Śrīmad Bhāgavatam

જરાસંધ સાથે યુદ્ધ અને દ્વારકાપુરીનું નિર્માણ

ઉ કંહુક ઉશાય તં વિલોક્ય વિનિષ્કાન્તમુજ્જિહાનામિવોડુપમ્‌ । દર્શનીયતમં શ્યધ્થં પીતકૌશેયવાસસમ્‌ | ૧? શ્રીવત્સવક્ષસં ભ્રાજત્કૌસ્તુભામુક્તકન્ધરમ્‌ | પૃથુદી
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પચાસમો અધ્યાય જરાસંધ સાથે યુદ્ધ અને દ્વારકાપુરીનું નિર્માણ કરક ઉવાચ! અસ્તિઃ પ્રાતતિશ્ચ કંસસ્ય મહિષ્યૌ ભરતર્ષભ । મૃતે ભર્તરિ દુઃખાર્તે ઈયતુઃ સ્મ પિતુર્ગૂહાન્‌ ॥ ૧ પિત્રે મગધરાજાય જરાસન્ધાય દુઃખિતે | વેદયાગ્યક્રતુઃ સર્વમાત્મવૈધવ્યકારણમ્‌ | ૨॥ સ તદપ્રિયમાકર્ણ્ય શોકામર્ષયુતો નૃપ | અયાદવીં મહીં કર્તું ચક્રે પરમમુદ્યમમ્‌ | ૩। અક્ષૌહિણીભિર્વિશત્યા તિસૃભિશ્ચાપિ સંવૃતઃ | યદુરાજધાની મથુરાં ન્યરુણત્‌ સર્વતોદિશમ્‌ ॥૪॥ નિરીક્ષ્ય તદ્બલં કૃષ્ણ ઉઢ્ેલમિવ સાગરમ્‌ | સ્વપુરં તેન સંરુદ્ધં સ્વજનં ચ ભયાકુલમ્‌ | ૫।। ચિન્તયામાસ ભગવાન્‌ હરિઃ કારણમાનુષઃ | તદેશકાલાનુગુણં સ્વાવતારપ્રયોજનમ્‌ | ૬॥ હંનિષ્યામિ બલં હ્યોતદ્‌ ભુવિ ભારં સમાહિતમ્‌ । માગધેત સમાનીતં વશ્યાનાં સર્વભૂભુજામ્‌ || ૭1 શ્રીશુક્દેવજી કહે છે - ભસતશ્રેષ્ઠ રાજા પરીક્ષિત! કંસને બે રાણીઓ હતી - અસ્તિ અને પ્રાપ્તિ. પતિના મૃત્યુથી તેમને બહુ દુઃખ થયું અને તેઓ પોતાના પિતાની શજધાનીમાં ચાલી ગઈ. 11૧ ॥ તે બન્નેનો પિતા હતો મગધરાજ જરાસંધ. તેની પાસે તેમણે બહુ જ દુઃખ સાથે પોતાના વૈધવ્યનાં કારજ્રોનું વર્ણન કર્યું. ॥ ૨ ॥ પરીક્ષિત! આ અપ્રિય સમાચાર સાંભળીને પ્રથમ તો જરાસંધને બહુ દુઃખ થયું, પરંતુ પછીથી તે ક્રોધથી સમસમી ગયો. પૃથ્વી પર એક પદ્ય યદુવંશીને રહેવા નહીં દઉં એવો નિશ્ચય કરીને તેણે યુદ્ધની ભારે તૈયારી કરી. 1૩ || અને તેવીસ અક્ષૌહિણી સેના સાથે યાદવોની રાજધાની મથુરાને ચારે બાજુથી ઘેરી લીધી. ૪ ॥ ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે, જરાસંધે ચારે બાજુથી અમારી રાજધાની મથુરાને ઘેરી લીધી છે અને’ અમારાં સ્વજનો તધા નગરવાસીઓ ભયભીત થઈ રહ્યાં છે. ॥ ૫ | ભગવાન શ્રીકૃષ્શે પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ મનુષ્યનો વૈશ ધારણ કર્યો છે. હવે તેમણે વિચાર્યું કે મારા અવતારનું. પ્રયોજન શું છે અને અત્યારે અહીં મારે શું કરવું જોઈએ. | ૬ ॥ તેમણે વિચાર્યું કે આ બધું સારું થયું કે. મગધરાજ જરાસંધ પોતાને આધીન રાજાઓની પાયદળ, લોડેસ્વાર, રથો અને હાથીઓવાળી કેટલીયે અક્ષૌહિણી સેના સાથે મારી પાસે સામેથી આવી પહોંચ્યો છે. આ તો બધો ૧, શ્રીબાદરાયણિરુજાચ [15531] 374 શ્રીમદભાગવત અક્ષૌહિણીભિઃસડ્ખ્યાતં ભટાશ્ચરથકુઞ્જરૈઃ । માગધસ્તુ ન હન્તવ્યો ભૂયઃ કર્તા બલોદ્યમમ્‌ || ૮॥ એતદર્થોડવતારોડયં ભૂભારહરણાય મે | સંરક્ષણાય સાધૂનાં કૃતોડન્યેષાં વધાય ચ | ૯॥| અન્યોડપિ ધર્મરક્ષાયૈ દેહઃ સમ્બ્રિયતે મયા । વિરામાયાપ્યધર્મસ્ય કાલે પ્રભવતઃ ક્વચિત્‌ || ૧૦॥ એવં ધ્યાયતિ ગોવિન્દ આકાશાત્‌ સૂર્યવર્ચસૌ । રથાવુપસ્થિતૌ સદ્યઃ સસૂતૌ સપરિચ્છદ ॥। ૧૧।। આયુધાનિચ દિવ્યાનિપુરાણાનિ યદંચ્છયા । દેષ્ટ્વા તાનિ હૃષીકેશઃ સડ્ર્ષણમથાબ્રવીત્‌ ॥ ૧૨! પશ્યાર્ય વ્યસનં પ્રાસ યદૂનાં ત્વાવતાં પ્રભો । એષ તે રથ આયાતો દઘિતાન્યાયુધાનિ ચ 1 ૧૩॥ યાનમાસ્થાયજહ્યોતદ્‌વ્યસનાત્‌ સ્વાન્‌ સમુદ્ર | એતદર્થ હિ નૌ જન્મ સાધૂનામીશ શર્મકૃત્‌ । ૧૪॥ ત્રયોવિંશત્યનીકાખ્યં ભૂમેર્ભારમપાકુરુ | એવં સમ્મન્ત્ય દાશાહી દંશિતૌ રથિનૌ પુરાત્‌ । ૧૫।। નિર્જગ્મતુઃ સ્વાયુધાઢ્યો બલેનાલ્પીયસાડડવૃતો । શદ્ધં દધ્મૌ વિનિર્ગત્ય હરિર્દારુકસારથિઃ ।। ૧૬| તતોડભૂત્‌ પરસૈન્યાનાં હૃદિ વિત્રાસવેપથુઃ | તાવાહ માગધો વીક્ષ્ય હે કૃષ્ણ પુરુષાધમ || ૧૭ નત્વયાયોહ્ુમિચ્છામિ બાલેનૈકેન લજ્જયા | ગુન હિત્વયા મન્દ નયોસ્ત્યે યાહિબન્ધુહન્‌ | ૧૮॥ 11553] [અ૦૫૦ પૃથ્વીનો ભાર એકત્ર થઈને મારી પાસે આવી પહોંચ્યો છે. હું આનો નાશ કરીશ. પરંતુ હમણા મગધરાજ જરાસંધને મારવો ન જોઈએ. કેમકે, તે જીવતો હશે તો ફરીથી અસુરોની બહુ મોટી સેના એકત્ર કરીને લાવશે. ૭-૮ || મારા અવતારનું એ જ પ્રયોજન છે કે, હું પૃથ્વીનો ભાર ઓછો કરી દઉં, સાધુ-સજ્જનોનું રક્ષણ કરું અને દુષ્ટ-દુર્જનોનો સંહાર, 1૯ || સમયે-સમયે ધર્મની રક્ષા માટે અને વધી રહેલા અધર્મને રોકવા માટે હું બીજાં પણ અનેક શરીર ધારણ કરું છું, 1૧૦ || પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ આ પ્રમાણે વિચારી જ રહ્યા હતા કે આકાશમાંથી સૂર્ય જેવા પ્રકાશમાન બે રઘ ત્યાં આવી પહોંચ્યા. તેમાં યુદ્ધની સંપૂર્ણ સામગ્રી સુસજ્જ હતી અને બે સારથિતેરથહાંકીરહ્યા હતા. | ૧૧ |તેજ સમયે ભગવાનનાં દિવ્ય અને સનાતન આયુધો પણ આપમેળે ત્યાં આવીને ઉપસ્થિત થઈ ગયાં. તેમને જોઈને ભગવાન શ્રીકૃષ્ણે પોતાના મોટા ભાઈબલરામજીને કહ્યું - || ૧૨ ॥‘મોટાભાઈ|તમે બહુ જ શક્તિશાળી છો. અત્યારે જે યાદવો તમને જ પોતાના સ્વામી અને રક્ષક માને છે, જેઓ આપનાથી જ સનાથ છે, તેમના ઉપર. બહુ મોટી વિપત્તિ આવી પડી છે. જુઓ, આ તમારો રથ છે અને. તમારાં પ્રિય આયુધ હળ-મુશળ પણ આવી પહોંચ્યાં છે. ॥૧૩ ॥ઠવે તમે આ રથ પર બેસીને શત્રુસેનાનો સંહાર કરો અને પોતાનાં સ્વજનોને વિપત્તિથી બચાવી લો. ભગવન્‌| સાધુ-સંતોનું કલ્યાણ કરવા માટે જ આપણે બન્નેએ અવતાર લીધોછે. ॥ ૧૪ [તેથી હવે તમે આ તેવીસ અક્ષૌષિણી સેનાના રૂપમાં પૃથ્વીનો આ મોટો ભાર નષ્ટ કરી દો.’ ભગવાન શ્રીકૃષ્ણ, અને બલરામજીએ આ પ્રમાણે પરસ્પર સલાહ-સૂચન કરીને કવચ ધારણ કર્યા અને રથ પર બેસીને તેઓ મથુરાથી નીકળ્યા, તેસમયે બન્ને ભાઈ પોત-પોતાનાં આયુધોથી સજ્જ હતા અને નાનકડી સેના તેમની સાથે ચાલતી હતી. શ્રીકૃષ્ણના સારથિ હતા દારુક, મયુરાપુરીથી બહાર નીકળીને તેમણે પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. | ૧૫-૧૬ ॥