાળ ગ્રંથનું અધ્ધયન કર્યું. (૧૧) જૈ (ડે શૈનકજી! હવે હું રાજર્ષિ પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું; કારણ કે એમાંથી જ ભગવાન શ્રીકૃષ્ણની અનેક કથાઓનો ઉદય થાય છે. (૧૨) જે સમયે મહાભારત-યુદ્ધમાં કૌરવો અને પાંડવો - બંને પક્ષોના ઘણાબધા વીરો વીરગતિ પામી ચૂક્યા હતા અને ભીમસેનની ગદાના પ્રહારથી દુર્યોધનની જાંઘ ભાંગી ચૂકી હતી, ત્યારે અશ્વત્થામાએ પોતાના સ્વામી દુર્યોધનનું પ્રિય કાર્ય સમજીને દ્રૌપદીના સૂતેલા પાંચે પુત્રોનાં મસ્તક કાપીને તેને ભેટ આપ્યાં; આ ઘટના દુર્યોધનને પણ અપ્રિય લાગી, કારણ કે આવા નીચ કર્મની બધાં જ નિંદા કરે છે. (૧૩-૧૪) તે બાળકોની માતા દ્રૌપદી પોતાના પુત્રનું નિધન (મૃત્યુ) જોઈને અત્યંત દુઃખી થઈ. તેની આંખોમાં આંસુ છલકાઈ ઊઠયાં. તે રોવા લાગી. તેને સાન્ત્વના આપતાં અર્જુને કહ્યું. (૧૫) “હે કલ્યાણી! હું જ્યારે તે આતતાયી” અધમ બ્રાહ્મણનું માથું ગાંડીવ ધનુષ્યનાં બાણોથી કાપીને તમને ભેટ આપીશ અને તમે તેના પર પગ મૂકયા પછી પુત્રોની અન્ત્વેષ્ટિ ક્રિયા કરી સ્નાન કરજો. હું ત્યારે તમારા શોકાશ્રુ લૂછીશ. (૧૬) આ પ્રમાણે મધુર વિલક્ષણ વાતોથી દ્રૌપદીને સાન્ત્વના આપ્યા પછી જેના મિત્ર અને સારથિ શ્રીકૃષ્્ છે અને જેના રથની ધજા પર હનુમાનજી બેઠેલા છે તેવા અર્જુને ક્વચ ધારણ કરી, હાથમાં કઠોર ધનુષ્ય લઈને રથ પર બેસીને ગુરુપુત્ર અશ્વત્થામાનો પીછો કર્યો. (૧૭) ૧. પ્રા. પા. - માતા સુતાનાં નિધનં શિશૂનાં | ૨. પ્રા. પા. - વિમૃજામિ | ૩. પ્રા. પા. - આક્રમ્ય |

  • આગ લગાડનાર, ઝેર આપનાર, ખરાબ દાનતથી હાથમાં શસ ગ્રહ કરનાર, ધન લૂંટનાર, ખેતર અને સૌને છીનવી લેનાર - આ છ ‘આતતાથી’ કહેવાય છે. પહેલો સ્કન્ધ 67 અ૦૭] તમાપતન્તં સ વિલક્ષ્ય દૂરાત્‌ કુમારહોદ્વિગ્નમમના રથેન । પરાદ્રવત્પ્રાણપરીપ્સુરુર્વ્યા યાવદ્ગમેં સુદ્રભયાધથાર્કઃ || ૧૮।। યદાડશરણમાત્માનમૈક્ષત શ્રાન્તવાજિનમ્‌ | અસ્ત્રંબ્રહ્મશિરો મેને આત્મત્રાણં હ્િજાત્મજઃ || ૧૯॥। અથોપસ્પૃશ્ય સલિલં સન્દધે તત્સમાહિતઃ । અજાનત્નુપસંહારં પ્રાણકૃચ્છ્‌ ઉપસ્થિતે | ૨૦॥ તતઃ પ્રાદુષ્કૃતં તેજઃ પ્રચણ્ડં સર્વતોદિશમ્‌ । પ્રાણાપદમભિપ્રેક્ષ્ય વિષ્ણું જિષ્ણુરુવાચ હ ર૧।। અર્જુન ઉવાચ! કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ૨ ભક્તાનામભયફક્ર | ત્વમેકો દહ્યમાનાનામપવર્ગોડસિ સંસૃતેઃ ॥ ર ૨।! ત્૦માધઃ પુરુષઃ સાક્ષાદીશ્વરઃ પ્રકૃતેઃ પરઃ | માયાંવ્યુદસ્યચિચ્છક્ત્યાકૈવલ્યે સ્થિત આત્મનિ || ૨૩।। સ એવ જીવલોકસ્ય માયામોહિતચેતસઃ | વિધત્સે સ્વેન વીર્ષેણ શ્રેયો ધર્માદિલક્ષણમ્‌ | ર૪!! તથાયં ચાવતારસ્તે ભુવો ભારજિહીર્ષયા | વાનાં ચાનન્યભાવાનામનુધ્યાનાય ચાસકૃત્‌ ॥ રપ॥ કિમિદં સ્વિત્કુતો વેતિ દેવદેવ ન વેદ્મ્યહમ્‌ | સર્વતોમુખમાયાતિ તેજઃ પરમદારુણમ્‌ | ર૬! કંભગવાનુવાચ વેત્થેદં દ્રોણપુત્રસ્ય બ્રાહ્મમસ્તં પ્રદર્શિતમ્‌ | નૈવાસૌ વેદ સંહારં પ્રાણબાધ ઉપસ્થિતે | ૨૭॥ ન હ્યસ્યાન્યતમં કિગ્ચિદસ્ં પ્રત્યવકર્શનમ્‌ । જહ્યસ્રતેજ ઉન્નદ્મસ્રજ્ઞો હ્યસ્રતેજસા | ર૮॥ બાળકોની હત્યાથી અશ્વત્થામાનું મન પણ ઉદ્વિગ્ન થઈ ગયું હતું. જ્યારે તેણે દૂરથી જ જોયું કે અર્જુન મારી તરફ ઝડપથી આવી રહ્યો છે ત્યારે તે પોતાના પ્રાશનું રક્ષણ કરવા પૃથ્વી પર જ્યાં સુધી ભાગી શકતો હતો ત્યાં સુધી, રુદ્રથી ભયભીત સૂર્યની જેમ ભાગતો રહ્યો. (૧૮) જ્યારે તેણે જોયું કે મારા રથના ઘોડા થાકી ગયા છે અને હું બિલકુલ એકલો છું ત્યારે તેણે માન્યું કે પોતાને બચાવવાનું એકમાત્ર સાધન બ્રહ્માસ્ર જ છે. (૧૯) જોકે તે બ્રહ્માસ્રને પાછું વાળવાની વિધિ જાણતો ન હતો, તોપણ પ્રાણનું સંકટ જોઈને તેણે આચમન કર્યુ અને ધ્યાનસ્થ થઈને બ્રહ્માસ્નું સંધાન કર્યું. (૨૦) તે અસથી બધી દિશાઓમાં એક ઘણું પ્રચંડ તેજ ફેલાઈ ગયું. અર્જુને જોયું કે હવે તો મારા પર પ્રા્રસંકટ આવી ગયું, ત્યારે તેણે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી. (૨૧) અર્જુને કહયું - હે શ્રીકૃષ્ણ! તમે સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મા છો. તમારી શક્તિ અનંત છે. તમે જ ભક્તોને અભય આપનારા છો. સંસારની ભડભડતી આગમાં જેઓ બળી રહ્યા છે તે જીવોને તેમાંથી ઉગારનારા એકમાત્ર તમે જ છો. (૨૨) તમે પ્રકૃતિથી પર રહેનારા આદિપુરુષ સાક્ષાત્‌ પરમેશ્વર છો. તમે પોતાની ચિત્‌-શક્તિથી ત્રિગુશ્રમથી માયાને દૂર ભગાડીને પોતાના અહ્ધિતીય સ્વરૂપમાં સ્થિત છો. (૨૩) તે જ તમે પોતાના પ્રભાવથી