9 ત્રીજો અધ્યાય રાજ્ય, યુગધર્મ અને કળિયુગના દોષોથી બચવાનો ઉપાય - નામસંકીર્તન કીંશુક શાર દષ્ટ્વાડડત્મનિ જયે વ્યગ્રાન્ નૃપાન્ હસતિ ભૂરિયમ્ । અહો મા વિજિગીષત્તિ મૃત્યોઃ ક્રીડનકા નૃપાઃ ।। ૧।। કામ એષ નરેન્દ્રાણાં મોઘઃ સ્યાદ્ વિદુષામપિ ! યેન ફેનોપમે પિણ્ડે યેડતિવિશ્રમ્ભિતા નૃપાઃ | ૨॥ પૂર્વ નિર્જિત્ય ષડ્વર્ગ જેષ્યામો રાજમત્ત્રિણઃ । તતઃ સચિવપૌરાપ્તકરીન્દ્રાનસ્ય કફ્ટકાન્ ॥ ૩॥ એવં ક્રમેણ જેષ્યામઃ પૃથ્વી સાગરમેખલામ્ | ઇત્યાશાબદ્ધહૃદયા ન પશ્યત્ત્યન્તિકેડન્તકમ્ | ૪॥ સમુદ્રાવરણાં જિત્વા માં વિશન્ત્યબ્ધિમોજસા । કિયદાત્મજયસ્મૈતન્મુક્તિરાત્મજપિ ફ્લમ્ ॥૫॥ યાં વિસૂજ્ધૈવ મનવસ્તત્સુતાશ્વ કુરૂદ્રહ | ગતા યથાગતં યુદ્ધે તાં માં જેષ્યન્ત્યબુદ્યઃ ॥ ૬॥ મતૃતે પિતૃપુત્રાણાં ભ્રાતૃણાં ચાપિ વિગ્રહઃ। જાયતે હ્યસતાં રાજ્યે મમતાબદ્ધચેતસામ્ | ૭॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત ! જ્યારે પૃથ્વી જુએ છે કે, રાજાઓ મારા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અધીરા બની રહ્યા છે, ત્યારે તે હસવા લાગે છે અને કહે છે કે - “કેટલા આશ્ચર્યની વાત છે કે આ રાજાઓ જે પોતે મૃત્યુના રમકડાં છે, મને જીતવાની ઇચ્છા રાખે છે? ૧ ॥ ચાજાઓથી એ વાત અજાણી નથી કે, તેઓ એક-ને-એક દિવસ મરી જશે, તેમ છતાં મને જીતવાની વ્યર્થ કામના કરે છે. ખરેખર, આવી કામનાથી અંધ બનેલા હોવાથી જ તેઓ પાજ્નીના પરપોટા જેવા આ શરીર પર ભરોસો કરીને છેવટે છેતરાઈ જાય છે. || ર |! તેઓ વિચારે છે કે, ‘અમે પ્રથમ મન સહિત અમારી પાંચેથ ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીશું
- “પોતાની અંદર રહેતા શત્રુઓને વશમાં કરીશું, કેમકે, તેમને જીત્યા વિના બહારના શત્રુઓને જીતવા મુશ્કેલ છે. ત્યાર પછી અમારા શત્રુના મંત્રીઓ, પ્રધાનો, નાગરિકો, નેતાઓ અને સઘળા સૈન્યને પણ વશમાં કરી લેશું. જે કોઈ પણ અમારા વિજુયપથ પર કાંટા વાવશે, તેને અમે અવશ્ય જીતી લેશું. ૩ ॥ આ પ્રમાણે ધીરે-ધીરે ક્રમશઃ પૂરી પૃથ્વી અમારે આધીન થઈ જશે અને પછી તો સમુદ્ર સુધી અમારા ચજ્યની સીમા બની રહેશે.’ આ પ્રમાણે તેઓ પોતાના મનમાં અનેક આશાઓના મિનારા ચશ્ઞે છે અને તેમને એ વાત બિલકુલ સૂઝતી નથી કે, તેમનાં માથા પર કાળ બેઠેલો છે. ॥૪ ॥ એટલું જ નહિ, જ્યારે એક દ્વીપ તેમના વશમાં થઈ જાય છે, ત્યારે તેઓ બીજા દ્વીપ પર વિજય પ્રાપ્ત કરવા મોટી શક્તિ અને ઉત્સાહ સાથે સમુદ્રની યાત્રા કરે છે. પોતાના મનને, ઇન્દ્રિયોને વશ કરીને લોકો મુક્તિ મેળવે છે, પરંતુ આ લોકો તે બધાને વશ કરીને પજ્ન માત્ર નાનકડો, પૃથ્વીનો ટુકડો જ પ્રાપ્ત કરે છે. આટલો પરિશ્રમ અને આત્મસંયમનું આ કેટલું તુચ્છ ફળ છે?’ || ૫ || પરીક્ષિત! પૃથ્વી કહે છે કે, ‘મોટા-મોટા મનુઓ અને તેમના વીર પુત્રો મને જેમ-ની-તેમ (યથાવત્), છોડીને જ્યાંથી આવ્યા હતા, ત્યાં ખાલી હાથે ચાલ્યા ગયા, મને પોતાની સાથે ન લઈ જઈ શક્યા. હવે આ મૂર્ખ રાજાઓ યુદ્ધમાં જીતીને મને વશમાં કરવા ચાહે છે. | ૬ ।। જેના ચિત્તમાં આ વાત દઢ થઈ ગઈ છે કે, આ પૃથ્વી મારી છે, તે દુષ્ટોના રાજ્યમાં મારા માટે પિતા-પુત્ર અને ભાઈ-ભાઈ પણ પરસ્પર લડે છે.૭॥ ૧. જયગ્રાન્! અન ૩] બારમો સ્કંધ 779 મમૈવેયં મહી કૃત્સ્ના ન તે મૂઢેતિ વાદિનઃ | સ્પર્ધમાના મિથો ઘનત્તિ પ્રિયન્તે મત્કૃતે નૃપાઃ ॥ ૮॥ પૃથુઃ પુરૂરવા ગાધિર્નહુષો* ભરતોડર્જુનઃ | માન્ધાતા સગરો રામઃ ખટવાક્નો ધુન્ધુહા રઘુઃ | ૯॥ તૃણબિન્દુર્યયાતિશ્ચ શર્યાતિઃ શત્તનુર્ગયઃ | ભગીરથઃ કુવલયાશ્ચઃ કકુત્સ્થો નૈષધો નૃગઃ || ૧૦॥ હિરણ્યકશિપુર્વૃત્રો રાવણો લોકરાવણઃ | - નમુચિઃ શમ્બરો ભૌમો હિરણ્યાક્ષોડથ તારકઃ ॥ ૧૧|। અન્યે ચ બહવો દૈત્યા રાજાનો વે મહેશ્વરાઃ૨ | સર્વે સર્વવિદઃ શૂરાઃ સર્વે સર્વજિતોડજિતાઃ ॥ ૧૨॥ મમતાં મય્યવર્તન્ત કત્વોચ્ચૈર્મર્ધર્મિણઃ | કથાવશેષાઃ કાલેન હ્કૃતાર્થાઃ કૃતા વિભો ॥ ૧૩॥ કથા ઇમાસ્તે કથિતા મહીયસાં વિતાય લોકેષુ યશઃ પરેયુષામ્ | વિશ્ઞાનવૈરાગ્યવિવક્ષયા વિભો વચોવિભૂતીર્ન તુ પારમાર્થ્યમ્ 1૧૪॥ યસ્તૃત્તમશ્લોકગુણાનુવાદઃ સડ્ગીયતેડભીક્ષ્ણમમક્રલઘ્નઃ 1 નિત્યં શૃણુયાદભીક્ષણં કૃષ્ણોડમલાં ભક્તિમભીપ્સમાનઃ || ૧૫॥ તમેવ ચજનોવાચ કેનોપાયેન ભગવન્ કલેર્દોષાન્ કલી જનાઃ | વિધમિષ્યન્ત્યુપચિતાંસ્તન્મે બ્રૂહિ યથા મુને || ૧૬॥ યુગાનિ યુગધર્માશ્ષ માનં પ્રલયકલ્પયોઃ | કાલસ્યેશ્વરરૂપસ્ય ગતિં વિષ્ણોર્મહાત્મનઃ || ૧૭॥ તે પરસ્પર આ પ્રમાણે કહે છે કે, “અરે મૂર્ખ! આ સંપૂર્ણ પૃથ્વી મારી જ છે, તારી નથી’, આ પ્રમાણે રાજાઓ એક-બીજાને કહે - સાંભળે છે, એક-બીજાની સ્પર્ધા કરે છે, મારા માટે એક-બીજાને હણે છે અને પોતે મરી ફીટે છે. । ૮ ॥ પૃઘુ, પુરૂરવા, ગાધિ, નહુષ, ભરત, સહસબાહુ, અર્જુન, માન્ધાતા, સગર, રામ, ખટ્વાંગ, ધુન્ધુમાર, રઘુ, તૃશ્બિન્દુ, યયાતિ, શર્યાતિ, શન્તનુ, ગય, ભગીરથ, કુવલયાશ્ચ, કકુત્સ્થ, નળ, નૃગ, હિરણ્યકશિપુ, વૃત્રાસુર લોકદ્રોહી રાવણ, નમુચિ, શમ્બર, ભૌમાસુર, હિરજ્યાક્ષ અને તારકાસુર તથા બીજા અનેક દૈત્યો અને શક્તિશાળી રાજાઓ થઈ ગયા. આ બધા રાજાઓ બહુ જ સમજદાર હતા, વીર પજ્ન હતા, બધાએ દિગ્વિજયમાં બધાને હરાવ્યા. આ બધાને બીજું કોઈ જીતી શકયું નહીં, પરંતુ આ બધા જ મૃત્યુનો કોળિયો બની ગયા. રાજન્! તેમણે પૂરા અંતઃકરણથી મારામાં મમતા રાખી અને એવું સમજ્યા કે “આ પૃથ્વી મારી છે.’ પરંતુ વિકરાળ કાળે તેમની લાલસા પૂરી થવા ન દીધી. હવે તેમનું બળ, પુરુષાર્થ અને શરીર વગેરેતો ક્યાંય પત્તો પણ નથી. માત્ર તેમની કથા જ શેષ રહી ગઈ છે. ૯-૧૩ ॥ પરીક્ષિત! સંસારમાં મોટા-મોટા પ્રતાપી અને મહાન પુરુષો થયા છે. તેઓ લોકોમાં પોતાનો યશ ફેલાવીને અહીંથી ચાલ્યા ગયા. મેં તમને જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપવા માટે જ તેમની કથા કહી છે. આ બધો વાણીનો વિલાસમાત્ર છે, આમાં પારમાર્થિક સત્ય કશું જ નથી. ।। ૧૪ || ભગવાન શ્રીકૃષ્ટનો ગુણાનુવાદ સથળાં અમંગળોનો વિનાશ કરવાવાળો છે, મોટામોટા મહાત્માઓ _ તેનું જ ગાન કર્યા કરે છે. જેને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં અનન્ય પ્રેમપૂર્ણ ભક્તિની કામના હોય તેણે નિત્ય-નિરંતર ભગવાનના દિવ્ય ગુશાનુવાદનું જ શ્રવણ કરતાં રહેવું જોઈએ. | ૧૫ || દ શજા પરીક્ષિતે પૂછ્યું — ભગવન્! મને તો યુગમાં અનેક-અનેક દોષ દેખાઈ રહ્યા છે. ત્યારે લોકો ક્યા ઉપાયથી તે દોષોનો નાશ કરશે? આ સિવાય યુગોનું સ્વરૂપ, તેમના ધર્મો, કલ્પની સ્થિતિ અને પ્રલયકાળનું પ્રમાણ તથા સ્થિતિકાળનું પ્રમાણ કે જે સર્વવ્યાપક સર્વશક્તિમાન કાલમૂર્તિ ભગવાન વિષ્્ઠુની ગતિરૂપ છે તેનું (જેવું છે તેવું) વર્ણન કરવાની કૃપા કરો. 1૧૬-૧૭ || ૧. ગાધિર્ભરતો નહુપો | ૨. નરેશ્વરાઃ | 790 શ્રીમદભાગવત [અ૦૩ કીટક ઉજાચ કૃતે પ્રવર્તતે ધર્મક્ચતુષ્પાત્તજ્જનેર્ધતઃ૧ । સત્યં દયા તપો દાનમિતિ પાદા [વેભોર્નપ | ૧૮॥ સત્તુાઃ કરણા મૈત્રાઃ શાન્તા દાન્તાસ્તિતિક્ષવઃ । આત્મારામાઃ સમદંશઃ પ્રાયશઃ શ્રમણા૨ જનાઃ || ૧૯॥ ત્રેતાયાં ધર્મપાદાનાં તુર્યાશો હીષતે શનૈઃ । અધર્મપાદૈરનૃતહિંસાડસન્તોષવિગ્રહેઃ ॥૨૦॥ તદા ક્રિયાતપોનિષ્ઠા નાતિહિસ્ા” ન લશ્યટાઃ | ત્રૈવર્ગિકાસ્ત્રયીવૃદ્ધા વર્ણા બ્રહ્મોત્તરા નૃપ ॥૨૧।। દ્વાપરે | ॥રર॥ તપઃસત્યદયાદાનેષ્વર્ધ હ્સતિ હિંસાતુષ્ટ્યનૃતહેપૈર્ધર્મસ્યાધર્મલક્ષણૈઃ યશસ્વિનો મહાશાલાઃ સ્વાધ્યાયાધ્યયને રતાઃ ! આઢ્યાઃ કુટુમ્બિનો હૃષ્ટા વર્ણાઃ શત્રદ્િજોત્તરાઃ ॥ ૨૩॥ કલૌ તુ ધર્મહેતૃનાં તુર્યશોડધર્મહેતુભિઃ | એધમાનૈઃક્ષીયમાણો હ્ાન્તે સોડાંપે વિનડક્યતિ” | ર૪॥ તસ્મિંલ્લુબ્ધા દુરાચારા નિર્દયાઃ શુષ્ક્વેરિણઃ । દુર્ભગા ભૂરિતર્ષાશ્ચ શૂદ્રદાશોત્તરાઃ* પ્રજાઃ !| ર૫॥ સત્ત્વં રજસ્તમ ઈતિ દશ્યન્તે પુરુષે ગુણાઃ । કાલસગ્ચોદિતાસ્તે” વૈ પરિવર્તન્ત આત્મનિ ॥ ર૬॥ પ્રભવત્તિ યદા સત્ત મનોબુદ્વીન્દ્રિયાણિ ચ । તદા કૃતયુગં વિધ્યાજ્જ્ઞાને તપસિ યદ સચિઃ | ર૭॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! સતયુગમાં ધર્મના ચાર ચરજ્ હોય છે; તે આ પ્રમાણે છે - સત્ય, દયા, તપ અને દાન. તે સમયના લોકો પૂરી નિષ્ઠા સાધે પોત-પોતાના ધર્મનું પાલન કરે છે. પર્મ સ્વષં ભગવાનનું જ સ્વરૂપ છે. !। ૧૮ ॥ સતયુગના લોકો ખૂબ સંતોષી અને દપાળુ હોય છે. તેઓ બધાની સાથે મિત્રતાનો વહેવાર કરે છે અને શાંત, રહે છે. ઇન્દ્રિયો અને મન તેમના વશમાં રહે છે અને સુખ- દુઃખાદિ દદ્ોને તેઓ સમભાવથી સહન કરે છે. મોટાભાગના લોકો તો સમદર્શી અને આત્મારામ હોય છે અને બાકીના લોકો પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાના અભ્યાસમાં તત્પર રહે છે, ॥ ૧૯ || પરીક્ષિત! ધર્મની જેમ અધર્મના પણ ચાર ચરણ છે - અસત્ય, હિંસા, અસંતોષ અને ક્લેશ. ત્રેતાયુગમાં આના પ્રભાવથી ધીરે-ધીરે ધર્મના સત્ય વગેરે ચરણોનો ચતુર્થાશ ક્ષૌણ્ થઈ જાય છે. 11૨૦ ॥ રાજન્! તે સમયે વર્ણામાં બ્રાહ્મલોની પ્રધાનતા અકૂટ્ણ રહે છે. લોકોમાં અત્યંત હિંસા અને લમ્પટતાનો અભાવ હોય છે. બધા લોકો કર્મકાંડ અને તપસ્યામાં નિષ્ઠા રાખે છે અને અર્થ, ધર્ષ અને કામરૂપી ત્રણ પુરુષાર્થોનું સેવન કરે છે. બહુધા લોકો કર્મમાર્ગના પ્રેરક વેદોના પારદર્શી વિદ્વાન હોય છે. ॥ ૨૧ ॥ દ્વાપરયુગમાં હિંસા, અસંતોષ, અસત્ય અને દ્વેષ - અધર્મની વૃદ્ધિ થઈ જાય છે તથા આના કારણે ધર્મના ચાર ચરણ - તપસ્યા, સત્ય, દયા અને દાન અરધા-અરધા ફીણ થઈ જાય છે. ॥૨૨ ॥ તે સમયના લોકો મોટા યશસ્વી, કર્મકાંડી અને વેદોના અધ્યયન-અધ્યાપનમાં ખૂબ તત્પર રહે છે. તે સમયના લોકો વિશાળ કુટુંબવાળા હોક છે, મોટાભાગે લોકો ધનવાન અને સુખી હોય છે. તે સમયે વર્ણમાં થત્રિયો અને બ્રાહ્મણોની પ્રધાનતા રહે છે. || ૨૩ || કળિયુગમાં તો અધર્મ ખૂબ વધી જાય છે. તેના કારે ધર્મના ચારે ચરજી ક્ષીણ થવા લાગે છે અને તેમનો ચતુર્થાશ જ બચે છે, અંતમાં તો તે ચતુર્થાશનો પણ લોપ થઈ જાય છે, || ૨૪ ।। કળિયુગમાં લોકો લોભી, દુરાચારી અને કઠોર હૃદયના હોય છે. તેઓ કારણ વિના એક-બીજા સાથે વેર બાંધે છે, તથા લાલસા-તૃષ્ણાના તરંગોમાં ખેંચાતા રહે છે. તે સમષના અભાગિયા લોકોમાં શૂદ્રો, કેવટ વગેરેની જ પ્રધાનતા રહે છે. ॥ સપ ॥ બધાં પ્રાણીઓમાં ત્ર ગુજ્ન હોય છે - સત્ત્વ, રજ અને તમ. કાળની પ્રેરજ્ઞાથી અવાર-નવાર શરીર, પ્રાણ અને મનમાં તેમનો હ્રાસ અને વિકાસ પણ થયા કરે છે. ૨૬ ॥ જે સમયે મન-બુદ્ધિ અને ઇન્દ્રિયો સત્વગુણમાં સ્થિત થઈને પોત-પોતાનું કાર્ય કરે છે, ત્યારે સતયુગ સમજવો જોઈએ. સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે મનુષ્ય જ્ઞાન અને તપસ્યામાં અધિક રુચિ રાખવા લાગે છે. 1૨૭ ॥ ૧. ગ્યતુષ્પાદો જવૈટ | ૨. સુમહાજનાઃ | ૩. તંહેસા | ૪. વહિજોત્તમાઃ] પ. વિનક્ધતિ | ૬. પૂદ્વ દાશો૦! ૭. ત્સંયોજિતા૦ ! અ૦૩] બારમો સ્કંધ 781 યદા ધર્માર્થકામેપુ ભક્તિર્ભવતિ દેહિનામ્’ । તદા ત્રેતા રજોવૃત્તિરિતિ જાનીહિ* બુદ્ધિમન્ | ૨૮॥ યદા લોભસ્ત્વસત્તોષો માનો દમ્ભોડથ મત્સર: ! કર્મણાં ચાપિ કામ્યાનાં દ્રાપરં તદ રજસ્તમઃ | ૨૯! યદા માયાનૃતં તન્દ્રા નિદ્રા હિંસા વિષાદનમ્ | શોકો મોહો ભયં દૈન્યં સ કલિસ્તામસઃ સ્મૃતઃ ॥ ૩૦॥ યસ્માત્ કુદ્રદેશો મર્ત્યાઃ ક્ષુદ્રભાગ્યા મહાશનાઃ | કામિનો વિત્તહીનાશ્ય સ્વૈરિણ્યશ્ચ સ્ત્રિયોડસતીઃ ॥૩૧॥ દસ્યૂતૃષ્ટા જનપદા વેદાઃ પાખણ્ડદૂષિતાઃ । રાજાનશ્ચ પ્રજાભક્ષાઃ શિશ્નોદરપરા” દ્વિજાઃ ॥ ૩૨॥ અદ્રતા બટવોડશૌચા ભિક્ષવશ્ચ કુટુમ્બિનઃ | તપસ્વિનો ગ્રામવાસા ન્યાસિનોડત્યર્થલોલુપાઃ ।| ૩૩॥ હૂંસ્વકાયા મહાહાર! ભૂર્યપત્યા ગતહિયઃ 1 શશ્ચત્કટુકભાષિણ્યશ્રોર્યમાયોરુસાહસ!ઃ 1।1૩૪॥ પણયષિષ્યન્તિ વૈ ક્ષુદ્રાઃ કિરાટાઃ* કૂટકારિણઃ । અનાઘદ્યષિ મંસ્યન્તે વાર્તા સાધુજુગુપ્સિતામ્ ! ૩૫॥ જે સમયે લોકોની પ્રવૃત્તિ અને રુચિ ધર્મ, અર્થ અને લૌકિક- પારલૌકિક સુખ-ભોગ તરફ હોય છે તયા શરીર, મન અને ઇન્દ્રિયો રજોગુલ્યમાં સ્થિત થઈને કાર્ય કરવા લાગે છે - બુદ્ધિમાન પરીક્ષિત! ત્યારે સમજવું જોઈએ કે તે સમયે ત્રેતાયુગ પોતાના કાર્યમાં પ્રવૃત્ત છે. |! ૨૮ ।। જે સમયે લોભ, અસંતોષ, અભિમાન, દંભ અને મત્સર વગેરે દોષોની બોલબાલા હોય અને મનુષ્ય ખૂબ ઉત્સાહ અને રુચિ સાથે સકામ કર્મોમાં જોડાવા ઇચ્છે છે, તે સમયે દ્વાપરયુગ સમજવો જોઈએ. નિયંત્રણ વિના જ રજોગુણ અને તમોગુણના મિશ્રણની બોલબાલા (પ્રધાનતા)નું નામ જ દ્વાપરયુગ છે. ॥ ૨૯ ॥જે સમયે જૂઠ, કપટ, તન્દ્રા-નિદ્રા, હિંસા-વિષાદ, શોક-મોહ, ભય અને દીનતા (અસહાયપણા)ની પ્રધાનતા હોય, તેને તમોગુણપ્રધાન કળિયુગ સમજવો જોઈએ. | ૩૦ || ₹જ્યારે કળિયુગનું સામ્રાજ્ય હોય છે, ત્યારે લોકોની દૃષ્ટિ કદ્ર (તુચ્છ) થઈ જાય છે; મોટાભાગના લોકો નિર્ધન હોય છે, છતાં ખાય છે ઘલું વધારે. તેમનું ભાગ્ય તો હોય છે બહુ મંદ અને ચિત્તમાં બહુ કામનાઓ હોય છે. સ્ત્રીઓમાં દુષ્ટતા અત્તે કુલટાપણું વધી જાય છે. ।! ૩૧ || પૂરા દેશમાં, ગામે-ગામ લૂટારાઓતી પ્રધાનતા અને વિપુલતા થઈ જાય છે. પાખંડી લોકો તવા-નવા મત (સંપ્રદાયો) સ્થાપીને મનસ્વી રીતે વૈદોનું અર્થઘટન કરવા માંડે છે અને આ રીતે તેમને ક્લંક્તિ કરે છે. રાજા કહેવાતા લોકો પ્રજાની બધી કમાણી હડપ કરીને તેમને ચૂસવા લાગે છે. બ્રાહ્મણના નામે ઓળખાતા જીવો પેટ ભરવા અને જનનેન્દ્રિયને તૃપ્ત કરવામાં જ પ્રવૃત્ત રહે છે![૩૨ ॥ બ્રહ્મચારી લોકો બ્રલ્મચર્યથી વંચિત અને અપવિત્ર થતા જાય છે. ગૃહસ્થો બીજાને ભિક્ષા આપવાને બદલે સ્વયં ભીખ માગવા લાગે છે, વાનપ્રસ્થીઓ ગામમાં નિવાસ કરવા લાગે છે અને સંન્યાસીઓ ધનના અત્યંત લોભી - અર્થપિશાચ થઈ જાય છે. | ૩૩ ॥ સ્ત્રીઓનો આકાર તો નાનો થઈ જાય છે, પરંતુ તેમની ભૂખ વધી જાય છે. તેઓ બહુ સંતાનોને જન્મ આપે છે અને પોતાની કુળમર્યાદાનું ઉલ્લંધન કરીને લજ્જા-મર્યાદાનો જે તેમનું ભૂષજ છે - ત્યાગ કરી બેસે છે, તેઓ હંમેશાં કટુભાષી, ચોરી તથા કપટ કરવામાં બહુ નિપુણ થઈ જાય છે. તેમનામાં સાહસ ઘણ બહુ વધી જાય છે. || ૩૪ |! કલિયુગન! વેપારીઓનાં ફરદય અત્યંત ક્ષુદ્ર થઈ જાય છે. તેઓ કોડી-કોડીને ગળે વળગાડી પાઈ-પાઈ માટે છેતરપિંડી કરવા લાગે છે. વધારે તો શું - આફતકાળ ન હોવા છતાં પસ તથા ધનવાન હોવા છતાં પણ તેઓ નિમ્નસ્તરનો વેપાર કે જેની સત્પુરુષો નિંદા કરે છે, તેને ઉચિત સમજીને અપનાવી લે છે. ૩૫ ॥ ૧. ષદા કર્મસુ કામ્વેપુ ભક્તિર્યશસિ દેહિનામ્ | ૨. જાનીત બુદ્ધિમાન્| ૩. વ્દરપરાયણાઃ | ૪, ઠિરાતાઃ ફૂટ૦ ! 792 શ્રીમદભાગવત [અન૩ પતિં ત્યક્ષ્યત્તિ નિરદવ્યં ભૃત્યા અપ્યખિલોત્તમમ્ | ભૃત્યં વિપશ્નં પતયઃ કૌલં ગાશ્ચાપયસ્વિનીઃ ॥ ૩૬॥ પિતૃભ્રાતૃસુહજજ્ઞાતીન્’ હિત્વા સૌરતસૌહદાઃ । નનાન્ટંશ્યાલસંવાદા દીનાઃ સ્ત્ૈણઃ કલી નરાઃ ॥ ૩૭॥ શૂદ્રાઃ પ્રતિગ્રહીષ્યન્તિ તપોવેષોપજીવિનઃ | ધર્મ વક્યન્ત્યધર્મજ્ઞા અધિરુ્યોત્તમાસનમ્ | ૩૮॥ નિત્યમુદ્વિગ્નમનસો દુર્ભિક્ષકરકર્શિતાઃ | નિરશ્ને ભૂતલે રાજન્નનાવૃષ્ટિભયાતુરાઃ ॥ ૩૯॥ વાસોડન્પાનશયનવ્યવાયસ્નાનભૂષણૈઃ । હીનાઃ પિશાચસન્દર્શા ભવિષ્યત્તિ કલૌ પ્રજાઃ ॥ ૪૦॥ કલૌ કાકિણિકેડપ્યર્થે વિગૃહ્ય ત્યક્તસૌહદાઃ ! ત્યક્યત્તિ ચચ પ્રિયાન્પ્રાણાન્ હનિષ્યત્તિ સ્વકાનપિ ॥ ૪૧॥ ન રક્ષિષ્યન્તિ મનુજાઃ સ્થવિરૌ પિતરાવપિ ! પુત્રાન્ સર્વા્થકુશલાન્ર કુદ્રાઃ શિશ્નોદરમ્ભરાઃ | ૪૨॥ સ્વામી (માલિક) ચાહે સર્વશ્રેષ્ઠ કેમ ન હોય - જ્યારે સેવક લોકો જુએ છે કે એની પાસે સંપત્તિ રહી નથી, ત્યારે તેને છોડીને ચાલ્યા જાય છે. સેવક ભલે ગમે તેટલો જૂનો કેમ ન હોય - પરંતુ તે જ્યારે કોઈ વિપત્તિમાં આવી જાય છે, ત્યારે માલિક તેને છોડી દે છે. વધારે શું કહું, જ્યારે ગાયો દ્ધ આપવાનું બંધ કરી દે છે, ત્યારે લોકો તેમનો પન પરિત્યાગ કરી દે છે. 1૩૬ ॥ પ્રિય પરીક્ષિત! કળિયુગના લોકો અત્યંત લંપટ થઈ જાય છે, તેઓ પોતાની કામવાસનાને તૃપ્ત કરવા માટે જ કોઈની સાથે પ્રેમ કરે છે. તેઓ વિષયવાસનાને વશીભૂત થઈને એટલા પામર બની જાય છે કે મા-બાપ, ભાઈ- બંધુ અને મિત્રોને પણ છોડીને માત્ર પોતાના સાળા અને સાળીની જ સલાહ લેવા માંડે છે. !। ૩૭ |। શૂદ્રો તપસ્વીઓનો વૈશ ધારણ કરીને પોતાનું પેટ ભરે છે અને દાન લેવા લાગે છે. જેને ધર્મનું રતિભાર પણ જ્ઞાન નથી, તેઓ ઊંચા સિંહાસન પર બેસીને ધર્મનો ઉપદેશ આપે છે. 1૩૮ ॥ પ્રિય પરીક્ષિત! કળિયુગના લોકો દુષ્કાળ પડવાથી અત્યંત ભયભીત અને દુઃખી થઈ જાય છે. એક બાજુ દુકાળ અને બીજી બાજુ શાસકો દ્વારા આકરા કરવેરા! પ્રજાનાં શરીરો માત્ર હાડપિંજર અને તેમના મનમાં માત્ર ઉઠેગ જ શેષ રહે છે. પ્રાણોની રક્ષા માટે તેમને રોટલાનો ટુકડો મળવો પણ ક્ઠણ થઈ જાય છે. કળિયુગમાં લોકો શરીર ઢાંકવા કપડું અને જઠરાગ્નિ શાંત કરવા માટે રોટલો, પીવા માટે પાણી અને સૂવા માટે બે હાથ જમીનથી વંચિત થઈ જશે. તે પ્રજા માટે દામ્પત્ય-જીવન, સ્નાન અને. આભૂષણો પહેરવા સુધીની કોઈ સુવિધા હોતી નથી. લોકોની આકૃતિ, પ્રકૃતિ અને ચેષ્યઓ પિશાચ જેવી થઈ જાય છે. ।। ૪૦ || કળિયુગમાં લોકો ખૂબ સંપત્તિ માટે તો ઠીક, બે-ચાર કોડી માટે પણ પરસ્પર વેર-વિરોધ કરીને, લાંબા સમયથી ચાલી આવતા સદભાવ તથા મિત્રતાને તિલાંજલિ આપી દે છે. એટલું જ નહીં, તેઓ દમડી-દમડી માટે પોતાના સગાસંબંધીઓની પણ હત્યા કરીને પોતાના પ્રિય પ્રાણોથી હાથ ધોઈ બેસે છે. ૪૧ ॥ પરીક્ષિત! કળિયુગના થુદ્ર મ્રાભ્રીઓ માત્ર કામવાસના સંતોષવા અને પેટ ભરવામાં જ બસ્ત રહે છે, પુત્ર પોતાનાં વૃદ્ધ મા-બાપનું પાલન- પોષજ્ અને રક્ષણ કરતો નથી, બલકે તેમની ઉપેક્ષા કરે. છે અને પિતા પલ પોતાના સક્ષમ અને સર્વકાર્યમાં યોગ્યતા ધરાવતા પુત્રની પણ પરવા ન કરી તેને પોતાનાથી અલગ કરી દે છે. ૪ર ॥ ૧. પિતૃન્ ભ્રાતૃન્ સુન! ૨. હિ! ૩. પુત્રાન્ ભાર્યા ચ ડુલજાં કુદ્રાઃ ! અ૦૩] બારમો સ્કંધ 783 કલી ન રાજગ્જગતાં પરં ગુરું ત્રિલોકનાથાનતપાદપકજમ્ 1 પ્રાયૂણ મર્ત્યાં ભગવત્તમચ્યુતં યક્ષ્યન્તિ પાખણ્ડવિભિન્ઞચેતસઃ ॥૪૩॥ યન્ઞામધેયં પ્રિયમાણ આતુરઃ પતન્ સ્ખલન્ વા વિવશો ગૃણન્ પુમાન્ | વિમુક્તકર્માર્ગલ ઉત્તમાં ગતિં - પ્રાપ્નોતિ યક્ષ્યન્તિ ન તં કલૌ જનાઃ ।। ૪૪॥ પુંસાં કલિકૃતાન્ દોષાન્ દ્રવ્યદેશાત્મસમ્ભવાન્ | સર્વાન્ હરતિ ચિત્તસ્થો ભગવાન્ પુરુષોત્તમઃ || ૪૫। શ્રુતઃ સકરીર્તિતો ધ્યાતઃ પૂજિતશ્ચાદંતોડપિ વા | નૃણાં ધુનોતિ ભગવાન્ હત્સ્થો જન્માયુતાશુભમ્ | ૪૬॥ યથા હેમ્નિ સ્થિતો વહિર્દુર્વર્ણ હન્તિ ધાતુજમ્ ! એવમાત્મગતો વિષ્ણુર્યોગિનામશુભાશયમ્ 1૪૭॥ વિદ્યાતપડ્રાણનિરોધમૈત્રી- તીર્થાભિષેકવ્રતદાનજપ્યેઃ 1 નાત્યન્તશુદ્ધિ લભતેડન્તરાત્મા યથા હૃદિસ્થે ભગવત્યનત્તે 1૪૮॥ તસ્માત્ સર્વાત્મના રાજન્ હૃદિસ્થં કુરુ કેશવમ્ | પ્રિયમાણોચ હ્ાવહિતસ્તતો યાસિ* પરાં ગતિમ્ | ૪૯॥ પરીક્ષિત! શ્રીભગવાન જ ચરાચર જગતના પિતા અને પરમ ગુરુ છે. ઇન્દ્ર, બ્રહ્મા વગેરે ત્રિલોકના અધિપતિ તેમના ચરણોમાં પોતાનું મસ્તક નમાવીને સર્વસ્વ સમર્પણ કરતા રહે છે. તેમનું એશ્વર્ય અનંત છે અને તેઓ અખંડરૂપે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. પરંતુ કળિયુગના લોકો પાખંડને કારણે ભેદબુદ્ધિવાળા અને ચંચળ ચિત્તના બની જવાથી મોટા ભાગે ભગવાનની પૂજાથી વિમુખ થઈ જાય છે.1૪૩॥ મનુષ્ય મૃત્યુસમથે વિવશતાની સ્થિતિમાં અથવા પડવા-આથડવા સમયે પણ, અસહાય બનીને પણ જો ભગવાનના કોઈ એક નામનું ઉચ્ચારણ કરે છે, તો તેનાં બધાં કર્મબંધનો કપાઈ જાય છે અને તેને ઉત્તમોત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. પરંતુ અરે… રે કળિયુગ! કળિયુગના પ્રભાવથી લોકો તે ભગવાનની આરાધનાથી [વિમુખ થઈ જાય છે. 1૪૪ ॥ પરીક્ષિત! કળિયુગના અનેક દોષ છે. તમામ પદાર્થો પણ દૂષિત થઈ જાય છે. બધા દોષોનો મૂળ સોત તો અંતઃકરણ જ છે, પરંતુ જ્યારે પુરુષોત્તમ ભગવાન હૃદયમાં આવીને બિરાજે છે, ત્યારે તેમની ઉપસ્થિતિ માત્રથી બધા જ દોષો નષ્ટ થઈ જાય છે. || ૪૫ || ભગવાનનાં રૂપ, ગુણ, લીલા, ધામ અને નામના શ્રવણ, સંકીર્તન, ધ્યાન, પૂજન અને આદરથી તેઓ મનુષ્યના હૃદયમાં આવીને બેસી જાય છે. અને પછી એક-બે જન્મોનાં પાપોની તો વાત શી હજારો જન્મોનાં પાપોના સમૂહોને ક્ષણમાત્રમાં ભસ્મ કરી દે છે. || ૪૬ ।। જેમ સોના સાથે મળીને અગ્નિ તેમાં રહેલી અન્ય ધાતુઓના મલિનતા વગેરે દોષોને નષ્ટ કરી દે છે, તે જ પ્રમાણે સાધકોના હૃદયમાં રહીને ભગવાન * વિષ્ણું તેમના અશુભ સંસ્કારોને હંમેશને માટે ખતમ કરી નાખે છે. | ૪૭ | પરીક્ષિત! વિદ્યા, તપસ્યા, પ્રાણાયામ, સમસ્ત પ્રાણ્રીઓમાં સદભાવ, તીર્થસ્નાન, વ્રત, દાન અને જપ વગેરે કોઈ પણ સાધનથી મનુષ્યના અંતઃકરણની એવી વાસ્તવિક શુદ્ધિ થતી નથી, જેવી શુદ્ધિ ભગવાન પુરુષોત્તમ તેમના હૃદયમાં બિરાજમાન થઈ જવાથી થાય છે. ॥ ૪૮ || પરીક્ષિત! હવે તમારા મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. હવે તમે સાવધાન થઈ જાઓ. તમારી પૂરી શક્તિથી અને અંતઃકરણની તમામ વૃત્તિઓથી ભગવાન શ્રીકૃષ્ણને પોતાના હૃદય-સિંહાસન પર બિરાજમાન કરી દો. આમ કરવાથી તમને અવશ્ય પરમગતિ પ્રાપ્ત થશે. 1૪૯ ॥ ૧, નરાઃ। ર. પ્રિયમાણો | ૩. યાતિ! 784 શ્રીમદભાગવત [અ૦૪ શ્રિયમાણરભિધ્યેયો ભગવાન્ પરમેશ્વરઃ | જેલોકો મૃત્યુની નજીક પહોંચી રહ્યા છે, તેમણે બધી રીતે આત્મભાવં નયત્યડ સર્વાત્મા સર્વસંશ્રયઃ૧ ।॥ ૫૦॥ |_પરમ ઔશ્ર્યશાળી ભગવાનનું જ ધ્યાન કરવું જોઈએ. પ્રિય કલેર્દોષનિધે રાજન્નસ્તિ હ્યોકો મહાન્ ગુણઃ | કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્તસદ્નઃ પરં વ્રજેત્ । ૫૧॥ કૃતે યદ્ ધ્યાયતો વિષ્ણું ત્રેતાયાં યજતો મખૈઃ | દ્વાપરે પરિચર્યાયાં કલૌ તદ્વરિકીર્તનાત્ | ૫૨ ॥ પરીક્ષિત! બધાના પરમ આશ્ચય સર્વાત્મા ભગવાન પોતાનું. ધ્યાન કરનારને પોતાના સ્વરૂપમાં લીન કરી દે છે, તેને પોતાનું સ્વરૂપ જ બનાવી દે છે. ॥ ૫૦ ॥ પરીક્ષિત! આમ તો કળિયુગ દોષોનો ભંડાર છે, પરંતુ તેમાં એક બહુ મોટો ગુબ્ર છે. તે ગુશ્ન એછે કે,કબિયુગમાં ભગવાન શ્રીકૃષ્ણનું માત્રસંકીર્તન કરવાથી જ તમામ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાયછે. ।। ૫૧ || સતયુગમાં ભગવાનનું ધ્યાન કરવાથી, ત્રેતાધુગમાં મોટા-મોટા યજ્ઞો દ્વાચ તેમની આરાધના કરવાથી અને દ્વાપરયુગમાં વિષિપૂર્વક ભગવાનની સેવા-પુજા કરવાથી જે ફળ પળે છે, તે કળિયુગમાં માત્ર ભગવાનના નામનું કીર્તન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે. | પર ॥ કઝીન ઈતિ શ્રીમદ્રાગવતે મહાપુરાે પારપર્હસ્યાં સંહિતાયાં હાદશસ્કન્ધે* તૃતીયોડધ્યાયઃ ॥ ૩ ॥ બારમા સ્કંધ-અંતર્ગત ત્રીજો અધ્યાય સમાપ્ત.