તેવીસમો અધ્યાય ચજા પૃથુની તપસ્યા અને તેમનું પરલોક-ગમન મૈત્રેર ઉવચ દષ્ટ્વાડડત્માનં પ્રવયસમેકદા વૈન્ય આત્મવાન્ ! આત્મના વર્ધિતાશેષસ્વાનુસર્ગઃ પ્રજાપતિઃ || ૧॥ જગતસ્તસ્થુષશ્ચાપિ વૃત્તિદો ધર્મભૃત્સતામ્ । નિષ્પાદિતેશ્વરદેશો યદર્થમિહ જશ્િવાન્ ॥ ર॥ આત્મજેષ્વાત્મજાં ન્યસ્ય વિરહાદ રુદતીમિવ ! પ્રજાસુ વિમતઃસ્વેક: સદારોડગાત્તપોવનમ્ ॥ ૩1! તત્રાપ્યદાભ્યનિયમો વૈખાનસસુસમ્મતે | આરબ્ધ ઉગ્રતપસિ યથા સ્વવિજયે પુરા 1૪ કન્દમૂલફલાહારઃ શુષ્કપર્ણાશનઃ ક્વચિત્ | અબ્ભક્ષઃ ૧કતિચિત્પક્ષાન્વાયુભક્ષસ્તતઃપરમ્ 1 ૫॥ ગ્રીષ્મે પગ્ચતપા વીરો વર્ષાસ્વાસારષાણ્મુનિઃ૨ । આકણ્ઠમગ્નઃ શિશિરે ઉદકે સ્થણ્ડિલેશયઃ | ૬॥ તિતિક્ષુર્યતવાગ્દાન્ત ઊર્ધ્વરેતા જિતાનિલઃ । આરિરાધથિષુઃ કૃષ્ણમચસ્ત્તપ ઉત્તમમ્ ॥૭॥ તેન ક્રમાનુસિદ્વેન ધ્વસ્તકર્મામલાશયઃ । પ્રાણાયામૈઃ સન્નિરુદ્રષડ્વર્ગશ્છિજ્ઞબન્ધનઃ ॥ ૮॥ સનત્કુમારો ભગવાન્ યદાહાધ્યાત્મિકં પરમ્ ! યોગં તેનૈવ પુરુષમભજત્યુરુષર્ષભઃ ॥ ૯।! શ્રીમૈત્રેજજી કહે છે - આ પ્રમાણે મહામનસ્વી પુથુએ પોતે જ અન્ન વગેરેની તથા નગર-ગામ ગગેરે સર્ગ (વિભાગો)ની વ્યવસ્થા કરીને, સ્થાવર-જંગમ (જડ-ચેતન) સૌની આજીવિકાની સુવિધા કરી દીધી તથા સાધુપુરુષોના માટેના ધર્મોનું પણ ખૂબ પાલન કર્યું. “મારી અવસ્થા કંઈક ઢળવા માંડી છે અને જે માટે મેં આ લોકમાં જન્મ લીધો પતો તે પ્રજાના રક્ષણરૂપ ઈશ્વરની આજ્ઞાનું પાલન પ્ર થઈ ચૂક્યું છે, તેથી હવે મારે અંતિષ પુરુષાર્થ - મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ’ - આમ વિચારીને તેમણે પોતાના વિરહમાં રતી પોતાની પુત્રી-રૂપ પૃથ્વીનો ભાર (પોતાના) પુત્રોને સોંપી દીધો અને સધળી પ્રજાને રડતી-કકળતી છોડીને તેઓ પોતાની યત્ની સહિત એક્લા જ તપોવનમાં ચાલી નીકળ્યા. (૧-૩) ત્યાં પણ તેઓ વાનપ્રસ્થ-આશ્રમના નિયમો અનુસાર એ જ રીતે ક્ઠોર તપસ્યામાં રત બની ગયા, કે જેમ પહેલાં ગૃહસ્થ-આશ્રમમાં અખંડ (અવિરત) દ્રતપૂર્વક પૃથ્વી પર વિજય મેળવવામાં રત રહેતા હતા. (૪) કેટલાક દિવસો તો તેમણે કંદ-મૂળ-ફળ ખાઈને વિતાવ્યા, કેટલોક સમય સૂકાં પાંદડાં ખાઈને રહ્યા, પછી કેટલાંક પખવાડિયાં સુધી પાણીથી જ નિર્વાહ કરતા