Śrīmad Bhāgavatam

પુરંજનપુરી પર ચંડવેગની ચડાઈ તથા કાળકન્યાનું ચરિત્ર

પુરંજનને સીયોનિ પ્રાપ્ત થવી અને અવિજ્ઞાતના ઉપદેશથી તેની મુક્તિ થવી
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સત્તાવીસમો અધ્યાય પુરંજનપુરી પર ચંડવેગની ચડાઈ તથા કાળકન્યાનું ચરિત્ર નારદ 6૧ ઇત્થં પુરગ્જનં સમ્યગ્વશમાનીય વિભ્રમૈઃ | પુરગ્જની મહારાજ રેમે રમયતી પતિમ્‌ ॥૧॥।। સરાજામહિષી રાજન્‌ સુસ્નાતાં રુચિરાનનામ્‌ચ । કૃતસ્વસ્ત્યયનાં તૃસામભ્યનન્દદુપાગતામ્‌ ॥ ર તયોપગૂઢઃ પરિરબ્ધકન્ધરો રહોડનુમન્ત્રૈરપકૃષ્ટચેતનઃ 1 ન કાલરંહો બુબુધે દુરત્યયં દિવા નિશેતિ પ્રમદાપરિગ્રહઃ | ૩॥ ઉન્નદ્રમદો મહામના મહાર્હતલ્પે મહિષીભુજોપધિઃ | તામેવ વીરો મનુતે પરં૨ યત- સ્તમોડભિભૂતો ન નિજં પરં ચ યત્‌ 1૪॥! શયાન તધૈવં રમમાણસ્ય કામકશ્મલચેતસઃ | ક્ષણાર્ધમિવ રાજેન્દ્ર વ્યતિક્રાન્ત નવં વયઃ ॥૫॥ *તસ્યામજનયત્પુત્રાન્‌ પુરગ્જન્યાં પુરગ્જનઃ । શતાન્યેકાદશ વિરાડાયુષોડર્ધમથાત્યગાત્‌ | ૬॥ દુહિતૃર્દશોત્તરશતં પિતૃમાતૃયશસ્કરીઃ | શીલૌદાર્યગુણોપેતાઃ પૌરગ્જન્યઃ પ્રજાપતે ॥ ૭ સપગ્ચાલપતિઃ’પુત્રાન્‌ પિતૃવંશવિવર્ધનાન્‌ । દારૈઃ સંયોજયામાસ દુહિતૃઃ સદશૈવરેઃ ॥ ૮॥ શ્રીનારદજી કહે છે - હે મહારાજ! આ પ્રમાણે તે સુંદરી અનેક નખરાંથી પુરંજનને સંપૂર્ણપણે પોતાને વશ કરીને તેને આનંદિત કરતી રહીને વિહાર કરવા લાગી. (૧) તેણે સારી રીતે સ્નાન કરીને અનેક પ્રકારના માંગલિક શણગાર કર્યા તથા ભોજન વગેરેથી તૃપ્ત થઈને તે રાજા પાસે આવી. રાજાએ તે મનોહરમુખી રાજમહિષીનું આદરસહિત અભિનંદન કર્યું. (૨) પુરંજનીએ રાજાનું આલિંગન કર્યું અને ચજાએ તેને ગળે લગાવી. પછી એકાંતમાં મનને અનુકૂળ રહસ્થની વાતો કરતો કરતો તે એવો મોહિત થઈ ગયો કે તેનું કામિનીમાં જ ચિત્ત રમમાણ રહેવાને કારણે તેને દિવસ- રાત્રિના ભેદપૂર્વક નિરંતર વીતતા જતા કાળની દુસ્તર ગતિનો પલ્ર કોઈ ખ્યાલ રહ્યો નહીં. (૩) મદથી છકેલો મનસ્વી પુરંજન પોતાની પ્રિયાની ભુજાઓ પર માથું મૂકીને મહામૃલ્ય શય્યા પર પડી રહેતો હતો. તેને તો તે રમણી જ જીવનનું પરમ ફળ જણાતી હતી. અજ્ઞાનથી આવૃત થઈ જવાને કારણે તેને આત્મા અથવા પરમાત્માનું કોઈ જ્ઞાન રહ્યું નહીં. (૪)

