Śrīmad Bhāgavatam

ભક્તિનો મર્મ અને કાળનો મહિમા દેવહૃતિરુાચ, લક્ષણં મહદાદીનાં પ્રકૃતેઃ પુરુષસ્ય ચ | સ્વરૂપં લક્ષ્યતેડમીષાં યેન તત્પારમાર્થિકમ્‌ | ૧॥। યથા સાડખ્યેષુ કથિતં

મનુષ્યોની અધોગતિનું વર્ણન શ્રીકપિલ ભગવાન કહે છે - હે મા! જેમ વાયુ વડે ઉડાવવામાં આવતો વાદળ-સમુદાય તે વાયુના બળને જાણતો નથી તેવી જ રીતે આ જીવ પણ ભગવાન ક
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ત; ઓગણત્રીસમો અધ્યાય ભક્તિનો મર્મ અને કાળનો મહિમા દેવહૃતિરુાચ, લક્ષણં મહદાદીનાં પ્રકૃતેઃ પુરુષસ્ય ચ | સ્વરૂપં લક્ષ્યતેડમીષાં યેન તત્પારમાર્થિકમ્‌ | ૧॥। યથા સાડખ્યેષુ કથિતં યન્મૂલં તત્પ્રચક્ષતે | ભક્તિયોગસ્થ મે માર્ગ બ્રૂહિ વિસ્તરશઃ૨ે પ્રભો ॥ ૨ વિરાગો યેન પુરુષો ભગવન્‌ સર્વતો ભવેત્‌ | આચક્ષ્વ જીવલોકસ્ય વિવિધા મમ સંસૃતીઃ ।। ૩।। કાલસ્યેશ્વરરૂપસ્ય પરેષાં ચ પરસ્ય તે। સ્વરૂપં બત કુર્વન્તિ યદ્ધેતોઃ કુશલં જનાઃ ॥૪॥ લોકસ્ય મિથ્યાભિમતેરચક્ષુષ- શ્રિરં પ્રસુ્તસ્ય તમસ્યનાશ્રયે | શ્રાન્તસ્ય કર્મસ્વનુવિદ્રયા ધિયા ત્વમાવિરાસીઃ કિલ યોગભાસ્કરઃ 1૫॥ મૈકેય ઉવાચ ઇતિ માતુર્વચઃ શ્લક્ષ્ણં પ્રતિનન્ધ મહામુનિઃ | આબભાષે કુરુશ્રેષ્ઠ પ્રીતસ્તાં કરુણાર્દિતઃ | ૬॥ કાંભગવાનુવાચ ભક્તિયોગો બહુવિધો માર્ગર્ભામિનિ ભાવ્યતે | સ્વભાવગુણમાર્ગેણ પુંસાં ભાવો વિભિદ્યતે 1 ૭॥ દેવહૂતિએ પૂછ્યું - હે પ્રભુ! પ્રકૃતિ, પુરૃષ અને મહત્તત્ત્ વગેરેનાં જે લક્ષણો સાંખ્યશાસ્તમાં કહેવામાં આવ્યાં છે તથા જેમના થકી તેમનાં વાસ્તવિક સ્વરૂપો અલગ-અલગ જાણવામાં આવે છે અને ભક્તિયોગને જ જેનું પ્રયોજન કહેવામાં આવ્યું છે તે તમે મને બતાવ્યાં. હવે, કૃપા કરીને મને ભક્તિયોગનો માર્ગ વિસ્તારપૂર્વક બતાવો. (૧-૨) આ સિવાય, જીવોની જન્મ-મરશરૂપી અનેક પ્રકારની ગતિઓનું પણ વર્ણન કરો; જેમને સાંભળવાથી જીવને બધા પ્રકારની વસ્તુઓમાંથી વૈરાગ્ય થાય છે. (૩) જેના ભયથી મનુષ્યો શુભ કર્મોમાં મવૃત્ત થાય છે અને જે બ્રહ્મા વગેરેનું શાસન કરનાર છે તે સર્વસમર્થ કાળના સ્વરૂપ વિશે પણ તમે મને કહો. (૪) શ્ાનદષ્ટિ લુપ્ત થઈ જવાને કારણે શરીર વગેરે મિથ્યા વસ્તુઓમાં જેમને આત્માભિમાન થઈ ગયું છે તથા બુદ્ધિ કર્મમાં આસક્ત રહેવાને. કારણે અત્યંત પરિશ્રમી થઈને જેઓ દીર્ધકાળથી અપાર અંધકારમય સંસારમાં સૂતેલા પડ્યા છે તેમને જગાડવા માટે તમે યોગ-પ્રકાશક સૂર્ય જ પ્રગટ થયા છો. (૫) શ્રીમૈત્રેયજી કહે છે - હે કરુશરેષ્ઠ વિદુરજી! માતાનાં આ મનોહર વચનો સાંભળીને મહામુનિ કપિલજીએ તેમની પ્રશંસા કરી અને જીવો પ્રત્મે દયાથી દ્રવીભૂત થઈને ઘણી પ્રસન્નતા સાથે તેમને આ પ્રમાણે કહ્યું. (૬) શ્રીભગવાન કપિલે કહ્યું - મા! સાધકોના ભાવ અનુસાર ભક્તિયોગનો અનેક પ્રકારે પ્રકાશ થાય છે, કારણ કે સ્વભાવ અને ગુલરોના ભેદને લીધે મનુષ્યોના ભાવમાં પણ ૧ પ્રાચીન મતમાં ‘કાપિલેવે સાધનાનૃષ્કાન નામ’ એટલો ભાગ નથી. ૨. પ્રા. પા. - ન્સતઃ ! અ૦ ૨૯] ત્રીજો સ્કન્ધ 301 અભિસન્ધાય યો હિંસાં દમ્ભં માત્સર્યમેવ વા । સંરમ્ભી ભિન્નદંગ્ભાવં મયિ કુર્યાત્સ તામસઃ || ૮।। વિષયાનભિસન્ધાય યશ એશ્ચર્યમેવ વા | અર્ચાદાવર્ચયેદ્યો માં પૃથગ્ભાવઃ સ રાજસઃ || ૯॥ કર્મનિર્હારમુદિશ્ય પરસ્મિન્‌ વા તદર્ષણમ્‌ | યજેઘ્ષ્ટવ્યમિતિ વા પૃથગ્ભાવઃસ સાત્તિકઃ | ૧૦॥। મદદગુણશ્રુતિમાત્રેણ મયિ સર્વગુહાશયે૨ । મનોગતિરવિચ્છિન્ા યથા ગદ્ામ્ભસોડમ્બુધો ।। ૧૧।। લક્ષણં ભક્તિયોગસ્ય નિર્ગુણસ્ય હ્યુદાહતમ્‌ । અહૈતુક્યવ્યવહિતા યા ભક્તિઃ પુરુષોત્તમે !। ૧૨।। સાલોક્યસાર્ષ્ટિસામીપ્યસારૂપ્ધૈકત્વમપ્યુત । દીયમાનં ન ગૃહ્મન્તિ વિના મત્સેવનં જનાઃ । ૧૩॥। સએવભક્તિયોગાખ્ય આત્યન્તિક ઉદાહતઃ । યેનાતિવ્રજય ત્રિગુણં મદ્ધાવાયોપપદ્યતે | ૧૪॥। નિષેવિતેનાનિમિત્તેન સ્વધર્મેણ મહીયસા | ક્રિયાયોગેન શસ્તેન નાતિર્હિસ્ેણ નિત્યશઃ || ૧૫॥। મદ્ધિષ્ણ્યદર્શનસ્પર્શપૂજાસ્તુત્યભિવન્દનૈઃ । ભૂતેષુ મદ્ધાવનયા સત્ત્વેનાસદ્રમેન ચ ૧૬॥। મહતાં બહુમાનેન દીનાનામનુકમ્પયા | મૈત્ર્યા ચૈવાત્મતુલ્યેષુ યમેન નિયમેન ચ ॥૧૭॥ આધ્યાત્મિકાનુશ્રવણાન્નામસફીર્તનાચ્ચ મે ! આર્જવેનાર્યસત્રેન નિરહડક્રિયયા તથા 1૧૮॥ મદ્ર્મણો ગુધૈરેતૈઃ પરિસંશુદ્ર આશયઃ | પુરુષસ્યાગ્જસાહભ્યેતિ શ્રુતમાત્રગુણં હિ મામ્‌ || ૧૯॥ યથા વાતરથો ધ્રાણમાવૃડક્તે* ગન્ધ આશયાત્‌ ! એવં યોગરતં ચેત આત્માનમવિકારિ યત્‌ | ર૦॥ વિભિન્નતા આવી જાય છે. (૭) જે ભેદદર્શ ક્રોધી મનુષ્ય કરદયમાં હિંસા, દંભ અથવા મત્સરતાનો ભાવ રાખીને મને પ્રેમ કરે છે તે મારો તામસી ભક્ત છે. (૮) જે મનુષ્ય વિષય. યશ અને એશ્ચર્ય મેળવવાની કામનાથી પ્રતિમા વગેરેમાં મારું ભેદભાવથી (સ્વામી-સેવક ભાવથી) પૂજન કરે છે તે મારો રાજસી ભક્ત છે.(૯) જે મનુષ્ય પાપોનો ક્ષય કરવા માટે, પરમાત્માને અર્ષણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી, મારું ભેદભાવથી પૂજન કરે છે તે મારો સાત્વિક ભક્ત છે. (૧૦) જેમ ગંગાનો પ્રવાહ અખંડરૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે તેવી જ રીતે મારા ગુક્રોના શ્રવણ- માત્રથી મનની ગતિનું તૈલધારાવત્‌ અવિચ્છિન્નરૂપે મુજ સર્વાન્તર્યામી તરફ થઈ જવું તથા મુજ પુરપોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો - આ નિર્ગુશ્ન ભક્તિયોગનું લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે, (૧૧-૧૨) આવા નિષ્કામ ભક્તો, તેમને આપવા છતાં પણ, મારી સેવા છોડીને સાલોક્ય’, સાર્ષિચિ, સામીપ્ય”, સારૂપ્યર્જ અને સાયુજયપ મોક્ષ સુધ્ધાં લેતા નથી. (૧૩) ભગવત્‌-સેવા માટે મોક્ષ (મુક્તિ)નો તિરસ્કાર કરનારા આ ભક્તિયોગને જ પરમ પુરુષાર્થ અથવા સાધ્ય કહેવામાં આવ્યો છે. એના થકી મનુષ્ય ત્રજ્ને ગુલ્રોને પાર કરીને મારા ભાવને - મારા પ્રેમરૂપ અપ્રાકૃત સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. (૧૪) નિષ્કામભાવથી પોતાનાં નિત્ય-નૈમિત્તિક કર્તવ્યોનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીને હરહંમેશ હિંસારહિત ઉત્તમ ક્રિયાયોગનું અનુષ્ઠાન કરવાથી; મારી મૂર્તિનું દર્શન, સ્પર્શ, પુજન, સ્તુતિ અને વંદના કરવાથી; પ્રાણીઓમાં મારી ભાવના કરવાથી; ધ્ય અને વૈરાગ્યનું અવલંબન, મહાપુરુષોનો આદર, દીનજનો પર દયા અને