બેતાલીસમો અધ્યાય કુંબ્જા પર કૃપા, ધનુષભંગ અને કંસને ગભરામબ્ર કશુક ઉવાચર અથ વ્રજન્ રાજપથેન માધવઃ સ્રિયં ગૃહીતાક્વવિલેપભાજનામ્ | વિલોક્ય કુબ્જાં યુવતીં વરાનનાં પપ્રચ્છ યાન્તી પ્રહસન્ રસપ્રદઃ | ૧॥ કા ત્વં વરેર્વેતદુ હાનુલેપનં કાસ્યાક્રને વા કથયસ્વ સાધુ તઃ | દેહ્યાવયોરક્ાવિલેપમુત્તમં શ્રેયસ્તતસ્તે નચિરાદૂ ભવિષ્યતિ | ૨।। સૈરૂકયુવચ દાસ્યસ્મ્ય્હે સુન્દર કંસસમ્મતા ત્રિવક્રનામા હ્યનુલેપકર્મણિ | મદ્ધાવિતં ભોજપતેરતિપ્રિયં વિના યુવાં કોડન્યતમસ્તદર્હતિ ॥૩॥ રૂપપેશલમાધુર્યહસિતાલાપવીક્ષિતૈઃ 1 ધર્ષિતાત્મા દદૌ સાન્દ્રમુભયોરનુલેપનમ્ | ૪॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! એ પછી ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પોતાની મંડળી સાથે રાજમાર્ગથી આગળ વધ્યા ત્યારે તેમણે એક તરુણ સ્ત્રીને જોઈ. તેનું મુખ તો સુંદર હતું પરંતુ તે શરીરથી કૂબડી હતી. તેથી તેનું નામ પડી શું હતું ‘કુબ્જા.’ તે પોતાના હાથમાં ચંદનનું પાત્ર લઈને જઈ રહી હતી. ભગવાન શ્રીકૃષ્ણ પ્રેમરસનું દાન કરવાવાળા છે, તેમણે કુબ્જા પર કૃપા કરવા માટે હસીને તેને પૂછ્યું, -॥૧ ॥ “સુન્દરી! તમે કોણ છો? આ ચંદન કોના માટે લઈ જઈ રહ્યાં છો? કલ્યાણી! મને બધું સાચે સાચું કહી દો. આ ઉત્તમ ચંદન, આ અંગરાગ અમને પણ આપો. આ દાનથી તુરત તમારું પરમ કલ્યાણ થશે.’ | ૨ || સૈરન્%્રી કુબ્જાએ કહ્યું - “પરમ સુંદર! હું કંસની પ્રિય દાસી છું. મહારાજ મને બહુ માને છે. મારું નામ ત્રિવક્રા (કુબ્જા) છે. હું તેમને ત્યાં ચંદન, અંગરાગ લગાડવાનું કામ કરું છું. મારા દ્વારા તૈયાર (કરેલું ચંદન અને અંગરાગ ભોજરાજ કંસને બહુ પસંદ છે. પિરંતુ તમારા બન્નેથી ચઢિયાતું બીજું કોઈ ઉત્તમ પાત્ર નથી.’ | ૩ || ભગવાનનાં સૌન્દર્ય, કોમળતા, રસિકતા, સ્મિતહાસ્ય, પ્રેમ- આલાપ અને સુંદર અવલોકનથી કુબ્જાનું મન હાથમાંથી નીકળી ગયું. તેણે ભગવાન પર પોતાનું હદય ન્યોછાવર કરી દીધું. તેણે બન્ને ભાઈઓને તે સુંદર અને ગાઢું વિલેપન આપી દીધું. 