Śrīmad Bhāgavatam

પુરંજનને સીયોનિ પ્રાપ્ત થવી અને અવિજ્ઞાતના ઉપદેશથી તેની મુક્તિ થવી

ત ગ્યનભિસ્વાચ ભગવંસ્તે વચોડસ્માભિર્ન સમ્યગવગમ્યતે | કવયસ્તદ્વિજાનન્તિ ત વયં કર્મમોહિતાઃ ॥૧॥
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અટ્ટાવીસમો અધ્યાય પુરંજનને સીયોનિ પ્રાપ્ત થવી અને અવિજ્ઞાતના ઉપદેશથી તેની મુક્તિ થવી નારદ ઉવાચ સૈનિકા ભયનામ્નો યે બર્તિષ્મન્‌ દિષ્ટકારિણઃ । પ્રજ્વારકાલકન્યાભ્યાં વિચેરુરવનીમિમામ્‌ ॥ ૧॥। શ્રીનારદજી કહે છે - હે રાજન્‌! પછી ભય નામના થવનરાજના આશાંકિત સૈનિકો પ્રજ્વાર અને કાળકન્યાની સાથે આ પૃથ્વીપટ પર સર્વત્ર વિચરવા લાગ્યા. (૧) ૧. પ્રા. પા. - વિગતત | ૨. પ્રા. પા. - ચિકીરપિત દેવગુલ સસ્મિતાં તા૦1 અ૦૨૮] ચોથો સ્કન્ધ 443 ત એકદા તુ રભસા પુરઝગ્જનપુરીં નૃપ | રુરુધુર્ભોમભોગાઢચાં જરત્પન્નગપાલિતામ્‌ || ૨! કાલકન્યાપિ બુભુજે પુરગ્જનપુરં બલાત્‌ | યયાભિભૂતઃ પુરુષઃ સધો નિઃસારતામિયાત્‌ || ૩।! તયોપભુજ્યમાનાં વૈ યવનાઃ સર્વતોદિશમ્‌ ! દ્વાર્ભિઃ પ્રવિશ્ય સુભૃશં પ્રાર્દયન્‌ સકલાં પુરીમ્‌ !। ૪।। તસ્યાં પ્રપીડ્યમાનાયામભિમાની પુરઞ્જનઃ | : અવાપોરુવિધાંસ્તાપાન્‌પ કુટુમ્બી મમતાકુલઃ ।। ૫।। કન્યોપગૂઢો નષ્ટશ્રીઃ કૃપણો વિષયાત્મકઃ | નષ્ટપ્રજ્ઞો હતેશ્વર્યો ગન્ધર્વયવનેર્બલાત્‌ | ૬॥ વિશીર્ણા સ્વપુરી વીક્ષ્ય પ્રતિકૂલાનનાદંતાન્‌ | પુત્રાન્‌પૌત્રાનુગામાત્યાગ્જાયાં ચ ગતસૌહદામ્‌ ॥ ૭॥ આત્માનં કન્યા ગ્રસ્ત પગ્ચાલાનરિદૂષિતાન્‌ । દુરન્તચિન્તામાપન્નો ન લેભે તત્પ્રતિક્રિયામ્‌ | ૮।। કામાનભિલષન્‌ દીનો યાતયામાંશ્ચ કન્યયા । વિગતાત્મગતિસ્નેહઃ પુત્રદારાંક્ લાલયન્‌ ॥ ૯! ગન્ધર્વયવનાક્રાન્તાં કાલકન્યોપમર્દિતામ્‌ હાતું પ્રચક્રમે રાજા* તાં પુરીમનિકામતઃ || ૧૦।। ભયનામ્નોડગ્રજો ભ્રાતા પ્રજ્વારઃ પ્રત્યુપસ્થિતઃ | દદાહ તાં પુરી કૃત્સનાં ભ્રાતુઃ પ્રિયચિકીર્ષયા | ૧૧॥ તસ્યાં સન્દહ્યમાનાયાં સપૌરઃ સપરિચ્છદઃ । કૌટુમ્બિકઃ કુટુમ્બિન્યા ઉપાતપ્યત સાન્વયઃ ૧૨ યવનોપરુદ્ધાયતનો ગ્રસ્તાયાં કાલકન્યયા | પુર્યા પ્રજ્વારસંસૃષ્ટઃ પુરપાલોડન્વતપ્યત ।। ૧૩॥। ન શેકે સોડવિતું તત્ર પુરુકૃચ્છ્રુવેપથુઃ | ગત્તુમૈચ્છત્તતો વૃક્ષકોટરાદિવ સાનલાત્‌ | ૧૪॥ એક વાર તેમણે ભારે વેગપૂર્વક ઘરડા સાપથી સુરક્ષિત અને સંસારની સર્વ પ્રકારની સુખસામગ્રીથી સંપન્ન પુરંજનપુરીને ઘેરી લીધી. (૨) ત્યારે, જેની ચુંગાલમાં ફસાઈને પુરુષ તરત જ સત્ત્વહીન (નિઃસાર) બની જાય છે તે કાળકન્યા પરાણે તે પુરીની પ્રજાનો ભોગ કરવા લાગી. (૩) તે સમયે તે યવનો (રોગો) પણ કાળકન્યા (વૃદ્ધાવસ્થા) વડે ભોગવાઈ રહેલી તે. પુરીમાં ચારે તરફથી ભિન્નભિન્ન દરવાજાઓમાં થઈને ઘૂસી ગયા અને તેનો વિધ્વંસ કરવા લાગ્યા. (૪) પુરીને આ રીતે પીડિત કરવામાં આવતાં તેના