આઠમો અધ્યાય અવધૂત-ઉપાખ્યાન - અજગરથી માંડીને પિંગળા સુધીના નવ ગુરુઓની કથા ત્રાહ્રણ ઉજાશ સુખમૈત્ટદ્રિયર્ક રાજન્ સ્વર્ગે નરક એવ ચ | દેહિનાં યદ્ યથા દુઃખં તસ્માજ્ઞેચ્છેત તદ્ બુધઃ | ૧॥ ગ્રાસ સુમૃષ્ટુ વિરસં મહાત સ્તોકમેવ વા | યદચ્છયૈવાપતિતં ગ્રસેદાજગરોડક્રિયઃ ॥ ૨॥ શયીતાહાનિ ભૂરીણિ નિરાહારોડનુપક્રમઃ યદિ નોપનમેદ્ ગ્રાસો મહાહિરિવ દિષ્ટભુક્ ॥ ૩॥ ઓજઃ સહોબલયુતં બિભ્રદ દેહમકર્મકમ્ | શયાનો વીતનિદ્રશ્વ નેહેતેન્દ્રિયવાનપિ ॥ ૪॥ મુનિઃ પ્રસન્નગમ્ભીરો દુર્વિગાહ્યો દુરત્યયઃ । અનત્તપારો હ્યક્ષોભ્યઃ સ્તિમિતોદ ઇવાર્ણવઃ | ૫॥॥ સમૃદ્કામો હીનો વા નારાયણપરો મુનિઃ નોત્સર્પેત ત શુષ્યેત સરિદ્ધિરિવ સાગરઃ |૬॥ દષ્ટ્વા સ્ત્રિયં દેવમાયાં તદ્ધાવૈરજિતેન્દ્રિયઃ | પ્રલોભિતઃ પતત્યન્ધે તમસ્યગ્નૌ પતકવત્ 1 ૭॥ યોપિદ્ધિરણ્યાભરણામ્બરાદિ- દ્રથેષુ માયારચિતેષુ પ્રલોભિતાત્મા લ્રુપભોગબુદ્વયા પતજ્ઞવન્શ્યતિ નષ્દૃષ્ટિઃ ॥ ૮॥ મૂઢઃ। અવધૂત દત્તાત્રેયજી કહે છે — હે રાજન્! ઇન્દ્રિયોનું સુખ જેવું સ્વર્ગમાં હોય છે તેવું નરકમાં પણ છે. જેમ પ્રયત્ન કર્યા વિના દુઃખ આવે છે, એ પ્રમાણે સુખ પણ આવે છે, તેથી બુદ્ધિમાન લોકોએ તેની ઇચ્છા ન કરવી જોઈએ. || ૧ |! (અજગરનું દષ્ટાંત આપીને ત્રણ શ્લોકોમાં કહે છે -) યોગીએ આપમેળે જે ભોજન મળી જાય તે ખાઈને સંતુષ્ટ રહેવું, જોઈએ. તે ભોજન ચાહે મધુર હોય, ચાહે રસહીન હોય, ચાહે ઓછું હોય કે વધારે. અજગરની જેમ જીવન-નિર્વાહ કરી લે અને ઉદાસીન રહે. ॥ ૨ ॥ જો ઘણા દિવસો સુધી ભોજન ન મળે તો પણ તેના માટે કોઈ પ્રયત્ન ન કરે, પ્રારબ્ધનું કાર્ય માનીને અજગરની જેમ પડ્યો રહે, 1૩ ॥ મનોબળ, ઇન્દ્રિબળ, શારીરિક બળ-આ ત્રણે બળ હોવા છતાં પણ અને ઇન્દ્રિયોમાં કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં પણ જાણે સૂતો હોય એમ પડી રહે અર્થાત્ સંસારની ઝંઝટમાં ન પડે. 1૪ ॥ (સમુદ્રના દષ્ટાંત દ્વારા બે શ્લોકોમાં કહે છે-) મુનિએ સમુદ્રની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ. તેનો અંદરનો ભાવ સમજી ન શકાય તેવો ગૂઢ, ઉલ્લંઘન ન થાય તેવો અગાધ અને પ્રભાવશાળી હોવો જોઈએ. તેને કામ-ક્રોધ વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી. અચળ, પ્રશાંત સાગરની જેમ શાશ્ચત રહેનારી શાંતિ તેમાં અખંડ રહે છે. ૫ ॥ સમુદ્રમાં નદીઓનું પાજ્ઞી આવે છે તો પણ તે તેની મર્યાદા ઓળંગતો નથી. અને પાણી ન આવે તો તે સુકાઈ પણ જતો નથી. તે જ પ્રમાણે મુનિએ પણ સમૃદ્ધિથી હરખાવું નહિ અને સમૃદ્ધિ ન રહે તો શોક ન કરવો. મુનિએ બન્ને અવસ્થામાં સમુદ્રની જેમ એક સરખું રહેવું. । ૬ ॥ (હવે પતંગિયાનું દષ્ટાંત બે શ્લોક દ્વારા આપે છે-) જે રીતે પતંગિયું મોહવશ અગ્નિમાં બળી મરે છે, તે જ રીતે અજિતેન્દ્રિય વ્યક્તિ દેવમાયારૂપી સ્ત્રીને જોઈને તેના મોહમાં ફસાઈને અંધકારમય ધોર નરકમાં પડે છે. ॥ ૭ | કંચન, કામિની, આભૂપણ,વસ્ત્રાદિ જેટલાં પણ #વ્યો છે તે બધાં માયાથી બનેલાં છે. મૂઢબુદ્વિવાળો મનુષ્ય ઉપભોગબુદ્ધિથી તેમનામાં આસક્ત થઈને પોતાનો વિવેક ગુમાવી બેસે છે અને પેલા પતંગિયાની જેમ સ્વયં તેમાં જઈને પોતાનો નાશ કરી બેસે છે. ॥ ૮ ॥ કકકનઝનનનનનન્ન્ન્નન્ન્ન્ન્ન્ન્ન્--------- 646 શ્રીમદભાગવત ૧ જ [અબ૮ સ્તોર્ક સ્તોર્ક ગ્રસેદ્ ગ્રાસં દેહો વર્તેત યાવતા । ગૃહાનહિંસન્નાતિષ્ઠેદ્ વૃત્તિ માધુકરીં મુનિઃ 1૯ અણુભ્યશ્ચ મહદ્ભ્યશ્ચ શાસ્ત્રેભ્થઃ કુશલો નરઃ । સર્વતઃ સારમાદદાત્ પુષ્પેભ્ય ઇવ ષટ્પદઃ ॥ ૧૦॥ સાયન્તનં શ્વસ્તનં વા ન સડગૃહ્ધીત ભિક્ષિતમ્ ! પાણિપાત્રોદરામત્રો મક્ષિકેવ ન સડગ્રહી | ૧૧॥ સાયન્તનં શ્વસ્તનં વા ન સહગૃદ્ધીત ભિક્ષુકઃ । મક્ષિકા ઇવ સડગૃદ્રન્ સહ તેન વિનશ્યતિ ॥૧૨॥ પદાપિ યુવતી ભિક્ષુર્ન સ્પૃશેદ્ દારવીમપિ । સ્ૃશન્ કરીવ બધ્યેત કરિણ્યા અડ્સકતઃ ॥ ૧૩॥ નાધિગશ્ેત્ સ્તિયં પ્રાજઃ કર્હિચિન્મૃત્યુમાત્મત્તઃ । બલાષિકૈઃ સ હન્યેત ગજેરન્યેર્ગજો યથા | ૧૪।। (હવે ભ્રમર અને મધુમક્ષિકાનું દષ્ટાંત આપે છે-) ભ્રમર જે રીતે જુદી જુદી જગ્યાએ જઈ જુદી-જુદી જાતનાં પુષ્પો ઉપરથી પુષ્યોનો રસ ગ્રહણ કરે છે તે જ રીતે મનનશીલ મુનિ થોઠું-થોડું અન્ન માધુકરી વૃત્તિથી અનેક ઘરેથી લાવે.” આમ કરવાથી શરીરનો નિર્વાહ પણ થઈ જાય છે અને આપવામાં કોઈને ક્લેશ પણ થતો નથી. | ૯ ॥ વળી, જે રીતે ભ્રમર નાનાં-મોટાં સર્વ પુષ્યોનો સાર. ગ્રહણ કરે છે, તે જ પ્રમાણે કુશળ મનુષ્યે નાનાં-મોટાં શાસ્ત્રોનું સારતત્ત્વ ગ્રહણ કરવું. (વિવાદ ન કરવો.) ॥ ૧૦ ॥ (હવે મધુમક્ષિકાનું ઉદારણ આપે છે-) વળી, મુનિએ. ભિક્ષાનું અન્ન સાંજના ભોજન માટે અથવા બીજા દિવસ માટે બચાવીને ન રાખતાં પોતાના હાથરૂપી પાત્રમાં સચવાય તેટલું જ અન્ન લેવું અને તેના સંગ્રહ માટે ફક્ત, પેટરૂપી પાત્ર રાખવું. કારણ કે, ઉદર-પોષણથી અધિક, સંગ્રહ કરનાર મધમાખીની જેમ મુનિનું જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે. આવું સમજીને સંન્યાસીએ કોઈ પલ પ્રકારનો સંગ્રહ કરવો નહિ. | ૧૧-૧૨ || (હવે હાથીનું બે શ્લોકોમાં દૃટાંત આપતાં ભગવાન લ્તાત્રેયજજી કહે છે -) હાથી પાસેથી જ સ્પર્શસુખતી લાલસાના ત્યાગનો બોધ લીધો. સંન્યાસીએ સાવધાન રહી લાકડાથી બનાવેલી સ્ત્રીની પૂતળીને પગથી પણ સ્પર્શ ન કરવો. અન્યથા હાથણીમાં આસક્ત હાથી જે રીતે બંધાઈ જાય છે.* તેમ તે પણ બંધનમાં આવી જાય છે. | ૧૩ ॥ વિવેકી પુરુષે સ્ત્રી કે જે પોતાના જ મૃત્યુનું કદાચ કારણ બની શકે છે - તેની સમીપ ન જવું જોઈએ. કેમકે, હાથણીમાં આસક્ત હાથી બીજા બળવાન હાથી દ્વારા મરાઈ જાય છે, તે જ પ્રમાણે તે પણ મૃત્યુનો [શિકાર બની શકે છે.1૧૪॥ (હવે મધ લૂંટનારા લાલચુના દષ્યાંત દ્વારા બે શ્લોકોમાં કહે છે કે -) લોભી મનુષ્ય ન તો કોઈને આપે. છે અને ન ઉપભોગ પદ કરે છે. તેની સંપત્તિને બીજો જ કોઈક ભોગવે છે. જેમકે મધ કાઢવાવાળા પાસે “મધ છે’ એવી ખબર પડતાં તેની પાસેથી યુક્તિપૂર્વક તે લઈ ન’દેષંતોપભોગ્યંચલુળ્ર્યદ્દુઃખસગ્યિતમ્! | હવામાં આવે છે અને તે સ્વર્ય તેના ઉપભોગયી વંચિત ભુકક્તે તદપિ તચ્યાન્યો મધુહેવાર્થવિન્મધુ | ૧૫॥ | રહી જાય છે. ! ૧૫ |! ૧.નો!
- અન્ધધા એક જ કમળની ગંધમાં આસક્ત થયેલો ભ્રમર જે રાત્રિના સમવે તેમાં બંધ થઈ જવાથી નષ્ટ થઈ જાધ છે, તે જ પ્રમાણે, સ્તાદ-્વાસનાથી એક જ મૂહસ્થનું અ-4 ખાવાથી મુનિ તેના સાંસારિક મોહમાં ફસાઈને નષ્ટ થઈ જશે.
- હાધીને પકડવા માટે વાસનાં તશષખવાંથી ઠંકાયેલા ખાડા ઉપર કાગળની હાથણી ઊભી કરવામાં આવે છે. તેને જોઈને હાથી ત્માં જાય છે અને ખાડામાં પડીને ફસાઈ જાય છે. અબ૮] ણા અષિયારમો સ્કંધ 647 સુદુઃખોપાર્જિતેર્વિત્તેરશાસાનાં ગૃહાશિષઃ | મધુહેવાગ્રતો ભુડક્તે યતિર્વે ગૃહમેધિનામ્ 1 ૧૬॥॥ ગ્રામ્યગીતં ન શૃણુયાદ્ યતિર્વનચરઃ ક્વચિત્ | શિક્ષેત હરિણાદ્ બદ્ધાન્મૃગયો્ગીતમોહિતાત્ ॥૧૭॥ નૃત્યવાદિત્રગીતાનિ જુષન્ ગ્રામ્યાણિ યોષિતામ્ | આસાં ક્રીડનકો વશ્ય ત્રષ્યકૃકો મૃગીસુતઃ | ૧૮॥ જિદ્રયાડતિપ્રમાથિન્યા જનો રસવિમોહિતઃ । મૃત્યુપૃચ્છત્યસદ્બુદ્ધિર્મનિસ્તુ બડિશૈર્યથા ॥ ૧૯॥ ઇન્દ્રિયાણિ જયન્ત્યાશુ નિરાહારા મતીષિણઃ | વર્જયિત્વા તુ રસનં તશ્તિરશ્સ્ય વર્ધતે ॥ ૨૦॥ તાવજિજતેન્દ્રિયો ન સ્યાદ્ વિજિતાન્યેન્દ્રિયઃ પુમાન્ । ન જઘેદૂ રસનં યાવજ્જિતં સર્વ જિતે રસે 1 ૨૧॥ પિદ્નલા નામ વેશ્યાડડસીદ્ વિદેહનગરે પુરા । તસ્યા મે શિક્ષિતં કિગ્ચિસ્િબોધ નૃપનન્દન || ૨૨! સા સ્વૈરિણ્યેકદા કાન્ત સફ્ેત ઉપનેષ્યતી । અભૂત્ કાલે બહિર્દારિ બિભ્રતી રૂપમુત્તમમ્ ॥ ર૩॥ માર્ગ આગચ્છતો વીક્ષ્ય પુરુષાન્ પુરુષર્ષભ | તાગ્છુલ્કદાન્ વિત્તવતઃ કાન્તાન્ મેનેડર્થકામુકા ॥ ૨૪॥ તમે જુઓ છો કે, મધમાખીઓનું ભેગું કરેલું મધ તે ભોગવે તે પહેલાં જ મધ લૂંટનારો લઈ જાય છે; તે જ પ્રમાણે ગૃહસ્થોએ બહુ મહેનતે મેળવેલા પદાર્થોને (જેનાથી તેઓ સુખ ભોગવવાની અભિલાષા રાખે છે) તેમનાથી પહેલાં સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ ભોગવે છે. કારણ કે, ગૃહસ્થો પ્રથમ અતિથિ-અભ્યાગતોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરે છે. 1૧૬ ॥ મેંહરણથી એ બોધ લીધો કે જંગલમાં રહેતા સંન્યાસીએ ક્યારેય સાંસારિક વિષયનાં ગીત ન સાંભળવાં. તેણે એ બોધ હરણ પાસેથી ગ્રહણ કરવો, જે શિકારીનાં મધુર ગીતોમાં મોહિત થઈને પકડાઈ જાય છે. || ૧૭ ॥ ૨પ એ વાત જાણો છો કે, હરણીના ગર્ભથી ઉત્પન્ન થયેલા શ્દષ્યશ્રુંગ મુનિ સ્ત્રીઓનાં નાચ-ગાન વગેરે જોઈ - સાંભળીને તેમનામાં આસક્ત થઈ ગયા અને તે.સ્ત્રીઓના હાથની કઠપૂતળી બની ગયા! | ૧૮ || વે હું તમને માછલીનો ઉપદેશ કહું છું -) જેમ માછલી કાંટામાં રહેલા માંસના ટુકડાના લોભમાં પોતાના પ્રાણ ગુમાવે છે,તેજ પ્રમાણે સ્વાદયેલા દુર્બુદ્ધિ મનુષ્યો પણ મનને વલોવીને વ્યાકુળ કરનારી પોતાની જીભના વશમાં થઈ જાય છે અને મરાઈ જાય છે. ॥ ૧૯ ॥ $ કેટલાક વિવેકી પુરુષ ઉપવાસ અને ભોજનનો ત્યાગ કરીને બીજી ઇન્દ્રિયો ઉપર તો ખૂબ ત્વરાથી વિજય મેળવી લે. છે, પરંતુ તેનાથી તેમની રસનેન્દ્રિય વશમાં થતી નથી. તે તો ભોજન છોડી દેવાથી વધારે પ્રબળ બની જાય છે. || ૨૦ || બીજી બધી ઇન્દ્રિયો પર કાબૂ પ્રાપ્ત કરી લેવા છતાં ત્યાં સુધી મનુષ્ય જિતેન્દ્રિય નથી થઈ શકતો જ્યાં સુધી તે રસનેન્દ્રિયને પોતાના વશમાં નથી કરી લેતો. અને જો તેશે. રસનેન્દ્રિયને વશમાં કરી લીધી, પછી તો બધી ઇન્દ્રિયો તેનાં વશમાં થઈ ગઈ સમજો. | ૨૧ ॥ હે રાજન્! પ્રાચીન સમયની વાત છે. વિદેહનગરી (મિથિલામાં એક વેશ્યા રહેતી હતી. તેનું નામ પિંગલા હતું. મે તેની પાસેથી જે બોધ ગ્રહણ કર્યો તે હું તમને સંભળાવું છું. સાવધાન થઈને સાંભળો, ॥ ૨૨ ॥ તે વેશ્યા સ્વેચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી.એક દિવસ કોઈ પુરુષને પોતાના સ્થાને લાવવા માટે ખૂબ બની-ઠનીને, ઉત્તમ વસ્ત્રાભૂપણથી સજી-ધજીને ઘણીવાર સુધી પોતાના ઘરના દરવાજા પર ઊભી રહી. 1 ૨૩ ॥ હે શ્રેષ્ઠ પુરુષ! તેને ધનની કામના હતી તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું જ વિચારતી હતી કે “આ પૈસાદાર છે, મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે.’ 1 ૨૪ ॥ 64 શ્રીમદભાગવત [અ૦૮ આગતેષ્વપયાતેષુ સા સક્રેતોપ્જીવેની | અપ્યન્યો વિત્તવાન્ કોડપિ મામુપૈષ્યતિ ભૂરિદઃ ॥ ૨૫॥ એવં દુરાશયા ધ્વસ્તનિદ્રા દ્વાર્યવલમ્બતી’ । નિર્ચચ્છન્તી પ્રવિશતી નિશીથંચ સમપદ્યત | ૨૬॥ તસ્યા વિત્તાશયા શુષ્યદક્ત્રાયા દીનચેતસઃ | નિર્વેદઃ પરમો જજ્ઞે ચિન્તાહેતુઃ સુખાવહઃ ॥ ૨૭॥ તસ્યાં” નિર્વિષ્ણચિત્તાયા ગીતં શૃણુ યથા મમ । નિર્વેદ આશાપાશાનાં પુરુષસ્ય યથા હ્યસિઃ ॥ ૨૮।| ન હ્યજ્ઞાજ્જાતનિર્વેદો દેહબન્ધં જિહાસતિ ! યથા” વિજ્ઞાનરહિતો મનુજો મમતાં નૃપ | ૨૯।! *િક્વોવાચ અહો મે મોહવિતર્તિ પશ્યતાવિજિતાત્મનઃ | થા કાન્તાદસતઃ કામં કામયે ઘેન બાલિશા ॥ ૩૦॥ સત્ત સમીયે રમણં રતિપ્ર્દ વિ્તપ્રદે નિત્યમિમં અકામદં દુઃખભયાધિશોક- મોહપ્રદે તુચ્છમહું ભજેડજ્ઞા 1૩૧॥ વિહાય 1 અહો મયાડડત્મા પરિતાપિતો વૃથા સાફેત્યવ્રત્યાતિવિગર્હાવાર્તયા 1 સ્તૈણારાદ યાડર્થતૃષોડનુશોચ્યાત્ કરીતેન વિત્ત રતિમાત્મનેચ્છતી | ૩૨॥ તે સંકેતથી જીવનારી પિંગલા પછી જ્યારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે, મને ખૂબ પૈસા આપશે; પરંતુ જ્યારે ત્યાંથી તે આગળ નીકળ જતો ત્યારે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે, જે મતે ખૂબ વધારે પૈસા આપશે. | રપ ॥