તેમના શંખનો ભયંકર ધ્વનિસાંભળીને શત્રુસેનાના વીરોનાં કૃદય ભયથી ધ્રૂજી ઊઠયાં. તેમનેજોઈને મગધરાજ જરાસંધેકહ્યું - “પુરુષોમાં અધમ કૃષ્ણ ! તું તો હજી કુમળું બાળક છે. એકલા તારી સાથે લડવામાં મને લજ્જા (સંકોચ) આવી રહી છે. આટલા દિવસથી ખબર નહીં તું ક્યાં-ક્યાં છુપાતો ફરતો હતો. અરે મૂર્ષ! તું તો પોતાના મામાનો હત્યારો છે. તેથી હું તારી સાથે લડી શકતો નથી, જા, મારી સામેથી ભાગી જા. || ૧૭-૧૮ !। બલરામ! જો તારા અ૦૫૦] દસમો સ્કન્ધ 375 તવ રામ યદિ શ્રદ્ધા યુધ્યસ્વ ધૈર્યમુદ્રહ | હિત્વાવામચ્છરેશ્છિશંદેહેસ્વર્યાહિમાંજહિ ॥ ૧૯] શીભગવાઝુશક ન વૈ શૂરા વિકત્થન્તે દર્શયન્ત્યેવ પૌરુષમ્‌ | ન ગૃદ્ધીમો વચો રાજન્ઞાતુરસ્ય મુમૂર્ષતઃ ।। ૨૦।। શછુક ઉવાચ જરાસુતસ્તાવભિસૃત્ય માધવી મહાબલૌથેન બલીયસાડડવૃણોત્‌ | સસૈન્યયાનધ્વજવાજિસારથી સૂર્યાનલૌ વાયુરિવાભ્રરેણુભિઃ | ૨૧॥ સુપર્ણતાલધ્વજચિદ્ધિતો રથા- વલક્ષયન્યો હરિરામયોર્મુધે | પુરાટ્ઠાલકહર્મ્યગોપુરં સમાશ્રિતાઃ સંમુમુહુઃ શુચાર્દિતાઃ૧ ॥ ૨ ૨॥ સ્િયઃ હરિઃ પરાનીકપયોમુચાં મુહુઃ શિલીમુખાત્યુલ્બણવર્ષપીડિતમ્‌ 1 સ્વસૈન્યમાલોક્ય સુરાસુરાર્ચિતં વ્યસ્ફર્જયચ્છાર્્શરાસનોત્તમમ્‌ |૨૩॥ ગૃદ્મન્‌ નિષજ્નાદથ સન્દધચ્છરાન્‌ વિકૃષ્ય મુઝ્ચગઝ્છિતબાણપૂગાન્‌ નિધ્નન્‌ રેથાન્‌ કુગ્જરવાજિપત્તીન્‌ નિરન્તરં યદ્રદલાતચક્રમ્‌ | ર૪॥। નિર્ભિન્નકુમ્ભાઃ કરિણો નિષપેતુ- રનેકશોડશ્વાઃ શરવૃક્ણકન્ધરાઃ । રથા હતાશ્ચધ્વજસૂતનાયકાઃ પદાતયશ્છિન્નભુજોરુકન્ધરાઃ ॥રપ॥ મનમાં એવી ખાતરી હોય કે, યુદ્ધમાં મરવાથી સ્વર્ગ મળે છે, તો તું હિમ્મત એકઠી કરીને મારી સાથે લડ,મારા બાણોથી છેદાયેલા શરીરને અહીં છોડીને સ્વર્ગમાં જા અથવા જો તારામાં શક્તિ હોય તો મને મારી નાખ. ॥ ૧૯ |! ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું — મગધરાજ! જે શૂરવીર હોય છે, તે તમારી માફક ડેફાસ નથી મારતા, તે તો પોતાનું બળ- પરાક્રમ જ દેખાડે છે. જુઓ, હવે તમારું મૃત્યુ તમારા માથા પર નાચી રહ્યું છે. તમેજાણે મૃત્યુ પામતા રોગીને જેમ સનેપાત ઉપડે તેમ્‌ બકી રહ્યા છો. બકો, હું તમારી વાત પર ધ્યાન નથી આપતો. || ૨૦ || શ્રીશુક્દેવજી કહે છે - પરીક્ષિત! જેમ વાયુ વાદળોથી સૂર્યને અને ધુમાડાથી અગ્નિને ઢાંકી દે છે, પરંતુ વાસ્તવમાં તે હંકાતા નથી, તેમનો પ્રકાશ ફરીથી ફેલાય જ છે; તે જ પ્રમાણે મગધરાજ જરાસંધે ભગવાન શ્રીકૃષ્ઠ અને બલરામજીની સામે આવીને પોતાની બહુ મોટી બળવાન સેનાથી તેમને ચારે બાજુથી ઢાંકી લીધા - ત્યાં સુધી કે તેમની સેના, રથ, ધજા, ધોડા અને સારથિઓ પણ દેખાતા બંધ થઈ ગયા. | ૨૧ 1 મઘુરાપુરીની સ્રીઓ પોતાના મહેલોની અટારીઓ, છત અને દરવાજાઓ પર ચડીને યુદ્ધ નિહાળી રહી હતી. જ્યારે તેમણે જોયું કે યુદ્રભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણનો ગરુડધ્વજ રથ અને બલરામજીનો તાડની ધ્વજારૂપી ચિહ્નવાળો રથ - બન્ને રથ દેખાતા નથી ત્યારે તેઓ શોકથી મૂર્છિત થઈ ગઈ. || ૨૨ || જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું. કે, શત્રુસેનાના યોદ્ધાઓ અમારી સેના પર એ રીતે બાણોની વૃષ્ટિ કરી રહ્યા છે, જાણે આકાશમાંથી જલવૃષ્ટિ થઈ રહી હોય અને અમારી સેના તેનાથી વ્યથિત થઈ રહી છે; ત્યારે તેમણે દેવતાઓ અને અસુરો બન્ને દ્વારા સમ્માનિત પોતાના ઉત્તમ શાર્કધનુષ્યનો ટંકાર કર્યો. ।। ૨૩ |। ત્યાર પછી તેઓ તરક્સમાંથી બાણ કાઢવા, તેમને ધનુષ્ય પર ચઢાવવા અને ધનુષ્યની દોરી ખેંચીને અસંખ્ય બાણ છોડવા લાગ્યા, તે__ વખતે તેમનું તે ધનુષ્ય એટલી ત્વરાથી ફરી રહ્યું હતું, જાણે કોઈ અત્યંત વેગથી ફરતું સળગતું લાકડાનું ઊંબાડિયું ન હોય! આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ જરાસંધની ચતુરંગિણી - હાથી, ઘોડા,રથ અને પાયદળ સેનાનો સંહાર કરવા લાગ્યા. |! ર૪ || એના કારશે ઘણા હાથીઓનાં માથાં ફાટી ગયાં અને તે મરી-મરીને ધરતી પર પડવા લાગ્યા. બાણોની વૃષ્ટિથી અનેક ઘોડાઓના માથાં ધડથી અલગ થઈ ગયાં. ઘોડા, ધજા, સારથિ અને નાયકોનો નાશ થઈ જવાથી ઘણા રથ નકામા થઈ ગયા. પાયદળ સેનાના હાથ, પગ, જાંઘ અને મસ્તક વગેરે અંગ-ગ્રત્યંગો કપાઈ-કપાઈને પડી ગયાં. ॥૨૫ || ૬. શુચાર્ષિતાઃ। 376. શ્રીમદભાગવત [અ૦૫૦, સગ્છિધમાનદ્રિપદેભવાજિના- મક્નપ્રસૂતઃ શતશોડસૃગાપગાઃ । ભુજાહયઃ પૂરુષશીર્ષકચ્છપા હતદ્િપદ્ઠીપહયગ્રહાકુલાઃ ॥ર૨૬॥ કરોરુમીના નરકેશશૈવલા ધનુસ્તરજ્ઞાયુધગુલ્મસડકુલાઃ | અચટૂરિકાવર્તભયાનકા મહા- મણિપ્રવેકાભરણાશ્મશર્કરાઃ ॥૨૭॥ પ્રવર્તિતા ભીરુભયાવહા મૃધે મનસ્વિનાં હર્ષકરીઃ પરસ્પરમ્‌ | વિનિધ્વતાડરીન્‌ મુસલેન દુર્મદાન્‌ સફર્ષણેનાપરિમેયતેજસા ॥૨૮॥ બલં તદક્રાર્ણવદુર્ગભૈરવંપ દુરન્તપારંં ભગધેન્દ્રપાલિતમ્‌ | પ્રણીતં વસુદેવપુત્રયો- ર્વિક્રીડિતં તજ્જગદીશયોઃ પરમ્‌ ॥ ર૯॥ ક્ષય સ્થિત્યુદ્ધવાન્તં ભુવનત્રયસ્ય યઃ સમીહતેડનન્તગુણઃ સ્વલીલયા । ન તસ્ય ચિત્રં પરપક્ષનિગ્રહ- સ્તથાપિ મર્ત્યાનુવિધસ્ય વર્ણ્યતે | ૩૦॥। જગ્રાહ વિરથં રામો જરાસન્ધં મહાબલમ્‌ । હતાનીકાવશિષ્ટાસું સિંહઃ સિંહમિવૌજસા ।। ૩૧।! બધ્યમાનં હતારાતિં પાશૈર્વારુણમાનુૈઃ । વારયામાસ ગોવિન્દસ્તેન કાર્યચિકીર્ષયા ॥ ૩૨॥ સ મુક્તો લોકનાથાભ્યાં વ્રીડિતો વીરસંમતઃ | તપસે કૃતસકુલ્પો વારિતઃ પથિ રાજભિઃ | ૩૩॥। તે યુદ્ધમાં અપાર તેજસ્વી ભગવાન બલરામજીએ પોતાના મુશળના ઘાથી અનેક બળવાન શત્રુઓને મારી-મારીને તેમના અંગ-પ્રત્યંગોમાંથી નીકળેલા લોહીની સેંકડો નદીઓ વહાવી દીધી. ક્યાંક મનુષ્ય કપાઈ રહ્યા છે તો ક્યાંક હાથી અને ઘોડા તરફડી રહ્યા છે. તે નદીઓમાં સૈનિકોની ભુજાઓ સર્પના જેવી દેખાઈ રહી હતી અને કપાયેલાં માથાં એવાં લાગતાં હતાં જાણે કાચબાઓની ભીડ જામી હોય. મરેલા હાથી બેટ જેવા અને ધોડા મગરોજેવા