Śrīmad Bhāgavatam

ઊષા અને અનિરુદ્રનું મિલન યજ્રોવાજ બાણસ્ય તતનયામૃષામુપયેમે યદ્ત્તમઃ ! તત્ર યુદ્ધમભૂદ્‌ ઘોરં હરિશકરયોર્મહત્‌ | એતત્‌ સર્વ મહાયોગિન્‌ સમાખ્યાતું ત્વમર્હસ

ભગવાન શ્રીકૃષ્ણ સાથે બાલાસુરનું યુદ્ધ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

બાસડમો અઘ્યાય ઊષા અને અનિરુદ્રનું મિલન યજ્રોવાજ બાણસ્ય તતનયામૃષામુપયેમે યદ્ત્તમઃ ! તત્ર યુદ્ધમભૂદ્‌ ઘોરં હરિશકરયોર્મહત્‌ | એતત્‌ સર્વ મહાયોગિન્‌ સમાખ્યાતું ત્વમર્હસિ ॥ ૧॥ કુક ઉવાચ બાણ: પુત્રશતશ્યેષ્ઠો બલેરાસીન્મહાત્મનઃ૫ | થેન વામનરૂપાય હરયેડદાયિ મેદિની ॥ ૨॥ તસ્યૌરસઃ સુતો બાણઃ શિવભક્તિરતઃ સદા | માન્યો વદાન્યો ધીમાંશ્ચ સત્યસન્ધો દઢવ્રતઃ ॥ ૩॥ શોણિતાખ્યે પુરે રમ્યે સ રાજ્યમકરોત્‌ પુરા તસ્ય શમ્ભોઃ પ્રસાદેન કિકરા ઇવ તેડમરાઃ । સહસબાહુર્વાઘેન તાણ્ડવેડતોષયન્મૃડમ્‌ ॥ ૪॥। ભગવાન્‌ સર્વભૂતેશઃ શરક્યો ભક્તવત્સલઃ | વરેણચ્છન્દયામાસ સ તં વદ્દે પુરાધિપમ્‌ ॥ ૫ સ એકદાડડહ ગિરિશં પાર્શ્સ્થ વીર્થદુર્મદઃ । કિરીટેનાર્કવર્ણન સંસ્પૃશંસ્તત્પદામ્બુજમ્‌ | ૬॥ નમસ્વે ત્વાં મહાદેવ લોકાનાં ગુરુમીશ્વરમ્‌ | પુંસામપૂર્યાકામાનાં કામપૂરામરાડપ્રિપમ્‌ 1૭॥ દોઃસહસં ત્વયા દત્ત પરં ભારાય મેડભવત્‌ । ત્રિલોક્યાં પ્રતિયોદ્ધાર ન લભે ત્વદંતે સમમ્‌ |! ૮।॥ રાજા પરીક્ષિતે પૂછયું - મહાયોગસમ્પન્ન મુનીશ્વર! મૅ સાંભળ્યું છે કે, યાદવશ્રેષ્ઠ અનિરુદ્જીએ બાળ્રાસુરની પુત્રી ઊષા સાથે લગ્ન કર્યાં હતાં અતે આ પ્રસંગમાં ભગવાન શ્રીકૃ્ અને શંકરછીનું ભારે યુદ્ધ થયું હતું. તમે કૃપા કરીને આ કથા વિસ્તારથી કહો. 1૧ || શ્રીશુકદેવજી ક્હે છે - પરીક્ષિત! મહાત્મા બલિની કથા તો તમે સાંભળી લીધી છે, તેમણે વામનરૂપધારી ભગવાનને સંપૂર્ણ પૃથ્વી દાનમાં આપી દીધી હતી. તેમને સો પુત્રો હતા. તેમાં સૌથી મોટો બાણાસુર હતો. દૈત્યરાજ બલિનો પુત્ર બાણાસુર મહાન શિવભક્ત હતો. જનસમાજમાં માન્ય, દાતા, બુદ્ધિમાન, સત્ય્રતિશ અને દઢત્રતી હતો. તે