Śrīmad Bhāgavatam

શિશુપાલના સાથી રાજાઓનો અને સુકમીનો પરાજય તથા શ્રીકૃષ્ણ રુક્મિલ્રી-વિવાહ

પ્રધુમ્નનો જન્મ અને શમ્બરાસુરનો વધ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચોપનમો અધ્યાય શિશુપાલના સાથી રાજાઓનો અને સુકમીનો પરાજય તથા શ્રીકૃષ્ણ રુક્મિલ્રી-વિવાહ કોંયુક ઉવાચ ઇતિ સર્વે સુસંરબ્ધા વાહાનારુહ્ય દંશિતાઃ | સ્વૈઃ સ્વૈર્બલૈઃ પરિક્રાન્તા અન્વીયુર્ધતકાર્મુકાઃ ॥ ૧॥ તાનાપતત આલોક્ય યાદવાનીકયૂથપાઃ । તસ્થુસ્તત્સંમુખા રાજન્વિસ્ફ્જ્ય સ્વધનૂંષિ તે || ૨॥ અશ્રપૃષ્ઠે ગજસ્કન્ધે રથોપસ્થે ચ કોવિદાઃ | મુમુચુ: શરવર્ષાણિ મેઘા* આદ્રિષ્વપો યથા ॥ ૩॥ પત્યુર્બલં શરાસારેશ્છન્નં વીક્ષ્ય સુમધ્યમા | સત્રીડચૈક્ષત્તદકકત્ર ભયવિહ્ન્‍લલોચના || ૪॥ પ્રહસ્ય ભગવાનાહ મા સ્મ ભૈર્વામલોચને 1 [વિનડક્ષ્યત્યધુનેવૈતત્‌ તાવકૈઃ શાત્રવં બલમ્‌ !૫॥। તેષાં તહિક્રમં વીરા ગદસક્રર્ષણાદયઃ | અમૃષ્યમાણા નારાચૈર્જથનુર્હયગજાન્‌ રથાન્‌ | ૬॥ પેતુઃ શિરાંસિ રથિનામશ્ચિનાં ગજિનાં ભુવિ । સકુષ્ડલકિરીટાનિ સોષ્ણ્ીષાણિ ચ કોટિશઃ || ૭॥ હસ્તા: સાસિગદેષ્વાસાઃ કરભા ઊરવોડડઘ્રયઃ । અશ્વશ્તરનાગોષ્ટ્રખરમર્ત્યશિરાંસિ ચ |૮॥ હત્યમાનબલાનીકા વૃષ્ટિભિર્જયકાડક્ષિભિઃ | રજાનો વિમુખા જગ્મુર્જરાસન્ધપુરઃસરાઃ | ૯॥ શિશુપાલં સમભ્યેત્ય હતદારમિવાતુરમ્‌ | નષ્ટત્વિષં ગતોત્સાર્હ શુષ્યદ્રદનમબ્રુવન્‌ | ૧૦॥। શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! આ પ્રમાણે કહેતા

  • સાંભળતા બધા જ રાજાઓ ક્રોધથી રાતા-પીળા થઈ શયા અને બખ્તરો પહેરીને વાહનો પર બેસીને પોત- પોતાના સૈન્ય સાથે ધનુષ્ય લઈ-લઈને ભગવાન શ્રીકૃષ્ણની પાછળ દોડયા. ।। ૧ ।। રાજન! જયારે યાદવ સેનાપતિઓએ જોયું કે, શત્રુઓની સેનાઓ અમારા ઉપર આક્રમણ કરવા આવી રહી છે ત્યારે તેમણે પણ પોત-પોતાના ધનુષ્યનો ટૅકાર કર્યો અને પાછા વળીને તેમની સામે ઊભા રહ્યા. | ર || જરાસંધની સેનાના સૈનિકો હાથી, થોડા અને રથ પર બેઠેલા હતા. તે બધા ધનુષ્ય-વિઘાના મર્મશ હતા. તેઓ યાદવો પર એ રીતે બાણવૃષ્ટિ કરવા લાગ્યા જાણે મેઘો પર્વત પર મુશળધાર વૃષ્ટિ કરી રહ્યા હોય! 1૩ || પરમ સુંદરી સુક્મિજ્નીજીએ જોયું કે, શ્રીકૃષ્ણનું સૈન્ય બાશવૃષ્ટિથી ઢંકાઈ ગયું છે ત્યારે તેમને લજ્જાસહિત ભયભીત નેત્રોથી ભગવાન શ્રીકૃષ્ણના મુખ સામે જોયું. ॥ ૪ ॥િગવાને હસીને કહ્યું - “સુંદરી! ગભરાઓ નહીં. તમારી સેના તમારા શત્રુસૈન્ઃનો હમણાં જ નાશ કરી નાખશે.’ 1૫ ॥(આ બાજુ ગદ અને સંકર્ષણ વગેરે યાદવવીરો પોતાના શત્રુઓનું પરાક્રમ વધારે સહી ન શક્યા. તેઓ પોતાનાં બાણોથી શત્રુસેનાના હાથી, ઘોડા અને રથોને છિન્ન-ભિન્ન કરવા લાગ્યા, || ૬ || તેમનાં બાલ્યોથી રથ, ધોડા, અને હાથીઓ પર બેઠેલા શત્રુસેનાના વીરોનાં કુંડળો, મુકુટો અને પાથડીઓથી શોભતાં કરોડો મસ્તકો, તલવારો, ગદા અને ધનુષ્યો સાથેના હાથ, કાંડાં, સાથળો અને પેટ કપાઈ-કપાઈને પૃથ્વી પર પડવા લાગ્યાં. આ ઉપરાંત ઘોડા, ખચ્ચર, હાથી, ઊંટ, ગધેડાં અને શૈનિકોનાં માથાં પણ કપાઈ-કપાઈને રણભૂમિમાં પડવા લાગ્યાં. || ૭-૮ ॥ છેવટે વિજયના સાધા અધિકારી યાદવો શત્રુઓની સેનાનો નાશ કરવા લાગ્યા ત્યારે જરાસંધ વગેરે બધા રાજાઓ યુદ્ધમાં પીઠ દેખાડીને ભાગી ગયા. | ૯ || ત્યાં શિશુપાલને પોતાની ભાવિ-પત્નીનું હરણ થવાથી મૃત્યુતુલ્ય પીડા થઈ. ન તો તેના હૃદયમાં ઉત્સાહ રહ્યો અને ન શરીર પર કાન્તિ. તેનું મોઢું સુકાતું હતું. તેની પાસે. જઈને જરાસંધ ખરખરો કરતાં કહેવા લાગ્યો-॥ ૧૦ ॥ ૧. મેઘાસ્તોય યથાડહિયુ ! અ૦ ૫૪] દસમો સ્કન્ધ 399 ભો ભોઃ પુરુષશાર્દૂલ દૌર્મનસ્યમિદં ત્યજ । ન પ્રિયાપ્રિયયો રાજન્‌ નિષ્ઠા દેહિષુ દેશ્યતે |! ૧૧॥ યથા દારુમયી યોપિન્ષૃત્યતે કુહકેચ્છયા । એવમીશ્વરતન્ત્રોડયમીહતે સુખદુઃખયોઃ ૧૨ શૌરેઃ સમદશાહં વૈ સંયુગાનિ પરાજિતઃ | ત્રયોવિંશતિભિઃ સૈન્યેર્જિગ્ય એકમહં પરમ્‌ | ૧૩॥। તથાપ્યહં નશોચામિ નપ્રહૃષ્યામિ કર્હિચિત્‌ । કાલેન દૈવયુક્તેન જાનન્‌ વિદ્રાવિતં જગત્‌ | ૧૪॥ અધુનાપિ વયં સર્વે વીરયૂથપયૂથપાઃ | પરાજિતાઃ ફલ્ગુતન્ત્ર્યદુભિઃ કૃષ્ણપાલિતેઃ || ૧૫॥ રિપવો જિગ્યુરધુના કાલ આત્માનુસારિણિ | તદા વયં વિજેષ્યામો યદા કાલઃ પ્રદક્ષિણઃ ।। ૧૬॥ એવંપ્રબોધિતો મિત્ૈક્ષેદ્યોડગાત્‌ સાનુગઃપુરમ્‌ । હતશેષાઃ પુનઃસ્તેડપિ યયુઃ સ્વં સ્વં પુરં નૃપાઃ ॥ ૧૭1! અકમીતુરાક્ષસોદ્વાહે કૃષ્ણદિડસહન્‌ સ્વસુઃ | પૃષ્ઠતોડન્વગમત્‌ કૃષ્ણમક્ષોહિણ્યાવૃતો બલી ।। ૧૮॥। સુક્મ્યમર્ષીસુસંરબ્ધઃશૃણ્વતાં સર્વભૂભુજામ્‌ ! પ્રતિજજ્ઞે મહાબાહુર્દશિતઃ સશરાસનઃ ॥ ૧૯! અહત્વા સમરે કૃષ્ણમપ્રત્યૂહ્ય ચ રુક્મિણીમ્‌ ! કુશ્ડિનં ન પ્રવેક્યામિ સત્યમેતદ્‌ બ્રવીમિ વઃ || ર૦॥ ઇત્યુક્ત્વા રથમાસુહ્ય સારથિ પ્રાહ સત્વરઃ । ચોદયાશ્ચાન્‌ યતઃકૃષ્ણસ્તસ્ય મે સંયુગં ભવેત્‌ ॥ ર૧।। શિશુપાલજી! તમે તો એક શ્રેષ્ઠ પુરુષ છો, હવે ચિંતાને. ત્યજી દો. કેમ કે, રાજન્‌| કોઈ પણ ઘટના હંમેશાં પોતાના મનને અનુકૂળ જ બને કે પ્રતિકૂળ જ બને એવું જીવનમાં જોવા મળતું નથી. || ૧૧ | #મ કઠપૂતળી તેના નચાવનારાના ઇશારે નાચે છે, તે જ પ્રમાણે આ જીવ પણ ભગવદઇચ્છાને આધીન રહીને સુખ-દુઃખ માટે યથાશક્તિ ચેષ્ટા કરે છે. ૧૨ 1 જુઓ, શ્રીકૃષ્થ મને તેવીસ-તેવીસ અક્ષૌહિણી સેના સાથે સત્તર વાર હરાવ્યો, મેં માત્ર એકવાર (અઢારમી વાર) તેના પર વિજય પ્રાપ્ત કર્યો. ॥ ૧૩ || તેમ છતાં આ સંબંધમાં હું ન તો ક્યારેય શોક કરું છું અને ન ક્યારેય હર્ષ; કેમ કે, હું જાણું છું કે પ્રારબ્ધ અનુસાર કાળ ભગવાન જ આ ચરાચર જગતને વશમાં રાખે છે. || ૧૪ ॥ એમાં શંકા નથી કે, આપણે બધા મોટા-મોટા વીર સેનાપતિઓના નાયક હોવા છતાં આ વખતે શ્રીકૃષ્ણ દ્વારા સુરક્ષિત એવી યાદવોની નાની-સરખી સેનાએ આપણને હરાવી દીધા. ॥૧૫ ॥ (ખા વખતે આપણા શત્રુઓનો જ વિજય થયો. કેમકે, કાળ તેમને અનુકૂળ હતો. જ્યારે કાળ આપણા માટે અનુકૂળ થશે ત્યારે આપણે પણ તેમને જીતી લઈશું.’ [૧૬ || પરીક્ષિત! જ્યારે મિત્રોએ આ પ્રમાણે સમજાવ્યો ત્યારે ચેદિરાજ શિશુપાલ પોતાના અનુયાયીઓ સાથે પોતાની રાજધાની જવા રવાના થઈ ગયો. અને તેના મિત્ર રાજાઓ પણ, જે મૃત્યુમાંથી ઊગરી ગયા હતા, પોતાના વતન જવા નીકળી ગયા. 1૧૭ ॥ સ્ક્મિન્નીજીનો મોટો ભાઈ રુકમી ભગવાન શ્રીકૃષ્ણ , સાથે બહુ દ્રેષ રાખતો હતો. તેને આ વાત બિલકુલ સહન ન થઈ કે - મારી બહેનનું શ્રીકૃષ્ણ હરણ કરી લઈ જાય અને રાક્ષસવિધિથી બળપૂર્વક તેની સાથે લગ્ન કરે. રુક્મી બળવાન તો હતો જ. તેણે એક અક્ષૌહિણી સેના સાથે લઈને શ્રીકૃષ્ણનો પીછો કર્યો. || ૧૮ | મહાબાહુ સુકમી ક્રોધથી બળી રહ્યો હતો. તેણે કવચ પહેરીને, ધનુષ્ય ધારણ કરીને બધા રાજાઓની સામે પ્રતિજ્ઞા કરી કે - 1૧૯ |! હું તમારા બધાની વચ્ચે પ્રતિજ્ઞા કરું છું કે, જો હું યુદ્ધમાં શ્રીકૃષ્ણને મારી ન શક્યો અને મારી બહેન રુક્મિણીને પાછી ન લાવી શક્યો તો મારી રાજધાની કુશ્ડિનપુરમાં પ્રવેશ નહીં કરું.’ ॥ ૨૦ ॥ પરીક્ષિત! આવું કહીને તે રથ પર બેસી ગયો અને સારથિને કલ્યું - “જ્યાં કૃષ્ણ હોય ત્યાં તુરંત મારો રથ લઈ જા. આજે મારું તેની સાથે યુદ્ધ થશે. 1૨૧ || 400 શ્રીમદભાગવત [અ૦ ૫૪ અધાહં નિશિતૈર્બાણર્ગોપાલસ્ય સુદુર્મતેઃ | નેષ્યે વીર્યમદં યેન સ્વસા મે પ્રસભં હતા | ૨૨॥ વિકત્થમાનઃ કુમતિરીશ્વરસ્યાપ્રમાણવિત્‌ | રથેનૈકેન ગોવિન્દ તિષ્ઠ તિષ્ઠેત્યથાદ્રયત્‌પ ।। ૨૩।। ધનુર્વિકૃષ્ય સુટ જઘ્ને કૃષ્ણં ત્રિભિઃ શરૈઃ । આઠ ચાત્ર ક્ષણં તિષ્ઠ યદ્નાં કુલપાંસન । ૨૪॥। કુત્રયાસિસ્વસારં મે મુષિત્યા ધ્વાડક્ષવદ્ધવિઃ હરિષ્વેડધ મદં મન્દ માયિનઃ કૂટયોધિનઃ ॥ ૨૫॥। યાવજ્ન મે હતો બાણૈઃ શવીથા મુઝ્ય દારેકામ્‌ ! સ્મયન્‌કૃષ્ણો ધનુશ્છિત્તાપડ્ભિવિચાધ રક્મિણમ્‌ ॥ ર૬॥ અષ્ભિશ્રતુરોવાહાન્‌દ્રાભ્યાં સૂતં ધ્વજં ત્રિભિઃ # સચાન્યદ્ધનુરાદાય કૃષ્ણં વિવ્યાધપગ્ચભિઃ || ૨૭ તૈસ્તાડિતઃ રારૌઘેરતુ ચિચ્છેદ ધનુરચ્યુતઃ । પુનરન્યદુપાદત્ત તદપ્યચ્છિનદવ્યયઃ* 1] ર૮।। પરિઘ પટ્ટિશં શૂલં ચર્માસી* શક્તિતોમસૈ । યદ્યદાયુધમાદત્ત” તત્સર્વ સોડચ્છિનદ્રરિઃ ॥ ૨૯॥ તતો રથાદવપ્લુત્ય ખડગપાણિર્જિયાંસયા ! ટૃષ્ણમભ્યદ્રવત્‌ ક્રુદ્ધઃ પતગ્ન ઈવ પાવકમ્‌ ૩૦॥ તસ્ય ચાપતતઃ ખડગં તિલશશ્ચર્મ ચેષુભિઃ ! છિત્તાડસિમાદદે તિગ્મંસંક્મણં હન્તુમુદયતઃ || ૩૧।! દૈષ્ટ્વા ભ્રાતૃવધોધોગં રુક્મિણી ભયવિદ્લા ! પતિત્વા પાદયોર્ભર્તુરુવાચ કરુણં સતી 1૩૨ આજે હું મારાં તીક્ટ બાણોથી તે દુર્બુદ્ધિ ગોવાળિયાના બળ- ઘરાક્રમના ચૂરેચૂરા કરી દઈશ. તેની હિંમત તો જુઓ! તે અમારી બહેનતતે બળપૂર્વક હરી ગયો.’ ।। ૨૨ ॥ પરીક્ષિત! સ્ુક્મીની બુદ્ધિ મારી ગઈ હતી. તે ભગવાનના તેજ- પ્રભાવને બિલકુલ જાણતો ન હતો. તેથી અઃ પ્રમાણે ગાંડી- થેલી વાતો કરતો રહીને તે એક જ રથ લઈને શ્રીકૃષ્ણની પાસે પહોંચી ગયો અને ઊભો રહે, ઊભો રહે’ એમ બૂમો પાડી શ્રીકૃષ્ણને લલકારવા લાગ્યો. || ૨૩ || તેશે પોતાના ધનુષ્યને બળપૂર્વક ખેંચીને ભગવાન શ્રીકૃષ્ણને ત્રણ બાણ માર્યા અને કહ્યું - “એક થણ મારી સામે ઊભો રહે! યાદવોના કુળ-ક્લંક! જેમ કાગડો હવનની સામગ્રી ચોરીને ઊડી જાય, તે જ રીતે તું મારી બહેનને ચોરીને ક્યાં ભાગી જઈ રહ્યો છે? અરે મૂર્ષ! તું મોટો માયાવી અને કપટયુદ્ધમાં નિપુણ છે. આજે હું તારું બધું અભિમાન ઉતારી નાખું છું.11૨૪-૨૫ ॥ જો, મારાં બાજ્ન તને ધરતી પર પોઢાડી દે, તેની પડેલાં જ આ છોકરીને મૂકીને નાસી જા.’ સુક્મીની વાત સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ હસવા લાગ્યા. ભગવાને તુરત જ રુક્યીનું ધનુષ્ય કાપી નાખ્યું અને તેના પર છ બાણ છોડ્યાં. | ર૬ || સાથે-સાથે ભગવાન શ્રીકૃષ્્ આઠ બાણ તેના ચાર ઘોડા ઉપર અને બે સારથિ પર છોડ્યાં અને ત્રન્ન બાણોથી તેના રઘની ધજાને કાપી નાખી. ત્યારે રુકમીએ બીજું ધનુષ્ય ઉઠાવ્યું અને ભગવાન શ્રીકૃષ્ણને પાંચ બાણ માર્યાં. | ર૭ || તે બાણ વાગતાં ભગવાને તેનું. તે ધનુષ્ય પણ કાપી નાખ્યું. રુકમીએ ત્યાર પછી એક બીજું ધનુષ્ય લીધું, પરંતુ હાથમાં લેતાં જ અવિનાશી અચ્યુતે તેને પણ કાપી નાખ્યું. | ૨૮ ॥ આ પ્રમાણે રુક્મીએ પરૌધ, પટ્ટિશ, ભાલો, ઢાલ, તલવાર, શક્તિ અને તોમર - જેટલાં અસ-શસ્તર ઉઠાવ્યાં તે બધાંને ભગવાને પ્રહાર કરતાં પહેલાં જ કાપી નાખ્યાં, | ૨૯ ॥ હવે સુક્મી કોધપૂર્વક હાયમાં તલવાર લઈને ભગવાન શ્રીકૃષ્હનો વધ કરવાની ઇચ્છાથી રથમાંથી કૂદી પડ્યો અને એ રીતે તેમની તરફ દોડ્યો, જેમ પતંશિયું અગ્નિમાં ભસ્મ થવા દોડે છે. || ૩૦ || જ્યારે ભગવાને જોયું કે સુક્મી મારા પર વાર કરવા ઇચ્છે છે ત્યારે તેમણે પોતાનાં બાણોથી તેની હાલ-તલવારના તલ-તલ જેવડા ટુકડા કરી નાખ્યા અને તેનો વધ કરવા માટે હાથમાં. તીક તલવાર ઉઠાવી. 1। ૩૧ |। જ્યારે રુક્મિણીજીએ જોયું. કે આ તો મારા ભાઈને હમણાં મારી નાખશે, ત્યારે તે. ભયર્થી વિહ્વળ થઈ પોતાના પ્રિયતમ પતિ ભગવાન શ્રીકૃષ્ટ્રના ચરણોમાં પડીને કરુક્ષ-સ્વરે બોલ્યાં- | ૩ર ॥| ૧. તિષ્ઠરતિ થ બુનન્‌ | ૨. ન્દચ્યુતઃ । ૩. થર્માકિશક્તિતોમરાન્‌ ! ૪. યદ મદાયુષ્ભાદલાત્‌ તતદચ્િનદસુતઃ ! અ૦ ૫૪] દસમો સ્કન્ધ 401 યોગેશ્વરાપ્રમેયાત્મન્‌ દેવદેવ જગત્પતે | હન્તું નાર્હસિ કલ્યાણ ભ્રાતરં મે મહાભુજ ।। ૩૩॥ શ્રંછુક ઉવાચ _ પરિત્રાસવિકમ્પિતાક્રયા શુચાવશુષ્યન્મુખરુદ્ધકણ્ઠયા । કાતર્યવિસ્ંસિતહેમમાલયા ગૃહીતપાદઃ કરુણો ન્યવર્તત | ૩૪॥ બદ્ધવા તમસાધુકારિણં સશ્મશ્રુકેશે પ્રવપન્‌ વ્યરૂપયત્‌ | તાવન્મમર્દુઃ પરસૈન્યમહ્ુતં યદુપ્રવીરા નલિની યથા ગજાઃ 1 ૩૫॥ તયા ચૈલેન કૃષ્ણાન્તિકમુપવ્રજ્ય દદંશુસ્તત્ર રુક્મિણમ્‌ | તથાભૂતં હતપ્રાયં દષ્ટ્વા સકર્ષણો વિભુઃ । વિમુચ્ચ બદ્ધ કરણો ભગવાન્‌ કૃષ્ણમબ્રવીત્‌ ॥ ૩૬॥ અસાધ્વિદં ત્વયા કૃષ્ણ કૃતમસ્મજ્જુગુપ્સિતમ્‌ | વપનં શ્મશ્રુકેશાનાં વૈરૂપ્યં સુહૃદો વધઃ || ૩૭॥ મૈવાસ્માન્‌ સાધ્વ્યસૂવેથા ભ્રાતુર્વેરૂપ્યચિન્તયા | સુખદુઃખદોનચાન્યોડસ્તિયતઃસ્વકૃતભુક્પુમાન્‌ || ૩૮॥ બન્ચુર્વધાર્હદોષોડપિ ન બન્ધોર્વધમર્હતિ । ત્યાજ્ય: સ્વેવૈવ દોપેણ હતઃ કિં હન્યતે પુનઃ ॥ ૩૯ ક્ષત્રિયાણામયં ધર્મઃ પ્રજાપતિવિનિર્મિતઃ । ભ્રાતાપિ ભ્રાતરં હન્યાદ યેન ઘોરતરસ્તતઃ || ૪૦॥ શજ્યસ્ય ભૂમેર્વિત્તસ્ય સરિયો* માતતસ્ય તેજસઃ | શ્ાનિનોકન્યસ્યવા હેતોઃશ્રીમદાન્ધાઃ ક્ષિપત્તિહિ ॥ ૪૧ “દેવતાઓના પણ આરાધ્ય દેવ! જગત્પતે! આપ યોગેશ્વર છો. આપનાસ્વરૂપને અને ઇચ્છાઓને કોઈ જાણી શકતું નથી. આપ પરમ બળવાન છો, પરંતુ કલ્યાણસ્વરૂપ પણ છો. પ્રભુ! મારા ભાઈને મારવો એ આપને માટે યોગ્ય નથી.’ ॥૩૩ ॥ ન_્રીશુકદેવજી કહે છે - રુક્મિણીજીનું એક-એક અંગ ભયથી ધ્રૂજી રહ્યું હતું. અતિશય શોકને લીધે મોઢું સુકાઈ ગયું હતું, ગળું રુધાઈ ગયું હતું. વ્યાકુળતાને લીધે તેમના કંઠમાંથી સોનાની માળા સરી પડી હતી અતે આ જ સ્થિતિમાં તેઓએ ભગવાનના ચરણ પકડી લીધા. ત્યારે પરમ દયાળુ ભગવાન તેમને ભયભીત જોઈને કરુણાથી ભીંજાઈ ગયા. તેમલ્ે સ્ક્મીને મારી નાખવાનો વિચાર છોડી દીધો. | ૩૪ || તેમ છતાં સ્ૂકમી ભગવાનનું અનિષ્ટ કરવાની ચેષાથી અટક્યો નહીં. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેને તેના જ ઉપવસ્રથી બાંધી દીધો તથા તેની દાઢી, મૂછ તથા માથાના કેશ મૂંડીને તેને કુરૂપ બનાવી દીધો. ત્યાં સુધીમાં યાદવસેનાએ - જેમ હાથી કમળના વનને છૂંદી નાખે તેમ—શત્રુની સેનાને છૂંદી નાખી. 1૩૫ ॥ પછી તે યાદવ યોદ્ધાઓ શ્રીકૃષ્ણની પાસે આવ્યા, ત્યારે જોયું કે, રુક્મી દુપટ્ટાથી બંધાયેલો લગભગ મરી ગયા જેવો પડ્યો છે. તેને જોઈને સર્વશક્તિમાન ભગવાન બલરામજીને બહુ દયા આવી અને તેમણે તેને છોડી દીધો અને શ્રીકૃષ્જને કહ્યું- | ૩૬ ॥કૃષ્ણ! તમે આ સારું ન કર્યું. આવું નિંદિત કાર્ય આપદ્દા માટે યોગ્ય નથી. આપણા સંબંધીની દાઢી-મૂછ મૂંડીને તેને કુરૂપ કરી દેવો એ તો એક પ્રકારે વધ કર્યા જેવું જ છે.’ ॥। ૩૭ ॥ ત્યારબાદ બલરામજીએ સક્મિણીને સંબોધીને કહ્યું - “સાધ્વી! તમારા ભાઈનું રૂપ વિકૃત કરી દેવામાં આવ્યું છે, આવું વિચારીને અમારા પર ખોટું લગાડશો નહીં. કારણ કે, જીવને સુખ-દુઃખ આપનાર બીજું કોઈ નથી. તેને તો પોતાનાં જ કર્મોનાં ફળ ભોગવવાં’ પડે છે.’ ॥ ૩૮ ॥ઉવે શ્રીકૃષ્ણને કહ્યું — ‘કૃષ્ણ! જો આપણો સગો-સંબંધી વધ કરવા યોગ્ય અપરાધ કરે તો પણ તેને આપણા દ્વારા મારી નાખવો યોગ્ય નથી. તેને છોડી દેવો જોઈએ. તે તો પોતાના અપરાધથી જ મરાઈ ચૂક્યો છે, મરેલાને ફરી શું મારવો?’ !। ૩૯ || પછી સુક્મિણીજીને કહ્યું— “સાધ્વી! બ્રહ્માજીએ ક્ષત્રિયોનો ધર્મ એવો બનાવ્યો છે, કે સગો ભાઈ પણ પોતાના ભાઈને મારી નાંખે છે, તેથી આ ક્ષાત્રધર્મ અત્યંત ભયંકર છે.’ ॥ ૪૦ ॥ ત્યાર પછી શ્રીકૃષ્ણને કહ્યું - “ભાઈ કૃષ્ણ! એ બરાબર છે કે જે લોકો સંપત્તિના મદમાં આંધળા બની ગયા છે અને અભિમાની છે, તેઓ રાજ્ય, પૃથ્વી, પૈસા, સ્ત્રી, માન, પરાક્રમ અથવા કોઈ પણ કારણે પોતાના બંધુઓનો પણ તિરસ્કાર કર્યા કરે છે.’ ॥ ૪૧ ॥ ૧. બાદરાયશ્રિર્વાચ । ૨. શ્રિયો । 4૯2 શ્રીમદભાગવત [અ૦૫૪ તવેયં વિધમા બુદ્ધિઃ સર્વભૂતેષુ દુર્દદામ્‌ ! યન્મન્યસે સદાડભદ્રં સુહદાં ભદ્રમજ્ષવત્‌ | ૪૨ ॥ આત્મયોહો નૃણામેષ કલ્પ્યતે દેવમાયયા ! સુહૃદ દુર્દદુદાસીન ઇતિ દેહાત્મમાનિતામ્‌ | ૪૩॥। એકએવપરો હ્યાત્મા સર્વેષામપિ દેહિનામ્‌ । નાનેવ ગૃહ્યાતે મૂહેર્યથા જ્યોતિર્યથા નભઃ | ૪૪! દેહ આધત્તવાનેષ દ્રવ્યપ્રાણગુણાત્મકઃ । આત્મન્યવિધયા ક્લુમઃ સંસારયતિ દેહિનમ્‌ | ૪૫ નાત્મનોડન્યેન સંથોગો વિયોગશ્ચાસતઃ સતિ | તદ્રેતુત્વાત્તત્્રસિહેરટગ્રૂપાભ્યાં યથા રવેઃ [| ૪૬॥॥ જન્માદયસ્તુદેહસ્ય વિક્રિયા નાત્મનઃ ક્વચિત્‌ | કલાનામિવ નૈવેન્દોર્મૃતિર્લસ્ય કુહૂરિવ || ૪૭; યથા શયાન આત્માનં વિષયાન્‌ ફલમેવ ચ | અનુભુડક્તેડપ્વસત્યર્થેતઘાડડપ્નોત્યબુધો ભવમ્‌ | ૪૮॥ તસ્માદજ્ઞાનજં શોકમાત્મશોષવિમોહનમ્‌ ? તત્ત્વશાનેન નિર્હૃત્ય સ્વસ્થા ભવ શુચિસ્મિતે | ૪૯।! કીંડુક ઉજ એવં ભગવતા તત્વી રામેળ્ન પ્રતિબોધિતા | વૈમનસ્યં પરિત્યજ્ય મનો બુદ્યા સમાદધે ।। ૫૦| પ્રાણાવશેષ ઉત્સૃષ્ટો ઢિડ્ભિર્હતબલપ્રભઃ સ્મરત્‌ વિરૂપકરણ્રં વિતથાત્મમનોરથઃ || ૫૧1! હવે તેઓ સક્મિશીજીને કહેવા લાગ્યા - સાધ્વી! તમારા ભાઈ-બંધુઓ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે દુર્ભાવ રાખે છે. અપે તેમના કલ્યાણ માટે જ તેમને યોગ્ય દંડ આખો છે, તેને. તમે અજ્ઞાનીઓની જેમ અમંગલ માની રહ્યાં છો, આ તમારી બુદ્ધિની વિષમતા છે. ॥ ૪૨ ॥ દેવી! જે લોકો ભગવાનની માયાથી મોહિત થઈને શરીરને જ આત્મા માની લે છે, તેમને. જ આવો આત્મમોઠ થા છે કે આ મિત્ર છે, આ શત્રુ છે અને આ નિષ્પક્ષ છે. | ૪૩ | સમસ્ત દેઠધારીઓનો આત્મા એક જ છે અને કાર્ય-કારજથી, માયાથી તેનો કોઈ સંબંધ નથી. જલ, અને ઘડા વગેરેમાં ઉપાષિભેદથી જેમ સૂર્ય, ચન્દ્રમા વગેરે. પ્રકાશિત પદાર્યો અને આકાશ અલગ-અલગ દેખાય છે; પરંતુ છેએકજ,,તે જ પ્રમાલ્લે અજ્ઞાની લોકો શરીરના ભેદથી આત્માનો ભેદમાને છે. 