Śrīmad Bhāgavatam

મન્વંતર વગેરે કાળ-વિભાજનનું વર્ણન

સૃષ્ટિનો વિસ્તાર
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અગિયારમો અધ્યાય મન્વંતર વગેરે કાળ-વિભાજનનું વર્ણન મૈત્રેય ઉચ ચરમઃ સહદ્ધિશેષાણામનેકોડસંયુતઃ સદા | પરમાણુઃ સ વિજ્ઞેયો નૃણામૈક્યભ્રમો યતઃ || ૧।। સત એવ પદાર્થસ્ય સ્વરૂપાવસ્થિતસ્ય યત્‌ | કવલ્યં પરમમહાનવિશેષો નિરન્તરઃ | ૨ એવં કાલોડપ્યનુમિતઃ સૌક્મ્પે પ સ્થૌલ્પે ચ સત્તમ | સંસ્થાનભુક્ત્યા ભગવાનવ્યક્તો વ્યક્તભુગ્વિભુઃ ।। ૩।। સ કાલઃ પરમાણુર્વે યો ભુડક્તે પરમાણુતામ્‌ | સતોડવિશેષભુગ્યસ્તુ સચ કાલઃ પરમો મહાન્‌ ॥૪॥ શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! પૃથ્વી વગેરે કાર્ય- વર્ગનો જે સૂક્ષ્મતમ અંશ છે, કે જેનું બીજું વિભાજન થઈ શકતું નથી તથા જે કાર્યનું રૂપ પામેલો નથી અને જેનો અન્ય પરમાણુઓ સાથે સંયોગ પણ થયેલો નથી તેને પરમાણુ કહે છે. આ અનેક પરમાણુઓના પરસ્પર યોગથી (મળવાથી) જ મનુષ્યોને ભ્રાંતિવશ તેમના સમુદાયરૂપી એક અવયવી (અવયવ ધરાવનાર)ની પ્રતીતિ થાય છે. (૧) આ પરમાણુ જેનો સૂક્ષ્મતમ અંશ છે તે, સામાન્ય સ્વરૂપે રહેલી પૃથ્વી વગેરે કાર્યોની એકતા (સમૂહ કે સમગ્ર-રૂપ)નું નામ ‘પરમ મહાન’ છે. આ સમયે તેનામાં પ્રલય વગેરે અવસ્થા-ભેદની સ્ફર્તિ (સ્કુરણા) પણ હોતી નથી અને નવું-જૂનું વગેરે કાળભેદનું. ભાન પણ હોતું નથી તથા ધટ-પટ વગેરે વસ્તુભેદની કલ્પના પણ હોતી નથી. (૨) હે સાધુશ્રેષ્ઠ! આ પ્રમાલે, વસ્તુના સૂક્મતમ અને મહત્તમ સ્વરૂપનો આ વિચાર થયો. આના સાદશ્યથી પરમાણુ વગેરે અવસ્થાઓમાં વ્યાપ્ત થઈને વ્યક્ત (પ્રગટ) પદાર્થોને ભોગવનારા, સર્જન વગેરે માટે સમર્થ, અબક્ત-સ્વરૂપ ભગવાન કાળની પબ્ર સૂક્મતા અને સ્થૂળતાનું અનુમાન કરી શકાય છે. (૩) જે કાળ પ્રપંચની પરમાણુ જેવી અવસ્થામાં વ્યાપ્ત રહે છે તે અત્યંત સૂક્મ છે અને સર્જનથી માંડીને પ્રલય સુધી તેની બધી જ અવસ્થાઓને ભોગવે છે. તે પરમ મહાન છે. (૪) ૧. પ્રા. પા. - સૂક્મે સ્યૂલે થ 1 ૨. પ્રા. પા. - કાલ: સ | 216 શ્રીમદભાગવત [અ૦૫૧ અણુક્વીપ પરમાણૂ સ્થાત્ત્રસરેણુસ્રયઃ સ્મૃતઃ । જાલાર્કરશ્મ્યવગતઃ* ખમેવાનુપતન્નગાત્‌ડ ॥ ૫॥। ત્રસરેણુત્રિકં ભુડક્તે યઃ કાલઃ સ ત્રુટિઃ સ્મૃતઃ | શતભાગસ્તુ વેધઃ સ્યાસૈસ્રિભિસ્તુ લવઃ સ્મૃતઃ || ૬।। નિમેષસ્ત્રિલવો શેય આમ્નાતસ્તે ત્રયઃ ક્ષણઃ | ક્ષણાન્‌ પગ્ય વિદુઃ કાષ્ઠાં લઘુ તા દશ પઞ્ચ ચ 1 ૭। લઘૂનિ વૈ સમામ્નાતા દશ પઞ્ચ ચ નાડિકા । તે દ્રે મુહૂર્તઃ પ્રહર: ષડ્યામઃ સપ્ત વા નૃણામ્‌ ।। ૮।। દ્વાદશાર્ધપલોન્માનં થતુર્ભિશ્તુરડુલૈઃ* | સ્વર્ણમાધૈઃ કૃતચ્છિદ્રં યાવત્પ્રસ્થજલપ્લુતમ્‌ ॥ ૯॥ યામાશ્ચત્વારશ્ચત્વારો મર્ત્યાનામહની ઉભે । પક્ષઃ પગ્ચદશાહાનિ શુક્લઃ કૃષ્ણશ્ચ માનદ ॥ ૧૦॥। તયોઃસમુચ્ચયો માસઃ પિતૃણાં તદહર્નિશમ્‌। ઢી તાવૃતુઃ ષડયનં દક્ષિણં ચોત્તરં દિવિ 1૧૧ અયને ચાહનીર્ચ પ્રાહુર્વત્સરો દ્વાદશ સ્મૃતઃ | સંવત્સરશતં નૃણાં પરમાયુર્નિરૂપિતમ્‌ ॥ ૧૨ ગ્રહર્થતારાચક્રસ્થઃ પરમાણ્વાદિના જગત્‌ | સંવત્સરાવસાનેન પર્યેત્યનિમિષો વિભુઃ ॥ ૧૩॥ સંવત્સરઃ પરેવત્સર ઇડાવત્સર એવ ચ | અનુવત્સરો વત્સરશ્ચ વિદુરેવં પ્રભાષ્યતે ! ૧૪।॥। કે “પરમાલુ’ મળીને એક ‘અણુ’ થાય છે અને ત્રણ અણુઓના મળવાથી એક “ન્રસરેશુ’ થાય છે, કે જે ઝરૂખાઓમાં થઈને આવેલા સૂર્યકિરણોના પ્રક્શમાં આકાશમાં ઊડતો જોવા મળે છે. (૫) આવા ત્રણ ત્રસરેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને ‘ત્રુટિ’ કહે છે. આનાથી સો ગણો સમય ‘વેધ’ કહેવાય છે અને ત્રણ વેધનો એક “લવ’ થાય છે. (૬) ત્રણ લવને એક “નિમેષ’ કહે છે અને ત્રણ નિમેષને એક ‘ક્ષણ’ કહે છે. પાંચ ક્ષણની એક “કાષ્ઠા’ થાય છે અને પંદર કાષ્ઠાનો એક “લઘુ’ થાય છે. (૭) પદરઇલપસાઇએક્ાડિકાઇ(દ3) કહેવાય છે. કે નાડિકાનું એક “મુહૂર્ત’ થાય છે. અને દિવસના ધટવા- વધવા અનુસાર (દિવસ અને રાત્રિની બંને સંધિઓને બાદ કરતાં) છ અથવા સાત નાડિકાનો એક ‘પ્રહર’ (પહોર) થાય છે એ “યામ’ કહેવાય છે, જે મનુષ્યના દિવસ અથવા રઞિના ચોથા ભાગ બરાબર હોય છે. (૮) છ પળનું તાંબાનું એક એવું વાસજ્ન બનાવવામાં આવે, કે જેમાં એક પ્રસ્‍્થ જળ સમાઈ શકે; અને ચાર માસા સોનાની ચાર આંગળ લાંબી સળી બનાવીને તેના વડે તે વાસણ્ના તળિયે છિદ્ર બનાવીને તેને પાણીમાં મૂકવામાં આવે - તો, જેટલા સમયમાં એક પ્રસ્‍થ જળ તે વાસણમાં ભરાઈ જાય અને વાસગ્ર પાશ્ીમાં ડૂબી જામ તેટલા સમયને ‘નાડિકા’ કહે. છે. (૯) હે વિદુરજી! મનુષ્યનાં દિવસ-રાત્રિ ચાર-ચાર પ્રહરનાં હોય છે અને પંદર દિવસ-રાત્રિનો એક “પક્ષ’ [પખવાડિયું) થામ છે, જે શુક્લ અને કૃષ્ણ (અજવળિયું, અને અંધારિયું)ના ભેદને લીધે બે પ્રકારનો મનાયો છે. (૧૦) આ બંને પક્ષો મળીને એક “માસ’ થાય છે, જે પિતૃઓન્ધં એક દિવસ-રાત્રિ (બરાબર) છે. બે માસની એક “જ્તુ’ અને છ માસનો એક ‘અયન’ થાય છે. અયન “દક્ષિણાયન’ અને “ઉત્તરાયન’ના ભેદથી બે પ્રકારના છે. (૧૧) આ બંને અયનો મળીને દેવતાઓનાં એક દિવસ- સત્રિ થાય છે તથા મનુષ્યલોકમાં એ ‘વર્ષ’ અથવા દ્વાદશ માસ કહેવાય છે. આવાં સો વર્ષોનું મનુષ્યનું પરમ આયુષ્ય બતાવવામાં આવ્યું છે. (૧૨) ચંદ્રમા વગેરે ગ્રહો, અશરિની વગેરે નક્ષત્રો અને સમસ્ત તારામંડવના અધિષ્ઠાતા કાળ- સ્વરૂપ ભગવાન સૂર્ય પરમા્ુથી માંડીને સંવત્સર સુધીના કાળમાં બાર ‘રાશિ’ઓનરૂપે સંપૂર્ણ ભુવનકોશની “નિરંતર પરિક્રમા કર્યા કરે છે. (૧૩) હે વિદુરજી! સૂર્ય, બૃહસ્પતિ, સવન, ચંદ્રમા અને નક્ષત્ર સંબંધિત મહિનાઓના ભેદને. લીધે આ વર્ષ જ સંવત્સર, પરિવત્સર, ઇંડાવત્સર, ૨. પ્રા. પા. - ખુ દ્વો ન્પ્ુકઃ પ્રોક્તઃ તરન | ૨, પ્રા, પા. - જાલાથાર્ડરશિમિગતઃ 1 ૩. પ્રા. પા. ત્પતન્ન ગમ | આનો ઉલ્લેખ શ્રીણસ્વામીએ પણ કર્યો છે. ૪. પ્રા. પા. - ત્યતુરકુલમ્‌ । પ. પ્રા. પા. - તો શ્રતુઃ 1 ૬. પ્રા. પા. - અમને અયની ! અ૦ ૧૧] ત્રીજો સ્કન્ધ 217 યઃસૃજ્યશક્તિમુરુધોચ્છવસયન્‌ સ્વશક્ત્યા પુંસોડભ્રમાય દિવિ ધાવતિ ભૂતભેદઃ ! કાલાખ્યયા ગુણમયં કતુભિર્વિતન્વં- સ્તસ્મૈ બલિં હરત વત્સરપગ્ચકાય || ૧૫॥। વિદુર ઉવાચ પિતૃદેવમનુષ્યાણામાયુઃ પરમિદં સ્મૃતમ્‌ । પરેષાં ગતિમાચક્ષવ વે સ્યુઃકલ્પાદ્‌ બહિર્વિદઃ ।। ૧૬॥। ભગવાન્‌ વેદ કાલસ્ય ગતિં ભગવતો નનુ ! વિશ્વં વિચક્ષતે ધીરા યોગરાદ્ધેન ચક્ષુષા | ૧૭॥। મૈત્રેય ઉવાચ કુંતં ત્રેતા દ્વાપરં ચ કલિશ્ચેતિ ચતુર્યુંગમ્‌ । દિવ્ધર્દાદશભિર્વર્ષેઃ સાવધાન નિરૂપિતમ્‌ ॥૧૮॥ ચત્વારિ ત્રીણિ દ્વે ચૈકં કૃતાદિષુ યથાક્રમમ્‌ ! સડ્ખ્યાતાનિ સહસ્રાણિ દવિગુણાનિ શતાનિચ ॥ ૧૯॥। સન્ધ્યાંશયોરન્તરેણ યઃ કાલઃ શતસડૃખ્યયોઃ | તમેવાહુર્યુંગં તજજ્ઞા યત્ર ધર્મો વિધીયતે ॥ ૨૦॥ ધર્મશ્ચતુષ્પાન્મનુજાન્‌ કૃતે સમનુવર્તતે | સ એવાન્યેષ્વધર્મેણ વ્યેતિ પાદેન વર્ધતા ॥ ૨૧।। ત્રિલોક્યા યુગસાહસંબહિરાબ્રહ્મણો દિનમ્‌ । તાવત્યેવનિશા તાત યજ્ઞિમીલતિ વિશ્વસૃકચ ॥ રર! અનુવત્સર અને વત્સર કહેવાય છે. (૧૪) હે વિદુરજી! આ સૂર્ય ભગવાન જ પાંચ પ્રકારનાં વર્ષોની પ્રવૃત્તિ કરનારા છે. તમે ઉપહાર વગેરે સમર્પિત કરીને તેમની પૂજા કરો. આ સૂર્યદેવ પંચભૂતોમાં તેજસ્વરૂપ છે અને પોતાની કાળશક્તિથી બીજ વગેરે પદાર્થોની અંકુર ઉત્પન્ન કરનારી શક્તિને અનેક પ્રકારે કાર્યોન્મુખ કરે છે. તેઓ (સૂર્યદેવ) મનુષ્યોના મોહ-નિવારણ માટે તેમના આયુષ્યનો ક્ષય કરતા રહીને આકાશમાં વિચરણ કરતા રહે છે તથા તેઓ જ સકામ મનુષ્યોને યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થનારાં સ્વર્ગ વગેરે મંગલમય કળોનો વિસ્તાર કરે છે. (તેથી સૂર્ય ભગવાનની ઉપાસના રોજ કરવી જોઈએ.) (૧૫) વિદુરજીએ કહ્યું - હે મુનિવર! તમે દેવતાઓ, પિતૃઓ અને મનુષ્યોના પરમ આયુષ્યનું વર્ણન તો કર્યું, (પણ) હવે સનક વગેરે જે જ્ઞાની મુનિજનો ત્રિલોકની બહાર કલ્પથીય વધુ સમય સુધી રહેનારા છે તેમના આયુપ્યનું પણ વર્ણન કરો. (૧૬) કાળ ભગવાનની ગતિને તમે સમ્યક્પણે જાણો છો, કારણ કે જ્ઞાનીજનો પોતાની યોગસિદ્ધ દિવ્ય દષ્ટિથી સઘળા સંસારને જોઈ લે છે. (૧૭) મૈત્રેયજીએ કહ્યું - હે વિદુરજી! સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિ - આ ચાર યુગ પોતાની સંધ્યા અને સંધ્યા- અંશો સહિત દેવતાઓનાં બાર હજાર વર્ષો સુધી પ્રવર્ત છે એવું બતાવવામાં આવ્યું છે. (૧૮) સત્યયુગ વગેરે આ ચાર યુગોમાં ક્રમશઃ ચાર હજાર, ત્રણ હજાર, બે હજાર અને એક હજાર દિવ્ય વર્ષો હોય છે અને પ્રત્યેકમાં જેટલા હજાર વર્ષો હોય છે તેનાથી બમણાં સો વર્ષ તેમની સંધ્યા અને સંષ્યા-અંશોમાં હોય છે.” (૧૯) યુગના આરંભમાં સંધ્યા હોય છે અને અંતમાં સંધ્યા-અંશ હોય છે. તેમની વર્ષ-ગણતરી સેંકડોની સંખ્યામાં બતાવવામાં આવી છે. તેમની વચ્ચેનો જે સમય હોય છે તેને કાળવિદોએ “યુગ’ કહ્યો છે. પ્રત્યેક યુગમાં એક-એક વિશેષ ધર્મનું વિધાન મળે છે. (૨૦) સત્યયુગના મનુષ્યોમાં ધર્મ પોતાના ચારે. ચરભ્ોથી રહે છે, પછી અન્ય યુગોમાં અધર્મની વૃદ્ધે થવાથી તે (ધર્મ)નો એક-એક ચરણ ઘટતો જાય છે. (૨૧) પ્રિય વિદુરજી! ત્રિલોકની બહાર મહર્લોકથી માંડીને બ્રહ્મલોક સુધી અહીંની એક હજાર ચતુર્યુગીનો એક દિવસ હોય છે અને તેટલી જ મોટી રાત્રિ હોય છે, કે જેમાં જગત્‌- ૧. પ્રા. પા. - શ્રુતમ્‌। ૨. પ્રા. પા. - તદ એટલે કે, સત્યુગમાં ૪,૦૦૦ દિવ્ય વર્ષો યુગનાં અને ૮૦૦ દિવ્ય વર્ષો સંધ્યા અને સંઘ્થા અંશોનાં - એમ ૪,૮૦૦ વર્ષ હોય, છે. આ જ રીતે ત્રેતાયુગમાં ૩,૬૦૦, દ્વાપરયુગમાં ૨,૪૦૦ અને કળિયુગમાં ૧,૨૦૦ દિવ્ય વર્ષ હોય છે. મનુપ્યોનું એક વર્ષ એ દેવતાઓનો એક દિવસ હોય છે, તેથી દેવતાઓનું એક વર્ષ મનુષ્યોના ૩૬૦ વર્ષો બરાબર થાય. આ રીતે માનવીય પરિમાલથી ક્ળિયુગનાં ૪,૩૨,૦૦૦ વર્ષ થાય તથા તેનાથી બમબ્રાં વર્ષો દ્વાપરયુગનાં, ત્રણ ગલાં વર્ષો ત્રેતાયુગનાં અને ચાર ગલા વર્ષો સત્યયુગનાં થાય છે. 216 શ્રીમદભાગવત [અ૦૧૧ નિશાવસાન આરબ્ધો લોકકલ્પોડનુવર્તતે૫ । યાવદિનં ભગવતો મનૂન્‌ ભુઝ્જંશ્વતુર્દશ | ૨૩॥। સ્વં સ્વં કાલં મનુર્ભુડક્તે સાધિકાં હ્વોકસપ્તતિમ્‌ ! મન્વન્તરેષુ મનવસ્તદ્રશ્યા ત્દષયઃ સુરાઃ | ભવત્તિ ચૈવચે યુગપત્સુરેશાશ્ચાનુ યે ચ તાન્‌ | ૨૪॥ એષ દૈનન્દિનઃ સર્ગો બ્રાહ્મસૈલોક્યવર્તનઃ | તિર્યડ્નૃપિતૃદેવાનાં સમ્ભવો યત્ર કર્મભિઃ | ર૫॥ મન્વન્તરેષુભગવાન્‌બિભ્રત્સત્તવ સ્વમૂર્તિભિઃ । મન્વાદિભિરિદં વિશ્વમવત્યુદિતપૌરુષઃ | ર૬॥ તમોમાત્રામુપાદાય પ્રતિસંરુદ્ધવિક્રમઃ | કાલેનાનુગતાશેષ આસ્તે તૃષ્ણીં દિનાત્યયે | ૨૭॥॥ તમેવાન્વપિધીયન્તે લોકા ભૂરાદયસ્રયઃ | નિશાયામનુવૃત્તાયાં” નિર્મુક્તશશિભાસ્કરમ્‌ ॥ ર૮॥ ત્રિલોક્યાં દહ્યમાનાયાં શક્ત્યા સકર્ષણાગ્નિના | યાન્ત્યૂષ્મણા મહર્લોકાજ્જનં ભૃગ્વાદયોડર્દિતાઃ ॥। ર૯॥ તાવત્ત્રિભુવનં સધઃ કલ્પાન્તૈધિતસિન્ધવઃ । પ્લાવયન્ત્યુત્કટાટોપચણ્ડવાતેરિતોર્મયઃ 11૩૦॥ અત્તઃસતસ્મિન્‌્સલિલ આસ્તેડનન્તાસનો હરિઃ | યોગનિદ્રાનિમીલાક્ષઃ સ્તૂયમાનો જનાલયૈઃ ।। ૩૧॥। એવંવિધૈરહોરાત્રેઃ કાલગત્યોપલક્ષિતૈઃ | અપક્ષિતમિવાસ્યાપિ પરમાયુર્વયઃશતમ્‌ | ૩૨॥ યદર્ધમાયુષસ્તસ્ય પરાર્ધમભિધીયતે | પૂર્વઃ પરાર્ધોડપક્રાન્તો હ્યપરોડધ પ્રવર્તે ॥ ૩૩॥ પૂર્વસ્યાદૌ પરાર્ધસ્ય બ્રાહ્યો નામ મહાનભૂત્‌ । કલ્પો યત્રાભવદબ્રહ્મા શબ્દબ્રહ્મેતિ યં વિદુઃ ।। ૩૪॥ સષ્ટ બ્રહ્માજી શયન કરે છે. (૨૨) તે રાત્રિનો અંત થતાં આ લોકનો કલ્પ આરંભાય છે; તેનો ક્રમ જ્યાં સુધી બ્રહ્માજીનો દિવસ રહે છે ત્યાં સુધી ચાલતો રહે છે. તેવા એક કલ્પમાં ચૌદ મનુઓ થાય છે. (૨૩) પ્રત્યેક મનુ ઈકોતેર ચતુર્યુગીઓથી કંઈક વધુ (૭૧.૬/૧૪ ચતુર્યુગીઓ સુધી) પોતાનો અધિકાર ભોગવે છે. પ્રત્યેક મન્વંતરમાં ભિન્ન-ભિન્ન મનુવંશી રાજાઓ, સપ્તર્પિઓ, દેવતાઓ, ઇન્દ્રો અને તેમના અનુષાયી ગંધર્વો વગેરે પણ એ સાથે જ પોતાનો અધિકાર ભોગવે છે. (૨૪) બ્રહ્માજીનું આ સર્જન પ્રતિદિન થયા કરે છે, કે જેમાં ત્રણે લોક રચાય છે. તેમાં પશુ-પક્ષીઓ, મનુષ્યો, પિતૃઓ અને દેવતાઓની પોતપોતાનાં કર્મો અનુસાર ઉત્પત્તિ થાય છે. (૨૫) આ મન્વંતરોમાં ભગવાન સત્ત્વ-ગુણનો આશ્રય લઈને, પોતાની મનુ વગેરે મૂર્તિઓ દ્વારા પૌરુષ પ્રગટ કરતા રહીને આ વિશ્વનું પાલન કરે છે. (ર૬) કાળક્રમે જ્યારે બ્રહ્માજીનો દિવસ વીતી જાય છે ત્યારે તેઓ તમોગુણના સંપર્કને સ્વીકારીને સૃષ્ટિ-રચનારૂપી પોતાના પૌરુષને સ્થગિત કરીને નિશ્ચેષ્ટ-ભાવે સ્થિત થઈ જાય છે. (૨૭) તે સમયે સધળું વિશ્વ તેમનામાં લય પામે છે. જ્યારે સૂર્ય-ચંદ્ર વિનાની પ્રલમરાત્રિ આવે છે ત્યારે ભૂડ, ભુવઃ અને સ્વઃ એ ત્રણે લોક તે જ બ્રહ્માજીના શરીરમાં છુપાઈ જાય છે. (ર૮) તે પ્રસંગે ત્રણે લોક શેષજીના મુખમાંથી નીકળેલી ભગવાનની અગ્નિરૂપી શક્તિથી બળવા લાગે છે, તેથી તેના તાપથી વ્યાકુળ થઈને ભૃગુ વગેરે મુનીશ્વરો મહર્લોકમાંથી જનલોકમાં જાય છે. (૨૯) એ દરમિયાન સાતે સમુદ્રો પ્રલયકાળના પ્રચંડ પવનથી ઊભરાઈને પોતાનાં ઊછળતાં મોજાંઓથી ત્રિલોકને ડુબાડી દે છે. (૩૦) ત્યારે તે પાશ્ઞીમાં શેષશય્યા પર સૂતેલા ભગવાન યોગનિદ્રામાં આંખો મીંચીને શયન કરે છે. તે સમયે જનલોકમાં વસતા મુનિજનો તેમની સ્તુતિ કરતા રહે છે. (૩૧) આ પ્રમાણે કાળની ગતિથી એક-એક હજાર ચતુર્યુંગીના રૂપમાં પ્રતીત થતાં દિવસ-રાત્રિ બદલાવા પામતાં બ્રહ્માજીનું સો વર્ષનું પરમ-આયુષ્ધ પણ વીતી ગયેલું હોય એમ દેખાય છે. (૩૨) બ્રહ્માજીના આયુષ્યના અર્ધભાગને ‘પરાર્ષ’ કહે છે. અત્યાર સુધી પહેલો પરાર્ધ તો વીતી ચૂક્યો છે, બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. (૩૩) અગાઉના પરાર્ધના આરંભમાં બ્રાહ્મ નામનો મહાન કલ્પ થયો હતો. તેમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. પંડિતો તેમને શબ્દબ્રહ્મ કહે છે. (૩૪) ૧. પ્રા. પા. - ત્વર્ષતે। ૨. પ્રા. પા. - ચૈકે! ૩. પ્રા. પા. - ત્મથ વૃત્તાન | ૪. પ્રા. પા. - અપે૦! અ૦૧૨] ત્રીજો સ્કન્ધ 219 તસ્યૈવચાન્તે કલ્પોડભૂદ્યં પાહ્મમભિચક્ષતે યદ્ધરેર્માભિસરસ આસીલ્લોકસરોરુહમ્‌ || ૩૫।। અયં તુ કથિતઃ કલ્પો દ્રિતીયસ્યાપિ’ ભારત | વારાહ ઇતિ વિખ્યાતો યત્રાસીત્સૂકરો હરિઃ ॥ ૩૬॥। કાલોડયં હ્વિપરાર્ધાખ્યો નિમેષ ઉપચર્યતે । અવ્યાકૃતસ્યાનન્તસ્ય અનાદેર્જગદાત્મનઃ || ૩૭॥। કાલોડયં પરમાણ્વાદિ્દધિપરાર્ધાન્ત ઈશ્વરઃ । નૈવેશિતું પ્રભુર્ભમ્ન ઈશ્વરો ધામમાનિનામ્‌ | ૩૮।। વિકારૈઃ સહિતો યુક્તેર્વિશેષાદિભિરાવૃતઃ | આણકોશો બહિરયં પગ્ચાશત્કોટિવિસ્તૃતઃ | ૩૯॥ દશોત્તરાધિકેર્યત્ર પ્રવિષ્ટઃ પરમાણુવત્‌ | લક્ષ્યતેડન્તર્ગતાશ્ચાન્યે કોટિશો હ્યણ્ડરાશયઃ || ૪૦॥ તદાહુરક્ષરં બ્રહ્મ સર્વકારણકારણમ્‌ | વિષ્ણોર્ધામ પરં સાક્ષાત્પુરુષસ્ય મહાત્મનઃ || ૪૧॥।। તે પરાર્ધના અંતમાં જે કલ્પ થયો હતો તેને પાદ્રકલ્ય કહે છે. એમાં ભગવાનના નાભિસરોવરમાંથી સર્વલોકયુક્ત કમળ પ્રગટ થયું હતું. (૩૫) હે વિદુરજી! આ સમયે જે કલ્પ ચાલી રહ્યો છે તે બીજા પરાર્ધનો આરંભક છે એમ બતાવવામાં આવે છે. આ વારાહકલ્પના નામે વિખ્યાત છે, આમાં ભગવાને સૂકર (વરાહ)નું રૂપ ધારણ કર્યું હતું. (૩૬) આ બે પરાર્ધના કાળને અવ્યક્ત, અનંત, અનાદિ, વિશ્વાત્મા શ્રીહરિના એક નિમેષ (આંખના પલકારા) જેટલો માનવામાં આવે છે. (૩૭) પરમાણ્‌થી માંડીને દ્વિપરાર્ષ સુધી વિસ્તરેલો કાળ સર્વસમર્થ હોવા છતાં પણ સર્વાત્મા શ્રીહરિ કોઈ પ્રકારનું પ્રભુત્વ દાખવતો નથી. આ કાળ તો દેહ વગેરેનું અભિમાન રાખનારા જીવોનું જ શાસન કરવાને સમર્થ છે. (૩૮) પ્રકૃતિ, મહત્ત્વ, અહંકાર અને પંચ-તન્માત્રાઓ - આ આઠ પ્રકૃતિઓ સહિત દશ ઇન્દ્રિયો, મન અને પંચભૂતો- એમ સોળ વિકારો સાથે મળીને બનેલો આ બ્રહ્માંડકોશ અંદરથી પચાસ કરોડ જોજન વિસ્તારવાળો છે તથા તેની બહાર ચારે તરફ ઉત્તરોત્તર ધં ભાત આવરણ છે. તે બધાં સહિત આ બ્ર્માંડકોશ જેમાં પરમાણુ જેવો પડી રહેલો દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્માંડરાશિઓ છે તે, આ પ્રધાન વગેરે સમસ્ત કારણોનું કારણ અક્ષરબ્રહ્મ કહેવાય છે અને આ જ પુરાણપુરુષ પરમાત્મા શ્રીવિષ્ણુ ભગવાનનું શ્રેષ્ઠ ધામ (સ્વરૂપ) છે. (૩૯-૪૧) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે એકાદશોડધ્યાયઃ || ૧૧॥। ત્રીજા સ્કંધ-અંતર્ગત અગિયારમો અધ્યાય સમાપ્ત.