સમયે તે પરમ રમણીય શોણિતપુરમાં રાજ્ય કરતો હતો. ભગવાન શંકરની કૃપાથી ઇન્દ્ર વગેરે દેવતાઓ સેવકોની જેમ તેની સેવા કરતા હતા. તેને એક હજાર હાથ હતા. એક દિવસ જ્યારે ભગવાન શંકર તાંડવ-નૃત્ય કરી રહ્યા હતા ત્યારે તેણે પોતાના હજાર હાથથી અનેક પ્રકારનાં વાજિંત્રો વગાડીને તૈમને પ્રસન્ન કર્યા. ॥ ૪ |! ખરેખર ભગવાન શંકર અત્યંત ભક્તવત્સલ અને શરણાગતરક્ષક છે. સમસ્ત ભૂતોના એકમાત્ર સ્વામી પ્રભુએ બાજ્ઞાસુરને કહ્યું, ‘તમારી જે ઇચ્છા હોય તે મારી પાસે માગી લો.’ બાજ્ઞાસુરે કહ્યું, “ભગવન્‌! આપ મારા નગરની રક્ષા કરતા રહીને અહીં જ નિવાસ કરો.’ ॥૫ ॥ એક દિવસ બળ-પરાકમના ગર્વમાં મદમસ્ત બાણાસુરે. પોતાની સમીપ જ ઊભેલા ભગવાન શંકરજીનાં ચરભ્રકમળોને સુર્ય જેવા પ્રકાશમાન મુગટનો સ્પર્શ કરી પ્રણામ કર્યા અને કહં - |! ૬ ॥ દેવાધિદેવ! આપ સમસ્ત ચરાચર જગતના ગુરુ અને ઈશ્વર છો. હૂં આપને નમસ્કાર કરું છું. જે લોકોની અભિલાષાઓ પૂરી થઈ નથી, તે પુરી કરવા માટે આપ કલ્પવૃક્ષ છો. ॥ ૭ !! ભગવન્‌! આપે મને એક હજાર ભુજાઓ આપી છે, પરંતુ તે મારા માટે માત્ર બોજરૂપ જ છે. કેમકે, ત્રજ્ે લોકમાં આપના સિવાય મને મારી બરાબરીનો કોઈ વીર યોદ્ધો મળતો નથી, જે મારી સાથે લડી શકે. !! ૮ !| ૧. મહાબલઃ ! અ૦ ૬૨] દસમો સ્કન્ધ 443 કણૂત્યા નિભૂૃતેર્દોર્ભિ્યુયુત્સુર્દિગ્ગજાનહમ્‌ । આધાયાં ચૂર્ણયન્તદ્રીન્‌ ભીતાસ્તેડપિ પ્રદુઠવુઃ ॥૯॥ તચ્છુત્વા ભગવાન્‌ કુદ્ધઃ કેતુસ્તે ભજ્યતે યદા । ત્વદ્ર્પધ્નં ભવેન્મૂઢ સંયુગં મૃત્સમેન તે 1૧૦॥ ઇત્યુક્તઃ કુમતિર્દ્ષ્ટઃ સ્વગૃહે પ્રાવિશશૃપ | પ્રતીક્ષન્‌ ગિરિશાદેશં સ્વવીર્યનશનં કુધીઃ ॥ ૧૧॥ તસ્યોષા નામ દુહિતા સ્વખે પ્રાદ્યુમ્નિના રતિમ્‌ કન્યાડલભત કાત્તેન પ્રાગદષ્ટશ્રુતન સા ॥૧૨॥। સા તત્ર તમપશ્યન્તી કવાસિ કાન્તેતિ વાદિની | સખીનાં મધ્ય ઉત્તસ્થૌ વિદ્ધલા વ્રીડિતા ભૃશમ્‌ ॥ ૧૩॥ બાણાસ્ય મત્તરી કુમ્ભાણ્ડશ્ચિત્રલેખા ચ તત્સુતા | સખ્યપૃચ્છત્‌ સખીમૂષાં કૌતૂહલસમન્વિતા || ૧૪॥। કં ત્વં મૃગયસે સુભૂઃ કીદેશસ્તે મનોરથઃ । હસ્તગ્રા્હે ન તેડઘ્યાપિ રાજપુત્યુપલક્ષષે ॥ ૧૫॥ ઊપોવાય દૃષ્ટઃ કશ્ચિજ્નરઃ સ્વપ્ને શ્યામઃ કમલલોચનઃ | પીતવાસા બૃહદ્બાહુર્યોપિતાં હૃદયત્રમઃ 1૧૬॥ તમહં પ્ૃગયે કાન્તં પાયયિત્વાડધરં મધુ | કવાપિ યાતઃ રપૃહયતી ક્ષિપ્ત્વા માં વૃજિનાર્ણવે ॥ ૧૭॥ શિજલેબોવાચ વ્યસન તેડપકર્ષામિ * ત્રિલોક્યાં યદિ ભાવ્યતે ! તમાનેષ્યે તરં યસ્તે મનોહર્તા તમાદિશ ॥ ૧૮॥ આદિદેવ! એક્વાર મારી ભુજાઓમાં લડવા માટે એટલી ચળ ઊપડી કે હું દિગ્ગજો પાસે ગયો. પરંતુ તે પણ ડરીને ભાગી ગયા. તે સમયે રસ્તામાં મારી ભુજાઓના પ્રહારથી મેં કેટલાય પર્વતો તોડી નાખ્યા હતા. [૯ || બાણાસુરની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરે સહેજ ક્રોધમાં આવીને કહ્યું - “અરે મૂર્ખ! જ્યારે તારી ધજા તૂટીને પડી જશે તે વખતે મારા જેવા યોદ્ધાઓ સાથે તારું યુદ્ધ થશે અને તે યુદ્ધ તારા અભિમાનનો નાશ કરશે. || ૧૦ ॥ પરીક્ષિત! બાણાસુરની બુદ્ધિ એટલી દુષ્ટ થઈ ગઈ હતી કે. ભગવાન શંકરન્ડી વાત સાંભળીને તેને આનંદ થયો અને તે પોતાને ઘેર આવ્યો. હવે તે મૂર્ખ ભગવાન શંકરજીના જણાવ્યા પ્રમાણેના યુદ્ધની પ્રતીક્ષા કરવા લાગ્યો. જે યુદ્ધ તેના બળ-પરાક્રમનો નાશ કરનારું હતું. ॥। ૧૧ | પરીક્ષિત! બાણાસુરની એક કન્યા હતી, તેનું નામ ઊષા હતું. હજી તે કુંવારી હતી ત્યારે સ્વપ્નમાં તેણીએ “પરમસુંદર અનિરુદ્જી સાથે પોતાનો સમાગમ થઈ રહ્યો છે.’ એવું જોયું. આશ્ચર્યની વાત તો એ હતી કે, તેણીએ અનિસુદ્ધજીને ન તો ક્યારેય જોયા હતા કે ન સાંભળ્યા હતા. ॥૧૨ |! સ્વપ્નમાં જ તેમને ન જોઈને તે બોલી ઊઠી

  • ‘પ્રાણ્પ્યારા! તમે ક્યાં છો? અને તેની નિદ્રા ખુલી ગઈ. તેણે અત્યંત વિહ્વળતા સાથે ઊઠીને જોયું કે, “હું તો કેટલીય સખીઓની મધ્યમાં છું’ ત્યારે તે શરમાઈ ગઈ. || ૧૩ |! પરીક્ષિત! બાણાસુરના મંત્રીનું નામ હતું કુમ્ભાંડ, તેની એક કન્યા હતી, જેનું નામ ચિત્રલેખા હતું. ઊષા અને ચિત્રલેખા સખીઓ હતી. ચિત્રલેખાએ ઊષાને આશ્ચર્ય પામતાં પૂછયું- ॥