નવમો અધ્યાય બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ ત્રહ્ોશાચ, જ્ઞાતોડસિ મેડધ સુચિરાન્નનુ દેહભાજાં ન જ્ઞાયતે ભગવતો ગતિરિત્યવધમ્ | નાન્યત્ત્વદસ્તિ ભગવન્નપિ તન્ન’ શુદ્ધ માયાગુણવ્યતિકરાધદુરુવિભાસિ રૂપં યદેતદવબોધરસોદયેન શશ્ચજ્ઞિવૃત્તતમસઃ સદનુગ્રહાય | ગૃહીતમવતારશતૈકબીજં યન્નાભિપદ્રભવનાદહમાવિરાસમ્ ॥૨॥। નાતઃ પરં પરમ યદ્ધવતઃ સ્વરૂપ- માનન્દમાત્રમવિકલ્પમવિદ્વવર્ચઃ । પશ્યામિ વિશ્વસૂજમેકમવિશ્વમાત્મન્ ભૂતેન્દ્રિયાત્મકમદસ્ત ૨ ઉપાશ્રિતોડસ્મિ ॥ ૩॥ તદ્રા ઇદં ભુવનમદ્ઞાલ મજ્નલાય ધ્યાને સ્મ નો દર્શિતં ત ઉપાસકાનામ્ | તસ્મૈ નમો ભગવતેડનુવિધેમ તુભ્યં યોડનાદંતો નરકભાગ્મિરસત્પ્રસગૈઃ ॥૪॥ યે તુ ત્વદીયચરણામ્બુજકોશગન્ધં જિઘ્રન્તિ કર્ણવિવરૈઃ શ્રુતિવાતનીતમ્ । ભક્ત્યા ગૃહીતચરણઃ પરયા ચ તેષાં નાપૈષિ નાથ હૃદયામ્બુરુહાત્સ્વપુંસામ્ ॥ ૫॥ તાવદ્ધયં દ્રવિણગેહસુહજ્ઞિમિત્તં* શોકઃસ્પૃહા પરિભવો વિપુલશ્ચ લોભઃ । તાવન્મમેત્યસદવગ્રહ આર્તિમૂલ યાવન્ન તેડડદ્રિમભયં પ્રવૃણીત લોકઃ । ૬ દૈવેન તે હતધિયો ભવતઃ પ્રસદ્નાત્ સર્વાશુભોપશમનાહ્ધિમુખેન્દ્રિયાર્ યે । કામસુખલેશલવાય દીના લોભાભિભૂતમનસોડકુશલાનિશશ્ચત્ | ૭॥ ક્ષુછુટત્રિધાતુભિરિમાં મુહુરર્ધમાનાઃ શીતોષ્ણવાતવર્ષેરિતરેતરાચ્ચ 1 ॥૧॥। આદી કુર્વન્તિ બ્રહ્માજીએ કહ્યું - હે પ્રભુ! સુદીર્ઘ કાળ વીત્યા પછી આજે હું આપને જાણી શક્યો છું. અહો! કેવું દુર્ભાગ્ય છે કે શરીરધારી જીવ આપના સ્વરૂપને જાણી શકતા નથી. હે ભગવન્! આપના સિવાય અન્ય કોઈ વસ્તુ છે જ નહીં. જે કંઈ પ્રતીત થાય છે તે પણ સ્વરૂપથી સત્ય નથી; કારણ કે માથાના ગુબ્રોથી કુબ્ધ થવાને કારણે કેવળ આપ જ અનેકરૂપોમાં પ્રતીત થઈ રહ્યા છો. (૧) હે દેવ! આપની ચિત્-શક્તિ પ્રકાશિત રહેવાને કારણે અજ્ઞાન આપનાથી સદૈવ દૂર રહે છે. આપનું આ રૂપ, કે જેના નાભિકમળમાંથી હું પ્રગટ થયો છું - તે સેંકડો અવતારોનું મૂળ કારણ છે. તેને આપે સત્યુરુષો પર કૃપા કરવા માટે જ પહેલવહેલું પ્રગટ કર્યું છે. (૨) હે પરમાત્મા! આપનું કેવળ આનંદસ્વરૂપ, ભેદરહિત અને અખંડ તેજોમય (નિરાકાર) જે સ્વરૂપ છે તેને હું આનાથી ભિન્ન સમજતો નથી. આપ વિશ્વની રચના કરનારા હોવા છતાં પણ વિશ્વથી અતીત (પર) છો. ભૂત અને ઇન્દ્રિયોનું અધિષ્ઠાન પણ આપ જ છો, એવા આપને જ્ઞાનદષટિથી હું જોઉં છું અને આપના આ રૂપની શરણમાં છું. (૩) હે વિશ્વકલ્યાણમય! આપનું ધ્યાન ધરી રહેલા અમારા જેવા ઉપાસકોના મંગળ માટે આપે આ રૂપ દેખાડ્યું છે. આપના આ રૂપને વિષયાસક્ત પામર મનુષ્યો પામી શકતા નથી. (૪) હે નાથ! જે લોકો વેદરૂપી વાયુથી લવાયેલી આપનાં ચરણરૂપી કમળ-કોશની સુવાસને પોતાના કર્મછિદ્રોથી ગ્રહણ કરે છે તેવા પોતાના ભક્તોના હૃદય-કમળમાં આપ આવીને વસી જાઓ છો. પછી ત્યાંથી જઈ શકતા નથી. ભ્રમરની જેમ ત્યાં અટકી જાઓ છો. કેમકે પરાભક્તિની દોરીથી ભક્તોએ પણ આપના પાદપધ્રને બાંધી રાખ્યા છે. (૫) મનુષ્ય જ્યાં સુધી આપનાં અભયપ્રદ ચરણકમળોનો આશ્રય લેતો નથી ત્યાં સુધી જ તેને ધન, ઘર અને બાંધવોને કારણે મળનાર ભય, શોક, લાલસા, દીનતા, અતિલોભ વગેરે સતાવે છે અને ત્યાં સુધી જ તેનો “હું-માર્ં’નો દુરાગ્રહ રહે છે, કે જે દુઃખનું એકમાત્ર કારણ છે. (૬) જેઓ બધા પ્રકારનાં અમંગળોનો નાશ કરનારા આપના શ્રવણ-કીર્તન વગેરે ભક્તિ-પ્રસંગોથી દૂર રહે છે અને જેમની ઇન્દ્રિયો આપથી વિમુખ છે એવા લોકો દીન અને મનોમન વિષયાતુર થઈને નિરંતર કુકર્મોમાં રત રહે છે, તે બિચારાઓની બુદ્ધિ દૈવે હરી લીધી છે. (૭) હે અચ્યુત! ઉરુકમ! આ પ્રજાને ભૂખ- ૧. પ્રા. પા. - તત્વ | ૨. પ્રા. પા. - ત્સતમુપાટ 1 ૩. પ્રા. પા. - દ્રવિબ્રદેહત 1 ૪. મા. પા. - સર્વાસુખોપ- 1 208 શ્રીમદભાગવત [અ૦૯ કામાગ્નિનાડચ્યુત રુષા ચ સુદુર્ભરેણ સમ્પશ્યતો મન ઉરુક્રમ સીદતે મે 1 ૮।। યાવત્પૃથક્ત્વમિદમાત્મન* ઇત્દ્રિયાર્થ- માયાબલં ભગવતો જન ઈશ પશ્થેત્ | તાવન્ન સંસૃતિરસૌ પ્રતિસડક્રમેત વ્યર્થાપિચ દુઃખનિવહં વહતી ક્રિયાર્થા 1 ૯॥ અ્મચાપૃતાર્તકરણા નિશિ નિઃશયાના નાનામનોરથધિયા ક્ષણભગ્નનિદ્રાઃ । દૈવાહતાર્થરચના ત્દષયોડપિ દેવ યુષ્મત્પ્રસડ્ાવિમુખા ઇહ સંસરન્તિ 1૧૦॥ ત્વં ભાવયોગપરિભાવિતહૃત્સરોજ આસ્સે શ્રુતેક્ષિતપથો નનુ નાથ પુંસામ્ | યઘ્દ્ધિયા ત ઉરુગાય વિભાવયત્તિ તત્તદ્રપુઃ પ્રણયસે સદનુગ્રહાય* 1૧૧ નાતિપ્રસીદતિ તથોપચિતોપચારે- રારાધિતઃ સુરગયૈર્હદિ બદ્ધકામૈઃ | યત્સર્વભૂતદયયાડસદલભ્યયૈકો નાનાજનેષ્વવહિતઃ સુહદન્તરાત્મા ॥૧૨॥ પુંસામતો વિવિધકર્મભિરધ્વરાધૈ- ર્દાનેન ચોગ્રતપસા વ્રતચર્યયા ચ | આરાધનં ભગવતસ્તવ સત્કિયાર્થો ધર્મોડર્ષિતઃ કર્હિચિદ્ધ્રિયતે ન યત્ર 1૧૩॥ શશ્ચત્સ્વરૂપમહસૈવ નિપીતભેદ- મોહાય બોધધિષણાય? નમઃ પરસ્મૈ ! વિશ્વોદ્રવસ્થિતિલયેષુ નિમિત્તલીલા- રાસાય તે નમ ઇદં ચકૃમેશ્વરાય | ૧૪॥ તરસ, વાત-પિત્ત-કફ, ઠંડી-ગરમી, પવન અને વરસાદને લીધે, પરસ્પર એકબીજાને લીધે તથા કામાગ્નિ અને દુસહ કોધને લીધે વારંવાર દુઃખ પામતી જોઈને મારું મન ઘણું ઉદાસ થાય છે. (૮) હે સ્વામી! જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોના અને વિષયરૂપી માયાના પ્રભાવથી પોતાને આપનાથી ભિન્ન જુએ છે ત્યાં સુધી તેના માટે આ સંસારચક્રનું નિવારણ નથી થતું. જોકે આ (સંસાર) મિથ્યા છે, તોપબ્ર કર્મફળ-ભોગનું ક્ષેત્ર હોવાને કારણે તે આ પ્રજાને અનેક પ્રકારનાં દુઃખોમાં નાખતો રહે છે. (૯) હે દેવ! જે લોકોની ઇન્દ્રિયો અનેક પ્રકારનાં કર્મોમાં ફ્રસાયેલી રહેવાને કારણે દિવસભર ત્રસ્ત રહે છે, રાત્રિના સમયે ગાઢ નિદ્રામાં અચેત રહે છે, ક્યારેક અનેક પ્રકારના મનોરથોનું ચિંતન કરવાને કારણે વારંવાર તેમની નિદ્રા ભંગ થતી રહે છે. ભાગ્યવશાત્ આવા લોકોને અર્થસિદ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. આવા ભગવત્પ્રાપ્તિ માટેના એક- માત્ર સાધન એવા જાષિ જેવા મનુષ્યદેહને પ્રાપ્ત કરીને પણ આપની (ભગવાનની) ભક્તિથી વિમુખ થવાને કારણે, આ સંસારમાં ભટક્યા કરે છે. (૧૦) હે નાથ! જે લોકોએ. પોતાનો ભાવ આપની સાથે જોડી દીધો છે એવા ભક્તોના શુદ્ધ હૃદય-કમળમાં આપ નિવાસ કરો છો. એવા લોકો દ્વારા આપના ગુણોનું શ્રવણ કરવાથી આપનું સ્વરૂપ જાણી શકાય છે. હે પુશ્યશ્લોક પ્રભુ! આપના ભક્તો જે જે ભાવનાથી આપનું ચિંતન કરે છે તે સાધુજનો પર કૃપા કરવા માટે આપ તે તે રૂપ ધારજ્ કરી લો છો. (૧૧) હે ભગવાન! આપ એક (જ) છો તથા સમસ્ત પ્રાણીઓનાં અંતઃકરણોમાં રહેલા છો અને તેમના પરમ કલ્યાણકારી અંતરાત્મા છો. તેથી જો દેવતાઓ પણ કૃદયમાં જાતજાતની કામનાઓ રાખીને, વિવિધ પ્રકારની વિપુલ સામગ્રીઓથી આપનું પૂજન કરે છે તો તેનાથી આપ એટલા પ્રસન્ન થતા નથી, કે જેટલા પ્રાણીઓ પર દયા કરવાથી થાઓ છો. પરંતુ તે સર્વભૂત-દષા અસત્પુરુષોને અત્યંત દુર્લભ છે. (૧૨) જે કર્મ આપને અર્પણ કરી દેવામાં આવે છે તેનો ક્યારેય નાશ થતો નથી, તે અક્ષય થઈ જાય છે. તેથી વિભિન્ન પ્રકારનાં કર્મ-યજ્ઞ, દાન, કઠોર તપ, વ્રત વગેરે વડે આપની પ્રસન્નતા પ્રાપ્ત કરવી એ જ મનુષ્યનું સૌથી મોટું કર્મફળ છે; કારણ કે આપની પ્રસન્નતા થતાં એવું ક્યું ફળ છે કે જે સુલભ ન થઈ જાય? (૧૩) આપ સદૈવ પોતાના સ્વરૂપના પ્રકાશથી જ પ્રાણીઓના ભેદભ્રમ- રૂપી અંધકારનો નાશ કરતા રહો છો તથા (આપ જ) ૧. પ્રા. પા. - પૃધક્તિયતમિદે મન ઈન્દિમાર્થ માન | ૨. પ્રા. પા. - બર્થાતિદુખટ | ૩. પ્રા. પા. - તદનુગ્રહાય ! ૪. પ્રા. પા.