1 ૪ || ૧. પ્રાચીન પ્રતમાં “પૂ્વષ’ નથી. । ૨. બાદરાયણિસ્વાચ ! 830. શ્રીમદભાગવત [૨૦૪૨ તતસ્તાવક્રરાગેણ સ્વવર્ણેતરશોભિના | સશ્પ્રામપરભાગેન શુશુભાતેડનુરગ્જિતો | ૫॥ પ્રસન્ઞો ભગવાન્ કુબ્જાં ત્રિવક્રાં રુચિરાનનામ્ ! ત્રજવીં કર્તું મનશ્ચક્રે દર્શયન્ દર્શને ફલમ્ | ૬॥. પદ્્ભ્યામાક્રમ્યપ્રપદે દ્રયડગુલ્યુત્તાનપાણિના | પ્રમૃહ્મા ચુબુકેડધ્યાત્મમુદનીનમદચ્યુતઃ | ૭॥ સા તદર્જુસમાનાદ્રી બૃહચ્છ્રોણિપયોધરા । મુકુન્દસ્પર્શનાત્ સદ્યો બભૂવ પ્રમદોત્તમા ॥ ૮॥। તતો રૂપગુણૌદાર્યસમ્પન્ના પ્રાહ કેશવમ્ | ઉત્તરીયાન્તમાકૃષ્ય સ્મયન્તી જાતહચ્છયા | ૯॥ એહિવીર ગૃહ યામો ન ત્વાં ત્યક્તુમિહોત્સહે । ત્વયોન્મથિતચિત્તાયાઃ પ્રસીદ પુરુષર્ષભ || ૧૦॥। એવંસિયાયાચ્યમાનઃ કૃષ્ણો રામસ્ય પશ્યતઃ | મુખં વીક્ષ્યાનુગાનાં ચ પ્રહસંસ્તામુવાચ હ || ૧૧1 એષ્યામિ તે ગૃહં સુભ્રૂઃ પુંસામાધિવિકર્શનમ્ | સાધિતાર્થોડગૃહાણાં નઃ પાન્થાનાં ત્વં પરાયણમ્ ॥ ૧ ૨! વિસૃજ્યમાધ્યયાવાણ્યા તાં વ્રજન્માર્ગેવણિકપથેઃ | નાનોપાયનતામ્બૂલસ્ગ્ગન્ધૈઃ સાગ્રજોડર્ચિતઃ | ૧૩॥ તદર્શનસ્મરક્ષોભાદાત્માનં નાવિદન્’ સ્રિયઃ | વિસ્સ્તવાસઃકબરવલયાલેખ્યમૂર્તયઃ ॥૧૪॥ તતઃ પૌરાન્ પૃચ્છમાનો ધનુષઃ સ્થાનમચ્યુતઃ | તસ્મિત્ પ્રવિષ્ટો દેશે ધતુરેન્દ્રમિવાદ્ુતમ્ ॥ ૧૫॥ ત્યારે ભગવાન શ્રીકૃષ્દ પોતાના શ્યામસુંદર શરીર પર પીળા રંગનો અંગરાગ અને બલરામજીએ પોતાના ગોરા શરીર પર નાભિથી ઉપરના ભાગમાં લાલ રંગનો અંગરાગ લગાડ્યો; ત્યારે તેઓ બહુ શોભવા લાગ્યા, !!૫ || ભગવાન શ્રીકૃષ્ય્ કુબ્જા પર બહુ પ્રસન્ન થયા. તેમણે પોતાના દર્શનનું પ્રત્યક્ષ ફળ આપવા માટે ત્રણ ઠેકાણે વાંકી તે કુબ્જાનું શરીર સર્વાંગસુંદર બનાવવાનો સંકલ્પ કર્યો | ૬ || અને ભગવાને પોતાના ચરણોથી કુબ્જાના પગના બન્ને પંજા દબાવ્યા અને હાથ ઊંચા કરીને બે આંગળીઓ તેની દાઢી પર મૂકી અને તેના શરીરને થોડું ખેંચું. 