1 ૪૪ ॥આ શરીર આદિ-અંતવાળું છે. પંચભૂત, પંચગ્રાજ, તન્માત્રા અને ત્રિગુણ જ આનું સ્વરૂપ છે. આત્પામાં તેના અજ્ઞાનથી જ આની કલ્પના કરવામાં આવી છે [અને તે કલ્ધિત શરીરમાં હું અને મારાપણું જ તેને જન્મ-મૃત્યુના ચકરાવામાં લઈજાય છે. ।। ૪૫ |્ોાધ્વી! નેત્ર અને રૂપ બન્ને સૂર્ય દ્વારા પ્રકાશિત થાય છે. સૂર્ય જ તેમનું કારણ છે. તેથી સૂર્યની સાથેનેત્ર અને રૂપનો ત તો ક્યારેય વિયોગ થાયછે કે ન સંયોગ. આ જ પ્રમાણે સમસ્ત સંસારની સત્તા આત્મસત્તાને કારણે જજ્નાય છે, સમસ્ત સંસારનો પ્રકાશક આત્મા જ છે. પછી આત્માની સાથે બીજા અસત પદાર્થોનો સંયોગ અધવા વિયોગ થઈ જ કેવી રીતે શકે? 1 ૪૬//જન્મ લેવો, રહેવું, વધવું, બદલાવું, ઘટવું અને મરી જવું આ બધા વિકારો શરીરના જ છે, આત્માના નથી. જેમ કૃષ્ણપક્ષમાં કલાઓનો જ ક્ષય થાય છે, સન્‍્દ્રમાનો નહીં, પરંતુ અમાસના દિવસે વ્યવહારમાં લોકો ચન્દ્રમાનોક્ષય કહેતા - સાંભળતા હોય છે. તે જ મમાણે જન્મ- મૃત્યુ વગેરે બધા વિકારો શરીરન્દ જ હોય છે, પરંતુ લોકો તેને. ભ્રમવશ પોતાના — પોતાના આત્માના માની લે છે. || ૪૭ ॥ જેમ સૂતેલો પુરુષ (કેઈ પદાર્થ ન હોવા છતાં) સ્વપ્નમાં ભોક્તા, ભોગ્ય અને ભોગરૂપ ફળનો અનુભવ કરે છે, તે જ પ્રમાણે અજ્ઞાનીલોકો મિથ્યઃ સંસાર-ચક્રતો અનુભવ કરે છે. || ૪૮ |! તૈથી સાષ્વી| અજ્ઞાનના કારણે થવાવાળા આ શોકને ત્યજી દો. આ શોકઅંત:કરણને શોષી લે છે, તેને મોહિત કરી ઠે છે. તેથી આનેછોડીનેતમે પૌતાનાસ્વરૂપમાં સ્થિત થઈ જાઓ. 1 ૪૯ |/ શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! જ્યારે બલરામજીએ આ પ્રમાણે સમજાવ્યાં, ત્યારે સુંદર અંગવાળાં રુક્મિણીજીએ પોતાના મનના શોકને દર કરી વિવેક-બુદ્ધિથી મનનું સમાધાન કર્યું. 1 ૫૦ ॥ રુક્થીની સેના અને તેના પરાક્રમનો નાશ થઈ ચૂક્યો હતો. માત્ર પ્રાણ જ બચ્યા હતા. તેના ચિત્તન બધાં જ આશા-અરમાનો વ્યર્થ થઈ ચૂક્યાં હતાં અને શત્રુઓએ અ૦૫૪] દસમો સ્કન્ધ_ 403 ચક્રે ભોજકટં નામ નિવાસાય મહત્‌ પુરમ્‌ | અહત્વા દુર્મતિં કૃષ્ણમપ્રત્યૂહ્ય યવીયસીમ્‌ | કુક્ડિનં ન પ્રવેક્યામીત્યુક્ત્વા તત્રાવસદ્‌ રુષા || પર ॥। ભગવાન્‌ ભીષ્મકસુતામેવં નિર્જિત્ય ભૂમિપાન્‌ | પુરમાનીય વિધિવદુપયેમે કુરૂદ્રહ | ૫૩॥। તદા મહોત્સવો નૃણાં’ યદુપુર્યા ગૃહે ગૃહે | અભૂદનન્યભાવાનાં કૃષ્ણે યદુપતો નૃપ || ૫૪।। નરા નાર્યશ્ચ મુદિતાઃ પ્રમૃષ્ટમણિકુણ્ડલાઃ । પારિબર્હમુપાજહુર્વર્યોશ્ચિત્રવાસસોઃ ॥૫૫॥ સા વૃષ્ષિપુર્યુત્તભિતેન્દ્રકેતુભિ- ર્વિચિત્રમાલ્યામ્બરરત્નતોરશૈઃ |! બભૌ પ્રતિદ્રાર્યુપક્લ્મક્લે- રાપૂર્ણકુમ્ભાગુરુધૂપદીપકૈઃ ॥૫૬॥ સિક્તમાર્ગા મદચ્યુદ્ધિરાહૂતપ્રેષ્ઠભૂભુજામ્‌ ગજૈર્્ાસ્સુ પરામૃષ્ટરમ્ભાપૂગોપશોભિતા | ૫૭॥ કુરુસુગ્જયકૈકેયવિદર્ભયદુકુન્તયઃ 1 મિથો મુમુદિરે તસ્મિન્‌ સમ્બ્રમાત્‌ પરિધાવતામ્‌ ॥ ૫૮! રક્મિણ્યા હરણં શ્રુત્વા ગીયમાનં તતસ્તતઃ |! રાજાનો રાજકન્યાશ્ચ બભૂવુર્ભશવિસ્મિતાઃ || ૫૯॥ હ્ારકાયામભૂદ્‌ રાજન્‌ મહામોદઃ પુરૌકસામ્‌ । સક્મિણ્યા રમયોપેતં દષ્ટ્વા કૃષ્ણં શ્રિયઃપતિમ્‌ || ૬૦ અપમાનિત કરીને તેને છોડી દીધો હતો. તે પોતાને કુરૂપ કરી દીધો હોવાથી દુઃખદ સ્થિતિ ભૂલી શકતો ન હતો. ।। ૫૧ ॥તેથી તેણે પોતાને રહેવા માટે ભોજક્ટ નામની એક બહુ મોટી નગરી વસાવી. તેણે પહેલેથી એવી ક્ોધપૂર્વક પ્રતિજ્ઞા કરી હતી કે, “દુર્બુદ્ધિકૃષ્લને માર્યા વિના અને પોતાની બહેનને પાછી લાવ્યા વિના હું કુશ્ડિનપુરમાં પ્રવેશ નહીં કરું,’ તેથી તે ત્યાં જ રહ્યો. ૫ર ॥ પરીક્ષિત! ભગવાન કૃષ્ણે આ પ્રમાણે બધા રાજાઓને જીતી લીધા અને વિદર્ભરાજકુમારી રુક્મિણીજીને દ્વારકા લાવીને તેમનું વિધિપૂર્વક પાક્ષિગ્રહણ કર્યું. | ૫૩ || હે રાજન્‌! તે સમયે દ્વારકાપુરીમાં ઘેર-ઘેર ઉત્સવ થવા લાગ્યો. કેમ ન થાય, ત્યાંના બધા લોકોનો યદુપતિ શ્રીકૃષ્ણમાં અનન્ય પ્રેમ હતો. ॥ ૫૪ ॥ ત્યાંનાં બધાં સ્રી-પુરુષોએ ઉજ્જ્વળ મ્વિજડિત કુંડળો અને જાત-જાતનાં સુંદર વસતો પહેર્યા હતાં અને આનંદપૂર્વક વર-વધૂ શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીને જુદી જુદી ભેટો આપતાં હતાં. | પપ | તે સમયે દ્વારકાપુરીની શોભા પણ અપૂર્વ હતી. ક્યાંક મોટી-મોટી ધજાઓ ઊંચે સ્વર્ગને સ્પર્શતી હતી. ચિત્ર-વિચિત્ર માળાઓનાં, વસ્ત્રોનાં અને રત્નોનાં તોરજ્ઞો મંગળવૃદ્ધિ કરી રહ્યાં હતાં. પ્રડ્ષેક દરવાજે મંગળ કળશો નિત્ય-મંગલની સાક્ષી પુરતા હતા. જળથી ભરેલા કળશ તથા અગરના ધુપ-દીપનાં દર્શન થતાં હતાં. જાણે આજે નગરી ઉલ્લાસમય બની હોય એમ લાગતું હતું. || ૫૬ !! મિત્ર ણજાઓ ભગવાનના લગ્નમાં પધાર્યા હતા. હાથીઓના મદોથી માર્ગો સુગન્યિત હતા. દ્રારે-દ્વારે કેળના સ્તંભો, રાજમાર્ગોની બન્ને હરોળમાં સોપારીનાં વૃક્ષો શોભી રહ્યાં હતાં. |! ૫૭ ॥ કુરુ, સુંજય, કેકય, વિદર્ભ, યદુ, કુન્તિદેશના રાજાઓ પરસ્પરના વેર-ઝેર વિસરી દ્વારકા પધારી આનંદમાં * અભિવૃદ્ધિ કરતા હતા, || ૫૮ !|જ્યાં ત્યાં રક્મિણી-હરણની જ ગાથા ગવાતી હતી. તે સાંભળીને અન્ય દેશોના રાજાઓ અને ચજકન્યાઓ અત્યંત વિસ્મિત થઈ ગયાં હતાં. || ૫૯ || મહારાજ! ભગવતી લક્ષ્મીજીને રુક્મિણીના રૂપમાં સાક્ષાત્‌ લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણની સાથે જોઈને દ્વારકાવાસી સ્્રી- પુરુષોને પરમ-આનંદ થયો. || ૬૦ || તરત ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ૨ ઉત્તરાર્ધ રુકિમષ્યુદ્વાહે ચતુઃપગ્ચાશત્તમોડધ્યાયઃ | પ૪ || દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત રુકિમણીના વિવાહમાંનો ચોપનમો અધ્યાય સમાપ્ત.