Śrīmad Bhāgavatam

દિતિનું ગર્ભધારણ

જય-વિજયને સનકાદિનો શાપ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચોદમો અધ્યાય દિતિનું ગર્ભધારણ શીયુક ઉવાચ કૌષારવિણોપવર્ણિતાં હરે: કથાં કારણસૂકરાત્મનઃ | પુનઃ સ પપ્રચ્છ તમુદ્યતાગ્જલિ- ર્ન ચાતિતૃત્તો વિદુરો ધૃતવ્રતઃ 1 ૧॥। વિદુર ઉવાચ તેનૈવ તુ મુનિશ્રેષ્ઠ હરિણા યજ્ઞમૂર્તિના | આદિદૈત્યો હિરણ્યાક્ષો હત ઇત્યનુશુશ્રુમ || ર॥ તસ્ય ચોદ્ધરતઃ ક્ષોણી સ્વદંષ્ટ્રાગ્રેણ લીલયા | દૈત્યરાજસ્ય ચ બ્રહ્મન્‌ કસ્માદ્ધેતોરભૂન્મૃધઃ ॥ ૩।। મૈત્રેય ઉવાચ સાધુ વીર ત્વયા પૃષ્ટમવતારકથાં હરેઃ | યત્ત્વં પૃચ્છસિ મર્ત્યાનાં મૃત્યુપાશવિશાતનીમ્‌ | ૪॥। યયોત્તાનપદઃ પુત્રો મુનિના ગીતયાડર્ભકઃ । મૃત્યોઃ કૃત્વૈવ મૂર્ધ્યડધ્રિમારુરોહ હરેઃ પદમ્‌ ॥૫॥। અથાત્રાપીતિહાસોડયં શ્રુતો મે વર્ણિતઃ પુરા । બ્રહ્મણા દેવદેવેન દેવાનામનુપૃચ્છતામ્‌ || ૬॥ દિતિર્દાક્ષાયણી ક્ષત્તર્મારીચં કશ્યપં પતિમ્‌ | અપત્યકામા ચકમે સન્ધ્યાયાં હચ્છયાર્દિતા ॥ ૭ નિશમ્ય શ્રીશુકદેવજી ક્હે છે - હે રાજન! પ્રયોજનપૂર્વક વરાહ બનેલા શ્રીહરિની કથા મૈત્રેયજીના મુખેથી સાંભળ્યા પછી પણ ભક્તિવ્રતધારી વિદુરજીને પૂર્ણ તૃપ્તિ થઈ નહીં; તેથી તેમણે હાથ જોડીને ફરીથી પૂછ્યું. (૧) વિદુરજીએ કહ્યું - ડે મુનિશ્રેષ્ઠ! અમે હમણાં જ આપના મુખેથી એ વાત સાંભળી કે આદિદેત્ય હિરષ્યાક્ષને યજ્ઞમૂર્તિ ભગવાને જ માર્યો હતો. (૨) હે બ્રહ્મન્‌! જે સમયે ભગવાન લીલાપૂર્વક જ પોતાની દાઢો પર રાખીને પૃથ્વીને જળમાંથી બહાર કાઢી રહ્યા હતા તે સમયે તેમની સાથે દૈત્યરાજ હિરશ્યાક્ષનું યુદ્ધ શા કારણે થયું? (૩). શ્રીમૈત્રેયજીએ કહ્યું - વિદુરજી! તમારો પ્રશ્ન ઘણો જ સુંદર છે; કારણ કે તમે શ્રીહરિની અવતાર-કથા વિષે જ પૂછી રહ્યા છો, કે જે (કથા) મનુષ્યોના મૃત્યુપાશને કાપી નાખનારી છે. (૪) જુઓ, ઉત્તાનપાદનો પુત્ર ક્રુવ બાળપણમાં શ્રીનારદજીએ સંભળાવેલી શ્રીહરિ-કથાના પ્રભાવે જ મૃત્યુના માથે પગ મૂકીને ભગવાનના પરમપદ ૫૨ આરૂઢ થઈ ગયો હતો. (૫) અગાઉના સમયે એક વાર વારાહ ભગવાન અને હિરણ્યાક્ષના આ જ યુદ્ધ વિષે દેવતાઓના પૂછવાથી દેવદેવ શ્રીબ્રહ્માજીએ તેમને આ ઇતિહાસ સંભળાવ્યો હતો અને એ જ પરંપરાથી મેં એ સાંભળ્યો છે. (૬) વિદુરજી! એક વાર દક્ષકન્યા દિતિએ ૧. પ્રાચાન પ્રતમાં ‘વરાહમાદુર્ભાવાનુવર્થને’ એટલો ભાગ નથી. [15521 અ૦૧૪] ત્રીજો સ્કન્ધ 231 ઇષ્ટ્વાગ્નિજિહ પયસા પુરુષં યજુષાં પતિમ્‌ | નિમ્લોચત્યર્ક આસીનમઝ્ન્યગારે સમાહિતમ્‌ || ૮।। £દિતિરુવ/૧’ એષ માં ત્વત્કૃતે વિદ્ન્‌ર કામ આત્તશરાસનઃ | દુનોતિ દીનાં વિક્રમ્ય રમ્ભામિવ મત%્નજઃ | ૯॥। તદ્ધવાન્દહ્યમાનાયાં સપત્નીનાં સમૃદ્ધિભિઃ । પ્રજાવતીનાં ભદ્રં તે મય્યાયુડક્તામનુગ્રહમ્‌ || ૧૦।। ભર્તર્યામોરુમાનાનાં લોકાનાવિશતે યશઃ | પતિર્ભવદ્દિધો યાસાં પ્રજયા નનુ જાયતે |1૧૧॥। પુરા પિતા નો ભગવાન્દક્ષો દુહિતૃવત્સલઃ । કં વૃણીત વરં વત્સા ઇત્યપૃચ્છત નઃ પૃથક્‌ ।૧૨।। સવિદિત્વાડડત્મજાનાં નો ભાવં સન્તાનભાવનઃ | ત્રયોદશાદદાત્તાસાં યાસ્તે શીલમનુવ્રતાઃ ॥ ૧૩॥। અથ મે કુરુ કલ્યાણ કામં કગ્જવિલોચન | આર્તોપસર્પણં ભૂમન્નમોથં હિ” મહીયસિ || ૧૪॥। ઇતિતાં વીર મારીચઃકૃપણાં બહુભાપિણીમ્‌ | પ્રત્યાહાનુનયન્‌ વાચા પ્રવૃદ્ધાનડ્રકશ્મલામ્‌ || ૧૫! એષતેડહં વિધાસ્યામિ પ્રિયં ભીરુ યદિચ્છસિ । તસ્યાઃકામંન કઃફુર્યાત્સિદ્વિસૈવર્ગિકી યતઃ ।। ૧૬॥ સર્વાશ્રમાનુપાદાય સ્વાશ્રમેણ કલત્રવાન્‌ | વ્યસનાર્ણવમત્યેતિ જલયાનેર્યથાર્ણવમ્‌ । ૧૭॥ યામાહુરાત્મનો હ્ર્ધ શ્રેયસ્કામસ્ય માનિનિ | યસ્થાં સ્વધુરમધ્યસ્ય”પુમાંશ્ષરતિ વિજ્વરઃ ।। ૧૮॥। યામાશ્રિત્યેન્દ્રિયારાતીન્દુર્જયાનિતરાશ્રમૈઃ । વયં જવેમ હેલાભિદસ્યૂન્દુર્ગપતિર્યથા ॥ ૧૯॥ પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી કામાતુર થઈને સંધ્યાકાળે જ પોતાના પતિ મરીચિસુત કશ્યપજીને પ્રાર્થના કરી. (૭) તે સમવે કશ્યપજી ખીરની આહુતિઓ વડે અગ્નિજિદ્ર ભગવાન યશપતિની આરાધના કરીને, સૂર્યાસ્ત-વેળા થવેલી સમજીને અગ્નિશાળામાં ધ્યાનસ્થ બનીને બેઠા હતા. (૮) દિતિએ કહ્યું - ‘હે વિન્‌! જેમ મદમસ્ત હાથી કેળના વૃક્ષને મસળી નાખે છે તે જ રીતે આ પ્રસિદ્ધ ધનુર્ધારી કામદેવ મુજ અબળા પર બળ દાખવીને તમારે માટે મને બેચેન કરી રહ્યો છે. (૯) પોતાની પુત્રોવાળી શોક્યોની સુખસમૃદ્ધિ જોઈ હું ઈર્પષ્માની આગથી બળી છું. તેથી તમે મારા પર કૃપા કરો. તમારું કલ્યાણ થાઓ (૧૦) જેમના ગર્ભથી તમારા જેવા