સમાન સ્થિતિવાળાઓ પ્રત્યે મિત્રતાનો વ્યવહાર કરવાથી; યમ-નિયમોનું પાલન, અધ્યાત્મશાસોનું શ્રવણ અને મારં નામોનું ઊંચા સ્વરે કીર્તન કરવાથી તથા મનની સરળતા, સત્પુરૃુપોનો સંગ અને અહંકારનો ત્યાગ વગેરેથી મારા ધર્માનું (અર્થાત્‌ ભાગવત- ધર્મોનું) અનુષ્ઠાન કરનારા ભક્તજનનું ચિત્ત અત્યંત શુદ્ધ થઈને મારા ગુબ્રોના શ્રવલ-માત્રથી અનાયાસ જ મારામાં જોડાઈ જાય છે. (૧૫-૧૯) જેવી રીતે વાયુ વડે ઊડીને જનારી ગંધ પોતાના આશ્રયભૂત પુષ્યમાંથી (નીકળીને) દ્રાણેન્દ્રિય સુધી પહોંચી જાય છે તેવી જ રીતે ભક્તિયોગમાં તત્પર અને રાગ-દ્રેષ વિકારોથી રહિત ચિત્ત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. (ર૦) ૧. પ્રા. પા. - ચ! ર. મરા. પા. - «ગુર ૧. ભગવાનના નિત્યધામમાં નિવાસ. ૨. મે | 3. પ્રા. નના જેવા એશ્રર્ભોગ. પા. - ત્માભુરક્તે ! ભગવાનની નિત્ય-સમૌપતા. ૪. ભગવાનના જેવું રૂપ. પ. ભગવાનના વિગ્રહમાં સમાતિત થવું, સંલગ્ન થઈ જવું, તેમની સાથે એક થઈ જવું અથવા બ્રહ્મરૂપ પ્રાપ્ત કરી લેવું. 302 શ્રીમદભાગવત [અવ ર૯ અહં સર્વેષુ ભૂતેષુ ભૂતાત્માડવસ્થિતઃ સદા ! તમવજ્ઞાય માં મર્ત્યઃ કુરુતેડર્ચાવિડમ્બનમ્‌ || ૨૧।। યો માં સર્વેષુ ભૂતેષુ સન્તમાત્માનમીશ્વરમ્‌ ! હિત્વાર્ચા ભજતે મૌઢયાદ્ધસ્મન્યેવજુહોતિ સઃ ॥ ર ૨॥। દ્વિષતઃ પરકાયે માં માનિનો ભિન્નદર્શિનઃ | ભૂતેષુ બદ્ધવૈરસ્ય ન મનઃ શાન્તિમૃચ્છતિ । ૨૩॥ અહમુચ્ચાવચૈ્રવ્યૈઃ ક્રિયયોત્પન્નયાડનઘે’ ! નૈવતુષ્વેડર્ચિતોડર્ચાયાં ભૂતગ્રામાવમાનિનઃ || ર૪॥ અર્ચાદાવર્ચયેત્તાવદીશ્વરં માં સ્વકર્મકૃત્‌ | યાવજ્ઞ વેદ સ્વહૃદિ સર્વભૂતેષ્વવસ્થિતમ્‌ચ ॥ ૨૫॥ આત્મનશ્ચ પરસ્યાપિ યઃ કરોત્યન્તરોદરમ્‌ | તસ્ય ભિન્નદશો મૃત્યુર્વિદધે ભયમુલ્બણમ્‌ ॥ ૨૬॥ અથ માં સર્વભૂતેષુ ભૂતાત્માનં કૃતાલયમ્‌ ! અર્હયેદાનમાનાભ્યાં મૈતર્યાડભિન્નેન ચક્ષુષા । ૨૭॥ જીવાઃશ્રેષ્ઠા હ્યજીવાનાં તતઃ પ્રાણભૃતઃ શુભે ! તતઃ સચિત્તાઃ પ્રવરાસ્તત્રેન્દ્રિયવૃત્તયઃ ॥ ૨૮॥ તત્રાપિ સ્પર્શવેદિભ્યઃ પ્રવરા રસવેદિનઃ | તેભ્યો ગન્ધવિદઃશ્રેષ્ઠાસ્તતઃ શબ્દવિદો વરાઃ || ૨૯ રૂપભેદવિદસ્તત્રર તતશ્ચોભયતોદતઃ | તેષાં બહુપદાઃશ્રેષ્ઠાશ્ચતુષ્પાદસ્તતોર* દ્વિપાત્‌ ॥ ૩૦॥ તતો વર્ણાશ્ચ ચત્વારસ્તેષાં બ્રાહ્મણ ઉત્તઃ બ્રાહ્મણેષ્વપિ વેદશ્ઞો હ્યર્થજ્ઞોડભ્યધિકસ્તતઃ । ૩૧।। હું આત્મા-રૂપે બધા જ જીવોમાં સદૈવ સ્થિત છું; તેથી જે મનુષ્યો મુજ સર્વભૂત-સ્થિત પરમાત્માનો અનાદર કરીને કેવળ મૂર્તિમાં જ મારું પૂજન કરે છે તેનું તે પૂજન સ્વાંગમાત્ર

  • આડંબર માત્ર છે. (૨૧) હું સૌનો આત્મા - પરમેશ્વર બધાં જ ભૂતોમાં સ્થિત છું; આવી સ્થિતિમાં જે મનુષ્ય મોહને લીધે મારી ઉપેક્ષા કરીને કેવળ મૂર્તિના પૂજનમાં જ રચ પઓ રહે છે તે તો જાણે ભસ્મમાં જ હવન કરે છે. (ર ર) જે ભેદદર્શી અને અભિમાની મનુષ્ય બીજા જીવોની સાથે વેર બાંધે છે અને એ રીતે તે જીવોના શરીરમાં વિદમાન મુજ આત્મા સાથે જુ દ્વેષ કરે છે તેના મનને ક્યારેય શાંતિ મળી શકતી નથી. (૨૩) હે મા! જે મનુષ્ય બીજા જીવોનું અપમાન કરે છે તે ઘણીબધી નાની-મોટી બધી સામગ્રીઓ વડે અનેક પ્રકારનાં વિષિ-વિધાન સાથે મારી મૂર્તિનું પૂજન કરે છે તોપણ હું. તેનાથી પ્રસન્ન થતો નથી. (૨૪) મનુષ્યે પોતાના ધર્મનું. અનુષ્ઠાન કરતા રહીને ત્યાં સુધી મુજ ઈશ્વરની મૂર્તિ વગેરેનું પુજન કરતા રહેવું જોઈએ, કે જયાં સુધી તેને પોતાના હૃદયમાં તેમ જ સમસ્ત પ્રાણીઓમાં સ્થિત પરમાત્માનો અનુભવ ન થઈ જાય. (રપ) જે મનુષ્ય આત્મા અને પરમાત્મા વચ્ચે થોડુંક પણ અંતર કરે છે તે ભેદદર્શી માટે હું મૃત્યુરૂપે મહાન ભય ઊભો કરું છું. (૨૬) તેથી, સમસ્ત પ્રાણીઓની ભીતર ઘર બનાવીને તે પ્રાણીઓના જ રૂપમાં સ્થિત મુજ પરમાત્માનું યથાયોગ્ય દાન, આદર, મિત્રતાના વ્યવહાર વડે તથા સમદષિ દ્વારા પૂજન કરવું જોઈએ. (૨૭) હે મા! પથ્થર વગેરે અચેતન પદાર્થો કરતાં વૃક્ષ વગેરે જીવો શ્રેષ્ઠ છે, તેમના કરતાં શ્વાસ લેનારાં પ્રાણી શ્રેષ્ઠ છે, તેમનામાં પણ મનવાળાં પ્રાણી ઉત્તમ છે અને તેમના કરતાં ઇન્દ્રિય-વૃત્તિઓથી યુક્ત પ્રાણીઓ શ્રેષ્ઠ છે. સેન્દ્રિય (ઇન્દ્રિયવાળાં) પ્રાક્રીઓમાં પણ કેવળ સ્પર્શનો અનુભવ કરનારાં પ્રાણીઓ કરતાં રસનું ગ્રહણ કરી શકનારાં મત્સ્ય વગેરે ઉત્કૃષ્ટ છે તથા રસવેત્તા એવાં તે પ્રાણીઓ કરતાં ગંધનો અનુભવ કરનારાં (ભ્રમર વગેરે) અને ગંધને ગ્રહ કરનારાંઓ કરતાં પણ શબ્દને ગ્રહણ કરનારાં (સર્પ વગેરે) પ્રાણીઓ શ્રેષ્ઠ છે. (૨૮-૨૯) તેમના કરતાં પણ રૂપનો અનુભવ કરનારાં (કાગડો વગેરે) ઉત્તમ છે અને તેમના કરતાં જેમને ઉપર-નીચે બંને તરફ દાંત છે તેવા જીવો શ્રેષ્ઠ છે. તેમનામાં પણ પગ વિનાનાં કરતાં થણાંબધાં ચરણોવાળાં શ્રેષ્ઠ છે તથા ઘણાં ચરણોવાળાં કરતાં ચાર ચરણવાળાં પ્રાણ્રીઓ અને ચાર ચરણવાળાં કરતાં પણ બે ચરણવાળા મનુષ્યો શ્રેષ્ઠ છે. (૩૦) મનુષ્યોમાં પણ ચાર વર્ણ શેષઠ છે; ૧. પ્રા. પા. - ક્રિયોત્પત્ેશ માનિનિ 1 ૨. પ્રા. પા. - ત્ભૂતેષ્વપિ સ્થિતિમ્‌ 1 ૩. પ્રા. પા. - વવિદસ્તેભ્વસ્તતશ્રોભયવેદિનઃ ! ૪. પ્રા. પા. - વપાદાસ્તતો | અ૦ ૨૯] ત્રીજો સ્કન્ધ. 303 અર્થજ્ઞાત્સંશયચ્છેત્તા તતઃશ્રેયાન્‌ સ્વકર્મકૃત્‌ । મુક્તસજ્ઞસ્તતો ભૂયાનદોગ્ધા ધર્મમાત્મનઃ ॥ ૩૨॥। તસ્માન્મય્યર્પિતાશેષક્રિયાર્થાત્મા નિરન્તરઃ મય્યર્પિતાત્મનઃ પુંસો મથિ સંન્યસ્તકર્મણઃ ન પશ્યામિ પરં ભૂતમકર્તુઃ સમદર્શનાત્‌ 1 ૩૩।। મનસૈતાનિ ભૂતાનિ પ્રણમેદ્‌ બહુ માનયન્‌ | ઈશ્વરો જીવકલયા પ્રવિષ્ટો ભગવાનિતિ | ૩૪॥ ભક્તિયોગશ્ચ યોગશ્ચ મયા માનવ્યુદીરિતઃ । યયોરેકતરેણૈવ પુરુષઃ પુરુષં વ્રજેત્‌ ॥ ૩૫॥ એતદ્ધગવતો રૂપં બ્રહ્મણઃ પરમાત્મનઃ | પરં પ્રધાનં પુરુષં દૈવં કર્મવિચેષ્ટિતમ્‌ 1 ૩૬॥ રૂપભેદાસ્પદં દિવ્યં કાલ ઇત્યભિધીયતે | ભૂતાનાં મહદાદીનાં યતો ભિન્નદશાં ભયમ્‌ || ૩૭।। યોડન્તઃ પ્રવિશ્ય ભૂતાનિ ભૂતૈરત્ત્યખિલાશ્રયઃ1 । સવિષ્ક્વાખ્યોડધિયજ્ઞોડસૌ કાલઃ કલયતાં પ્રભુઃ ॥ ૩૮॥ નચાસ્ય કશ્ચિદથિતો ન દ્વેષ્યો ન ચ બાન્ધવઃ । આવિશત્યપ્રમત્તોડસૌ પ્રમત્તં જનમન્તકૃત્‌ ॥ ૩૯॥। યદ્ધયાદ્ાતિ વાતોડયં સૂર્યસ્તપતિ યદ્ધયાત્‌ ! યદ્ધયાદ્ર્ષતે દેવો ભગણો ભાતિ યદ્ધયાત્‌ 1 ૪૦॥ યદ્નસ્પતયો ભીતા લતાશ્ચૌષધિભિઃ સહ ! સ્વેસ્વેકાલેડભિગૃહ્મન્તિપુષ્પાણિ ચફ્લાનિચ ॥