લાગતા હતા. હાથ અને સાથળો માછલાં જેવાં, મનુષ્યોના માથાના વાળ શેવાળ જેવા, ધનુષ્યો તરંગો જેવાં અને બીજાં અસ્ત-શસ જાણે રણનદીમાં તણાઈ આવેલાં તણખલાં અને લતાઓના સમૂહ જેવા લાગતાં હતાં. હાલો ભયંકર ભમરીઓ જેવી, બહુ કીમતી મહિઓથી મહેલા મહામૂલા આભૂષણો નદીની રેતી અને પથ્થરના ટુકડા જેવાં તણાતા જઈ રહ્યાં હતાં. તે નદીઓને જોઈને કાયરો ભયભીત થઈ રહ્યા હતા અને વીર પુરુષોનો ઉત્સાહ વધી રહ્યો હતો. || ૨૬-૨૮ ॥ પરીક્ષિત! હાથી, થોડા, રથ, આયુધો વગેરેથી સજ્જ જરાસંધનું. શૈન્વસમુદ્રજેવુંુ્ગમ, ભયંકર અને બહુ મુકેલીથી જિતાય એવું હતું. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીએ થોડા જ સમયમાં તેને નષ્ટ કરી નાખ્યું. તેઓ સંપૂર્ણ જગતના સ્વામી છે. તેમના માટેઆ સેનાનો નાશ કરી દેવો એક રમત છે. ॥ ૨૯ | પ પરીક્ષિત! ભગવાનના અનંત ગુબ્રો છે. તેઓ કીડામાત્રથી ત્રણે લોકની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે. તેમના માટે શત્રુઓની સેનાનો આ રીતે સહજમાં જ સત્યાનાશ કરી દેવો એ કોઈ મોટી વાત ન હતી. તેમ છતાં જ્યારે તેઓ મનુષ્ય જેવો વેશધારણ કરીને મનુષ્ય જેવી લીલા કરે છે ત્યારે તેનું પણ વર્ણન કરવામાં આવે જ છે. ॥ ૩૦ ॥ ( આ પ્રમાણે જરાસંધનું બધું સૈન્ય નાશ પામ્યું. તેનો રથ વદન્ન ભાંગી ગયો. શરીરમાં માત્ર પ્રાણ બાકી રહ્યા. ત્યારે. ભગવાન શ્રી બલરામજીએ જેમ એક સિંહ બીજા સિંહને પકડી, લે છે તે જ પ્રમાણે બળપૂર્વક મહાબળવાન જરાસંધને પકડી લીધો. || ૩૧ |!જરાસંધે પહેલાં ઘણા શત્રુ રાજાઓનો વધ કર્યો હતો. પરંતુ આજે તેને બલરામજીએ વરુણપાશથી અને મનુષ્યપાશથી બાંધવા માંડ્યો. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે એવું. વિચારીને કે, આને છોડી દેવામાં આવે તો બીજી સેના ભેગી કરીને લાવશે અને અમે સહજ રીતે પૃથ્વીનો ભાર ઉતારી શકીશું, તેથી તેમણે બલરામજીને રોક્યા. !। ૩૨ મોટા-મોટા શુરવીરો જરાસંધનું સન્‍માન કરતા હતા. તેથી તે આવી વાત સાંભળીને બહુ લજ્જિત થઈ ગયો કે મને શ્રીકૃષ્ણ-બલરામે દયા કરીને રાંકની જેમ છોડી દીધો છે. હવે તેણે તપ કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ રસ્તામાં તેના મિત્ર રાજાઓએ તેને બહુ સમજાવ્યો કે રાજન્‌! આ યાદવોમાં છે શું? તે તમને બિલકુલ પરાજિત કરી ૧. તુચફગા- ! અ૦૫૦] દસમો સ્કન્ધ 377 વાક્યૈઃ પવિત્રાર્થપદેર્નયનૈઃ પ્રાકૃતેરપિ | સ્વકર્મબન્ધપ્રાસોડયં યદુભિસ્તે પરાભવઃ || ૩૪॥ હતેષુ સર્વાનીકેષુ નૃપો બાર્હદ્રથસ્તદા | ઉપેક્ષિતો ભગવતા મગધાન્‌ દુર્મના યયૌ | ૩૫॥ મુકુન્દોડપ્યક્ષતબલો નિસ્તીર્ણારિબલાર્ણવઃ । વિકીર્યમાણઃ કુસુમૈસ્્રિદશૈરનુમોદિતઃ | ૩૬॥ માથુરેરુપસક્મ્ય વિજવરેરમુદિતાત્મભિઃ । ઉપગીયમાનવિજયઃ સૂતમાગધવન્દિભિઃ ॥ ૩૭! શહ્નદુન્દુભયો નેદુર્ભેરીતૂર્યાણ્યનેકશઃ | વીણાવેણુમૃદક્ઞાનિ પુરં પ્રાવિશતિ પ્રભૌ | ૩૮॥ સિક્તમાર્ગાહૃષ્ટજનાં પતાકાભિરલડકૃતામ્‌ ! નિર્ઘુષ્ટાં બ્રહ્મઘોષેણ કૌતુકાબદ્ધતોરણામ્‌ | ૩૯॥ નિચીયમાનો* નારીભિર્માલ્યદધ્યક્ષતાડકુરૈઃ । નિરીક્ષ્યમાણઃ સ્નેહ પ્રીત્યુત્કલિતલોચનૈઃ ॥ ૪૦॥ આયોધનગતં વિત્તમનન્તં વીરભૂષણમ્‌ | યદુરાજાય તત્‌ સર્વમાહતં પ્રાદિશત્્રભુઃ ॥૪૧॥ એવં સપ્તદશકૃત્વસ્તાવત્યક્ષોહિણીબલઃ ૨ | યુયુધે માગધો રાજા યદુભિઃ કૃષ્ણપાલિતેઃ ॥૪૨॥। અક્ષિષ્વંસ્તદદબલં સર્વ વૃષ્ણય: કૃષ્ણતેજસા | હતેષુ સ્વેષ્વનીકેષુ ત્યક્તોડયાદરિભિનપઃ ॥ ૪૩॥ શકે એમ ન હતા. તમારે પ્રારબ્ધવશ જ નીચું જોવું પડ્યું છે.’ તેલોકોએ ભગવાનની ઇચ્છા, પછી વિજય પ્રાપ્ત કરવાની આશા વગેરેબતાવીને લૌકિક દષ્ટાંત આપી-આપીને એ વાત સમજાવી દીધી કે તમારે તપસ્યા ન કરવી જોઈએ. || ૩૩-૩૪ || પરીક્ષિત તે સમયે મગધરાજ જરાસંધની બધી સેના મરાઈ ચૂકી હતી.ભગવાન બલરામજીએ તેને ઉપેક્ષાપૂર્વક છોડી દીધો હતો, તેથી તે બહુ ઉદાસ થઈને પોતાના વતન મગધ દેશમાં ચાલ્યો ગયો. 1૩૫ ॥ 2 (પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણની સેનામાં કોઈનો વાળ પણ વાંકો ન થયો અને તેમણે જરાસંધની તેવીસ અક્ષોહિણી સેના પર, જે સમુદ્ર જેવી હતી, સહજમાં વિજય પ્રાપ્ત કરી લીધો. ત્યારે મોટા-મોટા દેવતાઓ તેમના ઉપર નંદનવનના પુષ્યોની વૃષ્ટિ અને તેમના આ મહાન કાર્યની પ્રશંસા કરી રહ્યા હતા. 1૩૬ 1 જરાસંધની સેનાના પરાજયથી મથુરાવાસીઓ નિર્ભય બની ગયા અને ભગવાન શ્રીકૃષ્ણના વિજયથી તેઓના ફદયમાં આનંદ સમાતો ન હતો. ભગવાન શ્રીકૃષ્ણ આવીને તેમને મળ્યા. સૂત, માગધ, અને બન્દીજન તેમના વિજયનું યશોગાન ગાઈ રહ્યા હતા. 1૩૭ ॥ જે સમયે ભગવાન શ્રીકૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો ત્યારે ત્માં શંખધ્વનિ, નગારાં, ભેરી, તૂરી, વીણા, વાંસળી અને મૃદંગ વગેરે વાજિન્ત્રો વાગવા લાગ્યાં ! ૩૮ | મથુરાના બધા માર્ગો અને શેરીઓને શણગારવામાં આવી હતી. ચારે બાજુ ઉત્સાહનું વાતાવરણ હતું. સંપૂર્ણ નગરમાં ધજા-પતાકા- તોરણો બાંધવામાં આવ્યાં હતાં. બ્રાહ્મજ્ોનો વેદધ્વનિ ગુંજી રહ્યો હતો. | ૩૯ 1 જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ નગરમાં પ્રવેશ કરી રહ્યા હતા તે વખતે નગરની સ્ત્રીઓ પ્રેમ અને આતુરતાથી ઊભરાતાં નેત્રોથી તેમને સ્નેહપૂર્વક નિહાળી રહી હતી અને ફૂલોના હાર, દહીં, અક્ષત અને જવ વગેરેના અંકુરોથી તેમને વધાવી રહી હતી. | ૪૦ | ભગવાન શ્રીકૃષ્ણ રણભૂમિમાંથી અપાર ધન અને સૈનિકોનાં આભૂષજ્યો લઈ આવ્યા હતા. તે બધું તેમણે યાદવોના રાજા ઉગ્રસેન પાસે મોકલી આપ્યું. | ૪૧ ॥| પરીક્ષિત! આ પ્રમાણે સત્તર વખત તેવીસ-તેવીસ અક્ષૌહિણી સેના એકઠી કરીને મગધરાજ જરાસંધે ભગવાન શ્રીકૃષ્શ દ્વારા સુરક્ષિત યાદવો સાથે યુદ્ધ કર્યું. । ૪૨ ॥ પરંતુ યાદવોએ ભગવાન શ્રીકૃષ્ણની શક્તિથી દરેક વખતે તેની સેનાનો નાશ કરી નાખ્યો. જ્યારે સંપૂર્ણ સેના નષ્ટ થઈ જતી ત્યારે યાદવોના ઉપેક્ષાપૂર્વક છોડી દેવાથી જરાસંધ પોતાની રાજધાનીમાં ચાલ્યો જતો. ॥ ૪૩ ॥ ૧. વિકીર્થમાણો । ૨. ન્યક્ષોિશર્નપઃ | 378 શ્રીમદભાગવત [અ૦૫૦ અષ્ટાદશમસડગ્રામે આગામિનિ તદન્તરા | નારદપ્રેપિતો* વીરો યવન: પ્રત્યદેશ્યત | ૪૪।। અરોધ મથુરામેત્ય તિસૃભિર્મ્લેચ્છકોટિભિઃ | નૃલોકેચાપ્રતિદન્દોવૃષ્ધીગ્છુત્વાડડત્મસમ્મિતાન્‌ ॥ ૪૫॥ તંદંષ્ટ્વાડચિન્તયત્‌ કૃષ્ણઃ સર્ષણસહાયવાન્‌ | અહો યદ્‌નાં વૃજિનં પ્રામ હ્રુભયતો મહત્‌ 1 ૪૬॥ થવનોફવં નિરુૂધેડસ્માનઘ તાવન્મહાબલઃ | માગધોડપ્યધવાશ્ચોવા પરશ્ચોવાડડગમિષ્યતિ ॥ ૪૭॥ આવયોર્યુધ્યતોરસ્ય યદ્યાગન્તા જરાસુતઃ । બત્ધૂન્‌ વધિષ્યત્યથવા નેષ્યતે સ્વપુરં બલી || ૪૮॥ તસ્માદઘ વિધાસ્યામો દુર્ગ દ્વિપદદુર્ગમમ્‌ ! તત્ર જ્ઞાતીન્‌ સમાધાય યવને ઘાતયામહે | ૪૯॥। ઇતિ સમ્મન્ત્ય ભગવાન્‌ દુર્ગ દ્રાદશયોજનમ્‌ | અન્તઃસમુદ્રે નગરં કૃત્સ્નાહુતમચીકરત્‌ | ૫૦॥ દંશ્યતે યત્ર હિ ત્વાષ્ટૂં વિજ્ઞાનં શિલ્પનૈપુણમ્‌ | રથ્યાચત્વરવીથીભિર્યથાવાસ્તુ વિનિર્મિતમ્‌ || ૫૧॥ સુરઠ્ઠુમલતોધાનવિચિત્રોપવનાન્વિતમ્‌ ! હેમશૃજ્ર્દિવિસ્પૃગિમિઃ સ્ફાટિકાઢ્ાલગોપુરેઃ । પર ॥ રાજતારકુટૈઃ કોષ્ઠેરહેમકુમ્ભૈરલડકૃતેઃ । રત્નકૂટે્ગુહેર્હેમ્મહામરકતસ્થલૈઃ ॥૫૩॥ વાસ્તોષ્પતીનાં ચ ગુહેર્વલભીભિથશ્ચ નિર્મિતમ્‌ । ચાતુર્વર્ણ્યજનાકીર્ણ યદુદેવગૃહોલ્લસત્‌ | પ૪॥ જે સમયે અઢારમું યુદ્ધ શરૂ થવાનું જ હતું, તે સમયે નારદજીનો મોક્લેલો વીર કાલયવન દેખાયો. || ૪૪ ||! યુદ્ધમાં કાલથવનની સામે ઊભો રહેનાર કોઈ વીર સંસારમાં ન હતો. તેણે જ્યારે સાંભળ્યું કે યદુવંશીઓ અમારા જેવા જ બળવાન છે અને અમારો સામનો કરી શકે છે, ત્યારે ત્ર કરોડ મ્લેછોનું સૈન્ય લઈને તેણે મથુરાને ધેરી લીધું. | ૪૫ ॥ કાલયવનની આ ક્સમયની ચઢાઈ જોઈને શ્રીકૃષ બલરામજી સાથે મળીને વિચાર કર્યો - ‘અહો! અત્યારે તો યદુવંશીઓ ઉપર જરાસંધ અને કાલયવન - આ બે-બે આપત્તિઓ એક સાથે જ ઘેરાઈ રહી છે. | ૪૬ ॥ આજે આ પરમ બળવાન યવને અમને આવીને ઘેરી લીધા છે અને જરાસંધ પણ આજે, કાલે કે પરમદિવસે આવી જ જશે. ॥ ૪૭ ॥જો અમે બન્ને ભાઈ આની સાથે લડવા જઈએ અને તે જ સમયે જરાસંધ પણ આવી પહોંચશે તો તે અમારા યાદવ-બંધુઓને મારી નાખશે. અથવા કેદ કરીને પોતાના નગરમાં લઈ જશે. કેમકે, તે બહુ બળવાન છે. ॥। ૪૮ ॥ તેથી આજે આપશ્ઞે એક એવો કિલ્લો બનાવીએ કે જેમાં કોઈ પણ મનુષ્ય માટે પ્રવેશ કરવો અત્યંત કઠણ થઈ જાય. આપણાં સ્વજન-સંબંધીઓને તે કિલ્લામાં પહોંચાડીને પછી આ યવનનો વધ કરાવીશું.’ || ૪૯ ॥ બલરામજી સાથે આ પ્રમાણે વાતચીત કરીને ભગવાન શ્રીકૃષ્ણે સમુદ્રની અંદર અડતાલીસ કોસ વિસ્તારનું એક એવું દુર્ગમનગર બનાવડાવ્યું, જેમાં બધી વસ્તુઓ અદ્દભુત હતી. |! ૫૦ | તે નગરની એક- એક વસ્તુમાં વિશ્વકર્માનું વિજ્ઞાન (વાસ્તુ-શાસ્ત્ર) અને શિલ્યકળાની નિપુદ્મતા પ્રગટ થઈ રહી હતી. તેમાં લાંબા- પહોળા માર્ગો, ચોતરાઓ અને શેરીઓનું મથાયોગ્ય વિભાજન કરવામાં આવ્યું હતું. 