1૭ | ખેંચતાની સાથે જ તેનાં બધાં અંગો સીધાં અને સપ્રમાણ થઈ ગયાં, પ્રેમ અને મુક્તિના દાતા ભગવાનના સ્પર્શથી તુરત જ વિશાળ નિતંબ તથા પયોધરવાળી તે એક ઉત્તમ સુંદરી બની ગઈ. ૮ | તે જ કણે કુબ્જા રૂપ, ગુણ અને ઉદારતાથી સમ્પન્ન બની ગઈ. તેના મનમાં ભગવાનને મળવાની તીવ્ર ઇચ્છા ઉત્પન્ન થઈ. તેણે ભગવાનના ઉપવસ્નો છેડો પકડીને હસીને ક્ક્યું - ॥ ૯ ॥ ‘વીરશિરોમણિ! આવો, આપણે ઘેર જઈએ. હવે હું આપને અહીં મૂકીને ઘેર નહીં જાઉં. કારણ કે, તમે મારા ચિત્તને વલોવી નાષ્યું છે. પુરુષોતમ! મુજ દાસી પર પ્રસન્ન થાઓ.’ 1૧૦ || જ્યારે બલરામજીની સામે જ કુબ્જાએ આવી પ્રાર્થના કરી, ત્યારે ભગવાન શ્રીકૃષ્તે પોતાના ગોવાળ મિત્રોની સામે જોઈને હસીને તેને કહ્યું -11૧૧ ॥| “સુંદરી! તમારું ઘર સંસારી લોકો માટે પોતાના મનનો વ્યાધિ દૂર કરનારું છે. હું મારં કાર્ય પૂરું કરીને અવશ્ય ત્યાં આવીશ. અમારા જેવા ઘર વગરના મુસાફરોને તો તમારો જ આશરો છે.’ ॥ ૧૨ |! આ પ્રમાણે મીઠી-મીઠી વાતો કરીને ભગવાન શ્રીકૃષ્ણે તેને વિદાય કરી. હવે તે વેપારીઓના મહોલ્લામાં ગયા. ત્યાં વેપારીઓએ તેમનું તથા બલરામજીનું ફૂલોના હાર, ચંદન, પાન અને અનેક પ્રકારની ભેટોથી પૂજન કર્યું, 1૧૩ ॥ તેમનાં દર્શનમાત્રથી સ્રીઓના હૃદયમાં પ્રેમનો આવેગ, મિલનની આકાંક્ષા ઉત્પન્ન થઈ જતી હતી, ત્યાં સુધી કે, તેમને તેમના શરીરનું પણ ભાન રહેતું ન હતું. તેમનાં વસ્ત્રો, કંકણ અને માથાના કેશ અસ્ત-વ્યસ્ત થઈ જતાં અને તેઓ પૂતળીની જેમ ઊભી રહી જતી હતી. 1૧૪ || 4 ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ટ્ટ નગરવાસીઓને ધનુર્યાગનું સ્થળ પૂછતા ત્યાં પહોંચ્યા અને ત્યાં પેસતાં જ તેમણે ઇન્દ્રધનુષ્ય જેવું અદ્દભુત ધનુષ્ય જોયું. । ૧૫ | ૧. નાવિદુઃ | અ૦૪૨] પુરુષર્બહુભિર્ગુપ્રમર્ચિત પરર્મર્ટિમત્ | વાર્યમાણો નૃભિઃ કૃષ્ણઃ પ્રસહ્ય ધનુરાદદે ।। ૧૬॥ કરેણ વામેન સલીલમુદ્ધૃતં સજ્યં ચ કૃત્વા નિમિષેણ પશ્યતામ્ | નૃણાં વિકૃષ્ય પ્રબભગ્જ મધ્યતો યથેક્ષુદણં મદકર્યુરુકરમઃ | ૧૭॥ ધનુષો ભજ્યમાનસ્ય શબ્દઃ ખં રોદસી દિશઃ | પૂરયામાસ યં’ શ્રુત્વા કંસસ્રાસમુપાગમત્ | ૧૮।। તદ્રક્ષિણઃ સાનુચરાઃ કુપિતા આતતાયિનઃ | ગ્રહીતુકામા આવલ્રુર્ગુહ્યતાં બધ્યતામિતિ || ૧૯॥ અથ તાન્ દુરભિપ્રાયાન્ વિલોક્ય બલકેશવૌ । કુદ્ધો ધન્વન આદાય શકલે તાંશ્વ જધતુઃ | ૨૦॥ બલં ચ કંસપ્રહિતં હત્વા શાલામુખાત્તતઃ | નિષ્કરમ્ય ચેરતુર્ષ્ટૌ નિરીક્ય પુરસમ્પદઃ ॥ ૨૧|| તયોસ્તદહ્ુતં વીર્ય નિશામ્ય પુરવાસિનઃ । તેજઃ પ્રાગલ્ભ્યં રૂપં ચ મેનિરે વિબુધોત્તમૌ ।। ર૨ તયોર્વિચરતોઃ સ્વૈરમાદિત્યોડસ્તમુપેવિવાન્ કૃષ્ણરામૌ વૃતૌ ગોપૈઃ પુરાચ્છકટમીયતુઃ | ૨૩॥। ગોષ્યો મુકુન્દવિગમે વિરહાતુરા યા આશાસતાશિષ ત્રહતા મધુપુર્યભૂવન્ । સમ્પશ્યતાં પુરુષભૂષણગાત્રલક્ષ્મી હિત્વેતરાન્ નુ ભજતશ્ચકમેડયનં શ્રીઃ ॥ ૨૪।। દસમો સ્કન્ધ, 331 તે ધનુષ્ય બહુમૂલ્ય અલંકારોથી સજાવેલું હતું. તેની પૂજા કરવામાં આવી હતી અને અનેક સૈનિકો તેની રક્ષા કરી રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણે રક્ષકોના રોકવા છતાં તે ધનુષ્યને બળજબરીથી ઉઠાવી લીધું. |। ૧૬ ।। તેમણે બધાના દેખતાં- દેખતાં તે ધનુષ્યને ડાબા હાથે ઉઠાવીને તેના ઉપર પ્રત્યંચા ચઢાવી દીધી અને એક ક્ષણમાં તેને ખેંચીને મધ્ય ભાગથી એ રીતે તોડીને બે ટુકડા કરી નાંખ્યા, જેમ બહુ બળવાન હાથી સહજમાં જ શેરડીના સાંઠાને તોડી નાંખે. ॥ ૧૭ || જ્યારે ધનુષ્ય તૂટ્યું ત્યારે તેના ભીષણ અવાજથી આકાશ, પૃથ્વી અને દિશાઓ ગૂંજી ઊઠી. તે સાંભળીને કંસ પણ ભયભીત થઈ ગયો. ૧૮ |! હવે ધનુષ્યના રક્ષકો કે જે આતતાયી અસુરો હતા, તે તેમના સહાયકો સહિત અત્યંત ગુસ્સે થયા. તેમણે શ્રીકૃષ્ણને ચારે બાજુથી ઘેરી લીધા અને “આ છોકરાને પકડી લો, બાંધી દો. આ ભાગી ન જાંય.’ એવી બૂમો પાડવા લાગ્યા. || ૧૯ ॥ તેમનો બદઇરાદો જાણીને બલરામજી અને શ્રીકૃષ્ણ પણ થોડીવાર માટે ગુસ્સે થયા અને તે ભાંગેલા ધનુષ્યના ટુકડા ઉઠાવીને તેમના દ્વારા જ તેમને યમસદન પહોંચાડી દીધા. || ૨૦ । અને ત્યારબાદ આવેલી કંસની મોટી સેનાનો પદ્મ તેમણે તે જ ધનુષ્યના ટુકડાઓથી સંહાર કરી નાખ્યો.