૪૧॥ સવન્તિ સરિતો ભીતા નોત્સર્પત્યુદધિર્યતઃ । અગ્નિરિન્ધે સગિરિભિર્ભર્ન મજ્જતિ યદ્ધયાત્‌ | ૪૨॥ નભો દદાતિ શ્વસતાં પદં૨ યજ્તિયમાદદઃ ! લોકં સ્વદેહં તનુતે મહાન્‌ સપ્તભિરાવૃતમ્‌ 1 ૪૩॥। તેમનામાં પણ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. બ્રાહ્મણોમાં વેદને જાણનારા ઉત્તમ છે અને વેદવેત્તાઓમાં પણ વેદનું તાત્પર્ય જાણનારા શ્રેષ્ઠ છે. (૩૧) તાત્પર્ય જાણનારાઓ કરતાં સંશય-નિવાર’ કરનારા અને તેમના કરતાં પલ વર્જાશ્રમોચિત પોતાના ધર્મનું પાલન કરનારા તથા તેમના કરતાં પણ આસક્તિ-ત્યાગપૂર્વક અને નિષ્કામભાવે સ્વધર્મનું આચરણ કરનારાઓ શ્રેષ્ઠ છે. (૩૨) તેમના કરતાં પબ્ર જે મનુષ્યો પોતાનાં સમસ્ત કર્મા, તેનાં ફળ તથા પોતાના શરીરને મને જ અર્પણ કરીને ભેદભાવ છોડીને મારી ઉપાસના કરે છે તેઓ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે મને જ ચિત્ત અને કર્મો સમર્પિત કરનારા અકર્તા અને સમદર્શી મનુષ્ય કરતાં શ્રેષ્ઠ અન્ય કોઈ પ્રાણી મને દેખાતું નથી. (૩૩) તેથી એમ માનીને કે જીવરૂપી પોતાના અંશથી સાક્ષાત્‌ ભગવાન જ સૌમાં અનુગત છે, આ સમસ્ત પ્રાણીઓને ખૂબ આદર સાથે મનથી પ્રણામ કરવા. (૩૪) મા! આ પ્રમાણે મેં તમારે માટે ભક્તિયોગ અને અષ્ટંગયોગનું વર્ણન કર્યું. તેમનામાંથી એકનું પણ સાધન કરવાથી જીવ પરમપુરુપ ભગવાનને પ્રાપ્ત કરી લે છે, (3૫) ભગવાન પરમાત્મા પરબ્રહ્મનું અદ્દભુત પ્રભાવસંપન્ન તથા જાગતિક (લૌકિક) પદાર્થોના વૈચિત્રયનું હેતુભૂત સ્વરૂપવિશેષ જ કાળના નામે વિખ્યાત છે. પ્રકૃતિ અને પુરુષ તેનાં જ રૂપ છે અને તેમનાથી તે અલગ પણ છે. અનેક પ્રકારનાં કર્માનું મૂળ અદષ્ટ પણ એ જ છે તથા એનાથી જ મહત્ત્વ વગેરેનાં અભિમાની ભેદદર્શી પ્રાણીઓને હંમેશાં ભય રહ્યા કરે છે. (૩૬-૩૭) જે સૌનો આશ્રય હોવાને કારણે સમસ્ત પ્રાણીઓમાં અનુમ્રવિષ્ટ થઈને ભૂતો દ્વારા જ તેમનો સંહાર કરે છે. તે જગતનું શાસન કરનારા બ્રહ્મા વગેરેના પણ પ્રભુ ભગવાન કાળ જ યજ્ઞોનું ફળ આપનારા વિષ્ણુ છે. (૩૮) તેમનો કોઈ મિત્ર નથી, તેમનો