1૫૧ || તે નગરમાં દેવતાઓનાં વૃક્ષ-લતાઓી શોભતાં બહુ સુંદર ઉઘાનો અને અદ્ભુત ઉપવનો હતાં.1મંદિરો ઉપર આકાશ સાથે વાતો કરતાં સોનાનાં બહુ જ ઊંચાં શિખરો હતાં. સ્ફટિકમણિની અટારીઓ અને ઊંચા-ઊંચા દરવાજા તે નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા.શ! પર 11 અનાજ સંગ્રહ કરવા માટે ચાંદી અને પિત્તળના કોઠારો હતા. રત્નો અને પન્નાથી મહેલા સોનાના કળશવાળા બધા મહેલો સોનાના હતા. ૫૩ | ખરા સિવાય આ નગરમાં વાસ્તુદેવતાનાં મંદિરો અને છજાં બહુ જ સુંદર હતાં. આ નગરમાં ચારે વર્ણના લોકો રહેતા હતા. નગરની મધ્યમાં યાદવોના રાજા ઉગ્રસેનજી, વસુદેવજી, બલરામજી તથા ભગવાન શ્રીકૃષ્ણના મહેલો શોભી રહ્યા હતા. | ૫૪ || ૧. નારદપ્રેરિતો |, અ૦૫૧] ક્સમો સ્કન્ધ 379. સુધર્મા પારિજાતં ચ મહેન્દ્ર: પ્રાહિણોદ્ધરેઃ । યત્ર ચાવસ્થિતો મર્ત્યો મર્ત્યધર્મર્ન યુજ્યતે || ૫૫॥ શ્યામૈકકર્ણાન્વરુણો હયાગ્છુક્લાન મનોજવાન્‌ | અષ્યૈ નિધિપતિઃ કોશાન્‌ લોકપાલો નિજોદયાન્‌ || ૫૬) યદ્‌ યદ ભગવતા દત્તમાધિપત્યં સ્વસિદ્ધયે ! સર્વ પ્રત્યર્પયામાસુર્હસૌ ભૂમિગતે નૃપ ૫૭! તત્ર યોગપ્રભાવેણ નીત્વા સર્વજનં હરિઃ । પ્રજાયાલેન રામેણ કૃષ્ણઃ સમનુમત્ત્રિતઃ | નિર્જગામ પુરદ્વાસત્‌ પદ્મમાલી નિરાયુધઃ | ૫૮॥ પરીક્ષિત! તે સમયે દેવરાજ ઇન્દ્રએ ભગવાન શ્રીકૃષ્ણ માટેધારિજાત વૃક્ષ અને સુધર્મા-સભાને મોકલી આપી. તે સભા એવી દિવ્ય હતી કે તેમાં બેઠેલ: મનુષ્યોને ભૂખ-તરસ વગેરે મૃત્યુલોકના ધર્મા સ્પર્શ કરતા ન હતા. ।! પપ ॥વરુણદેવે એવા અનેક શ્વેત ઘોડા મોક્લી આપ્યા જેમનો એક-એક કાન શ્યામવર્ણનો હતો અને તે મનોવેચથી ચાલનારા હતા, ધનપતિ કુંબેરજીએ પોતાના આઠેય [નિધિઓ મોકલી આપ્યા અનેબીજા લોકપાલોએ પણ પોત-પોતાની વિભૂતિઓ ભગવાન પાસે કોક્લી આપી. ॥ પ૬ |!પરીક્ષિત બધા લોકપાલોને ભગવાન શ્રીકૃષ્શે જ તેમના અધિકારના જતન માટે શક્તિઓ અને સિદ્ધિઓ આયી હતી. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પૃથ્વી પર. અવતરીને લીલા કરવા લાગ્યા ત્યારે બધી સિદ્ધિઓ તેમણે ભગવાનના ચરણોમાં સર્માર્પિત કરી દીધી. | પ૭ ॥ ભગવાન શ્રીકૃષ્તો પોતાનાં બધાં સ્જન-સંબંધીઓને પોતાની અચિન્ત્ય મહાશક્તિ યોગમાયા દ્વારા દ્વારકામાં પહોંચાડી દીધાં. બાકી રહેલી પ્રજાની રક્ષ માટે બલરાકજીને મથુરાપુરામાં રાખ્યા અને તેમની સલ!હ લઈને તેઓ કંઠમાં કમળની માળા પહેરીને, હાથમાં કોઈ અસ-શસ્ત્ર રાખ્યા વિના નગરન! મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી ગયા, ।। ૫૮ !! કઝ ગઝઝ૦ ઈતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે* ઉત્તરાર્ધે દુર્ગનિવેશનં નામ પગ્યાશત્તમોડધ્યાયઃ || ૫૦ ॥ દસમા સ્કંધના ઉત્તસર્ધ-અંતર્ગત દુર્ગનિવેશન નામનો પચાસમો અધ્યાય સમાપ્ત.