ય્યાર પછી તેઓ યજ્ઞશાળાના મુખ્ય દરવાજેથી બહાર નીકળીને બહુ જ આનંદથી મઘુરાપુરીની શોભા જોતા જોતા વિચરવા લાગ્યા. । ૨૧ |/જ્યારે નાગરિકોએ બન્ને ભાઈઓના આવા અદ્દભુત પરાક્રમની વાત સાંભળી અને તેમના તેજ, સાહસ તથા અનુપમ રૂપને જોયું ત્યારે તેમણે એવો નિશ્ચય કરી લીધો કે, માનો-ન-માનો આ બન્ને કોઈ શ્રેષ્ઠ દેવતાઓ છે. 1! ૨૨ !! આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી પૂરી સ્વતંત્રતાથી મથુરાપુરીમાં ફરવા લાગ્યા. * (કપારે સૂર્યાસ્ત થયો ત્યારે ગ્વાલબાળકોથી ઘેરાયેલા બન્ને ભાઈ પોતાના ઉતારા પર આવી ગયા. |! ૨૩ હૂત્રણે લોકના મોટા-મોટા દેવતાઓ ઇચ્છતા હતા કે લક્ષ્મી એમને મળે. પરંતુ લક્મીએ બધાનો પરિત્યાગ કરી દીધો અને જે ઇચ્છતા ન.હતા તેવા ભગવાનને વર્યા. એટલું જ નહીં ભગવાનના વક્ષસ્થળને પોતાનું કાર્યમી રહેઠાણ બનાવી લીધું. મથુરાવાસીઓ તે જ પુરુષશ્રેષ્ઠ ભગવાન શ્રીકૃષ્ણના અંગ- [અંગનું સૌન્દર્ય જોઈ રહ્યા હતા. તેમનું કેટલું સૌભાગ્ય છે! દ્રજમાંથી ભગવાન જ્યારે મધુરા આવવા નીકળ્યા ત્યારે ગોપીઓએ વિરહાતુર થઈને મથુરાવાસીઓ માટે જે જે વાતો કહી હતી તે બધી અક્ષરશઃ સાચી પડી. ખરેખર, તેઓ પરમાનંદમાં મગ્ન થઈ ગયા. | ર૪ || ૧.તં। 332 શ્રીમદભાગવત, [અ૦૪૨ અવનિક્તાડવ્રિયુગલૌ ભુક્ત્વા ક્ષીરોપસેચનમ્ | ઊપતુસ્તાં સુખં રાત્રિં જ્ઞાત્વા કંસચિકીર્ષિતમ્ | ર૫॥ કંસસ્તુ ધનુષો ભડ રક્ષિણાં સ્વબલસ્ય ચ | વધં નિશમ્ય ગોવિન્દરામવિક્રીડિત પરમ્ ॥ ૨૬॥. દીર્ધપ્રજાગરો ભીતો દુર્નિમિત્તાનિ દુર્મતિઃ | બહૂન્યચષ્ટોભયથા મૃત્યોર્દોત્યકરાણિ ચ || ૨૭॥। અદર્શનં સ્વશિરસઃ પ્રતિરૂપે૫ ચ સત્યપિ ! અસત્યપિ હ્રિતીયે ચ દ્રેરૂપ્ય જ્યોતિષાં તથા || ર૮ છિદ્રપ્રતીતિશ્છાયાયાં પ્રાણઘોષાનુપશ્રુતિઃ । સ્વર્ણપ્રતીતિર્વૃક્ષેપુ સ્વપદાનામદર્શનમ્ || ર૯ સ્વપ્ને પ્રેતપરિષ્વઝ્ઞઃ ખરયાનં વિષાદનમ્ | યાયાન્નલદમાલ્યેકસ્તેલાભ્યક્તો દિગમ્બરઃ ॥ ૩૦ અન્યાનિ ચેત્થંભૂતાનિ સ્વપ્નજાગરિતાનિ ચ | પશ્યન્ મરણસત્ત્રસ્તો નિદ્રાં લેભે ન ચિન્તયા || ૩૧॥। વ્યુષ્ટાયાં નિશિ કૌરવ્ય સૂર્યે ચાદ્ભ્યઃ૨ સમુત્થિતે | કારયામાસ વૈ કંસો મલ્લક્રીડામહોત્સવમ્ | ૩૨॥ આનર્ચુઃ પુરુષા રકા તૂર્યભેર્યશ્ચ જધિરે | મગ્ચાશ્ચાલડકૃતાઃ સગિમઃપતાકાચૈલતોરણઃ ॥ ૩૩॥ તેષુ પૌરા જાનપદા બ્રહ્મક્ષત્રપુરોગમાઃ | યથોપજોષં વિવિશૂ રાજાનશ્ચ કૃતાસનાઃ || ૩૪॥ કંસઃ પરિવૃતોડમાત્યૈ રાજમગ્ચ ઉપાવિશત્ | મણ્લેશ્વરમધ્યસ્થો હૃદયેન વિદ્યતા || ૩૫॥ ૧. પ્રતિરૂપેષુ સત્વષિ ! ૨. ચાતિસમુત્ધિતે ! પછી હાથ-પગ ધોઈને શ્રીકૃષ્ણ અને બલરામજીએ દૂધની ખીર વગેરે પદાર્થોનું ભોજન કર્યું અને કંસ હવે શું કરવા ઇચ્છે છે, તે વાતની જાણકારી મેળવીને તે રાત્રિએ ત્યાં જ વિશ્રામ કર્યો. | ૨૫ ॥ જ્યારે કંસે સાંભળ્યું કે, શ્રીકૃષ્ણ અને બલરામે ધનુષ્ય તોડી નાખ્યું, રક્ષકો અને તેમની મદદમાં મોકલેલા સૈન્યનો પદ સંહાર કરી નાખ્યો. અને આ બધું તેમના માટે માત્ર એક રમત જેવું જ હતું - આના માટે તેમને કોઈ પરિશ્રમ અથવા મુશ્કેલી ઉઠાવવી ન પડી. । ર૬ ॥ ત્યારે તે બહુ ગભરાઈ ગયો.શ્તે દુર્બદ્ધિની ઊંઘ ઊડી ગઈ અને પોતાનું અને પોતાના પક્ષકારોનું હવે મૃત્યુ જ થશે, એવું સૂચવનારા મૃત્યુના દૂત જેવાં અમંગલ સ્વપ્નો - અપશુકનો જોવા લાગ્યો. || ૨૭ !!જાગ્રત અવસ્થામાં તેણે જોયું કે જલ અથવા દર્પણમાં શરીરનું પ્રતિબિંબ તો દેખાય છે, પરંતુ માથું દેખાતું. નથી, આંખ પર આંગળી ન મૂકવા છતાં તેને ચન્દ્રમા, તારા અને દીપક વગેરેની જ્યોતિઓ બે-બે દેખાય છે. ॥ ૨૮ ॥ ના પડછાયામાં તેને છિદ્રો દેખાયાં અને કાનોમાં આંગળીઓ નાખતાં સંભળાતો અવાજ તેને ન સંભળાયો, વૃક્ષો તેને સોનેરી રંગનાં દેખાયાં અને ધૂળ કે કાદવમાં તેને તેનાં પરઘચિહનો ન દેખાયાં. ॥ ૨૯ !! કંસે સ્વપ્નાવસ્વામાં જોયું કે, તે પ્રેતોને ગળે લગાડી રહ્યો છે, ગધેડા પર બેસીને જઈ રહ્યો છે અને વિષ પી રહ્યો છે. તેનું આખું શરીર તેલથી તરબોળ છે, ગળામાં જાસૂદની માળા પહેરી નિર્વસ્ત્ર જઈ રહ્યો છે. 1૩૦ ॥ સ્વપ્ન અને જાગ્રત અવસ્થામાં તેણે આ પ્રકારનાં બીજાં અનેક અપશુકનો જોયાં. તેથી તેને ભારે ચિંતા થવા લાગી. તે મૃત્યુથી ભયભીત થઈ ગયો અને તેને નિદ્રા ન આવી. 1૩૧ ॥ પરીક્ષિત! જ્યારે રાત્રિ પસાર થઈ ગઈ અને સૂર્યનારાયણ પૂર્વ દિશામાં ઉપર આવ્યા ત્યારે રાજા કંસે મલ્લ-યુદ્રનો મહોત્સવ શરૂ કરાવ્યો. 1૩૨ | રાજ્યના કર્મચારીઓએ રંગભૂમિને સુંદર રીતે શણગારી હતી, અનેક પ્રકારનાં વાઘો ગૂંજી ઊઠયાં, લોકોએ બેસવાના મંચોને પુષ્પો-ગજરાઓ, ધજાઓ, વસ્ત્રો અને તોરણોથી સજાવ્યા હતા. | ૩૩ ॥ તેના પર બ્રાહ્મણો, ક્ષત્રિયો વગેરે તાગરિકો તથા ગ્રામવાસીઓ યઘાસ્થાને બેસી ગયા. રાજાઓ પણ પોતાનાં નિશ્ચિત સ્થાને બેસી ગયા. ૩૪ || દસ તેના મંત્રીઓ સાથે મંડળેશ્વરો (નાના-નાના રાજાઓ)ની વચ્ચે બધાંથી શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો. આ વખતે પણ અપશુકનોને કારણે તેના ચિત્તમાં અત્યંત વ્યાકુળતા હતી. 1૩૫ ॥ અ૦૪૩] દસમો સ્કન્ધ 333 વાધમાનેષુ તૂર્યેષુ મલ્લતાલોત્તરેષુ ચ । મલ્લાઃસ્વલડકૃતા દંમાઃ સોપાધ્યાયાઃસમાવિશન્ | ૩૬।! ચાણૂરો મુષ્ટિકઃ કૂટઃ શલસ્તોશલ એવ ચ | ત આસેદુરુપસ્થાનં વલ્ગુવાઘપ્રહર્ષિતાઃ ॥ ૩૭ નન્દગોપાદયો ગોપા ભોજરાજસમાહુતાઃ । નિવેદિતોપાયનાસ્તે એકસ્મિન્ મગ્ય આવિશન્ ॥ ૩૮|| ત્યારે પહેલવાનો દ્વારા તાલ ઠોકવાની સાથે જ વાજિત્ત્રો વાગવા લાગ્યાં અને ખૂબ સજી-ધજીને ગર્વિષ્ઠ મલ્લો પોતાના આચાર્યો (ઉસ્તાદો) સાથે અખાડામાં ઊતર્યા. 1૩૬ || ચાણૂર, મુષ્ટિક, કૂટ, શલ અને તોશલ વગેરે મુખ્ય-મુખ્ય પહેલવાનો સુંદર વાજિંત્રોથી પ્રસન્ન થઈ મલ્લોના રંગમંડપમાં હાજર થયા. || ૩૭ || આ જ વખતે ભોજરાજ કંસે નંદ વગેરે ગોપોને બોલાવ્યા. તે લોકોએ આવીને કંસને અનેક પ્રકારની ભેટ-સામગ્રીઓ આપી અને પછી જઈને તેઓ એક મંચ પર બેસી ગયા. ૩૮ || યાદે તડ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાર્ધ મલ્લરડોપવર્ણનં1 નામ દ્રિચત્વારિશોડધ્યાયઃ ૪૨ ॥ દસમા સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત મલ્લરંગોપવર્ણન નામનો બેતાલીસમો અધ્યાય સમાપ્ત,
કુંબ્જા પર કૃપા, ધનુષભંગ અને કંસને ગભરામબ્ર
જ કુંવલયાપીડનો ઉદ્ધાર અને અખાડામાં પ્રવેશ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.