ચોવીસમો અધ્યાય પૃથુની વંશપરંપરા તથા પ્રચેતાઓને ભગવાન રુદ્રનો ઉપદેશ મૈત્રેય ઉવાચ વિજિતાશ્ચોડધિરાજાડડસીત્યૃથુપુત્રઃ પૃથુશ્રવાઃ । યવીયોભ્યોડદદાત્કાષ્ઠા ભ્રાતૃભ્યો ભ્રાતૃવત્સલઃ ।। ૧।। હર્યક્ષાયાદિશત્મ્રાચીં ધૂમ્રકેશાય દક્ષિણામ્ | પ્રતીચીં વૃકસઝ્શ્ઞાય તુર્યા દ્રવિણસે વિભુઃ | ૨॥। અત્તર્ધાનગર્તિ શક્રાલ્લબ્ધ્વાન્તર્ધાનસગ્શિતઃ । અપત્યત્રયમાધત્ત શિખણ્ડિન્યાં સુસમ્મતમ્ । ૩।। પાવકઃ પવમાનશ્ચ શુચિરિત્યગ્નયઃ પુરા | વસિષ્ઠશાપાદુત્પન્નાઃ પુનર્યોગગતિં ગતાઃ ॥૪॥। અન્તર્ધાનો નભસ્વત્યાં હવિર્ધાનમવિન્દત | ય ઇન્દ્રમશ્ચહર્તારં વિદ્દાનખપિ ન જધ્તિવાન્ 1 ૫।॥। રાજ્ઞાં વૃત્તિ કરાદાનદણ્ડશુલ્કાદિદારુણામ્ | મન્યમાનો દીર્થસત્રવ્યાજેન વિસસર્જ હ || ૬॥ તત્રાપિ હંસં પુરુષં પરમાત્માનમાત્મદંક્ | યજંસ્તલ્લોકતામાપ કુશલેન સમાધિના | ૭ હવિર્ધાનાદ્ધવિર્ધાની વિદુરાસૂત ષટ્ સુતાન્ | બર્હિષદં ગયં શુક્લ કૃષ્ણં સત્યં જિતવ્રતમ્ | ૮॥ બર્હિષત્ સુમહાભાગો હાવિર્ધાનિઃ પ્રજાપતિઃ । ક્રિયાકાણ્ડેષુ નિષ્ણાતો યોગેષુ ચ કુરૂદ્રહ | ૯ યસ્યેદં દેવયજનમનુ યજ્ઞ વિતન્વતઃ | પ્રાચીનાગરૈઃ કુશૈરાસીદાસ્તૃતં વસુધાતલમ્ । ૧૦॥ સામુદ્રી દેવદેવોક્તામુપયેમે શતદ્ઠુતિમ્ । યાંવીક્્યચારુસર્વાડ્રી કિશોરી સુષ્ઠ્વલડકુતામ્ । પરિક્રમન્તીમુદ્રાહે ચકમેડગ્નિઃ શુકીમિવ ॥ ૧૧॥। શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! મહારાજ પૃથુ પછી તેમના પુત્ર પરમ યશસ્વી વિજિતાશ્ર રાજા થયા, તેમને પોતાના નાના ભાઈઓ પર ઘણો સ્નેહ હતો, તેથી તેમણે તે ચારેયને એક-એક દિશાનો અધિકાર સોંપ્યો. (૧) રાજા વિજિતાશ્રે હર્યક્ષને પૂર્વ, ધૂપ્કેશને દક્ષિણ, વૃકને પશ્ચિમ અને દ્રવિણને ઉત્તર દિશાનું રાજ્ય આપ્યું. (૨ ) તેમણે ઇન્દ્ર પાસેથી અન્તર્ધાન થવાની શક્તિ મેળવી હતી, તેથી તેઓ ‘અન્તર્ધાન’ પણ કહેવાતા હતા. તેમની પત્નીનું નામ શિખંડિની હતું. તેનાથી તેમને ત્રજ્ઞ સુપુત્રો થયા. (૩) તેમનાં નામ પાવક, પવમાન અને શુચિ હતાં. પૂર્વકાળમાં વસિષ્ઠજીનો શાપ હોવાથી ઉષર્યુક્ત નામના અગ્નિઓએ જ તેમના રૂપમાં જન્મ લીધો હતો. આગળ જતાં યોગમાર્ગથી તેઓ ફરી અગ્નિરૂપ થઈ ગયા હતા. (૪) # અન્તર્ધાનને નભસ્વતી નામની પત્નીથી એક અન્ય પુત્રરત્ન હવિર્ધાન પ્રાપ્ત થયો હતો. મહારાજ અન્તર્ધાન ઘણા ઉદાર પુરુષ હતા. તેમના પિતાના અશ્ચમેધયજ્ના ઘોડાને જ્યારે ઇન્દ્ર હરીને લઈ ગયા હતા, ત્યારે તેમને તેની જાણ થઈ જવા છતાં પણ તેમણે ઇન્દ્રનો વધ કર્યો ન હતો. (૫) રજા અન્તર્ધાને કર લેવો, સજા આપવી, દંડ વસૂલ કરવો વગેરે કર્તવ્યોને ઘણાં કઠોર તેમ જ બીજાઓ માટે કષ્ટદાયક સમજીને, એક દીર્ધકાલીન યજ્ઞમાં દીક્ષિત થવાના બહાને પોતાનું રાજકાજ છોડી દીધું. (૬) યશકાર્યમાં સંલગ્ન રહેવા છતાં પણ તે આત્મજ્ઞાની રાજાએ ભક્તોનો ભય ભાંગનારા પૂર્ણતમ પરમાત્માની આરાધના કરીને, સુદઢ સમાધિ દ્વારા ભગવાનનો દિવ્યલોક પ્રાપ્ત કર્યો, (૭) હે વિદુરજી! હવિર્ધાનની પત્ની હવિર્ધાનીએ બર્તિષદ્, ગય, શુક્લ, કૃષ્ણ, સત્ય અને જિતવ્રત નામના છ પુત્રો ઉત્પન્ન કર્યા. (૮) હે કુરુશરેષ્ઠ વિદુરજી! એમાંના હવિર્ધાનના પુત્ર મહાભાગ બર્હિષદ યજ વગેરે કર્મકાંડોમાં અને યોગના અભ્યાસમાં કુશળ હતા. તેમણે પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું. (૯) તેમણે એક સ્થાને, પછી બીજે સ્થાને એમ લાગલગાટ એટલા યજ્ઞો કર્યા કે આ સઘળી ભૂમિ પૂર્વ તરફ અગ્રભાગ કરીને ફેલાયેલા કુશોથી છવાઈ ગઈ હતી. (આને લીધે જ આગળ જતાં તેઓ ‘પ્રાચીનબર્હિ’ નામે વિખ્યાત થયા.) (૧૦) ચજા પ્રાચીનબર્તિએ બ્રહ્માજીના કહેવાથી સમુદ્રની પુત્રી શતકુતિ સાથે લગ્ન કર્યું હતું. સર્વાંગસુંદરી કિશોરી શતદુતિ સુંદર વસ્ત્રાભૂષણ્યોનો શણગાર સજીને લગ્નમંડપમાં જ્યારે વિવાહ માટે મંગલ ફેરાની પરિક્રમા કરતી હતી ત્યારે અ૦ ર૪] ચોયો સ્કન્ધ 425 વિબુધાસુરગન્ધર્વમુનિસિદ્ધનરોરગાઃ । વિજિતાઃ સૂર્યયા દિક્ષુ ક્વણયન્ત્યૈવ નૃપુરેઃ ॥ ૧ ૨॥। પ્રાચીનબર્હિષઃ પુત્રાઃ શતડુત્યાં દશાભવન્ ! તુલ્યનામવ્રતાઃ સર્વે ધર્મસ્નાતાઃ૧ પ્રચેતસઃ ॥। ૧૩॥। પિત્રાડડદિષ્ટાઃપ્રજાસર્ગે તપસેડર્ણવમાવિશન્ ! દશવર્ષસહસ્રાણિ* તપસાડડર્ચસ્તપસ્પતિમ્ ॥ ૧૪।। યદુક્તં પથિ દષ્ટેન ગિરિશેન પ્રસીદતા । તદ્ધયાયન્તો જપન્તશ્ચ પૂજયન્તશ્ચ સંયતાઃ | ૧૫।। દુર વાચ પ્રચેતસાં ગિરિત્રેણ યથાડડસીત્પથિ સક્ઞમઃ ! યદુતાહ હરઃ પ્રીતસ્તન્નો બ્રહ્મન્ વદાર્થવત્ | ૧૬॥। સદ્નમઃ ખલુ વિપ્રર્ષે શિવેનેહ શરીરિણામ્ । દુર્લભો મુનયો દધ્યુરસન્રાધમભીપ્સિતમ્ । ૧૭॥ આત્મારામોડપિ યસ્ત્વસ્ય લોકકલ્પસ્ય રાધસે । શક્ત્યાયુક્તો વિચરતિ ઘોરયા ભગવાન્ ભવઃ || ૧૮! મૈત્રેય ઉર પ્રચેતસઃ પિતુર્વાક્ય શિરસાડડદાય સાધવઃ | દિશં પ્રતીચીં પ્રયયુસ્તપસ્યાદંતચેતસઃ | ૧૯॥। સમુદ્રમુપ વિસ્તીર્ણમપશ્યન્ સુમહત્સરઃ । મહન્મન ઇવ સ્વચ્છં પ્રસન્નસલિલાશયમ્ | ર૦ નીલરક્તોત્પલામ્ભોજકહ્ાારેન્દીવરાકરમ્ |! હંસસારસચક્રાહ્કકારણ્ડવનિકૂજિતમ્? ॥ર૧॥ મત્તભ્રમરસૌસ્વર્યહષ્ટરોમલતાડધ્રિપમ્ ! પદ્મકોશરજો દિક્ષુ વિક્ષિપત્પવનોત્સવમ્ | રર સ્વયં અગ્નિદેવ પણ મોહિત થઈ ગયા અને જેમ શુકીને ચાહી હતી તેમ ચાહવા લાગ્યા. (૧૧) નવોઢા શતદ્ુતિએ પોતાનાં નૃપુરોના ઝન્નકારથી જ દિશા-વિદિશાઓના દેવતાઓ, અસુરો, ગંધર્વો, મુનિઓ, સિદ્ધો, મનુષ્યો અને નાગો - તમામને વશ કરી લીધા હતા. (૧૨) શતદ્ુતિના ગર્ભથી પ્રાચીનબર્હિને પ્રચેતાઓ નામે દસ પુત્રો થયા. તેઓ ઘણા જ ધર્મજ્ઞાની તથા એક-જેવાં નામ અને આચરણવાળા હતા. (૧૩) જ્યારે પિતાએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો ત્યારે તે બધાએ તપસ્થા કરવા માટે સમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યાં દસ હજાર વર્ષ સુધી તપ કરતા રહીને તેમણે તપનું ફળ આપનાર શ્રીહરિની આરાધના કરી. (૧૪) ઘરેથી તપસ્ધા કરવા માટે જતી વખતે માર્ગમાં શ્રીમહાદેવજીએ તેમને દર્શન આપીને કૃપાપૂર્વક જે તત્ત્તનો ઉપદેશ આપ્યો હતો તે (તત્ત્વ)નું તેઓ એકાગ્રતાપૂર્વક ધ્ધાન, જપ અને પૂજન કરતા રહ્યા. (૧૫) વિદુરજીએ પૂછ્યું - હે બ્રહ્મન! માર્ગમાં પ્રચેતાઓનો શ્રીમહાદેવજી સાથે કેવી રીતે સંગમ થયો અને તેમના પર પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને શો ઉપદેશ આપ્યો તે સારયુક્ત વાત તમે કૃપા કરીને મને કહો, (૧૬) હે બ્રહ્મર્પિ! શિવજીની સાથે સંગમ થવો તો દેહધારીઓ માટે ઘણો મુશ્કેલ છે. બીજાઓની તો વાત જ શી કરવી, મુનિજનો પણ બધા પ્રકારની આસક્તિ છોડીને તેમને પામવા માટે તેમનું નિરંતર ધ્યાન કરતા જ રહે છે, છતાં સહજ રીતે પામતા નથી, (૧૭) જોકે ભગવાન શંકર આત્મારામ છે, તેમણે પોતાના માટે નથી કંઈ કરવાનું કે નથી મેળવવાનું, તેમ છતાં પણ આ લોક- સૃષ્ટિના રક્ષણ માટે તેઓ પોતાની વિકરાળ શક્તિ - શિવા સાથે સર્વત્ર વિચરતા રહે છે. (૧૮) શ્રીમૈત્રેયજીએ કહ્યું - વિદુ્રજી! સાધુસ્વભાવના પ્રચેતાઓ પિતાની આજ્ઞા માથે ચડાવીને તપસ્થામાં ચિત્ત પરોવીને પશ્ચિમ ભણી ચાલી નીકળ્યા. (૧૯) ચાલતાં ચાલતાં તેમણે સમુદ્ર જેવું એક વિશાળ સરોવર જોયું, તે મહાપુરુષોના ચિત્ત જેવું ઘણું જ સ્વચ્છ હતું તથા તેમાં રહેનારા મત્સ્ય વગેરે પાણીના જીવો (જળચરો) પણ પ્રસન્ન જણાઈ આવતા હતા. (૨૦) તેમાં નીલકમળો, લાલ-કમળો, રાત્રે, દિવસે અને સંધ્યાકાળે ખીલતાં કમળો તથા ઇન્દીવર વગેરે અન્ય ઘણ્રા પ્રકારનાં કમળો સુશોભિત હતાં. તેના કાંઠાઓ પર હંસ, સારસ, ચકવાક અને કારંડવ વગેરે જળચર પક્ષીઓ કૂજન કરતાં હતાં. (૨૧) તેની ચારે બાજુએ જાતજાતનાં વૃક્ષો અને વેલીઓ હતાં, તેમના પર મદોન્મત્ત ૧. પ્રા. પા. - બદ્ધસ્નેહાઃ | ૨. પ્રાચીન પ્રતમાં “દશવર્ષસહસાબ્વિ…’થી માંડીને ૧૭મા શ્લોકના અત સુધીનો આખો ભાગ મૂળમાં નથી. ૩. પ્રા. પા. - વ્યકાકકાડ ! 