સ્વામિત્વનું અભિમાન રાખનારા તથા મમતાગ્રસ્ત, બહુકુટુંબી રાજા પુરંજનને પણ અનેક પ્રકારના ક્લેશો પરેશાન કરવા લાગ્યા. (૫) કાળકન્યાના આલિંગન કરવાથી તેની સારી શ્રી (સંપત્તિ-શોભા) નષ્ટ થઈ ગઈ તથા અત્યંત વિષયાસક્ત હોવાને કારણે તે ઘણો જ દીન થઈ ગયો, તેની વિવેકશક્તિ નષ્ટ થઈ ગઈ. ગંધર્વો અને યવનોએ બળપૂર્વક તેનું સઘળું એશ્વર્ષ લૂંટી લીધું. (૬) તેણે જોયું કે સઘળું નગર નષ્ટ-બ્રષ્ટ થઈ ગયું છે; પુત્રો, પૌત્રો, નોકરચાકરો અને અમાત્યગણ પ્રતિકૂળ થઈને અનાદર કરવા લાગ્યા છે; પત્ની પ્રેમરહિત થઈ ગઈ છે; પોતાના શરીરને કાળકન્યાએ વશ કરી લીધું છે અને પાંચાલદેશ શત્રુઓના હાથમાં પડીને ભ્રષ્ટ થઈ ગયો છે. આ બધું જોઈને રાજા પુરંજન અપાર ચિંતામાં ડૂબી ગયો અને તે વિપત્તિમાંથી છુટકારો મેળવવાનો કોઈ ઉપાય તેને દેખાયો નહીં. (૭-૮) કાળકન્યાએ જેમને સત્ત્વહીન કરી દીધા હતા તે જ ભોગોની લાલસાથી તે દીન હતો. પોતાની પારલૌકિક, ગતિ અને બંધુજનોના સ્નેહથી વંચિત રહીને તેનું ચિત્ત કેવળ પત્ની અને પુત્રોના લાલનપાલનમાં જ રમમાણ હતું. (૯) આવી દશામાં તેમનાથી વિખૂટા પડવાની ઇચ્છા નહીં હોવા છતાં પદ્મ તેણે તે પુરીનો ત્યાગ કરવા બાધ્ય થવું પડ્યું; કારણ કે તેને ગંધર્વો અને યવનોએ ધેરી રાખી હતી તથા કાળકન્યાએ ક્ચડી નાખી હતી. (૧૦) એટલામાં જ યવનરાજ ભયના મોટા ભાઈ પ્રજ્વારે પોતાના ભાઈનું પ્રિય (કાર્ય) કરવાની ઇચ્છાથી તે સઘળી નગરીને આગ ચાંપી દીધી. (૧૧) જ્યારે તે નગરી બળવા લાગી ત્યારે નગરવાસીઓ, સેવક્સમુદાય, સંતાનો અને કુટુંબની સ્વામિની સહિત કુટુંબપ્રેમી પુરંજનને ભારે દુઃખ થયું. (૧૨) નગરને કાળકન્યાના હાથમાં સપડાયેલું જોઈને, તેનું રક્ષણ કરનારા સર્પને પલ ઘબ્રી પીડા થઈ, કારણ કે તેના નિવાસસ્થાન પર પણ યવનોએ અધિકાર કરી લીધો હતો અને પ્રજ્વાર તેના પર પણ આક્રમણ કરી રહ્યો હતો. (૧૩) તે નગરનું રક્ષણ કરવામાં જ્યારે તે સર્વથા અસમર્થ થઈ ગયો ત્યારે, જેમ ૧. પ્રા. પા. - આવાપોત | ૨. પ્રા. પા. - રાજન્‌ તાં પુરીમભિનિકામતઃ 1 444 શ્રીમદભાગવત [અ૦૨૮ શિથિલાવયવો યર્હિ ગન્ધર્વેહતપૌરુષઃ ! યવનૈરરિભી રાજન્નુપરુદ્ધો સરોદ હ ।૧૫॥ દુહિૃઃપુત્રપૌત્રાંશ્ચ જામિજામાતૃપાર્ષદાન્‌પ । સ્વત્વાવશિષ્ટં યત્કિગ્ચિદ્ગૃહકોશપરિચ્છદમ્‌ ॥ ૧૬॥ અહં મમેતિ સ્વીકૃત્ય ગૃહેષુ કુમતિર્ઝુહી । દધ્યૌ પ્રમદયા દીનો વિપ્રયોગ ઉપસ્થિતે । ૧૭॥ લોકાન્તરં ગતવતિ મય્યનાથા કુટુમ્બિની । વર્તિષ્યતે કથં ત્વેષાચ બાલકાનનુશોચતી ।। ૧૮॥। નમય્યનાશિતેભુડક્તે નાસ્નાતે સ્નાતિ મત્પરા । [2 મયિસુષેસુસન્ત્રસ્તા* ભર્ત્સિતેયતવાગ્ભયાત્‌ ॥ ૧૯॥ પ્રબોધયતિ માડવિજ્ઞ વ્યુષિતે શોકકર્શિતા । વર્ત્મતદ્‌ ગૃહમેધીયં વીરસૂરપિ* નેષ્યતિ | ૨૦॥ કથં નુ દારકા દીના દારકીર્વાડપરાયણાઃ । વર્તિષ્યન્તે મથિ ગતે” ભિન્નનાવ ઇવોદધૌ ॥ ૨૧॥। એવં કૃપણયા બુદ્ધયા શોચન્તમતદર્હણમ્‌ | ગ્રહીતું કૃતધીરેનેં ભયનામાડભ્યપદ્યત || ર૨! પશુવધ્વનૈરેષ નીયમાનઃ સ્વકં ક્ષયમ્‌ | અત્વદ્રવન્નનુપથાઃ શોચન્તો ભૃશમાતુરાઃ !। ર૩ બળતા વૃક્ષની બખોલમાં રહેનારો સાપ તેમાંથી નીકળી જવા ઇચ્છે છે તેવી જ રીતે તેણે પણ મહાકષ્ટથી કાંપતાં-કાંપતાં ત્યાંથી ભાગી જવા ઇચ્છું. (૧૪) તેનાં અંગ-્રત્યંગ ઢીલાં પડી ગયાં હતાં તથા ગંધર્વોએ તેની બધી શક્તિ નષ્ટ કરી દીધી હતી; તેથી જ્યારે યવન શત્રુઓએ તેને જતો જોઈને અટકાવી દીધો ત્યારે તે દુઃખી થઈને રોવા લાગ્યો. (૧૫) ગૃહસ્થીમાં આસક્ત પુરંજન શરીર-ધર વગેરેમાં “હું- મારું’પજ્નાનો ભાવ રાખવાથી અત્યંત બુદ્ધિહીન થઈ ગયો હતો. પત્નીના પ્રેમપાશમાં ફસાઈને તે ઘણો દીન થઈ ગયો હતો. હવે જ્યારે તેમનાથી વિખૂટા પડવાનો સમય ઉપસ્થિત થયો ત્યારે તે પોતાની પુત્રીઓ, પુત્રો, પૌત્રો, પુત્રવધૂઓ, જમાઈઓ, નોકર-ચાકરો અને ઘર, ખજાનો તથા અન્ય બીજા જે પદાર્થોમાં તેની મમતા હજી શેષ હતી (તેમનો ભોગ તો ક્યારનોય છૂટી ગયો હતો), તે બધાંને માટે આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યો. (૧૬-૧૭) “અરે રે! મારી પત્ની તો ઘણી ધરગૃહસ્થીવાળી છે. જ્યારે હું પરલોકમાં ચાલ્યો જઈશ ત્યારે એ અસહાય થતાં કેવી રીતે પોતાનો ગુજારો કરશે? એને આ બાળબચ્ચાંની ચિંતા જ ખાઈ જશે. (૧૮) એ મારા ભોજન કર્યા વિના ભોજન કરતી ન હતી અને મારા સ્નાન કર્યા વિના સ્નાન કરતી ન હતી, હંમેશાં મારી જ સેવામાં તત્પર રહેતી હતી. હું ક્યારેક રિસાઈ જતો હતો તો એ ઘણી ભયભીત થઈ જતી હતી અને ક્યારેક ધમકાવતો હતો ત્યારે તે ડરની મારી ચૂપ રહી જતી હતી. (૧૯) મારાથી કોઈ ભૂલ થઈ જતી હતી તો એ મને સચેત કરી દેતી હતી, મારામાં એનો એટલો અધિક સ્નેહ છે કે જો હું ક્યારેક પરદેશ ચાલ્યો જતો હતો તો એ વિરહવ્યથાથી કૃશ થઈ જતી હતી. આમ તો એ વીરમાતા છે, તોપણ મારા ગયા પછી શું એ ગૃહસ્થીનો વ્યવહાર ચલાવી શકશે? (૨૦) મારા ચાલ્યા ગયા પછી એકમાત્ર મારે જ સહારે રહેનારાં આ પુત્રો-પુત્રીઓ પણ કેવી રીતે જીવન ધારણ કરશે? એ તો સમુદ્રની વચમાં નાવ તૂટી જવાથી વ્યાકુળ થયેલાં મુસાફરોની જેમ વળખાં મારવા લાગશે.’ (ર૧) જોકે જ્ઞાનદૃષ્ટિએ રાજા પુરંજન માટે શોક કરવાનું ઉચિત ન હતું, તોપણ અજ્ઞાનને લીધે તે આ પ્રમાણે દીનબુદ્ધિથી પોતાનાં પત્ની-પુત્રો વગેરે માટે શોકવિદ્રળ થઈ રહ્યો હતો. આ જ સમયે તેને પકડવા માટે ત્યાં ભભ નામનો યવનરાજ આવી પહોંચ્યો. (૨ ર) જ્યારે યવનો તેને પશુની જેમ બાંધીને પોતાના સ્થાન ભણી લઈ ચાલ્યા ત્યારે તેના અનુચરો અત્યંત આતુર અને શોકાકુલ થઈને તેની સાથે થઈ ગયા. (૨૩) ૧. પ્રા. પા. - જામાતૃમિત્રપાર્ષદન્‌। ૨. પ્રા. પા. - ત્વેકા | ૩. પ્રા. પા. - તુ સ્ત્ર 1 ૪. પ્રા. પા. - બ્સબિનેષ્યતિ | પ. પ્રા. પા. - મૃતે! અ૦ ર૮] થો સ્કન્ધ 44ડ પુરીં વિહાયોપગત ઉપરુદ્ધો ભુજડ્ઞમઃ | યદા તમેવાનુ પુરી વિશીર્ણા પ્રકૃતિ ગતા ।। ૨૪॥ વિકૃષ્યમાણઃ પ્રસભં યવનેન બલીયસા | નાવિન્દત્તમસાડડવિષ્ટઃ સખાયં સુહૃદ પુરઃ ।। રપ।। તં યજ્ઞપશવોડનેન સઝ્શપ્તા યેડદયાલુના ! કુંઠારૈશ્ચિચ્છિદુઃકુદ્ધાઃસ્મરન્તોડમીવમસ્ય તત્‌પ ।। ર૬॥। અનત્તપારે તમસિ મગ્નો નષ્ટસ્મૃતિઃસમાઃ । શાશ્ચતીરનુભૂયાર્તિ પ્રમદાસ્રદૂષિતઃ | ૨૭॥ તામેવ મનસા ગૃહ્મન્‌ બભૂવ પ્રમદોત્તમા । અનત્તરં* વિદર્ભસ્ય રાજસિંહસ્ય વેશ્મનિ | ર૮ ઉપયેમે વીર્યપણાં વૈદર્ભી મલયધ્વજઃ | યુધિ નિર્જિત્ય રાજન્યાન્‌ પાછ્ઠયઃ પરપુરગ્જયઃ ॥ ૨૯॥ તસ્યાં સજનયાઝ્ચક્ર આત્મજામસિતેક્ષણામ્‌ ! યવીયસઃ સપ્ત સુતાન્‌ સમ દ્રવિડભૂભૃતઃ* ॥ ૩૦॥ એકૈકસ્યાભવત્તેષાં રાજલ્ઞર્બુદમર્બુદમ્‌ । ભોક્ષયતે યદ્રંશધરેર્મહી મન્વન્તરં પરમ્‌ | ૩૧।। અગસ્ત્યઃ પ્રાગ્દુહિતરમુપયેમે ધૃતવ્રતામ્‌ યસ્યાં દેઢચ્યુતો જાત ઇધ્મવાહાત્મજો મુનિઃ ॥ ૩૨ વિભજ્ય તનયેભ્યઃક્ષમાં રાજર્ષિમલયધ્વજઃ । આરિરાધયથિષુઃ કૃષ્ણં સ જગામ કુલાચલમ્‌ || ૩૩॥। હિત્વા ગૃહાન્‌સુતાન્‌ભોગાન્વૈદર્ભીમદિરેક્ષણા । અન્વધાવત પાણ્ડયેશં જ્યોત્સ્નેવ રજનીકરમ્‌ ।। ૩૪॥ તત્ર ચન્દ્રવસા* નામ તામ્રપર્ણી વટોદકા’ । તત્પુણ્યસલિલૈર્નિત્યમુભયત્રાત્મનો મૃજન્‌ || ૩૫॥। કન્દાષ્ટિભિર્મૂલફલૈઃ* પુષ્પપર્ણસ્તૃણોદકેઃ । વર્તમાનઃ શનેર્ગાત્રકર્શને તત આસ્થિતઃ | ૩૬॥ થવનો વડે રોકી લેવામાં આવેલો સાપ પણ તે નગરી છોડીને તે બધાની સાથે ચાલી નીકળ્યો. તેના જતાં જ સઘળું નગર છિન્નભિન્ન થઈને પોતાની પ્રકૃતિમાં લીન થઈ ગયું. (૨૪) આ પ્રમાણે મહાબળવાન યવનરાજ વડેબળપૂર્વક ખેંચાવા છતાં પભ રાજા પુરંજને અજ્ઞાનને લીધે પોતાના હિતૈષી અને જૂના મિત્ર અવિજ્ઞાતને યાદ કર્યો નહીં. (૨૫) 7» તે નિર્દયી રાજાએ જે યશ્પશુઓનો બલિ આપ્યો હતો તેઓ તેણે આપેલી પીડાને યાદ કરીને તેને કોધપૂર્વક કુહાડાઓથી કાપવા લાગ્યાં. (૨૬) તે વર્ષો સુધી વિવેકહીન અવસ્થામાં અપાર અંધકારમાં પડેલો નિરંતર કષ્ટ ભોગવતો રહ્યો. સ્રીની આસક્તિને લીધે તેની આ દુર્ગતિ થઈ હતી. (૨૭) અંતકાળમાં પલ્ર પુરંજનને તેનું જ ચિંતન થતું રહ્યુ હતું, તેથી તે નૃપશ્રેષ્ઠ બીજા જન્મમાં વિદર્ભરાજને ત્યાં સુંદર પુત્રી બનીને જન્મ્યો. (૨ ૮) જ્યારે એ વિદર્ભપુત્રી લગ્નયોગ્ય થઈ ત્યારે વિદર્ભરાજે ઘોષણા કરી દીધી કે એને સર્વશ્રેષ્ઠ પરાક્રમી વીર જ પરણી શકશે. ત્યારે શત્રુઓનાં નગરોને જીતનારા પાંડ્યનરેશ મહારાજ મલયધ્વજે યુદ્ધભૂમિમાં સમસ્ત રાજાઓને જીતીને તેની સાથે લગ્ન કર્યું. (૨૯) તેનાથી મહારાજ મલયધ્વજે એક શ્યામલોચના પુત્રી અને એના કરતાં નાના સાત પુત્રો ઉત્પન્ન કર્યા, જેઓ આગળ જતાં દ્રવિડદેશના સાત રાજા થયા. (૩૦) હે રાજન્‌! પછી તેમાંના પ્રત્યેક પુત્રના ઘલ્ાબધા પુત્રો ઉત્પન્ન થયા, કે