રહ્યા અને એ પછી તો કેવળ વાયુથી જ નિર્વાહ કરવા લાગ્યા. (૫) આ વીરક્રેષ્ઠ (પૃથુ) મુનિ-વૃત્તિથી રહેતા હતા. ગરમીના દિવસોમાં તેમણે પંચાગ્નિઓનું સેવન કર્યું, વર્ષાકતુમાં ખુલ્લા મેદાનમાં રહીને પોતાના શરીર પર જળધારાઓ સહન કરી અને ઠંડી (શિશિર)માં કંઠ-પર્યત. પાણીમાં ડૂબેલા રહ્યા; અને તેઓ દરરોજ માટીની વેદી (સ્થંડિલ) પર જ શયન કરતા હતા. (૬) તેમણે શીત-ઉષ્જ વગેરે બધા પ્રકારના દ્રદ્દો સહ્યા તથા વાણી અને મનનો સંયમ કરને બ્રલ્મચર્યવ્રતનું પાલન કરતા રહીને પ્રાણોને પોતાને આધીન કર્યા. આ પ્રમાણે શ્રીકૃષ્ણની આરાધના કરવા માટે તેમણે ઉત્તમ તપ કર્યું. (9) આવા ક્રમને લીધે તેમની તપસ્યા ઘર્ણા પુષ્ટ થઈ ગઈ અને તેના પ્રભાવથી કર્મમળ નષ્ટ થઈ ગયો અને તેમનું ચિત્ત સર્વથા શુદ્ થઈગયું. પ્રાણ!યામ વડે મન અને ઇન્દ્રિયોનો સમ્યક્ નિરોધ થઈ જવાથી તેમનું વાસનાજનિત બંધન પણ છેદાઈ ગયું. (૮) ત્યારે, ભગવાન સનત્કુમારે તેમને પરમ-ઉંતૃષટ અધ્યાત્મયોગનો જે બોધ આપ્યો હતો તે અનુસાર જ રાજા પૃથુ પુરુષોત્તમ શ્રીહરિની આરાધના કરવા લાગ્યા. (૯) ૧. પ્રાચીન પ્રતમાં પાંચમા શ્લોકના ઉત્રાર્મનો ‘અબ્મક્ષ”ની પછીનો બયો ભાગ ખંડિત છે. ૨. પ્રા પા. - ન્સારવાનયુનિ: 1135521 અ૦ ૨૩] ચોથો સ્કન્ધ 421 ભગવદ્ધર્મિણઃ સાધોઃ શ્રદ્ધા યતતઃ સદા ! ભક્તિર્ભગવતિબ્રહ્મણ્યનન્યવિષયાડભવત્ | ૧૦ તસ્યાનયા ભગવતઃ પરિકર્મશુદ્ધ- સત્તવાત્મનસ્તદનુ સંસ્મરણાનુપૂર્ત્યા । જ્ઞાનં વિરક્તિમદભૂન્નિશિતેન યેન ચિચ્છેદ સંશયપદં નિજજીવકોશમ્ || ૧૧।। છિન્ઞાન્યધીરધિગતાત્મગતિર્નિરીહ ૫- સ્તત્તત્યજેડચ્છિનદિદં વયુનેન યેન ! યોગગતિભિર્યતિરપ્રમત્તો યાવદ્ગદાગ્રજકથાસુ રતિ ન કુર્યાત્ । ૧ ૨॥ તાવન્ન એવં સ વીરપ્રવરઃ સંયોજ્યાત્માનમાત્મનિ । બ્રહ્મભૂતો દેઢં કાલે તત્યાજ સ્વં કલેવરમ્ ॥૧૩॥ સમ્પીડ્યપાયું પાર્ષ્ષિભ્યાં વાયુમુત્સારયગ્છનેઃ૨ । નાભ્યાં કોષ્ઠેષ્વવસ્થાપ્ય હદુરઃ કણ્ઠશીર્ષણિ ॥ ૧૪॥ ઉત્સર્પયંસ્તુ તં મૂર્ધ્નિ ક્રમેણાવેશ્ય નિઃસ્પૃહઃ । વાયું” વાયો ક્ષિતો કાયં તેજસ્તેજસ્યયૂયુજત્ ॥ ૧૫॥। ખાન્યાકાશે દ્રવં તોયે યથાસ્થાનં વિભાગશઃ | ક્ષિતિમમ્ભસિ તત્તેજસ્યદો વાયૌ નભસ્યમુમ્ ॥ ૧૬॥ ઇન્દ્રિયષુ મનસ્તાનિ તન્માત્રેષુ યથોદ્રવમ્ ! ભૂતાદિનાડમૂન્યુત્કૃષ્ય મહત્યાત્મનિ સન્દધે ॥ ૧૭॥। તં સર્વગુણવિન્યાસં જીવે માયામયે ન્યધાત્ ! તં ચાનુશયમાત્મસ્થમસાવનુશયી પુમાન્ | જ્ઞાનવૈરાગ્યવીર્યેણ “સ્વરૂપસ્થોડજહાત્મભુઃ ॥। ૧૮॥ આ રીતે ભગવત્પરાયબ્ર થઈને શ્રદ્ધાપૂર્વક સદાચારનું પાલન કરતા રહીને નિરંતર સાધન કરવાથી તેમની પરબ્રહ્મ પરમાત્મામાં અનન્ય ભક્તિ થઈ ગઈ. (૧૦) આ પ્રમાણે ભગવાનની ઉપાસનાથી અન્તઃકરણ શુદ્ન- સાત્વિક થઈ જવાથી નિરંતર ભગવત્-ચિંતનના પ્રભાવથી પ્રાપ્ત થથેલી આ અનન્ય ભક્તિથી તેમને વૈરાગ્ય-સહિત જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને પછી તે ઉત્કટ જ્ઞાન થકી તેમણે જીવના ઉપાધિભૂત અહંકારને, કે જે બધા પ્રકારના સંશય- વિપર્યયનો આશ્રય છે - તેને નષ્ટ કરી દીધો. (૧૧) આના પછી મરીરમાં આત્મબુદ્ધિની નિવૃત્તિ અને પરમાત્મસ્વરૂપ શ્રીકૃષ્ણની અનુભૂતિ થવાથી, અન્ય સર્વ પ્રકારની સિદ્ધિ વગેરેથી પણ ઉદાસીન થઈ જવાને કારણે તેમણે તે તત્ત્વ-જઞાન માટે પણ પ્રયત્ન કરવાનું છોડી દીધું, કે જેની સહાયથી આ પહેલાં પોતાના જીવકોશનો નાશ કર્યો હતો; કારણ કે સાધકને જ્યાં સુધી યોગમાર્ગ દ્વારા શ્રીકૃષ્ણ-કથામૃતમાં અનુરાગ થતો નથી ત્યાં સુધી કેવળ યોગસાધના થકી તેનો મોહજનિત પ્રમાદ દૂર થતો નથી, ભ્રમ મટતો નથી. (૧૨) પછી, જ્યારે અંતકાળ આવી ઊભો ત્યારે વીરવર પૃથુએ પોતાના ચિત્તને દહતાપૂર્વક પરમાત્મામાં સ્થિર કરીને બ્રહ્મભાવમાં સ્થિત થઈને પોતાનું શરીર ત્યજી દીધું. (૧૩)! તેમણે પાનીથી ગુદા-દ્વારને અવરોધીને પ્રાણવાયુને ધીરે-ધીરે મૂલાધાર ચક્રથી ઉપર તરફ લેતા જઈને તેને ક્રમશઃ નાભિમાં, હૃદયમાં, વક્ષઃસ્થળ, કંઠ અને મસ્તકમાં સ્થિત કર્યો. (૧૪) પછી તે વાયુને વધુ ઉપર તરફ લઈ જઈને, ક્રમશઃ બ્રહ્મરંધ્રમાં સ્થિર કર્યો. હવે તેમને કોઈ પ્રકારના સાંસારિક ભોગોની લાલસા રહી નહીં. પછી સ્થાન પ્રમાણે વિભાજન કરીને તેમણે પ્રાણવાયુને સમજિ-વાયુમાં, પાર્ષિવ શરીરને પૃથ્વીમાં અને શરીરના તેજને સમષ્ટિ-તેજમાં લીન કરી દીધાં. (૧૫) કદયાકાશને મહાકાશમાં અને શરીરમાં રહેલા રુધિર વગેરે પ્રવાહી અંશને સમષ્ટિ-જળમાં લીન કર્યાં. પછી, આ જ પ્રમાણે પૃથ્વીને જળમાં, જળને તેજમાં, તેજને વાયુમાં અને વાયુને આકાશમાં લીન કર્યાં. (૧૬) ત્યારબાદ મનને ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયોને તેમના કારણભૂત તન્માત્રાઓમાં અને સૂક્મભૂતોના કારણ અહંકાર દ્વારા આકાશ, ઇન્દ્રિયો અને તન્્માત્રાઓને તે જ અહંકારમાં લીન કરીને, તે અહંકારને મહત્તત્ત્તમાં લીન કર્યો. (૧૭) પછી સઘળા ગુણોની અભિવ્યક્તિ કરનારા તે મહત્ત્વને માયા-ઉપાધિભૂત જીવમાં સ્થિત કર્યું. ત્યારબાદ તે માયારૂપ જીવની ઉપાધિને પણ તેમણે જ્ઞાન અને વૈરાગ્યના ૧. પ્રાચીન પ્રતમાં ‘છિનાન્યવીરપિગતાત્મગતિર્નિરીહ” ભાગ વાયું | ૪. પ્રા. પા. - સ્વરૂપસ્થો વ્યધાત્ ! 1 15521 ખંડિત છે. ૨. પ્રા. પા. - વાયુમુત્સર્પવ૦ 1 ૩. પ્રા. પા. - વાવો 422 શ્રીમદભાગવત [અવ સ્૩ અર્ચિ્નાંમ મહારાજ્ઞી તત્પત્ન્યનુગતા વનમ્ ! સુકુમાર્યતદર્હા ચ યત્પદ્ભ્યાં સ્પર્શનં ભુવઃ ॥ ૧૯॥ અતીવ ભર્તુદ્રતધર્મનિષ્ઠયા શુશ્રૂષણા ચારષદેહયાત્રયા | નાવિન્દતાર્તિ પરિકર્શિતાપિ સા પ્રેવસ્કરસ્પર્શનમાનનિર્વૃતિઃ ॥૨૦॥ દેહ વિપન્નાખિલચેતનાદિકં પત્યુઃ પૃથિવ્યા દવિતસ્ય ચાત્મનઃ 1 આલક્ષ્ય કિંગ્ચચ્ચ વિલપ્ય સા સતી ચિતામથારોપયદદ્રિસાનુનિ ॥૨૧॥ વિધાય કૃત્યં હદિનીજલાય્લુતા૨ દત્ત્વોદર્ક૨ ભર્તુરુદારકર્મણઃ । નત્વા દિવિસ્થાંસ્તરિદશાંસ્ત્રિઃ પરીત્ય વિવેશ વહિં ધ્યાયતી ભર્તુપાદો્ગે ॥। ર ૨॥ વિલોક્યાનુગતાં સાધ્વી પૃથું વીરવરં પતિમ્ । તષ્ટવુર્વરદા દેવૈર્દેવપત્ન્યઃ સહસ્રશઃ | ર૩॥। કુર્વત્યઃ કુસુમાસારં તસ્મિન્મન્દરસાનુનિ । નદત્સ્વમરતૂર્યેષુ ગૃણન્તિ સ્મ પરસ્પરમ્ | ૨૪॥ દેવ ઊચુઃ અહો ઈયં વધૂર્ધન્યા યા ચૈવં ભૂભુજાં પતિમ્ । સર્વાત્મના પતિં ભેજે યજ્ઞેશ શ્રીર્વધૂરિવ ।। ર૫! સૈષા નૂનં વ્રજત્યૂર્ધમનુ વૈન્ય પર્તિ સતી । પશ્યતાસ્માનતીત્યાર્ચિદુર્વિભાવ્યેન કર્મણા ॥ ર૬ તેષાં દુરાષ કિંત્વન્યન્મર્ત્યાનાં ભગવત્પદમ્ / ભુવિ લોલાયુષો વે વૈ નૈષ્કર્મ્ય સાધયન્ત્યુત ॥। ૨૭॥ સવગ્થિતો બતાત્મધ્રૂકરકુચ્છેણ મહતા ભુવિ । લબ્ધ્વાપવર્ગ્ય માનુષ્ય વિષયેષુ વિષજ્જતે ॥ ૨ર૮॥ પ્રભાવથી પોતાના શુદ્ધ બ્રહ્મસ્વરૂપમાં સ્થિત થઈને ત્યજી દીધી. (૧૮) મહારાજ પૃથુની પત્ની મહારાભ્રી અર્ચિ પણ તેમની સાથે વનમાં ગયાં ગયાં. તેઓ ઘદ્યાં સુકોમળ હતાં, પગથી જમાનને સ્પર્શ કરવાને પજ્ઞ યોગ્ય ન હતાં. (’ છતાં તેમણે પોતાના સ્વામીનાં દ્રત-નિયમો વગેરેનું પાલન કરતાં રહીને તેમની ખૂબ સેવા કરી અને મુનિવૃત્તિ અનુસાર કંદ-મૂળ વગેરેથી નિર્વાહ કર્યો. આનાથી જોકે તેઓ ઘણાં દૂબળાં બની ગયાં હતાં, તોપબ્ર પ્રિયતમનદ કરસ્પર્શથી સમ્માનિત થઈને, તેમાં જ આનંદ માનતાં હોવાને કારણે તેમને કોઈ પ્રકારનું કર થતું ન હતું. (ર૦) અત્યારે પૃથ્વીના સ્વામી અને પોતાના પ્રિયતમ મહારાજ પૃથુના શરીરને ચેતના વગેરે સર્વ જીવનધર્મોથી રહિત (થયેલું) જોઈને તે સતીએ થોડો સમય વિલાપ કર્યો. પછી પર્વત ઉપર ચિતા ખડકીને તેતા પર તે શરીર ગોઠવ્યું. (૨૧). ત્યારપછી તે વેબાની સષળી ક્રિયાઓ કરીને નદીના જળમાં સ્નાન કર્યું. પોતાના પરમ પરાક્રમી પતિને જલાંજલિ આપીને આકાશસ્થિત દેવતાઓની વંદના કર્રા તથા ચિતાની ત્રણ વાર પરિક્રમા કરીને પતિદેવનાં ચરણોનું ધ્યાન ધરતાં રહીને અગ્નિપ્રવેશ કરી ગયાં. (૨૨) પરમસાધધ્વી અર્ચિને આ પ્રમાણે પોતાના પતિ વીરશ્રેષ્ઠ પૃધુનું અનુગમન કરતાં જોઈને હજારો વરદાયિની દેવીઓએ પોતપોતાના પતિઓ સાથે તેમની સ્તુતિ કરી. (ર૩) ત્યાં દેવતાઓનાં વાજાં વાગવા લાગ્યાં, તે સમયે તે મંદરાચળના શિખર પર તે દેવાંગનાઓ પુષ્પવૃષ્ટિ કરતાં-કરતાં પરસ્પર આ પ્રમાણે કહેવા લાગી. (૨૪) ઉ ઇદવીઓએ કહયું - અહો! આ સ્રી ધન્ય છે! એલે પોતાના પતિ રાજરાજેશ્વર પૃથુની મન, વાદ્રી અને શરીરથી બરાબર એ જ રીતે સેવા કરી છે કે જેમ શ્રીલક્ષ્મીજી યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુની સેવા કરે છે, (૨૫) અવશ્ય પોતાન! અચિંત્ય કર્મના પ્રભાવથી આ સતી આપણને પણ અતિક્રમીને પોતાના પતિ સાથે ઉચ્ચતર લોકોમાં જઈ રહી છે. (ર૬) આ લોકમાં થોડાક જ દિવસોનું જીવન છે તેમ છતાં પબ્ર જે મનુષ્યો ભગવાનન! પરમપદની પ્રાપ્તિ કચવનારું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે તેમના માટે સંસારમાં કયો પદાર્થ દુર્લભ છે? (ર૭) તેથી, જે મનુષ્ય ભૂલોકમાં મોક્ષના સાધનરૂપ મનુષ્ય-શરીરને ધણી મુશ્કેલીથી પામીને પણ વિષયોમાં આસક્ત રહે છે તે નક્કી આત્મહત્યારો છે; અરે! તે છેતરાઈ ગયો