26 શ્રીમદ્માગવત [અ૦ ૨૪ તત્ર ગાન્ધર્વમાકર્લ્ય દિવ્યમાર્ગમનોહરમ્ । વિસિસ્મ્યૂ રાજપુત્રાસ્તે મૃદક્ષપણવાધનુ ।। ૨૩॥। તર્હયેવ સરસસ્તસ્માજ્ઞિષ્કરામન્તં સહાનુગમ્ । ઉપગીયમાનમમરપ્રવરે વિબુધાનુડૈઃ |! ર૪॥ તપ્તહેમનિકાયાભં શિતિકણ્ઠં ત્રિલોચનમ્ | પ્રસાદસુમુખં વીક્ષ્ય પ્રણેમુર્જાતકૌતુકાઃ | રપ॥। સ તાન્ પ્રપન્નાર્તિહરો ભગવાન્ધર્મવત્સલઃ ! ધર્મજ્ઞાન્શીલસમ્પન્નાન્પ્રીતઃપ્રીતાનુવાચહ || ૨૬॥ કસ્દ્ર વ યૂયં વેદિષદઃ૧ પુત્રા વિદિતં વશ્ચિકીર્ષિતમ્ ! અનુગ્રહાય ભદ્રં વ એવં મે દર્શનં કૃતમ્ ॥ ૨૭॥ યઃપરંરંહસઃ સાક્ષાત્તરિગુન્રાજ્જીવસગ્જઞિતાત્ | ભગવ્તં વાસુદેવ પ્રપન્નઃ સ પ્રિયો હિ મે 1 ૨૮॥ સ્વધર્મનિષ્ઠઃ શતજન્મભિઃ પુમાન્ વિરિગ્ચતામેતિ તતઃ પરં હિ મામ્ | અવ્યાકૃતં૨ ભાગવતોડથ* વૈષ્ણવ પદં યથાહે વિબુધાઃ કલાત્યયે ॥ ૨૯॥ અથભાગવતાયૂયં પ્રિયાઃ સ્થ ભગવાન્ યથા | નમદ્ધાગવતાનાં ચપ્રેયાનન્યોડસ્તિ કર્હિચિત્ ॥ ૩૦) ઇદં વિવિક્તં જપ્નવ્યં પવિત્ર મઝલં પરમ્ ! નિઃશ્રેયસકરં ચાપિ શ્રૂયતાં તદદદામિર્* વઃ ॥ ૩૧।। મૈત્રેક ઉવ#૨* ઇત્યનુક્રોશહૃદયો ભગવાનાહ તાન્ શિવઃ । બદ્ધાગ્જલીન્ રાજપુત્રાન્નારાયણપસે વચઃ | ૩૨॥। ભમરાઓ ગૂંજી રહ્યા હતા. તેમના મધુર ધ્યનિથી હર્ષિત થઈને, જાણે કે તેમને રોમાંચ થઈ રહ્યો હતો. કમળકોશની પરાગરજ પવનની લહેરોને લીધે ચારેબાજુ ઊર્ડી રહી હતી, જાણે કે ત્યાં કોઈ ઉત્સવ થઈ રહ્યો હોય! (૨૨) ત્યાં મૃદંગ, પશવ વગેરે વાઘો સાથે ગવાતાં અનેક દિવ્ય રાગ- સશિણીઓનો, ક્રમશઃ મધુર ધ્વનિ સાંભળીને તે રાજકુમારોને. ભારે આશ્ચર્ય થયું. (૨૩) એટલામાં જ તેમણે જોયું કે દેવાધિદેવ ભગવાન શંકર પોતાના અનુચરો સાથે તે. સરોવરમાંથી બહાર આવી રહ્યા છે. તેમનું શરીર તપેલા સુવર્ણરાશિ જેવું કાન્તિમાન છે, કંઠ નીલ્વર્ણ છે તથા ત્ર વિશાળ નેત્રો છે. તેઓ પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે તત્પર છે. અનેક ગંધર્વા તેમનો સુયશ ગાઈ રહ્યા છે. તેમનું અચાનક જ દર્શન પામીને પ્રચેતાઓને થશું કુતૂહલ થઘું અને તેમણે થંકરજીનાં ચરબ્રોમાં પ્રજ્ઞામ કર્યા.(૨૪-૨૫) ત્યારે શરષ્ાગતના ભયને હરનારા ધર્મવત્સલ ભગવાન શંકરે પોતાના દર્શનથી પ્રસન્ન થયેલા તે ધર્મજ્ઞાની અને શીલસંપન્ન રાજકુમારોને પ્રીતિપૂર્વક કહ્યું. (ર૬), % (શ્રીમહાદેવજી બોલ્યા - તમે બધા યશવેદી પર બેસનારા પ્રાચીનબર્હિના ધુત્ર છો, તમારું કલ્યાણ થાઓ. તમે જે કંઈ કરવા ઇચ્છો છો તેની પણ મને ખબર છે. અત્યારે તમારા પર કૃપા કરવા માટે જ મેં તમને આ રીતે દર્શન આપ્યાં છે.(૨૭) જે વ્યક્તિ અભ્યક્ત પ્રકૃતિ તથા જીવસંશક પુરુષ - એ બંનેના નિયામક ભગવાન વાસુદેવનું ઘરણ હે છે તે મને પરમ પ્રિય છે. (૨૮) પોતાના વર્ણાશ્રમયર્મનું સારી પેઠે પાલન કરન્નરો મનુષ્ય સો જન્મો પછી બ્રહ્માનું પદ પ્રાપ્ત કરે છે અને એના કરતાં પશ અધિક પુશ્ય થવાથી તે મને પ્રાપ્ત કરે છે. પરંતુ જે ભગવાનનો અનન્ય ભક્ત છે તે તો મૃત્યુ પછી સીધું જ ભગવાન વિષ્ણુનું સર્વ-પ્રપંચોથી પર તે પરમપદ પામો લે છે, કે જેને રુદ્રરૂપમાં રહેલો હું તથા અન્ય અધિકૃત દેવતાઓ પોતષોતાના અધિકારની સમાપ્તિ પછી પામીશું. (૨૯) તમે બધા ભગવાનના ભક્ત હોવાના સંબંધે મને ભગવાનના જેટલા જ પ્રિય છો. એ જ પ્રમાણે ભગવાનના ભક્તોને પણ મારા કરતાં અધિક અન્ય કોઈ ક્યારે પ્રિય હોતું નથી. (૩૦) હવે હું તમને એક ધણું જ. પવિત્ર, મંગળમય અને કલ્યાણકારી સ્તોત્ર સંભળાવું છું. આનો તમે બધા શુદ્ધભાવે જપ કરજે. (૩૧) શ્રીમૈત્રેયજી