પતિ પુત્રરૂપે જન્મે છે તે સ્રીઓ જ પોતાના પતિઓથી સમ્માનિત થયેલી મનાય છે, તેમનો સુયશ સંસારમાં સર્વત્ર પ્રસરી જાય છે. (૧૧) અમારા પિતા દક્ષ પ્રજાપતિનો પોતાની પુત્રીઓ પર ઘણો જ સ્નેહ હતો. એક વાર તેમણે અમને બધીને અલગ-અલગ બોલાવીને પૂછયું કે “તમે કોને પોતાનો પતિ બનાવવા ઇચ્છો છો?’ (૧૨) તેઓ પોતાનાં સંતાનોની બધી રીતે ચિંતા સેવતા હતા. તેથી અમારો ભાવ જાણીને તેમલે તે પૈકીની અમને તેર પુત્રીઓને તમારી સાથે પરજ્રાવી, કે જે બધી તમારા ગુણ-સ્વભાવને અનુરૂપ હતી. (૧૩) તેથી, હે મંગલમૂર્તિ! કમલલોચન! તમે મારી ઇચ9ા પૂરી કરો; કારણ કે, હે મહત્તમ! તમારા જેવા મહાપુરુષોની પાસે દીનજનોનું આવવું નિષ્ફળ થતું નથી.’ (૧૪) હે વિદુરજી! કામદેવના વેગને લીધે દિતિ અત્યંત બેચેન અને વિવશ થઈ રહી હતી. તેણે આ રીતે ઘણીબધી વાતો ઉપજાવીને દીન થઈને કશ્યપજાને પ્રાર્થના કરી, ત્યારે તેમલે સુમધુર વાણીથી તેને સમજાવતાં ક્યું. (૧૫) ‘ભીર્‌! તારી ઇચ્છા અનુસાર હું હમણાં જ તારું પ્રિય (કાર્ય) અવશ્ધ કરીશ. જેના થકી અર્થ, ધર્મ અને કામ એ ત્રણેની સિદ્ધિ થતી હોય તેવી પોતાની પત્નીની કામના કોણ પૂરી ન કરે? (૧૬) જેમ જહાજ પર ચઢીને મનુષ્ય મહાસાગર પાર કરી લે છે તે જ રીતે ગૃહસ્થાશ્રમી અન્ય આશ્રમોને આશ્રય આપતો રહીને પોતાના આશ્રમ થકી પોતે પણ દુઃખોના સમુદ્રને પાર કરી લે છે. (૧૭) હે માનિની! સીને તો ત્રિવિધ પુરુષાર્થની કામનાવાળા પુરૃષનું અડધું, અંગ કહેવામાં આવી છે. તેના પર ગૃહસ્થીની જવાબદારો નાખીને પુરુષ નિશ્ચિત થઈને વિચરે છે. (૧૮) ઇન્દ્રિયોરૂપી ૧. પ્રાચીન પ્રતમાં ‘દિતિરુવાચ’ આ ભાગ મૂળમાં નથી, ટિપ્પણીમાં છે. ૨. પ્રા. પા. - બ્રલન 1 ૩. પ્રા પા. - ક્તુમર્તસિ | ૪. પ્રા. પા. - તસ્યાં! પ. પ્રા. પા. - ત્મધ્યાસ્વ ! 232 શ્રીમદભાગવત [અ૦ ૧૪ ન વયં પ્રભવસ્તાં ત્વામનુકર્તું ગૃહેશ્વરિ ! અષ્યાયુષાવા’ કાત્સ્ન્યેન યે ચાન્યે ગુણગૃધ્નવઃચ ॥ ૨૦॥ અથાષિ કામમેતં તે પ્રજાત્યૈ કરવાણ્યલમ્‌ ! યથા માં? નાતિવોચન્તિ મુહૂર્ત પ્રતિપાલય !। ૨૧।। એષા ઘોરતમા વેલા ઘોરાણાં ઘોરદર્શના । ચરન્તિ યસ્યાં ભૂતાનિ ભૂતેશાનુચરાણિ હ || ર૨! એતસ્યાં સાધ્વિ સન્ધ્યાયાં ભગવાન્‌ ભૂતભાવનઃ । પરીતો ભૂતપર્ષદ્ધિર્વષેણાટતિ ભૂતરાટ્‌ 1 ૨૩॥ શ્મશાનચક્રાનિલધૂલિધૂપ્ર- વિકીર્ણવિધોતજટાકલાપઃ । ભસ્માવગુણ્ઠામલરુકમદેહો દેવસ્ત્રિભિઃ પશ્યતિ દેવરસ્તે ॥ ર૪॥ ન યસ્ય” લોકે સ્વજનઃ પરો વા નાત્યાદંતો નોત કશ્ચિદિગર્હાઃ | વયં વ્રતેર્યચ્ચરણાપવિદ્ધા- માશાસ્મહેડજાં બત ભુક્તભોગામ્‌ ॥ રપ॥। યસ્યાનવદ્યાચરિતં મનીષિણો ગૃણન્ત્યવિધાપટલં બિભિત્સવઃ | નિરસ્તસામ્યાતિશયોડપિ યત્સ્વયં પિશાચચર્યામચરદ્ગતિઃસતામ્‌ | ર૬ હંસન્તિ યસ્યાચરિતં હિ દુર્ભગાઃ સ્વાત્મન્રતસ્યાવિદુષઃ સમીહિતમ્‌ | યૈર્વસમાલ્યાભરણાનુલેપનૈઃ શ્વભોજનંસ્વાત્મતયોપલાલિતમ્‌ ॥ ૨૭॥ બ્રહ્માદયો યત્કૃતસેતુપાલા યત્કારણં વિશ્વમિદં ચ માયા | તસ્ય પિશાચચર્યા અહોવિભૂમ્નશ્ચરિતં વિડમ્બનમ્‌ | ર૮॥ આજ્ઞાકરી શત્રુ અન્ય આશ્રમવાળાઓ માટે અત્યંત દુર્જેય છે; પરંતુ જે રીતે ગઢનો સ્વામી લુટારા શત્રુઓને સહેલાઈથી પોતાને આધીન કરી લે છે તે જ રીતે અમે પોતાની પરિણીત પત્નીનો આશ્રય લઈને આ ઇન્દ્રિયરૂપી શત્રુઓને સહજપલ્લ જ જીતી લઈએ છીએ. (૧૯) હે ગૃહેશ્વરી! તારા જેવી પત્નીના ઉપકારોનો બદલો તો અમે અથવા કોઈ પણ ગુભ્રગ્રાહી પુરુષ પોતાના આયુષ્યમાં કે અન્ય જન્મમાં પણ સંપૂર્ણપણે ચૂકવી શકે તેમ નથી. (૨૦) તેમ છતાં સંતાનપ્રાપ્તિની તારી આ ઇચ્છા હું યથાશક્તિ અવશ્યપણે પૂર્ણ કરીશ. પણ અત્યારે તું એક મુહૂર્ત (બે ઘડી) માટે થોભી જા, કે જેથી લોકો મારી નિંદા ન કરે. (૨૧) આ અત્યંત ધોર સમય રાક્ષસ વગેરે ભયંકર જીવોનો છે અને જોવામાં પણ તે ધણો ભયાનક છે. એમાં ભગવાન ભૂતનાથના ભૂત-પ્રેત વગેરે ગણો (સમુદાયો) ઘૃમ્યા કરે છે. (૨૨) હે સાધ્વી! આ સંધ્યાકાળે ભૂતપ્રિય ભૂતપતિ ભગવાન શંકર પોતાના ભૂત-પ્રેતાદિ ગણને સાથે લઈને નંદી પર સવાર થઈને વિચરણ કરે છે. (૨૩) જેમનો જટાક્લાપ સ્મશાનભૂમિમાંથી ઊઠેલા વંટોબિયાની ધૂળથી પૂસરિત (ધૂળિયો) થઈને દેદીપ્યમાન થઈ રહ્યો છે તથા જેમના સુવર્શ-તેજોમય ગૌર શરીર પર ભસ્મ લાગેલી છે તે તારા બનેવી મહાદેવજી પોતાનાં સૂર્ય, ચંદ્ર અને અગ્નિરૂપી ત્રણ નેત્રો વડે બધું જોઈ રહ્યા છે. (ર૪) સંસારમાં તેમનું કોઈ પોતાનું કે પરાયું નથી અને નથી કોઈ તેમનું આદરણીય કે નથી કોઈ નિંદનીય પણ. માયાને ભોગવીને એમણે પગથી લાત મારી ઠુકરાવી દીધી છે. આપણે