Śrīmad Bhāgavatam

ગુણ-દોષની વ્યવસ્થાનું સ્વરૂપ અને રહસ્ય કાવગશનુશર ય એતાન્‌ મત્પથો હિત્વા ભક્તિજ્ઞાનક્રિયાત્મકાન્‌ મુદ્રાન્‌ કામાંશ્રલૈઃ પ્રાશજુષન્તઃ સંસરન્તિ તે 1 1| સ

2 તત્ત્વોની સંખ્યા અને પુરુષ-પ્રકૃતિ-વિવેક ઉદ્ધત 4૧૧ ઉદ્ધવજીએ કહ્યું - હે પ્રભુ! હે વિશ્વેશ્વર! દષિઓએ. તત્ત્વોની સંખ્યા કેટલી બતાવી છે? આપે તો (ઓગણીસમ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

“:એકવીસમો અધ્યાય ગુણ-દોષની વ્યવસ્થાનું સ્વરૂપ અને રહસ્ય કાવગશનુશર ય એતાન્‌ મત્પથો હિત્વા ભક્તિજ્ઞાનક્રિયાત્મકાન્‌ મુદ્રાન્‌ કામાંશ્રલૈઃ પ્રાશજુષન્તઃ સંસરન્તિ તે 1 1| સ્વે સ્વેડધિકારે યા નિષ્ઠા સ ગુણઃ પરિકીર્તિતઃ । વિપર્યયસ્તુ દોષ: સ્યાદુભયોરેષ નિશ્ચયઃ | ૨॥| શુદ્યશુદ્ધી વિધીયેતે સમાનેષ્વપિ વસ્તુષુ | દ્રવ્યસ્ય વિચિકિત્સાર્થ ગુણદોષો શુભાશુભૌ ॥ ૩॥ ધર્માર્થ વ્યવહારાર્થ યાત્રાર્થમિતિ ચાનઘ | દર્શિતોડયં મયાડડચારો ધર્મમુદ્દહતાં ધુરમ્‌ ॥૪॥ ભૂમ્યમ્બ્વગનયનિલાકાશા’ ભૂતાનાં પગ્ય ધાતવઃ | આબ્રહ્મસ્થાવરાદીનાં શારીરા આત્મસંયુતાઃ | ૫॥ વેદેન નામરૂપાણિ વિષમાણિ સમેષ્વપિ | ધાતુષૂદ્રવ કલ્ય્યન્તે એતેષાં સ્વાર્થસિદ્રયે ॥ ૬॥ દેશકાલાદિભાવાનાં વસ્તૂનાં મમ સત્તમ | ગુણદોષૌ વિધીયેતે નિયમાર્થ હિ કર્મણામ્‌ ॥ ૭॥ અકૃષ્ણસારો દેશાનામબ્રહ્મષ્યોડશુચિર્ભવેત્‌ | કૃષ્ણસારોડપ્યસૌવીરકીકટાસંસ્કૃતેરિણમ્‌ ॥૮॥ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - પ્રિધ ઉદ્ધવ! મને ત્રાપ્ત કરવાના ત્રણ માર્ગ છે - ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. આ ર્ણ માર્ગને છોડીને ચંચળ ઇન્દ્રિયો દ્વારા તુચ્છ ભોગો ભોગવેનાચ વારંવાર જન્મ-મૃત્યુરૂપી સંસારના ચક્કરમાં ભટક્યા કરે છે. ॥૧ ॥. પોતપોતાના અધિકાર પ્રમાણે ધર્મમાં દઢ નિષ્ઠા ચખવી એને જ ગુણ માનવામાં આવ્યો છે અને તેનાથી વિપરીત અનધિકાર ચેષ્ટા કરવી એ દોષ છે. તાત્પર્ય એ છે કે, ગુણ અને દોષ બન્નેની વ્યવસ્થા અધિકાર પ્રમાણે કરવામાં, આવે છે, કોઈ વસ્તુ પ્રમાશે નહીં. તેથી સ્વધર્મનું પાલન કરવું જોઈએ. ॥ર ॥ બધી વસ્તુઓ તાત્તિકરૂપે સમાન છે, પરંતુ દરના ગુણદોષ, શુભ-અશુભ વગેરેનો વિચાર કરીને તે વસ્તુનો નિર્ણય આપવામાં આવે છે કે તે શુદ્ધ છે કે અશુદ્ધ. 1૩ ॥ હે નિષ્યાપ ઉદ્ધવ! આ શુદ્ધિ-અશુદધિનો નિર્ણય ધર્મના આધારે લેવાય છે. વ્યવહાર અને શરીર-નિર્વાહ માટે જ તેની વ્યવસ્થા છે. ધર્મની મર્યાદાનું પાલન કરવા માટે મેં જ આ ધર્મનો આચાર કહ્યો છે. | ૪ |! પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ - આ પંચભૂત જ, બ્રહ્માથી માંડીને પર્વતો અને વૃક્ષો સુધી બધાં પ્રાણીઓનાં શરીરનાં મૂળ કારશ્ન છે, આત્મા બધાંનો એક જ છે, તેથી આત્માની દષ્ટિથી પણ બધા સમાન છે. 1૫ ॥ હે ઉદ્ધવ! પંચભૂત તો બધામાં સરખાં છે. વેદોએ તેમનાં નામ અને રૂપ જુદાં જુદાં બતાવ્યાં છે. આ બધાંમાં સજાતીય-વિજાતીય સ્વગત ભેદોની રચના કરી છે. તેમનાં જુદા-જુદા નામ-રૂપ બતાવ્યાં છે. આ બધું તે પદાર્થોના વ્યવહાર માટે જ છે. | ૬ ॥ હે સાધુશ્રેષ્ઠ ઉદ્વવ! દેશ-કાળ વગેરે પદાર્યો અને પદ્યર્થોના સંબંધમાં જે ગુણ-દોષનું વિધાન કરવામાં આવ્યું છે તે કર્મ નિયમિતરૂપે થાય તે માટે ગુ્રદોષરૂપે બતાવ્યું છે.॥૭॥ એ દેશ અપવિત્ર છે, જેમાં કૃષ્ણસાર મૃગ ન હોય અને જ્યાં બ્રાહ્મણભક્ત ન રહેતા હોય. કૃષ્ણસાર મૃગ હોવા છતાં પણ જ્યાં સંતપુરુષ ન રહેતા હોય, તે પ્રદેશોને છોડીને કીકટ વગેરે દેશો અપવિત્ર જ છે. આ સિવાય જ્યાં સજ્જન લોકો રહેતા નથી તે તથા ઊસર વગેરે ભૂમિ પણ અપવિત્ર છે. ॥ ૮ ॥ ૧. ભુસ્પએ્યપ્તનિલાકાથા ! અ૦ર૨1] અગિયારમો સ્કંધ 711 કર્મણ્યો ગુણવાન્‌ કાલો દ્રવ્યતઃ સ્વત એવ વા | યતો નિવર્તતે કર્મ સ દોષોડકર્મકઃ સ્મૃતઃ | ૯॥ નહં દ્રવ્યસ્ય શુદ્ધચશુદ્ધી ચ દ્રવ્વેણ વચનેન ચ | સંસ્કારેણાથ કાલેન મહત્ત્વાલ્પતયાડથવા | ૧૦॥ શકત્યાડશક્ત્યાડથવા બુદ્ધયા સમૃદ્ધયા ચ યદાત્મને | અધં કુર્વન્તિ હિ યથા દેશાવસ્થાનુસારતઃ ॥ ૧૧॥ ધાન્યદાર્વસ્થિતન્તૂનાં રસતેજસચર્મણામ્‌ । કાલવાય્વગ્નિમૃત્તોયૈઃ પાર્થિવાનાં યુતાયુતૈઃ ॥ ૧૨ અમેધ્યલિમં યદ્‌ વેન ગન્ધં લેપં વ્યપોહતિ ! ભજતે પ્રકૃતિં તસ્ય તચ્છૌચં તાવદિષ્યતે | ૧૩॥ સ્નાનદાનતપોડવસ્થાવીર્યસંસ્કારકર્મભિઃ । મત્સમૃત્યા ચાત્મનઃ શૌચં શુદ્ધઃ કર્માચરેદ્‌ દિજઃ || ૧૪॥ મત્ત્રસ્ય ચ પરિજ્ઞાનં કર્મશુદ્ધિર્મદર્પણમ્‌ ! ધર્મ: સમ્પદ્યતે ષડ્ભિરધર્મસ્તુ વિપર્યયઃ ॥ ૧૫॥॥ સમય એ જ પવિત્ર છે, જેમાં કર્મ કરવા યોગ્ય સામગ્રી મળી શકે તથા કર્મ પણ થઈ શકે. જેમાં કર્મ માટે ઉપયોગી સામગ્રી પણ નથી તથા બીજા ઉપદ્રવોથી અથવા સ્વાભાવિક દોષને ક્રરણે કર્મ ન થઈ શકે તે સમય અશુદ્ધ છે. || ૯ ॥ પદાર્થોની શુદ્ધિ અને અશુદ્ધિ દ્રવ્ય, વચન, સંસ્કાર, કાળ, અધિક માત્રા અથવા અલ્પ માત્રાને લીધે પણ થાય છે. (જેમ કોઈ પાત્ર જળથી શુદ્ધ કરવામાં આવે, પરંતુ અપવિત્ર વસ્તુ રાખવાથી અશુદ્ધ થઈ જાયછે.) કોઈ પદાર્થની શુદ્ધિ અથવા અશુદ્ધ વિશે શંકા થવાથી બ્રાહ્મણોના વચનને પ્રમાણ માની તેનો નિર્ણય લેવાય છે. પુષ્ય વગેરે જળ છાંટવાથી શુદ્ધ અને સૂંઘવાથી અશુદ્ધ થઈ જાય છે. તુરતમાં જ રાંધેલું અન્ન શુદ્ધ છે અને વાસી અન્ન અશુદ્ધ માનવામાં આવે છે. મોટાં સરોવર અને નદીનું જળ શુદ્ધ અને નાના ખાડામાં ભરાયેલું પાણી અશુદ્ધ મનાય છે. આ પ્રમાણે બધા પદાર્થોના સંબંધમાં જાણી લેવું, ।। ૧૦ શક્તિ, અશક્તિ (અસમર્થ બાળક, વૃદ્ધ, બીમાર વગેરે), બુદ્ધિ અને વૈભવ અનુસાર પણ પવિત્રતા અને અપવિત્રતાની વ્યવસ્થા થાય છે. તેમાં પણ સ્થાન અને તેની સાથે સંબંધ ધરાવનારની ઉંમરનો વિચાર કરતાં અશુદ્ધ પદાર્થોના વ્યવહારનો દોષ નક્કી થાય છે. (જેમ કે ધનવાન, દરિદ્ર,બળવાન, નિર્બળ, બુદ્ધિમાન, મૂર્ખ, ઉપદ્રવી અને નિરુપદ્રવી, યુવાન તથા વૃદ્ધાવસ્થાના ભેદથી શુદ્ધિ-અશુદ્ધિનો નિર્દય કરવામાં આવે છે.) ।। ૧૧ ||અનાજ, લાકડું, હાથીદાંત વગેરે અસ્થિ, સૂતર, મધ, મીઠું, તેલ, થી વગેરે. રસો, સોનું, પારો વગેરે તૈજસ પદાર્થો, ચામડું, ઘડો વગેરે માટીથી બનેલા પદાર્થોમાંથી કેટલાક સમયાનુસાર આપમેળે જ, કેટલાક હવાના સ્પર્શથી, કેટલાક અગ્નિમાં તપાવવાથી, લીંપવાથી, પાણીમાં ધોવાથી શુદ્ધ થઈ જાય છે. દેશ, કાળ કે. અવસ્થા પ્રમાણે ક્યાંક જળ, માટી વગેરે સામગ્રીથી શુદ્ધ , કરવામાં આવે છે અને ક્યાંક કોઈ એક જ પ્રકારે પણ શુદ્ધ થઈ જાય છે. | ૧૨ ।॥જો કોઈ વસ્તુમાં કોઈ અશુદ્ધ પદાર્થ લાગી ગયો હોય તો તેને છોલી નાખવાથી અથવા માટી વગેરે ઘસવાથી જ્યારે તે પદાર્થ તેની વાસ સાથે ચાલ્યો જાય છે અને. તે વસ્તુ તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે ત્યારે તેને શુદ્ધ સમજવી જોઈએ. 11૧૩ || સ્નાન, દાન, તપ, અવસ્થા, સામર્થ્ય, સંસ્કાર, કર્મ અને મારું સ્મરણ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. આનાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોએ વિહિત કર્માનું આચરણ કરવું જોઈએ. || ૧૪ || ગુરુમુખથી સાંભળીને સારી રીતે હૃદયસ્થ કરી લેવાથી મંત્રની અને મને સમર્પિત કરવાથી કર્મની શુદ્ધિ થાય છે. ઉદ્વવજી! આ પ્રમાણે દેશ, કાળ, પદાર્થ, કર્તા, મંત્ર અને કર્મ - આ છ શુદ્ધ હોય તો ધર્મ અને અશુદ્ર હોય તો અધર્મ સમજવો. ૧૫ || ૧, તથા | 712 શ્રીમદભાગવત, [અ૦૨૧ ક્વચિદ્‌ ગુણ્યોડપિ દોષઃ સ્યાદ્‌ દોષોડપિ વિધિના ગુલ્રઃ | ગુણદોષાર્થનિયમસ્તદ્વિદામેવ બાધતે 1૧૬॥ સમાનકર્માચરણં પતિતાનાં ન પાતકમ્‌ | ઔષપત્તિકો ગુણઃ સદ્નો ન શયાનઃ પતત્યધઃ || ૧૭॥। યતો યતો નિવર્તેત વિમુચ્ેત તતસ્તતઃ | એષ કર્મો નૃણાં ક્ષેમઃ શોકમોહભયાપહઃ’ ॥। ૧૮॥। વિષયેષુ ગુણાધ્યાસાત્‌ પુંસઃ સક્નસ્તતો ભવેત્‌ ! સજ્ઞાત્તત્ર ભવેત્‌ કામઃ કામાદેવ કલિર્નણામ્‌ ॥ ૧૯॥ કલેર્દુર્વિષહઃ તમસા ગ્રસ્યતે પુંસશ્ચેતના વ્યાપિની ઠુતમ્‌ ॥ ૨૦॥ કોધસ્તમસ્તમનુવર્તતે । તયા વિરહિતઃ સાધો જન્તુઃ શુન્યાય કલ્પતે | તતોડસ્ય રવાર્થવિભ્રંશો મૂચ્છિતસ્ય મૃતસ્ય ચ ॥ ૨૧॥। વિષયાભિનિવેશેન નાત્માનં વેદ નાપરમ્‌ ! વૃક્ષજીવિકયા જીવન્‌ વ્યર્થ ભસ્ત્રેવ યઃ શ્વસન્‌ | ૨૨॥ એક જ વસ્તુ હોય અને તે ગુહ્વવાળી હોવા છતાં પણ જો કાસએ તેનો નિપેધ કર્યો હોય તે શાસ્ત્રાશા પ્રમાણે ગુણ પદ્ય દોષ બની જાય છે. આ પ્રમાણે વસ્તુના ગુણદોષના સંબંધમાં નિયમો ઘડવામાં આવ્યા છે. આ નિયમોમાં કયો નિયમ કોણે પાળવો યા ન પાળવો એવા ભેદ પન્ન પાડ્યા છે. આ વર્ણ-વ્યવસ્થા કાયમ રાખવા માટે છે.॥૧૬ || 1 પાપનું આચરભ્ર પતિતો માટે દોષજન્ય નથી. જે જન્મથી જ પાતકી છે, તેશે બીજું પાપ કર્યું તો તેને પાપ. લાગતું નથી, કારણ કે, ગુજ્ઞોમાં આસક્તિ થવી એ તો તેમનો સ્વાભાવિક ગુણ છે. જ્યારે તેઓ જમીન ઉપર જ સૂતા છે, તો પડીને કયાં પડશે? 1૧૭ ॥ જે જે ગુણ-દોષોથી મનુષ્યનું ચિત્ત ઉપરત થઈ જાય છે, તે તે વસ્તુઓના બંધનથી તે મુક્ત થઈ જાય છે. મનુષ્ય માટે આ નિવૃત્તિરૂપ ધર્મ જ પરમકલ્યાણનું સાધન છે; કારણ કે એ જ શોક, મોહ અને ભયને દૂર કરનારો છે. | ૧૮ ॥ 4 ઉદ્વવજી! વિષયોમાં ગુબ્રોનો આરોપ કરવાથી તે વસ્તુમાં આસક્તિ થઈ જાય છે, આસક્તિ થવાથી તે મેળવવાની કામના જન્મે છે અને આ કામનાપૂર્તિમાં કોઈ ગ્રક્ારનો અવરોધ થવાથી લોકોમાં પરસ્પર ક્લેશ થાય છે.॥૧૯॥ કંકાસથી અસહ્ય ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધાવેશમાં પોતાના હિત-અહિતનું જ્ઞાન ઢંકાઈ જાય છે. અર્થાત્‌ અજ્ઞાન છવાઈ જાય છે. અજ્ઞાનથી તુરત જ મનુષ્ધની શુભાશુભનો નિર્ણય કરનારી ચેતનશક્તિ લુપ્ત થઈ જાય છે. ૨૦ |! (7 હે મહાત્મા! ચૈતનશક્તિ અર્થાત્‌ સ્મૃતિ લુપ્ત થઈ જવાથી મનુષ્યમાં મનુષ્યત્વ રહેતું નથી, પશુતા આવી જાય છે અને તે શુન્ય જેવો અસ્તિત્વહીન થઈ જાય છે. અને તે એક મૂર્છાગ્રસ્ત મનુષ્ય જેવો બની જાય છે. આવી સ્થિતિમાં તેના સ્વાર્થ અને