Śrīmad Bhāgavatam

બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્તુતિ ત્રહ્યોવાચ નૌમીડ્ય તેડભ્રવપુષે તડિદમ્બરાય ગુગ્જાવતંસપરિપિચ્છલસન્મુખાય |! વન્યસ્રજે કવવવેત્રવિષાણવેણુ- લક્ષ્મશ્રિયે મૃદ

ઘેનુકાસુરનો ઉદ્ધાર અને ગોપબાળકોને કાલિયનાગના વિષથી બચાવવા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચોદમો અધ્યાય બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્તુતિ ત્રહ્યોવાચ નૌમીડ્ય તેડભ્રવપુષે તડિદમ્બરાય ગુગ્જાવતંસપરિપિચ્છલસન્મુખાય |! વન્યસ્રજે કવવવેત્રવિષાણવેણુ- લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાડ્ડાજાય || ૧।। અસ્યાપિ દેવ વપુષો મદનુગ્રહસ્ય સ્વેચ્છામયસ્યન તુ ભૂતમયસ્ય કોડપિ ! નેશે મહિ ત્વર્વાસિતું મનસાડડન્તરેણ સાક્ષાત્તવેવ કિમુતાત્મસુખાનુભૂતેઃ ॥ ૨॥ જ્ઞાને પ્રયાસમુદપાસ્ય નમન્ત એવ જીવન્તિ સન્મુખરિતાં ભવદીયવાર્તામ્‌ સ્થાને સ્થિતાઃશ્રુતિગતાં તનુવાફમનોભિ- યે પ્રાયશોડજિત જિતોડપ્યસિ તૈસિલોક્યામ્‌ | ૩।। શ્રેયઃસુતિ ભાક્તિમુદસ્ય તે વિભો ક્લિશ્યન્તિ વે કેવલબોધલબ્ધયે | તેષામસૌ ક્લેશલ એવ શિષ્યતે નાન્યદ્યથા સ્થૂલતુષાવઘાતિનામ્‌ 1૪॥ પુરેહ ભૂમન્‌ બહવોડપિ યોગિન- સ્ત્વદર્ષિતેઠા નિજકર્મલબ્ધયા | વિભુધ્ધ ભક્ત્ધૈવ કથોપનીતયા પ્રપેદિરેડગ્જોડચ્યુત તે ગર્તિ પરામ્‌ ॥૫॥ બ્રહ્માજીએ સ્તુતિ કરી - પ્રભુ! એકમાત્ર આપ જ સ્તુતિ કરવા યોગ્યછો. હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું. આપનો શ્રીવિગ્રહ મેઘ જેવો શ્યામસુંદર છે, તેના પર સ્થિર વીજળી જેવું ઝળહળતું પીતાંબર શોભી રહ્યું છે, આપના કંઠમાં ગુંજાની માળા, કાનોમાં મકરાકૃત કુંડળ તથા મસ્તક પર મોરપીંછનો મુગટ છે. આ બધાંની કાન્તિથી આપના મુખની શોભા અદ્ભુત જણાય છે. વક્ષ:સ્થળ પર લટકતી વનમાળા અને નાનકડા હાથમાં દહીં-ભાતનો કોળિયો છે. કાંખમાં છડી, શુંગવાઘ અને કમરમાં આપની ઓળખ આપતી વેણુ શોભી રહી છે. આપના કમળ જેવ! પરમ સુકોમળ ચરણ અને આ ગોપ-બાળકનો સુમધુર વેશ! (હું બીજું કાંઈ જાણતો નથી; હું તો બસ, આ જ ચરણો પર ન્યોછાવર છું.) |! ૧ || હે સ્વપ્રકાશ પરમાત્મા! આપનો આ શ્રીવિગ્રહ ભક્તજનોની અભિલાષા પૂરી કરનારો છે.આ આપની દિવ્ય ઇચ્છાનું મૂર્તિમાન સ્વરૂપ મને અનુગૃહીત કરવા માટે જ પ્રગટ કર્યું છે. કોણ કહે છે કે આ (સ્વરૂપ) પંચમહાભૂતોની રચના છે? પ્રભુ! આ તો અપ્રાકૃત શુદ્ધ સત્ત્વમય છે. હું અથવા બીજું કોઈ સમાધિ દ્વારા પણ આપના આ સચ્ચિદાનંદસ્વરૂપનો મહિમા જાણી શકે એમ નથી, તો પછી આત્મસુખનો અનુભવ કરનારા નિર્ગુણરૂપનો મહિમા તો કોઈ જાણી જ કઈ રીતે શકે? ॥ ૨ ॥પ્રભુ!જે લોકો જ્ઞાન માટે પ્રયત્ન ન કરતાં પોતાના સ્થાન પર સ્થિત રહીને માત્ર સત્સંગ કરે છે અને આપના પ્રેમી સંતો દ્વારા ગવાયેલી આપની લીલા- કથાઓનું શરીર,વાણી અને મનથી આદરપૂર્વક સેવન કરે છે- એને જ જીવનનું લક્ષ અને જીવનનો આધાર બનાવીલે છે તેઓ હેઅજીત| આપના ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લે છે અને આપ તેમની ભક્તિને વશ થાઓ છો. || ૩ | ભગવન્‌| આપની ભક્તિ બધી રીતે કલ્યાણદાયી છે. જે લોકો તેને છોડીને માત્ર જ્ઞાનપ્રાપ્તિ માટે શ્રમ કરે છે અને કષ્ટ સહે છે, તેમને તો માત્ર દુઃખો જ હાથ લાગે છે, બીજું કાંઈ નરહી-જેમ ભૂસું ખાંડનારને માત્ર પરિશ્રમ જ હાથ લાગે છે, ચોખા નહીં. ॥ ૪ ॥ હે અચ્યુત! હે અનંત! આ લોકમાં પહેલાં પણ અનેક યોગીપુરુષ થઈ ગયા છે. જ્યારે તેમને યોગ વગેરે દ્વારા આપની પ્રાપ્તિ ન થઈ, ત્યારે તેમણે પોતાના લૌકિક અને વૈદિક સથળાં કર્મો આપના ચરણોમાં સમર્પિત કરી દીધાં. તે સમર્પિત કર્મોથી તથા આપની લીલા-કથાથી તેમને આપની ભક્તિ પ્રાપ્ત થઈ, તે ભક્તિથી જ આપના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેમણે ખૂબ જ સરળતાથી આપના પરમપદને 190 શ્રીમદભાગવત [અ૦૧૪ તથાપિ ભૂમન્‌ મહિમાડગુણસ્ય તે વિબોદ્રુમર્હત્યમલાન્તરાત્મભિઃ | અવિક્રિયાત્‌ સ્વાનુભવાદરૂપતો હ્યનન્યબોધ્યાત્મતયા ન ચાન્યથા | ૬॥ ગુણાત્મનસ્તેડપિ ગુણાન્‌ વિમાતું હિતાવતીર્ણસ્ય ક ઈશિરેડસ્ય | કાલેન યૈવા વિમિતાઃ સુકલ્પૈ- ર્ભૂપાંસવઃ ખે મિહિકા ધુભાસઃ | ૭॥ તત્તેકનુકમ્પાં સુસમીક્ષમાણો ભુગ્જાત એવાત્મકૃતં વિપાકમ્‌ | હૃદ્દાગ્વપુર્ભિવિદધક્મસ્તે જીવેત યો મુક્તિપદે સ દાયભાક્‌ ॥ ૮॥ મેડનાર્યમનન્ત આધે પરાત્મનિ ત્વશ્યપિ માથિમાયિનિ | વિતત્યેક્ષિતુમાત્મવૈભવં કિયાનૈચ્છમિવાર્ચિરગ્નો ॥ ૯॥ પશ્યેશ માયાં હ્યું અતઃ ક્ષમસ્વાચ્યુત મે રજોભુવો હ્ાજાનતસ્તવત્યૃથગીશમાનિનઃ | અજાવલોપાન્ધતમોડન્ધચક્ષુષ એપોડનુકમ્પ્યો મયિ નાથવાનિતિ । ૧૦! કવાહં તમોમહદહડખચરાગ્નિવાર્ભ્‌- સંવેષ્ટિતાણ્ઠઘટસપ્તવિતસ્તિકાયઃ 1 ક્વેદૃગ્વિધાવિગણિતાણ્ડપરાણુચર્યા- વાતાધ્વરોમવિવરસ્ય ચ તે મહિત્વમ્‌ || ૧૧ પ્રાપ્ત કરી લીધું. ॥ ૫ ॥ હે અનન્ત! આપના સગુણ-નિર્ગુણ બન્ને સ્વરૂપોનું જ્ઞાન પ્રાપ્ત થવું મુશ્કેલ હોવા છતાં પણ નિર્ગુજ્ન સ્વરૂપનો મહિમા ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરીને શુદ્ધ અંતઃકરણથી જાણી શકાય છે. (જાણવાની પ્રક્રિયા એ છે કે) વિશેષ આકારનો પરિત્યાગ કરીને આત્માકાર અંતઃકરણનો સાક્ષાત્કાર કરવામાં આવે. આ આત્માકારતા ઘટ-પટાદિ રૂપની જેમ સમાન જ્ઞેષ નથી, બલકે આવરણનો ભંગમાત્ર છે. આ સાક્ષાત્કાર ‘આ બ્રહ્મ છે,’ ‘હું બ્રહ્મને જાણું છું’ એ પ્રમાશ્ે નહીં, બલકે સ્વયંપ્રકાશરૂપે જ થાય છે ।। ૬ | પરંતુ ભગવન્‌! જે સમર્થ પુરુષોએ અનેક જન્મો સુધી પરિશ્રમ કરીને પૃથ્વીનો એક-એક પરમાણુ, આકાશના હિમક્ણો (ઝાકળના કણ) તથા તેમાં ચમકતાં નક્ષત્રો અને તારાઓને પણ ગણી નાખ્યા છે, તેમનામાં પન ભલા, એવું કોણ હોઈ શકે જે આપના સગુજ્ષ સ્વરૂપના અનંત ગુજ્ઞોને ગણી શકે? પ્રભુ! આપ માત્ર સંસારના કલ્યાણ માટે જ અવતરિત થયા છો. તેથી હે. ભગવન્‌! આપના મહિમાનું જ્ઞાન તો બહુ જ દુર્લભ છે. | ૭ || તેથી જે પુરુષ કષણે-ક્ણે બહુ જ ઉત્સુકતાથી આપની કૃપાનો જ સારી રીતે અનુભવ કરે છે અને પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ સુખ-દુઃખ પ્રાપ્ત થાય તેને નિર્વિકાર મનથી ભોગવી લે છે, તથા જે પ્રેમપૂર્ણ કદય, ગદગદ વાણી અને પુલકિત શરીરથી પોતાને આપના ચરણોમાં સર્માર્પિત કરતો રહે છે - આ પ્રમાણે જીવન વ્યતીત કરવાવાળો તે પુરુષ બરાબર એ રીતે. જ આપના પરમપદનો અધિકારી થાય છે જેમ પોતાના પિતાની સંપત્તિનો પુત્ર. ॥ ૮ ॥ પ્રભુ! મારી કુટિલતા તો જુઓ ! આપ અનંત આદિપુરુષ પરમાત્મા છો અને મારા જેવા મોટા-મોટા માયાવી પણ આપની માયાના ચકરાવામાં છે. છતાં પણ મેં આપના કાર્યમાં મારી માયાજાળ ફેલાવીને આપના એશ્ચર્યની પરીક્ષા લેવાની ધૃષ્ટતા કરી. પ્રભુ! હું આપની આગળ કાંઈ જ નથી અર્થાત્‌ નગણ્ય છું. શું અગ્નિની સામે તણખાની કાંઈ વિસાત છે? ॥૯ || ભગવન! હું રજોગુણથી ઉત્પન્ન થયેલો છું. તેથી આપના સ્વરૂપને હું વાસ્તવિક રીતે જાણી શકતો નથી. તેથી મારી જાતને આપનાથી અલગ સંસારનો સ્વામી માની બેઠો હતો. હું અજન્મા જગત્કર્તા છું - એવા માયાજનિત મોહના ધોર અંધકારમાં અંધ થઈ રહ્યો હતો. હું આપનો સેવક છું, આપ મારા સ્વામી છો એવું સમજીને આપે મારા ઉપર કૃપા કરવી જોઈએ, અને મારો અપરાધ ક્ષમા કરવો જોઈએ. । ૧૦ | હે મારા નાથ! પ્રકૃતિ, મહત્ત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીરૂપ આવરણોથી ઘેરાયેલું આ બ્રહ્માંડ જ મારું શરીર છે, અને આપના એક-એક રુંવાટાના છિદ્રમાં રહેલા અસંખ્યબ્રહ્માંડો તે રીતે ઉડતા રહે છે,જેમ ઝરૂખાની જાળીમાંથી અ૦-૧૪] દસમો સ્કન્ધ 191 ઉત્ેપણં ગર્ભગતસ્ય પાદયોઃ કિં કલ્યતે માતુરધોક્ષજાગસે | કિમસ્તિનાસ્તિવ્યપદેશભૂષિતં તવાસ્તિ કુક્ષેઃ કિયદપ્યનન્તઃ | ૧૨! જગત્ત્રયાન્તોદધિસમ્પ્લવોદે નારાયણસ્યોદરનાભિનાલાત્‌ | વિનિર્ગતોડજસ્ત્વિતિ વાડ્‌ ન વૈ મૃષા કિં ત્વીશ્વર ત્વન્ઞ વિનિર્ગતોડસ્મિ । ૧૩॥ નારાયણસ્ત્વં ન હિ સર્વદેહિના- માત્માસ્યધીશાખિલલોકસાક્ષી | નારાયણોહડ્ઞ નરભૂજલાયના- ત્તશ્ચાપિ સત્યં ન તવૈવ માયા ||૧૪॥ તચ્ચેજ્જલસ્થં તવ સજ્જગદ્રપુઃ કિં મે ન દષ્ટં ભગવંસ્તદૈવ । કિં વા સુદ્ષ્ટું હંદિ મે તદૈવ કિં નો સપદ્વેવ પુર્વ્યદર્શિ ॥ ૧૫! માયાધમનાવતારે હ્યસ્થ પ્રપગ્ચસ્ય બહિઃ સ્ફુટસ્ય | કૃત્સસ્ય ચાત્તર્જઠરે જનન્યા માયાત્વમેવ પ્રકટીકૃતં યસ્ય કુક્ષાવિદે સર્વ સાત્મં ભાતિ યથા તથા | તત્ત્વય્યપીહ તત્‌ સર્વ કિમિદં માયયા વિના || ૧૭।। અત્રૈવ તે1૧૬॥ અધૈવ ત્વદંતેડસ્ય કેં મમ ન તે માયાત્વમાદર્શિત- મેકોડસિ પ્રથમં તતો વ્રજસુહૃદ્‌ વત્સાઃ સમસ્તા અપિ | તાવન્તોડસિ ચતુર્ભુજાસ્તદખિલૈઃ સાર્ક મયોપાસિતા- સ્તાવન્ત્યેવ જગત્ત્યભૃસ્તદમિતં બ્રહ્માદ્યં શિષ્યતે 1 ૧૮॥ આવતા સૂર્યનાં કિરણોમાં રજક્ણોના સૂક્મ પરમાણુઓ ઊડતા દેખાય છે. ક્યાં પોતાના પરિમાણથી સાડા ત્રણ હાથના શરીરવાળો અત્યંત ક્ષુદ્ર હું અને ક્યાં આપનો અનંત મહિમા! 1૧૧ ॥, વૃત્તિઓની પકડમાં ન આવવાવાળા પરમાત્મન્‌! જ્યારે બાળક માતાના ઉદરમાં રહે છે ત્યારે અજ્ઞાનવશ પોતાના હાથ-પગ પછાડે છે; પરંતુ શું માતા તેને અપરાધ ગણે છે, અથવા તેના માટે એ કોઈ અપરાધ બને છે? “છે’ અને “નથી’ - આ શબ્દોથી કહેવાનારી એવી કોઈ વસ્તુ છે શું, જે આપના ઉદરમાં ન હોય? ||૧૨ ॥ શ્રુતિઓ કહે છે કે, જ્યારે ત્રણે લોક પ્રલયકાળના જળમાં લીન હતા, તે સમયે તે જળમાં સ્થિત શ્રીનારાયણના તાભિકમળથી બ્રહ્માનો જન્મ થયો. તેમનું આ કથન કોઈ રીતે. અસત્ય હોઈ શકે નહીં. ત્યારે આપ જ જણાવો, પ્રભુ! શું હું. આપનો પુત્ર નથી? ૧૩ ॥ પ્રભુ! આપ સમસ્ત જીવોના આત્મા છો. તેથી આપ નારાયણ (નાર—જીવ અને અયન— આશ્રય) છો. આપ સમસ્ત જીવોના અને જગતના અધીશ્ર છો, તેથી આપ નારાયજ્ઞ (નાર-જીવ અને અયન—્રવર્તક) છો.આપ સમસ્ત લોકોના સાક્ષી છો તેથી પણ નારાયણ (નાર- જીવ અને અયન-જાણવાવાળા) છો. નરથી ઉત્પન્ન થવાવાળા જળમાં નિવાસ કરવાને કારણે જેમને નારાયણ (નાર-જળ અને અયન—નિવાસસ્થાન) કહેવાય છે, તે પણ આપનો એક અંશ જ છે. તે અંશરૂપે દેખાવું પણ સત્ય નથી, બલકે આપત્તી માયા જ છે. || ૧૪ || ભગવન્‌! જો આપનું તે વિરાટ સ્વરૂપ ખરેખર તે સમયે જળમાં જ હતું તો મેં તે વખતે તેને જોયું કેમ નહીં, જ્યારે કે હું કકળનાળના માર્ગ તેને સો વર્ષ સુધી જળમાં શોધતો રહ્યો? પછી મેં જ્યારે તપ કર્યું, ત્યારે તે જ સમયે મારા હૃદયમાં તેનું દર્શન કઈ રીતે થયું? અને પાછું થોડી જ થણ્ોમાં તે પાછું કેમ ન દેખાયું, અંતર્ધાન કેમ થઈ ગયું? । ૧૫ ।| માયાનો નાશ કરવાવાળા પ્રભુ! દૂરની વાત કોણ કરે - હમણાં આ જ અવતારમાં આ બહાર દેખાતા જગતને આપે આપના ઉદરમાં જ દેખાડી દીધું, જેને જોઈને માતા યશોદા ચકિત થઈ ગયાં હતાં. આથી એ તો સિદ્ધ થાય છે કે આ સંપૂર્ણ વિશ્વમાત્ર આપની માયા જ છે. 1૧૬ || જ્યારે આપના સહિત આ સંપૂર્ણ વિશ્વ જેવું બહાર દેખાય છે તેવું જ આપના ઉદરમાં પણ જોવા મળ્યું, ત્યારે શું આ બધું આપની માયા લિના જ પ્રતીત થયું? અવશ્ય એ આપની લીલા જ છે. । ૧૭ || તે દિવસની વાત જવા દો, આજની જ વાત કરું. શું આપે આજે મારી સામે પોતાના સિવાય સંપૂર્ણ વિશ્વને પોતાની માયાનો ખેલ નથી દેખાડ્યો? પહેલાં, આપ એકલા જ હતા. પછી સંપૂર્ણ ગોપબાળકો, વાછડાં અને છડી, શીકાં પણ આપ જ બની ગયા. ત્યારબાદ મેં જોયું કે આપના તે બધાં રૂપો ચતુર્ભુજ છે અને મારા શ્રીપદ્ભાગવત 1૦4૪ 192 અજાનતાં ત્વત્પદવીમનાત્મ- ન્યાત્માડડત્મના ભાસિ વિતત્ય માયામ્‌ | સૃષ્ટાવિવાહ જગતો વિધાન ઇવ ત્વમેષોડન્ત ઈવ ત્રિનેત્રઃ ॥ ૧૯॥ સુરેષ્તૃષિષ્વીશ તથૈવ ગૃપ્વપિ તિર્યક્ષુ યાદસ્સ્વપિ તેડજનસ્ય | જન્માસતાં દુર્મદનિગ્રહાય પ્રભો વિધાતઃ સદનુગ્રહાય ચ || ૨૦ કો વેત્તિ ભૂમન્‌ ભગવત્ત્‌ પરાત્મત્‌ યોગેશ્રરોતીર્ભવર્તાસ્રલોક્યામ્‌ 1 ક્વ વા કથં વા કિ વા કદ્દેતિ વિસ્તારયન્‌ કીડસિ યોજ્ામાયામ્‌ ૨૧ તસ્પાદિદેં જગદશેષમસત્સ્વરૂપ શ્વખ્તાભમસ્ત[પેષણે પુરુદુઃખદુ:ખમ્‌ | ત્વખેવ નિત્યસુખબોધતનાવનન્તે માયાત ઉદ્યદપિ યત્‌સદિવાવભાતિ || ૨૨! એકસ્ત્વમાત્મા પુરુષઃ પુરાણઃ સત્યઃ સ્વયંજ્યોતિરનન્ત આધઃ | નિત્યોફક્ષરોડજસ્રસુખો નિરગ્જનઃ પૂણોકદ્રયો મુક્ત ઉપાયિતોડમૃતઃ ॥ ૨૩॥ એવંવિર્ધ ત્વાં સકલાત્મનામપિ સ્્ાત્માનમાત્માત્મતયા વિચક્ષતે 1 ગુર્વ્કલબ્ધોર્પનિષત્સુચક્રુષા યે તે તરન્તીવ ભવાનૃતામ્બુધિમ્‌ | ૨૪॥। આત્માનમેવાત્મતયાર્ડાનિજાનતાં તેનેવ જાતં નિખિલ પ્રપગ્ચિતમ્‌ ! જ્ઞાનેન ભૂયોડપિ ચ તત્‌ પ્રલીયતે રજ્જ્વામહેભોગભવાભવૌ યથા | ૨૫॥ ! સહિત બધાં જ તત્ત્વો તેમની સેવા કરી રહ્યાં છે. આપે અલગ- અલગ તેટલાં જ રૂપ પણ ધારણ કરી લીધાં હતાં, પરંતુ હવે. આપ માત્ર અપરિમિત આંહેતીય બ્રહારૂપે જ શેષ રહી ગયા છો.॥૧૮॥ જે લોકો અજ્ઞાનવશ આપના સ્વરૂપને નથી જાજતા, તેમને આંપ પ્રકૃતિમાં સ્થિત જીવરૂપે પ્રતૌત થાઓ છો અને તેમની ઉપર પોતાની માયાનો પડદો નાખીને સૃષ્ટિના સમથે મારા (બ્રહ્મા)રૂપે, પાલન કરવા માટે પોતાના (વિષ્ણુ) રૂપે અને સંહાર કરવા માટે રુદ્ના રૂપમાં પ્રતીત થાઓ છો. | ૧૯ || પ્રભુ! આપ સમસ્ત જગતના સ્વામી અને વિધાતા છો. અજન્મા હોવા છતાં પણ આપ દેવતાઓ, ઝષિઓ, મનુષ્યો, પશુ- પક્ષીઓ અને જળચર વગેરે યોનિઓમાં અવતાર ગ્રહણ કરો, છો.તેથી જ આ રૂપો દ્વાર દુષ્ટ પુરુષોનું અભિમાન નષ્ટ કરીને. સત્પુરુષો પર અનુગ્રહ કરો. ! ૨૦ ।! ભગવન આપ અનંત પરમાત્મા અને યોગેશ્વર છો. જે સમયે આપ પોતાની પોગમાયાનો વિસ્તાર કરીને લીલા કરવા લાગો છો, ત્યારે શ્રિલોકમાં એવું કોણ છે, જે એ જાશી શકે કે આપની લીલા કયાં, શા માટે, કયારે અને કેટલી હોય છે. || ૨૧ ।। તેથી આ સંપૂર્ણ, જગત સ્વપ્ન જેવું અસત્ય, અજ્ઞાનરૂપ અને દુઃખ ઉપર દુ: જ આપવાવાળું છે. આપ પરમાનંદ, પરમશાનસ્વરૂપ અને અનંત છો. આ જગત માપાથી ઉત્પન્ન અને [વિલીન થવા છતાં આપમાં આપની સત્તાથી સત્ય જેવું પ્રતીત થાય છે. 1 ૨૨ ॥| પ્રભુ! આપ જ એકમાત્ર સત્ય છો. કેમકે, આપ સર્વના આત્મા છો. આપ પુરાશપુરુષ હોવાને કારણે સઘળા જન્માદે વિકારોથી રહિત છો. આપસ્વયંપ્રકાશ છો; તેથી દેશ, કાળ અને વસ્તુ - જે પરપ્રકાશ છે તે કોઈ રીતે આપને સીપિત કરી શકતાં નથી. આપ તેમના પણ આદિપ્રકાશક છો. આપ અવિનાશી હોવાને લીષે નિત્ય છો. આપનો આનંદ અખંડ છે. આપ શુદ્ધ નિરંજનશ્વરૂપ છો. આપ પૂર્ણ, એક છો. સમસ્ત ઉપાપિઓથી મુક્ત હોવાને કારશ્ને આપ સમૃતસ્વરૂપ છો. || ર૩ || આપ સર્વ જીવોના આત્મા છો. જે ગુસુરૂપી સૂર્યથી તત્વજ્ઞાનૂપી દિવ્ય દૃષિ પ્રાપ્ત કરીને તેનાથી આપનો પોતાના સ્વરૂપના રૂપમાં સાક્ષાત્કાર કરે છે, તે આ મિથ્યા સંસ!ર-સાગરને જાણે પાર કરી જ્ય છે. (સંસાર-સાગર થિદ્યા હોવાને કારણે તેનાથી પાર થવું એમ કહેવું પણ અવિચારી દષિથી જ છે.) ॥ ૨૪ | જે પ્રુષ પરમાત્માને આત્મારૂપે નથી જાણતા, તેમને તે. અશાનને લૌધે જ આ નામરૂપાત્મક અખિલ પ્રપંથની ઉત્પત્તિનો ભમ થઈ જાય છે.પરંતુ જાન થતાં જ તેનો આ્યતેક, પ્રલવ થઈ જાય છે; જેમ દોરડામાં બ્રમવશ સાપની પ્રતીતિ થાય છે અને ભ્રમ નિવૃત્ત થતાં જ તેની નિવૃત્તિ થઈ જાય છે.॥રપ || દસમો સ્કન્ધ 193 અ૦ ૧૪] અજ્ઞાનસઝ્શૌ ભવબત્ધમોક્ષો હૌ નામ નાન્યૌ સ્ત ત્રદતશ્ભાવાત્‌ | અજસ્ચિત્યાત્માને કેવલે પરે વિચાર્યમાણે તરણાવિવાહની || ૨૬॥ ત્વામાત્માનં પરં મત્વા પરમાત્માનમેવ ચ | આત્માપુનર્બહિર્મૃગ્ય અહોડશ્જનતાડશતા ।। ૨૭॥। અત્તર્ભવેડનન્ત ભવતન્તમેવ હ્યતત્્મજન્તો મૃગયન્તિ સન્તઃ | અસત્તમપ્યત્ત્યહિમન્તરેણ સત્તં ગુણ તં કિમુ યન્તિ સન્તઃ | ૨૮॥ અથાપિ તે દેવ પદામ્બુજય- પ્રસાદલેશાનુગૃહીત એવ જાનાતિ તત્ત્વ ભગવન્‌ મહિમ્નો ન ચાન્ય એકોડપિ ચિરં વિચિત્વન્‌ || ૨૯॥ હિ! તદસ્તુ મે નાથ સ ભૂરિભાગો ભવેડત્ર વાન્યત્ર તુ વા તિરશ્ચામ્‌ | યેનાહમેકોડપિ ભવજ્જનાનાં ભૂત્વા નિષેવે તવ પાદપલ્લવમ્‌ | ૩૦ અહોડતિધન્યા વ્રજગોરમણ્યઃ સ્તન્યામૃતં પીતમતીવ તે મુદા | વિભો વત્સતરાત્મજાત્મના યતૃષ્વેડધાપિ ન ચાલમધ્વરાઃ | ૩૧ યાસાં અહી ભાગ્યમહો ભાગ્ય નન્દગોપવ્રજૌકસામ્‌ | યન્મિત્રં પરમાનન્દં પૂર્ણ બ્રહ્મ સનાતનમ્‌ ॥ ૩૨॥ એષાં તુ ભાગ્યમહિમાડચ્યુત તાવદાસ્તા- શેકાદરીવ હિ વયં બત ભૂરિભાગાઃ । એતઢૃષીકચષકૈરસકૃત્‌ પિબામઃ શર્વાદયોડડ્છ્રુદજમધ્વમૃતાસવં તે । ૩૩॥ સંસાર-સંબંધી બંધન અને તેનાથી મોક્ષ - એ બન્નેય નામ અજ્ઞાનથી કલ્પિત છે. વાસ્તવમાં એ અજ્ઞાનનાં જ બે નામ છે. એ સત્ય અને જ્ઞાનસ્વરૂપ પરમાત્માથી ભિન્ન અસ્તિત્વ રાખતા નથી. જેમ સૂર્યમાં રાત અને દિવસનો ભેદ નથી, તે જ રીતે વિચાર કરવાથી અખંડ ચિત્સ્વરૂપ કેવલ શુદ્ધ આત્મતત્ત્વમાં બંધન છે ન મોક્ષ. || ર૬ !!ભગવન્‌[! કેટલા આશ્ચર્યની વાત છે કે આપ છો સર્વના આત્મા, પરંતુ લોકો આપને પરાયો માને છે. અને શરીર વગેરે પરાયાં છે, પરંતુ તેમને આત્મા માની લે છે. અને ત્યાર પછી આપને ક્યાંકબીજે શોધે છે. ભલા, અજ્ઞાની જીવોનું આ કેટલું મોટું અજ્ઞાન છે. || ૨૭ ॥ હે અનંત! આપ તો બધાના અંતઃકરણમાં બિરાજમાન છો. તેથી સંતજનો આપતા સિવાય જે કાંઈ પ્રતીત થઈ રહ્યુંછે, તેનો પરિત્યાગ કરીને પોતાની અંદર જ આપને શોધે છે; કેમકે, જોકે દોરડામાં સાપ નથી તેમ છતાં તે પ્રતીત થતા સાપને મિથ્યા કર્યા વિના ભ્લા,કોઈસત્પુરુષસાચા દોરડાને કઈ રીતેજાણી શકે? ॥ ૨૮ ॥ પોતાના ભક્તજનોના હૃદયમાં સ્વયંસ્ફુરિત થવાવાળા ભગવન્‌! આપના જ્ઞાનનું સ્વરૂપ અત્રે મહિમા એવો છે, તેનાથી અજ્ઞાનજનિત જગતનો નાશ થઈ જાય છે. તેમ છતાં જેપુરુષો આપનાં યુગલ ચરણકમળોનો કિંચિત્માત્ર પણ કૃપા- પ્રસાદ પ્રાપ્ત કરી લે છે, તેનાથી અનુગૃહીત થઈ જાય છે - તે જ આપના સચ્ચિદાનંદરૂપ મહિમાને જાણી શકે છે. બીજાં કોઈ પણ જ્ઞાન-વૈરાગ્ય વગેરે સાધનોરૂપી પોતાના પ્રયત્નથી દીર્થકાળ સુધી કેટલુંય અનુસંધાન કરતા રહે, તેઓ આપના મહિમાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. ।। ૨૯ ॥ તેથી ભગવન્‌! મને આ જન્મમાં, બૌજા જન્મમાં અથવા કોઈ પણ પશુ-પક્ષી વગેરેના જન્મમાં પણ એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય કે, હું આપના દાસોનો દાસ થઈ જાઉં અને પછી આપનાં ચરણકમળોની સેવા કરું. | ૩૦ || મારા સ્વામી! જગતના મોટા-મોટા યજ્ઞો, સૃષ્ટિના પ્રારંભથી લઈને હજી સુધી આપને પૂર્ણ રીતે તૃપ્ત કરી શક્યા નથી. પરંતુ ધન્ય છે વ્રજની ગાયોને અને ગોવાલણોને કે જેમના વાછડાં અને બાળક બનીને આપે તેમનાં સ્તનોનું અમૃત જેવું દૂધ ખૂબ ઉમંગથી પીધું છે. વાસ્તવમાં તેમનું જ જીવન સફળ છે, તે લોકો જ અત્યંત ધન્ય છે. 1૩૧ ॥ અહો, નન્દ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે. વાસ્તવમાં તેમનું અહોભાગ્ય છે, કેમકે, પરમાનંદસ્વરૂપ સનાતન પરિપૂર્ણ બ્રહ્મ એવા આપ તેમના પોતાના સગા-સંબંધી અને સુકદ છો. || ૩૨ ॥હે અઅત|આ દ્રજવાસીઓના સૌભાગ્યનો મહિમા તો બાજુ પર રહ્યો - મન વગેરે અગિયાર ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાના રૂપમાં રહેનારા મહાદેવ વગેરે અમે લોકો ખૂબ જ ભાગ્યશાળી છીએ. કેમકે, આ વ્રજવાસીઓની મન વગેરે અગિયાર ઇન્દ્રિયોને પ્યાલો બનાવીને અમે આપનાં ચરણકમળોના અમૃતથી પણ મીઠા, મદિરાથી પણ માદક, મધુર મકરન્દરસનું પાન કરતા રહીએ છીએ. જ્યારે તેનું એક-એક ઇન્દ્રિયથી પાન કરીને અમે 194 શ્રીમદભાગવત [અ૦ ૧૪ તદ્‌ ભૂરિભાગ્યમિહ જન્મ કિમપ્યટવ્યાં યદ્દગોકુલેડપિ કતમાફદ્વિરજોડભિષેકમ્‌ । યજ્જીવિતં તુ નિખિલં ભગવાન્‌ મુકુન્દ- સ્ત્વધાપિ યત્પદરજઃ શ્રુતિમૃગ્યમેવ | ૩૪॥ એષાં ઘોષ નિવાસિનામુત ભવાન્‌ કિં દેવ રાતેતિ ન- શ્રેતો વિશ્વફલાત્‌ ફલં ત્વદપરં કૃત્રાપ્યયત્‌ મુદ્મતિ | સદ્વેષાદિવ પૂતનાપિ સકુલા ત્વામેવ યદ્ધામાર્થસુહત્િયાત્મતનય પ્રાણાશયાસત્વતકૃતે ॥ ૩૫॥। દૈવાપિતા તાવદરાગાદયઃ સ્તેનાસ્તાવત્‌ કારાગૃરહે ગૃહમ્‌ ! તાવન્મોહોડડધ્રિનિગડો યાવત્‌ કૃષ્ણ નતેજનાઃ | ૩૬॥ પ્રપઞ્યં નિષ્પ્રપગ્યોડપિ વિડમ્બયસિ ભૂતલે । પ્રપશ્જનતાનન્દસન્દોર્ત પ્રથિતું પ્રભો | ૩૭॥। જાનના એવ જાનત્તુ કિં ભહૂક્ત્યા ન મે પ્રભો ! શનસો વપુપો વાચો વૈભવં તવ ગોચરઃ || ૩૮।। અનુજાનીહિ માં કૃષક સર્વ ત્વં વેત્સિ સર્વટક્‌ ! ત્વમેવ જગતાં નાધો જગદેતત્તવાર્ષિતમ્‌ || ૩૯॥ શ્રીકૃષ્ણ વૃષ્ધિકુલપુષ્કરજોષદાવિન્‌ હમાનિર્જરદ્રિજપશદધિવૃદ્ધિકારિન્‌ 1 ઉદ્ર્મશાર્વરહર ક્ષિતિરાક્ષસધુ- ગાકલ્યમાર્કશર્હન્‌ ભગવન્‌ નમસ્તે 1૪૦ ધન્ય-ધન્ય થઈ રહ્યા છીએ, ત્યારે સમસ્ત ઇન્દ્રિયોથી તેનું સેવન કરવાવાળા વ્રજવાસીઓની તો વાત જ શી કરવી? ॥ ૩૩ ॥ ્રભુ! આ વ્રજભૂમિના કોઈ વનમાં અને ખાસ કરીને ગોકુલમાં કોઈ પણ યોનિમાં જન્મ મળી જાય, એ જ અમારા માટે મોટા સૌભાગ્યની વાત હશે. કેમકે, અહીં જન્મ થતાં આપના કોઈ- ને-કોઈ પ્રેમીના ચરણોની રજ અમારા ઉપર પડી જશે, પ્રભુ! આપના પ્રેમી વ્રજવાસીઓનું સંપૂર્ણ જીવન આપનું જ જીવન છે. આપ જ તેમના જીવનના એકમાત્ર સર્વસ્વ છો. તેથી તેમના ચરણોની રજ મળવી, આપના જ ચરણોની રજ મળવા બરાબર છે અને આપના ચરણ્રોની રજને તો શ્રુતિઓ પણ અનાદિકાળથી આજ સુધી શોધી રહી છે. ૩૪ | દેવતાઓના પણ આરાધ્યદેવ પ્રભુ! મારો આપને એક પ્રશ્ન છે કે-આ વ્રજવાસીઓને તેમની સેવાના બદલામાં આપ શું ફળ આપશો? હે સંપૂર્ણ ફળોના ફળસ્વરૂપ! આપનાથી વધીને તો બીજું કોઈ ફળ છે નહીં, આવું વિચારીને મારું મન મોહિત થઈ રહ્યું છે. મને લાગે છે કે આપ તેમને આપનું સ્વરૂપ આપીને પણ શ્શમુક્ત થઈ શકશો નહીં, કેમકે, આપના સ્વરૂપને તો તે પૂતનાએ પણ પોતાના સંબંધીઓ — અઘાસુર, બકાસુર વગેરે સાથે પ્રાપ્ત કરી લીધું છે, જેનો માત્ર વેશ જ સાધ્વી સ્ત્રીનો હતો, પરંતુ જે કદયથી મહા કર હતી. ત્યારે જેમણે પોતાનાં ઘર, ધન, સ્વજન, પ્રિય, શરીર, પુત્ર, પ્રાણ અને મન - બધું જ આપના ચરલ્રોમાં સમર્પિત કરી દીધુ છે, જેમનું સર્વ કાંઈ આપના માટે જ છે, તે દ્રજવાસીઓને પણ તે જ ફળ આપીને આપ કઈ રીતે જ્મુક્ત થઈ શકશો? |! ૩૫ |સચ્ચિદાનંદસ્વરૂપ શ્યામસુંદર! જ્યાં સુધી રાગ-દેષ વગેરે દોષો ચોરની જેમ સર્વસ્વનું અપહરણ, કરતા રહે છે, ત્યાં સુધી ઘર અને તેના સંબંધીઓ કેદીની જેમ સંબંધોના બંધનમાં જીવને બાંધી રાખે છે અને ત્યાં સુધી મોહ પગની બેડીઓની જેમ જકડી રાખે છે, જેયાં સુધી તે જીવ આપનો થઈ નથી જતો. |! ૩૬ ॥। પ્રભુ આપ વિશ્વના પ્રપંચથી સર્વથા પર છો, તેમ છતાં પોતાના શરણાગત ભક્તજનોને અનંત આનંદનું વિતરણ કરવા માટે પૃથ્વી પર અવતાર લઈને વિશ્વના જેવા જ લીલા-વિલાસનો વિસ્તાર કરો છો. || ૩૭ ॥ મારા સ્વામી! વધારે કહેવાની આવશ્યકતા નથી - જે લોકો આપનો મહિમા જાણે છે, તેઓ ભલે જાણતા રહે, મારું મન, વાણી અને શરીર આપનો મહિમા જાણવા સર્વથા અસમર્થ છે. | ૩૮ |! સચ્ચિદાનંદસ્વરૂપ શ્રીકૃષ્ણ ! આપ સર્વના સાક્ષી છો.તેથી આપ બધું જ જાણો છો. આપ સમસ્ત જગતના સ્વામી છો. આ સમગ્ર પ્રપંચ આપમાં જ સ્થિત છે. આપને હું વધારે. શુંકહું?હવે આપ મારોસ્વીકાર કરો. મને મારા લોકમાં જવાની આજ્ઞા આપો. ॥૩૯ | સર્વના મન-પ્રાણને પોતાની રૂપ- માધુરીથી આકર્ષિત કરવાવાળા શ્યામસુંદર! આપ યદુવંશરૂપી કમળને વિકસિત કરવાવાળા સૂર્ય છો. પ્રભુ! પૃથ્વી, દેવતાઓ, બ્રાહ્મણો, પશુઓરૂપી સમુદ્રની અભિવૃદ્ધિ કરવાવાળા ચન્દ્રમા પણ આપ જ છો. આપ પાખંડ ધર્મરૂપી રાત્રિના ઘોર અંધકારનો અ૦૧૪] દસમો સ્કન્ધ 195 કશુક ઉચ ઈઇત્યભિષ્ટ્ય ભૂમાનં ત્રિઃ પરિક્રમ્ય પાદયોઃ | નત્વાડભીષ્ટં જગદ્ધાતા સ્વધામ પ્રત્યપદ્યત । ૪૧॥। તતોડનુજ્ઞાપ્ય ભગવાન્‌ સ્વભુવં પ્રાગવસ્થિતાન્‌ ! વત્સાન્‌પુલિનમાનિન્યે યથાપૂર્વસખં સ્વકમ્‌ ॥૪૨॥ એકસ્મિશ્ષિ યાતેડબ્દ પ્રાણ્ેશ ચાન્તરાડડત્મનઃ | કૃષ્ણમાયાહતા રાજન્‌ ક્ષણાર્ધ મેનિરેડર્ભકાઃ 1 ૪૩॥। કિં કિં ન વિસ્મરન્તીહ માયામોહિતચેતસઃ | યન્મોહિતં જગત્‌ સર્વમભીક્ષાં વિસ્મૃતાત્મકમ્‌ | ૪૪॥ ઊગુદ્ચ સુહૃદઃ કૃષ્ણં સ્વાગતં તેડતિરંહસા ! નૈકોડપ્યભોજિ કવલ એહીતઃ સાધુ ભુજ્યતામ્‌ ॥ ૪૫॥ તતો હસન્‌ હૃપીકેશોડભ્યવહૃત્ય સહાર્ભકેઃ | દર્શયંશ્રર્માજગરં ન્યવર્તત વનાદ વ્રજમ્‌ 1૪૬ બર્ષપ્રસુનનવધાતુવિચિત્રિતાક્ઃ પ્રોદ્દામવેણુદલશૃત્રરવોત્સવાઢ્યઃ | વત્સાન્‌ ગૃણશ્ઞનુગગીતપવિત્રકીર્તિ- ર્ગૌપીટગુત્સવદશિઃપ્રવિવેશ ગોષ્ઠમ્‌ 1 ૪૭॥ અઘાનેન મહોવ્યાલો યશોદાનન્દસૂનુના । હંતોડવિતાવયં ચાસ્માદિતિ બાલાવ્રજે જગુઃ || ૪૮॥ નાશ કરવા માટે સૂર્ય અને ચન્દ્રમા જેવા છો. પૃથ્વી પર રહેવાવાળા રાક્ષસોને નષ્ટ કરનારા આપ ચન્દ્રમા સૂર્ય વગેરે સમસ્ત દવેતાઓના પરમ પૂજનીય છો. ભગવન્‌! હું મારા જીવનભર, મહાકલ્પપર્યન્ત આપને નમસ્કાર કરતો રહું || ૪૦ ॥ 8 શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! સંસારના રચયિતા બ્રહ્માજીએ આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરી. ત્યાર પછી ત્રણવાર પરિક્રમા કરીને ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાના ગંતવ્ય સ્થાન સત્યલોકમાં સિધાવી ગયા. ।। ૪૧ ॥બ્રહ્માજીએ વાછડાં અને ગોપબાળકોને પહેલેથી જ યથાસ્થાને પહોંચાડી દીધાં હતાં. ભગવાન શ્રીકૃષ્ણે બ્રહ્માજીને વિદાય કરી દીધા અને વાછડાંને લઈને યમુનાજીના કિનારે આવ્યા, જ્યાં તેઓ પહેલાં પોતાના બાળસખાઓને છોડીને ગયા હતા. |! ૪૨ |! પરીક્ષિત! પોતાના જીવન્સર્વસ્વ પ્રાજ્નવલ્લભ શ્રીકૃષ્ણના વિયોગમાં જોકે તેમનું એક વર્ષ વીતી ગયું હતું, તો પણ તે ગ્વાલબાળકોને તે સમય અરધી ક્ષણ જેટલો લાગ્યો. કેમ ન લાગે? તે બધા ભગવાનની વિશ્વમોહિની યોગમાયાથી મોહિત થઈ ગયા હતા. !! ૪૩ | જગતના બધા જીવો તે જ માયાથી મોહિત થઈને શાસ્ત્ર અને આચાર્યોના વારંવારસમજાવવા છતાં પણ પોતાના આત્માને નિરંતર ભૂલેલા રહેછે, વાસ્તવમાં તે માયાની શક્તિ જ એવી છે. ભલા, તેનાથી મોહિત થઈને જીવો અહીં શું-શું નથી ભૂલી જતા? ।। ૪૪ ॥ પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણને જોતાં જ ગ્વાલબાળકોએ ખૂબ ઉતાવળે ઉતાવળે કહ્યું-‘ભાઈ! તમે ભલે આવ્યા, સ્વાગત છે,સ્વાગત! હજી તો અમે તમારા વિના એક કોળિયો પણ ખાધો નથી. આવો, અહીં આવો, આનંદથી ભોજન કરો.’ ॥ ૪૫ ॥ ત્યારે હસતાં-હસતાં ભગવાને ગ્વાલબાળકો સાથે ભોજન કર્યું અને તેમને અઘાસુરના શરીરનું હાડપિંજર બતાવતા બતાવતા વનમાંથી વ્રજમાં પાછા ફર્યા. ।। ૪૬ ॥શ્રીકૃષ્ણના મસ્તક ઉપર મોરપીંછનો મનોહર મુકુટ અને વાંકડિયા વાળમાં સુંદર-સુંદર મહેકતાં પુષ્યો ગૂંથ્ધાં હતાં. શરીર પર ચિતરામણ કર્યુ હતું. તેઓ ચાલતી વખતે રસ્તામાં ક્યારેક ઉચ્ચસ્વરે વાંસળી, ક્યારેક વૃક્ષના પાંદડાની પીપૂડી અને ક્યારેક શૃંગવાદ વગેરે વગાડીને વાધોત્સવમાં મગ્ન થઈ રહ્યા હતા. પાછળ-પાછળ ગોપબાળકો તેમની કીર્તિનું ગાન કરતા જઈ રહ્યા હતા. ક્યારેક તેઓ નામ લઈલઈને પોતાનાં વાછડાંને બોલાવતાં તો ક્યારેક તેમને લાડ લડાવતા. રસ્તાની બન્ને બાજુ ગોપીઓ ઊભી છે.જ્યારે શ્રીકૃષ્ણ ત્રાંસી નજરે તેમની નજર સાથે નજર મિલાવી દે છે ત્યારે ગોપીઓ આનંદ-મુગ્ધથઈજાયછે.કારણકેશ્રીકૃષ્ણનુંઅવલોકન ગોપીઓને ઉત્સવનો આનંદ પ્રદાન કરતું હતું. આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે ગોષ્ઠમાં પ્રવેશ કર્યો, |! ૪૭ 1દપરીક્ષિત! તે જ દિવસે બાળકોએ વ્રજમાં જઈને કહ્યું કે ‘આજે યશોદા મૈયાના લાડલા નંદનંદને વનમાં એક ઘણો મોટો અજગર મારી નાખ્યો અને તેનાથી અમારી રક્ષા કરી. || ૪૮ ॥ શ્રીમદભાગવત [અ૦૧૪ ચજ્નેવાય બ્રહ્મન્‌ પશોદ્ધવે કૃષ્ણે ઇયાન્‌ પ્રેમા કથં ભવેત્‌ | યોડભૂતપૂર્વસ્તોકેષુ સ્વોદ્ધવેષ્વપિ કથ્યતામ્‌ ॥ ૪૯1 શંછુક ઉવાચ સર્વેષામપિ ભૂતાનાં નૃપ સ્વાત્મૈવ વલ્લભઃ | ઉતરેડ્પત્યવિત્તાધાસ્તદ્રલ્લભતયૈવ હિ ૫૦ તદરાજેન્દ્ર યથા સનેહઃ સ્વસ્વકાત્મનિ દેહિ્ામ્‌ ! ન તથા મમતાલખ્ખિપુરત્રાવેત્તગૃહાદિયુ ॥ ૫૧! દેહાત્મવાદિનાં પુંસાર્માપે રાજન્યસત્તમ | યથા દેહઃ પ્રિયતમસ્તથા ન હનુ વે ચ તમ્‌ પ૨ ॥ દેહોડાપિ મમતાભાક ચેત્તર્હસો નાત્મવત પ્રિયઃ | મજ્છાર્મત્યપિ દેહેહસ્મિત્‌ જીવિતાશા બલીયસી ।। ૫૩॥ તસ્માત્‌ પ્રિવતમઃ સ્વાત્મા સર્વેષામપિ દેહિતામ્‌ ! તદર્થમોવ સકલં જગદેતચ્ચરાચરમ્‌ | પ૪! કૃષ્ણમેતમતેહિ ત્વમાત્માનમખિલાત્મનામ્‌ | જગહ્વિતાપ સોકપ્યત્ર દેહીવાભાતિ માયયા || પપ॥। વસ્તુતો જાનતાપત્ર કૃષ્ણં સ્થાસ્નુ રિષ્ણુ ચ | ભગવદરૂઘમખિલં તાદ વશ્વિઠ કિગ્ગન ॥ ૫૬! સર્વેષામપિ વસ્તૂનાં ભાવાર્થો ભવતિ સ્થિતઃ | તસ્યાપિભગવાન્‌કૃપ્ણઃ કિમતદ્‌વસ્તુ રૂપ્યતામ્‌ | ૫૭॥ સર્માક્રેતા યે પદપલ્લવપ્લવં મહત્દદેં પુષ્ષયશો મુરારેઃ। ભવામ્બુધિર્વત્સપદં પરં પદં પદં પદં યદ વિપદાં ત તેષામ્‌ 1૫૮॥ એતત્તે સર્વમાખ્યાતં યત્‌ પૃષ્ટોડહડમિહ ત્વયા | યત્‌ કૌમારે હરિકૃતં પોગણે પરિકીર્તિતમ્‌ | પ૯॥ 1