૧૪ | “સુંદરી! હું જાણું છું કે હજી સુધી તારું પાણિગ્રહણ, કોઈ સાથે થયું નથી. છતાં તું કોને શોધી રહી છે અને તારી અભિલાષા શું છે?’ [૧૫ || ઊષાએ કહ્યું - સખી! મેં સ્વપ્નમાં એક અતિસુંદર’ નવયુવકને જોયો છે. તેના શરીરનો વર્ણ શ્યામ જેવો છે, નેત્ર કમળપત્ર જેવાં છે, શરીર પર પીળું પીતાંબર પહેર્યું છે. લાંબી ભુજાઓ છે અને તે સ્ત્રીઓનું ચિત્ત ચોરનારો છે.!૧૬ ॥ તેણે પહેલાં તો તેનું મધુર અધરામૃત મને પિવડાવ્યું. પરંતુ હું તેને ધરાઈને પી શકી જ ન હતી ત્યાં તો તે મને દુઃખના દરિયામાં નાખીને ન જાણે ક્યાં ચાલ્યો ગયો. હું તલસતી જ રહી ગઈ. સખી! હું મારા તે પ્રાણવલ્લભને શોધી રહી છું. !! ૧૭ || ચિત્રલેખાએ કલું - ‘સખી! જો તારો ચિત્તચોર ત્રિલોકમાં ક્યાંય પણ હશે અને તેને તું ઓળખી શકે, તો તારી વિરહ-વ્યથા હું જરૂર શાંત કરી દઈશ. હું ચિત્રો બનાવું છું, તું તારા પ્રાણવલ્લભને ઓળખીને કહી દે. પછી તેને હું ગમે ત્યાંથી અવશ્ય લાવી આપીશ. ।૧૮ ॥ ૧, તેદપનેષ્યામિ | 44 શ્રીમદભાગવત, [અ૦ ૬૨ “ઉત્યુક્તતા દેવગન્ધર્વસિદ્રચારણપન્નગાન્‌ | દૈત્યવિદ્યાધરાન્‌ યક્ષાન્‌ મનુજાંશ્ચ યથાડલિખત્‌ ॥ ૧૯॥ મનુજેષુ ચ સા વૃષ્ણીન્‌ શૂરમાનકદુન્દુભિમ્‌ । વ્યલિખદ્‌ રામકૃષ્જ ચ પ્રદ્યુમ્ન વીક્ષ્ય લજ્જિતા | ૨૦॥ અનિસદ્ધં વિલિખિતં વીક્્યોષાવાડમુખી હયા । સશોડસાવસાવિતિ પ્રાહ સ્મયમાના મહીપતે | ર૧॥ ચિત્રલેખા તમાશ્ઞાય પૌત્ર કૃષ્ણસ્ય યોગિની । યયૌ વિહાયસા રાજન્‌ દ્ારકાં કૃષ્ણપાલિતામ્‌ ॥ ૨૨ તત્ર સુપ સુપર્યક્ે પ્રાદ્ુમ્નિ યોગમાસ્થિતા ! ગૃહીત્વા શોણિતપુરં સખ્યૈ પ્રિયમદર્શયત્‌ | ર૩॥ સા ચ તં સુન્દરવરં વિલોક્ય મુદિતાનના | દુષ્યેક્ષે સ્વગૃહે પુમ્ભી રેમે પ્રાદુમ્નિના સમમ્‌ ॥ ૨૪॥ પરાર્ધ્યવાસઃસગ્ગત્ધધૂપદીપાસનાદિભિ: 1 પાનભોજનભક્ષૈશ્ વાક્યૈઃ શુશ્રૂષયાડ્ચિતઃધ ॥ ર૫॥ ગૂઢ: કન્યાપુરે શશ્ચત્મવૃદ્તએહયા તયા | નાહર્ગણાન્‌ સ બુબુધે ઊષયાપહતેન્દ્રિયઃ ॥ ૨૬! તાં તથા યદુવીરેણ ભુજ્યમાનાં હંતવ્રતામ્‌રે । હેતુભિર્લક્ષયાગ્યકુરાપ્રીતાં દુરવચ્છદૈઃ ॥ ૨૭॥ ભટા આવેદવાગ્યક્રૂ રાજંસ્તે દુહિતુર્વયમ્‌ | વિચેષ્ટિતં લક્ષયામઃ કન્યાયાઃ કુલદૂષણમ્‌ || ૨૮॥। અનપાયિભિરસ્માભિર્ગુમાયાશ્ચ ગૃહે પ્રભો | કન્યાયા દૂષણં પુમ્થિર્દુષ્ેક્ષાયા ન વિવ્વહે ॥ ૨૯॥ આમ ક્હીને ચિત્રલેખાએ - દેવો, ગન્યર્વો, સિદ્ધો, ચારો, સર્પો, દૈત્યો, વિાધરો, યક્ષો તથા મનુપ્યોનાં ચિત્રો બનાવ્યાં. || ૧૯ ॥ મનુષ્યોમાં તેણે વૃષ્ણિકુલના વસુદેવજીના પિતા શૂર, સ્વયં વસુદેવજી, બલરામજી અને ભગવાન શ્રીકૃષ્કા વગેરેનાં ચિત્રો બનાવ્યાં. પ્રદ્યુમ્નજીનું ચિત્ર જોતાં જ ઊષા શરમાઈ ગઈ, ।। ૨૦ ॥ પરીક્ષિત! જ્યારે તેણે અનિરુદ્રજીનું ચિત્ર જોયું, ત્યારે તો શરમથી તેનું માથું નીચું થઈ ગયું. પછી મંદ-મંદ હસીને તે બોલી - *મારા તે પ્રાણવલ્લભ આ જ છે.’॥૨૧॥ પરીક્ષિત! ચિત્રલેખા યોગિની હતી. તે જાણી ગઈ કે,આ ભગવાન શ્રીકૃષ્છના પૌત્ર છે. હવે તે આકાશમાર્ગે રાત્રિના સમયે જ ભગવાન શ્રીકૃષ્દ દ્વારા સુરક્ષિત દ્વારકાપુરીમાં પહોંથી. || ૨૨ || ત્યાં અનિસ્દ્વજ સુંદર પલંગમાં સૂઈ રહ્યા હતા. ચિત્રલેખા યોગસિદ્ધિના પ્રભાવથી તેમને ઉપાડીને શોશિતપુર લઈ આવી અને પોતાની સખી ઊષાને તેના પ્રિયતમનાં દર્શન કરાવી દીધાં. ।। ૨૩ || પોતાના પરમ સુંદર. મ્રાણવલ્લભને પ્રાપ્ત કરીને આનંદના અંતિરેકથી તેનું. મુખકમળ પ્રફુલ્લિત થઈ ગયું અને તે અનિરુદ્જીની સાથે પોતાના મહેલમાં વિઠાર કરવા લાગી. પરીક્ષિત! ઊષાનું અંતઃપુર એવું સુરક્ષિત હતું કે, તેના તરફ કોઈ પુરુષ જોઈ પણ શકે એમ ન હતો. ।। ૨૪ |! ઊષાનો પ્રેમ ઉત્તરોત્તર વધી રહ્યો હતો.તે કીમતી વસ્ત્રો, પુષ્યોના હાર,અત્તર,ધુપ-દીપ, આસન વગેરે સામગ્રીઓથી, સુમધુર પેય પદાર્થ (દ્ધ, શરબત વગેરે), ભોજ્ય (ચાવીને ખાવાના પદાર્થો) અને ભક્ષ્ય (ગળી જવા યોગ્ય પદાર્થો) તથા મનોહર વાણી અને સેવા-શુશ્રૂપાથી અનિરુદ્રનું બહુ સન્માન કરતી. ઊષાએ પોતાના પ્રેમ વડે આંનિસ્ુદ્ના મનને પોતાને વશ કરી લીધું. અનિરુદ્રછએ ઊષાના અંતઃપુરમાં છુપાયેલા રહીને પોતાની જાતને પણ વિસારી દીધી. તેમને એ વાતની પણ ખબર ન પડી કે ‘મને અહીં આબે કેટલા દિવસ વીતી ગયા.’ | ર૫-૨૬ ॥ પરીક્ષિત! યદુકુમાર અનિરુદ્રના સહવાસથી ઊષાનું કૌમાર્ય નષ્ટ થઈ ગયું હતું. તેના શરીર પર એવાં ચિહ્નો દેખાવા લાગ્યાં, જે સ્પષ્ટ કહી રક્યાં હતાં અને જે કોઈ રીતે છુપાવી શકાય તેમ ન હતાં. ઊષાની પ્રસન્નતા પણ બહુ વધી ગઈ. તેના દ્વારપાલોએ જાણી લીધું કે ઊષાનો કોઈ ને કોઈ પુરુષ સાથે બાણ્ઞાસુરને શજકુમારીનાં જેવા રંગ-ઢંગ જોઈએ છીએ, તે તમારા કુળમાં ક્લંક લગાડનારાં છે. || ૨૭-૨૮ |! પ્રભુ! એમાં કોઈ શંકા નથી, કે અમે લોકો નિરંતર રાત-દિવસ તે મહેલની ચોકી ૧. શુકુષણાર્ચિત: | ર. તત્રપામ્‌ । અ૦ ૬૨] દસમો સ્કન્ધ 445 તતઃ પ્રવ્યથિતો બાણો દુહિતુઃ શ્રુતદૂષણઃ । ત્વરિતઃ કન્યકાગારં પ્રાસોડદ્રાક્ષીદ યદ્દહમ્‌ । ૩૦॥ કામાત્મજં તં ભુવનૈકસુન્દરં શ્યામં પિશક્નામ્બરમભ્બુજેક્ષણમ્‌ | બૃહદુ્જ કુણ્ડલકુન્તલત્વિષા સ્મિતાવલોકેત ચ મછિડિતાનનમ્‌ | ૩૧॥। દીવ્યન્તમક્ષૈઃ પ્રિયયાડભિનૃમ્ણયા? તદક્વસડ્ઞસ્તનકુડકુમસ્રજમ્‌ 1 બાહોોર્દધાની મધુમલ્લિકાશ્રિતાં તસ્યાગ્ર આસીનમવેક્ષ્ય વિસ્મિતઃ || ૩૨।| સ તં પ્રવિષ્ટું વૃતમાતતાયિભિ- ર્ભટેરનીકૈરવલોક્ય ઉદ્મ્ય મૌર્વ પરિઘં વ્યવસ્થિતો યથાન્તકો દષડધરો જિઘાંસયા | ૩૩॥ માધવઃ |! જિયૃક્રયા તાન્‌ પરિતઃ પ્રસર્પતઃ શુનો યથા સૂકરયૂથપોડહનત્‌ | તે હન્યમાના ભવનાદ્દ વિનિર્ગતા નિર્ભિશ્મૂર્ધોસ્ભુજાઃ પ્રદુઠઠવુઃ | ૩૪॥ તં નાગપાશૈર્બલિનન્દનો બલી અનતં સ્વસૈન્યં કુપિતો બબત્ધ હ । ભૃશં શોકવિષાદવિદ્લા બદ્ધ નિશમ્યાશ્ુકલાક્ષ્યરૌદિષીત્‌ ॥ ૩૫॥ ઊષા કરીએ છીએ. આપની કન્યાને બહારથી મનુષ્યો જોઈ પણ શકતા તથી. તેમ છતાં તે ક્લંકિત કઈ રીતે થઈ ગઈ? એનું કારણ અમને સમજાતું નથી.’ || ૨૯ ॥| પરીક્ષિત! ચોકીદારો પાસેથી એવા સમાચાર જાણીને કે, કન્યાનું ચરિત્ર દૂષિત થઈ ગયું છે ત્યારે બાણાસુરના અંતરમાં ભારે પીડા થઈ. તે તુરંત ઊષાના મહેલમાં પહોંચી ગયો અને જોયું કે અનિરુદ્ધજી ત્યાં બેઠેલા છે. | ૩૦ ॥ પ્રિય પરીક્ષિત! અનિરુદ્ધજી સ્વયં કામાવતાર પ્રુમ્નજીના પુત્ર છે. ત્રિભુવનમાં તેમના જેવું સુંદર કોઈ નથી. શ્યામ-સુંદર શરીર અને તેના પર લહેરાતું પીતામ્બર, કમળની પાંખડીઓ જેવાં વિશાળ અને કોમળ નેત્રો, લાંબી-લાંબી ભુજાઓ, કપોલ ૫ર વાંકડિયા કેશની લટો અને ઉજ્જ્વળ કુંડળો, હોઠ પર મન્દ હાસ્ય અને પ્રેમભરી દષ્ટિથી તેમની શોભા અવર્ધનીય હતી. ॥૩૧ |! અનિરુદ્ધજી તે વખતે બધી રીતે સજીધજીને બેઠેલી પ્રિયતમા ઊષાની સાથે રમત રમી રહ્યા હતા. અનિરુદ્ધજીના ગળામાં મલ્લિકાનાં સુંદર પુષ્પોનો હાર શોભી રહ્યો હતો અને તે હારમાં ઊષાનો અંગ-સંપર્ક થવાથી તેના વક્ષસ્થળનું કેસર લાગેલું હતું. તેને ઊષાની સામે બેઠેલો જોઈને બાણાસુરને આશ્ચર્ય થયું. || ૩૨ | જ્યારે અનિરુદ્ધજએ જોયું કે, બાણાસુર ઘણાબધા આક્રમક શસ્ત્ર-અસ્રથી સુસજ્જ વીર સૈનિકોની સાથે મહેલમાં આવી ગયો છે, ત્યારે તેઓ એક લોખંડનો પરિધ લઈને તેમની સામે (કાલદંડ લઈને યમરાજાની જેમ) ઊભા થઈ ગયા, || ૩૩ ।। બાણાસુરની સાથે આવેલા સૈનિકો તેમને પકડવા માટે જેમ-જેમ તેમની તરફ જતા, તેમ-તેમ તેઓ તેમને પ્રહાર કરીને પાડી દેતા -બરાબર એ રીતે, જેમ સૂવરોના ટોળાનો નાયક કૂતરાઓને. મારી નાખે. અનિરુદ્ધના પ્રહારથી તે સૈનિકોનાં માથાં,” ભુજાઓ, સાથળો વગેરે અંગો તૂટી-ફૂટી ગયાં. જે બચ્યા હતા તે બધા ત્યાંથી ભાગી ગયા. | ૩૪ || જ્યારે બળવાન બાજ્ાસુરે જોયું કે, આ તો મારી સેનાનો સંહાર કરી રહ્યો છે, ત્યારે તેણે ભયંકર કોધિત થઈને અનિરુદ્ધજીને નાગપાશથી બાંધી દીધા. ઊષાએ જ્યારે સાંભળ્યું કે, તેના પ્રિયતમને બાંધી દેવામાં આવ્યા છે, ત્યારે તે બહુ જ શોક અને વિષાદથી વિહ્વળ થઈ ગઈ; તે રડવા લાગી, ॥ ૩૫ | કકક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે૨ ઉત્તરાર્ધેડનિરુદ્બન્ધો નામ હ્રિષષ્ટિતમોડધ્યાયઃ || ૬ર! દસમા સ્કંધના-ઉત્તરાર્ધ અંતર્ગત અનિરુદ્રબન્ધન નામનો બાસઠમો અધ્યાય સમાપ્ત.