Śrīmad Bhāgavatam

1 શંભગવાનુવાય યોગસ્ય લક્ષણં વક્ષ્ષે સબીજસ્ય નૃપાત્મજે | મનો યેનૈવ વિધિના પ્રસન્ન યાતિ સત્પથમ્‌ !।૧।। સ્વધર્માચરણં શક્ત્યા વિધર્માચ્ચ નિવર્તનમ્‌ દૈવાલ્

ભક્તિનો મર્મ અને કાળનો મહિમા દેવહૃતિરુાચ, લક્ષણં મહદાદીનાં પ્રકૃતેઃ પુરુષસ્ય ચ | સ્વરૂપં લક્ષ્યતેડમીષાં યેન તત્પારમાર્થિકમ્‌ | ૧॥। યથા સાડખ્યેષુ કથિતં
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અઢ્ઠટાવીસમો અધ્યાય 1 શંભગવાનુવાય યોગસ્ય લક્ષણં વક્ષ્ષે સબીજસ્ય નૃપાત્મજે | મનો યેનૈવ વિધિના પ્રસન્ન યાતિ સત્પથમ્‌ !।૧।। સ્વધર્માચરણં શક્ત્યા વિધર્માચ્ચ નિવર્તનમ્‌ દૈવાલ્લબ્ધેન સન્તોષ આત્મવિચ્ચરણાર્ચનમ્‌ | ૨ | મોક્ષધર્મરતિસ્તથા । શશ્ચહિવિક્તક્ષેમસેવનમ્‌ || ૩।। ગ્રામ્યધર્મનિવૃત્તિશ્ મિતમેધ્યાદનં અહિંસા સત્યમસ્તેયં યાવદર્થપરિગ્રહઃ | બહ્મચર્ય તપઃ શૌચં સ્વાધ્યાયઃ પુરુષાર્ચનમ્‌ ।૪॥। મૌન સદાડડસનજયસ્થૈર્ય પ્રાણજયઃ શનૈઃ । પ્રત્યાહારશ્ચેન્દ્રિયાણાં વિષયાન્મનસા હૃદિ | ૫।। સ્વધિષ્ટ્યાનામેકદેશે મનસા પ્રાણધારણમ્‌ । વૈકુષ્ઠલીલાભિધ્યાનં સમાધાનં તથાડડત્મનઃ ॥। ૬॥ એતેરન્યૈશ્વ પથિભિર્મનો દુષ્ટમસત્યથમ્‌ | બુદ્વયા યુઞ્જીત શનકેર્જિતપ્રાણો હ્યતન્દ્રિતઃ ॥ ૭॥। શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય વિજિતાસન આસનમ્‌ | તસ્મિન્‌ સ્વસ્તિ” સમાસીન #જુકાયઃ સમભ્યસેત્‌ ॥ ૮॥ અષ્ટાંગયોગની વિધિ કપિલ ભગવાન કહે છે - મા! હવે હું તમને સ- બીજ (ધવેય-સ્વરૂપના આલંબનથી યુક્ત) યોગનું લક્ષણ બતાવું છું, કે જેના થકી ચિત્ત શુદ અને પ્રસન્‍ન થઈને પરમાત્માના માર્ગમાં પ્રવૃત્ત થઈ જાય છે. (૧) શક્તિ પ્રમાણે શાસવિદિત સ્વધર્મનું પાલન કરવું તથા શાસવિરૃદ આચરણોનો પરિત્યાગ કરવો, પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી રહે તેમાં સંતુષ્ટ રહેવું, આત્મ્ઞાનીઓનાં ચરણોની પુજા કરવી; (૨) વિષયવાસના વધારનારાં કર્મોથી દૂર રહેવું, સંસારના બંધનમાંથી મુક્તિ અપાવનારા ધર્મોમાં પ્રેમ રાખવો, પવિત્ર અને પરિમિત (મર્યાદિત) ભોજન કરવું, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું; (૩) મન, વાણી અને શરીરથી કોઈ જીવને સતાવવો નહીં, સત્ય બોલવું, ચોરી કરવી નહીં, આવશ્યકતા કરતાં વધુ વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું, તપસ્યા કરવી (ધર્મપાલનાર્થ કષ્ટ સહેવું), ભીતર-બહાર પવિત્ર રહેવું, શાસનું અધ્યયન કરવું, ભગવાનનું પૂજન કરવું;(૪) વાણીનો સંથમ જાળવવો, ઉત્તમ આસનોનો અભ્યાસ કરીને સ્થિરતાપૂર્વક બેસવું, ધીરે- ધીરે પ્રાણાયામ વડે શ્વાસને જીતવો, ઇન્દ્રિયોને મન વડે વિષયોમાંથી વાળીને પોતાના દયમાં લઈ જવી; (૫) મૂલાધાર વગેરે કેન્દ્રો પૈકીના કોઈ એકમાં મન સહિત પ્રાણોને સ્થિર કરવા, ભગવાનની લીલાઓનું નિરંતર ચિંતન કરવું અને ચિત્ત તેમાં પરોવવું; (૬) આ સર્વ થકી તથા વ્રત-દાન વગેરે અન્ય સાધનોથી પણ સાવધાનીપૂર્વક પ્રાણોને જીતીને, બુદ્ધિ વડે પોતાના કુમાર્ગગામી દુષ્ટ ચિત્તને ધીરે-ધીરે એકાગ્ર કરવું, પરમાત્માના ધ્યાનમાં જોડવું. (૭) પહેલાં આસનને જીતવું, પછી પ્રાણાયામના અભ્યાસ માટે પવિત્ર સ્થળમાં કુશ (દર્ભ), મૃગચર્મ વગેરેથી યુક્ત આસન પાથરવું; તેના પર શરીરને સૌધું (ટકર) અને સ્થિર ૧. મ્રા. પા. - વિષજ્જતે કથમ્‌ ! ૨. પ્રાચીન પ્રતમાં કાપિલેયોપાપ્યાને’ એટલો ભાગ નથી. ૩. પ્રા. પા. - સ્વસ્તિકમાસી: 1 296 શ્રીમદભાગવત [અ૦૨૮ પ્રાણસ્ય શોધયેન્માર્ગ પૂરકુમ્ભકરેચકૈઃ । પ્રતિકૂલેન વા ચિત્તં યથા સ્થિરમચઝ્ચલમ્‌ 1 ૯।। મનોડચિરાત્સ્યાદ્વિરજં જિતશ્ચાસસ્ય યોગિનઃ । વાય્વગ્નિભ્યાં યથા લોહ ધ્માતં ત્યજતિવૈ મલમ્‌ ॥ ૧૦॥ પ્રાણાયામૈદહેદોષાન્ધારણાભિશ્ચ કિલ્બિષાન્‌! । પ્રત્યાહારેણ સંસર્ગાન્ધ્યાનેનાનીશ્ચરાન્‌ગુણાન્‌ ॥ ૧૧॥ યદા મનઃ સ્વં વિરજં યોગેન સુસમાહિતમ્‌ | કાષ્ઠાં ભગવતો ધ્યાયેત્સ્વનાસાગ્રાવલોકનઃ || ૧૨।। પ્રસન્નવદનામ્ભોજં પદ્મગર્ભારણેક્ષણમ્‌ | નીલોત્પલદલશ્યામ શહ્રચક્રગદાધરમ્‌ 1 ૧૩॥ લસત્પકજકિગ્જલ્કપીતકૌશેયવાસસમ્‌ | શ્રીવત્સવક્ષસં ભ્રાજત્કૌસ્તુભામુક્તકન્ધરમ્‌ । ૧૪।। મત્તદ્િરેફકલયા પરીતં વનમાલયા | પરાર્ધ્યહારવલયકિરીટાકાદનૂપુરમ્‌ ॥૧૫॥ કાગ્યીગુણોલ્લસચ્છોણિં હદયામ્ભોજવિષ્ટરમ્‌ । દર્શનીયતમં શાન્ત મનોનયનવર્ધનમ્‌ ।૧૬॥। અપીચ્યદર્શનેં શશ્ચત્સર્વલોકનમસ્કૃતમ્‌ । સન્તં વયસિ કૈશોરે ભૃત્યાનુગ્રહકાતરમ્‌ચ ॥૧૭॥। કીર્તન્યતીર્થથશસં પુણ્યશ્લોકયશસ્કરમ્‌ | ધ્યાયેદ્દેવં સમગ્રાર્ડ્ડ યાવન્ન ચ્યવતે મનઃ ||૧૮॥। સ્થિત વ્રજન્તમાસીનં શયાનં વા ગુહાશયમ્‌ ! પ્રેક્ષણીયેહિતં ધ્યાયેચ્છુદ્રભાવેન ચેતસા ૧૯ તસ્મિંલ્લબ્ધપદં ચિત્ત સર્વાવયવસંસ્થિતમ્‌ | વિલક્ષ્વૈકત્ર સંયુજ્યાદગ્ને ભગવતો મુનિઃ | ર૦॥ રાખીને સુખપૂર્વક બેસીને અભ્યાસ કરવો. (૮) આરંભમાં પૂરક, કુંભક અને રેચક એ ક્રમથી અથવા તેથી ઊલટું રેચક, કુંભક અને પૂરક એ કમથી પ્રાણના માર્ગનું શોધન કરવું - કે જેથી ચિત્ત સ્થિર અને નિશ્ચલ થઈ જાય. (૯) જેમ પવન અને અગ્નિથી તપાવેલું સોનું પોતાનો મેલ છોડી દે છે તેવી જ રીતે જે યોગી પ્રાણવાયુને જીતી લે છે. તેનું મન ઘણું જલદી શુદ્ધ થઈ જાય છે. (૧૦) તેથી, યોગી માટે એ ઉચિત છે કે તે પ્રાણાયામથી વાત-પિત્ત વગેરેથી નીપજતા દોષોને, ધારણાથી પાપોને, પ્રત્યાહારથી વિષયો સાથેના સંબંધને અને ધ્યાનથી ભગવદ્‌-વિમુખ કરનારા રાગ- દ્વેષ વગેરે દુર્ગુણ્ોને દૂર કરે. (૧૧) યોગનો અભ્યાસ કરતાં- કરતાં જ્યારે ચિત્ત નિર્મળ અને એકાગ્ર થઈ જાય ત્યારે નાકના અગ્ર ભાગ પર દષ્ટિ જમાવીને ભગવાનની મૂર્તિનું આ પ્રમાણે. ધ્યાન ધરવું. (૧૨) ભગવાનનું મુખકમળ આનંદથી પ્રફુલ્લિત છે, નેત્રો કમળકોશ જેવાં રતુમડાં છે, શરીર નીલકમળ-દળ જેવું શ્યામ છે, હાથોમાં શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલાં છે. (૧૩) કમળ-કેસર જેવું રેશમી પીતાંબર લહેરાઈ રહ્યું છે, વક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન છે અને ગળામાં કૌસ્તુભમણિ ઝળહળી રહ્યો છે. (૧૪) વનમાળા ચરણો સુધી લટકી રહી છે, જેની ચારે બાજુ ભમરાઓ સુગંધથી મત્ત થઈને ગુંજારવ કરી રહ્યા છે; અંગ-પ્રત્યંગમાં કીમતી હાર, કંકણ, મુગટ, બાજુબંધ, નૃપુર વગેરે આભૃષલો વિરાજમાન છે. (૧૫) કમરમાં કટિમેખલાની ધુધરીઓ તેની શોભા વધારી રહી છે; ભક્તોનાં હદયકમળ જ તેમનું આસન છે; તેમનું દર્શનીય શ્યામ-સુંદર સ્વરૂપ અત્યંત શાંત અને મન તથા આંખોને આનંદિત કરનારું છે. (૧૬) તેમની અત્યંત સુંદર કિશોર વય છે, તેઓ ભક્તો પર કૃપા કરવા આતુર થઈ રહ્યા છે. ઘણું મનોહર દર્શન છે. ભગવાન હમેશાં સમસ્ત લોકો વડે વંદિત છે. (૧૭) તેમનો પવિત્ર યશ પરમ કીર્તનીય છે અને તેઓ રાજા બલિ વગેરે પરમ યશસ્વીઓના પણ થશને વધારનારા છે. આ પ્રમાણે શ્રીનારાયણ્રદેવનું સમસ્ત અંગો સમેત ત્યાં સુધી ધ્યાન ધરવું કે જ્યાં સુધી ચિત્ત ત્યાંથી ખસે નહીં. (૧૮) ભગવાનની લીલાઓ થણ્રી દર્શનીય છે; તેથી પોતાની રુચિ અનુસાર ઊભા રહેલા, ચાલતા, બેઠેલા, સૂતેલા અથવા અંતર્યામીરૂપે રહેલા તેમના સ્વરૂપનું વિશુદ્ધ ભાવભર્ા ચિત્તથી ચિંતન કરવું. (૧૯) આ પ્રમાણે યોગી જ્યારે એ સારી રીતે જોઈ લે કે ભગવાનના વિગ્રહમાં ચિત્ત સ્થિત થઈ ગયું છે ત્યારે તેશે તેમનાં સમસ્ત અંગોમાં સંલગ્ન થયેલા (પોતાના) ચિત્તને વિશેષપણે એક- એક અંગમાં પરોવવું. (૨૦) ૧. પ્રા. પા. - તીિ્મિષમ્‌ ૨. પ્રા. પા. - ભૂત્યા-! અ૦ ૨૮] ત્રીજો સ્કન્ધ 297 સગ્ચિન્તયેદ્રગવતશ્ચરણારવિન્દં ભગવાનનાં ચરણકમળોનું ધ્યાન ધરવું જોઈએ. તેઓ વજાકુશધ્વજસરોરુહલાગ્છનાઢચમ્‌ ! વજ, અંકુશ, ધજા અને કમળનાં માંગલ્યપૂર્ણ ચિહ્મોથી યુક્ત ઉત્ુત્રક્તવિલસન્ખચકવાલ- છે તથા તેઓ પોતાના ઊપસેલા લાલ-લાલ શોભાપૂર્ણ જ્યોત્સ્નાભિરાહતમહદ્ધૃદયાન્ધકારમ્‌ || ૨૧।। યચ્છીચનિઃસૃતસરિત્પમ્રવરોદકેન તી્થેન મૂર્ધ્યધિકૃતેન શિવઃ શિવોડભૂત્‌ । ધ્યાતુર્મનઃશમલશૈલનિસૃષ્ટવજ ધ્યાયેચ્ચિરં ભગવતશ્ચરણારવિન્દમ્‌ । ર૨ ॥ જાનુદ્રયં’ જલજલોચનયા જનન્યા લક્ષ્મ્માડખિલસ્ય સુરવન્દિતયા વિધાતુઃ । ઊર્વોર્નિધાય કરપલ્લવરોચિષા યત્‌ સંલાલિતં હૃદિ વિભોરભવસ્ય કુર્યાત્‌ । ૨૩॥ ઊરૂ સુપર્ણભુજયોરધિશોભમાના- વોજોનિધી અતસિકાકુસુમાવભાસૌ । વ્યાલમ્બિપીતવરવાસસિ વર્તમાન- કાગ્ચીકલાપપરિરમ્ભિ નિતમ્બબિમ્બમ્‌ | ર૪॥। નાભિહ્રદી ભુવનકોશગુહોદરસ્થં યત્રાત્મયોનિધિષણાખિલલોકપવ્મમ્‌ ! રહરિન્મણિવૃષસ્તનયોરમુષ્ય ધ્યાયેદ્‌ દ્રયં વિશદહારમયૂખગૌરમ્‌ ॥ રપ॥। વ્યૂહ વક્ષોડધિવાસમૃષભસ્ય મહાવિભૂતેઃ પુંસાં મનોનયનનિર્વૃતિમાદધાનમ્‌ | કણ્ઠં ચ કૌસ્તુભમણેરધિભૂષણાર્થ કુર્યાન્મનસ્યખિલલોકનમસ્કૃતસ્ય |।ર૬॥ બાહૂંશ્ષ મન્દરગિરેઃ પરિવર્તનેન નિર્ણિક્તબાહુવલયાનધિલોકપાલાન્‌ ! સગ્ચિન્તયેદશશતારમસહ્યતેજઃ શષ ચ તત્કરસરોરુહરાજહંસમ્‌ ॥ ર૭॥ નખચંદ્રમંડળની ચંદ્રિકાથી, ધ્યાન ધરનારાઓના કૃદયના અજ્ઞાનરૂપી ઘોર અંધકારને દૂર કરી દે છે. (૨૧) તેમના ચરણોનું પ્રક્ષાલન કરવાથી નદીશ્રેષ્ઠ શ્રીગંગાજી પ્રગટ થયાં હતાં, કે જેમના પવિત્ર જળને મસ્તક પર ધારણ કરવાને કારણે સર્વમંગળ-રૂપ શ્રીમહાદેવજી વધુ મંગળમય થઈ ગયા. તેઓ પોતાનું ધ્યાન ધરનારાઓના પાપરૂપી પર્વતો પર છોડાયેલા ઇન્દ્રના વજ જેવા છે. ભગવાનનાં આ ચરલ્ર- કમળોનું દીર્ધ કાળ સુધી ચિંતન કરવું. (૨૨) ભવ-ભયને હરનારા અજન્મા શ્રીહરિની બંને પિંડીઓનું અને ગોઠણોનું ધ્યાન ધરવું, કે જેમને વિશ્વવિધાતા બ્રહ્માજીના માતા, દેવો વડે વંદિત, કમલ જેવી આંખોવાળાં લક્ષ્મીજી પોતાની જાંઘો પર મૂકીને પોતાના કાન્તિમાન કર-કિસલયોની કાન્તિ વડે લાડ લડાવતાં રહે છે. (૨ ૩) ભગવાનની જાંયોનું ધ્યાન કરવું, કે જે અળસીના ફૃલ જેવી નીલવર્ણી અને બળનો ભંડાર છે તથા ગરુડજીની પીઠ પર શોભાયમાન છે.ભગવાનના નિતંબ-બિંબનું ધ્યાન કરવું, કે જે પાની સુધી લટકતા પીતાંબરથી ઢંકાયેલું છે અને તે પીતાંબર ઉપર પહેરેલી સુવર્ણમથી કટિમેખલાની ઘૂધરીઓને આલિંગી રહ્યું છે. (૨૪) સમસ્ત લોકોના આશ્રયસ્થાન શ્રીભગવાનના ઉદરભાગમાં રહેલા નાભિ-સરોવરનું ધ્યાન કરવું; એમાંથી જ બ્રહ્માજીના આધાર-ભૂત એવું સર્વલોકમથ કમળ પ્રગટ થયેલું છે. પછી પ્રભુના શ્રેષ્ઠ મરક્તમણિ-તુલ્ય બંને સ્તનોનું ચિંતન કરવું, કે જેઓ વક્ષઃસ્થળ પર રહેલા શુભ્ર હારોનાં કિરણોથી ધવલવર્ણી દેખાઈ રહ્યા છે. (૨૫) ત્યારપછી પુરષોત્તમ ભગવાનના વક્ષઃસ્થળનું ધ્યાન કરવું, કે જે મહાલકમીનું નિવાસસ્થાન છે અને લોકોનાં મન અને આંખોને આનંદ આપનારું છે. પછી સમસ્ત લોકોના વંદનીય ભગવાનના કંઠનું મનમાં ચિંતન કરવું, કે જે જાણે કૌસ્તુભમલિને પલ્ર સુશોભિત કરવા માટે જ તેને ધારણ કરે છે. (૨૬) સમસ્ત લોકપાલોની આશ્રયભૃત એવી ભગવાનની ચારેય ભુજાઓનું ધ્યાન ધરવું, કે જે (ભુજાઓ)માં ધારણ કરેલાં કંકણ વગેરે આભૂપલ્રો સમુદ્રમંથન-વેળાએ મંદરાચલના ધસાવાથી અધિક ઉજ્જ્વળ થઈ ગયેલાં છે. આ જ પ્રમાણે, જેના તેજને સહન કરી શકાતું નથી તે હજાર ધારોવાળા સુદર્શન-ચક્રનું તથા તેમના કરકમળમાં રાજહંસની જેમ વિરાજમાન શંખનું ચિંતન ધરવું. (૨૭) ૧. પ્રાચીન પ્રતમાં “જાનુહથ…’થી માંડીને “…ફર્થાત્‌’ સુધીનો પૂરો એક શ્લોક મૂળમાં નથી, ટિપ્પલીમાં લખાયેલો છે. ૨. પ્રા. પા. - વ્મણિદશસ્તન | 3. પ્રાચીન પ્રતમાં ચિદ્માંક ઝથી શ્લોક ર૯માંના ચિહ્નાંક ૧ સુધીનો વચ્ચેનો ભાગ મૂળમાં ખંડિત છે, ટિપ્પણમાં લખેલો છે. [અ૦ ૨૮ 298 શ્રીમદભાગવત કૌમોદકીં ભગવતો દથિતાં સ્મરેત દિગ્ધામરાતિભટશોણિતકર્દમેન । માલાં મધુવ્રતવરૂથગિરોપઘુષ્ટાં ચૈત્યસ્ય તત્ત્તમમલં મણિમસ્ય કણ્ઠે ! ર૮ ભૃત્યાનુકમ્પિતધિયેહપ ગૃહીતમૂર્તઃ સગ્થિન્તયેદ્રગવતો વદનારવિન્દમ્‌ | યદ્વિસ્ફુરન્મકરકુણ્ડલવલ્ગિતેન વિદ્યોતિતામલકપોલમુદારનાસમ્‌ યચ્છીનિકેતમલિભિઃ પરિસેવ્યમાનં ભૂત્યા સ્વયા કુટિલકુન્તલવૃન્દજુષ્ટમ્‌ । મીનદ્રયાશ્રયમધિક્ષિપદબ્જનેત્ર ધ્યાયેન્મનોમયમતન્દ્રિત ઉલ્લસદભ્રુ |! ૩૦॥ ॥ર૯॥ તસ્યાવલોકમધિકું કૃપયાતિઘોર- તાપત્રયોપશમનાય નિસૃષ્ટમક્ષ્ણોઃ 1 સ્નિગ્ધસ્મિતાનુગુણિતં વિપુલપ્રસાદ ધ્યાયેચ્ચિરંવિતતભાવનયા ગુહાયામ્‌ ॥ ૩૧।। હરેરવનતાખિલલોકતીવ્ર- શોકાશ્રુસાગરવિશોષણમત્યુદારમ્‌ |! સમ્મોહનાય રચિતં નિજમાયયાડસ્ય ભ્રૂમણ્ડલં મુનિકૃતે મકરધ્વજસ્ય 1 ૩૨॥ હાસં ધ્યાનાયનં પ્રહસિતં ચબહુલાધરોષ્ઠ- ભાસારણાયિતતનુદ્ધિજકુન્દપડક્તિ । ધ્યાયેત્સ્વદેહકુહરેડવસિતસ્ય વિષ્ણો- ર્ભક્ત્યાડડર્દ્રયાર્પિતમના ન પૃથગ્દિદક્ષેત્‌ | ૩૩॥ એવં હરૌ ભગવતિ પ્રતિલબ્ધભાવો ભક્ત્યાદ્રવદ્ધૃદય ઉત્પુલકઃ પ્રમોદાત્‌ | ઔત્કણ્ઠ્યબાષ્પકલયા મુહુરર્ધમાન- સ્વચ્ચાપિ ચિત્તબડિશ શનકેર્વિયુડ્ક્તે । ૩૪॥ પછી પ્રતિપક્ષી વીરોના રુધિરથી ખરડાયેલી પ્રભુની પ્રિય કૌમોદકી ગદાનું, ભમરાઓના નાદથી ગુંજાયમાન વનમાળાનું અને તેમના કંઠમાં શોભતા સમસ્ત જીવોના નિર્મળ-તત્તરૂપી કૌસ્તુભમણિનું ધ્યાન ધરવું.” (૨૮) ભક્તો પર કૃપા કરવા માટે જ અહીં (આ સંસારમાં) સાકાર રૂપ ધારણ કરનારા શ્રીહરિના મુખકમળનું ધ્યાન પરવું, કે જે સુધડ નાસિકા વડે સુશોભિત છે અને ઝગમગતાં મકરાકૃત કુંડળોના હાલવાથી અતિશય પ્રકાશમાન થતા સ્વચ્છ કપોલો (ગાલો)ને કારણે ઘણું જ મનોહર જણાઈ આવે છે. (૨૯) કાળી-કાળી વાંકડિયાળી કેશાવલીથી શણગાર પામેલું ભગવાનનું મુખમંડળ પોતાની છબિ વડે, ભમરાઓથી શેવાયેલા કમળકોશનો પણ તિરસ્કાર કરી રહ્યું છે અને તેમાંનાં કમળ-સદૃશ વિશાળ અને ચંચળ નેત્રો તે કમળકોશ પર, ઊછળતા માછલીઓના યુગ્મની શોભાને પરાસ્ત કરી રહ્યાં છે. ઉન્નત ભ્રૂલતાઓથી સુશોભિત ભગવાનના આવા મનોહર મુખારવિંદની મનમાં ધારણા કરીને, આળસરહિત થઈને તેનું જ ધ્યાન ધરવું. (૩૦) ક હૃદયગુહામાં દીર્થકાળ સુધી ભક્તિભાવપૂર્વક ભગવાનનાં નેત્રોના ક્ટાક્ષનું ધ્યાન ધરવું જોઈએ, કે જે કૃપાપૂર્વક અને પ્રેમભર્યા સ્મિતથી ક્ષણે-લણે વધુ ને વધુ વૃદ્ધે પામતો રહે છે, વિપુલ પ્રસાદની વૃષ્ટિ કરતો રહે છે અને ભક્તોના અત્યંત ધોર તાપોનું શમન કરવા માટે જ પ્રગટ થયેલો છે. (૩૧) શ્રીહરિનું. હાસ્ય શરજ્રાગતોના તીદ્રમાં તીવ્ર શોકના અશ્રુસાગરને સુકવી દે છે અને અત્યંત ઉદાર છે. મુનિઓના કલ્યાણ સારુ કામદેવને મોહિત કરવા માટે જ શ્રીહરિએ પોતાની માયા વડે પોતાનું. બ્રૂ-મંડલ બનાવ્યું છે - તેનું ધ્યાન ધરવું. (૩૨) અત્યંત પ્રેમાર્દભાવથી, પોતાના હૃદયમાં વિરાજમાન શ્રીહરિના ખડખડતા હાસ્યનું ધ્યાન ધરવું, કે જે ખરેખર ધ્યાનને જ યોગ્ય છે તથા જેમાં ઉપલા અને નીચલા - બંને અધરોની અત્યંત અરુણ કાન્તિને કારશે તેમના કુંદકળીઓ જેવા સફેદ નાના- નાના દાંતો પરની લાલિમા જેવું પ્રતીત થતું રહે છે. આ પ્રમાણે. ધ્યાનમાં તન્મય થઈને, તેમના સિવાય અન્ય કોઈ પણ પદાર્થને જોવાની ઇચ્છા કરવી નહીં. (૩૩) [આ પ્રમાશે ધ્યાનના અભ્યાસથી સાધકનો શ્રીહરિમાં ડ્રમ થઈ જાય છે, તેનું કદય ભક્તિથી દ્રવિત થઈ જાય છે, શરીરમાં આનંદના અતિરેકને કારણે રોમાંચ થવા લાગે છે, ઉતંઠાજનિત પ્રેમાશ્રુઓની ધારામાં તે વારંવાર પોતાના શરીરને નવડાવે છે અને પછી માછલી પકડવાના કાંટાની ૧.પ્રાચીન પ્રતમાં શ્લોક ૨૭માંના ચિહનાંક ૩થી અહી સુધોનો વચ્ચેનો ભાગ મૂળમાં ખંડિત છે, ટિપ્પલોમાં લખેલો છે. ૨. પ્રા. પા. -બહલા૦ !

  • “આત્માનમસ્થ જગતો નિર્લેપમગુ્રામલમ્‌ ! બિભર્તિ કોસ્તુભમજિં સ્વરૂપં ભગવાન્‌ હરિઃ !’
  • અર્થાત્‌, આ જગતના નિર્લેપ, નિર્ગુલ, નિર્મળ તથા સ્વરૂપભૂત આત્માને કૌસ્તુભમણિના રૂપમાં ભગવાન ધારબ્ર કરે છે, અ૦ ર૮] ત્રીજો સ્કન્ધ 299 મુક્તાશ્રયં યર્હિ નિર્વિષયં વિરક્ત નિર્વાણમૃચ્છતિ મનઃ સહસા યથાડર્ચિઃ । આત્માનમત્ર પુરુષોડવ્યવધાનમેક- મન્વીક્ષતે પ્રતિનિવૃત્તગુણપ્રવાહઃ || ૩૫॥ સોડપ્યેતયા ચરમયા મનસો નિવૃત્ત્યા તસ્મિન્મહિમ્ન્વવસિતઃ સુખદુઃખબાહ્યે ! હેતુત્વમપ્યસતિ કર્તરિ દુઃખયોર્યત્‌ સ્વાત્મન્‌વિધત્ત ઉપલબ્ધપરાત્મકાષ્ઠઃ || ૩૬ દેહં ચ તં ન ચરમઃ સ્થિતમુત્થિતં વા સિદ્ધોવિપશ્યતિયતોડધ્યગમત્સ્વરૂપમ્‌ | દૈવાદુપેતમથ દૈવવશાદપેતં૨ વાસો યથા પરિકૃતં મદિરામદાન્ધઃ || ૩૭॥ દેહોડપિ દૈવવશગઃ ખલુ કર્મ યાવત્‌ સ્વારમ્ભકં પ્રતિસમીક્ષત એવ સાસુઃ | તં સપ્રપઞ્ચમધિરૂઢસમાધિયોગઃ સ્વાપ્નં પુનર્ન ભજતે પ્રતિબુદ્ધવસ્તુઃ ॥ ૩૮॥ યથાપુત્રાચ્ચ વિત્તાચ્ચ પૃથડમર્ત્યઃ પ્રતીયતે । અપ્યાત્મત્વેનાભિમતાદેહાદેઃ પુરુષસ્તથા ।। ૩૯॥। યથોલ્મુકાદ્વિસ્ફુલિદ્ઞાહૂમાદ્ધાપિ સ્વસમ્ભવાત્‌ | અપ્યાત્મત્વેનાભિમતાધથાગ્નિઃ પૃથગુલ્મુકાત્‌ ॥ ૪૦॥ ભૂતેન્દ્રિયાન્તઃકરણાત્પ્રધાનાજ્જીવસઝ્શિતાત્‌ । આત્મા તથા પૃથગ્દ્રષ્ટા ભગવાન બ્રહ્મસગ્શિતઃ ।। ૪૧।। સર્વભૂતેષુ ચાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ! ઈક્ષેતાનન્યભાવેન ભૂતેષ્વિવ તદાત્મતામ્‌ | ૪૨ જેમ તે શ્રીહરિને પોતાની તરફ ખેંચવાના સાધન તરીકે પોતાના ચિત્તને પલ ધીરે ધીરે ધ્યેય વસ્તુમાંથી વાળી લે છે. (૩૪) જેમ તેલ વગેરેના દીવાની જ્યોત પોતાના કારણરૂપી તેજના તત્ત્વમાં લીન થઈ જાય છે તેવી જ રીતે આશ્રય, વિષય અને રાગથી રહિત થઈને મન શાંત - બ્રહ્માકાર થઈ જાય છે. આવી અવશ્થા પ્રાપ્ત થતાં જીવ ગુબ્રપ્રવાહરૂપી દેહ વગેરે ઉપાધિઓમાંથી નિવૃત્ત થઈ જવાને કારલે ધ્યાતા, ધ્યેય વગેરે વિભાગોથી રહિત અખંડ પરમાત્માને જ સર્વત્ર અનુગત જુએ છે. (૩૫) યોગના અભ્યાસથી પ્રાપ્ત થયેલી ચિત્તની આ અવિદારહિત લયરૂપી નિવૃત્તિને લીધે પોતાના સુખદુઃખરહિત બ્રહ્મરૂપી મહિમામાં સ્થિત થઈને પરમાત્મ-તત્ત્વનો સાક્ષાત્કાર કરી લેવાથી તે યોગી સુખદુઃખના જે ભોક્તાપબ્રાને પહેલાં અજ્ઞાનને લીધે પોતાના સ્વરૂપમાં જોતો હતો તેને તે હવે અવિદ્યાકૃત અહંકારમાં જ જુએ છે. (૩૬) જેમ મદિરાના નશાથી ચકચૂર મનુષ્યને પોતાની કમર પર લષેટેલા વસ્રના નું કે પડી જવાનું કશું પલ્ર ભાન રહેતું નથી તેવી જ રીતે ચરમ-અવસ્થાને પ્રાપ્ત કરનારા સિદ્ધ પુરુષને પણ પોતાના શરીરના બેસવા-ઊઠવામાં અથવા દૈવવશાત્‌ ક્યાંક જવામાં કે પાછા વળવામાં કશું પણ જ્ઞાન રહેતું નથી, કારણ કે તે પોતાના પરમાનંદમય સ્વરૂપમાં સ્થિત હોય