ભગવાનની આરાધના કરીએ છીએ અને તેમની પાસે માયાની જ માગણી કરીએ છીએ. એ કેટલા દુઃખની વાત છે! (રપ) વિવેકી મનુષ્યો અવિધાના આવરણને દૂર કરવાની ઇચ્છાથી તેમના નિર્મળ ચરિત્રનું ગાન કર્યા કરે છે; તેમનાથી અધિક તો શું, તેમના સરખું પણ કોઈ જ નથી અને તેમના સુધી કેવળ સત્પુરુષો જ પહોંચી શકે છે. આ બધું હોવા છતાં પણ તેઓ સ્વયં પિશાચો જેવું આચરણ કરે છે. (૨૬) આ મનુષ્ય-શરીર કૃતરાઓનું ભોજન છે; જે અવિવેકી મનુષ્યો આત્મા માનીને વસ, આભૂષણ, માળા, ચંદન વગેરેથી તેને સજાવતા-શોભાવતા રહે છે - તેવા અભાગિયાઓ જ આત્મારામ ભગવાન શંકરના આચરણની મજાક કરે છે. (૨૭) અમે તો શું, બ્રહ્મા વગેરે લોકપાલો પણ તેમણે બાંધેલી ધર્મની મર્યાદાનું પાલન કરે છે; તેઓ જ આ વિશ્વનું અધિષ્ઠાન છે તથા ૧. પ્રા. પા. - ચ 1 ૨. પ્રા. પા. - કામગૃષ્નવઃ 1 ૩. મરા. પા. - ત્મેતસે પ્રજા 1 ૪. મા. પા. - ઘથા માનિનિ બોધત્તિ મૂઠૂટ! ૫. પ્રા. પા. - તસ્ય! અ૦ ૧૪] ત્રીજો સ્કન્ધ 233 મૈત્રેય 6/૨? સૈવં સંવિદિતે ભર્તા મન્મથોન્મથિતેન્દ્રિયા | જગ્રાહ વાસો ચંબ્રહ્મર્ષેવૃષલીવ ગતત્રપા || ૨૯॥। સવિદિત્વાડથભાર્યાયાસ્તંનિર્બન્ધં વિકર્મણિ । નત્વા દિષ્ટાય રહસિ તયાથોપવિવેશ હ | ૩૦॥ અથોપસ્પૃશ્ય સલિલંપ્રાણાનાયમ્ય વાગ્યતઃ | ધ્યાયગ્જજાપ વિરજુ બ્રહ્મ જ્યોતિઃ સનાતનમ્‌ ॥ ૩૧॥। દિતિસ્તુ વ્રીડિતા તેન કર્માવઘેન ભારત | ઉપસદ્નમ્ય વિક્રર્ષિમધોમુખ્યભ્યભાષત | ૩૨ #દિતિસ્વચ મામેગર્ભમિમંબ્રહ્મન્‌ ભૂતાનામૃષભો વધીત્‌ | રુદ્રઃ પતિર્હિ ભૂતાનાં યસ્યાકરવમંહસમ્‌ । ૩૩॥ નમો રુદ્રાય મહતે દેવાયોગ્રાય મીઢુપે । શિવાય ન્યસ્તદણ્ડાય ધૃતદણ્ડાય મન્યવે ॥ ૩૪॥। સ નઃ પ્રસીદતાં ભામો ભગવાનુર્વનુગ્રહઃ । વ્યાધસ્યાપ્યનુકમ્પ્યાનાં સ્્રીણાં દેવઃ સતીપતિઃ || ૩૫॥ મૈત્રક ઉર સ્વસર્ગસ્યાશિષં લોક્યામાશાસાનાં પ્રવેપતીમ્‌ ! નિવૃત્તસન્ધ્યાનિયમો ભાર્યામાહ પ્રજાપતિઃ | ૩૬॥ કરજ 6૧/૨ અપ્રાયત્યાદાત્મનસ્તે દોષાન્મૌહૂર્તિકાદુત । મજ્નિદેશાતિચારેણ દેવાનાં ચાતિહેલનાત્ષ || ૩૭॥ ભવિષ્યતસ્તવાભદ્રાવભદ્રે જાઠરાધમો । લોકાન્સપાલાંસ્રીશ્ષ્ડિ મુહુરાક્રન્દયિષ્યતઃ ॥ ૩૮॥ પ્રાણિનાંહન્યમાનાનાં દીનાનામકૃતાગસામ્‌ ! સીણાં નિગૃહ્યમાણાનાં કોપિતેષુ મહાત્મસુ । ૩૯॥ આ માયા પણ તેમની જ આજ્ઞાનું અનુસરણ કરનારી છે. આવા હોવા છતાં પણ તેઓ પ્રેતોના જેવું આચરણ કરે. છે. અહો! તે જગદ્લ્યાપક પ્રભુની આ અદ્ભુત લીલા કશી સમજાતી નથી.’ (ર૮) મૈત્રેયજી કહે છે - પતિના આ પ્રમાળે સમજાવવા છતાં પણ કામાતુર દિતિએ વેશ્યાની જેમ નિર્લજ્જ થઈને બ્રહ્મર્ષિ કશ્યપજીનું વસ્્ર પકડી લીધું. (૨૯) ત્યારે કશ્યપજીએ તે નિંદિત કર્મ માટેનો પોતાની પત્નીનો ધણો આગ્રહ જોઈને દૈવને નમસ્કાર કર્યા અને એકાંતમાં તેની સાથે સમાગમ કર્યો. (૩૦) પછી જળમાં સ્નાન કરીને, રો સંયમ કરીને, વિશુદ્ધ જ્યોતિર્મય સનાતન બ્રહ્મનું ધ્યાન કરતા રહીને તેનો જપ કરવા લાગ્યા, (૩૧) હે વિદુરજી! દિતિને પણર તે નિંદિત કર્મને કારણે ભારે શરમ આવી અને તે બ્રહ્મર્ષિ પાસે જઈને, માથું નીચું નમાવીને આ પ્રમાણે કહેવા લાગી. (૩૨) દિતિ બોલી - હે બ્રહ્મન્‌! ભગવાન રુદ્ર ભૂતોના સ્વામી છે, મેં તેમનો અપરાધ કર્યા છે, પરંતુ તે ભૂતશ્રેષ્ઠ મારા આ ગર્ભને નષ્ટ ન કરે. (૩૩) ભક્તવાંછા-કલ્પતર્‌, ઉગ્ર અને રુદ્રૂપ મહાદેવને હું નમસ્કાર કરું છું. ઓ સત્પુરુષો માટે કલ્યાણકારી છે અને દંડ આપવાના ભાવથી રહિત છે, પરંતુ દુષ્ટો માટે (તો) કોધમૂર્તિ દંડપાજ્રિ છે. (3૪) અમ સ્રીઓ પર તો શિકારી પબ્ર દયા કરે છે, વળી તે સતીપતિ તો મારા બનેવી અને પરમકૃપાળુ છે. તેથી તેઓ મારા પર પ્રસન્‍ન થાઓ. (3૫) શ્રીમૈત્રેયજીએ કહ્યું - હે વિદ્રજી! પ્રજાપતિ કશ્યપે સાયંકાલીન સંધ્યા-વંદન વગેરે કર્મથી પરવાર્થા પછી જોયું કે થર-થર કાંપી રહેલી દિતિ, પોતાના સંતાનની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ માટે પ્રાર્થના કરી રહી છે. ત્યારે તેમણે તેને કહ્યું. (૩૬) કશ્યપજીએ કહ્યું - તારું ચિત્ત કામવાસનાથી મલિન હતું, તે સમથ પણ યોગ્ય ન હતો અને તેં મારી વાત પણ માની નહીં અને દેવતાઓની પણ અવગણના કરી. (૩૭) હે અમંગલમયી ચંડી! તારી કૃખે ઘણા જ અમંગલમય અને અધમ બે પુત્રો જન્મશે. તેઓ સમસ્ત લોકોને અને લોકપાલોને પોતાના અત્યાચારોથી વારંવાર રડાવશે. (૩૮) જ્યારે તેમના હાથે ઘણાંબધાં નિરપરાધ અને લાચાર પ્રાણીઓ માર્યા જવા લાગશે, સ્ત્રીઓ પર અત્યાચાર થવા લાગશે અને મહાત્માઓને ક્ષુબ્ધ કઃ રહેવામાં આવશે ત્યારે સમસ્ત