માયા-મોહિત જીવો માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપી કલ્યાણનું વિધાન કરો છો. (૨૪) તમારો આ અવતાર પૃથ્વીનો ભાર હરી લેવા માટે છે અને તમારા અનન્ય પ્રેમી ભક્તજનોને નિરંતર સ્મરણ અને ધ્યાન કરવા માટે છે. (૨૫) હે દેવાધિદેવ શ્રીકૃષ્ઠ ! આ ભયંકર તેજ બધી બાજુએથી મારી તરફ આવી રહ્યું છે. આ શું છે? ક્યાંથી અને શા માટે આવી રહ્યું છે તે હું જાણી શકતો નથી. (ર૬) શ્રીભગવાને કહ્યું - હે અર્જુન! આ અશ્ચત્યામાએ છોડેલું બ્રહ્માસ્ર છે. એ વાત સમજી લે કે પ્રાણસંકટ ઊભું થવાથી તેણે આનો પ્રયોગ તો કરી દીધો છે પણ તે આ અસ્તને પાછું વાળવાનું જાણતો નથી. (૨૭) અન્ય કોઈ પણ અસ્માં આને દબાવી દેવાની શક્તિ નથી. તું શસ- અસ્ર-વિદાને સારી રીતે જાણે જ છે; બ્રહ્માસ્રના તેજથી જ આ બ્રહ્માસ્રની પ્રચંડ આગને હોલવી દે. (૨૮) ૧. પ્રાચીન પ્રતમાં “અર્જુન ઉવાચ’ એટલું નથી. ૨. પ્રા. પા. - મહાભાગ | ૩. પ્રા. પા. - સ્વાનામનન્ય૦ !
  • શિવભક્ત વિધુન્માલી દૈત્યને જ્યારે સૂર્યે હરાવી દીષો ત્યારે સૂર્ય પર ક્રોધિત થઈને ભગવાન રૂદ્ર ત્રિશૂળ હાથમાં લઈને સૂર્ય તરફ શ્રેયા. તે સમવે સૂર્ય ભાગતાં-ભાગતાં પૃથ્વી પર કાશીમાં આવીને પન્યા, તેથી ત્યાં તેમનું ‘લોલાર્ડ’ નામ પડ્યું છે. [1552] ભા૦ ૧૦ 8૦ (સ્્ટ-1 ) મુઝતતતી 4 વક શ્રીપદ્ભાગવત [અ૦૭ સૂત વર શ્રુત્વા ભગવતા પ્રોક્તં ફાલ્ગુન: પરવીરહા ! સ્પૃષ્ટ્વાપસ્તં પરિક્રમ્ય બ્રાહ્મં બ્રાહ્માય સન્દધે | ૨૯! સંહત્યાન્યોન્યમુભયોસ્તેજસી શરસંવૃતે આવૃત્ય રોદસી ખં ચ વવૃધાતેડર્કવશ્ષિવત્‌ || ૩૦ દેષ્ટ્વાસતેજસ્તુ તયોરરીલ્લોકાન્‌પ્રદહન્મહત્‌ | દહ્યમાનાઃ પ્રજાઃ સર્વાઃ સાંવર્તકમમંસત ।।૩૧॥ પ્રજોપપ્લવમાલક્ષ્ય લોકવ્યતિકરં ચ તમ્‌ । મતં ચ વાસુદેવસ્ય સઝગ્જહારાર્જુનો દ્રયમ્‌ || ૩૨।! તત આસાધ તરસા દારુણ ગૌતમીસુતમ્‌ । બબગ્ધામર્ષતામ્રાક્ષઃ પશું રશનયા યથા || ૩૩॥। શિબિરાયનિનીષન્તંદામ્ના5 બદ્ધ્વા રિપુંબલાત્‌ ! પ્રાહાર્જુનં પ્રકુપિતો ભગવાનમ્બુજેક્ષણઃ || ૩૪) મૈન પાર્થાર્હસિ ત્રાતું બ્રહ્મબન્ધુમિમં જહિ । યોડસાવનાગસઃસુપ્તાનવધીન્નિશિ બાલકાન્‌ || ૩૫।। મત્તં પ્રમત્તમુન્મત્તં સુપ્ત બાલં સ્ત્રિયં જડમ્‌ | પ્રપન્નં વિરથં ભીતં ન રિપું હન્તિ ધર્મવિત્‌ !