સત્તરમો અધ્યાય મહારાજ પૃથુનો પૃથ્વી પર ક્રોધ અને પૃધ્વીએ કરેલી પૃથુની સ્તુતિ 4ત્રેય ઉરચ એવં સ ભગવાન્વૈન્યઃ ખ્યાપિતો ગુણકર્મભિઃ । છન્દયામાસ તાન કામૈઃપ્રતિપૂજ્યાભિનન્દય ચ ।। ૧।॥। બ્રાહ્મણપ્રમુખાન્વર્ણાન્ ભ્ૃત્યામાત્યપુરોધસઃ । પૌરાગ્જાનપદાન્: શ્રેણીઃ પ્રકૃતીઃ સમપૂજયત્ | ર ॥ (દુર કવચ કસ્માદધાર ગોરૂપં ધરિત્રી બહુરૂપિણી | યાં દુદોહ પૃથુસ્તત્ર કો વત્સો દોહનં ચ કિમ્ ॥ ૩॥ પ્રકૃત્યા વિષમા દેવી કૃતા તેન સમા કથમ્ ! તસ્ય મેષ્યં હયં દેવઃ કસ્ય હેતોરપાહરત્ 1 ૪॥ સનત્કુમારાતદ્રગવતો બ્રહ્મન્ બ્રહ્મવિદુત્તમાત્ ! લબ્ધ્વા જ્ઞાનં સવિજ્ઞાનં રાજર્ષિ: કાં ગતિં ગતઃ ॥૫॥ યચ્ચાન્યદપિ કૃષ્ણસ્ય ભવાન્ ભગવત: પ્રભોઃ । શ્રવઃ સુશ્રવસઃ પુણ્યં પૂર્વદેહકધાશ્રયમ્ || ૬1! ભક્તાય મેડનુરક્તાય તવ ચાધોક્ષજસ્ય ચ | વક્તુમર્હસિ યોડદુદ્યદ્વેન્યરૂપેણ ગામિમામ્ 1 ૭॥ સૂત કવચ ચોદિતો વિદુરેણૈવં વાસુદેવકથાં પ્રતિ | પ્રશસ્ય તં પ્રીતમના મૈત્રેયઃ પ્રત્યભાષત ।। ૮।। શ્રીમૈત્રેયજી કહે છે — આ પ્રમાલે જયારે બંદીજનોએ મહારાજ પૃથુના ગુ્રો અને કર્મોનાં વખાણ કરીને તેમની પ્રશંસા કરી ત્યારે તેમણે પલ્ર તેમનું અભિનંદન કરીને તથા તેમને મનોવાંછિત વસ્તુઓ આપીને સંતુષ્ટ કર્યા. (૧) તેમલે બ્રાહ્મણ વગેરે ચારે વર્ણાનો, સેવકો, મંત્રીઓ, પુરોહિતો, પુરવાસીઓ, દેશવાસીઓ, ભિન્ન ભિન્ન કારની પ્રકૃતિના લોકોનો સત્કાર કર્યો (૨) વિદુરજીએ પૂછ્યું - હે બ્રહાન્! પૃથ્વી તો અનેક રૂપો ધારણ કરી શકે છે; તેણે ગાયનું જ રૂપ શા માટે ધારણ કર્યું? અને જ્યારે મહારાજ પથ ત્યારે વાછછરડો કોણ બન્યું? અને દોહવાનું પાત્ર કયું થયું? (૩) દેવી પૃથ્વી તો પહેલાં સ્વભાવથી જ ઊંચી-નીચી હતી, તેને તેમણે સમતલ કેવી રીતે બનાવી? અને ઇન્દ્ર તેમના થશ-સંબંધિત ઘોડાને શા માટે હરી ગયા? (૪) બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાન સનત્કુમાર પાસેથી જ્ઞાન અને વિશ્ાન મેળવીને તે રાજર્ષિ (પૃથુ) કઈ ગતિ પામ્યા? (૫) પૃથુના રૂપમાં સર્વેશ્વર ભગવાન થીડૃષ્ણે જ અવતાર લીધો હતો, એથી પુધ્યકીર્તિ શ્રીહરિના તે પૃથુ-અવતાર સાથે સંબંધિત જે અન્ય પણ પવિત્ર ચરિત્રો હોય તે બધાં જ તમે મને કહો. હું તમારો અને શ્રીકૃષ્ણચંદ્રનો ધણો અનુરાગી ભક્ત