લોકોનું રક્ષણ કરનારા ૧. પ્રાચીન પ્રતમાં “મૈત્રેય ઉવાચ’ એટલો ભાગ નથી. ૨. પ્રા. પ્રતમાં ‘દિતિરુ્વાચ’ એટલો ભાગ નર્થી. પા. - વિપ્ર્ષટ ૩. પ્રા. પા. - વિદિત્વા સ્વભાર્જાયા- ૪. પ્રાચીન પ. પ્રા. પા. - ચૈવ હેલન! 234 શ્રીમદભાગવત [અ૦ ૧૪ તદાવિશ્વેશ્વરઃક્ુદ્ધો ભગર્વાલ્લોકભાવનઃ૧ । હનિષ્યત્યવતીર્યાસૌ યથાદ્રીન્‌ શતપર્વધૃક્‌ ॥ ૪૦॥ £િતિરુનચ વધં ભગવતા સાક્ષાત્સુનાભોદારબાહુના ! આશાસેપુત્રયોર્મદ્રંમા કુદ્ધાદબ્રાહ્મણાદ્વિભોચ ॥ ૪૧॥। ન બ્રહ્મદણ્ડદગ્ધસ્ય ન ભૂતભયદસ્ય ચ । નારકાશ્ચાનુગૃહ્મન્તિ યાં યાં યોનિમસૌ ગતઃ ॥ ૪૨ || કર૧૫ ઉરાચ કૃતશોકાનુતાપેન સધ્યઃ પ્રત્યવમર્શનાત્‌ ભગવત્યુરુમાનાચ્ચ ભવે મય્યપિચાદરાત્‌ 1૪૩॥ પુત્રસ્યૈવ તુ” પુત્રાણાં ભવિતૈકઃ સતાં મતઃ | ગાસ્યન્તિ યદશઃશુદ્ધં ભગવધશસા સમમ્‌ 1 ૪૪॥ યોગૈર્હેમેવ દુર્વર્ણ ભાવયિષ્યન્તિ સાધવઃ | નિર્વેરાદિભિરાત્માનં યચ્છીલમનુવર્તિતુમ્‌ । ૪૫॥ યત્પ્રસાદાદિદં વિશ્વં પ્રસીદતિ યદાત્મકમ્‌ | સસ્વદંગ્ભગવાન્યસ્ય તોષ્યતેડનન્યયા દેશા । ૪૬॥ સ વૈ મહાભાગવતો મહાત્મા મહાનુભાવો મહતાં મહિષ્ઠઃ | પ્રવૃદ્ભક્ત્યા હ્યાનુભાવિતાશયે નિવેશ્ય વૈકુણ્ઠમિમં વિહાસ્યતિ | ૪૭! અલમ્પટઃ શીલધરો ગુણાકરો હૃષ્ટઃ પરદ્ધર્યા વ્યથિતો દુઃખિતેષુ ! અભૂતશત્રુર્જગતઃ શોકહર્તા નૈદાધિક તાપમિવોડુરાજઃ 1 ૪૮॥ અત્તર્બહિશ્વામલમબ્જનેત્રં સ્વપૂરુષેચ્છાનુગૃહીતરૂપમ્‌ 1 પૌત્રસ્તવ શ્રીલલનાલલામં દ્રષ્ટા સ્ફુરત્કુણ્ડલમણ્ડિતાનનમ્‌ ॥ ૪૯॥ શ્રીજગદીશ્વર કોપિત થઈને અવતાર લેશે અને જેમ ઇન્દ્ર પર્વતોનું દમન કરે છે તે જ રીતે તેમનો વધ કરશે. (૩૯-૪૦) દિતિએ કહ્યું - પ્રભુ! હું પણ એવું જ ઇચ્છું છું કે જો મારા પુત્રોનો વધ થાય તો તે સાક્ષાત્‌ ચક્રપાણિ ભગવાનના હાથે જ થાય, કોપિત બ્રાહ્મણોના શાપ વગેરેથી ન થાય. (૪૧) જે જીવ બ્રાહ્મણોના શાપથી દાઝેલો અથવા પ્રાણીઓને ભય આપનારો હોય છે તે કોઈ પબ્ર યોનિમાં જાય, તેના પર નારકીય જીવો પણ દયા કરતા નથી. (૪૨) કશ્યપજીએ કહ્યું - હે દેવી! તેં પોતાના કરેલા (કર્મ) પર શોક અને પશ્ચાત્તાપ પ્રગટ કર્યો છે, તને તરત જ ઉચિત-અનુચિતનો ખ્યાલ પણ આવી ગયો તથા ભગવાન વિષ્ણુ, શિવ અને મારા પ્રત્યે પણ તારો ઘણો આદર જલાઈ આવે છે; તેથી