પરમાર્થ—બન્નેની હાનિ થાય છે. | ૨૧ || વિષયોનું ચિંતન કરતાં-કરતાં તે વિષયરૂપ બની જાય છે. તેનું જીવન વૃક્ષ જેવું જડ બની જાય છે. તેના શરીરમાં એ રીતે વ્યર્થ શ્વાસ ચાલે છે, જેમ લુહારની ધમણ. તેને ન પોતાનું કોઈ શાન રહે છે કે ન બીજાનું. તે સર્વધા આત્મવંચિત થઈ જાય છે. [૨ર |! ૧. તભવાપહઃ | અતર૧] અગિયારમો સ્કંધ 713 ફલશ્રુતિરિયં નૃણાં ન શ્રેયો રોચનં પરમ્‌ । શ્રેયોવિવક્ષયા પ્રોક્ત યથા ભૈષજ્યરોચનમ્‌ | ૨૩॥ ઉત્પત્તૈવ હિ કામેષુ પ્રાણેષુ સ્વજનેષુ ચ | આસક્તમનસો મર્ત્યા આત્મનોડનર્થહેતુષુ || ૨૪॥ ન તાનવિદુષઃ સ્વાર્થ ભ્રામ્યતો વૃજિનાધ્વનિ | કથં યુગ્જ્યાત્‌ પુનસ્તેષુ તાંસ્તમો વિશતો બુધઃ ॥ રપ॥ એવં વ્યવસિતં કેચિદવિજ્ઞાય કુબુદ્ધયઃ | ફલશ્રુતિં કુસુમિતાં ન વેદજ્ઞા વદન્તિ હિ 1 ર૬॥ કામિનઃ કૃપણા લુબ્ધાઃ પુષ્પેષુ ફલબુદ્યઃ | અગ્િમુગ્ધા ધૂમતાન્તાઃ સ્વં લોકં ન વિદન્તિ તે | ૨૭॥ ન તે મામજ્ઞ જાનત્તિ હૃદિસ્થં ય ઇદં યતઃ | ઉક્થશસ્ત્રા હ્ાસુતૃપો યથા નીહારચક્ષુષઃ । ર૮! તે મે મતમવિજ્ઞાય પરોક્ષ વિષયાત્મકાઃ | હિંસાયાં યદિ રાગઃ સ્યાદ્‌ યજ્ઞ એવ ન ચોદના ॥ ર૯ હિંસાવિહારા હ્યાલબ્ધૈઃ પશુભિઃ સ્વસુખેચ્છયા | યજત્તે દેવતા યશૈઃ પિતૃભૂતપતીન્‌ ખલાઃ ॥ ૩૦॥ “સ ાળકોને દવા આપતી વેળા તેમને મીઠાઈ વગેરેનું પ્રલોભન આપીને દવા આપવામાં આવે છે; તે જ પ્રમાણે વેદોની કહેવાયેલી ફળશ્ચુતિમાં સ્વર્ગાદિ મેળવવાં એ જ પરમપુરુષાર્થ છે એવો અભિપ્રાય વાસ્તવિક અભિપ્રાય નથી. પરંતુ મનુષ્યોને મોક્ષનું સ્વરૂપ કહેવાની ઇચ્છાથી ગૌણ ફળ 1 હતુ દ્વારા તેમની કર્મોમાં રુચિ ઉત્પન્ન કરવા માટે છે. કર્મોમાં, પોતાના પ્રાણોમાં અને પોતાના સગાં-સંબંધીઓમાં મનુષ્યનું મન સ્વાભાવિક જ આસક્ત રહે છે, આ જ તેનું પતન કરનાર છે. આ પ્રમાણે મનુષ્ય જન્મ-જન્માંતરના સંસ્કારવશ પોતાના સ્વાર્થમાં ભ્રટટ થઈ ગયો છે. પરમાર્થના માર્ગથી ભટકેલો પ્રાણી વિશેષ અંધકાર તરફ જઈ રહ્યો છે. આ જોઈને વેદવાણી તેને વધારે કુમાર્ગે ભટકાવવા શા માટે પ્રવૃત્ત કરે? વેદ તો બુધ (વિદ્વાન) છે, તેથી તે તો મનુષ્યને કુમાર્ગેથી હટાવીને વૈદિક કર્મોમાં (લલચાવનારી વાતો કહીને) રુચિ ઉત્પન્ન કરીને સદ્દમાર્ગે લાવવાની પ્રેરણા આપે છે. || ૨૪- રપ દૂષિત બુદ્ધિના લોકો (કર્મવાદીઓ) વેદોના આ અભિપ્રાયને સમજ્યા વિના આસક્તિવશ પુષ્પો જેવા સ્વર્ગાદિ લોકોનું વર્ણન કરે છે, સાંભળે છે અને એમાં જ અટવાઈ જાય