Śrīmad Bhāgavatam

શ્રીકૃષ્ણ-રુક્મિણી-સંવાદ

ભગવાનનાં સંતાનોનું વર્ણન તથા અનિરુદ્ધના વિવાહમાં રુકમીનું માર્યુ જવું. કીંજુક ઉર એકૈકશસ્તાઃ કૃષ્ણસ્ય પુત્રાન્‌ દશ દશાબલાઃ | અજીજનશ્રનવમાન્પિતુઃ સર્વાત
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અધ્યાય શ્રીકૃષ્ણ-રુક્મિણી-સંવાદ કુક ઉશચર કર્તિચિત્‌ સુખમાસીનં સ્વતલ્પસ્થં જગદગુરુમ્‌ । પતિં પર્યચરદૂ ભૈષ્મી વ્યજનેન સખીજનેઃ ॥ ૧॥ ચસ્ત્વેતલ્લીલયા વિશ્વં સૃજત્યત્ત્યવતતીશ્વરઃ । સ હિ જાતઃ સ્વસેતૂનાં ગોપીથાય યદુષ્વજઃ ॥ ૨॥ તસ્મિશ્ન્તર્ગુહે ભ્રાજન્મુક્તાદામવિલમ્બિના । વિરાજિતે વિતાનેન દીધયૈર્મણિમવૈરપિ ॥ ૩॥ મલ્લિકાદામભિઃ* જાલરન્ાપ્રવિરૈથ પુખૈટ્દિરિફકુલનાદિતેઃ । ગોભિશ્ચન્દ્રમસોડમલૈઃ* ॥૪॥ પારિજાતવનામોદવાયુનોઘાનશાલિના 1 ધૂધેરગુરકૈ રાજન્‌ જાલરન્ક્રવિનિર્ગતેઃ ॥ ૫॥ પય#્ેનનિભે શુભ્રે પર્યકરે કશિપૂત્તમે | ઉપતસ્મે સુખાસીનં જગતામીશ્વરં પતિમ્‌ ।૬॥ વાલવ્યજનમાદાય રત્નદણ્ડ સખીકરાત્‌ | તેન વીજયતી દેવી ઉપાસાગ્યક્ર ઈશ્વરમ્‌ ॥૭॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! એક દિવસ સમસ્ત જગતના પરમપિતા અને શાનદાતા ભગવાન શ્રીકૃષ્ણ અક્મિણીજીના પલંગ પર આરામથી બેઠા હતા. ભીષ્મકનંદિની શ્રીસુક્મિણીજી સખીઓની સાથે પતિદેવ શ્રીકૃષ્ણની સેવા કરી રહ્યાં હતાં, તેમને ચામર ઢોળી રહ્યાં હતાં. ।૧ || પરીક્ષિત! જે સર્વશક્તિમાન ભગવાન ક્રીડામાત્રથી જ આ જગતની રચના, રક્ષા અને પ્રલય કરે છે - તે જ અજન્મા પ્રભુ પોતાની બનાવેલી ધર્મ-મર્યાદાઓની રક્ષા કરવા માટે યાદવકુળમાં અવતરેલા છે. ।। ૨ ॥રુક્મિણીજીનો મહેલ અતિ સુંદર હતો. તેમાં ઉજ્જ્વળ મોતીઓની માળાઓ લટકાવેલા ચંદરવા તથા મણિમય દીવડાઓ ઝગમગી રહ્યા હતા. |૩ | માલતીના પુષ્યોની સેરોથી ચારે તરફની દીવાલો સજાવી હતી. તે સુગન્થિત પુષ્પો પર ભમરાઓનાં વૃંદ ગુંજાર કરી રહ્યાં હતાં. સુંદર-સુંદર જરૂખાની જાળીઓનાં છિદ્રોમાંથી ચન્દ્રનાં શુભ્ર કિરણો મહેલની અંદર પ્રસરી રહ્યાં હતાં. ॥ ૪ || બગીચાનાં પારિજાત વૃક્ષોનો સુગન્ધિત, શીતળ અને મન્દ વાયુ મન પ્રસન્ન કરી રહ્યો હતો. જાળીઓનાં છિદ્રોમાંથી અગરનો ધૂપ બહાર નીકળી રહ્યો હતો. | પ ।। આવા સુંદર મહેલમાં દૂધના ફીણ જેવા કોમળ અને ઉજ્જ્વળ બિછાનાથી યુક્ત સુંદર પલંગ પર ભગવાન શ્રીકૃષ્ બહુ જ આનંદથી બિરાજેલા હતા અને સુક્મિણીજી ત્રિલોકનાથને પતિરૂપે પ્રાપ્ત કરીને તેમની સેવા કરી રહ્યાં હતાં. ॥ ૬ |! રુક્મિણીજીએ પોતાની સખીના હાથમાંથી રત્નોની દાંડીવાળું ચામર લઈ લીધું અને સુંદર અંગોવાળાં લક્મીરૂપ દેવી રક્મિણીજી તે ચામર ઢોળીને ભગવાનની સેવા કરવા લાગ્યાં. ૭ | ૧. કશમસ્કને પારિજાતહરકં નરકવષ એકોનપ્ટિતમોડધ્યાયઃ ! ૨. બાદરામણિરુવાચ । ૩. ત્દામભિર્યરે, । ૪. ત્ડસ્ક્ઃ | 439 શ્રીમદભાગવત [૦૬૦ સોપાચ્યુતં૧ ક્વણયતી મણિનૂપુરાભ્યાં રેજેડડગુલીયવલ્યવ્યજનાગ્રહસ્તા । વસાન્તગૂઢકુચકુડકુમશોણહાર- ભાસા નિતમ્બધૃતયા ચ પરાર્થ્યકાગ્યા ॥| ૮।! તાં રૂપિણી શ્રિયમનન્યગતિં નિરીકષ્ય યા લીલયા યૃતતનોરનુરૂપરૂપા | સ્મયસ્લકકુછ્ડલનિષ્કકણઠ- વક્તોલ્લસત્સ્મિતસુધાં હરિરાબભાષે | ૯॥ પ્રીતઃ કવગવનુવાર, રાજપુત્રીપ્સિતા ભૂધેર્લોકપાલવિભૂતિભિઃ । બહાનુભાવૈઃ શ્રીમદ્ી રૂપૌદાર્યબલોર્જિતૈઃ |! ૧૦॥ તાન્‌પ્રાસસાનર્થિનો હિત્વા ચૈદ્યાદીન્‌ સ્મરદુર્મદાન્‌ । કત્તા ભ્રાત્રા સ્વપિત્રા ચ કસ્માશ્ઞો વવૃષેડસમાન્‌ || ૧૧| શજભ્યો બિભ્યતઃ સુભ્રૂઃ સમુદ્ર શરણં ગતાન્‌ । બલવતિઃ કૃતફરેષાન્‌ પ્રાયસ્ત્યક્તતૃપાસનાન્‌ || ૨૨! અસ્પષ્ટવર્ત્મમાં પુંસામલોકપથમીયુષામ્‌ | આસ્થિતાઃ પદવી સુભ્રૂઃ પ્રાયઃ સીદત્તિ યોષિતઃ ॥ ૧૩] નિષ્ઠિગ્યના વયં શશ્ચક્ષિષ્કિગ્યનજનપ્રિયાઃ | તસ્માત પ્રે ન હ્યાહ્યા માં ભજન્તિ લુમધ્યમે ॥ ૧૪! થયોરાત્મસમં વિત્ત જન્મૈશ્ચર્યાકૃતિર્ભવઃ | તયોર્વિવાહો મૈત્રી ચ નોત્તમાધમયોઃ ક્વચિત્‌ ॥ ૧૫॥ તેમના કરકમળના અગ્રભાગમાં માશિજડિત વીટીઓ, કંકણ તથા હાયમાં ચામરશોભી રહ્યું હતું. ચરણોમાં મશઞિજડિત ઝાંઝર. ઝશ્કાર કર રહ્યાં હતાં. સાર્ડીના પાલવમાં છુચાયેલા વકઃસ્થળ, પરના કેસરની લાહિમાથી તેમનો હાર પણ લાલ-લાલ જણાતો હતો અને ચમકી ર્રો હતો. નિતમ્બ-ભાગમાં બહુમૂલ્ય મેખલાર્ન સેરો લટકો રહી હતી. આ પ્રમાણે તેઓ ભગવાન પાસે બેસીને તેમની સેવામાં પરોવાયેલાં હતાં. 1૮ ॥ સકેમિણીજીના વાંકડિયા વાળની લટો, કાનનાં કુંડળો અને ગળામાં પહેરેલો સોનાનો હાર વગેરે અત્યંત વિલક્ષણ જજ્રાતાં હતાં, તેમના મુબકમળ પર હાસ્યની અમૃતવર્ષા થઈ રહી હતી. આ રક્મિણીજી અલૌકિક લઃવલ્ય ધરાવતા સ્વયં લક્મીજી જ તતો છે. તેમણે જ્યારે જોયુ કે ભગવાને લીલાપૂર્વક મનુષ્ય જેવું શરીર ધારણ કર્યું છે ત્યારે તેમણે પણ તેમને અનુરૂપ શરીર ધારણ કરીલીધું.ભગવાન. ર આજોઈનેબહુપ્રસન્ન થયા કૅ સુક્મિણીજી મારે પરાયણ છે, મારામાં તેમનો અનન્ય પ્રેમ છે, ત્યારે તેમણે બહ પ્રેમપૂર્વક હસીને તેમને કયું. ॥ ૯ ॥| ભગવાન મકૂ કહ્યું - રાજકુમારી! મોટા-મોટા રાજાઓ કે,જેમની પાસે લોકપાલો જેવું એશ્ચર્ય અને સંપત્તિ છે, જે મોટાપ્રભાવશાળી અને સર્વશ્રેષ્ઠ છે, તથા રૂપ, ઉદારતા તયા ળમાં પજ્ બધાથી મોખરે છે, તે તમારી સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા. || ૧૦ ॥એટલું જ નહીં, તમારા પિતા અને ભાઈ પણ તેમની સાથે તમારો વિવાહ કરવા ચાહતા હતા. ત્યાં સધી કે તેમળે તમારું સગપણ પણ કરી દીધું હતું. શિશુપાલ વગેર મોટા-મોટા વીર રાજાઓ, જે કામથી મદોન્મત્ત થઈને તમારા યાચક બની ગયા હતા, તેમને તમે છોડી દીધા અને મારા જેવા શ્રક્તિને, જે કોઈ રીતે તમારે યોચ્વ નથી તેનો તમારા પતિ. તરીકે સ્વીકાર કેમ કર્યો? ॥ ૧૧ ॥ સુંદરી! જુઓ, અમે તો. જરાસંધ જેવ રાજાઓન; ભયથી સમુદ્રના શરણમાં આવી વર્યા છીએ. મોટા-મોટા બળવાન રાજાઓએ અમારી સાથે વેરબાંધી ચખ્યું છે અને પ્રાયઃ રાજ્યર્સિહાસનના અધિકારથી પણ અમે વંચિત જ છીએ. ॥ ૧૨ ॥સુંદર અંગવાળાં રાજકુમારી! અમે કયા માર્ગના અનુયાયી છીએ, અમારો માર્ગ કયો છે, એ પણ લોકોને સારી પેઠે ખબર નથી. અમે લોકો લૌકિક વ્યવડારનું ૫9 સારી રીતે પાલન કરતા નથી, વિન કે પ્રાર્થના દ્વારા સ્ત્રીઓને રીઝવતા પણ નથી. જે સ્ત્રીઓ અમારા જેવા પુરુષોનું અનુસરપ્ષ કરે છે, તેમને ઘણું કરીને દુઃખ જ ભોગવવું પડે છે. ॥૧૩ | હે સુંદરી! અમે તો સદાને માટે અકિંચન છીએ. ન તો અમારી પાસે હમણાં કચું છે અને ત રહેશે. એવા જ અકિંચન લોકો સાથે અમે પ્રેમ પણ કરીએ છીએ અને તે લોકો પણ અમારીસાયે પ્રેમ કરે છે.એ જ કારણ છે કે પોતાને ધનવાન સમજનારા લોકો પ્રાયઃ અમારી સાથે પ્રેષ કરતા નથી, અષારી સેવ! કરતા નથી. [૧૪ |] જેમની સંપત્તિ, કુળ, એશ્ચર્ય, સૌન્દર્ય અને આવક સમાન હોય - તેમની જ સાથે વિવાહ અને મિત્રતાનો સંબંધ કરવો જોઈએ. જે પોતાનાથી શ્રેષ્ઠ અથવા અધમ હોય, તેમની સાથે ન કરવો જોઈએ, (| ૧૫ |! ૧. સાખ્યુત | અ૦ ૬૦] દસમો સ્કન્ધ 431 વૈદર્ભ્યતદવિજ્ઞાય ત્વયાડદીર્થસમીક્ષયા | વૃતા વયં ગુૈહીના ભિક્ષુભિઃ શ્લાઘિતા મુધા ॥ ૧૬॥ અથાત્મનોડનુરૂપં વૈ ભજસ્વ ક્ષત્રિયર્ષભમ્‌ । યેન ત્વમાશિષઃ સત્યા ઇહામુત્ર ચ લપ્સ્યસે | ૧૭॥। ચૈદ્યશાલ્વજરાસન્ધદન્તવક્ત્રાદઘો નૃપાઃ | મમ હ્વિષન્તિ વામોરુ રુકમી ચાપિ તવાગ્રજઃ । ૧૮॥ તેષાં વીર્યમદાન્ધાનાં દૅસ્તાનાં સ્મયનુત્તયે | આનીતાસિ મયા ભદ્રે તેજોડપહરતાડસતામ્‌ || ૧૯॥ ઉદાસીના વયં નૂનં ન સ્ત્યપત્યાર્થકામુકાઃ | આત્મલબ્યાફડસ્મહે પૂર્ણા ગેહયોજ્યોતિરક્રિયાઃ | ર૦॥ કઇુકઉવા’ એતાવદુક્ત્વા ભગવાનાત્માનં વલ્લભામિવ | મન્યમાનામવિશ્લેષાત્‌ તદ્ષઘ્ત ઉપારમત્‌ | ૨૧॥ ઇતિ ત્રિલોકેશપતેસ્તદાડડત્મનઃ પ્રિયસ્ય દેવ્યશ્રુતપૂર્વમપ્રિયમ્‌ | આશ્રુત્ત ભીતા હંદિ જાતવેપથુ- શ્રિન્તાં દુરન્તાં રદતી જગામ હ |રર॥ પદા સુજાતેન નખારુણશ્રિયા ભુવં લિખતન્ત્યશ્રુભિરગ્જનાસિતૈઃ । આસિગ્યતી કુઠકુમરુષિતો સ્તતો તસ્થાવધોમુખ્યતિદુઃખરુદ્રવાક્‌ ર૩ તસ્યાઃ સુદુઃખભયશોકવિનષ્ટબુદ્ધે- ર્હસ્તાચ્છલયદ્રલયતો વ્યજનં પપાત |! વિદર્ભરાજકુમારી! તમે તમારા ટૂંકા વિચારને લીધે આ બાબતનો વિચાર ન કર્યો અને જાણ્યા વિના ભિખારીઓ પાસેથી મારી ખોટી પ્રશંસા સાંભળીને ગુજ્નરહિત એવા મને પસંદ કરી લીધો. 1૧૬ || હજી પણ કાંઈ બગડી ગયું નથી. તમે તમારે યોગ્ય કોઈ શ્રેષ્ઠ ક્ષત્રિયને પસંદ કરી લો. જેના દ્વારા તમારી આ લોક અને પરલોકની તમામ આશા-અભિલાષાઓ પૂરી થઈ શકે. ૧૭ || સુંદરી! તમે જાલ્રો જ છો કે શિશુપાલ, શાલ્વ, જરાસંધ, દંતવક્ત્ર વગેરે રાજાઓ અને તમારો મોટો ભાઈ સ્ક્મી હજી મારી સાથે દ્વેષ કરે છે. || ૧૮ || કલ્યાણી! તે બધા બળ-પરાક્રમના ગર્વથી આંધળા બની રહ્યા હતા. પોતાની સામે બીજાઓને તુચ્છ ગણતા હતા, તે દુષ્ટોનો ગર્વ ઉતારવા માટે જ મેં તમારું હરણ કર્યું હતું. અન્ય કોઈ કારણ ન હતું. | ૧૯ || ખરેખર અમે ઉદાસીન છીએ. અમે સ્રી- પુત્રો અને ધનના લોભી નથી. નિષ્ક્રિય અને દેહ-ઘરથી સંબંધરહિત દીપશિખાની જેમ અક્રિય અને સાક્ષીમાત્ર છીએ. અમે પોતાના આત્માના સાક્ષાત્કારથી જ પૂર્ણકામ છીએ, કૃતકૃત્ય છીએ. || ૨૦ ॥ શ્રીશુકદેવજી ક્હે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ઠા ક્ષણ માટે પણ સુક્મિણીથી દૂર ઘતા ન હતા, એથી સ્ક્મિણીને એવું અભિમાન આવી ગયું હતું કે, ‘હું તમને. સર્વાધિક પ્રિય છું.’ આવું માની રહેલા રુક્મિણીના ગર્વનો નાશ કરવા માટે જ આટલું બોલીને ભગવાન મૌન થઈ ગયા. 1૨૧ || પરીક્ષિત! જ્યારે રુક્મિણીજીએ પોતાના પરમ પ્રિયતમ પતિ ત્રિલોકેશ્વર ભગવાનની આવી આપ્રિય વાણી સાંભળી (જે પહેલાં ક્યારેય સાંભળી ન હતી) ત્યારે’ તેઓ અત્યંત ભયભીત થઈ ગયાં, તેમનું હૃદય કંપવા લાગ્યું. તેઓ રડતાં-રડતાં અપાર ચિંતામાં પડી ગયાં. | ૨ર || (રરિક્તવર્ણા નખની કાન્તિથી દીપતો કોમળ ચરણનખથી ધરણ્ીને ખોતરતાં, અંજન આંજેલાં નયનોમાંથી કાજળમિશ્રિત શ્યામ અશ્રુઓ વડે કેસર-કંકુથી અલંકૃત કરેલા વક્ષઃસ્થળને ભીંજવતાં, મોઢું નીચે લટકાવીને અત્યંત વ્યાકુળ થઈ મૌન થઈ ગયાં. || ૨૩ 1 અત્યંત વ્યથા, ભય અને શોકને કારણે તેમની વિચારશક્તિ લુપ્ત થઈ ગઈ. વિયોગની સંભાવનાથી તેમની કાયા એકાએક સુકાઈ જતાં તેમના હાથનાં કંક્ણો સરી પડ્યાં. હાથનું ચામર પડી ગયું, બુદ્ધિ વ્યાકુળ થઈ જવાને કારણે રુકિમિણીજી અચેત્‌ થઈ ગયાં, કેશ વિખેરાઈ ૧, બાદરાયજ્િસ્વાય ! 32 શ્રીમદભાગવત, [અ૦ ૬૦ દેહશ્ચ વિક્લવધિયઃ સહસૈવ મુહ્યન્‌ રમ્ભેવ વાયુવિહતા પ્રવિકીર્ય કેશાન્‌ ॥ ર૪॥ તદ્‌દષ્ટ્વા ભગવાન્‌ કૃષ્ણઃ પ્રિયાયાઃ પ્રેમબન્ધનમ્‌ | હાસ્યપ્રૌહિમજાનન્ત્યાઃ કરણઃ સોડન્વકમ્પત ॥ ર૫॥ પર્યક્રાદવરુહ્યાશુ તામુત્થાપ્ય ચતુર્ભુજઃ | કેશાન્‌ સમુહ્મ તહકત્રં પ્રામૃજત્‌ પહ્રાપાણિના | ર ૬॥ પ્રમૃજ્યાશ્ચુકલે નેત્રે સ્તનો ચોપહતૌ શુચા | આશ્લિષ્ય બાહુના રાજન્નનન્યવિષયાં સતીમ્‌ । ૨૭॥ સાન્ત્વયામાસ સાન્ત્વશઃ કૃપયા કૃપણાં પ્રભુઃ ! હાસ્યપ્રૌટિભ્રમચ્ચિત્તામતદર્હાપ સતાં ગતિઃ | ર૮॥ દ્ાભગવાનુવાર મા મા વૈદર્ભ્યસૂયેથા જાને ત્વાં મત્પરાયણામ્‌ | ત્વદ્ચઃ શ્રોતુકામેન ક્વેલ્યાકક્ચરિતમદ્રને | ર૯॥ મુખં ચ પ્રેમસંરમ્ભસ્ફુરિતાધરમીક્ષિતુમ્‌ | કટાક્ષેપારુણ્ાપાદ્રૂં સુન્દરભ્રુકુટીતટમ્‌ ॥ ૩૦॥ અયં હિ પરમો લાભો ગ્રૃહેષુ ગ્રહમેધિનામ્‌ । મજ્નમેર્તયતે યામઃ પ્રિયયા ભીરુ ભામિનિ ॥ ૩૧॥ ચૂક 6૧૨ શૈવં ભગવતા રાજન્‌ વૈદર્ભી પરિસાન્ત્વિતા | જ્ઞાત્વા તત્પરિહાસોક્તિ પ્રિયત્યાગભયં જહૌ | ૩૨ ॥ બભાષ ત્રદષભં પુંસાં વીક્ષન્તી ભગવન્મુખમ્‌ ! સદ્રીડહાસરસચરસ્નિગ્ધાપાદ્રેત ભારત 1 ૩૩॥ ગયા. તેમનું શ્રીઅંગ પવનથી પટકાઈ પડેલી કેળની માફક જમીન પર પટકાઈ પડ્યું, ॥ ૨૪ ॥ ભગવાન શ્રીકૃષે જોયું કે, મારા હાસ્થ-વિનોદની રમૂજને રુકિમિશીજી સમજ્યાં નથી અને પ્રેમ-પાશની દઢતાને કારજ તેમની આવી દશા થઈ ગઈ છે. સ્વભાવથી જ ક્રુણાનિધાન ભગવાન શ્રીકૃષ્ણનું હદય તેમના માટે કરુણાથી ભરાઈ ગયું. | ૨૫ ॥ ચારભુજાઓવાળા ભગવાન તે જ વખતે પલંગ પરથી ઊતરી પડ્યા અને સ્ક્મિણીજીને ઉઠાવી લીધાં |તથા તેમના કેશક્લાપને સંવારતા પોતાના શીતલ કરકમળથી તેમનું મોઢું લૂછયું, ॥ ૨૬ ।॥ ભગવાને તેમનાં નેત્રોનાં આંસુ અને શોકથી ભીંજાયેલા વક્ષઃસ્થળને લૂછીને પોતાના માટે અનન્ય પ્રેમ રાખનારાં સતી સક્મિણીને ઉઠાવીને હૃદયે ચાંપ્યાં. | ર૭ ॥ ભગવાન શ્રીકૃષ્ણ સમજાવવામાં બહુ કુશળ અને પોતાના પ્રેમી ભક્તોના એકમાત્ર આશ્રય છે. જ્યારે તેમણે જોયું કે, હાસ્યની ગંભીરતાના કારણે સક્મિણીજીની બુદ્ધિ ચકરાવામાં પડી ગઈ છે અને તેઓ અત્યંત રાંક બની ગયાં છે, ત્યારે તેમને થયું કે મારે આવો વિનોદ કરવો ન જોઈએ. હવે તેઓ રુંક્મિણીજીને સમજાવવા લાગ્યા. | ૨૮ ॥ « “/ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - વિદર્લનંદિની! નારાજ થશો નહિ દેવી! મારા પર રોષે ભરાશો નહિ પ્રિયા! હું જાણું. છું કે, તમે એકમાત્ર મારાં અનન્ય છો. હે સુંદરાંગિની! મે તો તમારાં વિનોદ-મધુર વચનો સાંભળવા માટે આવી વિનોદભરી વાત કરી હતી. !! ૨૯ !! હું જોવા ઇચ્છતો હતો. કે મારા આ પ્રમાણે કહેવાથી તમારા લાલ-લાલ હોઠ પ્રણયકોપથી કઈ રીતે ફરકવા લાગે છે. તમારા કટાક્ષપૂર્વક જોવાથી તમારાં નેત્રોમાં કેવી લાલિમા છવાઈ જાય છે અને ભવાં ચઢી જતાં તમારું મુખ કેવું સુંદર લાગે છે! ૩૦ || હે ભામિની! ઘરના કામ-ધંધામાં રાત-દિવસ વ્યસ્ત રહેવાવાળા ગૃહસ્થોને માટે એ જ તો લ્હાવો છે કે પોતાની પ્રિય પત્ની સાથે હાસ્ય-વિનોદ કરીને થોડી ક્ષણો સુખેથી ગાળી લેવાય છે. ૩૧ ॥ શ્રીશુકદેવજી કહે છે - રાજન્‌| જ્યારે ભગવાન શ્રીકૃષ્દે પોતાનાં પ્રાણપ્રિયાને આ પ્રમાણે સમજાવ્યાં ત્યારે તેમને એ વાતની ખાતરી થઈ ગઈ કે, મારા પ્રિયતમે માત્ર વિનોદમાં જ આવું કહ્યું હતું. હવે તેમના કદયમાંથી શ્રીકૃષ્ણ મને છોડી દેશે એ ભય નિવૃત્ત થઈ ગયો. || ૩૨ ॥ પરીક્ષિત! હવે તેઓ લજામણા હાસ્ય અને પ્રેમભરી દૃષ્ટિથી પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનું મુખારવિંદ નિરખતાં તેમને કહેવા લાગ્યાં. |! ૩૩ ॥ ૧, ત્હારમૈ’ પ્રોફેર્બમન | અ૦ ૬૦] દસમો સ્કન્ધ 433 સઉમલ્યુવ/૨ નન્વેવમેતદરવિન્દવિલોચનાહ યદ્વૈ ભવાન્‌ ભગવતોડસદેશી વિભૂમ્નઃ | ક્વ સ્વે મહિમ્ન્યભિરતો ભગવાંસ્ત્યધીશઃ ક્વાર્હ ગુણપ્રકૃતિરશગૃહીતપાદા ॥ ૩૪॥ સત્યં ભયાદિવ ગુણેભ્ય ઉરુક્રમાન્તઃ શેતે સમુદ્ર ઉપલમ્ભનમાત્ર આત્મા | નિત્યં કદિન્દ્રિયગણૈઃ કૃતવિગ્રહસ્ત્વં ત્વત્સેવકેર્નુપપદં વિધુતં તમોડન્ધમ્‌ | ૩૫॥ ત્વત્પાદપવ્મમકરન્દશુષાં મુનીનાં વર્ત્માસ્કુટં નૃપશુભિર્નનુ દુર્વિભાવ્યમ્‌ | યસ્માદલૌકિકમિવેહિતમીશ્વરસ્ય ભૂમંસ્તવેહિતમથો અનુ યે ભવન્તમ્‌ | ૩૬॥ નિષ્કિગ્યનો નનુ ભવાન્‌ ન યતોડસ્તિ કિગ્યિદ્‌ યસ્મૈ બલિ બાલિભુજોડપિ હરન્ત્યજાધાઃ । ન ત્વા વિદન્ત્યસુતૃપોડન્તકમાટ્યતાન્ધાઃ પ્રેષ્ઠો ભવાન્‌ બલિભુજામપિ તેડપિ તુભ્યમ્‌ | ૩૭॥ ત્વં વૈ સમસ્તપુરુષાર્થમયઃ ફલાત્મા યદ્ધાગ્છયા સુમતયો વિસૃજન્તિ કૃત્સ્નમ્‌ । તેષાં વિભો સમુચિતો ભવતઃ સમાજઃ પુંસઃ સ્ત્રિયાશ્ષ રતયોઃ સુખદુર્ગખેનોર્ન ॥ ૩૮॥ $ સ્ક્મિણીજીએ કહ્યું — કમલનયન! આપનું કહેવું બરાબર છે કે એશ્વર્ય વગેરેબધા ગુણોથી યુક્ત,અનંત ભગવાનને. અનુરૂપ હું નથી. આપની બરાબરી હું કોઈ રીતે કરી શકું એમ નથી.