તારા એક પુત્રના ચાર પુત્રોમાંથી એક એવો થશે કે જેનું સત્પુરુષો પણ માન (આદર) કરશે અને જેના પવિત્ર ષશનું ગાન ભક્તજનો ભગવાનના ગુશ્ોની સાથે કરશે. (૪૩-૪૪) જે રીતે ખોટા સોનાને વારંવાર તપાવીને શુદ્ધ કરવામાં આવે છે તે જ રીતે સાધુજનો તેના સ્વભાવનું અનુસરણ કરવા માટે નિર્વરતા વગેરે ઉપાયોથી પોતાના અંતઃકરણને શુદ્ધ કરશે. (૪૫) જેમની કૃપાથી તેમના સ્વરૂપભૂત એવું આ જગત. આનંદિત થાય છે તે સ્વયંપ્રકાશ ભગવાન પણ તેની અનન્ય ભક્તિથી સંતુષ્ટ થઈ જશે. (૪૬) હે દિતિ! તે બાળક ઘણો મોટો ભગવદ્દભક્ત, ઉદારફદયી, પ્રભાવશાળી અને મહાપુરુપોનો પણ પૂજ્ય થશે તથા પ્રૌઢ ભક્તિભાવથી વિશુદ્ધ અને ભાવાન્વિત થયેલા અંતઃકરણમાં શ્રીભગવાનને સ્થાપિત કરીને દેહાભિમાન ત્યજી દેશે. (૪૭) તે વિષયોમાં અનાસક્ત, શીલવાન, ગુજ્ઞોનો ભંડાર તથા બીજાઓની સમૃદ્ધિમાં સુખ અને દુઃખમાં દુઃખ માનનારો ધશે. તેનો કોઈ શત્રુ હશે નહીં તથા ચંદ્રમા જેમ ગ્રીષ્મ શ્વતુનો તાપ હરી લે છે તેવી જ રીતે તે સંસારના શોકને હરનારો થશે. (૪૮) જેઓ આ સંસારની અંદર-બહાર બધી બાજુએ વિરાજમાન છે, જેઓ પોતાના ભક્તોની ઇચ્છા પ્રમાણે અવારનવાર મંગળ વિગ્રહ પ્રગટ કરે છે અને જેઓ લક્ષમીરૂપી લાવલ્યમૂર્તિ લલનાની પણ શોભા વધારનારા છે તથા જેમનું મુખમંડળ ઝગમગતાં કુંડળોથી સુશોભિત છે તે પરમ પવિત્ર કમલનયન શ્રીહરિનાં તારા (તે) પૌત્રને પ્રત્યક્ષ દર્શન થશે. (૪૯) ૧. પ્રા. પા. - ત્માથિતઃ ૨. પ્રા. પા. - બ્રાધણાતાભો | 3. પ્રા. પા. - ભવે વાખ્યિકાદરાત્‌। ૪. પ્રા. પા. - ચ ૫. પ્રા. પા. - શોકહન્તા ! અ૦ ૧૫] ત્રીજો સ્કન્ધ 235 મૈત્રેક ઉર શ્રુત્વા ભાગવત પૌત્રમમોદત’ દિતિર્ભશમ્‌ | પુત્રયોશ્ચ વધં કૃષ્ણાદ્વિદિત્વાડડસીન્મહામનાઃ || ૫૦ શ્રીમૈત્રયજી કહે છે - વિદુરજી! દિતિએ જયારે સાંભળ્યું કે મારો પૌત્ર ભગવાનનો ભક્ત થશે ત્યારે તેને ઘણો આનંદ થયો તથા એ જાણીને કે મારા પુત્રો સાક્ષાત્‌ શ્રીહરિના હાથે માર્યા જશે, તેને અધિક વિશેષ ઉત્સાહ થયો. (૫૦) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે દિતિકશ્યપસંવાદે ચતુર્દશોડધ્યાયઃ | ૧૪॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત દિતિકશ્યપસંવાદ-અંતર્ગત ચૌદમો અધ્યાય સમાપ્ત.