૩૬॥ સ્વપ્રાણાન્‌ યઃ ઘરપ્રાણૈઃ પ્રપુષ્દાત્યદૃણઃ ખલઃ | તદ્રધસ્તસ્ય હિ શ્રેયો યદોષાદ્યાત્યધઃપુમાન્‌ ॥ ૩૭।! પ્રતિશ્રુતં ચ ભવતા પાગ્ચાલ્યૈ શૃણ્વતો મમ ! આહરિષ્વે શિરસ્તસ્ય યસ્તે માર્નિનિપુત્રહા ॥ ૩૮॥। તદસૌ વધ્યતાં પાપ આતતાય્યાત્મબન્ધુહા ! ભર્તુશ્ચ વિપ્રિયં વીર કૃતવાન્‌ કુલપાંસનઃ ॥ ૩૯) એવં પરીક્ષતા ધર્મ પાર્થઃ કૃષ્ણેન ચોરદિતઃ | નૈચ્છદ્ન્તું ગુરુસુતં યદ્યપ્યાત્મહને મહાન્‌ | ૪૦।। અથોપેત્ય સ્વશિબિરં ગોવિન્દપ્રિયસારથિઃ | ન્યવેદયત્તંપ્રિયાધૈ શોચન્યા આત્મજાન્હતાન્‌ 1૪૧॥ સૂતજી કહે છે - અર્જુન [વિપક્ષના વૌરોને મારવામાં ધણો પ્રવીણ હતો. ભગવાનની વાત સાંભળીને તેણે આચમન ક્યું અને ભગવાનની પરિક્રમા કરીને બ્રહ્માસ્્રના નિવારબ્ર માટે બ્રહ્માસ્રનું જ સંધાન કર્યું. (૨૯) બાણોથી વેષ્તિ તે બંને બ્રશ્માસ્રોનું તેજ પરસ્પર ટકરાઈને સમગ્ર પૃથ્વી” આકાશમાં ફેલાઈ ગયું અને પ્રલયકાલીન સૂર્ય તથા અગ્નિની જેમ વધવા માંડ્યું. (૩૦) ત્રણે લોકોને દઝાડનારી તે બંતે અસ્ોની વધેલી પ્રચંડ જ્વાળાઓથી પ્રજા બળવા લાગી અને તે જોઈને બધાએ એમ જ માન્યું કે આ પ્રલયકાળનો સાંવર્તક અગ્નિ છે. (૩૧) તે અગ્નિથી પ્રજાનો અને લોકોનો નાશ થતો જોઈને ભગવાનની અનુમ્તિથી અર્જુને તે બંને (અસ્ત્રો)ને પાછાં વાળ્યાં. (૩૨) અર્જુનની આંખો ક્રોધથી લાલ-લાલ થઈ રહી હતી. તેણે ઝપટ મારીને તે ડર અશ્વત્ામાને પકડી લીધો અને જેમ કોઈ દોરડાથી પશુને બાંધી લે તે જ રીતે બાંધી દીધો. (૩૩) અશ્વત્થામાને બળપૂર્વક બાંધીને અર્જુને તેને જ્યારે છાવણી તરફ લઈ જવા ઇચ્છું ત્યારે કમલનયન ભગવાને કોપિત થઈને તેને. કહ્યું - (૩૪) ‘અર્જુન! આ અધમ બ્રાહ્મણને છોડવાનું ઠીક નથી, તેને તો મારી જ નાખ. તેણ રાત્રે સૂતેલા નિરપરાધ બાળકોની હત્યા કરી છે. (૩પ) ધર્મને જાણનારા મનુષ્યો અસાવધન, ધૂની, ગાંડા, સૂતેલ, બાળક, સ્રી, વિવેકશાનશન્ય, શરણાગત, રથહીંન અને ભયભીત શત્રુ - (આટલા)ને ક્યારેય હણતા નથી, (૩૬) પરંતુ જે ફૂર અને દુદ મનુષ્ય બીજાઓને મારીને પોતાના પ્રાણની પુષ્ટિ કરે છે તેનો તો વધ કરવો એ જ યોગ્ય છે; કારજ કે તેવો આદતને લીધે જો તે જીવે છે તો વળી વધુ પાપ કરે છે અને તે પાપોને કારણે નરકગામી થાય છે. (૩૭) વળી, મારી સામે જ તેં દ્રોપદી આગળ પ્રતિજ્ઞા કરી હતી કે “માનિનિ! જેશે તારા પુત્રોનો વધ કર્યો છે તેનું માથું હું ઉતારી લાવીશ.’ (૩૮) આ પાપી તેમ જ કુળનો નાશ કરનાર આતતાયીએ તારા પુત્રોનો વષ કર્યો છે અને પોતાના સ્વામી દર્યોધનને પજ્ન દુ:ખ પહોંચાડ્યું છે. તેથી, અર્જુન! તું આને મારી જ નાષ.’ (૩૯) ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનના ધર્મની પરીક્ષા લેવ! માટે આ પ્રમાણે પ્રેરણા કરી, પરંતુ અર્જુનનું કદય મહાન હતું. જોકે અશ્વત્થામાએ તેના પુત્રોની હત્યા કરી હતી તોપણ અર્જુનના મનમાં ગુરુપુત્રને મારવાની ઇચ્છા ન થઈ. (૪૦) એ પછી પોતાના મિત્ર અને સારધે શ્રીકૃષ્તની સાથે તે પોતાની યુદ્ધ-છાવબ્રોમાં ગયો અને ત્યાં તે (અશ્ચત્યામા)ને. પોતાના મૃતપુત્રો માટે શોક કરતો દ્રૌપદીને સોંપ્યો. (૪૧)
  1. પ્રા. પા. - રજ્જ્વા! 1 1552] અ૦૭] પહેલો સ્કન્ધ 89 તથાડડહૃતં પશુવત્‌ પાશબદ્ધ- મવાડ્મુખં કર્મજુગુપ્સિતેન | નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતં ગુરોઃ સુત વામસ્વભાવા કૃપયા નનામચ ।।૪૨ | ઉવાચ ચાસહન્ત્યસ્ય બન્ધનાનયનં સતી । મુચ્તાં મુચ્યતામેષ બ્રાહ્મણો નિતરાં ગુરુઃ | ૪૩॥। સરહસ્યો ધનુર્વેદઃ સવિસર્ગોપસંયમઃ | અસ્ત્રગ્રામશ્ચ ભવતા શિક્ષિતો યદનુગ્રહાત્‌ | ૪૪॥। સ એષ ભગવાન્‌ દ્રોણઃ પ્રજારૂપેણ વર્તતે | તસ્યાત્મનોડર્ધ પત્યાસ્તે નાન્વગાદ્ઠીરસૂઃકૃપી ॥। ૪૫॥। તદ્ર્મશ મહાભાગ ભવદ્ધિર્ગોરવં કુલમ્‌ ! વૃજિનંનાર્હતિપ્રાપ્તું પૂજ્ય વન્ધમભીક્ષ્ણશઃ || ૪૬।। મા રોદીદસ્ય જનની ગૌતમી પતિદેવતા ! યથાહં મૃતવત્સાડડર્તા રોદિમ્યશ્રુમુખી મુહુઃ ॥ ૪૭॥। ધૈઃ કોપિતં બ્રહ્મકુલં રાજન્યૈરજિતાત્મભિઃ । તત્કુલં પ્રદહત્યાશુ સાનુબન્ધં શુચાર્પિતમ્‌ ।। ૪૮॥। સૂત ઉવાચ ધર્મ્ય ન્યાય્યં સકરુણં નિર્વ્યલીકં સમં મહત્‌ । રાજા ધર્મસુતો રાશ્યાઃ પ્રત્યનન્દદ્રચો દ્વિજાઃ ।। ૪૯॥॥ નકુલઃ સહદેવશ્ચ યુયુધાનો ધનગ્જયઃ | ભગવાન્‌ દેવકીપુત્રો યે ચાન્યે યાશ્ચ યોષિતઃ || ૫૦॥ તત્રાહામર્ષિતો ભીમસ્તસ્ય શ્રેયાન્‌ વધઃ સ્મૃતઃ । નભર્તુ્નાત્મનશ્ચાર્થેયોડહન્સુપ્તાન્શિશૂન્વૃથાર ॥ ૫૧॥ નિશમ્ય ભીમગદિતં દ્રૌપદ્યાશ્ચ ચતુર્ભુજઃ । આલોક્ય વદનં સખ્યુરિદમાહ હસજ્ઞિવ પ૫ર॥ શિખ ઉવા૨? બ્રહ્મબન્ધુર્ન હન્તવ્ય આતતાયી વધાર્હણઃ* | મધૈવોભયમામ્નાતં પરિપાહ્યનુશાસનમ્‌ | ૫૩॥ દ્રૌપદીએ જોયું કે અશ્ચત્થામાને પશુની જેમ બાંધીને લાવવામાં આવ્યો છે; નિંદિત કર્મ કરવાને કારણે તેનું મુખ નમી ગયું. છે. પોતાનું અનિષ્ટ કરનારા ગુરુપુત્રને આ પ્રમાણે અપમાનિત જોઈને દ્રૌપદીનું કોમળ હદય દયાથી ભરાઈ આવ્યું અને તેણે અશ્વત્થામાને નમસ્કાર કર્યા. (૪૨) ગુરુપુત્રને આ પ્રમાલે બાંધીને લાવવાનું સતી દ્રોપદી સહન ન કરી શક્યાં. ‘છોડી દો આને, છોડી દો. આ બ્રાહ્મણ છે. આપણા અત્યંત પૂજનીય છે. (૪૩) જેમની કૃપાથી તમને રહસ્યસહિત બધી ધનુર્વિધાઓ અને પ્રયોગનું તથા ઉપસંહારસહિત સમસ્ત શસ્તાસ્તોનું જ્ઞાન પ્રાપ્ત થયું છે તે તમારા આચાર્ય દ્રો જ પુત્રના રૂપમાં તમારી સામે ઊભા છે. તેમની અર્ધાંગિની કૃપી પોતાના વીર પુત્રની મમતાને લીધે જ પોતાના પતિનું અનુગમન કરી શકી નથી, તે હજીય જીવતી છે. (૪૪-૪૫) મહાભાગ્યવાન આર્યપુત્ર! તમે તો મોટા ધર્મજ્ઞ છો3જે ગુરુવંશની રોજ પૂજા અને વંદના કરવી જોઈએ તેને જ વ્યથા પહોંચાડવી એ તમારે યોગ્ય કાર્ય નથી. (૪૬) જેમ પોતાના બાળકો મરી જવાથી હું દુઃખી થઈને રડી રહી છું અને મારી આંખોમાંથી વારંવાર આંસુ વહી રહ્યાં છે તેવી જ રીતે આની માતા પતિવ્રતા ગૌતમી ન રડવી જોઈએ. (૪૭) જે ઉચ્ટુંખલ રાજાઓ પોતાનાં કુકૃત્યોથી બ્રાહ્મણકુળને કોપિત કરે છે તે કોપિત બ્રાહ્મણકુળ તે રાજાઓને પરિવારસહિત શોકાગ્નિમાં નાખીને તત્કાળ ભસ્મ કરી દે છે.’ (૪૮) સૂતજીએ કલું - હે શૌનકાદિ કપિઓ! દ્રૌપદીની વાત ધર્મ અને ન્યાયને અનુકૂળ હતી. તેમાં કપટ ન હતું, કરુણા અને સમતા હતી. તેથી રાજા યુધિષ્ઠિરે રણીનાં આ હિતભર્યા શ્રેષ્ઠ વચનોનું અભિનંદન કર્યું. (૪૯) એ સાથે જ નકુળ, સહદેવ, સાત્યકિ, અર્જુન અને ભગવાન શ્રીકૃખ, તથા ત્યાં ઉપસ્થિત સૌ નર-નારીઓએ દ્રૌપદીની વાતનું સમર્થન કર્યું. (૫૦) તે સમયે ક્રોધિત થઈને ભીમસેને કહ્યું