છે! (ર૮) દ. પ્ર. પા. - કર્પિતદેઠત। ૨. મ પા. - ત્જલષુતા | ૩. ત્ર. પા - ફત ૪. ક પા. કપાતની 115521 અ૦ ર૩] ચોથો સ્કન્ધ 423 મૈત્રેય ઉરશ સ્તુવતીષ્વમરસ્રીષુ પતિલોક ગતા વધૂઃ | યંય વા આત્મવિદાં ધુરયો વૈન્યઃ પ્રાપાચ્યુતાશયઃ૨ ।। ર૯ ઇત્થંભૂતાનુભાવોડસૌ પૃથુ : સ” ભગવત્તમઃ । કીર્તિતં તસ્ય ચરિતમુદામચરિતસ્ય* તે 1૩૦॥ ય ઇદં સુમહત્પુર્યં શ્રદ્ધયાડવહિતઃ પઠેત્ | શ્રાવયેચ્છુણુયાદ્વાપિ સ પૃથોઃપદવીમિયાત્ ! ૩૧! બ્રાહ્મણો બ્રહ્મવર્ચસ્વી રાજન્યો જગતીપતિઃ ! વૈશ્યઃપઠન્વિટ્પતિઃ સ્પાચ્છૂદ્ર* સત્તમતામિયાત્ ॥ ૩૨ ॥ ્રિકૃત્વ ઇદમાકર્ણ્ય નરો નાર્યથવાડડદંતા । અપ્રજઃ સુપ્રજતમો નિર્ધનો ધનવત્તમઃ । ૩૩।। અસ્પષ્ટકીર્તિઃસુયશા મૂર્ખો ભવતિ પશ્ડિતઃ ! ઇદં સ્વરત્યથનં પુંસામમડ્ાલ્યાનેવારણમ્ | ૩૪॥ ધન્ય યશસ્યમાયુષ્યં સ્વર્ગ્ય કલિમલાપહમ્ | ધર્માર્થકામમોક્ષાણાં સમ્યકસિદ્વિમભીપ્સુભિઃ ! શ્રદ્ધૈતદનુશ્રાવ્યં ચતુણા કારણં પરમ્ 1 ૩૫।। વિજયાભિમુખો રાજા શશ્રુત્વૈતદભિયાતિયાન્ ! બલિં તસ્મૈ હરન્ત્યગ્રે રાજાનઃ પૃથવે યયા ॥ ૩૬॥। મુક્તાન્યસક્વો ભગવત્યમલાં ભક્તિમુદ્રહન્ 1 વૈન્યસ્ય ચરિતં પુણ્યં શૃણુયાચ્છાવયેત્પઠેત્ | ૩૭॥। વૈચિત્રવીર્યાભિહિતં મહન્માહાત્મ્યસૂચકમ્ । અસ્મિન્ કૃતમરતિર્મ્ત્યઃપાર્થવી ગતિમાપ્નુયાત્ 1 ૩૮॥। અનુદિનાપિદમાદરેણ શ્રૃણ્વન્ પૃથુચરિતં પ્રથયન્ વિમુક્તસ્ઞઃ 1 ભગર્વાતિ ભર્વાસિન્ધુપોતપાદે. સ ચ નિપુણાં લભતે રતિં મનુષ્યઃ || ૩૯॥ ક્ક્ન્કઃ શ્રીમૈત્રેવજી કહે છે - હે વિદુરજી! દેવાંગનાઓ આ પ્રમાજ્ને સ્તુતિ કરી રહી હતી ત્યારે, આત્યજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, ભગવાનના પ્રાજ્રરૂપ મહારાજ પૃથુ ભગવાનના જે પરમધામમાં ગયા, તે જ પતિલોકમાં મહારાણી ખર્ચિ પણ ગવાં. (૨૯) પરમ ભાગવત પૃથુજી આવા જ પ્રભાવશાળી હતા. તેમનાં ચરિત્રો ઘણાં ઉદાર છે, મેં તમારી આગળ તેમનું વર્ણન કર્યું. (૩૦) જે મનુષ્ખ આ પરમ પવિત્ર ચરિત્રને શ્રદ્ધાપૂર્વક (નેષ્કામભાવે) એકાગ્રચિત્તે વાંચે છે, સાંભળે છે અધવા સંભળાવે છે તે પણ મહારાજ પૃથુના પદને — ભગવાનના પરમધામને પામે છે. (૩૧) આનો સકામભાવે પાઠ કરવાથી બ્રાહ્મ બ્રહ્મતેજ પ્રાપ્ત કરે છે, ક્ત્રિય