Śrīmad Bhāgavatam

ગાયો અને ગોવાળોને દાવાનળથી બચાવવાં

વર્ષા અને શરદ ત્હતુનું વર્ણન કીંશુક ઉરાય તયોસ્તદદ્ુતં કર્મ દાવાગ્નેર્મોક્ષમાત્મનઃ | ગોપાઃ સ્રીભ્યઃ સમાચખ્યુઃ પ્રલમ્બવધમેવ ચ ।। ૧|। ગોપવૃદ્ધાશ્ચ ગોપ્યશ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ઓગણીસમો અધ્યાય ગાયો અને ગોવાળોને દાવાનળથી બચાવવાં કંઠુક ઉવાચર ક્રીડાસક્તેષુ ગોપેષુ તદગાવો દૂરચારિણીઃ । સ્વૈરં ચરન્ય્યો વિંવિશુસ્તૃણલોભેન ગહરમ્‌ | ૧॥ અજાગાવોમહિષ્યશ્ચ નિર્વિશન્ત્યો વનાદ્‌ વનમ્‌ | ઇષીકાટવી નિર્વિવિશુઃ ક્ન્દન્ત્યો દાવતર્ષિતાઃ* ॥ ૨॥ તેડપશ્યન્તઃ પશૂન્‌ ગોપા: કૃષ્ણરામાદયસ્તદાર્ગે । જાતાનુતાપા ન વિદુર્વિચિન્વન્તો ગવાં ગતિમ્‌ | ૩।। તૃણૈસ્તત્ખુરદચ્છિશૈ્ગોખદૈરફ્ડિતેર્ગવામૂપ । માર્ગમન્વગમન્‌ સર્વે નષ્ટાજીવ્યા વિચેતસઃ !1 ૪1 મુગ્જાટવ્યાં ભ્રષ્ટમાર્ગ ક્રન્દમાનં સ્વગોધનમ્‌ | સમ્પ્રાપ્ય તૃષિતાઃ શ્રાન્તાસ્તતસ્તે સંન્યવર્તયન્‌ || ૫॥। તા આહૂતા ભગવતા મેઘગમ્ભીરયા ગિરા | સ્વનામ્નાં નિનદ શ્રુત્વા પ્રતિનેદુઃ પ્રહર્ષિતાઃ ॥ ૬ શ્રીશુકદેવજ કહે છે - પરીક્ષિત! તે સમયે જ્યારે ગોપકુમારો સ્મતમાં ડૂબી ગયા હતા, ત્યારે તેમની ગાધો. કુમળું અને લીલું વાસ જોઈને લાલચથી ચરતી-ચરતી અત્યંત ગીચ વનમાં દૂર ચાલી ગઈ. || ૧ |! તેમની (સજા

  • અપ્રસૂતા) વિયાયા વિનાની ગાયો, (ગાવઃ -* એકપ્રસૂતા) એકવાર વિયાયેલી ગાયો અને (મહિષ્યથ - બહુપ્રસૂતા ગાયો) વધારે વાછડાંવાળી ગાયો જ્યારે બીજા વનમાં ચાલી ગઈ અને ગરમીના કારથે વાકુળ થઈ ગઈ. તે બધી ગાયો બેસૂધ જેવી થઈને અંતે મુંજ ઘાસના જંગલમાં ચાલી ચઈ. ॥ ૨ |! જ્યારે શ્રીકૃષ્ણ બલરામજી વગેરે ગોપકુમારોએ. જોયું કે અમારી ગાયો તો ક્યાંય દેખાતી નથી ત્યારે તેમને પોતાની રમતો ઉપર ભારે પસ્તાવો થયો. તેમને ષહુ જ શોધવા છતાં ગાયોનો પત્તો ન લાચ્યો. 1૩ || ગાયો જ તો તેમની જીવિકાનું સાધન હતી. ગાયો ન મળવાથી તેઓ અચેત જેવા થઈ ગયા. હવે તેઓ ગાયોની ખરીઓ અને ઘાંતોથી ખાધેલા ઘાસનાં ચિહ્નો દ્વારા શોધતા-શોધતા આગળ વધ્યા. | ૪ ॥ૂ છેવટે તેમે જોયું કે, તેમની ગાયો મુંજાટવીમાં રસ્તો ભૂલીને ભાંભરી રહી છે. તે ગાયોને તેઓ પાછી વાળવા લાગ્યા, તે સમયે તે બહુ થાકી ગ્યા હતા અને તૃષા પણ બહુ લાગી હતી તેથી તેઓ વ્યાકુળ, થઈ ગયા હતા. 1૫ | (તેમની આવી સ્થિતિ જોઈને ભગવાન શ્રીકૃષ્્ પોતાની મૅથ-ગંભીર વાશૌથી ગાયોનું. નામ લઈન્લઈને બોલાવવા લાગ્યા. ગાયો પોતાનાં નામનો પોકાર સાંભળીને બહુ આનંદિત થઈ ગઈ, તેઓ પણ ભાંભરીને જવાબ આપવા લાગી. ॥ ૬ ॥ ૧, બાલકીડાયામણા ! ૨. બાદરાયશિસ્વાચ 1 ૩, દાવતાપિતાઃ । ૪. ત્દયસ્તતઃ ! પ. તૃલૈસ્તત્બુરવિચ્િનનેગોષ્યદેરકિત ગવામ્‌ | અ૦૧૯] દસમો સ્કન્ધ 219 તતઃ સમત્તાદૂ વનધૂમકેતુ- ર્યદચ્છયાડભૂત્‌ ક્ષયકૃદ્‌ વનૌકસામ્‌ ! સમીરિતઃ સારથિનોલ્બણોલ્મુકે- ર્વિલેલિહાનઃ સ્થિરજડ્ઞમાન્‌ મહાન્‌ ।૭॥ તમાપતન્તં પરિતો દવાગ્નિં ગોપાશ્ચ* ગાવઃ પ્રસમીક્ષ્ય ભીતાઃ | ઊચુશ્ચ કૃષ્ણં સબલં પ્રપન્ઞા યથા હરિં મૃત્યુભયાર્દિતા જનાઃ | ૮॥ કૃષ્ણ કૃષ્ણ મહાવીર હે રામામિતવિક્રમચે | દાવાગ્નિના દહ્યમાનાન્‌ પ્રપન્ઞાંસ્ાતુમર્હથઃ || ૯|। નૂનંત્વદ્બાન્ધવાઃ કૃષ્ણ ન ચાર્હન્્યવસીદિતુમ્‌ | વયં હિ સર્વધર્મજ્ઞ ત્વન્ઞાથાસ્ત્વત્પરાયણાઃ | ૧૦।॥ કશુક ઉવાચ વચો નિશમ્ય કૃપણં બન્ધૂનાં ભગવાન્‌ હરિઃ | નિમીલયત મા ભૈષ્ટ લોચનાનીત્યભાષત || ૧૧॥। તથેતિ મીલિતાક્ષેષુ ભગવાનગ્નિમુલ્બણમ્‌ ! પીત્વામુખેનતાન્‌કુચ્છાદ્યોગાધીશોવ્યમોચયત્‌ || ૧૨ તતશ્ચ તેડક્ષીણ્યુન્મીલ્ય પુનર્ભાણ્ડીરમાપિતાઃ । નિશામ્યવિસ્મિતા આસત્ઞાત્માનંગાશ્ચ મોચિતાઃ | ૧૩॥॥ કૃષ્ણસ્ય યોગવીર્ય તદ્‌ યોગમાયાનુભાવિતમ્‌ | દાવાગ્નેરાત્મનઃ ક્ષેમં વીક્ષ્ય તે મેનિરેડમરમ્‌ || ૧૪॥। પરીક્ષિત! આ પ્રમાણે ભગવાન તે ગાયોને બોલાવી રહ્યા હતા ત્યાં જ તે વનમાં બધી બાજુ એકાએક દાવાગ્નિ સળગી ઊઠ્યો, જે વનવાસી જીવોનો કાળ જ હોય છે. સાથે- સાથે ભયંકર વેગથી પવન પણ ફૂંકાયો જે અગ્નિને વધારનારો બન્યો. આથી ચારે બાજુ ફેલાયેલો તે પ્રચંડ અગ્નિ પોતાની ભયંકર જ્વાળાઓથી સમસ્ત ચરાચર જીવોને ભસ્મીભૂત કરવા લાગ્યો. | ૭ || જ્યારે ગોવાળો અને ગાયોએ જોયું કે, દાવાનળ ચારે બાજુથી વધીને અમારી તરફ આવી રહ્યો છે ત્યારે તે અત્યંત ભયભીત થઈ ગયાં. અને મૃત્યુના ભયથી ડરી ગયેલા જીવો જે રીતે ભગવાનના શરણમાં આવે છે તે જ રીતે તેઓ શ્રીકૃષ્ણ અને બલરામજીના શરણાગત થઈને તેમને પોકારીને કહેવા લાગ્યા - || ૮ |। “મહાવીર શ્રીકૃષ્ણ! પ્યારા શ્રીકૃષ્જ! પરમબળશાળી બલરામ! અમે તમારા શરણાગત છીએ. જુઓ, હમણાં જ અમે આ દાવાનળમાં ભસ્મ થઈ રહ્યા છીએ, તમે આ દાવાનળથી અમારું રક્ષણ કરો. ॥ ૯ ॥ શ્રીકૃષ્કા! જેના તમે ભાઈ-બંધુ અને સર્વસ્વ છો, તેમને તો કોઈ પ્રકારનું કષ્ટ ન થવું જોઈએ. બધા ધર્મોને જાણવાવાળા શ્યામસુંદર! તમે જ અમારા એકમાત્ર રક્ષક અને. સ્વામી છો, અમને માત્ર તમારો જ ભરોસો છે.’ । ૧૦ ॥ શ્રીશુકદેવજી કહે છે - પોતાના મિત્ર ગોપકુમારોનાં અત્યંત દીન વચન સાંભળીને ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા - “ડરો નહીં, તમે તમારી આંખો બંધ કરી દો.’ ॥ ૧૧ ।। ભગવાનની આજ્ઞા સાંભળીને તે ગોવાળોએ કહ્યું “બહુ સારું’ અને આંખો બંધ કરી દીધી. ત્યારે યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ તે ભયંકર અગ્નિનું પોતાના મુખથી પાન. કરી ગયા.* અને આ પ્રમાણે તેમને આ ઘોર સંકટમાંથી છોડાવ્યા. ॥ ૧૨ ॥ ત્યાર પછી જ્યારે ગોપકુમારોએ પોતાની આંખો ખોલીને જોયું ત્યારે પોતાને ભાંડીર વડ પાસે જોયા. આ પ્રમાણે પોતાને અને ગાયોને દાવાનળમાંથી બચી ગયેલા જોઈને તેઓ ભારે વિસ્મિત થઈ ગયા. ૧૩ || શ્રીકૃષ્ટ ની આ યોગસિદ્ધિ તથા યોગમાયાના પ્રભાવને અને દાવાનળમાંથી પોતે ઊગરી ગયા, તે જોઈને તેઓ એવું સમજ્યા કે, આ શ્રીકૃષ્ણ કોઈ દેવતા છે. ॥ ૧૪ | ૧. ગોપાઃ સગાવઃ | ૨. રામામોઘવિક્રમ ! ભગવાન શ્રીકૃષ્ણ ભકતો દ્વારા અર્પશ્ થયેલા પ્રેમ-ભક્તિરૂપી અમૃતનું પાન કરે છે. અગ્નિના મનમાં તે અમૃતનો સ્વાદ લેવાની ઇચ્છા થઈ ગઈ તેથી તેણે પોતે જ ભગવાનના મુખમાં પ્રવેશ કર્યો. ૨. વિષાગ્નિ, મુંજાગ્નિ અને દાવાગ્તિ - ત્રશેનું પાન કરીને ભગવાને પોતાની ત્રિ-તાપનાશક શક્તિ દેખાડી. ૭. અગાઉ અગ્નિપાન રાત્રિના સમથે કર્યુ હતું, બીજી વાર દિવસે કર્યું. ભગવાન પોતાના ભક્તજનોનો તાપ હરવા હંમેશાં તત્યર એહે છે. ૪. પહેલીવાર બધાંની સામે અને બીજીવાર બધાંની આંખો બંધ કરાવીને શ્રીકૃષ્હો અગ્તિપાન કર્યું. એનો અભિપ્રાય એ છે કે, ભગવાન પરોક્ષ અને અપરોક્ષ બન્ને પ્રકારે ભક્તજનોનું હિત કરતા રહે છે. 220 શ્રીમદભાગવત [અ૦૨૦ ગાઃ સન્ઞિવર્ત્ય સાયાદ્ધે સહરામો જનાર્દનઃ વેણું વિરણયન્‌ ગોષ્ઠમગાદ્‌ ગોપૈરભિષ્ટુતઃ ।। ૧૫॥। ગોપીનાં પરમાનન્દ આસીદ્‌ ગોવિન્દદર્શને ક્ષણં યુગશતમિવ યાસાં યેન વિનાડભવત્‌ | ૧૬॥। પરીક્ષિત! સાયંકાળ થતાં બલરામજીની સાથે ભગવાન શ્રીકૃષ્ણે ગાયો પાછી વાળી અને વંશીનાદ કરતા રહીને તેમની પાછળ-પાછળ વ્રજ તરફ ચાલી નીકળ્યા. તે સમયે ગોપકુમારો તેમની સ્તુતિ કરતા આવી રહ્યા હતા. ॥ ૧૫ | આ બાજુ દ્રજમાં ગોપીજનોની શ્રીકૃષ્ણ વિના એક-એક ક સો-સો યુગ જેવી બની રહી હતી. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પધાર્યા ત્યારે. તેમનાં દર્શન કરીને તે પરમાનંદમાં મગ્ન થઈ ગયાં. || ૧૬ || ક્ક્ક્કન્ક્ન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે * દાવાગ્નિપાનં નામૈકોનવિંશોડધ્યાયઃ || ૧૯ || દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત દાવાગ્નિપાન નામનો ઓગણીસમો અધ્યાય સમાપ્ત.