ચોવીસમો અધ્યાય સાંખ્યયોગ ૬૦॥ તસ્માત્ સર્વાત્મના તાત નિગૃહાણ મનો ધિયા । મથ્યાવેશિતયા યુક્ત એતાવાન્ યોગસડગ્રહઃ | ૬૧: કે. કંભગવાનુશચ અથ તે સમ્પ્રવક્્યામિ સાડ્ખ્યં પૂર્વે્વિનિશ્ચિતમ્ । યદ વિજ્ઞાય પુમાન્ સધ જહ્યાદ્ વૈકલ્પિકં ભ્રમમ્ || ૧।॥ આસીજજ્ઞાનમથો હ્ર્થ એકમેવાવિકલ્પિતમ્ | યદા વિવેકનિપુણા આદૌ કૃતયુગેડયુગે | ૨॥ તન્માયાફલરૂપેણ કેવલં નિર્વિકલ્પિતમ્ | વાડ્મનોડગોચરં સત્યં હિધા સમભવદ્ બૃહત્ | ૩॥ તયોરેકતરો હ્રર્થઃ પ્રકૃતિઃ૧ સોભયાત્મિકા | જ્ઞાનં ત્વન્યતમો ભાવઃ પુરુષઃ સોડભિધીયતે | ૪|| તમો રજઃ સત્ત્વમિતિ પ્રકૃતેરભવન્ ગુણાઃ । મયા પ્રક્ષોભ્યમાણાયાઃ પુરુષાનુમતેન ચ ॥૫॥ ભગવાન શ્રીકૃષ્્ન કહે છે - પ્રિય ઉદ્વવ! હવે હું તમને. સાંખ્યશાસ્ત્રનો અભિપ્રાય સંભળાવું છું. પ્રાચીનકાળના મહાન ત્રધષિમુનિઓએ આનો નિર્શય કર્યો છે. જ્યારે જીવ આને સારી રીતેસમજીલે છે ત્યારે તે ભેદબુદ્ધિમં જન્મેલા સુખ-દુઃખ વગેરે. ભ્રમને તત્કાળ ત્યજી દે છે અને તેને સ્પષ્ટ સમજાઈ જાય છે કે, એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં, 1૧ ॥। પ્રારંભકાળમાં જ્યારે યુગની શરૂઆત થઈ ન હતી ત્યારે શાતા અને જ્ઞેય (દ્રણ-દશ્યનો) એવો કોઈ ભેદ ન હતો. માત્ર સર્વત્ર એક જ તત્ત્વ પરિપૂર્ણ હતું. પછી જ્યારે કૃતયુગ આવ્યો, વિવેકકુશળ લોકો આવ્યા ત્યારે પણ બધાંની બ્રહ્મદષ્ટિ જ હતી. તે બધાં અભેદરૂપે સર્વને એક પરમાત્માનું જ સ્વરૂપ માનતા હતા. ॥ ૨ એમાં શંકા નથી કે, બ્રહ્મમાં કોઈ પ્રકારનો વિકલ્પ નથી. તે કેવળ અદ્રિતીય સત્ય છે, મન અને વાણી ત્યાં પહોંચી શકતાં નથી. તે વિશાળ (બૃહત્) સત્યસ્વરૂપ બ્રહ્મ જ માયા અને તેમાં પ્રતિબિમ્બિત જીવરૂપે દશ્ય અને દ્રષ્ટાના રૂપમાં બે ભાગમાં વિભક્ત જેવું થઈ ગયું. ।। ૩ ।। તેમાંથી એક વસ્તુને પ્રકૃતિ કહે છે, તેશે જગતમાં કાર્ય-કારણનું રૂપ ધારણ કર્યું છે. આ પ્રમાણે કાર્ય-કારણરૂપે બે અંશોમાં એટલે કે જે દશ્ય છે તે કાર્યકારસરૂપ પ્રકૃતિ છે અને દ્રષ્ટા છે તે પુરુષ કહેવાય છે. ॥ ૪ | ઉદ્ધવજી! મેં જ જીવોનાં શુભ-અશુભ કર્મો પ્રમાણે ગ્રકૃતિમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો ત્યારે તેમાંથી સત્ત્વ, રજ અને તમ આ ત્રણ ગુજ પ્રગટ થયા. ॥ ૫ ॥ ૧. પ્રહૃતિશ્યોભયાત્મિકા । ૨. વા! અ૦ ૨૪] તેભ્યઃ સમભવત્ સૂત્રં મહાન્ સૂત્રેણ સંયુ; તતો વિકુર્વતો જાતોડહફારો’ યો વિમોહનઃ || ૬। વૈકારિકસ્તેજસશ્વ તામસકશ્રેત્યર્હે ત્રિવૃત્ | તન્માત્રેન્દ્રિયમનસાં કારણં _ચિદચિન્મયઃ | ૭॥ અર્થસ્તન્માત્રિકાજ્જશઞે તામસાદિન્દ્રિયાણિ ચ | તૈજસાદ્ દેવતા આસશન્ઞેકાદશ ચ વૈકૃતાત્ | ૮॥ મયા* સઝગ્યોદિતા ભાવાઃ સર્વે સંહત્યકારિણઃ | અણમુત્પાદયામાસુર્મમાયતનમુત્તમમ્ ॥૯॥ તસ્મિશ્હું સમભવમણ્ડે સલિલસંસ્થિતો | મમ નાભ્યામભૂત્ પવ્યં વિશ્વાખ્યં તત્ર ચાત્મભૂઃ ॥ ૧૦॥। સોડસૃજત્તપસા યુક્તો રજસા મદનુગ્રહાત્ | લોકાન્ સપાલાન્ વિશ્વાત્મા ભૂર્ભુવઃ સ્વરિતિ ત્રિધા || ૧૧॥ દેવાનામોક આસીત્ સ્વર્ભૂતાનાં ચ ભુવઃ પદમ્ | મર્ત્યાદીનાં ચ ભૂર્લોકઃ સિદ્ધાનાં ત્રિતયાત્ પરમ્ | ૧૨ અધોડસુરાણાં નાગાનાં ભૂમેરોકોડસુજત્ પ્રભુઃ | ત્રિલોક્યાં ગતયઃ સર્વાઃ કર્મણાં ત્રિગુણાત્મનામ્ | ૧૩॥॥ યોગસ્ય તપસશ્ચૈવ ન્યાસસ્ય ગતયોડમલાઃ । મહર્જનસ્તપઃ સત્યં ભક્તિયોગસ્ય મદદગતિઃ || ૧૪॥। મયા કાલાત્મના ધાત્રા કર્મયુક્તમિદં જગત્ | ગુણપ્રવાહ એતસ્મિન્નુન્મજ્જતિ નિમજ્જતિ ॥ ૧૫॥ અણુર્ખૃહત્ કૃશઃ સ્થૂલો યો યો ભાવઃ પ્રસિધ્યતિ | સર્વાડપ્યુભયસંયુક્તઃ પ્રકૃત્યા પુરુષેણ ચ ॥૧૬॥ 731 તે ગુણોમાંથી ક્િયાશક્તિવાળા સૂત્રની ઉત્પત્તિ થઈ અને જ્ઞાનશક્તિવાળા મહત્તત્ત્વની ઉત્પત્તિ થઈ. તે એક જ તત્ત્વની ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિના નામે સૂત્ર અને મહાન એવી સંજ્ઞાઓ થઈ, પરંતુ વસ્તુતઃ તે એક જ તત્ત્વ છે, મહત્તત્ત્મમાં વિકાર થવાથી અહંકાર ઉત્પન્ન થયો. આ અહંકાર જ જીવને મોહિત કરી ભ્રમમાં નાંખે છે. ॥ ૬ ॥ તે અહંકાર ત્રણ પ્રકારનો છે - સાત્વિક, રાજસ અને તામસ. અહંકાર જ પંચતન્માત્રા, ઇન્દ્રિયો અને મનનું કારણ છે; તેથી તે જડ-ચેતનની ગ્રંથિરૂપે છે. આ અહંકાર કાર્ય પણ છે અને કારણ પણ છે. 1૭ ॥| તામસ અહંકારથી પંચતન્માત્રાઓ અને તેમાંથી પાંચભૂતોની ઉત્પત્તિ થઈ; તથા રાજસ અહંકારથી ઇન્દ્રિયો અને સાત્વિક અહંકારથી ઇન્દ્રિયોના અધિષ્ઠાતા અગિયાર દેવતા’ પ્રગટ થયા. || ૮ || આ બધા પદાર્થો મારી પ્રેરણાથી એકત્ર થઈને પરસ્પરમાં મળી ગયાં. અને એમણે બ્રહ્માંડરૂપ અંડ ઉત્પન્ન કર્યું. આ બ્રહ્માંડ મારું ઉત્તમ નિવાસસ્થાન છે. ।। ૯ || જ્યારે તે અંડ જળમાં સ્થિત થઈ ગયું ત્યારે હું જ નારાયણરૂપે તેમાં બિરાજમાન થયો. મારી નાભિમાંથી વિશ્વકમળની ઉત્પત્તિ થઈ. તે કમળમાંથી બ્રહ્માજીનો આવિર્ભાવ થયો. ।। ૧૦ ॥