હે રાજન્‌! આ પ્રમાણે કામાતુર ચિત્તથી તેની સાથે

વિહાર કરતાં કરતાં રાજા પુરંજનની યુવાની અડધી ક્ષણની જેમ વીતી ગઈ. (૫) હે પ્રજાપતિ! તે પુરંજનીથી રાજા પુરંજનને અગિયારસો પુત્રો અને એકસો દસ પુત્રીઓ થઈ, તે બધી જ પુત્રીઓ માતાપિતાનો સુયશ વધારનારી અને સુશીલતા, ઉદારતા વગેરે ગુશ્રોથી સંપન્ન હતી. તેઓ પૌરંજની નામે વિખ્યાત થઈ. એટલામાં જ તે સમ્રાટના લાંબા આયુષ્યનો અડધો ભાગ વીતી ગયો. (૬-૭) પછી પાંચાલરાજ પુરંજને પિતૃવંશની વૃદ્ધિ કરનારા પુત્રોનાં વધૂઓ ૧. પ્રા. પા. - વિસમ્ભપૌષ્ય૦ | ૨. પ્રા. પા. - સંથિરામ્રામ્‌ 1 ૩. પ્રા. પા. - બુધો | ૪. પ્રા. પા. - ત્મજીજનત્‌1 ૫. પ્રા. પા. - પાગ્યાલન! અ૦ ૨૭] ચોથો સ્કન્ધ 441 પુત્રાણાં ચાભવન્‌ પુત્રા એકૈકસ્ય શતં શતમ્‌ ! યૈ્વૈ પૌરગ્જનો વંશઃ પગ્ચાલેષુ સમેધિતઃ ।। ૯॥ તેષુ તદ્રિક્થહારેષુ ગૃહકોશાનુજીવિષુ | નિરૂઢેન મમત્વેન વિષયેષ્વન્વબધ્યતપ | ૧૦॥ ઈજેચ ચ ક્રતુભિર્ધોરેદીક્ષિતઃ પશુમારકેઃ | દેવાન્‌પિતૃન્‌ ભૂતપતીજ્ઞાનાકામો યથા ભવાન્‌ । ૧૧! યુક્તેષ્વેવં પ્રમત્તસ્ય કુટુમ્બાસક્તચેતસઃ | આસસાદ”સવૈકાલોયોડપ્રિયઃપ્રિયયોષિતામ્‌ ।। ૧૨ || ચણ્ડવેગ ઇતિ ખ્યાતો ગન્ધર્વાધિપતિર્નુપ । ગન્ધર્વાસ્તસ્ય બલિનઃ ષષ્ટ્યુત્તરશતત્રયમ્‌ । ૧૩॥ ગન્ધર્વ્યસ્તાદંશીરસ્ય મૈથુન્યશ્ચ સિતાસિતાઃ । પરિવૃત્ત્યા વિલુમ્પન્તિ સર્વકામવિનિર્મિતામ્‌ । ૧૪॥। તે ચણ્ડવેગાનુચરાઃ પુરગ્જનપુરં* યદા | હર્તુમારેભિરે તત્ર પ્રત્યપેધત્પ્રજાગરઃ || ૧૫! સ સસભિઃ શતેરેકો વિંશત્યા ચ શતં સમાઃ | પુરગ્જનપુરાધ્યક્ષો ગન્ધર્વેયુયુધે બલી ।૧૬॥ ક્ષીયમાણે સ્વસમ્બન્ધે એકસ્મિન્‌ બહુભિર્યુધા । ચિન્તાં પરાં જગામાર્તઃ સરાષ્ટ્રપુરબાન્ધવઃ ।। ૧૭॥ સ એવ પુર્યા મધુભુકપગ્ચાલેષુ સ્વપાર્ષદૈઃ । ઉપનીતંપંબલિં ગૃદ્ધન્‌સ્રીજિતો નાવિદદ્રયમ્‌ ॥ ૧૮॥ કાલસ્ય દુહિતા કાચિત્ત્રિલોકી વરમિચ્છતી । પર્યટન્તી ન બર્હિષ્મન્‌ પ્રત્યનન્દત કશ્ચન ॥ ૧૯॥ દૌ્ભાગ્યેનાત્મનોર્ય લોકે વિશ્રુતા દુર્ભગેતિ સા | યા?તુષ્ટારાજર્ષયે તુ“વૃતાડદાત્પૂરવેવરમ્‌ ॥ ૨૦॥ કદાચિદટમાના સા બ્રહ્મલોકાન્મહીં ગતમ્‌ ! વત્રે બૃહદવ્રતં માં તુ જાનતી કામમોહિતા ॥ ૨૧॥। સાથે અને પુત્રીઓનાં તેમને યોગ્ય પતિઓ સાથે લગ્ન કરી દીધાં. (૮) પુત્રોમાંના પ્રત્યેકને સો-સો પુત્રો થયા. તેમનાથી વૃદ્ધિ પામીને પુરંજનનો વંશ સમસ્ત પાંચાલ દેશમાં ફેલાઈ ગયો. (૯) એ પુત્રો, પૌત્રો, ઘર, ધનભંડાર, સેવકો, મંત્રીઓ વગેરેમાં દઢ મમતા થઈ જવાથી તે આ વિષયોમાં જ બંધાઈ ગયો. (૧૦) પછી (હે રાજન્‌!) તમારી જેમ તેણે પણ અનેક પ્રકારના ભોગોની કામનાથી યજ્ઞની દીક્ષા લઈને જાતજાતના પશુહિંસામમ ઘોર યજ્ઞોથી દેવતાઓ, પિતૃઓ અને ભૂતપતિઓની આરાધના કરી. (૧૧) આ પ્રમાણે તે આત્માનું કલ્યાણ કરનારાં કર્મો પ્રત્વે જીવનભર અસાવધ રહ્યો અને કુટુંબને પાળવા-પોષવામાં વ્યસ્ત રહ્યો. અંતે વૃદ્ધાવસ્થાનો તે સમય આવી પહોંચ કે જે સ્્રીલંપટ પુરુષોને ઘણો અપ્રિય હોય છે. (૧૨) હે રાજન્‌! ચંડવેગ નામનો એક ગંધર્વરાજ છે. તેને આધીન ત્રણસો સાઠ મહાબળવાન ગંધર્વો રહે છે. (૧૩) તેમની સાથે મિથુનભાવે રહેતી કૃષ્ણ અને શ્રેત વર્ણની એટલી જ ગંધર્વીઓ પણ્ છે. તેઓ વારાફરતી ચક્કર લગાવીને ભોગવિલાસની સામગ્રીઓથી ભરીભાદરી નગરીને લૂંટતી રહે છે. (૧૪) ગંધર્વરાજ ચંડવેગના તે અનુચરોએ જ્યારે રાજા પુરંજનના નગરને લૂંટવાનું શરૂ કર્યું ત્યારે તેમને પાંચ ફણાવાળા સર્પ પ્રજાગરે અટકાવ્યા. (૧૫) પુરંજનપુરીની રખેવાળી કરનારો આ મહાબળવાન સાપ સો વર્ષ સુધી એક્લો જ તે સાતસો વીસ ગંધર્વ-ગંધર્વીઓ સાથે યુદ્ધ કરતો રહ્યો. (૧૬) ઘણાબધા વીરો સાથે એકલો જ યુદ્ધ કરવાને કારણે, પોતાના એકમાત્ર સંબંધી પ્રજાગરને નિર્બળ થયેલો જોઈને રાજા પુરંજનને પોતાના રાષ્ટ્ર અને નગરનાં રહેવાસી અન્ય બંધુજનો સમેત ભારે ચિંતા થઈ. (૧૭) તે આટલા દિવસો સુધી પાંચાલ દેશના તે નગરમાં પોતાના દૂતો