- બોધવિષયાય | અબલ] ત્રીજો સ્કન્ધ 209 યસ્યાવતારગુણકર્મવિડમ્બનાનિ નામાનિ યેડસુવિગમેવિવશા ગૃણન્તિ । તે નૈકજન્મશમલં? સહસૈવ હિત્વા સંયાન્ત્યપાવૃતમૃતં તમજં પ્રપઘે 1 ૧૫॥।। યો વા અહં ચ ગિરિશશ્ચ વિભુઃ સ્વયં ચ સ્થિત્યુદ્ધવપ્રલઘહેતવ આત્મમૂલમ્ | ભિત્ત્વા ત્રિપાદ્ધવૃધ એક ઉરુપ્રરોહ- સ્તસ્મૈ નમો ભગવતે ભુવનદુમાય | ૧૬! લોકો વિકર્મનિરતઃ કુશલે પ્રમત્તઃ કર્મણ્યયંચ ત્વદુદિતે ભવદર્ચને સ્વે । પસ્તાવદસ્ય બલર્વાનિહ જીંવિતાશાં સધશ્છિનત્્યનિમિષાય નમોડસ્તુતસ્મૈ ॥ ૧૭॥। યસ્માદ્બિભેમ્યહમપિ હ્રિપરાર્ધધિષ્ણ્ય- મધ્યાસિતઃ સકલલોકનમસ્કૃતં યત્ । તેપે તપો “બહુસવોડવરુરુત્સમાન- સ્તસ્મૈ નમો ભગવતેડધિમખાય તુભ્યમ્ | ૧૮॥। તિર્યડુમનુષ્યવિબુધાદિષુ જીવયોનિ- ષ્વાત્મેચ્છયાડડત્મકૃતસેતુપરીપ્સયા યઃ | રેમે નિરસ્તરતિરપ્યવરુદ્ધદેહ- સ્તસ્મૈ નમો ભગવતે પુરુષોત્તમાય 1૧૯ યોડવિધયાનુપહતોડપિ દશાર્ધવૃત્ત્યા નિદ્રામુવાહ જઠરીકૃતલોકયાત્રઃ | અન્તર્જલેડહિકશિપુસ્પર્શાનુકૂલાં* ભીમોર્મિમાલિનિજનસ્ય સુખં વિવૃષ્વન્ || ૨૦॥ જ્ઞાનનું અધિષ્ઠાન, સાક્ષાત્ પરમપુરુપ છો. હું આપને નમસ્કાર કરું છું. સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારના નિમિત્તે માયાની જે લીલા થાય છે તે આપનો જ ખેલ છે. તેથી આપ પરમેશ્વરને હું વારંવાર નમસ્કાર કરું છું. (૧૪) જેઓ પ્રાભ્રત્યાગ કરતી વખતે આપના અવતાર, ગુશ્નો અને કર્મા સુચવનારાં દેવકીનંદન, જનાર્દન, કંસનિકંદન, પાર્થસારથિ વગેરે નામોનું વિવશ થઈને પલ ઉચ્ચારણ કરે છે તેઓ અનેક જન્મોનાં પાપોમાંથી તત્કાળ છૂટી જઈને માધા વગેરે આવરણોથી રહિત બ્રહ્મપદ પામે છે. આપ નિત્ય અજન્મા છો. હું આપનું શરબ્ર લઉ છું. (૧૫) હે ભગવાન! આ વિશ્ચવૃક્ષરૂપે આપ જ વિરાજમાન છો. આપ જ પોતાની મૂળ પ્રકૃતિ સ્વીકારીને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય માટે મારા (બ્રહ્માના), આપના પોતાના (વિષ્ણુના) અને મહાદેવજીના રૂપમાં ત્રણ મુખ્ય શાખાઓમાં વિભક્ત થયા છો અને પછી પ્રજાપતિઓ, મનુઓ વગેરે શાખા-ઉપશાખાઓ-રૂપે ફેલાઈને ઘણા વિસ્તૃત થયાં છો. હું આપને નમસ્કાર કરં છું. (1૬) હે ભગવાન! આપે આપની આરાધનાને જ લોકો માટે કલ્યાણકારી સ્વધર્મ બતાવી છે, પરંતુ લોકો એ તરફ ઉદાસીન રહીને સદૈવ, વિપરીત (નિષિદ્ધ) કર્મોમાં રત રહે છે. આવી પ્રમાદ- અવસ્થામાં પેલા આ જીવોની જિજીવિષા (જીવન- આશા)ને જે સદૈવ સાવધ રહીને અતિશીદ્ર કાપતો રહે છે તે બળવાન કાળ પણ આપનું જ સ્વરૂપ છે. હું તે કાળને નમસ્કાર કરું છું, (૧૭) જોકે હું સત્યલોકનો અધિષ્ઠાતા છું, કે જે લોક બે પરાર્ધ સુધી