ક્હે છે - ત્યારે તારાયણ-પરાયણ્ર કરુશાર્ટટદયના ભગવાન શિવે પોતાની સામે હાથ જોડીને ઊભેલા તે રાજ-પુત્રોને તે સ્તોત્ર સંભળાવ્યું. (૩ર) ક. ગ્રા. યા. - કર્તિપદ: 1 ૨. ઝરા. પા. - અબાહત 1 3. પ્રા. પા. - ન્વત સ્વેષ્તરવે | ૪. પ્રા. પ - ૫૭૦? પ પ્રાન પ્રતમાં ‘મેત્રે ઉવાચ’મો માંડને શીરૃદ્ ઉવાર’ સુપીનો સંપૂર્ક ભાગ મૂળમાં નથી. અ૦ ૨૪] ચોથો સ્કન્ધ 427 ક્રુ ઉ૧૨ જિતં ત આત્મવિદધુર્યસ્વસ્તયે સ્વસ્તિરસ્તુ મે । ભવતા રાધસા રાદ્ધ સર્વસ્મા આત્મને નમઃ | ૩૩॥। નમઃ પકજનાભાય ભૂતસૂક્ષમેન્દ્રિયાત્મને । વાસુદેવાય શાન્તાય કૂટસ્થાય સ્વરોચિષે | ૩૪।! સફર્ષણાય સૂક્ષ્માય દુરન્તાયાન્તકાય ચ | નમો વિશ્વપ્રબોધાય પ્રધુમ્નાયાન્તરાત્મને || ૩૫॥। નમો નમોડનિરુદ્ધાય હૃષીકેશેન્દ્રિયાત્મને । નમઃ પરમરહસાય પૂર્ણાય નિભૃતાત્મને | ૩૬॥ સ્વર્ગાપવર્ગદ્રારાય નિત્યં શુચિષદે નમઃ । નમો હિરણ્યવીર્યાય ચાતુહોત્રાય તન્તવે || ૩૭1 નમ ઊર્જ ઇપે ત્રય્યાઃ પતયે યશરેતસે | તૃમિદાય ચ જીવાનાં નમઃ સર્વરસાત્મને । ૩૮॥। સર્વસત્ત્વાત્મદેહાય વિશેષાય સ્થવીયસે | નમસ્્વેલોક્વપાલાય સહઓજોબલાય ચ | ૩૯॥। અર્થલિદ્નાય નભસે નમોડન્તર્બહિરાત્મને | નમઃ પુણ્યાય લોકાય અમુષ્મૈ ભૂરિવર્ચસે ।। ૪૦॥ પ્રવૃત્તાય નિવૃત્તાય પિતૃદેવાય કર્મણે । નમોડધર્મવિપાકાય’ મૃત્યવે દુઃખદાય ચ | ૪૧॥। નમસ્ત આશિષામીશ મનવે કારણાત્મને ! નમો ધર્માય બૃહતે કૃષ્ણાયાકુણ્ઠમેધસે । પુરુષાય પુરાણાય સાડખ્યયોગેશ્વરાય ચ ૪૨ ભગવાન રુદ્ર સ્તુતિ કરવા લાગ્યા - હે ભગવન્! તમારો ઉત્કર્ષ ઉચ્ચ કોટિના આત્મજ્ઞાનીઓના કલ્યાણ માટે
- નિજાનંદલાભ માટે છે, તેનાથી મારું પણ કલ્યાણ થાઓ. આપ સદૈવ પોતાના નિરતિશય પરમાનંદ-સ્વરૂપમાં જ સ્થિત રહો છો; એવા સર્વાત્મક આત્મસ્વરૂપ આપને નમસ્કાર છે. (૩૩) આપ પદ્મનાભ અર્થાત્ સમસ્ત લોકોના આદિ-કારણ છો; ભૂતસૂક્ષ્મ (તન્માત્ર) અને ઇન્દ્રિયોના નિયંતા, શાન્ત, એકરસ અને સ્વ્યંપ્રકાશ વાસુદેવ (ચિત્તના અધિષ્ઠાતા) પણ આપ જ છો. આપને નમસ્કાર છે. (૩૪) આપ જ સુક્ષ્મ [અશ્યક્ત), અનંત અને મુખાગ્નિ થકી સમસ્ત લોકોનો સંહાર કરનારા અહંકારના અધિષ્ઠાતા સંકર્ષણ તથા જગતના મ્રકૃષ્ટ જ્ઞાનના ઉદ્ગમસ્થાન બુદ્ધિના અધિષ્ઠાતા પ્રઘુમ્ન છો. આપને નમસ્કાર છે. (૩૫) આપ જ ઇ્દ્રિયોના સ્વામી, મનના તત્ત્તના અધિષ્ઠાતા ભગવાન અનિરુદ્ધ છો. આપને વારંવાર નમસ્કાર છે. આપ પોતાના તેજથી જગતને વ્યાપ્ત કરનારા સૂર્યદેવ છો; પૂર્ણ હોવાને કારણે આપનાં વૃદ્ધિ અને ક્ષય થતાં નથી. આપને નમસ્કાર છે. (૩૬) આપ સ્વર્ગ અને મોક્ષનાં દ્વાર છો તથા નિરંતર પવિત્ર હૃદયમાં રહેનારા છો. આપને નમસ્કાર છે. આપ જ સુવર્જરૂપ વીર્યથી યુક્ત અને ચાતુર્હોત્ર કર્મનું સાધન તથા વિસ્તરણ કરનારા અગ્નિદેવ છો. આપને નમસ્કાર છે. (૩૭) આપ પિતૃઓ અને દેવતાઓના પોષક સોમ છો તથા ત્રણે વેદોના અધિષ્ઠાતા છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ જ સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારા સર્વરસ (જળ)રૂપ છો. આપને નમસ્કાર છે. (૩૮) આપ સમસ્ત પ્રાણીઓના દેહ, પૃથ્વી અને વિરાટસ્વરૂપ છો તથા ત્રજ્ને લોકનું રક્ષણ કરનારા માનસિક, એન્દ્રિયિક અને શારીરિક શક્તિસ્વરૂપ વાયુ (પ્રાણ) છો. આપને નમસ્કાર છે. (૩૯) આપ જ પોતાના શબ્દગુણ વડે સમસ્ત પદાર્થોનું જ્ઞાન કરાવનારા તથા બહારનો અને અંદરનો ભેદ કરનારા આકાશ છો તથા આપ જ મહાન પુશ્ધોથી પ્રાપ્ત થતા પરમ તેજોમપ સ્વર્ગ-વૈકુંઠ વગેરે લોક છો. આપને ફરી-ફરી નમસ્કાર છે. (૪૦) આપ પિતૃલોકનો પ્રાપ્તિ કરાવનાર પ્રવૃત્તિ-કર્મરૂપ છો અને દેવલોકની પ્રાપ્તિના સાધનભૂત નિવૃત્તિ-કર્મરૂપ છો તથા આપ જ અધર્મના ફળસ્વરૂપ દુ:ખદાયક મૃત્યુ છો. આપને નમસ્કાર છે. (૪૧) હે નાથ! આપ જ પુરાણપુરુષ તથા સાંખ્ય અને યોગના અધીશ્વર ભગવાન શ્રીકૃષ્ણ છો. આપ બધા પ્રકારની કામનાઓની પૂર્તિના કારણ, સાક્ષાત્ મંત્રમૂર્તિ અને મહાન ધર્મસ્વરૂપ છો. આપની જ્ઞાનશક્તિ કોઈ પલ પ્રકારે કુંઠિત થતી નથી. આપને વારંવાર નમસ્કાર છે. (૪૨) ૧. પ્રા. પા. - ધર્માપર્મવિવેકાથ ! 