વિશ્ચસષ્ટા બ્રહ્માએ દીર્ધ તપ કર્યું. ત્યાર પછી મારો કૃપાપ્રસાદ પ્રાપ્ત કરીને રજોગુણ દ્વારા ભૂડ, ભુવઃ, સ્વઃ અર્થાત્ પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ આ ત્રણ લોકની અને તેમના લોકપાલોની તેમણે રચના કરી. ॥। ૧૧ [દેવતાઓના નિવાસ માટે સ્વર્ગલોક, ભૂત-પ્રેતાદિ માટે ભુવર્લોક અને મનુષ્ય વગેરે માટે ભૂર્લાક (પૃથ્વીલોક)નો નિશ્ચય કરવામાં આવ્યો. આ ત્રણે લોકથી ઉપર મહર્લાક,તપોલોકવગેરે સિદ્ધોનાં નિવાસસ્થાન થયાં. ।। ૧૨ || સૃષ્ટિકાર્યમાં કુશળ બ્રહ્માજીએ અસુરો અને નાગો માટે પૃથ્વીની નીચે અતલ, વિતલ, સુતલ વગેરે સાત પાતાળ બનાવ્યા. આ જદ્રશે લોકમાં ત્રિગુણાત્મક કર્મો અનુસાર જીવોની વિવિધ ગતિ પ્રાપ્ત થાય છે. || ૧૩ ।। યોગ, તપ અને સંન્યાસ દ્વારા મહર્લોક, જનલોક, તપોલોક અને સત્યલોક જેવી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે; તથા ભક્તિયોગથી મારું પરમધામ પ્રાપ્ત થાય છે. ॥ ૧૪ આ સઘળું જગત કર્મ અને તેના સંસ્કારોથી યુક્ત છે. હું જ કાળરૂપે કર્મો અનુસાર તેમના ફળનું વિધાન કરું છું. આ ગુણપ્રવાહમાં પડીને જીવ ક્યારેક ડૂબી જાય છે અને ક્યારેક ઉપર આવે છે - ક્યારેક તેની અધોગતિ થાય છે અને ક્યારેક તેને પુશ્યકર્મરૂપે ઉચ્ચલોકની પ્રાપ્તિ થાય છે. | ૧૫ ॥ જગતમાં નાના-મોટા, જાડા-પાતળા, - જેટલા પણ પદાર્થો છે, તે બધા જ પ્રકૃતિ અને પુરુષ - બન્નેના સંયોગથી જ ઉત્પન્ન થાય છે. 1૧૬ ॥ ૧. જાતો યોડહફારો [િ. । ૨. તયા | ૩. સલિલસંસ્થિતે !
- પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન - આ પ્રમાણે અગિયાર ઇન્દ્રિયોના અધિષ્ઠાતા અગિયાર દેવતાઓ છે. 732 શ્રીમદૂભાગવત_ [અ ર૪ યસ્તુ યસ્યાદિરન્તશ્ચ સ વૈ મધ્ય ચ તસ્ય સન્ | વિકારો વ્યવહારાર્થો યથા તૈજસપાર્થિવાઃ | ૧૭॥ યદુપાદાય પૂર્વસ્તુ ભાવો વિકુરુતેડપરમ્ ! આદિરન્તો યદા યસ્ય તત્ સત્યમભિધીયતે ॥ ૧૮॥। પ્રકૃતિર્લસ્યોપાદાનમાધારઃ પુરુષઃ પરઃ! સતોડભિવ્યગ્જકઃ કાલો બ્રહ્મ તત્તિતયં ત્વહમ્ ॥ ૧૯॥ સર્ગઃ પ્રવર્તે તાવત્ પૌર્વાપર્યેણ નિત્યશઃ | મહાન્ ગુણવિસર્ગાર્થઃ સ્થિત્યન્તો યાવદીક્ષણમ્ ॥ ૨૦॥ વિરાણ્મયાડડસાદ્યમાનો લોકકલ્પવિકલ્પકઃ | પગ્ચત્વાય વિશેષાય કલ્પતે ભુવનૈઃ સહ ||૨૧॥ અન્ને પ્રલીયતે મર્ત્યમન્ન’ ધાનાસુ લીયતે । ધાના ભૂમૌ પ્રલીયન્તે ભૂમિર્ગન્ધે પ્રલીયતે | ૨૨॥ અપ્યુ પ્રલીયતે ગન્ધ આપશ્ચ સ્વગુણે રસે ! લીયતે જ્યોતિષિ રસો જ્યોતી રૂપે પ્રલીયતે ॥ ૨૩॥ રૂપં વાયૌ સ ચ સ્પર્શે લીયતે સોડપિ ચામ્બરે | અમ્બરં શબ્દતન્માત્ર ઇન્દ્રિયાણિ સ્વયોનિષુ ॥ ૨૪॥ યોનિર્વેકારિકે સૌમ્વ લીયતે મનસીશ્ચરે | શબ્દો ભૂતાદિમપ્યેતિ ભૂતાદિર્મહતિ પ્રભુઃ ॥ ૨૫॥ સ લીયતે મહાન્ સ્વેષુ ગુ્રેષુ ગુણવત્તમઃ | તેડવ્યક્તે સમ્પ્રલીયન્તે તત્ કાલે લીયતેડવ્યયે | ૨૬॥ કાલો માયામયે જીવે જીવ આત્મનિ મય્યજે । આત્મા કેવલ આત્મસ્થો વિકલ્પાપાયલક્ષણઃ || ર૭॥ “0 જેના આદિ અને અંતમાં જે તત્ત્વ છે તે જ તત્ત્વ મધ્યમાં પણ છે અને તેને સત્ય માનવું; પરંતુ વિકાર સત્ય નથી, ક્લ્યનામાત્ર છે. જેમ સોનામાંથી કડાં-કુંડળ વગેરે સોનાનો વિક્રર અને માટીનો વિકાર એટલે ઘડા, કોડિયાં વગેરે બન્યાં. આ ઘડો, કોડિયાં અને કડાં-કુંડળ બન્યા તે પહેલાં માટી અને સોનું હતું અને જયારે ધડા ફટી જશે કે અલંકારો ઓગાળી નંખાશે ત્યારે માટી અને સોનું જ રહેશે] મધ્યમાં આકારો અને અલંકારો છે ત્યારે પણ માટી અને સોનું જ છે./તિમ સૃષ્ટિના પૂર્વમાં મહત્તત્્વાદિ પણ જે પરમ કારણને ઉપાદાન બનાવીને બીજાં અહંકાર આદિ કાર્ય-સમૂહની રચના કરે છે તે જ આ બધાંની અપેક્ષાએ પરમ સત્ય છે. તૈત્પર્ય એ છે કે જયારે જે કોઈ પણ કાર્યના આદિ અને અંતમાં વિદ્યમાન રહે છે તે પરમાત્મા જસત્ય છે. || ૧૭-૧૮ [કરા ગ્રપંચનું ઉપાદાન કારણ પ્રકૃતિ છે,આધાર પુરુષ (પરમાત્મા) છે અને આને પ્રગટ કરનાર કાળ છે. વ્યવહારકાળની આ ત્રિવિધતા વસ્તુતઃ બ્રહ્મસ્વરૂપ છે અને હું જ શુદ્ધ બ્રહ્મ છું. ।। ૧૯ ॥ જ્યાં સુધી પરમાત્માની એટલે કે મારી ઈક્ષણશક્તિ કામ કર્યા કરે છે ત્યાં સુધી મારી પાલનક્રિયા પણ ચાલતી જ હોય છે. ત્યાં સુધી જીવોનાં કર્મોના ભોગ માટે કારણ-કાર્યરૂપથી અથવા પિતા-પુત્રના રૂપથી આ સૃષ્ટિચક નિરંતર ચાલતું રહે છે. ॥ ર૦ ॥ આ વિરાટ જ વિવિધ લોકની સૃષ્ટિ, સ્થિતિ અને સંહારની લીલાભૂમિ છે. જ્યારે હું પ્રલયનો સંકલ્પ કરું છું, કાળરૂપે તેમાં પ્રવેશ કરું છું, ત્યારે બ્રહ્માંડ વિનાશ માટે યોગ્ય બની જાય છે. || ૨૧ ॥ બ્રહ્માંડના લીન થવાની પ્રક્રિયા આ પ્રમાણે છે - શરીર અન્નમાં, અન્ન બીજમાં, બીજ ભૂમિમાં અને ભૂમિ ગંધ તન્માત્રામાં લીન થઈ જાય છે. || રર ॥ ગંધ. જળમાં,જળ પોતાના ગુણ રસમાં, રસ તેજમાં, તેજ રૂપમાં લીન થઈ જાય છે. 1૨૩ || રૂપ વાયુમાં, વાયુ સ્પર્શમાં, સ્પર્શ આક્રાશમાં તથા આકાશ શબ્દ તન્માત્રામાં લીન થઈ જાય છે. ઇન્દ્રિયો પોતપોતાનાં કારણ દેવતાઓમાં અને છેવટે રાજસ અહંકારમાં સમાઈજાય છે. ॥ ૨૪ ॥હે સૌમ્ય! રાજસ અહંકાર પોતાના નિયંતા સાત્વિક અહંકારરૂપ મનમાં, શબ્દતન્માત્રા પંચમહાભૂતોના કારણરૂપ તામસ અહંકારમાં અને સઘળા વિશ્વને મોહિત કરવામાં સમર્થ ત્રિવિધ અહંકાર મહત્તત્વમાં લીન થઈ જાય છે. |! ર૫ || જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિવાળું. મહત્તત્્ત પોતાના કારણ ગુણોમાં લીન થઈ જાય છે. ગુણ અવ્યક્ત પ્રકૃતિમાં અને પ્રકૃતિ પોતાના પ્રેરક અવિનાશી કાળમાં લીન થઈ જાયછે. ।! ર૬ ॥કાળ માયામય (વિધામય) જીવમાં અને જીવ મુજ અજન્મા આત્મામાં લીન થઈ જાય છે. આત્મા કોઈનામાં લીન થતો નથી, તે તો ઉપાધિરહિત,પોતાના સ્વરૂપમાં જ સ્થિર રહે છે. તે જગતની સૃષ્ટિ અને લયનું અધિષ્ઠાન અને સીમા છે. ॥ ર૭ ॥ ૧. મર્ત્યોડન્નં । અક ૨પ] અગિયારમો સ્કંધ 733 એવમન્વીક્ષમાણસ્ય કથ વૈકલ્પિકો ભ્રમઃ | મનસો હૃદિ તિષ્ઠેત વ્યોમ્નીવાર્કોદયે તમઃ | ર૮॥ એષ સાડ્ખ્યવિધિઃ પ્રોક્તઃ સંશયગ્રન્થિભેદનઃ5 । પ્રતિલોમાનુલોમાભ્યાં પરાવરદંશા મયા | ર૯॥ ઉદ્ધવજી! જે આ પ્રમાણે વિવેક્ટષ્ટિથી જુએ છે, તેના ચિત્તમાં આ પ્રપંચનો ભ્રમ થઈ જ શકતો નથી. અને કદાચ તેનો ભ્રમ થઈ પણ જાય તો તે વધારે સમય હૃદયમાં કઈ રીતે રહી શકે? શું સૂર્યોદથ થયા પછી પણ અંધકાર રહી શકે ખરો? ॥ ૨૮ !1ઉદ્ધવજી! હું કાર્ય અને કારણ બન્નેનો ય સાક્ષી છું, મેં તમને સૃષ્ટિથી પ્રલય અને પ્રલયથી સૃષ્ટિ સુધીની સાંખ્યવિધિ કહી દીધી. આથી સંશયની ગાંઠ કપાઈ જાય છે અને પુરુષ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. | ૨૯ || ત્ક્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે ચતુર્વિશોડધ્યાયઃ || ૨૪ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત ચોવીસમો અધ્યાય સમાપ્ત.