અધ્યાય ધ્યાનવિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન ઝં નમો ભગવતે વાસુદેવાયપ કીંશુક ઉશાચ વરીયાનેષ તે પ્રશ્નઃ કૃતો લોકહિતો નૃપ ! આત્મવિત્સમ્મતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ ।। ૧।। શ્રોતવ્યાદીનિ રાજેન્દ્ર નૃણાં સન્તિ સહસ્રશઃ । અપશ્યતામાત્મતત્ત્વં ગૃહેષુ ગૃહમેધિનામ્ || ૨।। નિદ્રયા દ્વિયતે નક્તં વ્યવાયેન ચ વા વયઃ | દિવા ચાર્થેહયા રાજન્ કુટુમ્બભભરણેન વા ।૩॥ દેહાપત્યકલત્રાદિષ્વાત્મસૈન્યેષ્વસત્સ્વપિચે । તેષાં પ્રમત્તો નિધનં પશ્યન્નપિ ન પશ્યતિ 1૪॥। તસ્માદ્ધારત સર્વાત્મા ભગવાનીશ્ચરો હરિઃ । શ્રોતવ્યઃકીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતાભયમ્” ॥૫॥।। એતાવાન્સાડખ્યયોગાભ્યાં સ્વધર્મપરિનિષ્ઠયા । જન્મલાભઃ પરઃ પુંસામન્તે નારાયણસ્મૃતિઃ ।। ૬।॥। પ્રાયેણ મુનયો રાજબન્ઞિવૃત્તા વિધિષેધતઃ | નૈ્ગુણ્યસ્થા રમન્તે સ્મ ગુણાનુકથને હરેઃ | ૭॥ ઇદં ભાગવતં નામ પુરાણ બ્રહ્મસમ્મિતમ્ | અધીતવાન્ દ્વાપરાદૌ પિતુર્ટેપાયનાદહમ્ ॥ ૮॥। શ્રીશુકદેવજીએ કહ્યું - હે પરીક્ષિત! લોકકલ્યાણ માટે કરાયેલો તમારો આ પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે. મનુષ્યો માટે જેટલી પલ સાંભળવાની, સ્મરણ કરવાની અને કીર્તન કરવાની વાતો છે તેમાં આ વાત સૌથી શ્રેષ્ઠ છે. આત્મશાની મહાપુરુષો આવા પ્રશ્નનો ઘણો આદર કરે છે. (૧) હે રાજેન્દ્ર! જે ગૃહસ્થો ઘરના કામ-ધંધાઓમાં ગૂંચવાયેલા છે, પોતાના સ્વરૂપને જાણતા નથી તેમના માટે હજારો પ્રાપંચિક વાતો કહેવા-સાંભળવાની, વિચારવાની અને અમલમાં મૂકવાની રહે છે. (૨) તેમનું આખું આયખું એમ જ વીતી જાય છે. તેમની રાત નિદ્રામાં કે સી સમાગમમાં વીતે છે અને દિવસ ધનની હાય-હાયમાં કે પરિવારજનોના ભરણપોષણમાં ખતમ થઈ જાય છે. (3) સંસારમાં જેમને પોતાના અત્યંત ધનિષ્ઠ સંબંધી કહેવામાં આવે છે તે શરીર, પુત્ર, પત્ની વગેરે કશું નથી, તે અસત્ છે; છતાં જીવ તેમના મોહમાં એટલો ઘેલો થઈ જાય છે કે રાત-દિવસ તેમને મૃત્યુનો કોળિયો થતાં જોઈને પણ ચેતતો નથી, (૪) તેથી હે પરીક્ષિત! જે મનુષ્ય અભયપદ પામવા ઇચ્છે છે તેણે તો સર્વાત્મા, સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, સ્મરબ્ર અને કીર્તન કરવું જોઈએ. (પ) મનુષ્ય-જન્મનો એ જ - એટલો જ લાભ છે કે ગમે તે રીતે પલ, જ્ઞાનયોગ, ભક્તિયોગ અથવા પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામભાવે શાસ્ત્રની આજ્ઞા અનુસાર કર્તવ્ય કર્મ કરવું. આ પ્રમાણે જીવન બનાવી લેવામાં આવે તો મૃત્યુ-વેળાએ ભગવાનનું સ્મરણ્ર થાય છે. (૬) હે પરીક્ષિત! જેઓ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે તે મોટા-મોટા %ષિમુનિઓ પણ ઘણું કરીને ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના કથન-વર્ણનમાં રમમાલ રહે છે. (૭) દ્વાપરયુગના અંતમાં આ ભગવદ્દરૂપ અથવા વેદતુલ્ય શ્રીમદભાગવત નામના ૧. પ્રાચીન પ્રતમાં “ડટ નમો ભગવતે વાસુદેવાય” એટલો પાઠ નથી. ૨. પ્રા. પા. - વ્સોપ્યેષ્વન ! 3. પ્રા. પા. - ત્સ્મર્તવ્યઃ સવેચકયા વિભ: ! 128 શ્રીમદભાગવત [અ૦૧ પરિનિષ્ઠિતોડપિ નેર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા । ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ॥ ૯ તદહં તેડભિધાસ્યામિ મહાપૌરુષિકો ભવાન્ | યસ્ય શ્રદ્ધતામાશુ સ્યાન્મુકુન્દે મતિઃ સતી । ૧૦॥ એતન્નિર્વિધમાનાનામિચ્છતામકુતોભયમ્ ! યોગિનાં નૃપ’ નિર્ણીતિં હરેર્નામાનુકીર્તનમ્ ॥ ૧૧॥ કિં પ્રમત્તસ્ય બહુભિઃ પરોક્ષેર્હાયનૈરિહ ! વરં મુહૂર્ત વિદિત ઘટેત* શ્રેયસે યતઃ ૧૨॥ ખટ્વાક્નો નામ રાજર્ષિ્શાત્વેયત્તામિહાયુષઃ । મુહૂર્તાત્સર્વમુત્સુજ્ય ગતવાનભયં હરિમ્ ।૧૩॥ તવાપ્યેતર્હિ કૌરવ્ય સપ્તાહ જીવિતાવધિઃ । ઉપકલ્પય તત્સર્વ તાવદ્યત્સામ્પરાયિકમ્ || ૧૪॥। અત્તકાલે તુ” પુરુષ આગતે ગતસાધ્વસઃ | છિન્દાદસન્રશસ્ત્રેણ સ્પૃહાં દેહેડનુયેચતમ્ ॥૧૫॥ ગૃહાત્પ્રવ્રજિતો ધીરઃ પુણ્યતીર્થજલાપ્લુતઃ । શુચૌવિવિકત આસીનો વિધિવત્કલ્પિતાસને । ૧૬॥ અભ્યસેન્મનસા શુદ્ધ ત્રિવૃદબ્રહ્માક્ષરં પરમ્ ! મનોયચ્છેજ્જિતશ્વાસોબ્રહ્મબીજમવિસ્મરન્ર્ય ॥ ૧૭! નિયચ્છેહ્રિષયેભ્યોડક્ષાન્મનસા બુદ્ધિસારથિઃ । મનઃ કર્મભિરાક્ષિમં શુભાર્થે ધારયેદ્વિયા !। ૧૮॥ તત્રૈકાવયવં ધ્યાયેદવ્યુચ્છિન્નેન ચેતસા | મનોનિર્વિષયં યુક્ત્વા તતઃ કિઞ્યન ન સ્મરેત્ | પદં તત્પરમં વિષ્ણોર્મનો યત્ર પ્રસીદતિ ॥ ૧૯॥ મહાપુરાલ્રનું મેં મારા પિતા શ્રીવ્યાસજી પાસેથી અધ્યયન કર્યું હતું. (૮) હે રાજર્ષિ! મારી નિર્ગુભ્રસ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે, તોપણ ભગવાન શ્રીકૃષ્ણની મધુર લીલાઓએ મારા હદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું. એ જ કારણ છે કે મેં આ પુરાણનું અધ્યયન કર્યું. (૯) તમે ભગવાનના પરમ ભક્ત છો, તેથી હું તમને તે સંભળાવીશ. જેઓ તેના પ્રત્યે શ્રદ્ધા રાખે છે તેમની શુદ્ધ ચિત્તવૃત્તિ ભગવાન શ્રીકૃષ્ણનાં ચરભ્રોમાં અત્યંત પ્રેમ સાથે ઘણી જલદી પરોવાઈ જાય છે. (૧૦) જે મનુષ્યો આ લોક કે પરલોકની કોઈ પબ્ર વસ્તુની ઇચ્છા રાખે છે અથવા એનાથી વિરુદ્ધ, સંસારમાં દુઃખનો અનુભવ કરીને જેઓ સંસારથી વિરક્ત થઈ ગયા છે_અને નિર્ભય મોક્ષપદ મેળવવા ઇચ્છે છે તેવા સાધકો માટે તથા યોગસંપન્ન સિદ્ધ જ્ઞાનીઓ માટે પણ સમસ્ત શાસ્ત્રોનો એ જ નિર્ણય છે કે તેઓ ભગવાનનાં નામોનું પ્રેમપૂર્વક સંકીર્તન કરે. (૧૧) પોતાના કલ્યાણ માટેના સાધન પ્રત્યે ગાફેલ રહેનાર મનુષ્યનું વર્ષો-લાંબું આયુષ્ય પણ અજ્ઞાનમાં જ વ્યર્થ વીતી જાય છે. એનાથી શો લાભ? સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલી ઘડી, બે ઘડી પણ શ્રેષ્ઠ છે; કારણ કે તેના થકી પોતાના ક્લ્યાલ્નની ચેષ્ટા તો કરી શકાય છે. (૧૨) રાજર્ષિ ખટ્વાંગ પોતાના આયુષ્યની સમાપ્તિનો સમય જાણીને, બે ઘડીમાં જ બધું ત્યજી દઈને ભગવાનના અભય-પદને પામ્યા હતા. (૧૩) હે પરીક્ષિત! હજી તો તમારા જીવનની સાત દિવસની અવધિ છે, એ દરમિયાન જ તમે પોતાના પરમ કલ્યાબ્ન માટે જે કંઈ કરવું જોઈએ તે કરી લો. (૧૪) મૃત્યુનો સમય આવે ત્યારે મનુષ્યે ગભરાવું નહીં વૈરાગ્યના શસ્ત્રથી શરીર પ્રત્યેની અને તેની સાથે સંબંધ રાખનારાઓ પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ. (૧૫) ધર્યપૂર્વક ઘરમાંથી નીકળીને પવિત્ર તીર્થજળમાં સ્નાન કરવું જોઈએ અને પવિત્ર તથા એકાંત સ્થળે વિધિપૂર્વક આસન લગાવીને બેસી જવું જોઈએ. (૧૬) ત્યારપછી પરમ પવિત્ર “અ ઉ મ’ એ ત્રણ માત્રાઓથી યુક્ત પ્રણવનો મનોમન જપ કરવો જોઈએ. પ્રાણ્રવાયુને વશ કરીને મનનું દમન કરવું જોઈએ અને એક ક્ષણ માટે પણ પ્રણવને ભૂલવો નહીં. (૧૭) બુદ્ધિની સહાયથી મન વડે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી વાળી લેવી જોઈએ અને કર્મની વાસનાઓથી ચંચળ થયેલા ચિત્તનો વિચાર વડે નિરોધ કરીને તેને ભગવાનના મંગલમય રૂપમાં પરોવવું જોઈએ. (૧૮) ભગવાનના શ્રીવિગ્રહમાંના કોઈ એક અંગનું સ્થિર ચિત્તે ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે ૧. પ્રા. પા. - નૃપતે ગીત | ૨. પ્રા. પા. - ધતતે | ૩. પ્રા. પા. - ત્ડપિ | ૪. પ્રા. પા. - દેહાનુયાથિનીમ્ | પ. પ્રા. પા.
- તપરિપ્લુતઃ | ૬. પ્રા. પા. - તમનુસ્મન! અ૦૧] બીજો સ્કન્ધ 129 રજસ્તમોભ્યામાક્ષિમં વિમૂઢં મન આત્મનઃ | યચ્છેદ્વારણયા ધીરો હન્તિ યા તત્કૃતં મલમ્ ॥ ૨૦॥ યસ્યાં સન્ધાર્યમાણાયાં યોગિનો ભક્તિલક્ષણઃ | આશુ સમ્પદ્યતે યોગ આશ્રયં ભદ્રમીક્ષતઃ || ૨૧।। ચજોવાચ યથા સન્યાર્યતે બ્રહ્મન્ ધારણા યત્ર સમ્મતા । યાદંશી વા હરેદાશુ પુરુષસ્ય મનોમલમ્ | ૨૨॥। કછુ ઉવાચ જિતાસનો જિતશ્ચાસો જિતસડ્યો જિતેન્દ્રિયઃ । સ્થૂલે ભગવતો રૂપે મનઃ સન્ધારયેદ્ધવિયા ॥ ૨૩॥। વિશેષસ્તસ્ય દેહોડયં સ્થવિષ્ઠશ્ચ સ્થવીયસામ્ । થત્રેદં દેશ્યતે વિશ્વં ભૂત ભવ્ય ભવચ્ચ સત્ | ૨૪।। આણ્કકોશે’ શરીરેડસ્મિન્સાવરણસંયુતે૨ । વૈરાજઃ પુરુષો યોડસૌ ભગવાન્ ધારણાશ્રયઃ || ૨૫॥ પાતાલમેતસ્ય હિ પાદમૂલં પઠન્તિ પાર્ષ્સિપ્રપદે રસાતલમ્ | મહાતલં વિશ્વસજોડથ ગુલ્ફી તલાતલં વૈ પુરુષસ્ય જદ્વે 1૨૬॥ દવે જાનુની સુતલં વિશ્વમૂર્ત- રૂરુદ્રયં વિતલં ચાતલં ચ। મહીતલં તજ્જઘનં* મહીપતે નભસ્તલં નાભિસરો ગૃણન્તિ ॥ ૨૭ ઉર:ઃસ્થલં જ્યોતિરનીકમસ્ય ગ્રીવા મહર્વદનં વૈ જનોડસ્ય | તપો રરાટીં વિદુરાદિપુંસઃ સત્યં તુ શીર્ષાણિ સહસશીર્ષ્હઃ | ર૮॥। ઇન્દ્રાદઢો બાહવ આહુરુસ્રાઃ કર્ણો દિશઃ શ્રોત્રમમુષ્ય શબ્દઃ | એક-એક અંગનું ધ્યાન કરતાં કરતાં, વિષયવાસના-રહિત. મનને પૂર્ણપણે ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું જોઈએ કે પછી અન્ય કોઈ વિષયનું ચિંતન જ ન થાય. તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે, જેને પ્રાપ્ત કરીને મન ભગવત્મેમ- રૂપી આનંદથી ભરાઈ જાય છે. (૧૯) જો ભગવાનનું ધ્યાન કરતી વખતે મન રજોગુશ્થી વિક્ષુબ્ધ થાય અથવા તમોગુણથી. મૂઢ બની જાય તો ગભરાવું નહીં. ધર્યપૂર્વક યોગધારણા વડે તેને વશ કરવું જોઈએ; કારણ કે ધારણા તે બંને ગુબ્રોના દોપોને નાબૂદ કરે છે. (૨૦) ધારા સ્થિર થઈ જવાથી જયારે યોગી ધ્યાનમાં પોતાના પરમ મંગળમય આશ્રય (ભગવાન)ને જુએ છે ત્યારે તેને તરત જ ભક્તિયોગની પ્રાપ્તિ થઈ જાય છે. (૨૧) પરીક્ષિતે પૂછ્યું - હે બ્રહ્મન્! તે ધાર સાધનથી કઈ વસ્તુમાં કઈ રીતે કરવામાં આવે છે અને તેનું શું સ્વરૂપ માનવામાં આવ્યું છે કે જે તરત જ મનુષ્યના મનનો મેલ દૂર કરી દે છે? (રર) શ્રીશુકદેવજીએ કહ્યું - હે પરીક્ષિત! આસન, શ્વાસ, આસક્તિ અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને, પછી બુદ્ધિ વડે મનને ભગવાનના સ્થૂળ રૂપમાં પરોવવું જોઈએ. (૨૩) મોટામાં મોટું આ જે વિશેષરૂપે દૃશ્યમાન સ્થૂળ વિરાટ બ્રહ્માંડ છે, તે જ વિશ્વરૂપમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમયમાં દેખાઈ રહ્યું છે એવું અનંતકોટિનું બ્રહ્માંડ જ વિરાટપુરુષનો સ્થૂળ દેહ છે. (૨૪) આ વિક્ચબ્રહ્માંડના રૂપમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિ - આ સાત આવરણોથી ઘેરાયેલો છે એને વિરાટ પુરુષ કહે છે, તેમાં જ ભગવાનના સમસ્ત અંગોની ધારણા કરવામાં આવે છે. (૨પ) તત્ત્વજ્ઞાની મનુષ્યો તે વિરાટ પુરુષનું આ પ્રઃ વર્ણન કરે છે - એ વિરાટ પુરુષનાં તળિયાં પાતાળ છે, તેમની એડીઓ અને પંજા રસાતલ છે, બંને ઘૂંટીઓ - એડી ઉપરની ગાંઠો મહાતલ છે, તેમના પગની પીંડીઓ તલાતલ છે. (૨૬) વિશ્વ-મૂર્તિ ભગવાનના બંને ગોઠણ સુતલ છે, જાંધો વિતલ અને અતલ છે, પેઢુ ભૂતલ છે; અને હે પરીક્ષિત! તેમના નાભિરૂપી સરોવરને જ આકાશ કહે છે. (૨૭) આદિપુરુષ પરમાત્માની છાતીને સ્વર્ગલોક, ગળાને મહર્લોક, મુખને જનલોક અને લલાટને તપોલોક કહે છે. તે સહસ શિરવાળા ભગવાનના મસ્તક-સમૃહને સત્યલોક કહે છે. (૨૮) ઇન્દ્ર વગેરે દેવતાઓ તેમની ભુજાઓ છે. દિશાઓ કાન અને શબ્દ શ્રવલેન્દ્રિય છે. બંને ૧. પ્રા. પા. - અલ્કોશે | ૨. પ્રા. પા. - ત્સંયુતઃ | ૩. પ્રા. પા. - તજ્જવને | ૪. પ્રા. પા. - લલાટં! 130 શ્રીમદભાગવત [અ૦૧ નાસત્યદસ્રો પરમસ્ય નાસે ઘ્રાણોડસ્યચગન્ધો મુખમગ્નિરિદ્ધઃ ॥ ૨૯ ધૌરક્ષિણી ચશ્ષુરભૂત્પત%્નઃ પક્ષ્માણિ વિષ્ણોરહની ઉભે ચ | તદ્ભ્રૂવિજૃમ્ભઃ પરમેષ્ઠિધિષ્ક્ય- માપોડસ્ય તાલૂ રસ એવ જિહ્ધા | ૩૦॥ છન્દાંસ્યનન્તસ્ય શિરો ગૃણન્તિ દંષ્ટ્રા યમઃ સ્નેહકલા* દ્વિજાનિ । હાસો જનોન્માદકરી ચર્જ માયા દુરન્તસર્ગો યદપાજ્નમોક્ષઃ 1 ૩૧॥ દ્રીડોત્તરોષ્ઠોડફધર એવ લોભો ધર્મઃ સ્તનોડધર્મપથોડસ્ય’ પૃષ્ઠમ્ | કસ્તસ્ય મેઢ્રૂં વૃષણૌ ચ મિત્રોર્દ કુક્ષિઃ સમુદ્રા ગિરયોડસ્થિસદ્ધાઃ ॥ ૩૨॥। નદ્યોડસ્ય નાડ્યોડથ તનૂરુહાણિ મહીરુહા વિશ્વતનોર્નૃપેન્દ્ર ! અનત્તવીર્યઃ શ્વસિતં માતરિશ્વા ગતિર્વયઃ કર્મ ગુણપ્રવાહઃ | ૩૩॥ ઈશસ્ય કેશાન્ વિદુરમ્બુવાહાન્ વાસસ્તુ સન્ધ્યાં કુરુવર્ય ભૂમ્નઃ | અવ્ક્તમાહુર્હદટી મનશ્ચ સ ચત્દ્રમાઃ સર્વવિકારકોશઃ || ૩૪॥। વિજ્ઞાનશક્તિં મહિમામનન્તિ સર્વાત્મનોડન્તઃકરણં ગિરિત્રમ્ ! અશ્વાશ્ચતર્યુષ્ટ્રગજા નખાનિ સર્વે મૃગાઃ પશવઃ શ્રોણિદેશે ॥ ૩૫॥। વયાંસિ તદ્દવ્યાકરણં વિચિત્ર મનુર્મનીષા મનુજો નિવાસઃ | ગન્ધર્વવિધાધરચારણાપ્સરઃ સ્વરસ્મૃતીરસુરાનીકવીર્યઃ* બ્રહ્માનનં ક્ષત્રભુજો મહાત્મા વિડૂરુરડદ્રિશ્રિતકૃષ્ણવર્ણઃ 1 નાનાભિધાભીજ્યગણોપપન્નો દ્રવ્યાત્મકઃ કર્મ વિતાનયોગઃ || ૩૭! ॥૩૬॥ અશ્વિનીકુમારો તેમની નાસિકા છે; ગંધ દ્રાશેન્દ્રિય છે અને. પ્રજ્વલિત અગ્નિ તેમનું મુખ છે. (૨૯) ભગવાન વિષ્ણુનાં નેત્રો અંતરિક્ષ છે, તેમની જોવાની શક્તિ સૂર્ય છે, બંને પોપચાં રાત અને દિવસ છે, એમનો બ્ર કુટિવિલાસ બ્રહ્મલોક છે; તાળવું જળ અને જીભ રસ છે. (૩૦) વેદોને. ભગવાનનું બ્રહ્મરંત્ર અને યમને દાઢો કહે છે. બધી જાતના સ્નેહ દાંત છે અને તેમની જગન્મોહિની માયાને જ તેમનું, સ્મિત કહે છે. આ અનંત સૃષ્ટિ તે જ માયાનો કટાક્ષ-વિક્ષેપ છે. (૩૧) લજ્જા એ ઉપરનો હોઠ અને લોભ એ નીચેનો હોઠ છે. ધર્મ સ્તન અને અધર્મ પીઠ છે. પ્રજાપતિ તેમની મૂત્રેન્દ્રિય છે, મિત્રાવરુણ એ બે અંડકોશ છે, સમુદ્ર પેટ છે અને મોટા-મોટા પર્વતો તેમનાં અસ્થિસમૂઠ છે. (૩૨) હે રાજન્! નદીઓ વિશ્ચમૂર્તિ વિરાટ પુરુષની નાડીઓ છે, વૃક્ષો રુવાંટાં છે, પરમ પ્રબળ વાયુ શ્વાસ છે, કાળ તેમની ચાલ છે અને ગુભ્રોનું ચક્કર ચલાવ્ધે રાખવું એ તેમનું કર્મ છે. (૩૩) હે પરીક્ષિત! વાદળો તેમના કેશ મનાય છે. સંધ્યા તે અનંતનું વસ્ત્ર છે. મહાત્માઓએ અવ્યક્ત (મૂળ પ્રકૃતિ)ને જ તેમનું હદય કહ્યું છે અને બધા વિકારોનો ખજાનો એવા ચંદ્રમાને તેમનું મન કહેવામાં આવ્યો છે. (૩૪) મહત્ત્વને સર્વાત્મા ભગવાનનું ચિત્ત કહે છે અને રુદ્ર તેમનો અહંકાર છે. ઘોડા, ખચ્ચર, ઊંટ અને હાથી તેમના નખ છે. વનમાં રહેનારાં બધાં મૃગો અને પશુઓ તેમના કટિપ્રદેશમાં સ્થિત છે. (૩૫) જાત-જાતનાં પક્ષીઓની રચના તેમની અદ્ભુત શિલ્પકળા છે. સ્વાયંભુવ મનુ તેમની બુદ્ધિ છે અને મનુનાં સંતાન મનુષ્યો તેમનાં નિવાસસ્થાન છે. ગંધર્વ, વિધાધર, ચારણો અને અપ્સરાઓ તેમના પડ્જ વગેરે સાત સ્વરોની (સારેગમપધનિસા) સ્મૃતિ છે. દત્યોની સેના તેમનું વીર્ય છે. (૩૬) બ્રાહ્મણ મુખ છે, ક્ષત્રિય ભુજાઓ છે, વૈશ્ય જાંથો છે અને શૂદ્ર તે વિરાટ પુરુષનાં ચરણ છે. વિવિધ દેવતાઓના નામે જે મોટા મોટા દ્રવ્યયજ્ઞો કરવામાં આવે છે તે તેમનાં કર્મો છે. (૩૭) ૧. મરા. પા. - નાસા | ૨. પ્રા. પા. - ધ્રાબ્ર ચ 1 ૩. પ્રા. પા. - સ્વેદક્લા દ્રિજાલયઃ | ૪. પ્રા. પા. - હિ! ૫. પ્રા. પા.
- પર્ષપઃ સ્વપૃષ્ઠઃ 1 ૬. પ્રા. પા. - પિત્રઃ1 ૭. પ્રા. પા. - સ્વરઃ સ્મૃતિર્વ ભાસુરાનીક્વીરયઃ ! બીજો સ્કન્ધ 131 અ૦૨] ઇયાનસાવીશ્વરવિગ્રહસ્ય યઃ સતન્નિવેશઃ કથિતો મયા તે! સન્ધાર્યતેડસ્મિન્ વપુષિ સ્થવિષ્ઠે મનઃ સ્વબુદ્ધયા ન યતોડસ્તિ કિગ્ચિત્ ॥ ૩૮॥ સ સર્વધીવૃત્ત્યનુભૂતસર્વ આત્મા સ્વપ્નજનેક્ષિતેકઃ । તં સત્યમાનન્દનિર્ધિ ભજેત નાન્યત્ર સજ્જેદૂ યત આત્મપાતઃ | ૩૯॥। યથા હે પરીક્ષિત! વિરાટ ભગવાનના સ્થૂળ શરીરનું આ જ સ્વરૂપ છે, તે મેં તમને કહી સંભળાવ્યું. તે સ્વરૂપમાં મુમુક્ષુ મનુષ્ય બુદ્ધિ વડે મનને સ્થિર કરે છે; કારણ કે એનાથી ભિન્ન અન્ય કોઈ વસ્તુ નથી. (૩૮) તે ભગવાન જ જગતમાં જેટલા પણ પ્રાણીઓ છે તે બધાંની બુદ્ધિઓ દ્વારા તમામ રૂપોમાં થઈને તે જ બધા પદાર્થોનો અને વિષયોનો અનુભવ કરે છે. તે ભગવાન બધા પ્રાણીઓના આત્મા છે. (ભગવાન પ્રાણીઓથી અલગ હોઈ શકતા નથી. તે જ પ્રાણીઓના દ્વારા બધો ક્રિયા- કલાપ કરે છે. સામાન્યતઃ આપણે તેનો અનુભવ કરી શકતા નથી. આ વાત અનુભવમાં આવી જાય તો બ્રાહ્મી સ્થિતિ થઈ જાય) ઉદાહરણ તરીકે સ્વપ્નમાં સ્વપ્ન જોનારો વ્યક્તિ એક જ હોય છે, પરંતુ તે જ પોતાથી પોતાનામાં અનેક રૂપોમાં થઈને સ્વપ્ન જુએ છે. સ્વપ્ન તૂટતાં જ તે જાશે છે કે આ બધું મિથ્યા છે. એ જ રીતે મોહનિદ્રાથી જાગેલો મનુષ્ય એક પરમાત્માનું જ દર્શન કરે છે. સત્ય તત્ત્ત એક જ છે, તે આનંદનો સાગર છે, તેનું જ ભજન કરવું જોઈએ. ક્યાંય પણ આસક્ત થવું ન જોઈએ. આસક્તિ જ પતનનું કારણ છે. (૩૯) નતા ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દ્વિતીયસ્કન્ધે મહાપુરુષસંસ્થાનુવર્ણને’ પ્રથમોડધ્યાયઃ ॥ ૧॥ બીજા સ્કંધ-અંતર્ગત મહાપુરુષસંસ્થાનુવર્ણનનો પહેલો અધ્યાય સમાપ્ત.