સાતમો અધ્યાય અવધૂત-ઉપાખ્યાન પૃથ્વીથી માંડીને કબૂતર સુધીના આઠ ગુરુઓની કથા કીંભગવાનુવાચ થદાત્થ માં મહાભાગ તચ્ચિકીર્ષિતમેવ મે | બ્રહ્મા ભવો લોકપાલાઃ સ્વર્વાસં મેડભિકાડક્ષિણઃ | ૧॥ મયા નિષ્પાદિતં હ્યત્ર દેવકાર્યમશેષતઃ । યદર્થમવતીર્ણોડહમંશેન બ્રહ્મણાર્થિતઃ ॥ ૨॥ કુલ વૈ શાપનિર્દગ્ધં નડક્યત્યન્યોન્યવિગ્રહાત્ ! સમુદ્રઃ સપ્નમેડહન્યેતાં પુરી ચ પ્લાવયિષ્યતિ | ૩॥ થર્હવાયં મયા ત્યક્તો લોકોડયં નષ્ટમડ્લઃ | ભવિષ્યત્યચિરાત્ સાધો કલિનાપિ નિરાકૃતઃ ॥ ૪॥ ન વસ્તવ્યં ત્વધૈવેહ મયા ત્યક્તે મહીતલે | જનોડધર્મરુચિર્ભદ્ર ભવિષ્યતિ કલૌ યુગે ॥૫॥ ત્વં તુ સર્વ પરિત્યજ્ય સનેહ સ્વજનબત્યુષુ5 । મય્યાવેશ્ય મનઃ સમ્યક સમદંગ્ વિચરસ્વ ગામ્ ॥ ૬॥ મદિદે મનસા વાચા ચક્નુભ્યા શ્રવણાદિભિઃ | નશ્ચરં ગૃહ્ામાણં ચ વિદ્ધિ માયામનોમયમ્ 1 ૭॥ પુંસોડયુક્તરય નાનાર્થો ભ્રમઃ સ ગુણદોષભાક્ | કર્માકર્મતિકર્મતિ ગુણદોષધિયો ભિદા | ૮॥ તસ્માદ યુક્તેન્દ્રિયગ્રામો યુક્તચિત્ત ઇદં જગત્ | આત્મનીક્ષસ્વ વિતતમાત્માનેં મય્યધીશ્ચરે ॥૯॥ [અન૭ | | ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - મહાભાગ્યશાળી ઉદ્ધવ! તમે મને જે કહયું, હું પશ એ જ કરવા ઇચ્છું છું. બ્રહ્મા, શંકર અને ઇન્દ્રાદિ લોકપાલો પણ એ જ ઇચ્છે છે કે હવે હું તેમના લોકોમાં થઈને પોતાના ધામમાં જાઉં. || ૧ ॥ બ્રહ્માની પ્રાર્થનાથી મેં મારા અંશથી બલરામજીની સાથે આ ભૂતળ પર અવતાર લીધો અને દેવતાઓનું જે જે કાર્ય હતું તે પૂરેપૂરું સંપન્ન કર્યું. ॥ ર || હવે આ યાદવો, જે બ્રાહ્મણોના શાપથી ભસ્મ ઘઈ ચૂક્યા છે તે પરસ્પરના વિખવાદ અને યુદ્ધથી નષ્ટ થઈ જશે. આજથી સાતમા દિવસે સમુદ્ર આ દ્વારકાનગરીને ડુબાડી દેશે. 1૩ ॥ હ પ્રિય ઉદ્વવ! જે ક્ષણે હું આ મૃત્યુલોકનો પરિત્યાગ કરી દઈશ, તે જ ણે તેનાં તમામ મંગબો નષ્ટ થઈ જશે અને થોડા જ દિવસોમાં કલિયુગ સંપૂર્ણ રીતે બધાંને. તેના પ્રભાવથી દબાવી દેશે. ॥૪ | મારા પ્રસ્થાન પછી આ પૃધ્વી પર રહેવું નહિ; કારણ કે મહાત્મા ઉદ્વવ! કળિયુગમાં અધિકાંશ લોકોની રુચિ અધર્મમાં જ રહેશે. 1૫ ॥ હવે તમે આપણા આત્મીય સ્વજન અને ભાઈ- બાંધવોનો સ્નેહ-સંબંધ છોડી દો અને અનન્ય પ્રેમથી મારામાં પોતાનું મન પરોવીને સમદષિથી પૃથ્વી પર વિચરબ્ન કરજો. | ૬ |! આ જગતમાં જે કાંઈ મનથી વિચારવામાં આવે છે, વાભ્રીથી કહેવામાં આવે છે, નેત્રોથી જોવામાં આવે છે અને ઇન્દ્રિયોથી શ્રવણ વગેરે કરવામાં આવે છે, તે બધું. નાશવાન છે, સ્વપ્ન જેવો મનનો વિલાસ છે, મિથ્યા છે- એવું સમજી લો. 1૭ || જેનું ચિત્ત ચંચળ છે એવા અસંયમી પુરુષમાં અજ્ઞાનના કારફો નાનાત્વની ભાવના હોય છે. તેનું મન ભ્રમલાવાળું અને તત્ત્વમાં જોડાયેલું ન હોવાથી તેનામાં ‘આ ગુણ છે, આ દોષ છે.’ આ પ્રકારની ભેદબુદ્ધિ હોય છે. આવા લોકો માટે કર્મ - શાસ્ત્રવિહિત કર્મ, અકર્મ
- નિષિદ્ધકર્મ, વિકર્મ-વિહિતકર્મનો ત્યાગ એવું પ્રતિપાદન કરવામાં આવે છે. 1૮ ॥ તેથી હે ઉદ્વવ! તમે તમારી ઇન્દ્રિયો અને ચિત્તને વશમાં કરીને આ સંપૂર્ણ સંસારને આત્મરૂપ જુઓ અને આત્માને મુજ અધીશ્વરમાં જુઓ. | ૯ ॥
- સ્વજનબન્યનમ્,! અ૦૭] અગિયારમો સ્કંધ જ્ઞાનવિજ્ઞાનસંયુક્ત આત્મભૂતઃ શરીરિણામ્ । આત્માનુભવતુષ્ટાત્મા નાત્તરાયૈર્વિહન્યસે | ૧૦॥ દોષબુદ્ધયોભયાતીતો નિષેધાન્ન નિવર્તતે | ગુણબુદ્ધયા ચ વિહિતં ન કરોતિઃ યથાર્ભકઃ ॥ ૧૧॥ સર્વભૂતસુહૃચ્છાન્તો જ્ઞાનવિજ્ઞાનનિશ્ચયઃ | પશ્યન્ મદાત્મકં વિશ્વં ન વિપદ્યેત વૈ પુનઃ ॥૧૨॥ શંથુક ઉશચ ઇત્યાદિષ્ટો ભગવતા મહાભાગવતો નૃપ | ઉદ્ધવઃ પ્રણિપત્યાહ તત્ત્વજિજ્ઞાસુરચ્યુતમ્ ॥ ૧૩॥ ઉદ્વવ ઉજાશ યોગેશ યોગવિન્યાસ યોગાત્મન્ યોગસમ્ભવ | નિઃશ્રેયસાય મે પ્રોક્તસ્ત્યાગઃ સંન્યાસલક્ષણઃ || ૧૪।। ત્યાગોડયં દુષ્કરો ભૂમન્ કામાનાં વિષયાત્મભિઃ | સુતરાં ત્વષિ સર્વાત્મશ્ષભક્તેરિતિ મે મતિઃ ॥ ૧૫॥ સોફહે મમાહમિંતિ મૂઢમતિર્વિંગાઢ- શ્ત્વન્માયયા વિરચિતાત્મનિ સાનુબન્ધે તત્્ગજસા ત્તિગદિતં ભવતા યથાહં સંસાધયામિ ભગવન્નનુશાધિ ભૃત્યમ્ 1 ૧૬॥। સત્યસ્ય તે સ્વદેશ આત્મન આત્મનોડન્યં વક્તારમીશ વિબુધેષ્વાપિ નાનુચક્ષે | સર્વે વિમોહિતધિયસ્તવ માયયેમે બ્રહ્માદયસ્તનુભૃૂતો બહિરર્થભાવાઃ | ૧૭1! 637 સર્વનો આત્મા હું છું એવું માનીને બધાં જ દેહધારીઓ સાથે આત્મભાવ રાખો, પોતાના આત્માના અનુભવમાં આનંદમગ્ન થઈને જ્ઞાન-વિજ્ઞાનથી.સંપન્ન થઈ જાઓ; પછી કોઈ પણ પ્રકારનું વિઘ્ન તમને દુઃખી નહીં કરી શકે. । ૧૦ ॥ ગુણ અને દોષ - આ બન્નેથી બિલકુલ અતીત થઈ જાઓ. જેમ બાળક ગુણબુદ્ધિ રાખીને વિહિત કર્મ કરતું નથી અને દોષબુદ્ધિ રાખીને નિષિદ્ધ કર્મથી નિવૃત્ત પણ થતું નથી. અર્થાત્ જેમ બાળકમાં ગુણબુદ્ધિ કે દોષબુદ્ધિ હોતી નથી, તે તો પરમહંસ જેવું હોય છે.એ જ પ્રમાણે તમે ગુણ અને દોષ બન્નેથી પર થઈ જાઓ. ॥૧૧ ॥ યોગીએ સમગ્ર પ્રાણીઓમાં સુલેહભાવ રાખવો જોઈએ, ચિત્તમાં સદા શાંતિ રાખવી, એકમાત્ર પરમાત્માનું જ અનુસંધાન દઢતાપૂર્વક રાખવું અને પૂરા સંસારને મારું જ સ્વરૂપ સમજવું. આમ કરવાથી તે જન્મ-મૃત્યુના ચક્કરમાં પડતો નથી. 1૧૨ || શ્રીશુકેદવજી કહે છે — પરીક્ષિત! જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે ભગવાનના પરમપ્રિય ઉદ્વજીએ તેમને પ્રણામ કરીને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છાથી આ પ્રશ્ન કર્યો. | ૧૩ ॥ «4 ઉદ્વવજીએ કહ્યું — હે ભગવન્! આપ જ યોગેશ્રર છો, યોગ આપમાં જ પ્રતિષ્ઠિત છે. આપ સાક્ષાત્ યોગમૂર્તિ છો અને યોગને ઉત્પન્ન કરનાર પણ આપ જ છો. આપે મારા પરમ કલ્યાણ માટે જ સંન્યાસરૂપી ત્યાગનો ઉપદેશ મને કર્યો છે.॥૧૪ હે અનંત! વિષયી જીવો જે, અનેક કામનાઓમાં ફસાયેલા છે, તેમના માટે આ ત્યાગનું તત્ત્વ સમજવું અત્યંત મુશ્કેલ છે. ખાસ કરીને જે આપની ભક્તિથી વિમુખ છે, તેમને માટે તો વિશેષ કઠિન છે એવો મારો અભિપ્રાય છે. ॥ ૧૫ ॥ હે પ્રભુ! હું પણ “હું અને મારાના ચક્કરમાં’ ફસાયેલો છું. મારી બુદ્ધિ પણ આપની જ માયાને લીધે પોતાના પરિવાર અને પોતાના સ્વજનોમાં એટલી ગંભીર અહંતા-મમતામાં ફસાયેલી છે કે હું એને મૂઢતાવશ છોડી શકતો નથી. આપે જે હમણાં સંન્યાસધર્મનું પ્રતિપાદન કર્યું તેને હું પણ કઈ રીતે સહજભાવે અપનાવી શકું એ વિચારીને આપના સેવક એવા મને આપ સરળ રીતે ઉપદેશ આપો. | ૧૬ ॥ હે ઈશ્વર! આપ જ સત્યસ્વરૂપ છો અને સર્વના નેત્રસ્વરૂપ પ્રકાશક પણ આપ જ છો. સર્વના આત્મા પણ આપ જ છો. આથી આપના સિવાય આ આત્મતત્ત્વના સંબંધમાં પ્રતિપાદન કરનાર હું કોઈને જોતો નથી. કારણ કે, બ્રહ્માથી લઈને જેટલા પણ છે, બધા જ બાહ્યદૃષ્ટિ ધરાવનારા અને આપની માયાથી મોહિત થઈ રહ્યા છે. । ૧૭ ॥ 838 શ્રીમદ્ભાગવતત_ [અન૭ તસ્માદ્ ભવત્તમનવધમનત્તપારં સર્વશ્મીશ્વરમકુષ્ઠવિકુણ્ઠધિષ્હ્યમ્ | નિર્વિણ્ણધીરહમુ’ હ વૃજિનાભિતપ્તો નારાયણં નરસખં શરણં પ્રપઘે 1૧૮॥ કાંભગજનુવચ પ્રાયેણ મનુજા લોકે લોકતત્ત્વવિચક્ષણાઃ | સમુદ્ધરન્તિ હ્યાત્માનમાત્મનૈવાશુભાશયાત્ ॥ ૧૯॥ આત્મનો ગુરુરાત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ | યત્ પ્રત્યક્ષાનુમાનાભ્યાં શ્રેયોડસાવનુવિન્દતે ॥ ૨૦॥ પુરુષત્વે થ માં ધીરાઃ સાડખ્યયોગવિશારદાઃ । આવિસ્તાં પ્રપશ્યત્તિ સર્વશક્ત્યુપબૃંહિતમ્ ॥ ર૧॥ એકદ્રિત્રિચતુષ્પાદો બહુપાદસ્તથાપદઃ | બહ્ત્યઃ સન્તિ પુરઃ સૃષ્ટાસ્તાસાં મે પૌરુષી પ્રિયા ॥ રર॥ અત્રમાં માર્ગયન્ત્યદ્ધા યુક્તા હેતુભિરીશ્વરમ્ । ગૃઘ્યમાણે્ગુણેર્લિફેરગ્રાહ્મમનુમાનતઃ ॥૨૩॥ અત્રાપ્યુદાહરન્તીમમિતિહાસં પુરાતનમ્ | અવધૂતસ્ય સંવાદેં યદોરમિતતેજસઃ | ૨૪॥ અવધૂતં [જ કગ્ચિચ્ચરત્તમકુતોભયમ્ | કવિં નિરીક્ષ્ય તરણં૨ યદુઃ પપ્રચ્છ ધર્મવિત્ ॥ રપ॥ તેથી હૈ પ્રભુ! હું નરના સખા એવા આપ નારાયણના શરણમાં છું, આપ નિરંજન છો, આપ અનંત છો, અપાર છો. આપ સર્વશ, સર્વના નિયન્તા અને અવિનાશી છો. વૈકુંઠધામના માલિક છો. હું સંસારના તાપોથી સંતપ્ત થઈ રહ્યો છું. (આપ મને કલ્યાણમાર્ગનો ઉપદેશ આપીને મારો ઉદ્ધાર કરો.) | ૧૮ || શ્રીભગવાને કહ્યું - પ્રિય ઉદ્વવ! ધલું કરીને આ સંસારમાં જે લોકો લોક-વ્યવહાર અને તત્તશાનમાં બુદ્ધિમાન હોય છે તેઓ સ્વયં પોતાનો અશુભ વાસનાઓથી ઉદ્ધાર કરી લે છે. 1૧૯ ॥ વિશેષરૂપે મનુષ્ય સ્વયં જ પોતાનો ગુરુ છે. તે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ દ્વારા પોતે જ પોતાનો ઉદ્ધાર કરવામાં સમર્થ છે. 1 ૨૦ |! સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર - આ બેમાં જે પ્રવીણ છે, એવા જ્ઞાનીલોકો મનુષ્યયોનિમાં સર્વશક્તિસંપન્ન મુજ, પરમાત્માનો પ્રત્યક્ષરૂપે તથા સર્વવ્યાપક વિરાટ સગુણ નિરકારરૂપે સાક્ષાત્કાર કરી લે છે. 1૨૧ ॥ મેં એક પગવાળા, બે પગવાળા, ત્રણ પગવાળા અને. ચાર પગવાળા તથા ઘણા પગવાળા અને પગ વિનાના
- આ પ્રમાણે અનેક યોનિઓનું નિર્માળ કર્યું, પરંતુ તે બધામાં મને મનુષ્યશરીર જ સહુથી વધારે પ્રિય છે. | ૨૨ || હું તો અગ્રાહમ (મારા તત્વને સમજવું કઠ છે) છું, પરંતુ. આ મનુષ્ય શરીર દ્વાસ જ જે કારણોથી હું જાણી શકાઉં છું તે કારશ્ોથી, ચિહૂનોથી અને અનુમાનથી તેઓ મને શોધી લે છે. 1૨૩ ॥ આ વિષયમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસ કહેતા આવ્યા છે. તે ઇતિહાસ પરમ તેજસ્વી અવધૂત દત્તાત્રે” અને યદુરાજાના સંવાદરૂપે છે. | ૨૪ || એકવાર ધર્મના મર્મશ યદુરાજાએ જોયું કે, એક ત્રિકાલદર્શી તરુણ અવધૂત બ્રાહ્મણ નિર્ભયતાથી વિચરી રહ્યા છે, ત્યારે તેમણે તેમને આ પ્રશ્ન કર્યો, | ૨૫ || ૧, “મરત મુઠુઃ | ૨. કરશ!
- કસાનેથજી સ્વય ભગવાનના અવતાર છે. તેમણે લોકોને શિક્ આપવાના હેતુથી આ ચોવીસ ગુરુઓનાં નામ લીધાં છે. ઉદાહરણથી, ઉપદેશ ગ્રહણ ડસ્વામાં દરેક «યક્તિને સમજાઈ જાય છે. તેથી તેમાંથી સાર વાત ગ્રહણ કરવી જોઈએ. અ૦૭] , અગિયારમો સ્કંધ 839 યદુરુવાચ’ કુતો બુદ્ધિરિયં બ્રહ્મન્નકર્તુઃ સુવિશારદા | યામાસાદ્ય ભર્વાલ્લોકં વિદ્વાંશ્ષરતિ બાલવત્ | ૨૬॥ પ્રાયો ધર્માર્થકામેષુ વિવિત્સાયાં ચ માનવાઃ। હેતુનૈવ સમીહન્તે આયુષો યશસઃ શ્રિયઃ | ૨૭॥ ત્વં તુ કલ્યઃ કવિર્દક્ષઃ સુભગોડમૃતભાષણઃ | _ ન કર્તા નેહસે કિગ્ચિજ્જડોન્મત્તપિશાચવત્ | ર૮॥ જનેષુ દહ્યમાનેષુ કામલોભદવાગ્નિના | ન તપ્યસેડગ્નિના મુક્તો ગદ્ઞામ્ભઃસ્થ ઇવ દ્રિપઃ | ૨૯॥ ત્વંહિ નઃ પૃચ્છતાં બ્રહ્મન્ઞાત્મન્યાનન્દકારણમ્ | બ્રૂહિ સ્પર્શવિહીનસ્ય ભવતઃ કેવલાત્મનઃ | ૩૦॥ કભગવાનુશચ યદુનૈવં મહાભાગો બ્રહ્મણ્યેન સુમેધસા | પૃષ્ટ: સભાજિતઃ પ્રાહ પ્રશ્રયાવનતં દ્વિજઃ | ૩૧॥ કાહા ઉવાચ સત્તિ મે ગુરવો રાજન્ બહવો બુદ્ધયુપાશ્રિતાઃ । યતો બુદ્ધિમુપાદાય મુક્તોડટામીહ તાગ્છૃણુ ॥ ૩૨॥ પૂશિવી વાયુરાકાશમાપોડગ્નિશ્ચન્દ્રમા રવિઃ | કપોતોડજગરઃ સિન્ધુઃ પતજ્ઞો મધુકૃદ્ ગજઃ || ૩૩॥ મધુહા હરિણો મીનઃ પિડલા કુરરોડર્ભકઃ | કુમારી શરકૃત્ સર્પ ઊર્ણનાભિઃ સુપેશકૃંત્ | ૩૪॥ યદુરાજાએ પૂછ્યું - હે બ્રહ્મન્! આપ કર્મ તો કરતા નથી, તો પછી આપને આ અત્યંત નિપુણ (પરિપક્વ) બુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ? જે બુદ્ધિનો આશ્રય લઈને આપ પરમવિદ્દાન હોવા છતાં પણ બાળકની જેમ સંસારમાં વિચરો છો? ૨૬ ॥ પ્રાયઃ જોવામાં આવે છે કે, મનુષ્યો કોઈ ને કોઈ કામના માટે જ ધર્મ, અર્થ, કામમાં અને તત્ત્વજ્ઞાનની ઇચ્છામાં પ્રવૃત્ત થાય છે, જેથી તેમને તેના બદલામાં આયુષ્ય, યશ-કીર્તિ અથવા ધન-સંપાત્તે મળે. પરંતુ આપને. જોઉં છું કે, આપ સમર્થ છો, સાથે-સાથે જ્ઞાની અને દક્ષ છો, સુંદર શરીર પણ છે, અમૃત જેવી વાણી છે; તો પછી આપ ન તો કાંઈ કરો છો અને ન તમને કોઈ કામના છે. તદન જડ-ઉન્મત અવધૂતની જેમ પોતાની જ મસ્તીમાં રહો છો. ૨૭-૨૮ ॥ અન્ય લોકો તો કામ, ક્રોધ અને લોભરૂપી દાવાનળમાં બળી રહ્યા છે અને આ કામ-ક્રોધ-લોભરૂપ અગ્નિથી બચવાનો કોઈ રસ્તો પણ નથી. પરંતુ આપ તો તેમાંથી બિલકુલ મુક્ત છો. જે રીતે ગંગાના જળમાં ઊભેલા હાથીને દાવાનળ તાપ આપી શકતો નથી, બલ્કે તે તો શીતળતાનો જ અનુભવ કરે છે, તે જ પ્રમાણે આપના ઉપર આ સંસારના તાપની કોઈ અસર દેખાતી નથી. | ૨૯ || હે બ્રહ્મન્! આપની સંસારમાં કોઈના પણ પ્રતિ બિલકુલ આસક્તિ નથી. આપ આપના જ શુદ્ધસ્વરૂપમાં હંમેશાં સ્થિત રહો છો. આપના આ અનિર્વચનીય આનંદનું. રહસ્ય શું છે. તે આપ અમને કૃપા કરી જણાવો, |! ૩૦ | શ્રીભગવાને કહ્યું - બ્રાહ્મણોનો આદર કરવાવાળા પરમ બુદ્ધિમાન મહારાજ યદુએ ઘણા જ વિનપ્રભાવે, , મસ્તક ઝૂકાવી મહાભાગ્યશાળી બ્રાહ્મણશ્રેષ્ઠ અવધૂત દત્તાત્રેયજીનું આ પ્રમાણે સન્માન કર્યું. ત્યારે તેમના પ્રશ્નનો તેઓ આ પ્રમાણે ઉત્તર આપવા લાગ્યા. ૩૧ ॥ બ્રહ્મવેત્તા શ્રીદત્તાત્રેયજીએ કહ્યું - રાજન્! મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને હું આ જગતમાં મુક્તભાવે ઇચ્છા પ્રમાશે ફરું છું. તમે તે ગુરુઓનાં નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો. | ૩૨ ॥ મારા ગુરુઓનાં નામ છે - પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચન્દ્રમા, સૂર્ય, કબૂતર, અજગર, સમુદ્ર, પતંગિયું, મધુમક્ષિકા, હાથી, મધપૂડા લૂંટનાર પારધી, હરણ, માછલી, પિંગલા, ટિટોડી, બાળક, કુંવારી કન્યા, બાણ બનાવનારો, સર્પ, કરોળિયો અને ભમરી. | ૩૩-૩૪ ॥ ૧. પ્રાચીન પ્રતમાં નથી. 640 શ્રીમદભાગવત, દ [અ૦૭ એતે મે ગુરવો રાજજંશ્વતુર્વિશતિરાશ્રિતાઃ | શિક્ષા વૃત્તિભિરેતેષામત્વશિક્ષમિહાત્મનઃ | ૩૫॥ યતો યદનુશિક્ષામિ યથા વા નાહુષાત્મજ | તત્તથા પુરુષવ્યાધ્ર નિબોધ કથયામિ તે |૩૬॥ ભૂતૈરાક્રમ્યમાણોડપિ ધીરો દૈવવશાનુગૈઃ | તદ્ વિદ્ધાશ્ન ચલેન્માર્ગાદન્વશિક્ષં ક્ષિતેર્ત્રતમ્ । ૩૭॥ શશ્ચત્પરાર્થસર્વેહઃ પરાર્થેકાન્તસમ્ભવઃ | સાધુઃ શિક્ષેત ભૂભૃત્તો નગશિષ્યઃ પરાત્મતામ્ ॥ ૩૮।। પ્રાણવૃત્વેવ સત્તુષ્વેન્મુનિર્નવેન્દ્રિયપ્રિવૈઃ | જ્ઞાનં યથા ન નશ્ધેત તાવકીર્ષેત વાડ્મનઃ ॥ ૩૯! વિષવેપ્વાવિશન્ યોગી નાનાધર્મેષુ સર્વતઃ | ગુણદોષવ્યપેતાત્મા ન વિષજ્જેત વાયુવત્ | ૪૦॥ પાર્થિવિપ્વિહ દેહેષુ પ્રવિષ્ટસ્તદગુણાશ્રયઃ । ગુન યુજ્યતે યોગી ગન્યૈર્વાયુરિવાત્મદક ।। ૪૧॥ હે રાજન્! મેં આ ચોવીસ ગુરુઓ પાસેથી જે આચરણ શીખ્યું છે તે સંબંધમાં કહું છું. હે યયાતિનંદન! પુરુષશ્રેષ્ઠ યદુ! તમે તેને યથાવત્ સાંભળો. | ૩૫-૩૬ || (પૃથ્વીનું દષ્ટાંત આપતાં ભગવાન દત્તાત્રેયજી કહે છે-) અન્ય લોકો તેને ચાહે એટલું દુઃખ કેમ ન આપે, તે બધાં દુઃખોને જ્ઞાનીએ પ્રારબ્ધાનુસાર માનીને પોતાની સ્વરૂપસ્થિતિથી લેશમાત્ર પણ વિચલિત ન થવું. આ મેં પૃથ્વીના ક્ષમાગુણથી બોધ લીધો છે. પૃથ્વીની સમગ્ર ક્રિયા પરોપકાર માટે જ છે. પૃથ્વીને ધારણ કરનારા પર્વતો અને વૃક્ષોથી પણ મેં પરોપકારની જ ભાવના શીખી છે. 1૩૭-૩૮ ॥ (વાયુના સંબંધમાં ક્હે છે-) મુનિએ પ્રાણવૃત્તિમાં જ આહારસંતુષ્ટ રહેવું જોઈએ અર્થાત્ પ્રાણધારણ થઈ શકે એટલો જ આહાર લેવો જોઈએ, ઇન્દ્રિયોની તૃપ્તિ માટે નહીં; જેથી વાણી અને મન આમ-તેમ ભટકે નહીં અને પોતાનું જ્ઞાન પણ નષ્ટ ન થાય. 1૩૯ | વાયુ જે રીતે સર્વત્ર જાય છે, પરંતુ તે ક્યાંય આસક્ત થતો નથી, ગંધ લે છે અને છોડી દે છે. તે જ પ્રમાણે યોગીએ સર્વત્ર વિચરણ કરતા રહીને પણ અનેક ધર્મોના વિષયોમાં તેમના ગુશ્રદોષથી પોતાને સર્વથા દૂર રાખવો જોઈએ. અર્થાત્ તેમનામાં આસક્ત ન થવું. | ૪૦ || જે પ્રમાણે વાયુ ગંધને ગ્રહણ કરે છે પરંતુ તેના ગુશ્ર-દોષથી તે અસંગ જ રહે છે, તે જ રીતે જ્ઞાનીએ પણ સર્વત્ર વિચરતાં રહીને ક્યાંય પબ્ર ગુણ-દોષમાં લપેટાવું, જોઈએ નહિ. એક જ આત્મા સર્વમાં પરિપૂર્ણ છે. તે જ આત્મા પાર્થિવ શરીરમાં પદ્મ છે, પરંતુ જે પ્રમાણે આત્મા શરીરમાં હોવા છતાં પણ નિર્લિપ્ત છે તે જ પ્રમાશે જ્ઞાની પણ શરીરમાં રહેતો હોવા છતાં પણ તેના ગુશ્ષદોપો સાથે. પોતાને ન જોડે. 1૪૧ | અગ૭]| અગિયારમો સ્કંધ 841 અત્તર્હિતશ્ સ્થિરજડ્વમેષુ * બ્રહ્માત્મભાવેન સમન્વયેન | વ્યાપ્વ્યાડવ્યવચ્છેદમસદ્રમાત્મનો મુનિર્નભર્ત્વં વિતતસ્ય ભાવયેત્ ॥૪૨॥ તેજોડબન્નમધૈ્ભાવેર્મેઘાધૈર્વાયુનેરિતૈઃ_ । ન સ્પૃશ્યતે નભસ્તદ્રત્ કાલસૃષ્ટેર્ગુશૈઃ પુમાન્ ॥ ૪૩॥ સ્વચ્છ: પ્રકૃતિતઃ સ્નિગ્ધો માધુર્યસ્તીર્થભૂર્નૂણામ્ | મુનિઃ પુનાત્યપાં મિત્રમીક્ષોપસ્પર્શકીર્તનેઃ | ૪૪॥ તેજસ્વી તપસા દીસ્ો દુર્ધર્ષોદરભાજનઃ | સર્વભક્ષોડપિ યુક્તાત્મા નાદત્તે મલમગ્નિવત્ ॥ ૪૫॥ ક્વચિચ્છત્નઃ ક્વચિત્ સ્પષ્ટ ઉપાસ્યઃશ્રેય ઇચ્છતામ્ | ભુડ્કતે સર્વત્ર દાતૃણાં દહન્ પ્રાગુત્તરાશુભમ્ ॥૪૬॥ સ્વમાયયા સૃષ્ટમિદં સદસલ્લક્ષણં વિભુઃ | પ્રવિટ ઈયતે તત્તત્સ્વરૂપોડગ્નિરિવૈધસિ ॥ ૪૭॥ (હવે આકાશનું ઉદાહરશ્ન બે શ્લોકમાં કહે છે -) જે પ્રમાણે આકાશ બધી જગાએ ફેલાયેલું છે, સર્વવ્યાપક છે, તે જ પ્રમાણે તે બ્રહ્મ સ્થાવર-જંગમ બધાં પ્રાણીઓમાં સમાનરૂપે અને અન્વયરૂપે સર્વવ્યાપક છે. અર્થાત્ અંદર- બહાર સર્વત્ર પરિપૂર્ણ છે.* તે બ્રહ્મ અખંડરૂપે છે અને અસંગ છે. એવો જે આત્મા છે તેની સર્વવ્યાપકતાનો અનુભવ મુનિ આકાશના દષ્ટાંતથી શીખે. ॥ ૪ર | વાયુ દ્વારા પ્રેરિત વાદળોનો સમૂહ આકાશમાં જ રહે છે, પરંતુ આકાશ તેમનાથી નિર્લિપ્ત છે. એવી રીતે કાળની પ્રેરજ્રાથી સત્વાદિ ત્રણે ગુજ્ઞોના કાર્યરૂપ આ અગ્નિ, જળ અને (અન્ન) પૃથ્વીના રૂપમાં સ્યૂળરૂપે દેખાતાં શરીર, ઇન્દ્રિયો વગેરે સાથે પુરુષનો પણ કોઈ સંબંધ નથી. || ૪૩ ॥ (હવે જળનું દષ્ટાંત આપતાં કહે છે-) જળ સ્વભાવથી ચ્છ છે, પ્રિય છે અને તીર્થરૂપ હોવાથી મનુષ્યોને પવિત્ર કરવાવાળું છે. આ પ્રમાણે મુનિનો સ્વભાવ પણર સ્વચ્છ હોય છે, તે સર્વને પ્રિય હોય છે અને પોતાની દષ્ટિથી અને મધુરવાણી દ્વારા લોકોને પવિત્ર કરી દે છે. તેથી મુનિને (અપાં મિત્ર) જળનો મિત્ર કહેવામાં આવ્યો છે. ૪૪ ॥ (હવે અગ્નિનું દષ્ટાંત આપીને સમજાવે છે-) મુનિએ પોતાના તપના તેજથી જ તેજસ્વી બનવું જોઈએ. તે પોતાના તપ દ્વારા પ્રકાશિત થાય છે તથા તેના પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. ભોજન માટે તેલ પોતાના ઉદરને જ પાત્ર બનાવ્યું છે. અગ્નિમાં જે રીતે શુદ્ધ-અશુદ્ધ જે પણ નાખવામાં આવે, બધું જ ભસ્મ થઈ જાય છે. તે જ પ્રમાણે તે જિતેન્દ્રિય મુનિ જે કાંઈ પણ ખાઈ લે તે ભસ્મ થઈ જાય છે. તેને કોઈ દોષ લાગતો નથી. ॥ ૪૫ ॥ અગ્નિ ક્યાંક પ્રગટ થાય છે, ક્યાંક અપ્રગટ હોય , છે તથા તેની ઉપાસના પણ કરવામાં આવે છે, તેવી જ રીતે સાધુ ક્યાંક તો પોતાને ગુપ્ત રાખે છે અને ક્યાંક પ્રગટ કરે છે. કલ્યાણ ઇંચ્છનારા લોકો માટે તેઓ કપાસ્ય પણ હોય છે. અગ્નિની જેમ તેઓ સર્વભક્ષી છે આવા મહાપુરુષ સાધુ ભોજન વગેરે આપનારના ભૂતકાળનાં અને ભવિષ્યનાં અમંગળોને નષ્ટ કરી દે છે. (આવા પવિત્રાત્મા સાધુ-મહાત્મા તો અન્ય લોકોને પવિત્ર કરવા માટે જ ભિક્ષા (ભોજન) સ્વીકાર કરે છે.) ॥