એકવીસમો અધ્યાય 8 વેણુગીત કશુક ઉચ ઇત્થં શરત્સ્વચ્છજલં પદ્માકરસુગન્ધિના । ન્યવિશદ્ વાયુના વાતં સગોગોપાલકોડચ્યુતઃ ॥ ૧॥ કુસુમિતવનરાજિશુષ્મિભૃદ્ર- દ્વિજકુલઘુષ્ટસરઃસરિન્મહીધ્રમૂ | મધુપતિરવગાહ્યમ ચારયન્ ગાઃ સહપશુપાલબલશ્ચુકૂજ વેણુમ્॥૨॥ તદ્ વ્રજસ્્િય આશ્રુત્ય વેણુગીતં સ્મરોદયમ્ | કાશ્ચિત્પરોક્ષંકૃષ્ણસ્ય સ્વસખીભ્યોડન્વવર્ણયન્ | ૩॥ તદ્ વર્ણયિતુમારબ્ધાઃ સ્મરન્ત્યઃ કૃષ્ણચેષ્ટિતમ્ | નાશકન્ સ્મરવેગેન વિક્ષિસમનસો નૃપ |1૪।| (મર્હાપીર્ડ નટવરવપુઃ 4 કર્ણયોઃ બિભ્રદૂ વાસઃ કનકકપિશં વૈજયત્તીં ચ માલામ્ ! રન્્પ્રાન્ વેણોરધરસુધયા પૂરયન્ ગોપવૃન્દે- રવૃન્દારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ્ ગીતકીર્તિઃ ॥૫॥ કર્ણિકારં ઇતિ વેણુરવં રાજન્ સર્વભૂતમનોહરમ્% । શ્રુત્વા વ્રજસતરિયઃ સર્વા વર્ણયન્ત્યોડભિરેભિરે ॥ ૬॥ ગોષ્ય ઊચુઃ અક્ષણ્વતાં ફ્લમિદં ન પરં વિદામઃ સખ્યઃ પશૂનનુ વિવેશયતોર્વયસ્યૈઃ | વક્ત્રં વ્રજેશસુતયોરનુવેણુ જુપ્ટં થૈર્વા નિપીતમનુરક્તકટાક્ષમોક્ષમ્ | ૭|। શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! શરદગ્કતુના કારણે વૃન્દાવન બહુ જ સુંદર બની રહ્યું હતું. જળ નિર્મળ હતું અને સરોવરોમાં ખીલેલાં કમળોની સુગંધને સ્પ્શનિ મન્દ-મન્દ વાયુ વહી રહ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણે ગાયો અને ગોપકુમારો સાથે તે વનમાં પ્રવેશ કર્યો. |! ૧ | સુંદર-સુંદર પુષ્યોથી પરિપૂર્ણ લીલાં-લીલાં વૃક્ષોની હારમાળામાં મદમસ્ત ભ્રમરો જ્યાં-ત્યાં ગુંજાર કરી રહ્યા હતા અને વિવિધ જાતનાં પક્ષીઓનાં વૃન્દો અલગ-અલગ ક્લરવ કરી રહ્યાં હતાં, જેનાથી તે વનનાં સરોવરો, સરિતાઓ, પર્વતો - બધાં જ ગુંજતા રહેતાં હતાં. મધુપતિ શ્રીકૃષ્ણે બલરામજી અને ગોપબાળકો સાથે તે વનમાં પ્રવેશ કરીને ગાયો ચરાવતાં રહીને પોતાની વાંસળી પર વેણુનાદ છેડ્યો, | ર ॥ શ્રીકૃષ્ટનો તે વંશીનાદ ભગવાન પ્રત્યેના પ્રેમભાવને, તેમની સાથેના મિલનની આકાંક્ષાને જગાડનારો હતો. (તે સાંભળીને ગોપીજનોનું હૃદય પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયું.) તેઓ એકાંતમાં પોતાની સખીઓને તેમના રૂપ,ગુણ અને વેણુનાદના પ્રભાવનું વર્ણન કરવા લાગી, [૩ || [વ્રજની ગોપીઓએ વેલુનાદનું માધુર્ય આપસમાં વર્ણન કરવા તો જરૂર ઇચ્છવું, પરંતુ વંશીનું સ્મરણ થતાં જ તેમને શ્રીકૃષ્ણની મધુર લીલાઓનું, તેમની પ્રેમભરી દષ્ટિ, ભ્રકુટિના ઇશારા અને મૃન્દ-હાસ્ય વગેરેનું સ્મરણ થઈ આવ્યું. તેમની ભગવાનને મળવાની આકાંક્ષા વધારે તીવ્ર બની./તેમનું મન હાથમાંથી નીકળી ગયું. તેઓ મન દ્વારા ત્માં પહોંચી ગઈ, જ્યાં શ્રીકૃષ્હઠ હતા. હવે તેમની વાણી કઈ રીતે નીકળે? તેઓ તે વેણુનાદનું, વર્ણન કરવા અસમર્થ બની ગઈ. ॥ ૪ | (તેમને મનમાં-ને- મનમાં અનુપમ ઝાંખી થઈ-) શ્રીકૃષ્ણ ગોપકુમારોની સાથે. વૃન્દાવનમાં પ્રવેશ કરી રહ્યા છે, તેમનાં મસ્તક પર મયૂરપિચ્છ છેઅને કાનોમાં કરેણનાં પીળાં-પીળાં પુષ્પો; શરીર પર સોનેરી પીતામ્બર અને કંઠમાં પાંચ પ્રકારનાં પુષ્પોથી બનેલી વૈજયન્તી માળા છે. રંગમંચ પર અભિનય કરતા શ્રેષ્ઠ નટ જેવો સુંદર વેશ છે. વાંસળીનાં છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. તેની પાછળ-પાછળ ગ્વાલબાળકો તેમની લોકપાવન કીર્તિનું ગાન કરી રહ્યા છે. આ પ્રમાણે વૈકુંઠથી પણ શ્રેષ્ઠ તે વૃન્દાવનધામ તેમનાં ચરણચિહનોથી વિશેષ રમણીય બની ગયું છે. ॥ ૫ || પરીક્ષિત! સર્વ પ્રાણીઓના મનનું હરણ કરનાર વેણુનાદ સાંભળીને તેનું શ્રવણ કરીને સર્વ વ્રજનારીઓએ શ્રીવેલુનાદનું વર્ણન કરવાનો આરંભ કર્યો. વેણુનાદનું વર્ણન કરતાં-કરતાં તેઓ તન્મય થઈ ગયાં અને મનથી શ્રીકૃષ્ણનું, આલિંગન કરવા લાગ્યાં. || ૬ ॥ ગોપીઓ આપસમાં વાતચીત કરવા લાગી - અરે સખી! મિત્રોની સાથે પશુઓને વનમાં લઈ જતા વ્રજપતિ નંદના ૧. બ્મનોરમમ્। 226 શ્રીમદભાગવત, [અ૦૨૧ ચૂતપ્રવાલબર્હસ્તબલોત્પલાબ્જ- માલાનુપૃક્તપરિધાનવિચિત્રવેષો | મધ્યે વિરેજતુરલં પશુપાલગોષ્ઠયાં ર્યો યથા તટવરૌ ક્વ ચ ગાયમાનૌ ।। ૮॥ ગોપ્યઃ કિમાચરદયં કુશલં સ્મ વેણુ- ર્દામોદરાધરસુધામપિ ગોપિકાનામ્ ! ભુડ્ક્તે સ્વયં યદવશિષ્ટરસં હ્ૃરદિન્યો હૃષ્યત્્વચોડશ્રુ મુમુચુસ્તરવો યથાડડર્યાઃ ॥ ૯ વૃન્દાવનં સખિ ભુવો વિતનોતિ કીર્તિ યદ્ દેવકીસુતપદામ્બુજલબ્ધલક્ષમિ | ગોવિન્દવેણુમનુ મત્તમયૂરનૃત્યં પ્રેક્યાદ્રિસાન્વપરતાન્યસમસ્તસત્ત્વમ્ ॥ ૧૦॥ ધન્યાઃ સ્મ મૂઢમતયોડપિ હરિણ્ય એતા યા નન્દનન્દનમુપાત્તવિચિત્રવેષમ્ | આકર્ણ્ય વેણુરણિતં સહકૃષ્ણસારાઃ પૂજાં દધુર્વિરચિતાં પ્રણયાવલોકૈઃ || ૧૧॥ પુત્ર કૃષ્ણ તથા બલદેવજીના વેણુનાદ કરી રહેલા અને અનુરાગભર્યા કટાક્ષથીઆપણી તરફ નિહાળીરહેલા મુખકમળનું દર્શન નિરંતર કરતાં રહીએ અથવા પાન કરતાં રહીએ, તેટલી જ આંખ ધરાવનારાઓના જીવનની અને તેમની આંખોની સફળતા છે એવું અમે તો સમજ્યાં છીએ, બીજો કોઈ લાભ હોય તોઅમેજાલ્રતાં નથી. ॥। ૭ |અરે સખી|જ્યારે તેઓ આંબાની હશરી કૂંપળો, મોરપિચ્છ, પુષ્પોના ગુચ્છ, રંગ-બેરંગી કમળ અને કુમદની માળાઓ ધારણ કરી લે છે, શ્રીકૃષ્ણના મેધશ્યામ શરીર પર પીતાંબર અને બલરામજીના ગોરા શરીર પર નીલામ્બર ફરકવા લાગે છે ત્યારે તેમનો વેશ અત્યંત અદ્દભુત હોય છે. ગ્વાલમંડળીતતી મધ્યમાં તે બન્ને બેસી જાય છે અને મધુર સંગીતની તાન છેડે છે. મારી પ્રિય સખી! ત્યારે એવું લાગે છે જાણે બે ચતુર નટ રંગમંચ પર અભિનય કરી રહ્યા છે. હું શું કહું? તે વખતે તે કેટલા સુંદર લાગે છે! ॥ ૮ ॥ અરે ગોપીઓ! આ વેજ્ઞુ નર જાતિનો હોવા છતાં પણ પૂર્વજન્મમાં કોણ જાણે તેણે. એવી કઈ સાધના કરી છે કે આપણી ગોપીઓની સંપત્તિ - દામોદરના અધરોનું અમૃત તે પોતે એ રીતે પીધે જાય છે કે આપજ્લા માટેથોડું પણ શેષ રહેશે નહીં. અને તે જોઈને (તે વેણુને પોતાના જળરૂપી દૂધથી ઉછેરનાર) આ માતા જેવા ધરાઓ આજે કમળોની જેમ રોમાંચિત થઈ ગયા હોય તેવા જણાય છે. આ વાંસળી જેના કુળમાં જન્યી છે તે વૃક્ષો (પોતાના વંશમાં ભગવત્યેમી સંતાનોને જોઈને શ્રેષ્ઠ પુરુષોની જેમ) રોમાંચિત થઈ હર્ષનાં આંસુ સારે છે. ૯ ॥ અરે સખી! આ વૃન્દાવન યૈકુંઠલોક સુધી પોતાની કીર્તિનો વિસ્તાર કરી રહ્યું છે. કેમકે, યશોદાનન્દન શ્રીકૃષ્છનાં ચરણચિહ્તોથી તે અંકિત થઈ રહ્યું છે! સખી જ્યારે શ્રીકૃષ્ણ મુનિઓને મોહિત કરનારો પોતાનો વેણુનાદ કરે છે, ત્યારે મદોન્મત્ત થયેલા મયૂરો નૃત્ય કરે છે. આ જોઈને પર્વતોનાં શિખરો પર વિચરનારાં બધાં પશુ-પક્ષીઓ ચુપચાપ - શાંત બનીને ઊભાં રહી જાય છે. 