428 શ્રીમદભાગવત [મ૦ ૨૪ શક્તિત્રયસમેતાય મીઢુપેડહડકુતાત્મને ! ચેતઆકૂતિરૂપાય નમો વાચોવિભૂતયે | ૪૩॥ દર્શનં નો દિદક્ષૂણાં દેહિ ભાગવતાર્ચિતમ્ । રૂપંપ્રિયતમં’ સ્વાનાં સર્વેન્દ્રિયગુણાગ્જનમ્ | ૪૪॥ સ્નિગ્ધપ્રાનૃડ્ઘનશ્યામં સર્વસૌન્દર્યસડગ્રહમ્ । ચાર્વાયતચતુર્બાહું સુજાતરુચિરાનનમ્ !૪૫॥ પદ્મકોશપલાશાક્ષં સુન્દરભ્રુ સુનાસિકમ્ । સુદ્ધિજં સુકપોલાસ્યં સમકર્ણવિભૂષણમ્ 1 ૪૬।! પ્રીતિપ્રહસિતાપાદ્રમલકેરુપશોભિતમૂ । લસત્પટ્જકિગ્જલ્કદુકૂલ મૃષ્ટકુણ્ડલમ્ | ૪૭॥ સ્ફુરત્કિરીટવલયહારનૂપુરમેખલમ્ 1 શદ્રચક્રગદાપદ્મમાલામણ્યુત્તમર્ટિમત્ચ ॥૪૮॥ સિંહસ્કન્ધત્વિષો બિભ્રત્સૌભગગ્રીવકૌસ્તુભમ્ । શ્રિયાનપાથિન્યા ક્ષિસનિકયાશ્મોરસોલ્લસત્ || ૪૯॥ પૂરરેચકસંવિગ્નવલિવલ્ગુદલોદરમ્ । પ્રતિસડક્રામયદ્ વિશ્વં નાભ્યાડડવર્તગભીરયા ॥ ૫૦॥ શ્યામશ્રોણ્યધિરોચિષ્ણુદુકૂલસ્વર્ષમેખલમ્ । સમચાર્વડધ્રિજવ્યોરુનિમ્નજાનુસુદર્શનમ્ ।૫૧॥। શરત્પશ્મપલાશરોચિષા નખધુભિર્નોડન્તરઘં વિધુન્વતા | પ્રદર્શય સ્વીયમપાસ્તસાધ્વસં પદં ગુરો માર્ગગુરુસ્તમોજુષામ્ ॥ ૫ર ॥ પદા આપ જ કર્તા, કરણ અને કર્મ - ત્રણે શક્તિઓના એકમાત્ર આશ્રય છો. આપ જ અહંકારના અધિષ્ઠાતા રુદ્ર છો. આપ જ જ્ઞાન અને ક્િયાસ્વરૂપ છો તથા આપનાથી જ પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી - ચાર પ્રકારની વાણીની અભિવ્યક્તિ થાય છે. આપને નમસ્કાર છે. (૪૩) છે પ્રભુ! અમને આપના દર્શનની અભિલાષા છે. તેથી આપના ભક્તો જેનું પૂજન કરે છે અને જે આપના આત્મીયજનોને અત્યત પ્રિય છે તે આપના અનુપમ રૂપની ઝાંખી આપ અમને કરાવો. આપનું તે રૂપ પોતાના ગુણોથી સમસ્ત ઇન્દ્રિયોને તૃપ્ત કરનારું છે. (૪૪) તે (રૂપ) વર્ષાક્કતુના મેઘ જેતું સ્નિગ્ધ, શ્યામ અને સમસ્ત સૌંદર્યાનું સાર-સર્વસ્વ છે. સુંદર ચાર વિશાળ ભુજાઓ, અતિમનોહર મુખારવિંદ, કમળદળ જેવા નેત્રો, સુંદર ભ્રમરો, સુધડ નાસિકા, મનમોહક દંતપંક્તિ, સુન્દર કપોલ, મનોહર મુખ્મંડળ અને ખૂબ જ સુંદર આપના કર્ણ છે. (૪૫-૪૬) પ્રસન્નતાપૂર્ણ ઉન્મુક્ત હાસ્ય, વાંકી દષ્ટિ, કાળી-કાળી વાંક્રડિયાળી કેશાવલિ (લટો), કમળકુસુમના કેસર જેવું, લહેરાતું પીંતામ્બર, ઝગમગતાં કુંડળ, તગતગતાં મુગટ, કંકણ, હાર, નૂપુર, મેખલા વગેરે મનોહર આભૂષણો તથા શંખ, ચક્ર, ગદા, પદ્મ, વનમાળા અને કૌસ્તુભમણિને કારણે તે (રૂપ)ની અપૂર્વ શોભા છે. (૪૭-૪૮) તેને સિંહના જેવા પુષ્ટ સ્કંધ છે, જેમના પર હાર, કેયૂર તેમ જ કુંડલ વગેરેનું. તેજ ઝગમગી રહ્યું છે; તથા કૌસ્તુભમણિન! તેજથી સુશોભિત મનોહર ગ્રીવા છે. તેમનું શામળું વક્ષઃસ્થળ શ્રીવત્સચિહ્ર-રૃૂપે લક્ષ્મીજીનું નિત્ય નિવાસસ્થાન હોવાને કારણે ક્સોટી- પથ્થરની શોભાને પણ પરાજિત કરે છે. (૪૯) તેનું ઉદર ત્રણ રેખાઓથી સુશોભિત, પીપળાના પાંદડા જેવું ઘાટીલું, શ્વાસના આવાગમનથી હાલતું ઘણું જ મનોહર જણાય છે. તેમાં વમળ જેવી જે વર્તુળાકાર નાભિ છે. તે એટલી ઊંડી છે કે તેમાંથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ જાણે કે ફરી તેમાં જ લીન થવા ઇચ્છે છે. (૫૦) શામવર્ણના કટિપ્રદેશમાં પીતામ્બર અને સુવર્ણ-મેખલા (કંદોરો) શોભી રહ્યાં છે. સરખાં અને સુંદર ચરણો, પીંડ્લીઓ, જાંઘો અને ઘૂંટણોને કારણે આપનો દિવ્યવિગ્રહ ઘણો જ સુઘડ જણાય છે. (૫૧) આપના ચરણકમળોની શોભા શરદત્હતુના કમળ-દળની કાન્તિનો પણ તિરસ્કાર કરે છે. તેમની નખધુતિ જીવોના અંતઃકરણના અંધકારને તત્કાળ નષ્ટ કરી દે છે. અમને આપ કૃધા કરીને ભક્તોના ભયને હરનારા અને આશ્રયસ્વરૂપ તે. જ રૂપનું દર્શન કરાવો. હે જગદગુરુ! અમને, અજ્ઞાનથી ૧. પ્રા. પા. - મ્રિથતર । ૨. પ્રાચીન પરતમાં “શક્ચકગદાપબ..’