જેમના વંશજો આ પૃથ્વીને મન્વંતરના અંત સુધી તથા ત્યારપછી પણ ભોગવશે. (૩૧) રાજા મલયધ્વજની પહેલી પુત્રી મહાન દ્રતશીલા હતી. તેની સાથે અગસ્ત્ય ત્ઘષિનાં લગ્ન થયાં. તેનાથી તેમને દૃઢચ્યુત નામનો પુત્ર થયો અને દઢચ્યુતને ઇધ્મવાહ (નામનો પુત્ર) થયો. (૩૨) અંતમાં રાજર્ષિ મલયધ્વજ પુત્રો વચ્ચે પૃથ્વીની વહેંચણી કરીને ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરવાની ઇચ્છાથી મલય પર્વત પર ચાલ્યા ગયા. (૩૩) તે સમયે, જેમ ચંદ્રિકા ચંદ્રદેવનું અનુસરણ કરે છે તેવી જ રીતે મત્તલોચના વૈદર્ભીએ પોતાના ઘર, પુત્રો અને સમસ્ત ભોગોને તિલાંજલિ આપીને પાંડ્યનરેશનું અનુગમન કર્યું. (૩૪) ત્યાં ચંદ્રવસા, તામ્રપર્ણ અને વટોદકા નામની ત્રણ નદીઓ હતી. તેમના પવિત્ર જળમાં સ્નાન કરીને તેઓ દરરોજ પોતાના શરીર અને અંતઃકરણને નિર્મળ કરતા હતા. (૩૫) ત્યાં રહીને તેમણે કંદ, બીજ, મૂળ, ફળ, પુષ્પ, પાન, હૃબ્ર અને જળથી જ ગુજારો કરીને ઘણું કઠોર તપ કર્યુ. એનાથી ધીરેધીરે તેમનું શરીર ઘણું જ કૃશ થઈ ગયું. (૩૬) ૧. પ્રા. પા. - યત્‌। ૨. પ્રાચીન પ્રતમાં “અનન્તરં’ વગેરે. ૨૮મા શ્લોકનો ઉત્તરર્ષ ભાગ નથી. ૩. પ્રા. પા. - સપ્તુમિલત | ૪ પ્રા. પા. - ચાન્દ્રમસી | પ. પ્રા. પા. - બહૂદકા | ૬. પ્રા. પા. - કન્‍્દાદિભિક। 446 શ્રીમદભાગવત [અ૦ ૨૮ શીતોષ્ણવાતવર્ષાણિ ક્ષુત્પિપાસે પ્રિયાપ્રિયે ! સુખદુઃખે ઇતિ દ્રન્દ્રાન્યજયત્સમદર્શનઃ ॥ ૩૭! તપસા વિધયા પક્વકષાયો નિયમૈર્યમૈઃ । યુયુજે બ્રહ્મણ્યાત્માનં વિજિતાક્ષાનિલાશયઃ !| ૩૮॥। આસ્તે સ્થાણુરિવૈકત્ર દિવ્યં વર્ષશતં સ્થિરઃ | વાસુદેવે ભગવતિ નાન્યહેદોદ્રહન્‌ રતિમ્‌ | ૩૯॥ સવ્યાપકતયાડડત્માનંવ્યતિરિક્તતયાડડત્મનિ । વિદ્ધાન્‌ સ્વપ્ન ઇવામર્શસાક્ષિણં વિરરામ હ । ૪૦॥ સાક્ષાદ્ધગવતોક્તેન ગુરુણા હરિણા નૃપ | વિશુદ્ધજ્ઞાનદીપેન સ્ફુરતા વિશ્વતોમુખમ્‌ | ૪૧॥। પરેબ્રહ્મણિ ચાત્માનં પરં બ્રહ્મ તથાડડત્મનિ ! વીક્ષમાણો* વિહાયેક્ષામસ્માદુપરરામચ્હ ૪૨ પતિં પરમધર્મજ્ઞં વૈદર્ભી મલયધ્વજમ્‌ | પ્રેમ્ણા પર્યચરદ્ધિત્વા ભોગાન્‌ સા પતિદેવતા | ૪૩॥ ચીરવાસા વ્રતક્ષામા વેણીભૂતશિરોરુહા । બભાવુપપર્તિ શાન્તા શિખા શાન્તમિવાનલમ્‌ | ૪૪॥। અજાનતી પ્રિયતમં યદોપરતમક્નના | સુસ્થિરાસનમાસાધ યથાપૂર્વમુપાચરત્‌ || ૪૫॥। વદા નોપલભેતાડદ્રાવૂષ્માણં પત્યુરર્ચતી | આસીત્સંવિગ્નહદયા યૂથભ્રષ્ટા મૃગી યથા ૪૬॥। આત્માનં શોચતી દીનમબત્યું વિક્લવાશ્રુભિઃ । સ્તનાવાસિચ્ય વિપિને સુસ્વરં પ્રરુરોદ સા | ૪૭॥ ઉત્તિષ્ઠોત્તિષ્ઠ રાજર્ષે ઇમામુદધિમેખલામ્‌ | _ દસ્યુભ્યઃક્ષત્રબન્ધુભ્યો બિભ્યતી પાતુમર્હસિ ॥ ૪૮॥ એવંવિલપતીબાલા વિપિનેડનુગતા પતિમ્‌ । પતિતા પાદયોર્ભર્તૂં રુદત્યશ્રૂણ્યવર્તયત્‌ | ૪૯॥ મહારાજ મલયધ્વજે સર્વત્ર સમદષ્ટિ રાખીને ઠંડી-ગરમી, વર્ષા-વાયુ, ભૂખ-તરસ, પ્રિય-અપ્રિય, સુખ-દુઃખ વગેરે તમામ દ્રંદ્દો પર વિજય મેળવ્યો. (૩૭) તપ અને ઉપાસનાથી વાસનાઓને નિર્મૂળ કરીને તથા યમ-નિયમ વગેરે વડે ઇન્દ્રિયો, પ્રાન અને મનને વશ કરીને તેઓ આત્મામાં બ્રહ્મભાવના કરવા લાગ્યા. (૩૮) આ પ્રમાણે સો દિવ્ય વર્ષો સુધી સ્થાણુની જેમ નિશ્રળભાવે એક જ સ્થાન પર બેઠેલા રહ્યા. ભગવાન વાસુદેવમાં સુદઢ પ્રેમ થઈ જવાને કારણે આટલા સમય સુધી તેમને શરીર વગેરેનું પણ ભાન ન રું. (૩૯) હે રાજન્‌! ગુરુસ્વરૂપ સાક્ષાત્‌ શ્રીહરિએ ઉપદેશ કરેલા તથા પોતાના અંતઃકરણમાં બધી તરફ સ્ફરિત થતા વિશુદ્ધ જ્ઞાનના-દીપકથી તેમે જોયું કે અંતઃકરણની વૃત્તિનો પ્રકાશક આત્મા સ્વપ્નાવસ્થાની જેમ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓમાં વ્યાપ્ત છે તથા તેમનાથી અલગ પણ છે. આવો અનુભવ કરીને તેઓ બધી તરફથી ઉદાસીન થઈ ગયા. (૪૦-૪૧) પછી પોતાના આત્માને પરબ્રહ્મમાં અને પરબ્રહ્મને આત્મામાં અભિન્નરૂપે જોયા અને અંતે આ અભેદચિંતનનો પણ ત્યાગ કરીને તેઓ સર્વથા શાંત થઈ ગયા. (૪૨) હે રાજન્‌! આ સમયે પતિપરાયણ વૈદર્ભી બધા પ્રકારના ભોગોને ત્યજીને પોતાના પરમધર્મશ પતિ મલયધ્વજની સેવા ઘણા પ્રેમથી કરતી હતી. (૪૩) તે ચીર- વસો ધારણ કરતી, વ્રત-ઉપવાસ વગેરેને કારણે તેનું શરીર અત્યંત કૃશ થઈ ગયું હતું અને તેના માથાના વાળ પરસ્પર ગૂંચાઈ જવાને કારણે તેમાં લટો પડી ગઈ હતી. તે સમયે પોતાના પતિદેવની પાસે તે અંગારભાવને પામેલા ધૂમાડા” રહિત અગ્નિ પાસે અગ્નિની શાંત જ્યોત જેવી સુશોભિત થઈ રહી હતી. (૪૪) તેના પતિ પરલોકવાસી થઈ ચૂક્યા હતા, પરંતુ પૂર્વવત્‌ સ્થિર આસનમાં વિરાજમાન હતા. આ રહસ્યને નહીં જાણવાને કારણે તે તેમની પાસે જઈને તેમની પહેલાંની જેમ જ સેવા કરવા લાગી. (૪૫) ચરણસેવા કરતી વખતે જ્યારે તેને પોતાના પતિનાં ચરણોમાં ઉષ્મા બિલકુલ નહીં હોવાની ખબર પડી, ત્યારે તો તે ટોળામાંથી વિખૂટી પડી ગયેલી હરણીની જેમ કદયથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ. (૪૬) તે વેરાન વનમાં પોતાને એકલી અને દીન દશામાં જોઈને તે ઘણી શોકાકુલ થઈ ગઈ અને આંસુઓની ધારાથી સ્તનો ભીંજવતી મોટા અવાજે રડવા લાગી. (૪૭) તે બોલી, “રાજર્ષિ! ઊઠો, ઊઠો. સમુદ્રથી ઘેરાયેલી આ પૃથ્વી લુટારાઓ અને અધર્મમય રાજાઓથી ભયભીત થઈ રહી છે, તમે તેનું રક્ષણ કરો.’ (૪૮) પતિની સાથે વનમાં ગયેલી તે અબળા આ પ્રમાણે વિલાપ કરતી પતિનાં ચરણોમાં પડી અને રડી- ૧. પ્રા. પા. - ઈલમાણો ! ૨. પ્રા. પા. - વિહાયેમામસ્માન ! અ૦ર૮] ચોથો સ્કન્ધ 447 ચિતિંપ દારુમયી ચિત્વા તસ્યાં પત્યુઃ કલેવરમ્‌ | આદીપ્ય ચાનુમરણે વિલપન્તી મનો દધે 1 ૫૦॥ તત્રપૂર્વતરઃ કશ્ચિત્સખા બ્રાહ્મણ આત્મવાન્‌ ! સાન્ત્વયન્વલ્ગુના સામ્ના તામાહ રુદતીપ્રભો 1 ૫૧॥ ત્રાહળ ઉવાચર કાત્વં કસ્યાસિ કોવાડયં શયાનો યસ્ય શોચસિ | જાનાસિ* કિં સાયં માં વેનાગ્રે વિચચર્થ*હ ॥ પર॥ અપિ સ્મરસિ ચાત્માનમવિજ્ઞાતસખં સખે । હિત્વામાં પદમન્વિચ્છન્‌ ભૌમભોગરતો ગતઃ || ૫૩॥। હંસાવહે ચ ત્વં ચાર્ય સખાયૌ માનસાયનૌ । અભૂતામન્તરા વૌકઃ સહસ્રપરિવત્સરાન્‌ | ૫૪॥। સત્વંવિહાય માં બન્ધો ગતો ગ્રામ્યમતિર્મહીમ્‌ ! વિચરન્‌ પદમદ્રાક્ષીઃ કયાચિજ્ઞિર્મિતં સ્ત્રિયા ! પપ।। પગ્ચારામં નવદ્દારમેકપાલં ત્રિકોષ્ઠકમ્‌ | પટકુલં પગ્યવિપણં પગ્ચપ્રકૃતિ સ્રીધવમ્‌ ૫૬ પગ્ચેન્દ્રિયાર્થા આરામા દ્વારઃ પ્રાણા નવ પ્રભો । તેજોડબન્ઞાનિ કોષ્ઠાનિ કુલમિન્દ્રિયસડગ્રહઃ । ૫૭॥ વિપણસ્તુ ક્રિયાશક્તિર્ભૂતપ્રકૃતિરવ્યયા | શક્ત્યધીશઃપુમાંસ્ત્વત્રષપ્રવિષ્ટો નાવબુધ્યતે ॥ ૫૮॥। તસ્મિંસત્વં રામયા સ્પૃષ્ટો રમમાણોડશ્રુતસ્મૃતિઃ । તત્સક્ઞાદીદંશી પ્રાસો દશાં પાપીયસી પ્રભો || ૫૯॥। ન ત્વં વિદર્ભદુહિતા નાયં વીરઃ સુહત્તવ । ન પતિસ્ત્વં પુરગ્જન્યા રુદ્ધો નવમુખે યયા || ૬૦॥। માયાહ્યેષા મયા સૃષ્ટા યત્યુમાંસ સ્તરિય સતીમ્ર્ય । મન્યસે નોભયં યદ્દે હંસો પશ્યાવયોર્ગતિમ્‌ । ૬૧।। સ્ડીને વહેવડાવવા લાગી. (૪૯) લાકડાંની ચિતા બનાવીને તેલે તેના પર પતિનું શબ મૂક્યું અને તેને આગ લગાડીને વિલાપ કરતાં કરતાં પોતે સતી થવાનો નિશ્ચય કર્યો. (૫૦) હે રાજન્‌! આ જ સમયે તેનો કોઈ જૂનો મિત્ર એક આત્મજ્ઞાની બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેણે તે રડતી અબળાને મધુર વાણીથી સમજાવતાં કહ્યું. (૫૧) બ્રાહ્મણે ક્યું - તું કોલ છે? કોની પુત્રી છે? અને જેના માટે તું શોક કરી રહી છે તે આ સુતેલો પુરુષ કોણ છે? શું તું. મનેનથી જાલ્રતી?હું તેજ તારો મિત્ર છું, કે જેની સાથે તું પહેલાં વિચરણ કર્યા કરતી હતી. (પર) મિત્ર! શું તને પોતાની યાદ આવે છે, કે કોઈ વખતે હું તારો અવિજ્ઞાત નામનો મિત્ર હતો? તું પૃથ્વીનો ભોગ ભોગવવા માટે નિવાસસ્થાનને ખોળવા માટે મને છોડીને ચાલ્યો ગયો હતો. (૫૩) હે આર્ય! પૂર્વકાળમાં તું. અને હું એક-બીજાના મિત્રો અને માનસનિવાસી હંસ હતા. આપણે બંને હજારો વર્ષો સુધી કોઈ નિવાસસ્થાન વગર જ રહ્યા હતા. (૫૪) પરંતુ મિત્ર! તું વિષયભોગોની ઇચ્છાથી મને છોડીને અહીં પૃથ્વી પર ચાલ્યો આવ્યો! અહીં ઘૃમતાં ઘૂમતાં તેં એક સ્ત્રીએ રચેલું સ્થાન જોયું. (૫૫) તેમાં પાંચ બગીચા, નવ દરવાજા, એક દ્વારપાળ, ત્રણ કોઠા, છ વૈશ્યકુળ અને પાંચ બજાર હતાં. તે (નગર) પાંચ ઉપાદાન-કારણોથી બનેલું હતું અને તેની સ્વામિની એક સ્ત્રી હતી. (૫૬) હે મહારાજ! ઇન્દ્રિયોના પાંચ વિષયો તેના બગીચા હતા; નવ ઇન્દ્રિયછિદ્રો દરવાજા હતા; તેજ, જળ અને અન્ન ત્રણ કોઠાઓ હતા; મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો - એ છ વૈશ્યકુળ હતાં; ક્રિયાશક્તિરૂપ કર્મેન્દ્રિયો જ (પાંચ) બજાર હતાં; પાંચ ભૂતો જ તેનાં ક્યારેય