રહેનારાઓનો અને સમસ્ત ભુવનોનો વંદનીય છે, તોપણ આપના તે કાળ-રૂપથી ડરતો રહું છું. તેનાથી બચવા અને આપને પ્રાપ્ત કરવા માટે જ મેં દીર્કાળ સુધી તપ કર્યું છે. આપ જ અધિયશ્રરૂપે મારા આ તપના સાક્ષી છો. ડું આપને નમસ્કાર કરું છું. (૧૮) આપ તિર્યફ, મનુષ્ય અને દેવ વગેરે યોનિઓમાં ધર્મની મર્યાદા રાખવા માટે સ્વેચ્છાથી અવતાર લૉ છો. અને તે દેહ સાથે કોઈ તાદાત્મ્ય ન હોવા છતાં આપ તે શરીરમાં રમમાણ થાઓ છો અને એક અભિનેતાની જેમ તે શરીરનો ત્યાગ પણ કરો છો. એવા લીલાવિહારી પુરુષોત્તમ ઝભુને હું વારંવાર પ્રબ્રામ કરું છું. (૧૯) હે પ્રભ્! આપ અવિદ્યા, અસ્મિતા, સગ, દ્વેષ અને અભિનિવેશ - આ પાંચેમાંથી કોઈને પબ્ર આધીન નથી; તેમ છતાં અત્યારે સઘળા સંસારને પોતાના ઉદરમાં લીન કરીને ભયંકર તરંગમાળાઓથી વિક્ુબ્ધ પ્રલલકાલીન જળમાં અનંત-વિગ્રહની કોમળ શય્યા પર જે શયન કરી
- પ્રા. પા. - ત્જન્મજમલ 1 ૨. પ્રા. પા. - કર્મેશ્વપિ | ૩. પ્રા. પા. - ન્સવો વિર. ૪. પ્રા. પા. - ત્તુયોગાદ્ ! 210 શ્રીમદૂભામવત [અ૦૯ યર્જ્નાભિપદ્મભવનાદહમાસમીડ્ય લોકત્રયોપકરણો યદનુગ્રહેણ | તસ્મૈ નમસ્ત ઉદરસ્થભવાય યોગ- નિદ્રાવસાનવિકસન્નલિનેક્ષણય ।॥૨૧॥। સોડયં સમસ્તજગતાં સુહૃદેક આત્મા સત્ત્વેન યન્મૃડયતે ભગવાન્ ભગેન | તેનૈવ મે દંશમનુસ્પૃશતાધથાહં સક્ષ્યામિ પૂર્વવદિદં પ્રણતપ્રિયોડ્સૌ* ॥ રર ॥ એષ પ્રપન્નવરદો રમયાડડત્મશક્ત્યા યદ્યત્કરિષ્યતિ ગૃહીતગુણાવતારઃ૨ । તસ્મિન્સ્વવિક્રમમિદં” સૃજતોડપિ ચેતો યુઝ્જીત કર્મશમલં ચ યથા વિજહ્યામ્ | ૨૩/ નાભિહ્રદાદિહ સતોડમ્ભસિ યસ્ય ઘુંસો વિજ્ઞાનશક્તિરહમાસમનન્તશક્તેઃ | રૂપં વિચિત્રમિદમસ્ય વિવૃશ્વતો મે મારીરિષીષ્ટનિગમસ્ય ગિરાં વિસર્ગઃ |! ૨૪॥। સોડસાવદભ્રકરુણો ભગવાન્ *વિવૃદ્ધ- પ્રેમસ્મિતેન નયનામ્બુરુહે વિજૃમ્ભન્ । ઉત્થાય વિશ્વવિજયાય ચ નો વિષાદ માધ્ય્યાગિરાડપનયતાત્પુરુષઃ પુરાણઃ ॥ ર૫॥ મૈત્રે ઉવ/૨ સ્વસમ્ભવંનિશામ્યેવં” તપોવિધાસમાધિભિઃ । યાવન્મનોવચઃસ્તુત્વા વિસ્રામ સ ખિન્ષવત્ | ર૬॥। અથાભિપ્રેતમન્વીક્યર્ય બ્રહ્મણો મધુસૂદનઃ । વિષષ્ણચેતસં તેન કલ્પવ્યતિકરામ્ભસા | ૨૭॥ લોકસંસ્થાનવિજ્ઞાન આત્મનઃ પરિખિદ્યતઃ । તમાહાગાધયા વાચા કશ્મલં શમયજ્ઞિવ 1 ૨૮॥ રહ્યા છો તે પૂર્વ-કલ્યોની કર્મપરંપરાથી થાકેલા જીવોને વિશ્રામ આપવા માટે જ છે. (અર્થાત્ આપની આ લીલામાં યણ જીવોના પ્રત્પે કરુણ્ાભાવ છે.) (૨૦) હે પ્રભુ! આપના નાભિકમળરૂપી ભવનમાં મારો ઉદભવ થયો છે. આ સંપૂર્ણ થિશ્વ આપના ઉદરમાં રહેલું છે. આપની કૃપાથી જ હું. ત્રશે લોકોની રચના કરવાની સામગ્રીથી યુક્ત થયો છું. આ સમયે યોગનિદ્રાનો અંત થઈ જવાને કારણે આપનાં નથનકમળ વિકસિત થઈ રહ્યાં છે. એવા આપને મારા નમસ્કાર છે. (૨૧) આપ સંપૂર્ણ જગતના એકમાત્ર સુહદ્ અને આત્મા છો તથા શરણાગતો પર કૃપા કરનારા છો. તેથી પોતાના જે જ્ઞાન અને એશ્ચર્યથી આપ વિશ્વને આનંદિત કરો છો તેનાથી મારી બુદ્ધિને યુક્ત કરો, કે જેનાથી હું પૂર્વકલ્પની જેમ જ આ વખતે પણ જગતની રચના કર્ર શકું, (૨૨) ભક્તોને વરદાન આપનારા આ ભગવાને પોતાની શક્તિ-લક્મીજીની સાથે અનેક ગુલ્રાવતાર ધારણ કર્યાં છે. તેઓ જે અદ્દભુત કર્મ કરશે તેમાં વિશ્વનિર્માણ પણ એક અદ્દભુત કર્મ છે. હું ભગવાનને શરણે થઈને વિનંતી કરું છું કે તે પ્રભુ મારા મનને વિશ્વ- નિર્માણના કાર્યમાં યુક્ત કરે, તેથી હું સૃષ્ટિ-રચના વિશેના અભિમાનથી દુર ચ્હીને તે કામ કરી શકું. (૨૩) હે પ્રભુ! આ પ્રલયકાલીન જળમાં શયન કરતા આપ અનંતશક્તિ પરમપુરુષના નાભિકમળમાંથી મારો ઉદ્દભવ થયો છે અને હું છું પણ આપની જ વિજ્ઞાન-શક્તિ; તેથી આ જગતના વિલક્ષણ રૃપનો વિસ્તાર કરતી વખતે આપની કૃપાથી વેદરૂપી મારી વાણીનું ઉચ્ચાર લોપ ન પામો. (૨૪) આપ અપાર કરૂણામય પુરાણપુરુષ છો. આપ પરમ પ્રેમપૂર્ણ સ્મિત સાથે આપનાં નેત્રકમળ ખોલો અને શેષશય્યામાંથી ઊઠીને વિશ્વની ઉત્પત્તિ માટે, આપની સુમધુર વાણીથી મારો વિષાદ દૂર કરો. (૨૫) શ્રીમૈત્રેયજી કહે છે - ડે વિદુરજી! આ પ્રમાણે તપ, વિધા અને સમાધિ દ્વારા પોતાના ઉદભવસ્થાન શ્રીભગવાનને જોઈને તથા પોતાના મન અને વાણીની શક્તિ અનુસાર તેમની સ્તુતિ કરીને બ્રહ્માજ થાક્યા હોય એમ મૌન થઈ ગયા. (૨૬) શ્રીમધુસૂદન ભગવાને જોયું કે બ્રહ્માજી આ પ્રલય-જળરાશિથી ઘણા ગભરાયેલા છે તથા વિશ્વ-રચના બાબતે કોઈ નિર્શય નહીં થવાને કારણે તેમનું ચિત્ત ઘણું ઉદાસ છે. ત્યારે તેમનો અભિપ્રાય જાણીને તેઓ ગંભીર વાણીથી તેમના ખેદનું શમન કરતાં કહેવા લાગ્યા. (ર૭-૨૮) વ. પ્રા. પા. - તમિયોડસ્મિ 1 ૨. મા. પા. - ન્ગુભેપુ ગુણાઃ | ૩. પ્રા. પા. - તમિમ 1 ૪. પ્રા. પા. - પ્રકૂન પ. પરા. પ.