થી માંડીને ૫૧મા શ્લોકના પૂર્વા (.. દકૃલસ્વર્સમેખપ] સુપીનો આખો ભાગ મૂળમાં નથી, ટિપ્પ્ણીમાં છે. અ૦ ર૪] ચોથો સ્કન્ધ 429 એતદ્રૂપમનુધ્યેયમાત્મશુદ્ધિમભીપ્સતામ્ ! યદ્ધક્તિયોગોડભયદઃ સ્વધર્મમનુતિષ્ઠતામ્ ! ૫૩1 ભવાન્ ભક્તિમતા લભ્યો દુર્લભઃ સર્વદેહિનામ્ સ્વારાજ્યસ્યાપ્યભિમત એકાન્તેનાત્મવિદ્ગતિઃ || ૫૪॥ તં દુરારાધ્યમારાધ્ય સતામપિ દુરાપયા ! એકાન્તભક્ત્યા કો વાગ્છેત્પાદમૂલં વિના બહિઃ || ૫૫ યત્ર નિર્વિષ્ટમરણં કૃતાન્તો નાભિમન્યતે । વિશ્વ વિધ્વંસયન્ વીર્યશૌર્યવિસ્ફર્જિતભ્રુવા । ૫૬। ક્ષણાર્ધનાપિ તુલયે ન સ્વર્ગ નાપુનર્ભવમ્ ! ભગવત્સક્િસક્રસ્ય મર્ત્યાનાં કિમુતાશિષઃ । ૫૭॥ અથાનઘાડધ્રેસ્તવ કીર્તિતીર્થયો- રતર્બહિઃસ્નાનવિધૂતપાપ્મનામ્ ! ભૂતેષ્વનુક્રોશસુસત્ત્વશીલિનાં સ્યાત્સદ્રમોડનુગ્રહ એષ નસ્તવ 11૫૮॥ ન યસ્ય ચિત્તં બહિરર્થવિભ્રમં તમોગુહાયાં ચ વિશુદ્ધમાવિશત્ ! યદ્ધક્તિયોગાનુગૃહીતમગ્જસા મુનિર્વિચષ્ટે નનુ તત્ર તે ગતિમ્ 1૫૯ યત્રેદં વ્યજ્યતે વિશ્વં વિશ્ચસ્મિન્નવભાતિ યત્ | તત્ત્વંબ્રહ્મપરંજ્યોતિરાકાશમિવ* વિસ્તૃતમ્ડ ॥ ૬૦॥ યો માયયેદં પુરુરૂપયાડસૃજદ્ બિર્ભા્તે ભૂયઃ ક્ષપયત્યવિક્રિયઃ | યદ્ધેદબુદ્રિઃ સદિવાત્મદુ:સ્થયા તમાત્મતન્ત્રં ભગવન્ પ્રતીમહિ । ૬૧॥। છવાયેલા પ્રાણીઓને મટે પોતાની પ્રાપ્તિનો માર્ગ બતાવનારા આપ જ અમારા ગુરુ છો. (પર) હે પ્રભુ! ચિત્તશુદ્ધિની અભિલાષા કરનારા મનુષ્યે આપના તે રૂપનું નિરંતર ધ્યાન ધરવું જોઈએ; આપની ભક્તિ જ સ્વધર્મનું પાલન કરનારા મનુષ્યને અભય આપી દે છે. (૫૩) સ્વર્ગનું શાસન કરનારો ઇન્દ્ર પણ આપને જ પામવા ઇચ્છે છે તથા વિશુદ્ધ આત્મશાનીઓની ગતિ પણ આપ જ છો. આ પ્રમાણે આપ બધાં જ શરીરધારીઓ માટે અત્યંત દુર્લભ છો, કેવળ ભક્તિમાન મનુષ્યો જ આપને પામી શકે છે. (૫૪) સત્પુરુષો માટે પલ્ર દુર્ભ અનન્યભક્તિથી ભગવાનને પ્રસન્ન કરીને, કે જેમની પ્રસન્નતા કોઈ અન્ય સાધનથી દુર્લભ છે - એવો કોણ હશે કે જે તેમનાં ચરણકમળોના શરણ સિવાય અન્ય કશાની ઇચ્છા કરશે? (૫૫) પરાક્રમી કાળ પોતાના ભવાંના ઇશારાથી સમસ્ત સંસારનો સંહાર કરે છે, પરંતુ આપના યરણોનું શરણ લેનાર ભક્તો પર તે પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. (૫૬) આવા ભગવત્ઝ્રેમી ભક્તોનો જો અડધી ક્ષણ માટે પણ સંગ થઈ જાય તો તેની સામે સ્વર્ગ અને મોકને હું નગલ્ય સમજું છું, તો પછી મર્ત્યલોકના તુચ્9 ભોગોની તો વાત જ ક્યાં રહી? (૫9) હે પ્રભુ! આપના ચરણ સમસ્ત પાપરાશિને હરી લેનાસં છે. અમે તો કેવળ એ જ ઇચ્છીએ છીએ કે જેમણે આપની કીર્તિ અને તીર્થ (ગંગાજી)માં આંતરિક અને બાહ્ર સ્નાન કરીને માનસિક અને શારીરિક બંને પ્રકારનાં પાપ ધોઈ નાખ્યાં છે તથા જેઓ જીવો પ્રત્લે દયા, રાગહેષ-શુન્ય ચિત્ત, સરળતા વગેરે ગુબ્રોથી યુક્ત છે, આપના તે ભક્તોનો સંગ અમને હંમેશાં પ્રાપ્ત થતો રહે. આ જ અમારા પર આપની મોટી કૃપા હશે. (૫૮) જે સાધકનું ચિત્ત ભક્તિયોગથી અનુચ્રહીત અને વિશુદ્ધ થઈને બાહ્ય વિષયોમાં ભટકતું પલ્ર નથી અને અજ્ઞાની ગુફારૂપ પ્રકૃતિમાં લીન પ્ર થતું નથી તે અનાયાસે જ આપના સ્વરૂપનું દર્શન પ્રાપ્ત કરી લે છે. (૫૯) જેમાં આ સવળું જગત ભાસે છે અને જે સ્વયં સમસ્ત જગતમાં ભાસી રહ્યું છે તે આકાશ જેવું વિસ્તૃત અને પરમ પ્રકાશમય બ્રહ્મતત્્ ત આપ જ છો. (૬૦) હે ભગવન્! આપની માથા અનેક પ્રકારનાં રૂપ ધારણ કરે છે; તેના જ વડે આપ આ રીતે જગતનું સર્જન, પાલન અને સંહાર કરો છો, પરંતુ એનાથી આપનામાં કોઈ પણ પ્રકારનો વિકાર આવતો નથી. માયાને કારણે બીજા લોકોમાં પણ ભેદબુદ્ધિ ઉન્પન્ન થાય છે, આપ પરમાત્મા પર તે પોતાનો પ્રભાવ પાડવામાં અસમર્થ રહે છે. આપને તો અમે પરમ સ્વતંત્ર જ સમજીએ છીએ. (૬૧) ૧, પ્ર પા. - ત્યક્ષાના | ૨, પ્રા. પા. - ત્સાકાશ ઇવ 3. પ્રા. પ. - વિસ્તૃત: 1