૪૬ ॥ અગ્નિ બધાં જ લાકડાંમાં વ્યાપ્ત છે. જે આકારનું લાકડું હોય છે, તે જ આકારમાં અગ્નિ દેખાય છે. તે જ પ્રમાણે પોતાની માયાથી બનેલા સત-અસત (વ્યક્ત- અવ્યક્ત) બધાં જ ચરાચર પ્રાણીઓમાં પ્રવિષ્ટ થઈને એક જ આત્મા તે તે રૂપમાં દેખાય છે. 1૪૭ | 5 (ગાતા - ૧૩/૧૫) 642 શ્રીમદભાગવત [અનક વિસર્ગાઘાઃ સ્મશાનાન્તા ભાવા દેહસ્ય નાત્મનઃ | કલાનામિવ ચન્દ્રસ્ય કાલેનાવ્યક્તવર્ત્મના’ || ૪૮॥ કાલેન હ્યોઘવેગેન ભૂતાનાં પ્રભવાપ્યયૌ | નિત્યાવપિ ન દેશ્વેતે આત્મનોડગ્ર્યથાર્ચિષામ્ ॥ ૪૯॥ ગુણૈર્ગુણાનુપાદત્તે યથાકાલંચે વિમુગ્યતિ | ન તેષુ યુજ્યતે યોગી ગોભિર્ગા ઇવ ગોપતિઃ ॥૫૦॥ બુધ્યતે સ્વે ન ભેદેન વ્યક્તિસ્થ ઇવ તદ્ગતઃ | લક્યતે સ્થૂલમતિભિરાત્મા ચાવસ્થિતોડર્કવત્ | ૫૧॥ તાતિસ્નેહઃપ્રસક્નો વા કર્તવ્યઃ ક્વાપિ કેનચિત્ ! કુર્વત્ વિન્દેત સન્તાપં કપોત ઇવ દીનધીઃ | પર ॥ કપોતઃ કથનારશ્યે કૃતનીડો વનસ્પતૌ | કપોત્યા ભાર્યા સાર્ધપ્રુવાસ કતિચિત્ સમાઃ | ૫૩॥ કપોતૌ સ્નેહગુણિતહૃદયૌ ગૃહધર્મિણો । દષિ દષ્ટ્યાક્રમન્રેન બુદ્ધિ બુદ્ધયા બબન્ધતુઃ || પ૪॥ (હવે ચન્દ્માનું દૃષ્યંત બે શ્લોકમાં કહે છે-). ક્રાળના વેગના પ્રભાવથી ચન્દ્રમાની કળા ઘટે-વધે છે, તે જ પ્રમાણે શરીરની ઉત્પત્તિથી લઈને મૃત્યુ સુધી અવસ્થાઓ અવ્યક્ત કાળ-ગતિના પ્રભાવથી બદલાતી રહે છે, જેનો આત્મા સાથે કોઈ સંબંધ હોતો નથી. જે રીતે અગ્નિની જ્વાળાઓ અગ્નિમાંથી નીકળીને નષ્ટ થતી રહે છે, પરંતુ દેખાતી નથી; તે જ પ્રમાણે કાળના પ્રચંડ વેગથી તમામ પ્રાણીઓનાં ઉત્પત્તિ-મૃત્ઘુ સદા થતાં જ રહે છે, પરંતુ તે દેખાતાં નથી. ૪૮-૪૯ |! (સૂર્યના દષ્ટાંત દ્વારા બે શ્લોકમાં કહે છે-) જે રીતે (ગોપતિઃ) સૂર્ય પોતાના કિરણોથી યથાસમયે જળ ખેંચે છે અને તેને વરસાવી દે છે, પરંતુ તેમાં ક્યાંય સુર્ય આસક્ત થતો નથી, તે જ પ્રમાણે યોગીએ ગ્રહણ કરવામાં અને આપવામાં ક્યાંય પણ આસક્ત થવું જોઈએ નહીં. 1૫૦ ॥ સૂર્ય તો એક જ છે, પરંતુ ચલ-અચલ ઉપાધિઓના ભેદથી અલગ-અલગ દેખાય છે, તે જ પ્રમાણે આત્મા એક છે, પરંતુ સ્થૂળબુદ્ધિવાળા લોકોમાં પરિચ્છિન્નતાની ભાવનાને કારણે એક જ આત્માની સત્તાનો બોધ થતો નથી. તેથી સૂર્યના દષ્ટાંત દ્વારા ફૂટસ્થ આત્માને અખંડ સમજવો જોઈએ. | ૫૧ ॥ (હવે કબૂતરનું ઉદાહરણ આપે છે-) રાજન્! ક્યાંય કોઈની પણ સાથે વિશેષ સ્નેઠ અથવા આસક્તિ કરવી જોઈએ નહીં, અન્યથા તેને ક્બૂતરની જેમ રાંક બનીને અત્યંત દુઃખી થવું પડે છે. ! પર ॥ રાજન્! કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું. તેશે એક વૃક્ષ ઉપર પોતાનો માળો બનાવ્યો હતો. પોતાની માદા કબૂતરી સાધે તે ઘણાં વર્ષો સુધી તે જ માળામાં રહ્યો. તે યુગલ કબૂતરોના હૃદયમાં અવિરત એક-બીજા માટેના સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી. તે ગૃહસ્થધર્મમાં એટલા આસક્ત થઈ ગયા હતા કે તેમણે એક-બીજાની દૃષ્ટિથી દષ્ટિ, અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિને બાંધી રાખ્યાં હતાં. | ૫૩-૫૪ | ૧. કાલેનાભક્તમૂર્તિના ! ૨. થથાકાલે ! અ૦્૭] અગિયારમો સ્કંધ 643 શય્યાસનાટનસ્થાનવાર્તાકીડાશનાદિકમ્ | મિથુનીભૂય વિસબ્ધો ચેરતુર્વનરાજિષુ ॥ પપ॥ યંયંવાગ્છતિ સા રાજસ્તર્પયન્ત્યનુકમ્પિતા’ । તં તં સમનયત્ કામં કૃચ્છ્રેણાપ્યજિતેન્દ્રિયઃ ૫૬ ॥ કપોતી પ્રથમં ગર્ભ ગૃહ્રતી કાલ આગતે | અણડાનિ સુષુવે નીડે સ્વપત્યુઃ સસિધો સતી | ૫૭॥ તેષુ કાલે વ્યજાયન્ત રચિતાવયવા હરેઃ | ન શક્તિભિર્દુર્વિભાવ્યાભિઃ કોમલાડ્ાતનૂરુહાઃ ॥1૫૮॥ પ્રજાઃ પુપુષતુઃ પ્રીતૌ દમ્પતી પુત્રવત્સલી | શ્રૃણ્વન્તો કૂજિતં તાસાં નિર્વતૌ કલભાષિતેઃ ॥ ૫૯॥ તાસાં પતત્તૈઃ સુસ્પર્શેઃ કૂજિતેર્મુગ્ધચેષ્ટિતૈઃ । પ્રત્યુદ્ગમૈરદીનાનાં પિતરૌ મુદમાપતુઃ | ૬૦॥ સ્નેહાનુબદ્ધહૃદયાવન્યોન્યં વિષ્ણુમાયયા | વિમોહિતૌ દીનધિયૌ શિશૂન્ પુપુષતુઃ પ્રજાઃ || ૬૧॥ એકદા જગ્મતુસ્તાસામજ્ઞાર્થ તૌ કુટુમ્બિતૌ । પરિતઃ કાનને તસ્મિશ્નર્થિનો ચેરતુશ્ચિરમ્ ॥ ૬૨॥ દષ્ટ્વા તોલ્લુબ્ધકઃ કશ્ચિદ યદેચ્છાતો વનેચરઃ । જૃગૃહે જાલમાતત્ય ચરતઃ સ્વાલયાત્તિકે | ૬૩॥ કપોતશ્વ કપોતી ચ પ્રજાપોષેચ સદોત્સુકૌ । ગતો” પોષણમાદાય સ્વનીડમુપજગ્મતુઃ ॥ ૬૪॥ કપોતી સ્વાત્મજાન્ વીક્ય બાલકાગ્જાલસંવૃતાન્ । તાનભ્યધાવત્ કોશન્તી કોશતો ભૃશદુઃખિતા || ૬૫॥ તેમને એક-બીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો હતો કે તેઓ નિઃશંક થઈને ત્યાંની વૃક્ષલતામાં એકસાથે સુઈ જતા, બેસતા, હરતા-ફરતા, વાતચીત કરતા, રમતા અને ખાતા- પીતા હતા. | પપ | રાજન્! કબૂતરી ઉપર ક્બૂતરનો એટલો પ્રેમ હતો કે તે જે કાંઈ ઇચ્છતી, કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેની કામના પૂરી કરતો હતો. તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી ખુશ રાખતી હતી. | ૫૬ |! સમય આવ્યે કબૂતરીને પ્રથમ ગર્ભ રહ્યો. તેણે તેના પતિની સમક્ષ જ રહીને માળામાં ઇંડાં મૂક્યાં. ભગવાનની અચિન્ત્ય શક્તિથી યથાસમય તે ઇંડાં ફૂટી ગયાં અને ઇડાંમાંથી અવયવોવાળાં અત્યંત કોમળ બચ્ચાં નીકળ્યાં. ! ૫૭-૫૮ || હવે તે કબૂતર-કબૂતરીની આંખો પોતાના બચ્ચાં ઉપર મંડાઈ રહી. તેઓ ખૂબ જ પ્રેમથી તેમના બચ્ચાંનું લાલન- પાલન, લાડ-પ્રેમ કરતાં અને તેમની અસ્પષ્ટ મધુર બોલી અને કાલાં-કાલાં ભાષણોથી આનંદમગ્ન થઈ જતાં. || ૫૯ |! આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમનાં સુકોમળ પીંછાઓને સ્પર્શ કરતા. તેમનો ક્લરવ અને મુગ્ધ ચેષટાઓને જોઈ-જોઈને તેમને અત્યંત આનંદ આવતો હતો. જ્યારે તેઓ ઊછળી- ઊછળીને પોતાનાં મા-બાપની પાસે દોડી આવતાં ત્યારે આ બન્ને ખૂબ આનંદિત થઈ જતાં. || ૬૦ !! રાજન્! આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માથાથી મોહિત થઈ રહ્યાં હતાં. તેમનું હૈયું એક-બીજાના સ્નેહપાશથી બંધાયેલું હતું. તે રંકબુદ્ધિવાળું કબૂતર-દંપતી પોતાનાં નાનાં-નાનાં બચ્ચાના પાલન-પોષણમાં એટલું વ્યગ્ર થઈગયું કે, તેમને દિવસ કે દુનિયા, લોક-પરલોકનું પણ સ્મરણ રહ્યું નહીં. ॥ ૬૧ | એક દિવસ બન્ને નર-માદા પોતાનાં બચ્ચાં માટે દાણા લાવવા જંગલમાં ગયેલાં હતાં. કેમકે, હવે તેમનો પરિવાર મોટો” થઈ ગયો હતો. તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં કરતાં રહ્યાં. ! ૬૨ ॥ આ બાજુ એક શિકારી ફરતો-ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવી ચઢયો. તેણે જોયું કે માળાની આજુબાજુ ક્બૂતરનાં બચ્ચાં ઊછળી રહ્યાં છે. તેણે જાળ નાંખીને બચ્ચાંને પકડી લીધાં. । ૬૩ |! ક્બૂતર-કબૂતરી બચ્ચાંને ખવડાવવા-પિવઠાવવા માટે હંમેશાં ઉત્સુક રહેતાં હતાં. હવે તેઓ દાણા લઈને પોતાના માળા પાસે આવ્યાં. કબૂતરીએ જોયું કે તેનાં નાનાં-નાનાં બચ્ચાં, તેના હૃદયના ટુકડા તો શિકારીની જાળમાં ફસાયેલાં છે અને દુઃખથી ચીસો પાડી રહ્યાં છે. તેમને આવી સ્થિતિમાં જોઈને કબૂતરીના દુઃખનો પાર ન રહ્યો. તે રડતી, ચીસો પાડતી તેમની પાસે દોડી ગઈ. ॥ ૬૪-૬૫ ॥ ૧. રાજન્નત્યર્થમનુકમ્પિતા । ૨. પ્રજાપોષબ્રસોત્સુકૌ ! ૩. પ્રજાપોષજ્ન | 644 શ્રીમદભાગવત સાડસકૃત્સ્નેહગુણિતા દીનચિત્તાડજમાયયા । સ્વયં ચાબધ્યત શિચા બદ્ધાન્ પશ્યન્ત્યપસ્મૃતિઃ ॥ ૬૬॥। કપોતશ્ચાત્મજાન્ બદ્ધાનાત્મનોડપ્યધિકાન્ પ્રિયાન્ ! ભાર્યા ચાત્મસમાં દીનો’ વિલલાપાતિદુ4ખિતઃ ॥ ૬ઝા અહો મે પશ્યતાપાયમલ્યપુણ્યસ્ય દુર્મતેઃ | અતૃપ્સ્યાકૃતાર્થસ્ય ગૃહસ્ત્રૈવર્ગિકો હતઃ ॥ ૬૮॥ અનુરૂપાનુકૂલા ચ યસ્ય મે પતિદેવતા | શૂન્યે ગૃહે માં સન્ત્યજ્ય પુત્રઃ સ્વર્યાતિ સાધુભિઃ || ૬૯ સોડહં શૂન્યે ગૃહે દીનો મૃતદારો મૃતપ્રજઃ । જિજીવિષે કિમર્થ વા વિધુરો દુઃખજીવિતઃ || ૭૦॥ તાંસ્તથૈવાવૃતાગ્છિગ્ભિર્મુત્યુગ્રસ્તાન્ વિચેષ્ટતઃ | સ્વયં ચ કૃપણ: શિક્ષુ પશ્યજ્ષપ્યબુધોડપતત્ | ૭૧॥ તં લબ્ધ્વા લુબ્ધકઃ ફ્રરઃ કપોતં ગૃહમેધિનમ્ | કપોતકાન્ કપોતીં ચ સિદ્ધાર્થઃ પ્રયયો ગૃહમ્ ॥ ૭૨॥ એવં કુટુમ્બ્યશાન્તાત્મા દન્દ્મારામઃ પતત્તિવત્ । પુષ્કાન્ કુટુમ્બ કૃપણઃ સાનુબન્ધોડવસીદતિ | ૭૩॥ યઃ પ્રાપ્ય માનુષં લોકં મુક્તિદ્વારમપાવૃતમ્ । ગૂહેષુ ખગવત્ સક્તસ્તમારૂઢચ્યુતં વિદુઃ ॥ ૭૪॥ [અ૦૦ ભગવાનની માયાથી તેનું ચિત્ત અત્યંત દીન-દુઃખી થઈ રહયું હતું. તેની સ્મૃતિ ચાલી ગઈ અને સ્નેહપાશમાં જકડાયેલી, હોવાથી અને પોતાનાં બચ્ચાં જાળમાં ફસાયેલાં જોઈને તે પોતે પણ જઈને જાળમાં ફસાઈ ગઈ, || ૬૬ ॥ હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય બચ્ચાં જાળમાં ફસાઈ ગયાં અને મારી પ્રાણપ્રિય પત્ની પણ તે જ દશાને પ્રાપ્ત થઈ, ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો. ખરેખર, તે સમયે તેની દશા અત્યંત દયાજનક તી. | ૬૭ ॥ તે વિચાર કરવા લાગ્યો — ‘હું અભાશિયો છું, મંદબુદ્ધિ છું. અરે… રે! મારું તો સત્યાનાશ થઈ ગયું. જુઓ તો ખરા, ન મને હજી તૃપ્તિ થઈ અને ન મારી તૃષ્ણાઓ પૂરી થઈ. ત્યાં સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારો ગૃહસ્થાશ્રમ જ નષ્ટ થઈ ગયો. । ૬૮ ॥ અરે! મારી પ્રાણપ્રિય પત્ની મને જ પોતાનો ઇષ્દેવ સમજતી હતી, મારી દરેક વાત માનતી હતી, મારા ઇશારે નાચતી હતી, તે બધી રીતે મારે યોગ્ય હતી. આજે તે મને સૂના ધરમાં છોડીને અમારા સીધા-સાદા નિષ્કપટ બચ્ચાંની સાથે સ્વર્ગે સિધાવી રહી છે. | ૬૯ ॥ મારાં બચ્ચાં મરી ગયાં. મારી પત્ની જઈ રહી છે. મારું હવે સંસારમાં શું કામ છે? મુજ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય જ છે. હવે હું આ સુના ઘરમાં કોના માટે જીવું?’ રાજન્! ક્બૂતરનાં બચ્ચાં જાળમાં ફસાઈને તરફડી રહ્યાં હતાં અને સ્પષ્ટ દેખાઈ હ્યું હતું કે તેઓ મોતના મુખમાં છે, પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને તે સ્વયં, પણ જાણી-જોઈને જાળમાં કૂદી પડ્યો. ! ૭૦-૭૧ ॥ રાજન્! તે પારધી થજ્ઞો જ ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર, ક્બૂતરી અને તેમનાં બચ્યાં મળી જવાથી તે ઘણો રાજી થયો. તેણે જાકયું કે ‘મારું કામ થઈ ગયું’ અને તે તેમને લઈને ચાલવા માંડયો. ॥ ૭૨ ॥ આનો સારાંશ એ છે કે, આ પ્રકારે જે ગૃહસ્થ વિષયોમાં જ સુખ શોધતો ફરે છે અને જેનું ચિત્ત ચંચળ બનેલું છે, તે પોતાનાં પરિવારના ભરણ-પોષણમાં વ્યસ્ત રહીને કબૂતર- દંપતીની જેમ પરિવાર સહિત દુઃખી થાય છે. ॥ ૭૩ | તે માટે, જે આ મનુષ્યશરીર મળ્યું છે, તે મુક્તિનું ખુલ્લું દ્વાર જ છે. તેને પ્રાપ્ત કરીને પણ જે મનુષ્ય આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરતો નથી અને ઘર-પરિવારમાં કબૂતર-દેપતીની જેમ આસક્ત રહે છે તે મનુષ્ય ઉન્નત પદને પ્રાપ્ત કરીને પણ પુનઃ નીચે પડેલો જ માનવો. શાસ્ત્રની ભાષામાં તે ‘આરૂઢઅત’ છે.॥૭૪॥ શનક વાક, ઇઈંતે શ્રીમદ્ધાગવતે મહાપરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે સપ્તમોડધ્યાયઃ ॥ ૭ || અગિયારમા સ્કંધ-અંતર્ગત સાતમો અધ્યાય સમાપ્ત.