| પિંગલઃના ચિત્તની આવી દુરાશા વધર્તી જ જતી હતી. તે દરવાજા ધર ઘજ્ા લાંબા સમય સુધી નિદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી. તે ક્યારેક અંદર જતી તો કયારેક બહાર આવતી, આ રીતે મધ્યરાત્રિ વીતી ગઈ. ॥ ર૬ ॥ ચજન્! પરેખર આશા અને તે પણ ધનની આશા “અત્યંત હીન છે. ધનવાનની રાહ જોતાં જોતાં તેનું મોહું સુકાઈ યું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું. હવે તેને આ ધંધા ઉપર ભારે. વૈરાગ્ય થયો. તેમાં તેને દુઃખલુદ્ધિ થઈ ગઈ. આ વૈરાગ્ય જ તેના સુખનું કારણ બની ગયો. | ૨૭ ॥ જયારે પિંગલાના ચિત્તમાં અઃ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ, ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડ્યું અર્થાત્ તેના અંતરના જે ઉદ્ગાર નોકળ્યા તે હે રાજન્! તમને કહું છું, સાંભળો. વૈરાગ્ય જ આશારૂપી કંદાને કાપવાવાળું દઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યનાં દુઃખોર્ના નિવૃત્તિ થતી નથી. ॥ ર૮ ॥ પ્રિયરાજન્!જેનેડૈરાગ્ય થયો નથી,જેને આ ઝંઝટમાંથી કંટાળો -અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને. એ રીતે કાપવા ઇચ્છતો નથી, જેમ અશઞની પુરુષ મમતાને છોડવા ઇચ્છતો તથી. || ૨૯ || _ [િંગલાએ આ ગીત ગાયું - અરે કેટલા દુઃખની વાત છે. કે હું ઇન્ટ્િયોના વશમાં થઈ ગઈ! મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર તો જુઓ, કે પરાયા પુરુષને મારો કાન્ત- પ્રિતમ કહીને તેની કામના કરવા લાગી. ॥ ૩૦ | મારો પરમપ્રિયતમ શાશ્ચતરૂપે મારી પાસે જ છે, તે પરમાનંદસ્વરૂપ છે, સુખ પ્રદાન કરવાવાળો પશ છે તથા લક્ષ્મીનો પાતિ હોવાથી સંપત્તિ પણ આપવાવાળો છે. આવા મારા જ ફદ્યમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઇચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ, અસમર્થ છે તથા દુઃખ, ભય, આધિ-વ્ાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે, એવા લોકોનું મેં સેવન કર્યું; તેથી હું મૂર્ખ છું.1૩૧ ॥ ધણા જ દુઃખની વાત છે કે મેં અત્યંત નિંદનીય આજીવિકા એવો વેશ્યાવૃત્તિનો આશ્રય લીધો અને નકામો પોતાના શ્સીર અને મનને ક્લેશ આપ્યો, પીડા પહોંચાડી. મારું આ શરીર વેચાઈ ગયું છે. લંપટ, લોભી અને નિંદનીય મનુષ્યોએ તેને ખરીદી લીધું છે અને હું એટલી મૂર્ખ છું કે આ જ શ્રરીરથી વૈસા અને રાતિ-સુખ ઇચ્છી રહી છું. મને ધિક્કાર છે, ॥૩૨ ॥ ૧. ક્ાર્થવજષ્બિની | ૨. નિર્શથ । ૩, તથા | ૪. આ શ્લોકાર્ષ પ્રાથીન પ્રતમાં ની ! અવ૮] અગિયારમો સ્કંધ જ. 849 યદસ્થિભિર્નિમિતવંશવંશ્ય- સ્થૂણં ત્વચા રોમતખૈઃ પિનદ્રમ્ | ક્ષરજ્વદ્ઘારમગારમેતદ્ વિણ્મૂત્રપૂર્ણ મદુપૈતિ કાડન્યા 1 ૩૩॥ વિદેહાનાં પુરે હ્રસ્મિજ્ષહમેકૈવ મૂઢધીઃ | યાડન્યમિચ્છન્ત્યસત્યસ્માદાત્મદાત્ કામમચ્યુતાત્ | ૩૪॥ સુહૃત્પ્રેષ્ઠતમો નાથ આત્મા ચાયં શરીરિણામ્ | તં વિક્રીયાત્મનૈવાહં રમેડનેન યથા રમા 1 ૩૫॥ કિયત્ પ્રિયં તે વ્વભજન્ કામા યે કામદા નરાઃ । આધત્તવત્તો ભાર્યાયા દેવા વા કાલવિઠ્ઠુતાઃ || ૩૬॥ નૂનં મે ભગવાન્ પ્રીતો વિષ્ણુઃ કેનાપિ કર્મણા | નિર્વેદોડયં દુરાશાયા યન્મે જાતઃ સુખાવહઃ || ૩૭॥ મૈવં સ્યુર્મન્દભાગ્યાયાઃ કલેશા નિર્વેદહેતવઃ | વેતતાનુબન્ધં નિર્હત્ય પુરુષઃ શમમૃચ્છતિ | ૩૮॥ તેનોપકૃતમાદાય શિરસા ગ્રામ્યસડ્તાઃ | ત્યકત્વા દુરાશાઃ શરણં વ્રજામિ તમધીશ્વરમ્ ॥ ૩૯॥ સત્તુષ્ટા શ્રદ્ધત્પેતવથાલાભેન જીવતી |! વિહશમ્યમુનેવાહમાત્મના રમણેન વૈ |૪૦॥ સંસારકૂપે પતિતં વિષયેર્મુપિતેક્ષણમ્ | ગ્રસ્ત કાલાહિનાડડત્માનં કોડન્યસ્ત્રાતુમધીશ્વરઃ | ૪૧॥ આત્મૈવ હ્યાત્મનો ગોપ્તા નિર્વિઘેત યદાડખિલાત્ । અપ્રમત્ત ઇદં પશ્યેદ ગ્રસ્ત કાલાહિના જગત્ ॥૪૨॥ જેમ વાંસની વળીઓ અને ટેકા આપીને ઘર ઊભું કરવામાં આવે છે, તેમ આ શરીરરૂપી ઘરમાં હાડકાંની વળીઓ અને ટેકા છે, તથા તેમાં ત્વચા, રૂંવાડાં અને નખનું આવરણ છે. આ ઘરમાં નવ દરવાજા છે, તેમનામાંથી સતત મળ-મૂત્ર વગેરે જ નીકળતું રહે છે. ખરેખર મારા સિવાય બીજી કઈ સ્ત્રી હશે જે આવા નિંદનીય શરીરને જ પ્રિય માની તેનું સેવન કરશે? 1૩૩ ॥ આમ તો આ વિદેહીઓ - જીવન્મુક્તોની નગરી છે, પરંતુ તેમાં રહેનારી હું સર્વથી મૂર્ખ અને દુષ્ટ છું, કેમકે, એકલી હું જ આત્મસ્વરૂપને અર્પણ કરનારા અવિનાશી અને પરમ પ્રિયતમ પરમાત્માને છોડીને બીજા પુરુષની અભિલાષા કરું છું, 1૩૪ || મારા હૃદયમાં બિરાજતા પ્રભુ પ્રાણીમાત્રના હિતૈષી, સુહૃદ, પ્રિયતમ, સ્વામી અને આત્મા છે. હવે હું મારી જાત આપીને તેમને ખરીદી લઈશ અને એમની સાથે લક્ષ્મીજી જેવો વિહાર કરીશ. 1૩૫ ॥ જેટલા પણ આ કામ અને ભોગ છે અને તે આપનાર ચાહે દેવતા હોય કે મનુષ્ય, તેમણે પોતાની પત્નીનું શું પ્રિય કર્યુ છે? અર્થાત્ કોઈ પણ આજ સુધી આ ભોગોથી તૃપ્ત થયું નથી અને આ બધાં વ્યક્તિ અને પદાર્થો આદિ-અંતવાળાં છે અને કાળગ્રસ્ત છે, 1૩૬ ॥ ખરેખર, મારા કોઈ શુભકર્મથી વિષ્ણુ ભગવાન મારા ૫૨ પ્રસન્ન છે, તેથી તો દુરાશાથી મને આવો વૈરાગ્ય થયો છે. ખરેખર, આ વૈરાગ્ય મારા માટે સુખકર છે. ૩૭ ॥ મને દુઃખ થયું, એ જ મારા માટે વૈરાગ્યનું કારણ બની ગયું. તેથી હું ભાગ્ધહીન નથી, કારણ કે, વૈરાગ્ય દ્વારા જ મનુષ્ય કર્મબંધનોને કાપીને પરમશાંતિને પામે છે. ॥ ૩૮ |! હવે હું ભગવાનના આ ઉપકારનો સાદર મસ્તક’ ઝૂકાવીને સ્વીકાર કરું છું અને વિષયભોગોની લાલસા છોડીને તે જ જગદીશ્વરના શરણમાં જાઉં છું. | ૩૯ ॥ હવે મને પ્રારબ્ધ અનુસાર જે મળશે તેનાથી નિર્વાહ કરી લઈશ અને ખૂબ જ સંતોષ અને શ્રદ્ધા સાથે રહીશ. હવે હું બીજા પુરુષ તરફ ન તાકતાં મારા હૃદયેશ્વર, આત્મસ્વરૂપ પ્રભુની સાથે જ વિહાર કરીશ. || ૪૦ ॥ આ જીવ સંસાર-કૂપમાં પડેલો છે. વિષયોએ તેને આંધળો બનાવી દીધો છે. કાળરૂપી અજગરે તેને પોતાના મોઢામાં દબાવી દીધો છે. હવે ભગવાન સિવાય તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ છે? || ૪૧ | જ્યારે જીવ સમસ્ત વિષયોથી વિરક્ત થઈ જાય છે, ત્યારે. તે સ્વયં તેની રક્ષા કરવામાં સક્ષમ બને છે. તેથી ખૂબ જ સાવધાની સાથે એ જાણી લેવું જોઈએ કે, સંપૂર્ણ જગત કાળરૂપી અજગરથી ગ્રસ્ત છે. | ૪૨ ॥ 650 શ્રીમદબાગવત, [અ ૯ શ્રાહ્રણન ઉવાચ એવં વ્યવસિતમતિ્દુરાશાં કાન્તતર્ષજામ્ | છિત્તવોપશમમાસ્થાય શય્યામુપવિવેશ સા |૪૩॥ આશા હિ પરમં દુઃખં નૈરાશ્યં પરમં સુખમ્! _ યથા સગ્છિદ કાન્તાશાં સુખં સુષ્વાપ પિત્રલા | ૪૪॥ અવધૂત દત્તાત્રેયજી કહે છે - રાજન્! પિંગલા વેશ્યાએ આવો નિશ્ચય કરીને ધનવાનોની દુરાશા, તેમને મળવાની લાલસાનો પરિત્યાગ કરી દીધો અને શાંત ભાવે જઈને તે પોતાની શય્યા પર સૂઈ ગઈ, ૪૩ || ખરેખર, તૃષ્લા જ સહુથી મહાન દુઃખ છે અને તૃષ્ણા-ત્યાગ જ સહુથી મોટું સુખ છે, કારણ કે, પિંગલા વેશ્યાએ જ્યારે આશા છોડી ત્યારે જ તે સુખી થઈ, || ૪૪ ॥। ક્ક્ક્ન- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધેડષ્ટમોડધ્યાયઃ || ૮ ॥ અગિયારમાં સ્કંધ-અંતર્ગત આઠમો અધ્યાય સમાપ્ત.