ફુયાં પોતાના અખંડ મહિમામાં સ્થિત ત્રણે ગુણોના સ્વામી તથા બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા સેવિત આપ ભગવાન; અને ક્યાં ત્રિગુણાત્મક સ્વભાવવાળી ડું ગુણમયી પ્રકૃતિ કે જેની કામનાઓની પાછળ ભટકનારા અજ્ઞાની લોકો જ સેવા કરે. છે. ॥ ૩૪ | ભલા, હું તમારી બરાબરી કઈ રીતે કરી શકું? સ્વામી! આપનું એ કહેવું પણ સત્ય છે કે, આપ રાજાઓના ભયને લીધે સમુદ્રમાં આવીને છુપાયા છો.[ખરેખર જ આપ ગુણોના ભયથી સમુદ્રમાં રહો છો. આપ તે પૃથ્વીના રાજાઓના નહીં, પરંતુ ત્રણેગુશોરૂપી રાજાના સંદર્ભમાં કહો છો. અર્થાત્‌ આપ તેમના ભયથી અંતઃકરણરૂપી સમુદ્રમાં ચૈતન્યઘન અનુભૂતિસ્વરૂપ આત્માના રૂપમાં બિરાજો છો. એમાં સંદેહ નથી કે આપ રાજાઓ સાથે શત્રુતા રાખો છો, પરંતુ તે રાજા કયા છે? આ જ આપણી દુષ્ટઇન્દ્રિયો.જ્ઞેમની સાથે તો તમારું વેર છે જ. અને પ્રભુ! આપ સિંહાસનથી રહિત છો, એ વાત પણ બરાબર જ છે; કેમકે, આપના ચરણોની સેવા કરવાવાળાઓએ પણ રાજાના પદને ઘોર અજ્ઞાનરૂપી અંધકાર સમજીને દૂરથી જ ત્યજી દીધું છે. પછી - આપના માટે તો કહેવાનું જ શું હોય! ।। ૩૫ || આપ કહો છો કે, “અમારો માર્ગ સ્પષ્ટ નથી અને અમે લૌકિક પુરુષો જેવું આચરણ પણ કરતા નથી,’ એ વાત પણ સાચી જ છે. કેમકે, જે ષિ-મુનિઓ આપનાં ચરણકમળોના મકરન્દ-રસનું સેવન કરે છે, તેમનો માર્ગ પણ અસ્પષ્ટ જ હોય છે અને વિષયોમાં ફસાયેલા નરપશુ તેનું અનુમાન પણ કરી શકતા નથી. અને હે અનંત! આપના માર્ગ પર ચાલનારા આપના ભક્તોની પણ ચેષ્ટાઓ જ્યારે પ્રાયઃ અલૌકિક જ હોય છે, ત્યારે સમસ્ત શક્તિઓ તથા એશ્વર્યોના આશ્રય એવા આપની ચેષ્ટાઓ અલૌકિક હોય એમાં તો કહેવાનું જ શું હોય? ।। ૩૬ |! આપે’ પોતાને અકિંચન કહ્યા છે; પરંતુ આપની અકિંચનતા એ દરિદ્રતા નથી. તેનો અર્થ છે કે આપના સિવાય બીજી કોઈ વસ્તુ ન હોવાને લીધેઆપ જ સર્વ કાંઈછો.આપની પાસે રાખવા માટે કશું નથી. પરંતુ જેબ્રહ્મા વગેરે દેવતાઓની પૂજા બધા લોકો કરે છે, તેમને. ભેટો આપે છે, તે જ લોકો આપની પૂજા કરતા રહે છે. આપ તેમનાં પ્રિય છો અને તે આપને પ્રિય છે. (આપનું એ કહેવું પણ સર્વથા ઉચિત છે કે, ધનાઢ્ય લોકો મારી ભક્તિ કરતા નથી;) જે લોકો પોતાના ધનના અભિમાનથી અંધ બની રહ્યા છે અને ઈન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ મગ્ન છે, તેઓ ન તો આપનું ભજન- સેવન પણ કરે છે કે ન તો એવું જાણે છે કે આપ મૃત્યુના રૂપમાં તેમના માથા પર બેઠેલા છો. || ૩૭ | જગતમાં જીવને માટે જેટલા પણ ઇચ્છવાયોગ્ય પદાર્થો છે — ધર્મ, અર્થ, કામ, મોક્ષ -તેબધાના રૂપમાં આપ જ પ્રગટ છો. આપ સમસ્ત વૃત્તિઓ “પ્રવૃત્તિઓ, સાધનો, સિદ્ધિઓ અને સાધ્યોના ફળસ્વરૂપ છો. વિચારશીલ પુરુષો આપને પ્રાપ્ત કરવા માટે બધું જ છોડી દે શ્રીમદભાગવત [અ૦ ૬૦ 434 ત્વં ન્યસ્તદણ્ડમુનિભિર્ગદિતાનુભાવ* આત્માફડત્મદશ્ચ જગતામિતિ મે વૃતોડસિ । હિત્વા ભવદ્દભ્રુવ ઉદીરિતકાલવેગ- ધ્વસ્તાશિષોડબ્જભવનાકપતીન્‌ કુતોડન્યે 1૩૯॥ જાડ્યં વચસ્તવ ગદાગ્રજ યસ્તુ ભૂપાત્‌ વિદ્રાવ્ય શાર્શ્રનિનદેન જહર્થ માં ત્વમ્‌ | સિંહો સથા સ્વબલિમીશ પશૂન્‌ સ્વભાગં તેભ્યો ભયાદ્‌ યદુદર્ધિ શરણં પ્રપત્નઃ ॥ ૪૦॥ યદ્દાગ્છયા નૃપશિખામણયોડડ્વૈન્ય- જાયન્તનાહુષગયાદથ એકપત્યમ્‌ | રાજ્યં વિસૃજ્ય વિવિશુર્વનમમ્બુજાક્ષ સીદત્તિ તેડનુપદવી ત ઇહાસ્થિતાઃ કિમ્‌ ॥ ૪૧॥ કાડન્યં શ્રયેત તવ પાદસરોજગન્ધ- માદ્રાય સન્મુખરિતં જતતાપવર્ગમ્‌ | લકમ્યાલયં ત્વવિગણય્ય ગુણાલયસ્ય મર્ત્યા સદોરુભયમર્થવિવિક્તદેષ્ટિઃ 1૪૨ તં ત્વાડનુરૂપપભજં જગતામધીશ- માત્માનમત્ર ચ પરત્ર ચ કામપૂરમ્‌ | સ્થાન્મે તવાડઠ્વિરરણં સૃતિભિર્ભ્રમન્ત્યા યો વૈ ભજન્તમુપયાત્યનૃતાપવર્ગઃ ॥ ૪૩॥ ‘છે.