Śrīmad Bhāgavatam

પૃથ્વીનું દોહન મૈત્રેફ ઉશાચ ઇત્થં પૃથુમભિષ્ટ્ય રુષા પ્રસ્‍્ફુરિતાધરમ્‌ | પુનરાહાવનિર્ભીતા સંસ્તભ્યાત્માનમાત્મના ॥ ૧।। સંનિયચ્છાભિભો મન્યું' નિબોધ શ્રા

મહારાજ પૃથુના સો અશ્વમેધ યજ્ઞો
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અઢારમો અધ્યાય પૃથ્વીનું દોહન મૈત્રેફ ઉશાચ ઇત્થં પૃથુમભિષ્ટ્ય રુષા પ્રસ્‍્ફુરિતાધરમ્‌ | પુનરાહાવનિર્ભીતા સંસ્તભ્યાત્માનમાત્મના ॥ ૧।। સંનિયચ્છાભિભો મન્યું’ નિબોધ શ્રાવિતંચ મે | સર્વતઃ સારમાદત્તે યથા મધુકરો બુધઃ ॥ ૨।। અર્સ્મિલ્લોકેડથવામુષ્મિન્મુનિભિસ્તત્તવદર્થિભિઃ । દંષ્ટા યોગાઃ પ્રયુક્તાશ્ચ પુંસાં શ્રેયઃ્રસિદ્ધયે ! ૩॥। તાનાતિષ્ઠતિ યઃ સમ્યગુપાયાન્‌ પૂર્વદર્શિતાન્‌ । અવરઃ* શ્રદ્ધયોપેત ઉપેયાન્‌ વિન્દતેડગ્જસા ।। ૪।! તાનનાદંત્ય યોડવિદ્રાનર્થાનારભતે સ્વયમ્‌ | તસ્યવ્યભિચરન્ત્યર્થા આરબ્ધાશ્ચપુનઃ પુનઃ ॥૫॥ પુરા સૃષ્ટા હ્યોષધયો બ્રહ્મણા યા વિશામ્પતે । ભુજ્યમાના મયા દંષ્ટા અસદ્ધિરધૃતવ્રતેઃ | ૬॥ અપાલિતાડનાદંતા ચ ભર્વાદ્રિલેકપાલકેઃ । ચોરીભૂતેડથ લોકેડહં યજ્ઞાર્થેડગ્રસમોષધીઃ ।। ૭॥ નૂનં તા વીરુધઃ ક્ષીણા મથિ કાલેન ભૂયસા | તત્ર યોગેન દંષ્ટેન ભવાનાદાતુમર્હતિ || ૮॥ વત્સં કલ્પય મે વીર યેનાહં વત્સલા તવ । ધોક્ષયે ક્ષીરમયાન્‌ કામાનનુરૂપં ચ દોહનમ્‌ ॥૯॥॥ દોગ્ધારં ચ મહાબાહો ભૂતાનાં ભૂતભાવન । અશ્ષમીપ્સિતમૂર્જસ્વદ્રગવાન્‌ વાગ્છતે યદિ ॥ ૧૦1! સમાં ચ કુરુ માં રાજન્‌ દેવવૃષ્ટં યથા પયઃ । અપર્તાવપિ ભદ્રં તે ઉપાવર્તેત મે વિભો | ૧૧॥ ઇતિપ્રિયં હિતં વાક્યં ભુવ આદાય ભૂપતિઃ | વત્સંપં કૃત્વા મનું પાણાવદુહત્સકલૌષધીઃ ॥ ૧ ૨।! શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! આ સમવે મહારાજ પૃથુના હોઠ ક્રોધથી કંપી રહ્યા હતા. તેમની આ પ્રમાણે સ્તુતિ કરીને પૃથ્વીએ પોતાના હૃદયને વિચારપૂર્વક સમાહિત (સ્વસ્થ) કર્યું અને બીતાં-બીતાં કહ્યું.