- નિશ! ૬. પ્રા, પા. - પ્રેત્યન ! અબ૯]| ત્રીજો સ્કન્ધ 211 કજગવાનુશાચ મા વેદગર્ભ ગાસ્તન્દ્રી સર્ગ ઉધમમાવહ । તન્મયાડડપાદિતં હ્યગ્રે યન્માં પ્રાર્થયતે ભવાન્ ॥ ર૯॥ ભૂયસ્ત્વં તપ આતિષ્ઠ વિધાં ચૈવ મદાશ્રયામ્ ! તાભ્યામન્તર્વદિબ્રહ્મન્ લોકાન્દ્રક્્યસ્યપાવૃતાન્ ॥ ૩૦॥ તત આત્મનિ લોકે ચ ભક્તિયુક્તઃ સમાહિતઃ ! દ્રષ્ટાસિમાં તતંબ્રહ્મન્મથિ લોકાંસ્ત્વમાત્મનઃ ॥ ૩૧॥। યદા તુ સર્વભૂતેષુ દારુષ્વગ્નિમિવ સ્થિતય્ | પ્રતિચક્ષીત પ માં લોકો જહ્યાત્તહ્વ* કશ્મલમ્ ॥ ૩ર॥ યદા રહિતમાત્માનં ભૂતેન્દ્રિયગુણાશધૈઃ* । સ્વરૂપેણ મયોપેતં પશ્યન્ સ્વારાજ્યમૃચ્છતિ ॥ ૩૩॥ નાનાકર્મવિતાનેન પ્રજા બહ્ધીઃ સિસૃક્ષતઃ । નાત્માવસીદત્યસ્મિંસ્તે *વર્ષીયાન્મદનુગ્રહઃ ॥ ૩૪॥ ગ્રષિમાધં ન બધ્નાતિ પાપીયાંસ્ત્વાં રજોગુણઃ । યન્મનો મથિ નિર્બદ્ં પ્રજાઃ સંસૃજતોડપિ તે ॥ ૩૫॥ શાતોડ્હ ભવતા ત્વધ દુર્વિ્ઞેયોડપિ દેહિનામ્ । યન્માંત્વં મન્યસેડયુક્તં ભૂતેન્દ્રિયગુણાત્મભિઃ | ૩૬॥ તુભ્યંમહિચિકિત્સાયામાત્મા મે” દર્શિતોડબહિઃ । નાલેન સલિલે મૂલ પુષ્કરસ્ય [વિચિન્વતઃ ।।૩૭॥ યચ્ચકર્યાદ્ન મત્સ્તોત્રં મત્કથાભ્યુદયાકિતમ્ । યદ્ધા તપસિ તે નિષ્ઠા સ એષ મદનુગ્રહઃ |! ૩૮॥। પ્રીતોડહમસ્તુ ભદ્રં તે લોકાતાં વિજયેચ્છયા | યદસ્તૌષીર્ગુણમયં નિર્ગુણ માડનુવર્ણયન્ | ૩૯1! યએતેનપુપાક્ષિત્ય સ્તુત્વા સ્તોત્રેણ માં ભજેત્ । તસ્યાશુ સમ્પ્રસીદેયં સર્વકામવરેશ્વરઃ | ૪૦1! પૂર્તેન તપસા યશૈર્દાનેયોગસમાધિના । રા્્ધનિઃશ્રેયસંપુંસાં મત્મીતિસ્તત્્વવિ-મતમર્દ ॥ ૪૧/ શ્રીભગવાને કલું - હે વેદગર્ભ! તમે વિષાદને વશ થઈને આળસ ન કરો, સૃષ્ટિ-રચન!ના ઉઘમ માટે તત્પર થઈ જાઓ. તમે મારી પાસેથી જે કંઈ ઇચ્છો છો તે તો હું પહેલાં જ કરી ચૂકયો છું. (તમારે માત્ર નિમિત્ત બનવાનું છે.) (૨૯) તમે ફરી એક વાર તપ કરો અને ભાગવત-જ્ઞાનનું અનુષ્ઠાન કરો. તેમ કરવાથી તમે બધા લોકો (ભુવનો)ને પોતાના અંતઃકરણમાં સ્પષ્ટપણે જોવા પામશો. (૩૦) પછી ભક્તિયુક્ત અને સમાહિત-ચિત્તના બનીને તમે મને સમસ્ત લોકોમાં અને તમારા પોતાનામાં વ્યાપ્ત જોઈ શકશો તથા સમસ્ત લોકને અને સ્વયં પોતાને મારામાં જોવા પામશો. (૩૧) જીવ જ્યારે લાકડામાં વ્યાપ્ત અગ્નિની જેમ સમસ્ત ભૂતોમાં (પ્રાણીઓ-પદાર્થોમાં) મને જ રહેલો જુએ છે ત્યારે તે પોતના અજ્ઞાનરૂપી મળથી મુક્ત થઈ જાય છે. (૩૨ ) જ્યારે તે પોતાને ભૂતો, ઇન્દ્રિયો, ગુણો અને અંતઃકરણથી રહેત તથઃ સ્વરૂપથી મારાથી અભિન્ન (એકરૂપ) જુએ છે ત્યારે તે મોશ્રષદ મેબવી લે છે. (૩૩) હે બ્રહ્માજી! અનેક પ્રકારના કર્મસંસ્કારો અનુસાર અનેક પ્રકારની જીવસૃષ્ટિની રચના કરવાની ઇચ9 થવા છતાં પશ તમારું ચિત્ત મોહિત યતું નથી એ મારી અતિશય કૃપાનું જ ફળ છે. (૩૪) તમે સર્વપ્રથમ મંત્રદ્રષા છો. મ્રજાની ઉત્પત્તિ કરતી વખતે પણ તમારું મન મારામાં જ પરોવાયેલું રહે છે, તેથી જ પાપમય રજોગુણ તમને બાંધી શકતો નથી. (૩૫) તમે મને જાણી લીધો છે કે હું ભૂતો, ઇન્દ્રિયો, ગુલો અને અંતઃકરલથી રહિત છું, જોકે શરીરધારી જીવોને મારું જ્ઞાન થવાનું ઘણું મુશ્કેલ છ તોપણ તમે મને જાલી લીધો છે. (૩૬) “મારો આધાર કોઈ છે કે નથી’ - એવા સંશયથી તમે કમળ-નાળ દ્વારા જળમાં તેનું મૂળ ખોળી રહ્યા હતા, તે પોતાના આ સ્વરૂપને મેં તમને અંતઃકરણમાં જ દેખાડ્યું છે. (૩૭) પ્રિય બ્રહ્માજી! મારી કથાઓના વૈભવથી યુક્ત એવી મારી જે સ્તુતિ તમે કરી છે અને તપમાં તમારી જે નિષ્ઠા છે તે પણ મારી જ કૃપાનું $ળ છે. (૩૮) વિશ્વરચનાની ઇચ્છાથી, સગુણ અને નિગુષ્ રૂપમાં તમે મારી જે સ્તુતિ કરી છે તેનાથી હું ઘણો પ્રસન્ન થયો છું. તમારું કલ્યાણ થાઓ. (૩૯) હું સમસ્ત કામનાઓ અને મનોરથો પૂરા કરવાને સમર્થ છું, જે મનુષ્ય દરરોજ આ સ્તોત્ર દ્વારા સ્તુતિ કરીને મારું ભજન કરશે તેના પર હું શીધ્ર પ્રસન્ન થઈ જઈશ. (૪૦) તત્ત્વવેત્તાઓનો મત છે કે પૂર્ત, તપ, થજ્, દાન, યોગ, સમાધિ વગેરે સાધનો થકી પ્રપ્ત થનારું,
- પ્રા. પા. - મ્રવિટ | ૨. પ્રા. પા. - જહ્યા તટ1 ૩. પ્રા. પા. - સ્ગુ્નાક્રમેઃ । ૪. પ્રો. પા. - વરોધાન્1 પ. કા. પા.
- સન્દર્શિન। ૬. પ્રા, પા. - કમતા ! 212 શ્રીમદભાગવત [સ૦૧૦ અહમાત્માડડત્મનાં ધાતઃપ્રેષ્ઠઃ સન્પ્રેયસામપિ | અતો મયિ રતિ કુર્યાદેહાદિર્યત્કૃતે પ્રિયઃ ॥૪૨॥ સર્વવેદમયેનેદમાત્મનાડડત્માડડત્મયોનિના | પ્રજાઃ સજ યથાપૂર્વ યાશ્ચ ૧મય્યનુશેરતે ! ૪૩॥ મૈત્રેય ઉરાચ તસ્મા એવં જગત્સષ્ટ્રે પ્રધાનપુરુષેશ્વરઃ વ્યજ્યેદં સ્વેન રૂપેણ કગ્જનાભસ્તિરોદધે ॥ ૪૪॥ જે પરમ કલ્ધાણમય ફળ છે તે મારી પ્રસન્નતા જ છે. (૪૧) હે બ્રહ્માજી! હું આત્માઓનો પશ્ય આત્મા છું. જે આત્માને માટે દેહ વગેરે પ્રિય લાગે છે તે પણ હું જ છું, તેથી મને જ પ્રેમ કરવો જોઈએ. (૪૨) હે બ્રહ્માજી! ત્રિલોકને તથા જે પ્રજા અત્યારે મારામાં લીન છે તેની પૂર્વકલ્પોની જેમ, મારામાંથી ઉત્પન્ન થયેલા પોતાના સર્વવેદમય સ્વરૂપથી સ્વયં તમે જ રચના કરો. (૪૩) શ્રીમૈત્રેયજી કહે છે - પ્રકૃતિ અને પુરુષના સ્વામી કમળનાભ ભગવાન સૃષ્ટિકર્તા બ્રહ્માજીને આ પ્રમાણે જગતની અલિવ્યક્તિ કરાવીને પોતાના તે નારાયબ્રરૂપથી અદશ્ય થઈ ગયા. (૪૪) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમરહેસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે નવમોડધ્યાયઃ ॥ ૯|। ત્રીજા સ્કંધ-અંતર્ગત નવમો અધ્યાય સમાપ્ત.