શ્રીમદભાગવત [અ૦ ૨૪ ક્રિયાકલાપૈરિદમેવ યોગિતઃ ક શ્રદ્ધાન્વિતા: સાધુ યજન્તિ સિદ્ધયે । ભૂતેન્દ્રિયાન્તઃકરણોપલક્ષિતં’ વેદે ચ તન્ત્રે ચ ત એવ કોવિદાઃ | ૬૨॥ ત્વમેક આધઃ પુરુષઃ સુષ્શક્તિ- સ્તયા રજઃસત્ત્તતો વિભિઘ્તે | મહાનહં ખં મરુદગ્તિવાર્ધરાઃ સુરર્ષયો ભૂતગણા ઇદં ય; ૬1 ૬૩) સ્વશક્ત્યેદમનુપ્રવિષ્ટ- શ્વતુર્વિધં પુરમાત્માંશકેન । અથો વિદુસ્તં પુરુષં સન્તમન્ત- ભુંડક્તે હષીકે્મધુ સારથં યઃ૨ | ૬૪1! સૃષ્ટં સ એષ લોકાનતિચણ્ડવેગો વિકર્ષસિ ત્વં ખલુ કાલયાનઃ 3 ભૂતાનિ ભૂતૈરનુમેયતત્ત્વો ઘનાવલીર્વાયુરિવાવિષહ્યઃ ॥૬૯૫॥ પ્રમત્તમુચ્ચૈરિતિકૃત્યચિન્તયા પ્રવૃદ્ધદોભં વિષયેષુ લાલસમ્ | ત્વમપ્રમત્તઃ સહસાભિપધસે ક્ષુલ્લેલિહાનોડહિરિવાખુમન્તકઃ 1! ૬૬ કસ્ત્વત્પદાબ્જં વિજહાતિ પષ્ડિતો યસ્તેડવમાનવ્યયમાનકેતનઃ | વિશક્યાસ્મદગુરુરર્ચતિ સ્મ વદ્ વિનોપપત્તિં મનવશ્ચતુર્દશ || ૬૭॥। અથ ત્વમસિ નો બ્રહ્મન્ પરમાત્મન્ વિપશ્ચિતામ્ ! વિશ્વં રુદ્રભયધ્વસ્તમકુતશ્ચિદ્રયા ગતિઃ || ૬૮।। આપ જ પંચભૂતો, ઈન્દ્રિયો અને અંતઃકરણના પ્રેરક છો. જે કર્મમાર્ગી મનુષ્યો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જાત-જાતના કર્મો વડે આપના આ સગુણ-સાકાર સ્વરૂપનું શ્રદ્ધાપૂર્વક સમ્ધકૂપણે પૂજન કરે છે તેઓ જ વેદ અને શઃસ્રોના મર્મશ છે. (૬ર) હે પ્રભુ! આપ જ અહિતીય આદિપુરૃષ છો. સૃષ્ટિપૂર્વ આપની માયાશક્તિ સુષુપ્ત રહે છે, પછી તેના જ થકી સત્ત, રજ અને તમરૂપ ગુશ્ોનો ભેદ થાય છે અને એ પછી તે જ ગુણોથી મહત્ત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દેવતાઓ, ત્કપિઓ અને સમસ્ત પ્રાણીઓથી યુક્ત આ જગતની ઉત્પત્તિ થાય છે. (૬૩). પછી આપ પોતાની જ માયા-શક્તિથી રચેલાં આ જર્યુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ધિજ્જ-ભેદે ચાર પ્રકારનાં શરીરોમાં અંશરૂપે પ્રવિષટ્ટ થઈ જાઓ છો અને જે રીતે મધમાખીઓ પોતાના જ ઉત્પન્ન કરેલા મધનું આસ્વાદન કરે છે તેવી જ રીતે આપનો તે અંશ તે શરીરોમાં રહીને ઇન્દ્રિયો વડે આ તુચ્છ વિષયોનો ભોગ કરે છે. આપના તે અંશને જ પુરુષ અથવા જીવ કહે છે. (૬૪) 8 [હે પ્રભુ! આપના તત્ત્વનું જ્ઞાન પ્રત્યક્ષ નહીં, અનુમાનથી થાય છે. પ્રલયકાળ આવી પહોંચતાં કાળસ્વરૂપ એવા આપ જ પોતાના પ્રચંડ અને અસહ્ય વેગથી પૃથ્વી વગેરે ભૂતોને અન્ય ભૂતોથી વિચલેત કરાવીને લોકોનો સંહાર કરો છો - જેમ વાયુ પોતાના અસહ્ય અને પ્રચંડ ઝપાટાઓથી વાદળો વડે જ વાદળોને વેરણછેરણ કરીને નષ્ટ કરી નાખે છે. (૬૫) હે ભગવન! આ મોઢગ્રસ્ત જીવ પ્રમાદને લીધે હરહંમેશ એ જ ચિંતામાં રહે છે કે “અમુક કાર્ય કરવાનું છે.’ તેનો લોભ વધી ગયો છે અને તેને વિષયોની જ લાલસા રહ્યા કરે છે. પરંતુ આપ સદૈવ સજાગ રહો છો; ભૂખને લીધે જભ લપકારતો સાપ જેમ ઉંદરને એકાએક ગળી જાય છે તેવી જ રીતે આય પોતાના કાળસ્વરૂપ્થી તે જીવનો અંત લાવી દો છો. (૬૬) આ નાશવાન શરીરને ધારણ કરનાર એવો ક્યો વિદ્ધાન હશે જે આપની અવગણના કરશે અને આપના ચરણકમળોને વીસરશે? આપના ચરણકમળોનું પૂજન અમારા પિતા બ્રહ્માજી શ્રદ્ધાપૂર્વક નિ:શંકપણે કરતા રહે છે તેમજ ચૌદ મનુઓ પજ્ન રેતુવિનાની ભક્તિ કરતા રહે છે. (૬૭) હે બ્રહ્મન્! આ પ્રમાણે સઘળું જગત રૃદ્રૂપ કાવના * ભયથી વ્યાકુળ છે. તેથી હે પ્રમાત્મા! આ તત્ત્વને જાણનારા અમારા તો આ સમયે આપ જ સર્વથા ભયરહિત આશ્રય છો. (૬૮) ૧. કા. પા. - વ્પલકણે | ૨. પ્રા. પા. - સારવ પય: ! ફ પ્રા. પ્. - કામમાનઃ | અ૦ ૨૪] ચોથો સ્કન્ધ કડા ઇદં જપત ભદ્રં વો વિશુદ્ધા નૃપનન્દનાઃ | સ્વધર્મમનુતિષ્ઠન્તો ભગવત્યર્ષિતાશયાઃ | ૬૯॥॥ તમેવાત્માનમાત્મસ્થં સર્વભૂતેષ્વવસ્થિતમ્ । પૂજયધ્વં ગૃણન્તશ્ચ ધ્યાયન્તશ્ચાસકૃદ્ધરિમ્ ॥ ૭૦॥ યોગાદેશમુપાસાધ ધારયત્તો મુનિવ્રતાઃ 1 સમાહિતધિયઃ સર્વ એતદભ્યસતાદંતાઃ | ૭૧॥। ઇદમાહપુરાસ્માકં ભગવાન્ વિશ્વસૃકપતિઃ । ભૃગ્વાદીનામાત્મજાનાં સિસક્ષુઃ સંસિસૃક્ષતામ્ | ૭૨॥ તે વયં નોદિતાઃ સર્વે પ્રજાસર્ગે પ્રજેશ્વરાઃ | અનેનધ્વસ્તતમસઃ સિસૃક્ષ્મો વિવિધાઃ પ્રજાઃ ॥ ૭૩॥ અથેદં નિત્યદા યુક્તો જપન્નવહિતઃ પુમાન્ । અચિરાચ્છ્રેય આપ્નોતિ વાસુદેવપરાયણઃ ।। ૭૪॥ શ્રેયસામિહ સર્વેષાં જ્ઞાનં નિઃશ્રેયસં પરમ્ | સુખં તરતિ દુષ્પારં જ્ઞાનનોર્વ્યસનાર્ણવમ્ ॥ ૭૫॥ યઇમંશ્રદ્ધયા યુક્તો મદ્ગીતં ભગવત્સ્તવમ્ | અધીયાનો દુરારાધ્યં હરિમારાધયત્યસૌ | ૭૬॥ વિન્દતેપુરુષોડમુષ્માધઘદિચ્છત્યસત્વરમ્ । મદદગીતાત્સુપ્રીતાચ્છ્યસામેકવલ્લભાત્ | ૭૭॥ ઇદંયઃકલ્ય ઉત્થાય પ્રાગ્જલિઃ શ્રદ્ધયાન્વિતઃ । ક્ૃણુયાચ્છાવયેન્મર્ત્યો મુચ્યતે કર્મબન્ધનેઃ | ૭૮॥ ગીતં મયેદં૨ નરદેવનન્દનાઃ પરસ્ય પુંસઃ પરમાત્મનઃ સ્તવમ્ | જપન્ત એકાગ્રધિયસ્તતો મહ- ચ્ચરધ્વમન્તેતત આપ્સ્યથેપ્સિતમ્* ॥ ૭૯॥ હે રાજકુમારો! આપ વિશુદ્ધભાવે સ્વધર્મનું આચર કર્તા રહીને ભગવાનમાં ચિત્ત જોડીને મારા ક્ટેલા આ સ્તોત્રનો જપ કરતા રહો; ભગવાન તમારું મંગળ કરશે. (૬૯) આપ પોતાના અંતઃકરણમાં સ્થિત તે સર્વભૂતપ્રાણીઓના અંતર્યામી પરમાત્મા શ્રીહરિનું જ વારંવાર સ્તવન અને ચિંતન કરતા રહીને પૂજન કરો. (૭૦) મેં આપને આ “યોગાદેશ’ નામનું’સ્તોત્ર સંભળાવ્યું છે. આપ તેને મનથી ધારણ કરીને, મુનિત્રતનું આગરજ્ર કર્તા રહીને તેનો એકાગ્રતાથી આદરપૂર્વક અભ્યાસ કરો. (૭૧) ઝા સ્તોત્ર પૂર્વકાળમાં જગતનો વિસ્તાર કરવાની ઇચ્છાવાળા, પ્રજાપતિઓના પતિ ભગવાન બ્રહ્માજીએ પ્રજાની ઉત્પત્તિ કરવાની ઇંચ્છાવાળા અમને, ભૃગુ વગેરે પોતાના પુત્રોને સંભળાવ્યું હતું. (૭૨) જ્યારે અમને - પ્રજાપતિઓને પ્રજાનો વિસ્તાર કરવાની આજ્ઞા કરવામાં આવી ત્યારે આના જ થકી અમે પોતાના અજ્ઞાનનું નિવારણ કરીને અનેક પ્રકારની પ્રજા ઉત્પન્ન કરી હતી. (૭૩) અત્યારે પણ જે ભગવત્પરાયણ મનુષ્ય આનો એકાગ્રચિત્તે દરરોજ જપ કરશે તેનું સત્વરે કલ્યાણ થઈ જશે. (૭૪) આ લોકમાં કલ્યાણનાં બધા પ્રકારનાં સાધનોમાં સૌથી શ્રેષ્ઠ તો મોક્ષ આપનારું જ્ઞાન જ છે. જ્ઞાનની નૌકા પર આરૂઢ મનુષ્ય અનાયાસે જ આ દુસ્તર સંસારસાગરને પાર કરી લે છે. (૭૫) જોકે ભગવાનની આરાધના ઘણી મુશ્કેલ છે, પરંતુ મારા કહેલા આ સ્તોત્રનો જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પાઠ કરશે તે સુગમતાપૂર્વક ભગવાનની પ્રસન્નતા મેળવી લેશે. (૭૬) ભગવાન જ સઘળાં કલ્યાણકારી સાધનોના એકમાત્ર પ્રિય-પ્રાપ્તવ્ધ છે. તેથી મારા ગાયેલા આ સ્તોત્રના ગાનથી તેમને પ્રસન્ન કરીને તે (મનુષ્ય) સ્થિરચિત્તનો થઈને તેમની પાસેથી જે કંઈ ઇચ્છશે તેને પ્રાપ્ત કરી લેશે. (૭૭) જે મનુષ્ય ઉષાકાળે ઊઠીને આ સ્તોત્ર શ્રદ્ધાપૂર્વક હાથ જોડીને સાંભળે કે સંભળાવે છે તે બધા પ્રકારનાં કર્મ-બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. (૭૮) હે ચજકુમારો! મેં તમને પરમપુરુષ પરમાત્માનું આ જે સ્તોત્ર સંભળાવ્યું છે તેને એકાગ્રચિત્તે જપતા રહીને તમે મહાન તપસ્યા કરો. તપસ્યા પૂરી થતાં આનાથી તમને અભીષ્ટ ફળ પ્રાપ્ત થઈ જશે. (૭૯) ક્ક્ક્કન્ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્ષસ્કન્ે રુદ્રગીતં નામ ચતુર્વિશોડધ્યાયઃ ॥ ર૪॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત રુદ્રગીત નામનો ચોવીસમો અધ્યાય સમાપ્ત.