છે. પરંતુ વેદવેત્તાઓ શ્રુતિઓનું આવું તાત્પર્ય, બતાવતા નથી. | ર૬ || વિષય-વાસનાઓમાં ફસાયેલા દીન-હીન, લોભી પુરુષો રંગીન ફૂલો જેવા સ્વર્ગાદિ લોકોને જ સર્વ કાંઈ (પરમશ્રેય) સમજી બેસે છે અને અગ્નિ દ્વારા સિદ્ધ થનારા યશ-પાગાદિ કર્મોમાં જ મોહિત થઈ જાય છે. તેમને અંતે દેવલોક, પિતૃલોક વગેરેની જ પ્રાપ્તિ થાય છે. આમ અન્ય માર્ગે ભટકી જવાને કારણે તે પોતાના નિજધામ

  • પરમપદને પ્રાપ્ત કરી શકતા નથી. | ૨૭ || જે પ્રિય ઉદ્ધવ! જે પરમાત્માથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે તે પરમપિતા પરમાત્મા તો તેમના હૃદયમાં જ બિરાજમાન છે. પરંતુ તેઓ કર્યમાર્ગનું શસ્ત્ર રાખીને જ ચાલે છે, આવા પ્રાણોના પોષણમાં લાગેલા લોકોની આંખો સામે મોટા ભાગે અંધકાર જ છવાયેલો રહે છે. || ૨૮ ॥તે જ કારણે તેઓ મને જાણી શકતા નથી અને મારા પરોક્ષ મતને પણ સ્વીકારતા નથી. બુદ્ધિ પર વિષયોનું આવરણ હોવાથી હિંસામાં જ તેમની આસક્તિ હોય છે. તે હિંસા-પ્રવૃત્તિને રોકવા માટે જ યજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે, જેથી તેમની આ ઉદંડ પ્રવૃત્તિ એક સીમામાં બંધાયેલી રહે. | ૨૯ || આ પ્રમાણે તે પામર વિષયલોલુપ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે યશો દ્વારા દેવતાઓ, પિતૃઓ અને ભૂતપતિઓના યજનનો દભ કરે છે અને મૂક પશુઓની હત્યા કરે છે. ! ૩૦ ॥ ૧. પિતૃન્‌ ભૂતન! 71 શ્રીમદ્બાગવત [અ૦૨૧ સ્વખોપમમમું લોકમસત્તં શ્રવશપ્રિયમ્‌ | આશિષો હદે સક્્ય ત્યજન્વ્ર્થાન્‌ યથા વણિક્‌ || ૩૧। રજઃસત્તતમોનિષ્ઠા રજઃસત્ત્વતમોજુષઃ | ઉપાસતે ઇન્દ્રમુખ્યાન્‌ દેવાદીન્‌ ન તથૈવ મામ્‌ | ૩૨॥। ઇષ્ટ્વેહ દેવતા યશૈર્ગત્વા રંસ્યામહે દિવે તસ્યાન્ત ઇહ ભૂયાસ્મ મહાશાલાર! મહાકુલાઃ | ૩૩॥ એવં પુષ્િતયા વાચા વ્યાક્ષિમમનસાં નૃણામ્‌ | માનિનાં ચાતિસ્તબ્ધાનાં ૨ મદ્ધાર્તાડપિ ન સેચતે ॥ ૩૪॥ વેદા બ્રહ્માત્મવિષયાસ્ત્રિકાણ્ડવિષયા ઇમે | પરોક્ષવાદા :દષયઃ પરોક્ષ મમ? ચ પ્રિયમ્‌ 1 ૩૫॥ શબ્દબ્રહ્મ સુદુર્બોધં પ્રાભેન્દ્રિયમનોમયમ્‌ ! અનત્તપારં ગમ્ભીરં દુર્વિગાલ્યં સમુદ્રવત્‌ ॥ ૩૬॥ મયોપબૂંહિરત ભૂમ્ના બ્રહ્મણાડનન્તશક્તિના | ભૂતેષુ ઘોષરૂપેણ બિસેષૂર્ણેવ લક્ષ્યતે 1 ૩૭॥ યથોર્ષનાભિ્દદયાદ્ર્ણામુદ્રમતે મુખાત્‌ | આકાશાદ્‌ ધોષવાન્‌ પ્રાળો મનસા સ્પર્શરૂપિણા || ૩૮॥ ઉદવજી! જે સ્વર્ગાદિ લોકોના સુખભોગ, ચૈશ્ર્ષ આદે સાંભળવામાં આવે છે તે ન હોવા છતાં કર્ણષ્રિય છે. તૈ સાંભળેલા ભોગોની આશા કરીને તેના માટે પોતાના અસલી દ્રવ્યને પટ તે વેડફી નાખે છે. છેવી રીતે વેષારી લાભની આશાએ પોતાની મૂડી પણ ખોઈ બેસે છે. ॥ 3૧ ॥ રજમિશ્રિત સત્ત્ગગુશ્રી અને તમોગુશી પ્રકૂતેના લોકો આ પ્રકારના જ રજોમિશ્રિત સત્વગુણ અને તમોગુણનું સેવન કરતા રહીને તે સામગ્રી દ્વારા ઈન્દ્ર વગેરે દેવોની ઉપાસના કરે છે; પરંતુ તે મારી ઉપાસના કરતા નથી. || ૩૨ ॥ તેઓ કલ્પના કરે છે કે ‘અમે લોકો આ લોકમાં યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરીને સ્વર્ગમાં જઈશું અને ત્યાં દિવ્ય આનંદ ભોગવીશું, ત્યાર પછી જ્યારે અમારો જન્મ થછે ત્યારે અમે બહુ મોટા ખાનદાન પરિવારમાં જન્મ લઈશું, અમારા મૌટા મોટા મહેલો હશે અને અમે ખૂબ મોટ અને સુખી પરિવારવાળ! થઈશું. આ પ્રકારની માત્ર જોવા-સાંભળવામાં સુંદર લાગતી પધુરવાજીથી તેમનું ચિત્ત અશાંત થઈ જાય છે અને તેમાં જ તે મોહિત યયેલા રહે છે. તે અહંકારી લોકોને મારા વિશેની કોઈ વાત પ્રિય લાગતી નથી. 1 ૩૩-૩૪ !! ઉદ્વવજી! વેદોમાં ત્રણ કાંડ છે - કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ. આ ત્રણેનો પ્રતિપાદિત વિષષ છે બ્રભ અને આત્માની એક્તા, પરંતુ વેદની વાણી પગેક્ષ અર્થાત્‌ સર્વસામાન્યને ન સમજાય તેવી ગૂહ છે. કારણ કે, મને પજ પરોકષવાણી જ પ્રિય છે.” ॥૩૫ || વેદો “શબ્દબ્રહ્મ’ના નામે ઓળખાય છે. તે મારી સાક્ષાત્મૂર્તિ છે. તેથી જ તેમનું રહસ્ય સમજવું બહુ ક્ઠણ, છે. તે શબ્દબ્રહ્મ પરા, પશ્યન્તી અને મધ્યમા વાણીના રૂપે ક્રાણ, મન અને ઇન્દ્રિયમય છે. મધ્યમા ઇન્દ્રિયમપ વાણીને જયક્ત કરે છે, આ વ્યક્ત એટલે ઉચ્ચારના કાર્યમાં વાણી મુખ્ય, માની છે. આ વાણી સીમારહિત છે અર્થાત્‌ દેશ અને કાળથી તેનું માપ કાઢી શકાતું નથી. મોટા-મોટા વિદ્વાનો પણ તેનાં તાત્પર્યનો વાસ્તવિક નિર્ણય કરી શક્તા નથી. | ૩૬ || ઉદ્ધવ! હું અનંતશક્તિસંપન્ન અને સ્વયં અનંત બ્રહ્મ છું, મેં જ કેદવાણીનો વિસ્તાર કર્યા છે. જેમ કમળનાળમાં પાતળો તંતુ હોય છે તેવી જ રીતે આ વેદવાશી પ્રાણીઓનાં અંતઃકરણમાં અનાહત નાદરૃપે ગ્રગટ થાય છે. | ૩૭ !! જેમ એક કરોળિયો પોતાના ઉદરમાં રહેલા લાળના તંતુઓને મુખ દ્વારા બહાર કાઢે છે અને પાછા સમેટી લે છે, તે જ રીતે વેદને ક્હેનાર - હું સ્વયં અમૃતમય હોવાથી ૧. મહાસીલાઃ ! ર, ચાપિ બદ્ધાનાં | ૩. ચ મમ પ્રિયમ્‌ |