વડે લવાયેલો કર લઈને વિષયભોગોમાં મસ્ત રહ્યો હતો. સ્ત્રીને વશ રહેવાને કારણે આ અચૂક આવી પડનારા ભયનો તેને ખ્યાલ જ ન આવ્યો. (૧૮) હેબર્હિષ્મન્‌! તે જ દિવસોમાં કાળની એક પુત્રી વરની શોધમાં ત્રણે લોકમાં ભટકતી રહી, તોપણ તેને કોઈએ અપનાવી નહીં. (૧૯) તે કાળકન્યા (વૃદ્ધાવસ્થા) ધણી ભાગ્યહીન હતી, તેથી લોકો તેને *દુર્ભગા’ કહેતા હતા. એકવાર રાજર્ષિ પૂરુએ પિતાને પોતાનું યૌવન આપવા માટે પોતાની મરજીથી જ તેનું વરણ કર્યું હતું, એનાથી પ્રસન્‍ન થઈને તેણે તેમને રાજ્યપ્રાપ્તિનું વરદાન આપ્યું હતું. (૨૦) એક દિવસ ડું બ્રહ્મલોકમાંથી પૃથ્વી પર આવ્યો, તો તે ફરતી ૧. પ્રા. પા. - વિષયાનન્વ૦ | ૨. પ્રાચીન પ્રતમાં ૧૧મો શ્લોક નથી. ૩. પ્રા. પા. - આસસાદાથ વૈ | ૪. પ્રા પ. પ્રા. પા. - ઉપાનીતં ! ૬. પ્રા. પા. - દોર્ભગેનાન ! ૭. પ્રા. પા. - થા સન્તુષ્ટ | ૮. પ્રાચીન પ્રતમાં ‘તુ’

  • ન્યુ
  • એટલો ભાગ નથી. 442 શ્રીમદભાગવત, [અ૦ ૨૮ મયિ સંરભ્ય વિપુલમદાચ્છાપં સુદુઃસહમ્‌ ! સ્થાતુમર્હસિ નૈકત્ર મદ્યાચ્ઞાવિમુખો મુને ।। રર તતો વિહતસફલ્પા’ કન્યકા યવનેશ્વરમ્‌ | મયોપદિષ્ટમાસાધ વત્રે નામ્ના ભયં પતિમ્‌ । ૨૩॥ ત્રષભં યવનાનાં ત્વાં વૃણે વીરેપ્સિત પતિમ્‌ । સક્રલ્પસ્ત્વયિ ભૂતાનાં કૃતઃ કિલ ન રિષ્યતિ || ૨૪॥ દ્વાવિમાવનુશોચન્તિ બાલાવસદવગ્રહી ! યલ્લોકશાસ્્રોપનતં ન રાતિ ન તદિચ્છતિ | ર૫॥ અથો ભજસ્વ માં ભદ્ર ભજન્તી મે દયાં કુરુ ! એતાવાન્‌ પૌરુષો ધર્મો યદાર્તાનનુકમ્પતે || ર૬ કાલકન્યોદિતવચો નિશમ્ય યવનેશ્વરઃ | ચિકીર્ષુરદવગુહ્ાંચ સ સસ્મિતં તામભાષત | ર૭॥ મયા નિરૂપિતસ્તુભ્યં પતિરાત્મસમાધિના | નાભિનન્દતિલોકોડયં ત્વામભદ્રામસમ્મતામ્‌ | ર૮ ત્વમવ્યક્તગતિર્ભુડક્ષ્વ લોકં કર્મવિનિર્મિતમ્‌ । યાહિ મે પૃતનાયુક્તા પ્રજાનાશં પ્રજેષ્યસિ | ૨૯॥ પ્રજ્વારોડયં મમ ભ્રાતા ત્વંચ મે ભગિની ભવ । ચરામ્યુભાભ્યાં લોકેડસ્મિશ્નવ્યક્તો ભીમસૈનિકઃ । ૩૦॥ ક્રરતી મને જ મળી ગઈ. ત્યારે તેણે મને નૈષ્ઠિક બ્રહ્મચારી જાણવા છતાં પદ્મ પોતે કામાતુર હોવાને કારણે વરવાની ઇચ્છા કરી. (૨૧) મેં તેની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો નહીં. તેથી તેશ્રે અત્યંત ફરદ્ધ થઈને મને એવો દુઃસહ શાપ આપ્યો કે ‘તમે મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો નથી, તેથી તમે એક સ્થળે વધુ સમય સુધી રહી શકશો નહીં.’ (૨૨) ત્યારે મારા તરફથી નિરાશ થઈને તે કન્યાએ મારી સંમતિથી યવનરાજ ભયની પાસે જઈને તેનું પતિ તરીકે વરણ કર્યું. (૨૩) અને કહ્યું, “વીરવર! તમે યવનોમાં શ્રેષ્ઠ છો, હું તમને પ્રેમ કરું છું અને પતિ બનાવવા ઇચ્છું છું, તમારા મ્રત્યે કરાયેલો જીવોનો સંકલ્પ ક્યારેય અસફળ થતો નથી. (૨૪) જે મનુષ્ય સંસાર અને શાસની દષ્ટિએ આપવા યોગ્ય વસ્તુનું દાન કરતો નથી અને જે શાસદષ્ટિએ અધિકારી હોવા છતાં પણ આવું દાન લેતો નથી તે બંનેય જણ દુરાગ્રહી અને. મૂઢ છે; તેથી શોચનીય છે. (રપ) હે ભદ્ર! આ સમયે હું તમારી સેવામાં ઉપસ્થિત થઈ છું, તમે મારો સ્વીકાર કરીને મને અનુગૃહીત કરો. મનુષ્યનો સૌથી મોટો ધર્મ દીનજનો પર દયા કરવી એ જ છે.’ (ર૬) કાળકન્યાની વાત સાંભળીને યવનરાજે વિધાતાનું એક ગુપ્ત કાર્ય કરાવવાની ઇચ્છાથી હસતાં હસતાં તેને કહ્યું. (૨૭) “મેં યોગદૃષ્ટિથી જોઈને તારા માટે એક પતિ નક્કી કર્યો છે. તું બધાંનું અનિષ્ટ કરનારી છે, તેથી કોઈને પણ ગમતી નથી અને તેથી જ લોકો તારો સ્વીકાર કરતા નથી. તેથી આ કર્મજનિત સંસારને તું અલક્ષિત થઈને પરાશે ભોગવ. તું મારી સેના લઈને જા, તેની મદદથી તું સમસ્ત મ્રજાનો નાશ કરવામાં સમર્થ થઈશ, કોઈ પણ તારો પ્રતિકાર, કરી શકશે નહીં. (૨૮-૨૯) આ પ્રજ્વાર નામનો મારો ભાઈ છે અને તું મારી બહેન બની જા. તમારા બંનેની સાથે હું અપ્રગટ ગતિથી ભયંકર સેના લઈને સમસ્ત લોકોમાં વિચરણ કરીશ.’ (૩૦) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે પુરગ્જનોપાખ્યાને સપ્રવિશોડધ્યાયઃ || ૨૭॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત પુરંજન-ઉપાખ્યાનમાંનો સત્તાવીસમો અધ્યાય સમાપ્ત.