1૧૦ || અરે સખી! જ્યારે પ્રાણ્વલ્લભ શ્રીકૃષ્ણ વિચિત્ર વેશ ધારણ કરીને વેણુનાદ કરે. છે, ત્યારે મૂઢમતિ આ હરણીઓ પણ વંશીનાદ સાંભળીને પોતાના પતિ કૃષ્ણ્સાર મૃગો સાથે નંદનંદન પાસે ચાલી આવે છે અને પોતાની પ્રેમભરી મોટી મોટી આંખોથી તેમને નિરખવા લાગે છે. નિરખે શું છે, પોતાની કમળ જેવી મોટી- મોટી આંખો શ્રીકૃષ્ણના ચરણો પર ન્યોછાવર કરી દે છે અને શ્રીકૃષ્તની પ્રેમભરી દષ્ટિ દ્વારા થયેલો પોતાના સત્કારનો સ્વીકાર કરે છે. વાસ્તવમાં તેમનું જ જીવન ધન્ય છે! (આપણે વૃન્દાવનની ગોપીઓ હોવા છતાં પજ આ પ્રમાણે પોતાને તેમના પર ન્યોછાવર નથી કરી શકતી, અમારા ઘરવાળા તો મનમાં અકળાય છે, આ કેટલી વિડ્બના છે!) 1૧૧ ॥ અ૦ર૧] દસમો સ્કન્ધ શ કૃષ્ણં નિરીક્ષ્ય વનિતોત્સવરૂપશીલં શ્રુત્વા ચ તત્કવણિતવેણુવિચિત્રગીતમ્’ । દેવ્યો વિમાનગતયઃ સ્મરનુન્નસારા ભ્રશ્યત્પ્રસૂનકબરા મુમુહુર્વિનીવ્યઃ ।।૧૨॥ ગાવશ્ચ કુષ્ણમુખનિર્ગતવેણુગીત- પીયૂષમુત્તભિતકર્ણપુટૈઃ પિબન્ત્યઃ ! શાવાઃ સ્નુતસ્તનપયઃકવલાઃ સ્મ તસ્થુ- ગૌવિન્દમાત્મનિ દશાશ્રુકલાઃ સ્પૃશન્યઃ || ૧૩॥ પ્રાયો બતામ્બ વિહગા મુનયો વનેડસ્મિન્ કૃષ્ણેક્ષિતં તદુદિતં કલવેણુગીતમ્ | આસ્હ્ય યે ઠુમભુજાન્ રુચિરપ્રવાલાન્ શ્રૃણ્વન્ત્યમીલિતદંશો વિગતાન્યવાચઃ ।। ૧૪॥। નઘસ્તદા તદુપધાર્ય મુકુન્દગીત- માવર્તલક્ષિતમનોભવભગ્નવેગાઃ । આલિક્નનસ્થગિતમૂર્મિભુકેર્મુરારે- ગુદ્રન્તિ પાદયુગલં કમલોપહારાઃ | ૧૫॥ અરે સખી! હરણીઓની તો વાત જ શી છે - પોતાના પતિઓ. સાથે વિમાનમાં જતી સ્વર્ગની દેવીઓ જ્યારે, યુવતીઓને આનંદિત કરવાવાળા સૌન્દર્ય અને શીલના સાગર શ્રીકૃષ્ણને. જુએ છે અને તેમના દ્વારા વાંસળીમાંથી નીકળેલું મધુર સંગીત સાંભળે છે, તથા તેમના ચિત્ર-વિચિત્ર આલાપ સાંભળીને ધૈર્ય ગુમાવી મોહિત થઈ જાય છે - મૂર્ચ્છિત થઈ જાય છે. સખી! તને આ કઈ રીતે ખબર પડી? સાંભળ, જ્યારે તેમના હૃદયમાં શ્રીકૃષ્ણને મળવાની તૌત્ર આકાંક્ષા જાગે છે ત્યારે તેમને એ વાતની પણ ખબર પડતી નથી કે તેમના અંબોડામાં ગૂંયેલી વૈણીનાં ફૂલ જમીન પર પડી રહ્યાં છે. ત્યાં સુધી કે તેમને પોતાની સાડીનું પણ ભાન રહેતું નથી અને