ભગવન્‌[ તે જ વિવેકી પુરુષોનો આપની સાથે સંબંધ હોવો જોઈએ. જે લોકો સ્ત્રી-પુરુષના સહવાસથી પ્રાપ્ત થનારા સુખ અથવા દુઃખના વશમાં છે, તેઓ ક્યારેય આપનો સંબંધ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. ।। ૩૮ !। બરાબર જ છે કે, ભિખારીઓએ આપનીપ્રશંસા કરીછે. પરંતુ કયા ભિખારીઓએ? તે પરમશાંત સંન્યાસી મહાત્માઓએ આપના મહિમા અને પ્રભાવનું વર્ણન કર્યું છે, જેમજ્રે મોટામાં મોટા અપરાધીને દંડ ન આપવાનો નિશ્ચય કરી લીધો છે. મેં ટૂંકી બુદ્ધિથી નહીં, પરંતુ એ વાતને સમજીને આપને પસંદ કર્યા છે કે, આપ સંપૂર્ણ જગતના આત્મા છો અને પોતાના પ્રેમીજનોને આત્મદાન કરો છો. મેં જાજી જોઈને બ્રહ્મા અને તે ઇન્દ્ર વગેરેનો પણ એટલા માટે પરિત્યાગ કરી દીધો છે કે, આપની ભકુટિના ઇશારાથી પેદા થવાવાળો કાળ પોતાના વેગથી તેમની આશા-અભિલાષાઓ પર પાણી ફેરવી દે છે. પછી બીજાઓ - શિશુપાલ, દંતવક્ત્ર અથવા જરાસંધની તો વાત જ શી છે? ॥૩૯ ॥ સર્વેશ્વર આર્યપુત્ર ! આપની એ વાત કોઈ રીતે તર્કસંગત નથી કે, આપ રાજાઓથી ભયભીત થઈને સમુદ્રમાં આવીને વસ્યા છો. કેમકે, આપે માત્ર આપના શાર્ક્રધનુષ્યના ટંકારથી મારા લગ્નસમયે આવેલા સમસ્ત રાજાઓને ભગાડીને આપના ચરણોમાં સમર્ષિત એવી મુજ દાસીને એ રીતે હરી લીધી, જેમ સિંહપોતાના કર્કશ ધ્વનિથી વનનાં પશુઓને ભગાડીને પોતાનો ભાગ લઈ આવે છે. || ૪૦ ॥ કમલનયન! આપ કઈ રીતે કહો છોકે,જે મારું અનુસરણ કરે છે,તેને ઘણું કરીને દુઃખ જ ભોગવવું, પડેછે.પ્રાચીનકાળમાં અંગ, પૃથુ,ભરત,યયાતિ અને ગય વગેરે જે મોટા-મોટા રાજરાજેશ્વરો પોત-પોતાનું એકછત્ર સાપ્રાજ્ય છોડીને આપને પ્રાપ્ત કરવાની અભિલાષાથી તપસ્થા કરવા વનમાં ચાલ્યા ગયા હતા, તેઓ શું આપના માર્ગનું અનુસરણ કરવાના કારણે દુઃખી થઈ રહ્યા છે? ॥ ૪૧ || આપ મને કોઈ બીજા રાજકુમારનું વરજ્ઞ કરવા કહી રહ્યા છો. ભગવન્‌| આપ સમસ્ત ગુણોના એકમાત્ર આશ્રય છો. મોટા-મોટા સંતો આપનાં ચરણકમળોની સુગંધની પ્રશંસા કરતા રહે છે. તે ચરણોનો આશ્રય લેવામાત્રથી લોકો સંસારના પાપ-તાપથી મુક્ત થઈ જાય છે. લક્ષ્મીજી સર્વદા તે ચરણોમાં જ નિવાસ કરે છે, પછી આપ જ બતાવો કે, પોતાના સ્વાર્થ અને પરમાર્થને સારી રીતે સમજનારી એવી કઈ સ્ત્રી છે]જેને એક વાર તે ચરણકમળોની સુગન્ધ માણવા મળી જાય અને પછી તે તેનો અનાદર કરીને એવા લોકોને પસંદ કરે જે સદા મૃત્યુ, રોગ, જન્મ, જરા વગેરે ભધોથી યુક્ત છે! કોઈ પજ બુદ્ધિમાન સ્ત્રી આવું કરશે જ નહીં. ॥ ૪૨ ॥ પ્રભુ! આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છો. આપ જ આ લોક અને પરલોકમાં સઘળી આશાઓની પૂર્તિ કરવાવાળા અને આત્મા છો. મેં આપને મારા અનુરૂપ સમજીને જ આપનું વરણ કર્યું છે. મારે પોતાનાં કર્મો અનુસાર વિભિન્ન યોનિઓમાં ભટકવું પડે તેની મને પરવા નથી. મારી ૧. ત્મુનિિરહદ ભાવિતાત્મા ! ૨. યશ્ય ! અ૦ ૬૦] દસમો સ્કન્ધ 435 તસ્યાઃ સ્યુરચ્યુત નૃપ! ભવતોપદિષ્ટાઃ સ્ત્રીણાં ગૃહેષુ ખરગોશ્બિડાલભૃત્યાઃ યત્કર્ણમૂલમરિકર્ષણ નોપયાયાદૂ યુષ્મત્કથા મૃડવિરિઞ્યસભાસુ ગીતા | ૪૪॥ ત્વકશ્મશ્રુરોમનખકેશપિનદ્રમન્ત- ર્માસાસ્થિરક્તકૃમિવિટ્કફપિત્તવાતમ્‌ | જીવચ્છવં ભજતિ કાત્તમતિર્વિમૂઢા યા તે પદાબ્જમકરન્દમજિદ્રતી સ્ત્રી ॥ ૪૫॥ અસ્ત્વમ્બુજાક્ષ મમ તે ચરણાનુરાગ આત્મત્‌ રતસ્ય મયિ ચાતતિરિક્તદેષ્ટેઃ । યર્હસ્ય વૃદ્ધ ઉપાત્તરજોડતિમાત્રો મામીક્ષસે તદુ હ નઃ પરમાનુકમ્પા ॥૪૬॥ નૈવાલીકરમર્હે મન્યે વચસ્તે મધુસૂદન | અમ્માયા ઇવ હિ પ્રાયઃ કન્યાયાઃ સ્યાદ્‌ રતિઃ કવચિત્‌ ॥ ૪૭॥ વ્યૂઢાવાશ્ચાપિ ઘુંશ્રલ્યા મનોડભ્યેતિ નવં નવમ્‌ | બુધોફસતી ન બિભ્યાત્‌ તાં બિભ્રદુભયચ્યુતઃ | ૪૮॥ કાંભગશનુવાય સાછ્યેતચ્છોતુકામૈસ્ત્વં રાજપુત્રિ પ્રલમિમિતા । મયોઈિતં યદ્વાત્થ સર્વ તત્‌ સત્યમેવ હિ ॥ ૪૯॥ યાન્‌1 યાન્‌ કાપયસે કામાન્‌ મય્યકામાય ભામિનિ | સાત્તિ હ્યોકાન્તભક્તાયાસ્તવ કલ્યાણિ નિત્યદા || ૫૦॥ એકમાત્ર અભિલાષ: એ છે કે, હું હંમેશાં (પોતાનું ભજન કરવાવાળાઓના “મિથ્યા સંસારભમને નિવૃત્ત કરવાવાળા તથા તેને પોતાની જાત સુધ્ધાં આપી દેવાવાળા) આપ પરમેશ્વરના ચરણોના શર્ટમાં જ રહું. !! ૪૩ | (હે અચ્યુત! શત્રુસૂદન! ગધેડાની જેમ ધન માટે વૈતરું કરવાવાળા, બળદની જેમ ગૃહસ્થોના કામકાજમાં જોડાયેલા રહીને કટ ઉઠાવનારા કૂતરાની જેમ તિરસ્કાર સહન કરવાવાળા, બિલાડા જેવ કૃપણ અને ઢિંસકતથા ખરીદેલા નોકરની જેમ સૌની સેવા કરવાવાળા જે રાજાઓના માટે આપે મને સંકેત કર્યો છે - તેઓ તો એવી અભાગણી સીના પતિ થાય જેના કાનોમાં ભગવાન શંકર,બ્રહ્મા વગેરે દેવેશ્વરોની સભામાં ગવાનારી આપની લીલા-કથાઓએ. ગ્રવેશ કર્યો નથી. ।। ૪૪ |! આ મનુપ્યનું શરીર જીવતું હોવા છતાં મુડદા જેવું જ છે. ઉપરથી ચામડી, દાઢી, મૂછ, રૂવાડાં, તખ અને વાળથી ઢંકાયેલું છે; પરંતુ તેની અંદર માંસ, હાડકાં, રક્ત, કીડા, મલ-મૂત્ર, કફ, પિત્ત અને વાયુ ભરાયેલાં છે. આને તેજ મૂર્ખ સ્રી પોતાનો પતિ સમજીને સેવા કરે છે, જેણે ક્યારેય આપન્ય ચરણારવિંદના મકરંદની સુગંધ લીધી નથી. ।। ૪૫ ॥ કમલનયન! આપ આત્મારામ છો. તેથી આપની દરિ મારા પ્રત્યે વિશેષરૂપે આકર્ષિત થાય એ આપના માટે જરૂરી નથી. તેથી આપનું ઉદાસીન રહેવું સ્વાભાવિક છે, તેમ છતાં આપનાં ચરણકમળોમાં મારો દઢ અનુરાગ રહે એ જ મારી અભિલાષા છે.જ્યારે આપ આ સંસારની અભિવુંદ્ધે માટે ઉત્કટ રજોગુણનો સ્વીકાર કરીને મારી તરફ જુઓ છો, ત્યારે તે પણ આપનો પરમ અનુગ્રહ જ છે. ॥ ૪૬ ।। મધુસૂદન! આપે કહ્યું કે, કોઈ અનુરૂપ વરનું વરણ કરી લો. હું આયની આ વાતને પણ અસત્ય માનતી નરથી.કેમ કે, કોકવાર એક પુરુષ દ્વારા જિતાઈ જવા છતાં કા્શી-નરેશની કન્યા અમ્બાની જેમ કોઈ-કોઈની બીજા પુરુષમાં મરીતિ હોય છે. 1! ૪૭ ॥ કુલટા સ્ત્રીનું મન તો લગ્ન થઈ ગયા પછી પણ નવા-નવા પુરુષો તરફ ખેંચાતું હોય છે. બુદ્ધિમાન પુરુષે આવી કુલટા સને પોતાની પાસે રાખવી ન જોઈએ, તેને અપનાવનારો પુરુષ આ લોક અને પરલોક બન્ને ખોઈ બરેગ્રે-છે, તેનું ઉભય બ્રરટ થઈ જાય છે. |! ૪૮ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - સાધ્વી! રાજકુમારી! આ બધી વાતો સાંભળળ્ માટે જ તો મેં હાસ્ય-વિનોદ કરીને તમને ઉશ્કેર્યાં હતાં. તમે મારા થબ્દોની જેવી વ્યાખ્યા કરી છે, તે અક્ષરશઃ સત્ય છે. ।। ૪૯ ॥ સુંદરી! તમે મારાં અનન્ય પ્રેમી છો. માચ ત્રતિ તમારો અનન્ય પ્રેમ છે, તમે મારી પાસે જે જે અભિલાપાઓ રાખો છો તે તો તમને સદા-સર્વદા પ્રાપ્ત છે જ. બીજી એ વાત પણ છે કે મારી પાસેથી રાખેલી અભિલાષાઓ સાંસારિક કામનાઓની જેમ બંધનકારક થતી નથી. બલકે તે સમસ્ત કામતાઓથી મુક્ત કરી દે છે. !। ૫૦ ॥| ૧. શેં વં કામયસે કામ | [ 1553 ] 372 8૦ ત્.૦ ( શળ્ડ-2 ) શુગસતી 43 શ્રીમદભાગવત [અ૦ ૬૦- ઉપલબ્ધં પતિપ્રેમ પાતિવ્રત્યં ચ તેડનઘે | યદ્ધાક્યૈશ્ચાલ્યમાનાયા ન ધીર્મય્યપકર્ષિતા ॥ ૫૧॥ ષે માં ભજન્તિ દામ્પત્યે તપસા વ્રતચર્યયા | કામાત્માનોડપવર્ગેશં મોહિતા મમ માયયા ॥ પર] પ્રાપ્ત માંનિન્યપવર્ગસમ્પદં વાગ્છત્તિ યે સમ્પદ એવ તત્પતિમ્‌ | તે મન્દભાગ્યા નિરયેડપિ યે નૃણાં માં મત્રાત્મકત્વાજ્તિરયઃ સુસદ્નમઃ 1૫૩॥ દિષ્યા ગૃહેશ્વર્યસકૃન્મથિ ત્વયા કૃતાડનુવૃત્તિ્ભવમોચતી ખ્લૈઃ સુદુષ્કરાસો સુતરાં દુરાશિષો હ્ાસુમ્ભરાયા નિકૃતિગ્જુષઃ સ્ત્રિયાઃ | ૫૪॥ ન ત્વાટશીં પ્રણવિનીં ગૃહિણી ગૃહેષુ પશ્યામિ માનિનિ યયા સ્વવિવાહકાલે | પ્રામાન્‌ નૃપાનવગણય્ય રહોહરો મે પ્રસ્થાપિતો દ્વિજ ઉપશ્રુતસત્કથસ્ય ॥ ૫પ॥ ભ્રાતુર્વિરૂપકરણું યુધિ નિર્જિતસ્ય પ્રોદ્ાહપર્વણિ ચ તદ્રધમક્ષગોષ્ઠયામ્‌ | દુઃખં સમુત્યમસહોડસ્મદયોગભીત્યા પૈવાબ્રવીઃ કિમપિ તેન વયં જિતાસ્તે 1૫૬॥ દૂતસ્ત્વયાડડત્મલભને સુવિવિક્તમત્ત્રઃ પ્રસ્થાપિતો મયિ ચિરાયતિ શૂન્યમેતત્‌ | મત્વા જિહાસ ઇદમજ્ઞમનન્યયોગ્યં તિષ્ઠેત તત્ત્વવિ વયં પ્રતિતન્દયામઃ ॥ ૫૭॥ | હે નિર્દોષ અકિમણ્ી! મેં તમારો પતિપ્રેમ અને પ્રાતિવ્રત્ધ પણ સારી રીતે જોઈ લીધું છે. મેં કટુ-કટાક્ વાક્યો કહી-કહીને તમને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તમારી બુદ્ધિ મારાથી લગીરે ચલિત ન થઈ. || ૫૧ | પ્રિયે! હું મોક્ષનો સ્વામી છું, લોકોને સંસાર-સાગરથી પાર કરું છું, જે લોકો સકામ ભાવથી અનેક પ્રકારનાં વ્રત-તપ કરીને દામ્પત્ય-જીવનમાં સુખની અભિલાષાથી મારી ભક્તિ કરે છે, તેઓ મારી માથાથી મોહિત છે. || પર |! હે માનિની! હું. મોક્ષ તથા સંપૂર્ણ સંપદાઓનો આશ્રય છું, અધીશ્ચર છું, મને પરમાત્માને પ્રાપ્ત કરીને પણ જે લોકો માત્ર વિષયસુખનાં સાધનો અને સંપત્તિની જ અભિલાષા રાખે છે, મારી પરા- ભક્તિ નથી ઇચ્છતા, તેમને મંદભાગી સમજવા જોઈએ. કેમકે, વિષષસુખ તો નરકમાં અને નરક જેવી અધમ- યોનિઓમાં પણ હોય છે. પરંતુ તે લોકોનું મન તો વિષયોમાં જ લાગેલું રહે છે, તેથી તેમને નરકમાં જવું પણ સારું લાગે છે. ॥ પ૩ ॥ ગૃહેશ્વરી! પ્રાણપ્રિય! બહુ આનંદની વાત છે કે, તમે અત્યાર સુધી નિરંતર સંસાર-બંધનથી મુક્ત કરનારી મારી સેવા કરી છે. અજ્ઞાની લોકો આવું ક્યારેય કરી શકતા નથી. જે સ્રીઓનું ચિત્ત દૂષિત કામનાઓથી ભરેલું છે અને જે પોતાની ઇન્દ્રિઓ તૃપ્ત કરવાના જ કામમાં ડૂબેલી રહેવાને લીધે અનેક પ્રકારનાં છલ-કપટ રચે છે, તેમના માટે તો આમ કરવું વધારે મુશ્કેલ છે. ॥ પ૪ ॥ માનિની! મને મારા ઘરમાં તમારા જેવો પ્રેમ કરનારી પત્ની બીજી કોઈ દેખાતી નથી. કેમકે, જ્યારે તમે મને જોયો ન હતો, માત્ર મારી પ્રશંસા સાંભળી હતી, ત્યારે પણ, તમારા લગ્નમાં આવેલા રાજાઓની ઉપેક્ષા કરીને તમે બ્રાહ્મશ્ન દ્વારા મારી પાસે ગુપ્ત સંદેશો મોકલ્યો હતો. !! પપ |! તમારું હરણ કરતી વેળાએ મેં તમારા ભાઈને યુદ્ધમાં જીતીને તેને કુરૂપ કરી દીધો હતો અને અનિરુદ્રના લગ્નોત્સવમાં સોગટાંબાજી રમતી વખતે બલરામજીએ તો તેને મારી જ નાખ્યો. પરંતુ અમારાથી વિયોગ થઈ જવાની આશંકાથી તમે મૌન રહીને તે બધું દુઃખ સહી લીધું, મને એક શબ્દ પણ તમે કહ્યો નહીં, તમારા આ ગુણોથી હું તમારે વશ થઈ ગયો છું. | ૫૬ || તમે મારી પ્રાપ્તિ માટે દૂત દ્વારા પોતાનો ગુપ્ત સંદેશો મોકલ્યો હતો; પણ જયારે મારા પહોંચવામાં વિલંબ થતો જણાયો, ત્યારે તમને આ સંપૂર્ણ સંસાર સૂનો દેખાવા લાગ્યો. તે સમયે તમારું આ સર્વાગસુંદર શરીર કોઈ બીજાને યોગ્ય ન સમજીને એ શરીરનો ત્યાગ કરવાનો સંકલ્પ કરી લીધો હતો. તમારો આ પ્રેમભાવ તમારામાં જ વસે. હું તેનો બદલો ચૂકવી શકું એમ નથી. તમારા આ સર્વોચ્ચ પ્રેમ-ભાવને હું માત્ર અભિનંદન આપું છું. ॥ પ૭ ॥ ૧. માયયા છિ મે! £4૯૯૧૧ અ૦૬૧] દસમો. સ્કન્ધ 437 શંછુક 6% એવં સૌરતસંલાપૈર્ભગવાગ્જગદીશ્વરઃ | સ્વરતો રમયા રેમે નરલોકં વિડમ્બયન્‌ ॥૫૮॥ તથાન્યાસામપિ વિભુર્ગૃહેષુ ગૃહવાનિવ | શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જગદીશ્વર ભગવાન શ્રીકૃષ્ણ આત્મારામ છે. તેઓ બધી મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે. ત્યારે તેમાં દામ્પત્ય-પ્રેમને વધારનારો વિનોદપૂર્ણ વાર્તાલાપ પણ કરે છે અને આ રીતે લહ્ષ્મીરૂપા સકિમેજ્રીજીની સાથે વિહાર કરતા રહે છે. !| ૫૮ / ભગવાન શ્રીકૃષ્ણ સમસ્ત જગતન! ગુરુ અને સર્વવ્યાપક છે. તેઓ આ રીતે બીજી પત્નીઓના મહેલોમાં પણ ગૃહસ્થોની જેમ રહીને આસ્થિતો ગૃહમેધીયાન્‌ ધર્માલ્લોડગુરુર્હરિઃ || ૫૯॥ | ગૃહસ્થોચિત ધર્મનું પાલન કરતા હતા. ! ૫૯ ॥ ગ્ક્ક્-ઃ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ધ ૫ કૃષ્ણરુક્મિણીસંવાદો નામ ષષ્ટિતમોડધ્યાયઃ || ૬૦ |. દસમા સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત કૃષ્ણ-રુંક્મિણીનો સંવાદ એ નામનો સાઠમો અધ્યાય સમાપ્ત.