  • “જેણે સૂતેલા રને ન તો પોતાને માટે અને ન તો પોતાના સ્વામીને માટે, પણ વ્યર્થ મારી નાખ્યા તેનો તો વધ કરવો એ જ ઉત્તમ છે.’ (૫૧) ભગવાન શ્રીકૃષ્ણે દ્રૌપદીની અને ભીમસેનની વાતો સાંભળીને અને અર્જુન તરફ જોઈને સહેજ હસતાં હસતાં કહ્યું. (પર) (ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા -““બ્રાહ્મણ પતિત હોય તોપણ તેનો વધ ન કરવો જોઈએ અને આતતારથીને તો મારી જ નાખવો જોઈએ.’ - આ બે વાતો મેં જ શાસ્રોમાં કહેલી છે. તેથી મારી બંને આજ્ઞાઓનું પાલન કર. (૫૩) ૧. પ્રા. પા. - શુચાર્દિતમ્‌! ૨-૩. પ્રાચીન પ્રતમાં ‘કૃથા’ શબ્દથી માંડીને “શ્રીકૃષ્ત ઉવાચ’માંના “શ્ી’ સુધનો અશ ખંડિત થયેલો છે તથા તેમાં ‘કૃષ્ણ ઉવાચ’ની જગ્યાએ “ભગવાનુવાચ’ પાઠ છે. ૪. પ્રા. પા. - વધાર્હકઃ [15521 79 શ્રીમદભાગવત [અ૦૮ કુરુપ્રતિશ્રુતં સત્યં યત્તત્સાન્ત્વયતા પ્રિયામ્‌ | પ્રિયંચ ભીમસેનસ્ય પાગ્ચાલ્યા મહ્યમેવ ચ ।। ૫૪।। સૂત કશાય અર્જુનઃ સહસાડડજ્ઞાય* હરેર્હાદમથાસિના ! મણિં જહાર મૂર્ધન્ય દ્રિજસ્ય સહમૂર્ધજમ્‌ ॥ પપ॥ વિમુચ્ય રશનાબદ્ધં બાલહત્યાહતપ્રભમ્‌ | તેજસા મણિના હીનં શિબિરાન્તિરયાપયત્‌ ।૫૬।! વયનં દ્રવિણ્ાદાનં સ્થાનાજ્િર્યાપણં તથા | એષહિબ્રહ્મબન્ધૂનાં વધો નાન્યોડસ્તિદૈહિકઃ | ૫૭॥ પુત્રશોકાતુરાઃ સર્વે પાણ્ડવાઃ સહ કૃષ્ણયા |! સ્વાનાં મૃતાનાં યત્કૃત્યં ચકુર્નિહરણાદિકમ્‌ ॥ ૫૮॥ તેં દ્રૌપદીને સાન્ત્વના આપતી વખતે જે મ્રતિજ્ઞા કરરી હતી. તેને પણ સત્ય કર; સાથે જ ભીમસેન, દ્રૌપદી અને મને જે પ્રિય હોય તે પણ કર. (૫૪) સૂતજી કહે છે - અર્જુન તરત જ ભગવાનના હૃદયની વાત પામી ગયો અને તેલે પોતાની તલવારથી અશ્ચત્ધામાના માથાનો મણિ તેના વાળ સાથે ઉતારી લીધો. (પ૫) બાળકોની હત્યા કરવાથી તે શ્રીહીન તો પહેલાંથી જ થઈ ગયો હતો, હવે મણિ અને બ્રહ્મતેજથી પણ રહિત થઈ ગયો. ત્યારબાદ તેનું દોરડાનું બંધન ખોલી નાપ્યું અને તેને છાવશ્ીમાંથી કાઢી મૂક્યો. (૫૬) મૂંડન કરવું, પન છીનવી લેવું અને સ્થાનથી બહાર કાઢી મૂકવો - આ જ અધમ બ્રાહ્મણોનો વધ છે. તેમના માટે આનાથી જુદું શારીરિક વધનું વિધાન નથી. (પ૭) પુત્રોના મૃત્યુથી દ્રૌપદી અને પાંડવો - બધાં જ શોકાતુર થઈ રહ્યાં હતાં. હવે તેમણે પોતાના મૃત ભાઈ-બંધુઓની અગ્નિદાહ વગેરે અંત્પેષ્ટિક્રિયા કરી. (૫૮) -ક- ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધે દ્રો્ણિનેગ્રહો નામર સપ્તમોડધ્યાયઃ ॥ ૭॥ પહેલા સ્કંધ-અંતર્ગત દ્રૌણિનિગ્રહ નામનો સાતમો અધ્યાય સમાપ્ત.