રાજા પરીક્ષિતે કહ્યું - બ્રહ્મન્‌| ત્રજવાસીઓ માટે

શ્રીકૃષ્ટ પોતાના પુત્ર ન હતા, બીજાના પુત્ર હતા. પછી તેમનો શ્રીકૃષ્ણમાં આટલો પ્રેમ કેમ થયો? આવો પ્રેમ તો તેમનો પોતાનાં બાળકો પર પણ પહેલાં ક્યારેય થયો ન હતો. આપ કૃપા કરીને બતાવો, આનું શું કરલ છે? ॥ ૪૯ ॥. શ્રીશુકદેવજી કહે છે - રાજન! સંસારનાં બધાં પ્રાણીઓ પોતાના આત્મા સાથે જ સૌથી વધારે પ્રેમ કરે છે. પુત્ર, ધન અથવા બીજા કોઈની સાથે જે પ્રેમ હોય છે - તે તો એટલા માટે છે કે, તે વસ્તુઓ આપથ આત્માને પ્રિય લાગે છે, || ૫૦ [| રાજેન્દ્ર! આ જ કારણ છે કે બધાં પ્રાણીઓનો પોતાન્દ આત્મા પ્રતિ જેવો પ્રેમ હોય છે, તેવો પોતાના કહેવાનાર પુત્ર, ધન અને ઘર વમેરેમાં હોતો નથી. | ૫૧ ધૂ નૃપશ્ેષ્ઠ! જે લોકો શરીરને જ આત્મા માને છે, તે પણ પોતાના શરીર સાથે જેટલો પ્રેમ કરે છે, તેટલો પ્રેમ શરીરના સંબંધી પુત્ર-મિત્ર વગેરે. સાથે નથી કરતા. | પર ફા યોડો વિવેક ઘતાં દેહમાં મમતા સડેલી હોય તો પણ તે દેઠ આત્મા જેટલો પ્રિય નથી હોતો. કારક કે, આ શરીરના જીર્્-શીર્શ થઈ જવા જતાં જીવવાની આશા મ્રબળતાપૂર્વક રહે છે, || પડ | આનાથી “એ વાત સિદ્ધ થાય છે કે બધાં પ્રાણીઓ પોતાના આત્મા સાવે જ સૌથી અષિક પ્રેમ કરે છે અને તેના માટે જ આ સંપૂર્ણ જગત સાથે પ્રેમ કરે છે. !! ૫૪ ॥ આ શ્રીકૃષ્કને જ તમે બધા આત્મા ઓનદ આત્મા સમજો. સંસારના કલ્યાણ માટે જ યોગમાયાનો આશ્રપ લઈને તેઓ અહીં શરીરધારી જેવા લાગે છે. ॥૫૫ (જે લોકો ભગવાન શ્રીકૃષ્ણના વાસ્તવિક સ્વરૂપને જાણે છે, તેમના માટે તો આ જગતમાં જે કાંઈ પણ ચરાચર પદાર્થો છે અવવા એનાથી પર પરમાત્મા, બ્રહ્, નારાયણ વગેરે જે ભગવત્સ્વરૂપ છે, બયા શ્રીકૃષ્ણસ્વરૂપ જ છે. શ્રીકૃષ્ણ સિવાય બીજી કોઈ પ્રાકૃત, અપ્રાકૃત વસ્તુ છે જ નહીં. || ૫૬ !! બધી વસ્તુઓનું અંતિમ કૃપ તેના કારણમાં સ્થિત હોય છે. એ કારલના પરમ કારણ ભગવાન શ્રીકૃષ્ણ છે. ત્યારે ભલા, બતાવો, કઈ વસ્તુને શ્રીકૃષ્્થી ભિન્ન કહેવી. ।। ૫૭ ![જેમણે પુશ્યકીર્તિ મુકુંદમુરારિના પદપંકજરૂપી નૌકાનો આશ્રય લીધો છે કે જે સત્પુરુષોનું સર્વસ્વ છે, તેમના મટે ભવસાગર વાછડાની ખરી જેવો છે. તેમને પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે અને તેમના માટે વિપત્તિઓર્નું ધર એવો આ સંસાર રહેતો નથી. 1૫૮ ॥ પરીક્ષિત! તમે મને પૂછયું હતું કે, ભગવાનના પાંચમા વર્ષની લીલા ગ્વાલબાળ્કોએ છઠા વર્ષમાં કઈ રીતે કહી, તેનું બધું રહસ્ય મેં તમને જણાવી દોધું. || ૫૯ ॥ દસમો સ્કન્ધ 197 અ૦૧૫] એતત્‌ સુહદ્ધિશ્ચરિતં મુરારે- રઘાર્દનીે શાદ્ધલજેમને ચ। વ્યક્તેતરદ્‌ રૂપમજોર્વભિષ્ટવં શ્રૃણ્વન્‌ ગૃણશ્નેતિ નરોડખિલાર્થાન્‌ | ૬૦।। એવં વિહારૈઃ કૌમારૈઃ કૌમારં જહતુર્્જે ! નિલાયનૈઃ સેતુબન્ધૈર્મર્કટોત્પ્લવનાદિભિઃ ॥ ૬૧।। ભગવાન શ્રીકૃષ્ણની ગોપબાળકો સાથે વનકીડા, અઘાસુરને મારવો, લીલા-લીલા ઘાસથી છવાયેલી જમીન ઉપર બેસી ભોજન કરવું, અપ્રાકૃત રૂપધારી વાછરડાં અને ગોપબાળકોનું પ્રગટ થવું તથા બ્રહ્માજી દ્વારા કરાયેલી આ મહાન સ્તુતિને જે જે મનુષ્યો સાંભળશે અથવા કહેશે તે બધાને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. | ૬૦ || પરીક્ષિત! આ પ્રમાણે શ્રીકૃષ્ણ અને બલરામજીએ કુમાર- અવસ્થાને અનુરૂપ સંતાકુકડી, પાળો બાંધવી, વાંદચંની જેમ કૂદકા મારવા વગેરે અનેક લીલાઓ કરીને પોતાની કુમાર- અવસ્થા વ્રજમાં જ વિતાવી દીધી. || ૬૧ || -_ કરતે ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે બ્રહ્મસ્તુતિર્નામ ચતુર્દશોડધ્યાયઃ ॥ ૧૪ | દસમા સ્કંધના પૂર્વાર્ધ-અંતર્ગત બ્રહ્મસ્તુતિ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત.