આઠમો અધ્યાય રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો ચજોવચ બ્રહ્મણા ચોદિતોબ્રહ્મન્ ગુણાખ્યાનેડગુણસ્યચ | યસ્મૈ યસ્મૈ યથા પ્રાહ નારદો દેવદર્શનઃ ॥ ૧। એતદ્ વેદિતુમિચ્છામિ તત્ત્વં વેદવિદાં વર । હરેરહુતવીર્યસ્થ કથા લોકસુમદ્નલાઃ* ॥ ૨।। કથયસ્વ મહાભાગ યથાહમખિલાત્મનિ | કૃષ્ણે નિવેશ્ય નિઃસ્જ્ મનસ્ત્યક્ષ્યે કલેવરમ્ || ૩।। શ્રૃણ્વતઃ શ્રદ્ધા નિત્યં ગૃણતશ્ચ સ્વચેષ્ટિતમ્ | કાલેન નાતિદીર્થેણ ભગવાન્ વિશતે હૃદિ |૪॥। પ્રવિષ્ટઃ કર્ણરન્ક્રેણ સ્વાનાં ભાવસરોરુહમ્ | ધુનોતિ શમલં કૃષ્ણઃ સલિલસ્ય યથા શરત્ ૫ રાજા પરીક્ષિતે કહ્યું - હે ભગવાન! તમે વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ છો. હું તમારી પાસેથી એ જાણવા ઇચ્છું છું કે જ્યારે બ્રહ્માજીએ નિર્ગુણ ભગવાનના ગુણોનું, વર્ણન કરવા માટે નારદજીને આદેશ કર્યો ત્યારે તેમણે કોને કોને કયા રૂપમાં ઉપદેશ આપ્યો? એક તો, અચિંત્ય શક્તિઓના આશ્રયભૂત ભગવાનની કથાઓ જ લોકોનું. પરમ મંગળ કરનારી છે; અને બીજું, સૌને ભગવાનનાં દર્શન કરાવવાનો દેવર્ષિ નારદનો સ્વભાવ છે. તમે તેમની વાતો મને અવશ્ય સંભળાવો. (૧-૨) મહાભાગ્યવાન શુકદેવજી! તમે મને એવો ઉપદેશ કરો કે હું પોતાના આસક્તિરહિત મનને સર્વાત્મા ભગવાન શ્રીકૃષ્ણમાં તલ્લીન કરીને પોતાનું શરીર ત્યજી શકું. (૩) જે મનુષ્યો તેમની લીલાઓનું શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રવણ અને કથન કરે છે તેમના હૃદયમાં તત્કાળ ભગવાન પ્રગટ થાય છે. (૪) શ્રીકૃષ્ણ કાનનાં છિદ્રો મારફત (પ્રવેશીને) પોતાના ભક્તોના ભાવપૂર્ણ કૃદય-કમળ પર જઈ બેસે છે અને જેમ શરદ તુ જળનું ગંદાપણું દૂર કરી દે છે તેવી જ રીતે તેઓ ભક્તોના મનના મેલનો નાશ કરે છે. (૫) ૧. તદેતદ ૨. પ્રા. પા. - વર્શ્તામ્ | ૩. પ્રા. પા. - યોગે સુષક્લાઃ અ૦૮] બીજો સ્કન્ધ 161 ધૌતાત્મા પુરુષઃ કૃષ્ણપાદમૂલં ન મુગ્ચતિ | મુક્તસર્વપરિક્લેશઃ૧ પાન્થઃ સ્વશરણં યથા ।। ૬।। યદધાતુમતો બ્રહ્મન્ દેહારમ્ભોડસ્ય ધાતુભિઃ । યદેચ્છયા હેતુના વા ભવ્તો જાનતે યથા || ૭।। આસીદ્્ યદુદરાત્ પદ્મં લોકસંસ્થાનલક્ષણમ્ । યાવાનયં વૈ પુરુષ ઇંયત્તાવયવૈઃ પૃથક્ | તાવાનસાવિતિ પ્રોક્તઃ સંસ્થાવયવવાનિવ || ૮।। અજઃ સૃજતિ ભૂતાનિ ભૂતાત્મા યદનુગ્રહાત્ દદંશે યેન તદ્રપં નાભિપવ્મસમુદ્રવઃ ॥ ૯ સ ચાપિ યત્ર પુરુષો વિશ્વસ્થિત્યુદ્રવાપ્યયઃ । મુક્ત્વાડડત્મમાયાં માયેશઃશેતે સર્વગુહાશયઃ ॥ ૧૦॥ પુરુષાવયવૈર્લોકાઃ સપાલાઃ પૂર્વકલ્પિતાઃ । લૌકેરમુષ્યાવયવાઃ સપાલૈરિતિ શુશ્રુમ ૧૧ યાવાન્*ે કલ્યો વિકલ્પો વા યથા કાલોડનુમીયતે । ભૂતભવ્યભવચ્છબ્દ આયુર્માનં ચ યત્ સતઃ ૧૨ કાલસ્યાનુગતિર્યા૨ તુ લક્ષ્યતેડણ્વી બૃહત્યપિ । યાવત્યઃ કર્મગતયો યાદશીર્દરિજસત્તમ | ૧૩! યસ્મિન્ કર્મસમાવાયો યથા યેનોપગૃહ્યતે | ગુણાનાં ગુણિનાં ચૈવ પરિણામમભીપ્સતામ્ | ૧૪॥। ભૂપાતાલકકુબ્વ્યોમગ્રહનક્ષત્રભૂભૃતામ્ ! સરિત્સમુદ્રદવીપાનાં સમ્ભવશ્ચૈતદોકસામ્ । ૧૫॥ પ્રમાણમણ્ડકોશસ્ય બાહ્યાભ્યન્તરભેદતઃ? । મહતાં ચાનુચરિતં” વર્ણાશ્રમવિનિશ્ચયઃ | ૧૬ જેમ માર્ગના સમસ્ત ક્લેશોથી છૂટીને ઘરે આવેલો પથિક (પછી) પોતાના ઘરને છોડતો નથી તેમ જેનું હૃદય શુદ્ધ થઈ જાય છે તે એક ક્ષણ માટે પણ શ્રીકૃષ્ણના ચરણકમળોને છોડતો નથી. (૬) કૈ (હે ભગવન! જીવનો પંચભૂતો સા અને તેમ છતાં તેનું શરીર પંચભૂતોથી જ બને છે. તો શું સ્વભાવથી જ આમ બને છે કે પછી કશા કારલ્રથી?
- આ વાતનો મર્મ તમે સંપૂર્લપણે જાણો છો. (૭) (તમે બતાવ્યું કે) ભગવાનની નાભિમાંથી તે કમળ પ્રગટ થયું, જેમાં લોક-રચના થઈ. આ જીવ પોતાના સીમિત અવયવોથી જેમ મર્યાદિત છે તેમ જ પરમાત્મા પણ સીમિત અવયવોથી મર્યાદિત છે શું? (આ પ્રશ્નથી વિરાટ પુરુષના સ્વરૂપને તેઓ જાણવા ઇચ્છે છે.) (૮) જેમની કૃપાથી સર્વભૂતમય બ્રહ્માજી પ્રાણીઓનું સર્જન કરે છે; જેમના નાભિ-કમળમાંથી ઉત્પન્ન થવા છતાં પણ, જેમની કૃપાથી જ એ તેમના રૂપનું દર્શન કરી શક્યા હતા તે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના હેતુભૂત સર્વાન્તર્યામી અને માથાપતિ પરમ પુરૃષ પરમાત્મા પોતાની માયાનો ત્યાગ કરીને કોનામાં ક્યા રૂપે નિવાસ કરે છે? (૯-૧૦) પહેલાં તમે બતાવ્યું હતું કે વિરાટ પુરુષનાં અંગોમાંથી લોક અને લોકપાલોની રચના થઈ; અને પછી એમ કે લોક અને લોકપાલોના રૂપમાં તેનાં અંગોની થઈ. આ બંને વાતોનું તાત્પર્ય શું છે? (૧૧) મહાકલ્પો અને તેમની અંતર્ગત અવાન્તર કલ્પો કેટલા છે? ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનું અનુમાન કઈ રીતે કરવામાં આવે છે? શું સ્થૂબ-દેહાભિમાની જીવોનું આયુષ્ય પણ બંધાયેલું છે? (૧૨) હે બ્રાહ્મણશ્રેષ્ઠ! કાળની સૂક્મ ગતિ ત્રુટિ વગેરે અને સ્થૂળ ગતિ વર્ષ વગેરે કઈ રીતે જાણવામાં આવે છે? વિવિધ કર્મોથી જીવોની કેટલી અને કેવી ગતિઓ થાય છે? (૧૩) દેવ, મનુષ્ય વગેરે યોનિઓ સત્ત્વ, રજસ્, તમસ્ - આ ત્રણ ગુણોના ફળ સ્વરૂપે જ મળે છે. તે યોનિઓને ઇચ્છતા જીવોમાંથી કયા કયા (જીવો) કઈ કઈ યોનિઓ મેળવવા માટે કઈ કઈ રીતે કયાં કયાં કર્મો સ્વીકારે છે? (૧૪) પૃથ્વી, પાતાળ, દિશા, આકાશ, ગ્રહો, નક્ષત્રો, પર્વતો, નદીઓ, સમુદ્ર, ક્રીપોની અને તેમનામાં રહેનારા જીવોની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? (૧૫) બ્રહ્માંડનું પરિમાણ - અંદર અને બહાર એમ બંને પ્રકારે બતાવો. સાથે સાથે જ મહાપુરુષનાં ચરિત્ર, વર્લાશ્રમના પ્રકારો અને તેમના ધર્મોનું નિરૂપણ કરો. (૧૬) ૧. પ્રા. પા. - મુક્ત: સર્વપરિક્લેશેઃ | ૨. પ્રા. પા. - યાવત્કલ્પો 1 ૩. પ્રા. પા. - ન્નુમતિરયાવલ્વશ્યતેત | ૪. પ્રા. પા. - ત્ભ્યન્તરવસ્તુનઃ | પ. પ્રા. પા. - ચારુ ચરિત! 162 શ્રીમદભાગવત [અ૦૮ યુગાનિ યુગમાનં ચ ધર્મો યશ્ચ યુગે યુગે! અવતારાનુચરિતં યદાશ્ચર્યતમંય હરેઃ ૧૭! નૃણાં સાધારણો ધર્મઃ સવિશેષશ્ચ યાદેશઃ ! શ્રેણીનાં રાજર્ષણાં ચ ધર્મઃ કચ્છરેષુ જીવતામ્ ॥ ૧૮॥। તત્ત્વાનાં પરિસડખ્યાનં લક્ષણં હેતુલક્ષણમ્ | પુરુષારાધનવિધિર્યોગસ્યાધ્યાત્મિકસ્ય ચ ।૧૯॥ યોગેશ્વરૈશ્વર્યગતિર્લિદ્રભદ્રસ્તુ યોગિનામ્ । વેદોપવેદધર્માણામિતિહાસપુરાણયોઃ 1॥૨૦॥ સમ્પ્લવઃ સર્વભૂતાનાં વિક્રમઃ પ્રતિસડક્રમઃ | ઇષ્ટાપૂર્તસ્ય કામ્યાનાં ત્રિવર્ગસ્ય ચ યો વિધિઃ ॥ ૨૧॥ યશ્ચાનુશાયિનાં સર્ગઃ પાખણ્ડસ્ય ચ સમ્ભવઃ | આત્મનોબતન્ધમોક્ષૌ ચ વ્યવસ્થાનં સ્વરૂપતઃ || ર૨ યથાડડત્મતન્ત્રો ભગવાન્ વિક્રીડત્યાત્મમાયયા । વિસૃજ્યવાયથા માયામુદાસ્તે સાક્ષિવદ્વિભુઃ | ર૩ સર્વમેતચ્ચ ભગવન્ પૃચ્છતે મેડનુપૂર્વશઃ । તત્ત્વતોડર્હસ્યુદાહર્તું પ્રપજ્ઞાય મહામુને૨ ।। ૨૪॥ અત્રપ્રમાણં હિચભવાન્પરમેષ્ઠી યથાડડત્મભૂઃ । પરે? ચેહાનુતિષ્ઠન્તિ પૂર્વેષાં પૂર્વજૈઃ કૃતમ્ ।। ૨૫।। ન મેડસવઃ પરાયત્તિ બ્રહ્મજ્નનશનાદમી । પિબતોડચ્યુતપીયૂષમન્યત્ર કુપિતાદ્ દ્રિજાત્ । ર૬ “સૂત ઉવાચ સ ઉપામત્ત્રિતો રાજ્ઞા કથાયામિતિ સત્પતેઃ | બ્રહ્મરાતો ભૃશં પ્રીતો વિષ્ણુરાતેન સંસદિ || ૨૭॥ પ્રાહપ ભાગવતં નામ પુરાણં બ્રહ્મસમ્મિતમ્ | બ્રહ્મણે ભગવત્યોક્તંદ બ્રહ્મકલ્પ ઉપાગતે ॥ ર૮ યુગના પ્રકારો, તેમનાં પરિમાણ અને તેમના અલગ-અલગ ધર્મો તથા ભગવાનનાં વિભિન્ન અવતારોનાં પરમ આશ્ચર્યપૂર્ણ ચરિત્રો પણ કહી બતાવો. (૧૭) મનુષ્યોના સામાન્ય અને વિશેષ ધર્મો કયા કયા છે? વિભિન્ન વ્યવસાયવાળા લોકોના, રાજર્ષિઓના અને વિપત્તિગ્રસ્ત લોકોના ધર્મોનો પણ ઉપદેશ કરો. (૧૮) તત્ત્વોની સંખ્યા કેટલી છે? તેમનાં સ્વરૂપ અને લક્ષણો શાં છે? ભગવાનની આરાધનાની અને અધ્યાત્મયોગની વિધિ શી છે? (૧૯) યોગેશ્વરોને કયાં કયાં એશ્વર્યો પ્રાપ્ત થાય છે અને અંતે તેમને કેવી ગતિ મળે છે? યોગીઓનું લિંગશરીર કેવી રીતે. ભગ્ન થાય છે? વેદ, ઉપવેદ, ધર્મશાસ્્ર, ઇતિહાસ અને પુરાજ્નોનું સ્વરૂપ અને તાત્પર્ય શું છે? (૨૦) સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કેવી રીતે થાય છે? વાવ-કૂવા ખોદાવવાં વગેરે સ્માર્ત, યજ્ઞ-પાગ વગેરે વૈદિક તેમ જ કામ્ય કર્મોની તથા અર્થ-ધર્મ-કામનાં સાધનોની વિધિ શી છે? (ર૧) પ્રલયના સમયે જે જીવો પ્રકૃતિમાં લીન રહે છે તેમની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? પાખંડની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? આત્માના બંધન અને મોક્ષનું સ્વરૂપ શું છે? અને તે પોતાના સ્વરૂપમાં કેવી રીતે સ્થિત થાય છે? (રર) ભગવાન તો પરમ સ્વતંત્ર છે. તેઓ પોતાની માયા થકી કેવી રીતે કીડા કરે છે અને તેને ત્યજીને સાક્ષીની જેમ ઉદાસીન કેવી રીતે થઈ જાય છે? (ર૩) હે ભગવન્! હું આ બધું તમને પૂછી રહ્યો તમારે શરણે આવ્યો છું. હે મહામુનિ! તમે કૃપા કરીને આ બધી વાતોનું ક્રમશઃ તાત્વિક નિરૂપણ કરો. (૨૪) આ બાબતમાં તમે સ્વયંભૂ બ્રહ્મા સમાન પરમ પ્રમાણ છો. બીજા લોકો તો પોતાની પૂર્વ-પરંપરાથી કહેલી-સાંભળેલી વાતોનું જ અનુષ્ઠાન કરે છે. (૨૫) હે બ્રહ્મન્! તમે મારી ભૂખ-તરસની ચિંતા ન કરો. મારા પ્રા્ર કોપિત બ્રાહ્મણના શાપ સિવાય અન્ય કોઈ કારણે નીકળી નહીં શકે; કારણ કે હું તમારા મુખારવિંદમાંથી નીક્ળનારી ભગવાનની અમૃતમયી લીલાકથાનું પાન કરી રહ્યો છું. (૨૬) સૂતજી કહે છે - હે શૌનકાદિ %પિઓ! જયારે રાજા પરીક્ષિતે સંતોની સભામાં ભગવાનની લીલા-કથા સાંભળવા સારુ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે શરીશુકદેવજીને ઘણી પ્રસન્નતા થઈ. (૨૭) તેમણે તેમને (પરીક્ષિતને) તે જ વેદતુલ્ધ શ્રીમદ્વાગવત-મહાપુરાણ સંભળાવ્યું કે જે બ્રાહ્મકલ્પના આરંભ સમયે સ્વયં ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું હતું. (૨૮) ૧. પ્રા. પા. - ત્મર્ષ | ૨. મા. પા. - મહામતે | ૩. પ્રા. પા. - ભગવાન્ પર, | ૪. પ્રા. પા. - અપરે લ્રનુતિષ્ઠ્તિ ! પ. પ્રા. પા. - આહ! ૬. પ્રા. પા. - ભગવતા પ્રોક્ત | અ૦લ] બીજો સ્કન્ધ 163 યદ્ યત્ પરીક્ષિદંષભઃ પાણ્ડૂનામનુપૃચ્છતિ । આનુપૂર્વેણ તત્સર્વમાખ્યાતુમુપચક્રમે | ૨૯॥ પાંડુવંશશિરોમલિ પરીક્ષિતે તેમને જે જે પ્રશ્નો કર્યા હતા તે બધાના ઉત્તરો તેઓ ક્રમશઃ આપવા લાગ્યા. (૨૯) ડન ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં દ્વિતીયસ્કન્ધે પ્રશ્રવિધિર્નામાષ્ટમોડધ્યાયઃ૧ ॥ ૮॥ બીજા સ્કંધ-અંતર્ગત પ્રશ્નવિષિ નામનો આઠમો અધ્યાય સમાપ્ત.