કોઈ શત્રુ નથી અને તેમનું કોઈ સગું-સંબંધી પલ્ર નથી. તેઓ હંમેશાં સજાગ રહે છે અને પોતાના સ્વરૂપભૂત શ્રીભગવાનને ભૂલી જઈને ભોગરૂપી પ્રમાદમાં પડેલાં પ્રાણીઓ પર આક્રમણ કરીને તેમનો સંહાર કરે છે. (૩૯) તેમના જ ભયથી વાયુ વહે છે, તેમના જ ભયથી સુર્ય તપે છે, તેમના જ ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે અને તેમના જ ભયથી તારા પ્રકાશે છે. (૪૦) તેમનાથી જ ભયભીત થઈને ઔષધિઓ સહિત લતાઓ અને તમામ વનસ્પતિઓ સમવે સમયે કબ-ફૂલ ધારણ કરે છે. (૪૧) તેમના જ ડરથી નદીઓ વહે છે અને સમુદ્ર પોતાની મર્યાદા ઓબંગતો નથી. તેમના જ ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે અને પર્વતો સહિત પૃથ્વી જળમાં ફબતી નથી. (૪૨) તેમના જ શાસનથી આ આકાશ જીવતાં પ્રા્રીઓના શ્વાસોચક્વાસ માટે અવકાશ આપે છે અને , ૧. પ્રા. પા. - વરપ્યન! ૨. પ્રા. પા. - માર્ગ થન્નિયમાચ્ય વઃ! 304 શ્રીમદભાગવત [અ૦ ૩૦ ગુણાભિમાનિનો દેવાઃ સર્ગાદિષ્વસ્ય યદ્ધયાત્‌ ! વર્તન્તેડનુયુગં યેષાં વશ એતચ્ચરાચરમ્‌ 1 ૪૪॥ સોડનન્તોડન્તકરઃ કાલોડનાદિરાદિકૃદવ્યયઃ । જનં જનેન જનયન્મારયન્મૃત્યુનાન્તકમ્‌ । ૪૫॥ મહત્ત્વ અહંકારરૂપી શરીરનો સાત આવરણોવાળા બ્રહ્માંડરૂપે વિસ્તાર કરે છે. (૪૩) આ કાળના ભયથી જ સત્ત્વ વગેરે ગુભ્રોના નિયામક વિષ્ણુ વગેરે દેવતાઓ, કે જેમના આધીન આ સઘળું ચરાચર (જડચેતનરૂપ) જગત છે તેઓ પોતાનાં સૃષ્ટિરચના વગેરે કાર્યોમાં યુગક્રમાનુસાર તત્પર રહે છે. (૪૪) આ અવિનાશી કાળ સ્વયં અનાદિ છે છતાં બીજાઓના આદિ- કર્તા (ઉત્પાદક) છે તથા સ્વયં અનંત છે છતાં પણ બીજાઓનો અંત કરનાર છે. આ (કાળ) પિતાથી પુત્રની ઉત્પત્તિ કરાવતા રહીને સઘળા જગતની રચના કરે છે અને પોતાની સંહારશક્તિ મૃત્યુ વડે યમરાજને પણ મરાવીને તેનો અંત કરી દે છે. (૪૫) -્-્શ્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે કાપિલેયોપાખ્યાને’ એકોનત્રિંશોડધ્યાયઃ ॥ ૨૯॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત “કાપિલેયોપાખ્યાન’માંનો ઓગણત્રીસમો અધ્યાય સમાપ્ત.