પૃથ્વીપતિ બની જાવ છે,વૈશ્ય વેપારીઓમાં મુખ્ય બની જાય છે અને શૂદ્રમાં સાધુતા આવી જાય છે. (૩૨) સ્ત્રી હોષ કે પુરુષ, જે કોઈ આને આદરપૂર્વક ત્રણ વાર સાંભળે છે તે સંતાનહીન હોય તો પુત્રવાન, ધનહીન હોય તો મહાધનવાન, કીર્તિઠીન હોય તો યશસ્વી અને મૂર્ખ હોય તો પંડિત બની જાય છે. આ ચરિત્ર મનુષ્યમાત્રનું કલ્યાણ કરનારું અને અમંગળને દર કરનારું છે. (૩૩-૩૪) આ (ચરિત્ર) ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું અને કળિયુગના દોપોનો નાશ કરનારું છે. આ ધર્મ વગેરે ચતુર્વર્ગ (ચારે પુરુષાર્થો)ને પ્રાપ્ત કરવામાં પણ ઘણું સહાયક છે; તેથી જે લોકો ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સારી પેઠે - સમ્યક્પણે સિદ્ધ કરવા ઇચ્છે છે તેમણે આનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું જોઈએ. (૩૫) જે રાજ વિજય માટે પ્રસ્થાન કરતી વેળાએ આ ચરિત્રને સાંભળીને પ્રયાણ કરે છે તેની આગળ આવી-આવીને (અન્ય) રાજાઓ એવી રીતે ભેટસોગાદો મૂકે છે કે જેમ તેઓ પૃથુની આગળ મૂકતા હતા. (૩૬) મનુષ્યે અન્ય તમામ પ્રકારની આસક્તિ છોડી દઈને ભગવાનમાં વિશુદ્ધ, નિષ્કામ ભક્તિભાવ રાખીને મહારાજ પૃથુનું આ નિર્મળ ચરિત્ર સાંભળવું, સંભળાવું અને વાંચવું જોઈએ. (૩૭) હે વિદુચ્જી! ભગવાનના માહાત્મ્યને પ્રગટ કરનારું આ પવિત્ર ચરિત્ર મે તમને સંભળાવ્યું. આ ચરિત્રમાં પ્રેમ રાખનારો મન્ષ્ય મહારાજ પૃથુના જેવી ગતિ પામે છે. (૩૮) જે મનુષ્ય આ પૃઘુ-ચરિત્રનું દરરોજ આદરપૂર્વક નિષ્કામભાવે શ્રવણ અને કોર્તન કરે છે તેનો શ્રીહરિમાં સુદઢ અનુરાગ થઈ જાય છે, કે જેમનાં ચરબકમળ સંસારસાગરને પાર કરવા માટે નૌકા સમાન છે. (૩૯) ઇતિ શ્રીમદ્ધવાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સૌહેતાયાં ચતુર્થસ્કન્ધે ત્રયોવિંશોડધ્યાયઃ |! ૨૩।। ચોથા સ્કન્ધ-અંતર્ગત તેવીસમો અધ્યાય સમાપ્ત.
ચજા પૃથુની તપસ્યા અને તેમનું પરલોક-ગમન મૈત્રેર ઉવચ દષ્ટ્વાડડત્માનં પ્રવયસમેકદા વૈન્ય આત્મવાન્ ! આત્મના વર્ધિતાશેષસ્વાનુસર્ગઃ પ્રજાપતિઃ || ૧॥ જગતસ્તસ્
પૃથુની વંશપરંપરા તથા પ્રચેતાઓને ભગવાન રુદ્રનો ઉપદેશ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.