(૧) ‘હે પ્રભુ! તમે પોતાના કોધને શાંત કરો અને હું જે પ્રાર્થના કરું છું તે ધ્યાન દઈને સાંભળો. બુદ્ધિમાન પુરુષો ્રમરની જેમ બધી જ જગ્યાએથી સાર ગ્રહબ્ર કરી લે છે. (૨) તત્ત્વદર્શી મુનિઓએ આ લોક અને પરલોકમાં મનુષ્યોનું કલ્યાણ કરવા માટે કૃષિ, અગ્નિહોત્ર વગેરે ઘણાબધા ઉપાયો ખોળી કાઢ્યા છે અને તેમને કાર્યાન્વિત કર્યા છે. (૩) તે પ્રાચીન -#પિઓએ બતાવેલા ઉપાયોનું આ સમયે પણ જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક સારી પેઠે આચરણ કરે છે તે સહેલાઈથી અભીષ્ટ ફળ પ્રાપ્ત કરી લે છે. (૪) પરંતુ જે અશ્ાની મનુષ્ય તે ઉપાયોનો અનાદર કરીને પોતાના મનથી કલ્પેલા ઉપાયોનો અઃશ્રય લે છે તેના બધા જ ઉપાયો અને પ્રયત્નો વારંવાર નિષ્ફળ થતા રહે છે. (૫) હે રાજન્‌ પૂર્વકાળમાં બ્રહ્માજીએ જે ધાન્યો વગેરે ઉત્પન્ન કર્યા હતાં, મે જોયું કે યમ-નિયમો વગેરે ત્રતોનું ધાલન નહીં કરનારા દુચચારી લોકો જ તેમને ભક્ષણ કરી રહ્યા છે. (૬) હે લોકરક્ષક! તમે રાજાઓએ મારું ઘાલન અને મારો આદર કરવાનું છોડી દીધું; તેથી બધા લોકો ચોરોના જેવા થઈ ગયા છે. તેથી જ યજ માટેની ઔષધિઓને મૅ પોતાનામાં લીન કરી લીધી છે. (૭) અત્યારે, અધિક સમય વીતી જવાને ણે અવશ્ય તે ધાન્યો મારા ઉદરમાં જીર્ણ થઈ ગયાં છે; તમે તેમને પૂર્વાચાર્યાએ બતાવેલા ઉપાયથી બહાર શ્રઢી લો. (૮) હે લોકપાલક વીર! જો તમને સમસ્ત પ્રાણીઓના અભીષ્ટની તેમ જ બળની વૃદ્ધિ કરનારા અન્નની આવશ્યકતા હોય તો તમે મારે લાયક વાછરડું, દોહવાનું પાત્ર, દોહનાર વ્યક્તિ વગેરેની વ્યવસ્થા કરો. હું તે વાછરડાના સ્નેહથી થાન ઊભરાવીને દ્ધના રૂપમાં તમને બધી જ વસ્તુઓ આપી દઈશ. (૯-૧૦) હે રાજન્‌! એક વાત બીજી પણ છે; તમારે મને સમતલ કરવી પડશે, કે જેથી વર્ષાત્ઞતુ વીતી જવા છતાં પદ્મ મારા ઉપર ઇન્દ્રે વરસાવેલું જળ સર્વત્ર કાયમ રહે - મારા અંદરની ભીનાશ સુકાવ! ન પામે. આ તમારા માટે ઘલું. મંગળકારી થશે.’ (૧૧) પૃથ્વીએ કહેલાં આ પ્રિય અને હિતકારી વચનોને સ્વીકારી લઈને મહારાજ પૃથુએ સ્વાયંભુવ મનુને વાછરડો બનાવ્યા અને પોતાના હાથે જ સમસ્ત ધાન્યો દોહી લીધાં. (૧૨)

  1. પ્રા. પા. - કોર્ષ ! ૨. પ્રા. પા. - અથવા ! 3. પ્રા. પા. - પ્રારબ્યાત | ૪. પ્રા. પા. “વત્સ કૃત્વા…’ આ ઉત્તરાર્ષ મુળમાં નથી, ટિપ્પશીમાં છે.
  • દષેન યોગેન | પ. પ્રાચીન પ્રતમાં, 398 શ્રીમદભાગવત [અ૦૧૮ તથા પરે ચ સર્વત્ર સારમાદદતે બુધાઃ । તતોડન્યે’ ચ યથાકામં દુદુહુઃપૃથુભાવિતામ્‌ | ૧૩॥ ત્રષયો દુદુહુર્દેવીમિન્દ્રિયેષ્ષથ સત્તમ | વત્સં બૃહસ્પર્તિ કૃત્વા પયશ્છન્દોમયં શુચિ ॥ ૧૪।। કૃત્વા વત્સં સુરગણા ઇન્દ્ર સોમમદૂદુહન્‌ | હિરણ્મયેન પાત્રેણ વીર્યમોજો બલં પયઃ |1૧૫॥। દૈતેયા દાનવા વત્સં પ્રહ્માદમસુરર્ષભમ્‌ । વિધાયાદૂદુહન્‌ ક્ષીરમયપાત્રે સુરાસવમ્‌ । ૧૬॥। ગન્ધર્વાપ્સરસોડધુક્ષન્‌ પાત્રે પદ્મમયે પયઃ । વત્સ વિશ્વાવસું કૃત્વા ગાન્ધર્વ મધુ સૌભગમ્‌* ।। ૧૭॥ વત્સેન પિતરોડર્યમ્ણા કવ્યં ક્ષીરમધુક્ષત | આમપાત્રે મહાભાગાઃ શ્રદ્ધયા શ્રાદ્ધદેવતાઃ ॥ ૧૮॥ પ્રકલ્પ્યવત્સં કપિલં સિદ્ધાઃ સક્લ્પનામયીમ્‌ ! સિદ્ધિંનભસિ વિદ્યાં ચ યે ચ વિદ્યાધરાદયઃ || ૧૯।। અન્યેચ માયિનો માયામન્તર્ધાનાહ્ુતાત્મનામ્‌ ! મય પ્રકલ્પ્ય વત્સં તે દુદુહુર્ધારણામયીમ્‌ । ૨૦॥ યક્ષરક્ષાંસિ ભૂતાનિ પિશાચાઃ પિશિતાશનાઃ | ભૂતેશવત્સા દુદુહુઃ કપાલે ક્ષતજાસવમ્‌ | ર૧॥। તથાડહયો દન્દશૂકાઃ સર્પા નાગાશ્ચ તક્ષકમ્‌ | વિધાય વત્સં દુદુહુર્બિલપાત્રે વિષં પયઃ || ર૨ પશવો યવર્સં ક્ષીરં વત્સં કૃત્વા ચ ગોવૃષમ્‌ | અરણ્યપાત્રે ચાધુક્ષન્મૃગેન્દ્રેણ ચ દંષ્ટ્રિણઃ | ૨૩॥। ક્રવ્યાદાઃ પ્રાણિનઃ ક્ય દુદુહુઃ સ્વેચે કલેવરે । સુપર્ણવત્સા વિહગાશ્ચરં ચાચરમેવ ચ || ર૪ વટવત્સા વનસ્પતયઃ પૃથગ્‌ રસમયં પયઃ | ગિરયો હિમવદ્રત્સા નાનાધાતૂન્‌ સ્વસાનુષુ ।। ર૫ સર્વે સ્વમુખ્યવત્સેન સ્વે સવે પાત્રે પૃથક્‌ પયઃ । સર્વકામદુઘાં પૃથ્વી દુદુહુઃ પૃથુભાવિતામ્‌ ॥ ર ૬॥। પૃથુની જેમ બીજા વિજ્ઞજનો પણ બધી જગ્યાએથી સાર-ગ્રહણ કરી લે છે, તેથી તેમણે પ્ર પૃથુજી વડે વશ કરાયેલી વસુંધરામાંથી પોતાની અભીષ્ટ વસ્તુઓ દોહી લીધી. (૧૩) શ્રષિઓએ બૃહસ્પતિજીને વાછરડો બનાવ્યા અને ઇન્દ્રિયો (વાણી, મન અને શ્રોત્ર)-રૂપ પાત્રમાં પૃથ્વીદેવીમાંથી વેદરૂપ પવિત્ર દૂધ દો્યું. (૧૪) દેવતાઓએ ઇન્દ્રને વાછરડાના રૂપમાં કલ્ધિત કર્યા અને સુવર્ણમય પાત્રમાં અમૃત, વીર્ય (મનોબળ), ઓજ (ઇન્દ્રિયબળ) અને શારીરિક બળરૂપ દૂધ દોદ્યું. (૧૫) દૈત્યો અને દાનવોએ અસુરશ્રેષ્ઠ પ્રહ્લાદજીને વાછરડો બનાવ્યા અનેલોઢાના પાત્રમાં મદિરા અને આસવ-રૂપ દ્ધ દો્યું. (૧૬) ગંપર્વો અને અપ્સરાઓએ વિશ્વાવસુને વાછરડો બનાવ્યા અને કમળરૂપ પાત્રમાં સંગીતમાધુર્ય તથા સૌંદર્ય-રૂપ દૂધ દોલું. (૧૭) શ્રાદ્ધના અધિષ્ઠાતા મહાભાગ પિતૃઓએ અર્યમા નામના પિત્રીશ્વરને વાછરડો બનાવ્યા અને માટીના કાચા પાત્રમાં શ્રદ્ધાપૂર્વક કવ્ય (પિતૃઓને અર્પણ કરવામાં આવતું અન્ન)-રૂપ દૂધ દોલ્યું. (૧૮) પછી કપિલદેવજીને વાછરડો બનાવ્યા અને આકાશરૂપ પાત્રમાં સિદ્ધોએ અજ્ચિમા વગેરે અષ્ટસિદ્ધિઓ તથા વિધાધરોએ આકાશગમન વગેરે વિદયાઓનું દોહનરકર્યું. (૧૯) કિંપુરુષ વગેરે અન્ય માયાવીઓએ મયદાનવને વાછરડો બનાવ્યો અને અંતર્ધાન થવું, વિચિત્ર રૂપ ધારણ કરી લેવું વગેરે સંકલ્પમયી માયાઓને દ્ધરૂપે દોહી. (૨૦) આ જ પ્રમાણે યક્ષ-રાક્ષસો તથા ભૂત-પિશાચ વગેરે માંસાહારીઓએ ભૂતનાથ રુદ્રને વાછરડો બનાવ્યા અને કપાલ-રૂપ પાત્રમાં રુધિર-આસવ-રૂપ દૂધ દોદ્યું. (૨૧) ફણા વિનાના સાપ, ફણાવાળા સાપ, નાગ, વીંછી વગેરે ઝેરી પ્રાણ્રીઓએ તક્ષકનાગને વાછરડો બનાવ્યો અને મુખરૂપ પાત્રમાં વિષરૂપ દૂધ દોદ્યું. (૨૨) પશુઓએ ભગવાન રૃદ્રના વાહન નંદીને વાછરડો બનાવ્યો અને વનરૂપ પાત્રમાં ધાસરૂપ દૂધ દોહ્યું. મોટી-મોટી દાઢોવાળા માંસભક્ષી જીવોએ સિંહરૂપ વાછરડા વડે પોતાના શરીરરૂપ, પાત્રમાં કાચા માંસરૂપ દૂધ દોહ્યું તથા ગરુડજીને વાછરડો બનાવીને પક્ષીઓએ કીટ-પતંશિયાં વગેરે ચર અને ફળો વગેરે અચર પદાર્થોને દૂધરૂપે દોહ્યા. (૨૩-૨૪) વૃક્ષોએ વડને વાછરડો બનાવીને અનેક પ્રકારના રસરૂપ દ્ધ દોલ્રું અને પર્વતોએ હિમાલયરૂપ વાછરડા વડે પોતાનાં શિખરરૂપ પાત્રમાં અનેક પ્રકારની ધાતુઓ દોહી. (૨૫) પૃથ્વી તો બધી જ અભીષ્ટ વસ્તુઓ આપનારી છે અને આ સમે તે પૃથુજીને આધીન હતી; તેથી તેનામાંથી, બધાઓએ પોતપોતાની જાતિના અગ્રણીને વાછરડો બનાવીને અલગ- અલગ પાત્રોમાં ભિન્ન-ભિન્ન પ્રકારના પદાર્થોને દૂધના ૧. મા. પા. - તતઃ સર્વે! ૨. મરા. પા. - ગન્ય મધુ સસોભગમ્‌1 ૩. પ્રા. પા. - સ્વક્લેટ | અ૦ ૧૯] ચોયો સ્કન્ય 399 એવંપૃથ્વાદયઃ પૃથ્વીમન્નાદાઃ સ્વન્નમાત્મનઃ । દોહવત્સાદિભેદેન ક્ષીરભેદં કુરૂદ્રહ |! ૨૭॥ તતો મહીપતિઃ પ્રીતઃ સર્વકામદુયાં પૃથુઃ । દુહિતૃત્વે ચકારેમાં પ્રેમ્ણા દુહિતૃવત્સલઃ ॥ ૨૮॥ ચૂર્ણયન્‌પ સ્વધનુષ્કોટ્યા ગિરિકૂટાનિ રાજરાટ્‌ ! ભૂમણ્ડલમિદં વૈન્યઃ પ્રાયશ્ચક્રે સમં વિભુઃ ॥ ર૯॥ અથાસ્મિન્‌ ભગવાન્‌ વૈન્યઃ પ્રજાનાં વૃત્તિદઃ પિતા । નિવાસાન્‌૨ કલ્પયાગ્ચક્રે તત્ર તત્ર યથાર્હતઃ ॥ ૩૦1! ગ્રામાન્પુરઃ પત્તનાનિ દુર્ગાણિવિવિધાનિય । ઘોષાન્‌વ્રજાન્સશિબિરાનાકરાન્ખેટખર્વટાન્‌ ॥ ૩૧॥ પ્રાક્યૃથોરિહ નૈવૈષા? પુરગ્રામાદિકલ્પના ! યથાસુખં વસ્તિ સ્મ તત્ર તત્રાકુતોભયાઃ । ૩૨ ॥ રૂપમાં દોડી લીધા. (ર૬) હે કુસુત્રેષ્ઠ વિદુરજી! આ પ્રમાણે યૃથુ વગેરે બધા જ અન્નભોજન કરનારાઓએ ભિન્ન-ભિન્ન દોહનપાત્રો અને વાછરડાંઓ વડે પોતપોતાનાં વિભિન્ન અન્ન-રૂપ દૂધ પૃથ્વીમાંથી દોદ્યું. (૨૭) આનાથી મહારાજ પૃથુ એવા પ્રસન્ન થયા કે સર્વકામદુહા પૃથ્વી પ્રત્યે તેમનો પુત્રીવત્‌ સ્નેહ થઈ ગયો અને તેને તેમણે પોતાની પુત્રીરૂપે સ્વીકારી લીધી. (૨૮) પછી રાજાધિરાજ પૃથુએ પોતાના ધનુષ્યની એણીથી પર્વતોને ફોડીને આ સમસ્ત ભૂમંડળને લગબગ સમતળ કરી દીધું. (૨૯) તેઓ પિતાની જેષ પોતાની પ્રજાના પાલન-પોષણની વ્યવસ્થામાં સંલગ્ન થયેલા હતા. તેમણે આ સમતળ ભૂમિમાં પ્રજાજનો માટે અનેક જગાએ યથાયોગ્ય નિવાસસ્થાનોનું વિભાજન કર્યું. (૩૦) અનેક ગામો, કસબા, નગરો, દુર્ગો, આહીરોની વસ્તીઓ, પશુઓને રહેવાનાં સ્થાનો, છાવણીઓ, ખાળ્રો, ખેડૂતોનાં ગામો અને પહાડોની તળેટીનાં ગામો વસાવ્યાં. (૩૧) મહારાજ પૃથુની પહેલાં આ પૃષ્વીતળ ઉપર પુર-ગ્રામ વગેરેનું વિભાજન ન હતું; બધા લોકો પોતાની સુવિધા અનુસાર નિ:સંકોચપણે ગમે ત્યાં વસી જતા હતા. (૩ર) ડ્કક— ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્પે ”પૃથુવિજયેડષાદશોડધ્યાયઃ ॥ ૧૮॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત પૂથુવિજયમાંનો અઢારમો અધ્યાય સમાપ્ત.