  • કારણ કે, બધા લોકો આના અધિકારી નથી. અંતઃકરણ શુદ્ધ થધા પછી આ વાત સમજાય છે. અવ ૨૨] અગિયારપો સ્કંધ 715 છન્દોમયોડમૃતમયઃ સઘસપદર્વી પ્રભુઃ। ઓફકારાદ્‌ વ્યગ્જિતસ્પર્શસ્વરોષ્માન્તઃસ્થભૂપિતામ્‌ | ૩૯॥ વિચિત્રભાષાવિતતાં ઇન્દોભિશ્ચતુરુતરેઃ ! અનત્તપારાં બૃહતીં સૃજત્યાક્ષિપતે સ્વયમ્‌ 1 ૪૦॥ ગાયત્યુષ્ણિગનુષ્ટુપ્‌ ચ બૃહતી પડક્તિરેવ ચ | _ ત્રિષ્ટુબ્‌જગત્યતિચ્છન્દો હ્યત્યષ્ટયતિજગદ્‌વિરાટ્‌ !૪૧॥ કિં વિધત્તે કિમાચષટે કિમનૂદય વિકલ્પયેત્‌ ! ઇત્યસ્યા હૃદયં લોકે નાન્યો મદ્‌ વેદ કશ્ચરત ॥૪૨॥ માં વિધત્તેડભિત્તે માં વિકલ્પ્યાપોદ્યતે ત્વહમ્‌ | એતાવાન્‌ સર્વવેદાર્થઃ શબ્દ આસ્થાય માં ભિદામ્‌ માયામાત્રમનૂઘાત્તે પ્રતિષિધ્ય પ્રસીદતિ | ૪૩)! સ્વયં નાદબ્રહ્મ થઈ મન દ્વારા પોતાના હૃદયાકાશમાંથી વૈખરી વાશને પ્રગટ કરું છું. અને મારામાં લીન કરું છું તે વાણી પ્રાણ અને મન દ્વારા સ્પર્શ આદિ વર્ણના રૂપમાં બહાર આવે. છે. તે વાણી ઓંકારમાંથી પ્રગટ થયેલા “ક થી મ’ સુધીના પચીસ વ્યંજનો, ‘અ’ વગેરે સોળ સ્વરો, શ, પ, સ, હ— ચાર ઊષ્માક્ષરો અને ય, ર, લ, વ—ચાર અંતસસ્થ વર્ણાથી શોભે છે. એમાં એવા છંદો છે, જેમાં ઉત્તરોત્તર ચાર-ચાર વર્ણ વધતા જાય છે, અને તેમના દ્વારા વિચિત્ર ભાષાના રૂપમાં તે વિસ્તરેલી છે. 1 ૩૮-૪૦ ॥ ચાર-ચાર વધારાના વર્ણવાળા છંદોમાંથી થોડા આ પ્રમાણે છે - ગાયત્રી, ઉખ્લિક, અનુષ્ટુયૂ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટુપૂ, જગતી, આતિચ્છન્દ, અત્યષ્ટિ, અતિજગતી અને વિરાટ્‌ ॥૪૧ || આ વેદવાણી કર્મકાંડનાં વિવિધ વાક્યોથી શેનું વિધાન કરે છે, ઉપાસનાકાંડમાં કયા દેવતાઓનું વર્ણન કરે છે તે અને જ્ઞાનકાંડમાં નિષેધના અર્થવાળા નેતિ નેતિ વાક્યોના રહસ્યને માર! સિવાય કોઈ નથી જાણતું. | ૪૨ ॥ કર્મકાંડ દ્વારા વેદો મારું જ વિધાન કરે ‘છે. ઉપાસનકાંડ દ્વારા મને સામે રાખીને દેવતાઓનું વર્ણન કરે છે, જ્ઞાનકાંડ કારા માચથી અલગ વસ્તુનું વર્ણન કરીને “નેતિ નેતિ’ વાક્યોથી અન્યનો નિષેધ પણ કરે છે. આ પ્રમાણે વેદો મને સામે રાખીને મારામાં જ ભેદનો આરોમ કરે છે, આ બધું માયા જ છે. છેવટે તો “સર્વ ખલુ ઇદ બ્રહ્મ’ કહીને વેદ પ્રસન્ન થાય છે. | ૪૩ ॥ ગ્ક્ક્ક્— ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણ પારમર્હસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે એકવિંશોડધ્યાયઃ ॥ ર૧ | અગિયારમા સ્કંધ-અંતર્ગત એકવીસમો અધ્યાય સમાપ્ત.