ક્ષીણ ન થતાં ઉપાદાન-કારણ હતાં અને બુદ્ધિશક્તિ જ તેની સ્વામિની હતી. આ એવું નગર હતું કે જેમાં પ્રવેશ કરવાથી, પુરુષ જ્ઞાનશુન્ય થઈ જાય છે - પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. (૫૭-૫૮) ભાઈ! તે નગરમાં તેની સ્વામિનીના ફંદામાં પડીને તેની સાથે વિહાર કરતાં કરતાં તું પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયો અને તેના જ સંગથી તારી આ દુર્દશા થઈ છે. (૫૯) જો, તું નથી તો વિદર્ભરાજની પુત્રી અને નથી તો આ વીર મલયધ્વજ તારો પતિ. જેણે તને નવ દરવાજાઓવાળા નગરમાં બંધ કર્યો હતો તે પુરંજનીનો પતિ પણ તું નથી. (૬૦) તું પહેલા જન્મમાં પોતાને પુરુષ સમજતો હતો અને હવે સતી સ્ત્રી માને છે - એ બધી મારી જ ફેલાવેલી માયા છે. વાસ્તવમાં તું નથી તો પુરુષ કે નથી તો સ્ત્રી. આપલ્રે બંને તો હંસ છીએ; આપણું જે ખરેખરું સ્વરૂપ છે તેનો તું અનુભવ કર. (૬૧) ૧. પ્રા. પા. - ચિતાં | ૨. પ્રાથીન પ્રતમાં “બાલ ઉવાચ’ - એટલો ભાગ નથી. ૩. પ્રા. પા. - કિં જાનાસિ | ૪. પ્રા. પા.

  • વિચરેમ હિ! ૫. પ્રા. પા. - પુમાનત્ર | ૬. પ્રા. પા. - તતઃ! 448 શ્રીમદભાગવત [અ૦ ૨૯ અહં ભવાજ્ઞ ચાન્યસ્ત્વં ત્વમેવાહૈ વિચક્ષ્વ ભોઃ ! ન નૌ પશ્યન્તિ કવયશ્છિદ્રં જાતુ મનાગપિ ।। ૬૨॥। યથા પુરુષ આત્માનમેકમાદર્શચક્ષુષોઃ | દ્રિધાભૂતમવેક્ષેત તથૈવાન્તરયાવયોઃ | ૬૩॥। એવં સ માનસો હંસો હંસેન પ્રતિબોધિતઃ । સ્વસ્થસ્તદ્વ્યભિચારેણ નષ્ટામાપ પુનઃસ્મૃતિમ્‌ ॥ ૬૪॥ બર્હિષ્મન્નેતદધ્યાત્મં પારોક્ષ્યેણ પ્રદર્શિતમ્‌ । યત્પરોક્ષપ્રિયો દેવો ભગવાન્‌ વિશ્વભાવનઃ !! ૬૫।। ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહેસ્યાં સંહિતાયાં હે મિત્ર! જે હું (ઈશ્વર) છું તે જ તું (જીવ) છે. તું મારાથી ભિન્ન નથી અને તું વિચારપૂર્વક જો કે હું પણ તે જ છું, જે તું છે. જ્ઞાની મનુષ્યો આપશ બંનેમાં ક્યારેય જરા જેટલો પણ ફરક જોત: નથી. (૬૨) જેમ એક મનુષ્ય પોતાના શર્રીરની છાયાને દર્પશ્રમાં અને કોઈ વ્યક્તિની આંખમાં ભિન્ન-ભિન્ન રૂપે જુએ છે તેવી જ રીતે એક જ આત્મા વિધા અને અવિઘાની ઉપાધિના બેદને લીધે પોતાને ઈશ્વર અને જીવન રૂપમાં - બે પ્રકારે જોઈ રહ્યો છે. (૬૩) આ પ્રમાણે જ્યારે હેસે (ઈશ્વરે) તેને સાવધાન કર્યો ત્યારે તે મ(નસરોવરનો હંસ (જીવ) પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો અને તેને પોતાના મિત્રના વિધોગને લીધે ભુલાયેલું, આત્મજ્ઞાન ફરીથી પ્રાપ્ત થઈ ગયું. (૬૪) હે પ્રાચીનબર્હિ! મેં તમને પરોક્ષરૂપે આ આત્મજ્ઞાનનું દિગ્દર્શન કરાવ્યું છે; કારણ કે જગતકર્તા જગદીશ્વરને પરોક્ષ વર્ણન જ અધિક પ્રિય છે. (૬૫) ચતુર્થસ્કન્ધે પુરગ્જનોપાખ્યાનેડષ્ટાર્વિશોડધ્યાયઃ ॥ ર૮ ચોથા સ્કન્ધ-અંતર્ગત પુરંજન-ઉપાખ્યાનમાંનો અક્રાવીસમો અધ્યાય સમાપ્ત.