તે કમરમાંથી ખસીને તીચે પડી જાય છે. || ૧૨ || અરે સખી! તું દેવીઓની વાત શું કરી «- રહી છે, આ ગાયોને જોતી નથી? જ્યારે આપણા પ્યારા કૃષ્ણ પોતાના મુખથી બંસરીમાં સૂર ભરે છે અને ગાયો તેમનું મધુર સંગીત સાંભળે છે, ત્યારે તે તેમના બન્ને કાનના પડિયા ઊંચા કરી લે છે અને જાણે તેનાથી અમૃત ધીએ છે. સખી! આવું કેમ કરે છે? તે ગાયો પોતાનાં નેત્રો દ્વારા શ્યામસુંદરને હદયમાં લઈ જઈને તેમને ત્યાં પધરાવે છે અને મનથી તેમનું આલિંગન કરે. છે,જોતી નથી? તેમનાં નેત્રોથી આનંદનાં આંસુ છલકાઈ રહ્યાં - છે! અને તેમનાં વાછડાં? વાછડાંની તો દશા જ અનોખી છે. જોકે ગાયોના થનોમાંથી આપમેળે દૂધ સવતું રહે છે. પરંતુ વાછડાં દૂધ પીતાં પીતાં અચાનક વેશુનાદ સાંભળે છે, ત્યારે મોઢામાં લીધેલો દૂધનો ઘૂંટડો મોઢામાં જ રહી જાય છે, નથી બહાર કાઢતાં કે તથી ઉતારી જતાં, તેમનાં હૃદયમાં પણ થાય છેભગવાનનોસ સ્પર્શ અને નેત્રોમાં છલકાય છે આનંદનાં આંસુ. તેઓ જેમનાં-તેમ સ્થિર થઈ જાય છે. || ૧૩ !! અરે સખી! ગાયો અને વાછડાં તો આપણાં ઘરનાં છે, તેમની વાત તો જવા દે, આ વૃન્્દાવનનાં પક્ષીઓને તું જોતી નથી? તેમને તો પક્ષી કહેવાં એ પણ ભૂલ છે. સાચું પૂછો તો તેમાંથી મોટા ભાગનાં મોટા-મોટા શ્ષિ-મહાત્માઓ છે. તેઓ વૃન્દાવનમાં સુંદર- સુંદર વૃક્ષોની નવી અને મનોહર કૂંપળોવાળાં ડાળીઓ પર યુપચાપ બેસી જાય છે અને આંખો બંધ કરતાં નથી, આંખનું મટકું માર્યા વિના ખુલ્લી આંખે શ્રીકૃષ્ણના રૂપ-માધુર્યને તથા તેમનું પ્રેમભયું અવલોકન જોઈ-જોઈને કૃતાર્થ થઈ જાય છે, તથા કાનોથી બીજું કાંઈ ન સાંભળતાં માત્ર તેમની મોહ પમાડનારી વાણી અને વંશીનું ત્રિભુવનને મોહિત કરનારું સંગીત સાંભળતાં રહે છે. મારી પ્રિય સખી! તેમનું જીવન કેટલું ધન્ય છે! ૧૪ ॥ અરે સખી! દેવતાઓ, ગાયો અને પક્ષીઓની વાત કેમ કરે છે? તે તો ચેતન છે. આ જડ સરિતાઓને નથી જોતી? તેમાં જે ધૂમરીઓ દેખાય છે, તેમાં એમના હૃદયમાં શ્યામસુંદરને મળવાની તીદ્ર આકાંક્ષા દેખાય છે. તે આકાંક્ષાના વેગથી જ તો ૧. વવિવિક્તગીતમ્ | ૨. મુનયો વિહગાઃ | 228 શ્રીમદભાગવત, [અ૦૨૧ દંષ્ટ્વાડડતપે વ્રજપશૂન્ સહ રામગોપૈઃ સગ્ચારયન્તમનુ વેણુમુદીરયન્તમ્ ! પ્રેમપ્રવૃદ્ધ ઉદિતઃ કુસુમાવલીભિઃ સખ્યુર્વ્યધાત્ સ્વવપુષામ્બુદ આતપત્રમ્ || ૧૬॥ પૂર્ણાઃ પુલિન્થ ઉરુગાયપદાબ્જરાગ- શ્રીકુડકુમેન દથિતાસ્તનમફ્ડિતેન । તદર્શનસ્મરરુજસ્તૃણરૃષિતેન લિમ્પન્ય આનનકુચેષુ જહુસ્તદાધિમ્ ॥ ૧૭॥ હન્તાયમદ્રિરસલા હરિદાસવર્યો યદ્ રામકૃષ્ણચરણસ્પર્શપ્રમોદઃ | માનં તનોતિ સહગોગણયોસ્તયોર્યત્ પાનીયસૂયવસકન્દરકન્દમૂલૈઃ ॥૧૮॥ ગા ગોપકૈરનુવનં નયતોરુદાર- વેણુસ્વનૈઃ કલપદૈસ્તનુભૃત્સુ સખ્યઃ અસ્પન્દનં ગતિમતાં પુલકસ્તરૂણાં નિર્યોગપાશકૃતલક્ષણયોર્વિચિત્રમ્ ॥ ૧૯॥ એમનો પ્રવાહ રોકાઈ ગયો છે. એમણે પણ પ્રેમસ્વરૂપ શ્રીકૃષ્ણનો વેણુનાદ સાંભળી લીધો છે. જુઓ,જુઓ! તે પોતાના તરંગોરૂપી હાથોથી તેમના ચરણ પકડીને કમળનાં ફૂલોનો ઉપહાર ચઢાવી રહી છે. 1! ૧૫ |! અરે સખી! આ નદીઓ તો આપણી પૃથ્વીની, આપણ્મા વૃન્દાવનની વસ્તુ છે, જરા આ વાદળોને તો જુઓ! જ્યારે તે જુએ છે કે,વ્રજરાજકુમાર શ્રીકૃષ્ણ અને બલરામજી ગ્વાલબાળકો સાથે તડકામાં ગાયો ચારી રહ્યા છે અને સાથે-સાથે વેણુનાદ પબ્ર કરતા જઈ રહ્યા છે ત્યારે તેમનાં હૃદયમાં પ્રેમ ઊમટે છે. ત્યારે ભગવાનના ઉપર આવીને તે શ્યામધન પોતાના સખા ધનશ્યામ ઉપર પોતાના શરીરની છત્રી બનાવીને ઓઢાડી દે છે. એટલું જ નહીં સખી! તે જ્યારે તેમના ઉપર ઝીદ્યાં ઝીશાં ફોરાં વરસાવે છે, ત્યારે એવું લાગે છે તે તેમના ઉપર સુંદર-સુંદર શ્વેત-પુપ્પો ચડાવી રહ્યાં છે. ના, ના સખી! તેને બહાને તે તો પોતાનું જીવન જ ન્યોછાવર કરી દેછે! ॥ ૧૬ ॥અલીઓ!અમેતો વૃન્દાવનની આ ભીલડીઓને કૃતાર્થ માનીએ છીએ. સખી! એવું કેમ? એટલા માટે કે, એમના હૃદયમાં બહુ પ્રેમ છે. જ્યારે તે અમારા પ્યારા શ્રીકૃષ્ણને જુએ છે, ત્યારે તેમના હૃદયમાં તેમને મળવાની તીવ્ર આકાંક્ષા જાગી ઊઠે છે. એમના હૃદયમાં પણ પ્રેમનો વ્યાધિ ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે તે શો ઉપાય કરે છે, તે પણ સાંભળી લો. આપણા પ્રિયતમની પ્રેયસી ગોપીઓ પોતાનાં વહ:સ્થળ પર જે કેસર લગાડે છે તે શ્યામસુંદરના ચરણોમાં લાગેલું હોય છે અને ભગવાન જવારે વૃન્દાવનનાં ઘાસ-પાન પર ચાલે છે,ત્યારે તેમાં પશ તે લાગી જાય છે. આ ભાગ્યશાળી ભીલડીઓ તે કેસરને તે તણખલાં પરથી લઈને પોતાનાં વક્ષઃસ્થલ પર અને મુખ પર ચોપડી દે છે અને આ રીતે તેઓ પોતાના હદયના પ્રેમ-વ્યાધિને શાંત કરે છે. || ૧૭ ! અરે ગોપી! આ ગિરિરાજ ગોવર્ધન તો ભગવાનના ભક્તોમાં સર્વોત્તમ છે. ધન્ય છે તેના ભાગ્યને! જોતી નથી! આપણ્ણા પ્રાણવલ્લભ શ્રીકૃષ્ણ અને નયનાભિરામ બલરામજીનાં ચરણકમળોનો સ્પર્શ મેળવીને તે કેટલો આનંદિત રહે છે! એના ભાગ્યની શી પ્રશંસા કરવી? એ તો, તે બન્નેનો -ગોપકુમારો અને ગાયોનો બહુ જ સત્કાર કરે છે.સ્નાન-પાન માટે ઝરશ્રાંઓનું જળ આપે છે. ગાયો માટે સુંદર લીલું-લીલું ઘાસ આપે છે. શ્રીકૃષ્ણ-બલરામ અને તેમના સખાઓને ખાવા માટે કન્દ-મૂળ-ફળ અને વિશ્રામ કરવા માટે ગુકાઓ આપે છે. ખરેખર એ ધન્ય છે. | ૧૮ | અરે સખી! આ શ્યામ-ગૌર કિશોરોની તો ગતિ જ નિરાળી છે. જ્યારે ગાયોને પગે બાંધવાના નોંજણાને (ગાયોને દોહતી વખતે બાંધવાનું દોરડું) મસ્તક પર લપેટીને અને ખભા પર ગાયોને પકડવાની રાશ મૂકીને તેઓ ગોપબાળકોની સાથે ગાયોને એક વનથી બીજા ૧નમાં હાંકીને લઈ જાય છે, મધુર-મધુર સંગીત ગાતા ગાતા વેલુનાદ કરે છે,ત્યારે તેમની છટાજોઈને તે વખતે માત્ર મનુષ્યો જ નહીં પણ અન્ય શરીરધારી પશુ-પક્ષીઓ અને જડ નદીઓ અ૦રર] દસમો સ્કન્ધ 229 એવંવિધા ભગવતો યા વૃન્દાવતચારિણઃ વર્ણયન્ત્યો મિથો ગોપ્યઃ ક્રીડાસ્તન્મયતાં યયુઃ ॥। ર૦॥ વગેરે પણ સ્થિર થઈ જાય છે તથા અચલ વૃક્ષોનાં ચિત્ત શેમાંચિત થઈને ચેતનવંતાં થઈ જાય છે, વૃંશીના જદુનો બીજો. શો ચમત્કાર સંભળાવું? | ૧૯ ।| પરીક્ષિત! વૃન્દાવન-વિકારી શ્રીકૃષ્ણની આવી-આવી |. એક નહીં, અનેક લીલાઓ છે. ગોપીઓ દરરોજ પરસ્પર તેમનું વર્ણન કરતી અને તન્મય થઈ જતી. ભગવાનત્રી લીલાઓ તેમનાં હદયમાં સ્ફુરિત થવા લાગતી. । ર૦ ॥ કકક ઇતિ શ્રીમ્દ્ધાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વા્ષ’ વેણુગીત નામૈક્વિશોડધ્યાયઃ ॥ ૨૧ ॥. દસમા સ્કંધના પૂર્વાધ-અંતર્ગત વેણુગીત નામતો એક્વીસયો અધ્યાય સમાપ્ત.
8 વેણુગીત
ક ગું Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.