છું. (૬-૭) શ્રીસૂતજી કહે છે - જ્યારે વિદ્રજીએ ભગવાન વાસુદેવની કથા કહેવા માટે આ પ્રમાણે પ્રેરિત કર્યા ત્યારે શ્રીમૈત્રેજજી પ્રસન્નયિત્તે તેમની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા. (૮) ૧. પ્રા. પા. - સનટેસ્નુગીયમાનો મન । ૨. ક્રાચીન પ્રતમાં આના પછી “પૃયુગરિતે’ એટલો વષુ પાઠ છે. 3. તર. પા.
- પોર” ! 394 શ્રીમદભાગવત [અ૦૧૭ મૈત્રેક ર૨? યદાડભિષિક્તઃ પૃથુરદ્ર વિષ- રામન્ત્રિતો જનતાયાશ્ચ પાલઃ| પ્રજા નિરત્તે ક્ષિતિપૃષ્ઠ એત્ય ક્ષુક્ષામદેહાઃ પતિમભ્યવોચન્ ૯ વર્ય રાજગ્જાઠરેણાભિતપ્તા યથાડગ્નિના કોટરસ્થેન વૃક્ષાઃ | ત્વામધ યાતાઃ શરણં શરણ્યં યઃ સાંધિતો વૃત્તિકરઃ પતિર્નઃ ॥ ૧૦1 તન્ઞો ભવાનીહતુ રાતવેડન્નં ક્ષુધાર્દિતાનાં નરદેવદેવ । યાવન્ન નડ્ક્્યામહ ઉજિઝતોર્જા વાર્તાપતિસ્ત્વં કિંલ લોકપાલઃ |1૧૧॥ કેવ ઉજાશ પૃથુઃ પ્રજાનાં કરુણં નિશમ્ય પરિદેવિતમ્ ! દીર્થ દધ્યૌ કુરુશ્રેષ્ઠ નિમિત્ત સોડન્વપદ્યત || ૧૨॥ ઈંતે વ્યવસિતો બુદ્ધયા પ્રગૃહીતશરાસનઃ । સન્દષે વિશિખં ભૂમેઃ કુદ્ધસ્રિપુરહા યથા 1 ૧૩) પ્રવેપમાના ધરણી નિશામ્યોદાયુધં ચ તમ્ ! ગૌઃ સત્યપાદ્રવદ્ધીતા મૃગીવ મૃગયુદુતા । ૧૪॥। તામન્વધાવત્તહૈન્યઃ” કુપિતોડત્યરુેક્ષણઃ | શરં ધનુષિ સન્ધાય યત્ર યત્ર પલાયતે || ૧૫॥ સાદિશોવિદિશોદેવી રેદસીચાન્તરં તયોઃ । ધાવન્તી તત્ર તત્રેનં દદર્શાનૂધતાયુધમ્ । ૧૬।। લોકે નાવિન્દત ત્રાણં વૈન્યાન્મૃત્યોરિવ પ્રજાઃ । ત્રસતા તદા નિવવૃતે હૃદયેન વિદ્યતા | ૧૭ ઉવાચ ચ મહાભાગં ધર્મજ્ઞાપન્નવત્સલ | ત્રાહિમામાંપિ ભૂતાનાં પાલનેડવસ્થિતો ભવાન્ | ૧૮! સ ત્વંજિઘાંસસે કસ્માદીનામકૃતકિલ્બિષામ્ । અહનિષ્યત્કથં યોષાં ધર્મશ ઇતિ યો મતઃ ॥૧૯॥ શ્રીમૈત્રેયજીએ કહું — હે વિદુરજી! બ્રાહ્મણોએ મહારાજ પૃથુનો રાજ્યાભિષેક કરીને તેમને પ્રજારક્ષક જાહેર કર્યા. તે દિવસોમાં પૃથ્વી અન્નહીન થઈ ગઈ હતી, તેથી ભૂખને કારણે પ્રજાજનોનાં શરીર સુકાઈને નિર્બળ થઈ ગયાં હતાં. તે બધાએ પોતાના સ્વામી પૃથુ પાસે આવીને કહ્યું. (૯) “હે રાજન્! જેમ વૃક્ષની બખોલમાં સળગતી આગથી વૃકો બળી જાય છે તેવી જ રીતે અમે પેટની ભીષણ જ્વાળા (જઠરાગ્નિ)થી બળી રહ્યા છીએ. તપે શરશ્ઞાગતોનું રકણ કરનારા છો અને અમારા અન્નદાતા સ્વામી (પ્રભુ) બનાવવામાં આવેલા છો, તેથી અમે તમારા શરણે આવ્યા છીએ. (૧૦) તમે સમસ્ત લોકોનું રક્ષણ કરનારા છો, તમે જ અમારી જીવિકાના પણ સ્વામી છો, તેથી હે રાજરાજેશ્વર! તમે અમ કૂધાપીડિતોને સત્વરે અન્ન આપવાની વ્યવસ્થા કરો; એવું ન બને કે અન્ન મળે એ પહેલાં જ ભૂખને લીધે અમારું મૃત્યુ થઈ જાય. (૧૧) શ્રીમૈત્રેયજી કહે છે — હે ફરશ્રેષ્ઠ! પ્રજાજનોનું કરૂછ, ક્ંદન સાંભળીને મહારાજ પૃથુ ઘણા સમય સુધી વિચાર કરતા રહ્યા. અંતે તેમને અન્નના અભાવના કારણની ખબર પડી ગઈ. (૧૨) “પૃથ્વીએ જાતે જ અન્ન અને ઔષધિઓને પોતાનામાં ગોષવી દીધાં છે’ - પોતાની બુદ્ધિથી આ વાતતો નિશ્ચય કરીને તેમણે પોતાનું ધનુષ્ય ઉપાડ્યું અને ત્રિપુરનો વિનાશ કરનારા ભગવાન શંકરની જેમ અત્યંત ફુદ્ધ થઈને પૃથ્વીને લક્ષ્ય બનાવીને બાણ ચઢાવ્યું. (૧૩) તેમને શસ ઉપાડેલા જોઈને જેમ શિકારી પીછો કરે ત્યારે હરિણી ભયથી ભાગે છે તેવી જ રીતે પૃષ્તી ભય પામીને ગાયનું રૂપ ધાર્ કરીને ભાગવા લાગી. (૧૪) આ જોઈને મહારાજ પૃથુની આંખો કોધથી લાલ થઈ ગઈ. જ્યાં-જ્યાં પૃથ્વી ગઈ ત્યાં-ત્યાં ધનુષ્ય પર બાણ ચઢાવીને તેઓ તેનો પીછો કરતા રહ્યા. (૧૫) દિશા, વિદિશા, સ્વર્ગ, પૃષ્વી અને અંતરિક્ષમાં - જ્યાં-જ્યાં પલ્ર તે દોડીને જતી ત્યાં તેને પોતાની પાછળ હથિયાર ઉઠાવેલા મહારાજ પૃથુ દેખાતા હતા. (૧૬) જેમ મનુષ્યને મૃત્યુથી કોઈ બચાવી શક્તું નથી તેવી જ રીતે તેને ત્રણે લોકમાં આ વેનપુત્ર પુથુથી બચાવનારું કોઈ પણ મળ્યું નહીં. ત્યારે તે અત્પંત ભયભીત થઈને દુઃખી ચિત્તે પાછી વળી. (૧૭) અને મહાભાગ પ્રથુજીને કહેવા લાગી - “ધર્મના તત્ત્વને જાણનારા હે શરણાગત-વત્સલ રાજન્! તમે તો બધાં જ પ્રાણીઓનું રક્ષબ્ર કરવામાં તત્પર રહો છો, તમે મારું પણ રક્ષણ કરો. (૧૮) હું અત્યંત દીન અને નિરપરાધ છું; તમે મને શા માટે મારવા ઇચ્છો છો? આ ઉપરાંત, તમે ૧. ગ્રાચીન પ્રતમાં “મત્રેવ ઉવાચ નથી. ૨. ગ્રા. પા. - પૃવુમ્ ૩. પ્રા. પા. - તામેવાનુદવકેન્વઃ 1 અ૦ ૧૭] ચોયો સ્કન્ધ 295 પ્રહરન્તિ ન વૈ સ્રીષુ કૃતાગઃસ્વપિ જન્તવઃ | કિમુત ત્વહિધા રાજન્ કરુણા દીનવત્સલાઃ ।। ૨૦॥ માંવિપાટ્યાજરાં નાવં યત્ર વિશ્વપ્રાતિષ્ઠિતમ્ ! આત્માનંચપ્રજાશ્ચેમાઃ કથમમ્ભસિ’ ધાસ્યસિ || ૨૧॥ ફફરુવાચ વસુધે ત્વાં વધિષ્યામિ મચ્છાસનપરાડમુખીમ્ । ભાગંબર્હિપિયા વૃડ્ક્તેન તનોતિચનોવસુ । ૨૨॥ યવસં જગ્ધ્યનુદિનં નૈવ દોગ્ધ્યોધસં પયઃ । તસ્યામેવં હિ દુષ્ટાયાં દશો નાત્ર ન શસ્યતે || ૨૩।॥। ત્વંખલ્વોષધિબીજાનિપ્રાકસૃષ્ટાનિ સ્વયમ્ભુવા । નમુગ્યસ્યાત્મરુદ્ધાનિ મામવજ્ઞાય મન્દધીઃ ॥ ર૪॥। અમૂષાં ક્ષુત્પરીતાનામાર્તાનાં પારેદેવિતમ્ 1 શમયિષ્યામિ મદબાશૈર્ભિન્ઞાયાસ્તવ મેદસા ॥ ર૫॥। પુમાન્યોપિદુત કલીબ આત્મસમ્ભાવનોડધમઃ । ભૂતેષુ નિરનુક્રોશો નૃપાણાં તદ્ઘધોડવધઃ ॥ ર ૬॥ ત્વાંસ્તબ્ધાંદુર્મદાં નીત્વા માયાગાં તિલશઃશરૈઃ । આત્મયોગબલેનેમા ધારયિષ્યામ્યહેં પ્રજાઃ ॥ ૨૭1! એવં મન્યુમયી મૂર્તિ કૃતાન્તમિવ બિભ્રતમ્ । પ્રણતા પ્રાગ્જલિઃ પ્રાહ મહી સગ્જાતવેપથુઃ !! ર ૮! કસોવાચર નમઃ પરસ્મૈ પુરુષાય માયયા વિન્યસ્તનાનાતનવે* ગુણાત્મને 1 નમઃ સ્વરૂપાનુભવેન નિર્ધુત- દ્રવ્યક્રિયાકારકવિભ્રમોર્મયે થેનાહમાત્માયતને વિનિર્મિતા ધાત્રા યતોડયં ગુણસર્ગઃ સ એવ માં હત્તુમુદાયુધઃ સ્વરા- ડુપસ્થિતોડન્યં શરણં કમાશ્રવે ॥ ૩૦! ॥ર૨૯॥ તો ધર્મને જાણનારાઓમાં પ્રસિદ્ધ છો; તો પછી મુજ સ્રીનો વધ તમે કેમ કરી શકશો? (૧૯) સ્રીઓ કોઈ અપરાધ કરે છે તો સાધારણ જીવ પણ તેમના પર હાથ ઉઠાવતા નથી, તો પછી તમારા જેવા કરુલ્રામય અને દીનવત્સલ તો એવું કરી જ કેમ શકે? (૨૦) હું તો એક સુદઢ નૌકા જેવી છું, સઘળું જગત મારા જ આધાર પર સ્થિત છે. મને ભાંગીને તમે પોતાને અને પોત!ની પ્રજાને જળ ઉપર કેવી રીતે રાખશો? (૨૧) 5 (મહારાજ પૃથુએ કહ્યું - ઠે પૃથ્વી! તું મારી આજ્ઞાન્ ઉલ્લંધને કરનારી છે. તું યશમાં દેવતારૂપે ભાગ તો લે છે, પરંતુ તેના બદલામાં અમને અન્ન આપર્તી નથી; તેથી આજે હું તને મારી નાખીશ. (ર૨) તું દરરોજ લીવું-લીંલું ઘાસ ખાઈ જાય છે અને પોતાના આંચળનું દૂધ આપતી નથી આવી દુષ્તા કરવાને કારણે તને દંડ આપવામાં આવે તે અનુચિત કહી શકાય નહીં. (૨૩) તું નાદાન છે; તેં પૂર્વકાળમાં બ્રલાજીએ પેદા કરેલાં અન્નાદિ ઔષધિઓને પોતાનામાં લીન કરી લીધાં છે અને હવે મારી પણ પરવા નહીં કરીને તેને તું પોતાના ગર્ભમાંથી બહાર કાઢતી નથી. (૨૪) હવે હું પોતાનાં બાણોથી તને છિન્ન-ભિન્ન કરીને તારા મેદથી આ ક્ષુધા- પીડિત અને દીન પ્રજાજનોના કરુણ ક્ંદનનું શમન કરીશ. (૨૫) જે દુર