છે. (3૭) તેનું શરીર તો પૂર્વજન્મના સંસ્કારોને આધીન છે; તેથી જ્યાં સુધી તેનું પ્રારબ્ધ શેષ હોય છે ત્યાં સુધી તે ઇન્દ્રિયો સહિત જીવતો રંતુ જેને સમાધિ સુધીની યોગની અવસ્થા પ્રાપ્ત થઈ ગયેલી છે અને જેશે પરમાત્માના તત્ત્વને પણ સમ્યક્પણે જાણી લીધું છે તે સિદ્ધ પુરુષ પુત્ર-પત્ની સહિત આ શરીરનો, સ્વપ્નમાં પ્રતીત થતાં શરીરોની જેમ કરી સ્વીકાર કરતો નથી
  • પછી તેમાં અહંતા-મમતા કરતો નથી. (૩૮) જેરીતે અત્યંત સ્નેહને કારણે પુત્ર અને ધન વગેરેમાં પણ સાધારણ જીવોની આત્મબુદ્ધિ રહે છે, પલ કરવાથી જ તે બધાં તે જીવોથી સ્પષ્ટપણે અલગ દેખાઈ આવે છે, તેવી જ રીતે જેમને આ (મનુષ્ય) પોતાનો આત્મા માની બેઠો છે તે દેહ વગેરેથી પણ તેમનો સાકી પુરુષ અલગ જ છે. (૩૯) જેમ બળતા લાકડાથી, તબ્રખાથી, સ્વયં અગ્નિથી જ પ્રગટ થયેલા ધૂમાડાથી તથા અગ્નિરૂપ માનવામાં આવતા તે બળતા લાકડાથી પણ અગ્નિ ખરેખર તો અલગ જ છે, તેવી જ રીતે ભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરબ્રથી તેમનો સાક્ષી આત્મા અલગ છે તથા જીવ કહેવાતા તે આત્માથી પલ બ્રહ્મ અલગ છે અને પ્રકૃતિથી તેના સંચાલક પુરુષોત્તમ અલગ છે. (૪૦-૪૧) જેમ દેહદૃષ્ટિથી જરાયુજ, અજ, સ્વેદજ અને ઉદદભિજ્જ - ચારે પ્રકારનાં પ્રાણીઓ પંચભૂત-માત્ર છે તેવી જ રીતે સમસ્ત રહે ૧. પ્રા. પા. - તુ | ર. પ્રાચીન પ્રતમાં “કે વવશા૦’થી માંડીને ૩૯મા લોકના *. નાભિમતાટ’ સુષાના ભાગ મૂળમાં નથો, ટિખલોમાં છે 300 શ્રીમદભાગવત [અ૦ ૨૯ સ્વયોનિષુ યથા જ્યોતિરેકં નાના પ્રતીયતે । યોનીનાં ગુણવૈષમ્યાત્તથાડડત્માપ્રકૃતૌ સ્થિતઃ ॥ ૪૩॥ તસ્માદિમાં સ્વાં પ્રકૃતિ દૈવી સદસદાત્મિકામ્‌ | દુર્વિભાવ્યાં પરાભાવ્ય સ્વરૂપેણાવતિષ્ઠતે | ૪૪॥ જીવોમાં આત્માને અને આત્મામાં સમસ્ત જીવોને અનન્યભાવથી અનુગત જોવા. (૪૨) જેમ એક જ અગ્નિ ભિન્ન-ભિન્ન આશ્રયોમાં તેમની વિભિન્નતાને કારણે ભિન્ન-ભિન્ન આકારનો દેખાય છે તેવી જ રીતે દેવ-મનુષ્ય વગેરેનાં શરીરોમાં રહેનારો એક જ આત્મા પોતાના આશ્રયોના ગુ્ર-ભેદને કારણે ભિન્ન- ભિન્ન પ્રકારનો ભાસે છે. (૪૩) તેથી ભગવાનનો ભક્ત જીવના સ્વરૂપને સંતાડી દેનારી, કાર્યકારણરૂપે પરિણ્ઞામ પામેલીભગવાનની આ અચિંત્ય શક્તિમતી માયાનો ભગવાનની કૃપાથી જ જીતીને પોતાના વાસ્તવિક સ્વરૂપમાં-બ્રહ્મરૂપમાં સ્થિત થઈ જાય છે. (૪૪) -્ક્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાશે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે કાપિલેવે પ સાધનાનુષ્ઠાનં નામાષ્ટાવિંશોડધ્યાયઃ || ર૮॥ ત્રીજા સ્કંધ-અંતગંત કાપિલેય(ઉપાખ્યાન)માંનો સાધનાનુષ્ઠાન નામનો અટ્ટાવીસમો અધ્યાય સમાપ્ત.