પોતાનું, જ પોષણ કરનારાઓ તથા અન્ય પ્રાણીઓ પ્રત્યે નિર્દય હોય તે પુરુષ, સ્રી અથવા નપુંસક કોઈ પણ હોય, માટે નહીં મારવા બરાબર જ છે. (૨૬) તું ઘણી ધમંડી અને મદોન્મત્ત છે; આ સમયે માયાથી જ આ ગાયનું રૂપ બનાવેલું છે. હું બા્ોથી તારા ટુકડે-ટુકડા કરીને પોતાના યોગબળથી પ્રજાજનોને ધારણ કરીશ. (૨૭) આ સમયે મહારાજ પૃથુ કાળની જેમ ક્ોધમયી મૂર્તિ પારણ કરેલા હતા. તેમના આ શબ્દો સાંભળીને ભૂદેવી કંપવા લાગી અને તેણે અત્યંત વિનપ્રભાવે હાથ જોડીને કહ્યું. (૨૮) પૃથ્વીએ કલું - તમે સાથાત્ પરપુરુષ છો તથા પોતાની માયાથી અનેક પ્રકારનાં શરીર ધારબ્ર કરીને અર્થાત્ અવતાર લઈને ગુણમય જેવા જણાઓ છો; અહંકારથી ઉત્પન્ન થનારા અધિભૂત, અધિદૈવ અને અધ્યાત્મ સંબંધી અભિમાન અને તેનાથી ઉત્પન્ન થનારા રાગ-દ્રેષાદિથી આપ સર્વથા રહિત છો. આપના આવા સ્વરૂપનો અનુભવ થઈ જતાં રાગ-હ્ેષાદિ વિકારોનો વેગ શાંત થઈ જાય છે. એવા આપ પરમપુરુષને નમસ્કાર કરું છું. (૨૯) તમે સમસ્ત જગતના વિધાતા છો; તમે જ આ ત્રિગુભ્રાત્મક સૃષ્ટિ રચેલી છે અને મને સમસ્ત જીવોનો ૬. પ્રા. પા. - કથ સન્ધારયિષ્યસિ | ૨. પ્રા. પા. - પ્રાચીન પ્રતમાં ‘ધરોવાચ’ નથી. 3. પ્રા. પા. વિન્યસ્તમાયાતત ! 396 શ્રીમદૂભાગવત [અ૦૧૭ ય એતદાદાવસુજચ્ચરાચરં સ્વમાયયાડડત્માશ્રયયાડવિતર્ક્યયા । તથૈવ સોડયં કિલ ગોપ્ુમુધ્રતઃ કથં નુ માં ધર્મપરો જિઘાંસતિ | ૩૧! નૂનં બતેશસ્ય સમીહિતં જને- સ્તન્માયયા દુર્જયયાડકૃતાત્મભિઃ । ન લક્ષ્યો યસ્ત્વકરોદકારયદ્ યોડનેક એકઃ પરતશ્ચ ઈશ્વરઃ 1૩ર॥ સર્ગાદિ યોડસ્યાનુરુ્ણાદ્રે શક્તિભિ- ર્દક્રિયાકારકચેતનાત્મભિઃ | સમુન્નદ્ધનિરુદ્ધશક્તયે નમઃ પરસ્મૈ પુરુષાય વેધસે 1૩૩॥ તસ્મૈ સ વૈ ભવાનાત્મવિનિર્મિતં જગદ્ ભૂતેન્દ્રિયાન્તઃકરણાત્મ્ક વિભો ! સંસ્થાપથિષ્યન્રજ માં રસાતલા- દભ્યુજ્જહારામ્ભસ આદિસૂકરઃ || ૩૪ અપામુપસ્થે મથિ નાવ્યવસ્થિતાઃ પ્રજા ભવાનધ રિરક્ષિષુઃ કિલ | સ વીરપૂર્તિઃ સમભૂદ્ધરાધરો યો માં પયસ્યુગ્રશશે જિઘાંસસિ । ૩૫॥ નૂનં જનૈરીહિતમીશ્વરાણા- મસ્મહિધૈસ્તદ્ગુણસર્ગમાયયા | ન જ્ઞાયતે મોહિતચિત્તવર્ત્મભિર- સ્તેભ્લો નમો વીરયશસ્કરેભ્યઃ ॥ ૩૬॥ આશ્રથ બનાવેલી છે. તમે સર્વથા સ્વતંત્ર છો. હે પ્રભુ! જ્યારે તમે જ અસ્તર-શસ્ત્ર લઈને મને મારવા માટે તૈયાર થઈ ગયા છો ત્યારે હું બીજા કોના શરણે જાઉં? (૩૦) કલ્યના આરંભમાં તમે પોતાને આશ્રિત રહેનારી અનિર્વચનીય માયાથી જ આ ચરાચર જગતની રચના કરી હતી અને તે માથા વડે જ તમે તેનું પાલનપોષજ કરવા માટે તૈયાર થયેલા છો. તમે ધર્મપરાયણ છો, તોપણ ગાયનું રૂપ ધારણ કરનારી મને શા માટે મારવા ઇચ્છો છો? (૩૧) તમે એક જ છો તેમ છતાં માયાને લીધે અનેક રૃપોમાં જણાઓ છો તથા તમે સ્વયં બ્રહ્માજીની રચના કરીને તેમના દ્વારા વિશ્વની રમના કરાવી છે. તમે સાક્ષાત્ સર્વેશ્વર છો. તમારી લીલાઓને અજિતેન્દ્રિય લોકો કેવી રીતે જાણી શકે? તેખની બુદ્ધિ તો તમારી દુર્જય માયાથી વિક્ષિપ્ત રહે છે. (૩૨) તમે જ પંચભૂતો, ઈન્દ્રિયો અને તેમના અધિષ્ઠાતા દેવતાઓ, બુદ્ધિ અને અહંકારરૂપ પોતાની શક્તિઓ વડે ક્રમશઃ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરો છો. ભિન્ન- ભિન્ન કાર્યો માટે અવારનવાર તમારી શક્તિઓનો આવિર્ભાવ અને તિરોભાવ થયા કરે છે. તમે સાક્ષાત્ પરમપુરુષ અને વિશ્વવિધાતા છો. તમને મારા નમસ્કાર છે. (૩૩) ઢે અજન્મા પ્રભુ! તમે જ પોતાનાં રચેલાં (પંચ- ભૂતો, ઈન્દ્રિયો અને અંતઃકરબ્રરૂપ જગતની સ્થિતિ માટે આદિવરાહ-રૂપ ધારણ કરીને મને રસાતલમાંથી બહાર લાવ્યા હતા. (૩૪) આ પ્રમાણે એક વાર તો મારો ઉદ્ધાર ક્ષો હતો અને ‘ધરાધર’ (અથવા “ધરણીધર’) નામ મેળવ્યું હતું; આજે તે જ તમે વીરમૂર્તિ-સમા, જળ ઉપર રહેલી નૌકાની જેમ સ્થિત મારા જ આશ્રયે રહેનારી પ્રજાનું રકણ કરવાના ઉદેશ્યથી તીખાં-તીણાં બાણ ચઢાવીને, દૂષ નહી આપવાના અપરાધમાં મને મારવા ઇચ્છો છો. (૩૫) આ ત્રિગુજ્ાત્મક સૃષ્ટિની રચના કરનારી તમારી માયાથી મારા જેવા સાધારણ જીવોનાં ચિત્ત મોહગ્રસ્ત થઈ રહ્યાં છે. મારા જેવા લોકો તો તમારી લીલાઓનો આશય સમજતા નથી, હે વીર! આપની લીલા આપનો યશ વધારનારી છે. એવા આપને મારા હૃદયપૂર્વક નમસ્કાર છે. (૩૬) કકક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમહેસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે પૃથુવિજયે* ધરિત્રીનિગ્રહો નામ સમદશોડધ્યાયઃ ॥ ૧૭॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત ‘પૃથુવિજય’માંનો ધરિત્રીનિગ્રહ નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત.